________________
જેવી છે જે ઘાણીમાં જોતરાઈને હજારો માઈલ ફર્યા કરે છે, પણ ત્યાંની ત્યાં જ ભમ્યા કરે છે. તેવી જ રીતે આપણે અનંત કાળથી ચાલ્યા જ કરીએ છીએ અને આ ચાલવાનું કદી પૂરું થતું નથી અને ફરી-ફરી ત્યાં જ હોઈએ છીએ. જ્યારે માણસની બુદ્ધિ સ્થિર બને છે ત્યારે જ તેની રુચિ અને તલ્લીનતા સાધે છે. આવો પુરુષ આત્મામાં પોતાની મતિ સ્થિર કરે છે અને આત્મામાં જ રુચિ ઉત્પન્ન કરે છે. આવી વ્યક્તિ ક્યારેય કોઈની અધીનતા સ્વીકારતી નથી.
ભગવાન કે પરમાત્માની આરાધના કરતાં-કરતાં એક દિવસ આરાધક એવી રીતે પરમાત્મા બની જાય છે, જેવી રીતે રૂની વાટ જ્યોતિના નિરંતર સંપર્કમાં આવીને જ્યોતિસ્વરૂપ બની જાય છે. આત્મસ્થિત વ્યક્તિની સ્થિતિ એવી હોય છે જેમ વૃક્ષમાં છુપાયેલો અગ્નિ. અર્થાત અગ્નિપુંજ કે તેજ-પુંજ તેમાં જ રહેલો છે. જ્યારે વ્યક્તિ પોતાની જ (આત્માની) આરાધના કરવા લાગે છે ત્યારે પરમાત્મા બની જાય છે. તે વચનદ્વારા અગોચર અને દષ્ટિથી અરૂપી આત્માને પ્રાપ્ત કરી સહજ પ્રકાશને પામી લેતો હોય છે. અને સંસારના જન્મ મરણથી મુક્ત થઈ જાય છે.
આચાર્ય કહે છે સાચો જ્ઞાની તે છે, જેને કોઈ દુઃખ નથી. જે આત્મસ્થિત થઈ સહજ સિદ્ધત્વ પ્રાપ્ત કરી લે છે તે સુખના પ્રકાશનો અનુભવ કરે છે અને સર્વત્ર કલ્યાણ નિહાળે છે. બુધ-જન ક્યારેય સુખ કે દુઃખમાં ધીર કે અધીર થતો નથી. સુખ અને દુઃખ બન્ને તેને માટે સ્વપ્ર છે. આવો જ્ઞાની દુઃખ પામીને પણ સુખની ભાવના ભાવે છે અને આવા દુઃખમાં જ તે સંસારી જ્ઞાનનો ક્ષય કરે છે. જેમ કોમળ પુષ્પ તડકામાં કરમાઈ જાય છે તેવી જ રીતે જ્ઞાની સંસારના તાપમાં કરમાઈને દુઃખનો અનુભવ કરે છે.
જેમ પ્રચંડ અગ્નિમાં તપીને સોનું કુંદન બની જાય છે તેવી જ રીતે સાચો મુનિ તેવો જ વૈર્યવાન હોય છે જે દુઃખની જવાળામાં વધુ દઢ બને છે. માટે જ કહ્યું છે કે વ્યક્તિએ શક્તિ મુજબ દુઃખ સહન કરતાં શીખવું જોઈએ. દુઃખમાં ઉલ્લાસ સાથે દઢતર બનનાર વ્યક્તિ જ જ્ઞાન અને ચરિત્રને પ્રાપ્ત કરી શકે છે. જેવી રીતે યુધ્ધ-રત સૈનિક આઘાત-પ્રત્યાઘાતને ગણકારતો નથી તેવી રીતે પ્રભુની ઉપાસનામાં રત સાધક દુઃખની કોઈ ચિંતા કરતો નથી. અન્ય ઉદાહરણ આપતાં તેઓ કહે છે – જેવી રીતે વેપારી વેપારમાં પડતાં દુઃખોમાં પણ સુખનો અનુભવ કરે છે, તેવી જ રીતે મુમુક્ષુ વ્રત-ક્રિયાઓમાં સુખનો જ અનુભવ કરે છે. શરીર દ્વારા કરવામાં આવતી બધી ક્રિયાઓ યોગાભ્યાસની જ ક્રિયાઓ છે.
િપયોભારતી n ૧૯૨