________________
૧૮. શ્રીઅરનાથવામીનું સ્તવન
‘‘શ્રી અરજિન ભવજલે ના તારુ, મુજ મન લાગે વારુ રે, મનમોહનસ્વામી’'
હે પ્રભુ ! તું તો દૂર છે માટે તારા હાથની બાંયો પકડું છું અને કહ્યું છે કે ‘‘વાચક યશ કહે અવર ન ધ્યાઉં. એ પ્રભુના ગુણ ગાઉં રે.’’ હે પ્રભુ ! હવે હું બીજા કોઈનું ધ્યાન ન કરું અને હું તો તારા જ ગુણ ગાઉં. શા માટે મારે બીજાના ગુણો ગાવા જોઈએ ! જેમણે બીજા ભાવોમાં રહીને બીજા પદાર્થોની વાતો કરી છે તેઓ ક્યારેય સાજા રહેતા નથી. હું તો તારા પગ જ પકડી લઈશ. જેમ શ્રીમંત માણસના કોઈ ગરીબ પગ પકડી લે તો કંઈક દયા આવે છે, તેમ હું પણ તારા પગ પકડી લઈશ. એટલે કે હું તારી આજ્ઞા માનીશ તો મારા અધ્યવસાય તાજા-માજા, પ્રફુલ્લિત-નિર્મળ રહેશે. તું તો મારો મનમોહન સ્વામી છે. સંસારસમુદ્રથી તારનાર શ્રીઅરનાથ જિનેશ્વરદેવ મારા મનને બહુ વહાલો લાગે છે. તું સંસારરૂપી સમુદ્રનો સર્વોત્તમ તારુ છે. પોતે સ્વાત્મબળે સંસાર-સમુદ્ર પાર કરીને મોક્ષપુરીમાં સિધાવેલો છો, માટે તારામાં તારકશકિત છે. માટે તું મને તાર. અત્યંત અસ્થિર અને દુઃખદ ભવસ્થિતિથી ત્રાસેલાને – કંટાળેલાનેવિશ્કત બનેલાને પરમ તારક એવો પ્રભુ તારે છે, મારે ડૂબવું તો નથી જ. મોહસમુદ્રમાં ડૂબેલા એવા મારા આત્માને બહાર કાઢ. આત્માની નાવને મોહર્ભત તપ-જપ આગળ વધવા દેતા નથી. પણે મને તેનો ભય નથી કારણ મને તારનાર મારી સાથે છે. તારક કદી મારક બનતો નથી અને મારક કદી તારક પણ બનતો નથી. મોહ મારક છે જ્યારે મોહનો વિજેતા શ્રી-પ્રભુ તારક છે. વળી ભક્ત જો તેની ભક્તિનો યથાર્થ હેતુ ના જાણે તો તેને કદાચ સ્વર્ગનું સુખ મળે, પરંતુ જે જ્ઞાની પાસે સમજીને ભક્તિ કરે છે તેને મોક્ષરૂપી ફળ મળે છે. મનથી પ્રભુનું ધ્યાન ધરીએ તો મોક્ષરૂપી ફળ મળે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ પ્રથમ નંબરનો વૈરાગ્ય છે. સ્વર્ગનાં સુખો કે સંસારનાં સુખો મેળવવા જો હું તારી ભક્તિ કરતો હોઉં તો સોનું વેચીને સડેલી બદામ લેવા જેવું છે. આ અજ્ઞાન ચેષ્ટા કરું છું, પણ હું તો ભક્તિમુક્તિ માટે જ કરીશ. આત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ અને પર્યાયનું ધ્યાન કરવાથી પ્રભુ તે ધ્યાન કરનારને અવશ્ય મોક્ષ આપે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદરૂપ દીવાલ કર્મોની છે. આ દીવાલ તૂટી પડતાં હું તારા જેવો બનીશ, વળી હું તારું આલંબન લઈશ, કારણ તેથી હું
શોભારતી ॥ ૨૪૦