Book Title: Yasho Bharti
Author(s): Kumarpal Desai
Publisher: Chandroday Charitable Religious Trust

View full book text
Previous | Next

Page 292
________________ યશોભારતી વ્યાખ્યાનમાળા ત્રિશતાબ્દી વર્ષે ભાવાંજલિ ) અનુમોદન અને આનંદ આપનો પત્ર મળ્યો. જાણી ખૂબ આનંદ થયો કે પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. સા. ના ત્રિશતાબ્દિ વર્ષને અનુલક્ષીને આપની નિશ્રામાં પ્રખર પ્રવચનકારો તથા પ્રસિદ્ધ વક્તાઓની પ્રવચનમાળા રખાઈ છે. એ મહાન વિભૂતિની વિરલસ્મૃતિમાં આપણે સૌ જે કરીએ તે ઓછું છે, છતાં આપની પ્રેરણાથી થનારા આ પ્રબળ પ્રશસ્ત પ્રયત્ન દ્વારા અનેક ભવ્યાત્માઓ પૂ.ઉપાધ્યાયજી મહારાજના જીવનકવનથી, તેઓશ્રીના પ્રભાવક શાસનકાર્યોની તવારીખથી માહિતગાર થશે. જનહૃદયમાં પૂજ્યશ્રી ફરી અહોભાવસ્વરૂપે જીવંત બનશે. આવા જ પ્રયત્નો તેઓશ્રીના સાહિત્યના સાથે લોકભોગ્ય પ્રકાશનો માટે થાય તે પણ ઉચિત ગણાશે. | ઉપાધ્યાય પૂ. યશોવિજયજી મહારાજ માટે શું લખવું? “ઉપાધ્યાયજી' શબ્દ બોલતાં જ યશોવિજયજી મહારાજનું મહાન જીવનચરિત્ર સમગ્ર જીવનમાં કરેલી સર્વોત્કૃષ્ટ સાહિત્યયાત્રા નજર સમક્ષ તરવરે છે. એમ કહીએ તો અનુચિત નહીં ગણાય કે ““ઉપાધ્યાયજી' શબ્દ જ જાણે યશોવિજયજી મહારાજનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે અને એટલે એ ઉપાધ્યાયજી પદવાચક શબ્દ જ જાણે તેમના જીવનબાગમાં બંધાયેલ જ્ઞાનમંદિરના કળશરૂપ છે. પૂજ્યશ્રી ભલે આજે આ વિશ્વમાં નથી, પણ તેમના મહાન સાહિત્ય વારસારૂપે તેઓ યુગોના યુગો સુધી યાવચંદ્રદિવાકરૌ અમર રહેશે. એ અમર ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજને અનંતશઃ વંદના આ ત્રિશતાબ્દિ વર્ષના પાવન પ્રસંગે..... || આ. કલાપ્રભસાગરજી મ. (ભિન્નમાલ) પૂજ્યપાદ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના ત્રિશતાબ્દિ વર્ષને અનુલક્ષી-યોજવામાં આવેલી વ્યાખ્યાનમાળા દ્વારા આમજનતા પૂજ્યશ્રીના ઊંડા તત્ત્વજ્ઞાનથી પરિચિત બને. પૂજ્ય ઉપાધ્યાય મ. જે કામ કરીને ગયા છે તે ભાતાલિ ER ૨૦૫

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302