Page #1
--------------------------------------------------------------------------
________________
" શીબીરઊંડી
Page #2
--------------------------------------------------------------------------
________________
યશોભારતી
: પ્રકાશક:
શ્રી ચંદ્રોદય ચેરિટેબલ રિલિજીયસ ટ્રસ્ટ, અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
આશીર્વાદ: પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મ.સા.
પ્રેરક મુનિશ્રી અનંતચંદ્રવિજય મ.સા.
સંપાદક: ડૉ. કુમારપાળ દેસાઈ
પ્રકાશક: શ્રી અનિલભાઈ ગાંધી
શ્રી ચંદ્રોદય ચેરિટેબલ રિલિજીયસ ટ્રસ્ટ
પ્રકાશન - આયોજન : શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
આવૃત્તિ: પ્રથમ, વીર સંવત ૨૫૧૮ - વિ. સં. ૨૦૪૮ રૂ. ૨૫-૦૦
મુદ્રક: અંકન પ્રિન્ટર્સ, ૫, દેવમંદિર સોસાયટી, ચાંદલોડિયા, અમદાવાદ-૩૮૨૪૮૧.
Page #4
--------------------------------------------------------------------------
________________
[ઉપાધ્યાયજીને મારએજલિ. એક પ્રવચનમાળાને પરિણામે સમૃદ્ધ સાહિત્યિક સામગ્રી ધરાવતા ગ્રંથનું સર્જન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ આનંદ જાગે. અમદાવાદમાં શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળાનું આયોજન થયું. પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ના ત્રિશતાબ્દી વર્ષને અનુલક્ષીને પ્રવચનમાળાનું આયોજન થયું. એ નિમિત્તે અનેક વિદ્વાન સાધુ મહારાજે અને અભ્યાસીઓએ પોતાનાં વક્તવ્યો રજૂ કર્યા.એ વક્તવ્યોને ગ્રંથરૂપે પ્રકાશિત કરીને સમાજને સદાને માટે એનો લાભ મળતો રહે તેવી પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. પ્રેરણા આપી અને એમની પ્રેરણાના પરિણામે આ ગ્રંથનું સર્જન થયું છે.
શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળામાં જેઓએ જ્ઞાનસરવાણી વહાવી હતી એ સહુના પ્રવચનો મેળવવા માટે સતત પુરુષાર્થ કર્યો. આમ છતાં એક-બે વક્તવ્ય નિશ્ચિત સમયમર્યાદામાં મળ્યાં નહિ અને તેથી અમે એને પ્રકાશિત કરી શક્યા નથી. આ કાર્યમાં પૂ. આ. શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો પણ સહયોગ સાંપડ્યો. એની પાછળ પ. પૂ. મુનિરાજશ્રી અનંતચંદ્ર વિજય મ.સા.ની પ્રેરણા ન હોત તો આ કામ શક્ય બન્યું હોત નહીં. આ ગ્રંથમાં પૂ.આ. યશોદેવસૂરી સંપાદિત “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ,” “પ્રબુદ્ધ જીવન” તેમ જ “શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ'માંથી લીધેલા લેખ અંગે સૌજન્ય પ્રગટ કરીએ છીએ. આ કાર્યમાં જે જે શ્રીસંઘોએ સહયોગ આપ્યો છે, એમને અમે કેમ ભૂલી શકીએ?
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પછી છેલ્લાં આઠસો વર્ષમાં કોઈ એક જૈન જ્યોતિર્ધરનું નામ વિચારીએ તો તરત જ સ્મરણપટ પર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની સ્મૃતિઓ તરવરે છે. સંસ્કૃત, પ્રાકૃત અને તત્કાલીન ગુજરાતી ભાષામાં અનેક સમર્થ કૃતિની તેઓએ રચના કરી. સાહિત્યના ક્ષેત્રમાં ઉપાધ્યાયજી મહારાજ કહીએ એટલે ઉપાધ્યાય યશોવિજયજી એમ તરત જ સમજાઈ જાય. ઉપાધ્યાય મહારાજનું જીવન પણ અતિ ભવ્ય હતું. આજે પણ અમદાવાદના તિલક માર્ગ પર આવેલા ઉપાધ્યાય યશોવિજયજી ચોક કે તેમના જન્મસ્થાન કનોડમાં આવેલું સરસ્વતી મંદિર તેઓના ભવ્ય જીવન અને ગહન દર્શનચિંતનનું સ્મરણ કરાવે છે.
-કુમારપાળ દેસાઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય સહાયકો
શ્રી વિશ્વનંદિકર વાસુપૂજ્યવિહાર જૈન રિલિજીયસ ટ્રસ્ટ શ્રી જૂના ડીસા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ (બનાસકાંઠા)
શ્રી જૂના મહાજન વાડા જૈન ઉપાશ્રય, અમદાવાદ
શ્રી આદીશ્વર - શાંતિનાથ જૈન ટ્રસ્ટ, પંચભાઈની પોળ, અમદાવાદ
શેઠ શ્રી જયંતીલાલ ચેલજીભાઈ શાહ, પાલનપુર
Page #6
--------------------------------------------------------------------------
________________
આશીર્વચન છે
આત્મોત્થાન અને શાસનસેવાના પ્રતીક સમા અત્યંત ગૂઢ, તાત્ત્વિક અને દાર્શનિક ગ્રંથોના રચયિતા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી ભાષામાં અપ્રતિમ ગ્રંથરચનાઓ કરી છે. એક બાજુ જૈનદર્શનના ગૂઢ જ્ઞાનનો પ્રકાશ આપનારા ગ્રંથો રચ્યા છે, તો બીજી બાજુ શ્રી સંઘ અને સમાજને કાજે જનસામાન્યની ભાષામાં રસાળ અને રસપૂર્ણ કૃતિઓની રચના કરી છે. “ન્યાયાચાર્ય', “તત્ત્વવિશારદ', કૂર્ચાલ શારદા'ના માનભર્યા બિરુદ પામનારા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ત્રિશતાબ્દિ વર્ષના માંગલ્યમય પ્રસંગે યશોભારતી નામક પ્રવચનમાળાનું આયોજન કર્યું હતું. એ સમયે નિબંધસ્પર્ધા પણ યોજી હતી. એ પ્રવચનોને ગ્રંથરૂપે સંગ્રહિત, કરવાની અમારી ભાવના હતી અને તે કાર્ય સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈએ તેમની પ્રાજ્ઞલેખિનીથી બજાવ્યું, એ માટે તેઓને આશીર્વાદ આપું છું. આ ગ્રંથ સૌ કોઈને ઉપયોગી થઈ રહેશે, તેવી ભાવના રાખું છું.
– ચંદ્રોદયસૂરિના આશીર્વાદ
Page #7
--------------------------------------------------------------------------
________________
न्यायविशारद - न्यायाचार्य
महामहोपाध्याय --
श्री यशोविजयगणिवराणां गुणानुवादस्तुतिः ॥
(आर्यावृत्तम्) भक्त्या तं प्रणमामो, वाचकवयं यशोविजयगणिनम् । जिनशासनाम्बरं यो, भासितवान् स्वीयवाग्द्युतिभिः
देशे गर्जर संज्ञे, ग्रामं कन्होड़ नामकं रम्यम् । यो निजजनुषा धीमान्, पावितवान् शस्यतमचरितः
॥ २ ॥
सोहागदे धन्यौ
र्यदीया. जननी नारायणश्च यस्य पिता । तौ संसारे, यौ सुषुवाते सुतं विरलम्
॥ ३ ॥
पण्डितनयविजयाऽऽह्वो, गुणगणनिलयोऽभवद्यदीय गुरुः । यद्वचसा प्रतिबुद्धोऽगृह्णाबाल्ये स चारित्रम्
॥ ५ ॥||
राजनगरवास्तव्यो, धन्यो धनजी सुराभिधो धनिकः । यत्प्रेरितो हि काश्यां, गतो गुरः शिष्यजसकलितः ऎङ्कार मन्त्रजापा-दुपगङ्गं भारती समाराध्य । तस्याः स हि वरमापत्, कवित्ववाञछासुरदु समम्
॥ ६ ॥
भट्टाचार्य समीपे, चिन्तामण्यादिकं षड्दर्शनमर्मज्ञो, विधविधविद्यासु
स
समधीत्यं । विज्जातः
॥ ७ ॥||
न्यायविशारद न्याया-च्चार्योपाधिं हि सदसि धीराणाम् । वादे विजयप्राप्त्या, प्रीताः प्राज्ञा ददु र्यस्मै
॥ ८ ॥
कः खलु विषयोऽवन्यां, का वा भाषास्ति यत्र पूज्यानाम् । । न प्रावर्त्तत वाणी, गद्ये पद्ये च निर्बाधा
॥ ९ ॥
Page #8
--------------------------------------------------------------------------
________________
प्रोन्मथ्य शास्त्रसिन्धुं, निजमतिमन्थेन धीरधुर्येण । रचिता विविधाः कृतयो, मुकुटायन्तेऽधुना विश्वे ॥ १० ॥ |
यद्विरचित वैराग्य-कल्पलताऽध्यात्मसार श्रुत्वा च ज्ञानसार-मधियायात् को
मुख्यकृतिम् । न वैराग्यम्
॥ ११ ॥
दर्भावतीपुरे य-श्चिरतर माराध्य संयमं स्वर्यातः ससमाधि-र्जयताद् बुधसत्तमः
वय॑म् । स सदा
॥ १२ ॥
इति वाचकावतंसं, मुनिजनमान्यं यशोविजयगणिनम् । नेम्यमृतदेवशिष्यः, स्तुतवान्ननु हेमचन्द्राऽऽह्वः ॥ १३ ॥
पूर्ति
गतवानितिकः कथयति, जीवतियोऽद्यापिसद्यशः कायैः । प्रतिप्रातः प्रतिचैत्यं, श्रूयन्ते यस्य स्तवनानि
गीयन्ते
यत् श्रुतवार्घिदृष्टवा, विदुषोऽपिभवन्ति विस्मयग्रस्ताः । कथमेक्ता की कृतवान् ! वद किमसाध्यं सरस्वत्याः
॥
२
॥
रचयिता : पूज्याचार्यविजयदेवसूरिश्वर
चरणरेणुः विजय हेमचन्द्रसूरिः ॥
-
-
-
Page #9
--------------------------------------------------------------------------
________________
(શ્રી યશોવિજ્યજી ગણિવરની ગુણાનુવાદ-સ્તુતિ
આ. વિજય હેમચંદ્રસૂરિ
(સવૈયા છંદ)
શ્રી જિનશાસનના જ્યોતિર્ધર, પ્રબલ પ્રતાપી, પુણ્યાત્મા, ન્યાય વિશારદ ન્યાયાચાર્ય વળી જે, સંયમ શુદ્ધાત્મા, અગણિત ગ્રન્થ રચીને જેણે, કીધો મહાશાસન ઉપકાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર / ૧ /
ગુર્જર દેશે ગામ “કનોડુ', કર્યું પાવન નિજ જન્મ થકી, સોહાગદે જસમાત, તાત નામે નારાયણ પાસે વળી, નામ હતું જશવન્ત તથા જસ બંધવ પાસિંહ સુખકાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર # ૨
પૂર્વજન્મના શુભ સંસ્કારે, બાલ્ય થકી જે વૈરાગી, પંડિત નય ગુરુવર-ઉપદેશે, સંયમ લેવા લય લાગી, છકી સવિ જંજાળ જગતની, શિશુવયમાં જેથયાઅણગાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર | ૩ |
કાશી જઈ નિજ ગુરુવરની સાથે, નદી ગંગાને તીર રહ્યા, જાપ કર્યો વાર મંત્રનો, તૂઠી શારદ દેવી તહીં, લહી વરદાન બન્યા જે જગમાં, મહાપંડિતને કવિશિરદાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર
+ ૪ો
કાશીમાં ત્રણ વર્ષ રહ્યા ને, ચાર વર્ષ આગ્રામાં વાસ, ભટ્ટાચાર્ય કને ન્યાયાદિ, દર્શનનો કીધો અભ્યાસ, ચિન્તામણિ-મહાગ્રન્થ તો જેની, જીભે રમતો સાંજ-સવાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર || પી
Page #10
--------------------------------------------------------------------------
________________
ન્યાયાદિ ષદર્શન સઘળાં, ગ્રન્થોનો કીધો અભ્યાસ, આગમ-તત્ત્વામૃતના પાને, પ્રગટ્યો અનુભવજ્ઞાન ઉસ, ઉત્કટ ત્યાગ અને વૈરાગ્યે, ધન્ય કર્યો જેણે અવતાર, વાચકવરએ જસ-ગુરુચરણે, વન્દન હો અમ વાર હજાર છે ૬.
હોય ભલે સંસ્કૃત કે પ્રાકૃત, ગદ્ય પદ્ય કે ગુજરાતી, સર સર કરતી વહેતી વાણી, સ જાણે કો બૃહસ્પતિ! શત સંખ્યક વિધ વિધ વિષયોના, વિરચ્યા ગ્રન્થો અતિ મનોહાર, વાચકવર એ જસ-ગુરુ-ચરણે, વન્દન હો અમ વાર હજાર
/ ૭
દર્ભાવતી નગરીમાં જેણે, ગણતાં મંત્ર મહા નવકાર, છેલ્લો શ્વાસ મૂક્યો ને પામ્યા, સુર-૨મણીનો શુભ સત્કાર, ત્રયશત વર્ષ થયા પણ જેઓ, વિસરે નહિ પળ માત્ર લગાર, વાચકવર એ જસ-ગુરુ-ચરણે, વન્દન હો અમ વાર હજાર ૮
પ્રશસ્તિ
શાસનના સમ્રાટ સૂરિશ્વર-નેમિ થયા તપગચ્છ પતિ, તસ પાટે કવિ-રત્ન થયા, વિજયામૃતસૂરિ સૂક્ષ્મ મતિ, સૌમ્યમૂર્તિ તસ પાટે સોહે, દેવસૂરિ મહા બડભાગી, હેમચન્દ્રસૂરિ શિષ્ય તસ રચ્યું, આ અષ્ટક સૌભાગી | ૯ો.
અક્ષિ વેદ ગગનાક્ષિ (૨૦૪૨) વર્ષ આસો વદી એકમને દિન, શનિવારે ચિત્તામણિ પાર્શ્વપ્રભુ, સનિધ્યે થઈ તલ્લીન, પાર્લા પૂર્વ વિષે ચોમાસું રહીને, નિજ ગુરુ શીતલ છાંય, પં. પ્રધુમ્નવિજય ગણિ વિનતિ, સ્વીકારી અષ્ટકવિરમાય. તે ૧૦
Page #11
--------------------------------------------------------------------------
________________
(યશોવંદના
પન્યાસ પ્રદ્યુમ્નવિજયજી
(મૈત્રીભાવનું પવિત્ર ઝરણું-એ રાગ.....) ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જિનવર શાસનના શણગાર, વૈર્ય ક્ષમાને ગંભીરતાદિ અનેક ગુણ ગણના ભંડાર, જ્ઞાન યોગને સિદ્ધ કરીને ખૂબ બઢાવી શાસન શાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન ધન્ય કનોડા ઘન સોભાગદે ધન નારાયણ ધર્મ શૂરા, ધન સુહગુરુ શ્રી નય વિજયજી ધન ધન એ ધનજી શૂરા, ધન સિંહસૂરિજી જેણે હિત શિક્ષાનાં દીધાં દાન, વન્દન કરીએ ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ભર ચોમાસે મૂસળધાર વરસે પાણી દિવસ ને રાત, “ભક્તામર”ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત, સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વન્દન કરીએ ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી, ગુરુવર ચરણ પસાયે હેજે લાધ્યું આતમ અનુભવ જ્ઞાન, વન્દન કરીએ ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન વિક્રમ સંવત સત્તર દશમાં પોષ માસે પાટણમાં, ગુરુવર શ્રીનયવિજયજી સાથે દુર્લભ ગ્રન્થો લિપિ કરતાં, પંદર દિનમાં સાત મુનિએ ગ્રંથ લખ્યો નયચક્રનામ, વન્દન કરીયે ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન
.
Page #12
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યજી શ્રીપાલરાસને શરૂ કરે, રાંદેર સંઘનો પૂર્તિ આગ્રહ વાચક સ સ્વીકાર કરે, સાર્ધ સપ્તશત ગાથા પછીનું પૂર્ણ કર્યું એ રાસનું જ્ઞાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન સત્તર તેંતાલીસ ડભોઈતીર્થે ચરમ ચોમાસું આપ રહ્યા, વરસ પંચાવન નિર્મળ સંયમ પાળી યશથી અમર થયા, વહેલા વહેલા શિવપુર જવા કહ્યું આપે શું શુભપ્રસ્થાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન ...૭ પ્રભુની આણા ગૌણ બની ને જ્ઞાનનો મારગ વિરલ બન્યો. “શાસન મારું, હું શાસનનો' એવો અન્તર્નાદ ઘટ્યો, એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજે અમને સાચું જ્ઞાન ...૮... પ્રશસ્તિ :
ન્યાયાચાર્ય ને ન્યાયવિશારદ યશોવિજયજી વાચક રાજ, વરસ વીત્યાં છે ત્રણસો પૂરાં સ્મરણ અંજલિ દઈએ આજ, દેવ તેમનો સેવક ભાવે સકલ સંઘ સાથે પ્રણમે, ચૈત્રી પૂનમ દિન ચરણ વન્દના કરીને જીવન ધન્ય ગણે પુરવણી: સભામહ અવધાન સાંભળી ચકિત થયા ધનજી શૂરા, ઊભા થઈને વિનતી કરે છે પ્રેમી શાસનનાં પૂરાં, કાશી જઈને ષટ્રદર્શનના ગ્રંથ ભણાવો ચાહું છું, એ મુનિવરમાં અગાધ પ્રતિભા બીજો ““હેમ”નિહાળું છું યશોવિજયજીને બોલાવી ભાવ ઘરીને એકાન્ત, ઉપકારી શ્રી સિહસૂરીજી હિત શિક્ષા આપે ખંતે,
ભાઈ, આધ્યાત્મિકતા કાજે અવગાહોઆગમ અવિરામ, અબુધ જનોનાં હિતને કાજે ગૂર્જર ગ્રન્થોરચો ગતમાન”
........
Page #13
--------------------------------------------------------------------------
________________
પંડિત ખાણ સમી એ કાશી નગરીમાં આવ્યો વાદી, ગલીએ ગલીએ ફરતો તો પણ કોઈ નહીં ત્યાં પ્રતિવાદી, એવા વાદી વાદમાં જીતી પામ્યા આપ રૂડું સન્માન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન
......૩. વિક્રમ સંવત સત્તર બાવીસ ચોમાસામાં સૂર્યપુરે, મંગલસુત શા રૂપચંદને વિધિપૂર્વક ઉલ્લાસ પૂરે, આપે ત્યારે શ્રવણ કરાવ્યાં અંગ અગિયારે થઈ સાવધાન, વિંદન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન સૂક્ષ્મ કુશાગ્ર મતિથી ગૂંથ્યા ન્યાયનાં ગ્રંથોનાં ઉકલે, નય નિક્ષેપને સ્યાદ્વાદના રહસ્યનો ના પાર મળે, હું તો એ સૌ જોઈ સાંભળી પ્રેમે લળી લળી કરું પ્રણામ, વંદન કરીએ ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ......... રોમરોમમાં શાસનપ્રીતિ આત્મરતિ સાધી અભિરામ, પ્રભુની આણા શિરે વહીને કીધું રૂડું નિજ કલ્યાણ, અમ અજ્ઞાનને જડતા હરવા આપ છો સાચા અભિનવભાણ, વંદન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન ભવ વૈરાગી ગુરુ ગુણરાગી પૂર્ણ ભક્ત પ્રભુ શાસનનાં, ગીતારથ સોભાગી સજ્જન પારંગત કૃત સાગરનાં, કેવળી ભાષિત માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો, જુગ જુગ જીવો, જય જય પામો, ઉપાધ્યાયજી અમર રહો!
Page #14
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
ક્રમ લેખ
લેખક ૧. પરમતૃપ્તિનો અનુભવ
આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરિજી મ. ૧ ૨. અઢારમી સદીના મહાન જ્યોતિર્ધર પૂ. આ. શ્રી વિજયપધસૂરિજી મ. ૬ ૩. શ્રી સીમંધરસ્વામીની વિનંતી આ. શ્રી અશોકચંદ્રસૂરિજી મ. ૪. ઉપાધ્યાયજીની શાસનસેવા
આ. શ્રી જબ્બવિજયજી મ. ૫. “જબૂસ્વામી રાસ'
આ. શ્રી જયચંદ્રસૂરિજી મ. ૬. “અમૃતવેલ'ની સઝાયમાં સાધના પદ્ધતિઓનું આલેખન
પં. યશોવિજય ગણિજી ૭. વંદન કરીએ ત્રિવિધે તમને
૫. પ્રદ્યુમ્નવિજયજી મ. ૮. સમાચારીપ્રકરણ
ગણિવર્ય સોમચંદ્રવિજયજી મ. ૬૩ ૯. જંબૂસ્વામીના રાસમાં કથાની રસજમાવટ ગણિવર્યશ્રી હેમરત્નવિજયજી મ. ૭૬ ૧૦. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીની અમૃતવેલની સજઝાય
પં. અરુણોદયસાગરજી મ. ૮૬ ૧૧. ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાય મુનિ શ્રી અનંતચંદ્ર વિજયજી મ. ૯૦
અધ્યાત્મ-ઉપનિષદનો પ્રસાદ મુનિ શ્રી જયસુંદરવિજયજી મ. ૫ ૧૩. પ્રગટટ્યો પૂરણ રાગ.....
મુનિ શ્રી કલ્પતરુવિજયજી મ. ૧૦૩ ૧૪. અધ્યાત્મજીવનનાં તેજકિરણો સા. શ્રી પીયૂષપ્રજ્ઞાશ્રીજી મ.
૧૦૮ ૧. વાચક યશોવિજયજીનીચોવીશીઓ પ્રો. હીરાલાલ ૨. કાપડિયા ૧૧૧ ૨. શ્રીમાન યશોવિજયજી
ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
૧૧૬ ૩. ઉપાધ્યાય યશોવિજયજીની ગુર્જર ભાષામાં રચનાઓ
રમણલાલ ચી. શાહ
૧૨૮ ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપા. યશોવિજયજી ગણિવર પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી ૧૩૪
કુર્ચાલી શારદઃ ઉપાધ્યાય યશોવિજયજી ડૉ. ચીનુભાઈ નાયક ૧૪૧ ૬. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની દાર્શનિકપ્રતિભા
હેમંત જે. શાહ
૧૪
Page #15
--------------------------------------------------------------------------
________________
૯.
૭. બે સમકાલીનો ૮. વૈરાગ્ય કલ્પલતા
વિરલ સાધક ૧૦. વાચકયશની અનુભવવાણી ૧૧. યશોવિજયજીનાં સ્તવન કાવ્યો ૧૨. “જ્ઞાનસાર”-એક ચિત્તન ૧૩. “સમાધિશતક” ૧૪. સમૃદ્ધ પદસાહિત્ય ૧૫. આદિ જિન સ્તવન ૧૬. ફલાફલવિષયક પ્રશ્નપત્ર ૧૭. ઉપાધ્યાય યશોવિજયજીનાં
ચોવીસસ્તવનો
જ્ઞાનસાર ૧૯. અધ્યાત્મ રસની હેલી ૨૦. જ્ઞાનસાર
ત્રિશતાબ્દી વર્ષે ભાવાંજલિ
કુમારપાળ દેસાઈ.
૧૫૩ પ્રફ્લાદગ. પટેલ
૧૫૮ જિતેન્દ્ર બી. શાહ
૧૬૩ બાબુભાઈ કડીવાળા
૧૬૬ પન્નાલાલ ૨. શાહ
૧૭૧ રૂપેન્દ્રકુમાર પગારિયા ૧૭૯ ડૉ. શેખરચંદ્ર જૈન
૧૮૪ - ચીમનલાલ એમ. શાહ “કલાધર' ૧૯૬ વિજયાબેન
૨૦૮
૨૦૬
શાહ પીયૂષકુમાર શાંતિલાલ શાહ પીયૂષકુમાર શાંતિલાલ પં.ધીરજલાલ મહેતા તૃપ્તિબહેન અનુમોદન અને આનંદ
૨૧૫ ૨૫૦ ૨૬૨ ૨૬૮
૨૭૫
Page #16
--------------------------------------------------------------------------
________________
યશોભારતી
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧)
છે
પરમતૃપ્તિનો અનુભવો
છે
:
આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરિજી મ.
ન્યાયાચાર્ય “તત્ત્વ વિશારદ' અને “કૂર્ચાલ શારદા'નાં માનભર્યા બિરુદ પામનારા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતીમાં ગ્રંથો રચ્યા છે, જેની સંખ્યા એકસોથી વધુ છે. આત્મોત્થાન અને શાસનસેવાના પ્રતીકરૂપે અત્યંત ગૂઢ, તાત્ત્વિક અને દાર્શનિક ગ્રંથો તેમણે રચ્યા છે, તો સંઘ અને સમાજની સેવા માટે ઘણે અંશે જનસામાન્યની ભાષામાં તેમણે ધર્મ, ઈન્દ્રિયજ૫, સંયમ, કર્માતીતતા, આત્મજ્ઞાન, ભક્તિ અને આત્મોત્થાન પ્રબોધતાં સરળ કાવ્યો પણ તેમણે રચ્યાં છે. તેમનું આવું એક સમર્થ કાવ્ય છે “ચોવીસી', જે જૈનધર્મી સામાન્યજનોને કંઠસ્થ કરી રોજેરોજ પણ ગાવાનું મન થાય તેવું છે.
હૃદયને પરમ તૃપ્તિનો અનુભવ કરાવે, સતત ભાવવિભોર કરી દે તેવું આ કાવ્ય સિદ્ધ મુક્તાત્માઓ કરતાં પણ મહત્તર મનાયેલા અને જનસામાન્યને તેની સાંસારિકતા, સંયમાભાવ, વાસનામયતા અને કર્મબંધનથી મુક્તિનો માર્ગ બતાવી આત્મોત્થાન સાધવા પ્રેરતા એવા ચોવીસ તીર્થંકરોની મહત્તાનો મર્મ જનસામાન્ય એવા ભક્તની સાદી અને સરળ, કાલીઘેલી વાણીમાં રજૂ કરે છે.
પ્રત્યેક તીર્થકરને પાંચ કે ક્યાંક છ શ્લોકોમાં વંદના કરી છે, યાચના કરી છે, શરણાગતિ યાચી છે. દરેક તીર્થંકરની પ્રાર્થનાને અંતે સ્વનામધન્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ જનસામાન્યના પ્રતિનિધિ હોય તે રીતે જ, દરેક તીર્થકરને વંદના કરે છે. આમ, આ પ્રાર્થના સાંસારિકતાથી પર બની મુક્તિની ઝંખના અને તે તરફની ગતિ વાંછતા જીવ માટે છે. જૈન સમાજ અને ધર્મને નીચેની ત્રણ ચોવીસીઓ જાણીતી છે:
પરમદિનો અનુભવ B 1
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧) શ્રી આનંદધન રચિત ચોવીસી
(૨) શ્રી દેવચંદ્રજીપ્રણીત ચોવીસી (૩) શ્રી યશોવિજયજીની રચેલી ચોવીસી
પ્રથમ ચોવીસીમાં અધ્યાત્મરસનું સુંદર પોષણ થયું છે, તે સહેલાઈથી સમજાય તેવી છે. સમજણપૂર્વક ગાનારાને તે વૈરાગ્યરસમાં નિમગ્ન કરી દે તેવી છે. જ્ઞાનસાર નામના મુનિએ તેના સંક્ષિપ્ત અર્થ આપ્યા છે.
બીજી ચોવીસીમાં કર્તાએ દ્રવ્યાનુયોગ સભર ભર્યો છે, તે અટપટો છે અને સહેલાઈથી સમજવો મુશ્કેલ છે. તેના પર સ્વરચિત ‘બાલાવબોધ' ઉપલબ્ધ છે.
આ ચોવીસીમાં ચોવીસ તીર્થંકરોની વંદના છે. તેમાં દરેક પ્રાર્થનાનો સાર સર્વપ્રથમ આપણે જોઈએ : ૧. શ્રીૠષભદેવ સ્વામી
સામાન્ય કેવલીમાં પ્રધાન તે ઋષભ. તેનો ભાવ પ્રભુની અલૌકિક અંગરચના વર્ણવે છે. ભાવ એવો છે કે સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી સમયે સમયે ભાવમરણ પામતા જીવોને સાતા ઉપજાવી, એ પીડાઓથી મુક્ત કરી જીવાડનારા શ્રી ઋષભદેવ છે. એવાં મરણ ફરીથી પ્રાપ્ત ન થાય એવી અમર સ્થિતિ પમાડનાર અને તેથી જ જગતના જીવોને પ્રાણથી પણ શ્રી ઋષભદેવ અધિક પ્રિય છે.
૨. શ્રીઅજિતનાથ સ્વામી
પ્રભુ સર્વગુણ સમ્પન્ન હોવાથી તેમની સાથે પ્રીતિ કરવાની ઇચ્છા થઈ તેને અનુલક્ષી આ સ્તવન છે. ભાવ એવો છે કે ઉપસર્ગ, પરિષદ વડે જીતાયેલા પ્રભુ અજિતનાથ સ્વામી સિવાય બીજાની સંગતિ ન ગમે, કારણ ગુણ હોય ત્યાં જ સાચી પ્રીતિ થાય. ૩. શ્રીસંભવનાથ સ્વામી
પ્રભુ સાથે પ્રીતિ કરી, તેથી હવે તેના ફળરૂપે જે માગણી કરવાની છે તે એ છે કે ભક્તની સેવા-ઉપાસનાથી પ્રભુ પ્રસન્ન થાય તેથી બધું છોડી આપને ભજું છું. મારામાં આત્મિક શક્તિ પ્રેરો, પ્રોત્સાહન આપો, મને ઇષ્ટસ્થાન પ્રતિ ગમન કરાવો.
૪. શ્રીઅભિનંદન સ્વામી
પ્રભુને પ્રાર્થના કરી ત્યારે પ્રભુ તો વિદ્યમાન નથી, તેમની પ્રતિમા છે.
પોભારતી = ૨
Page #20
--------------------------------------------------------------------------
________________
જિનમૂર્તિ અને જિનવાણી એ જ તો આધાર છે! આથી પ્રભુની પ્રતિમાની, તેના દર્શનની જે પ્રાપ્તિ થઈ છે તેથી જ આત્માને કૃતાર્થ માનવો. પ્રભુનું દર્શન માટે એટલે સમ્યકત્વ મળે, માનવની સર્વ આશાઓ ફળે. ૫.શ્રીસુમતિનાથ સ્વામી
પ્રભુ સાથે પ્રીત થઈ, માનવની આશાઓ ફળી. હવે એ પ્રીતિ વધવી જ જોઈએ! તો જ આન્તરિક રાગ પ્રભુ પ્રત્યે વધતો જાય, ગુણોની પ્રાપ્તિ થાય. પ્રભુપ્રીતિનો સતત આસ્વાદ જીવનનું ભાથું બની રહે. ૬. શ્રીપદ્મપ્રભ સ્વામી
પ્રભુ સાથે અભંગ પ્રેમ થયો, છતાં પ્રભુ તો દૂર રહ્યા, સિદ્ધસ્થાને જઈને બેઠા. તો પ્રેમનો નિર્વાહ કઈ રીતે કરવો ? શું કરવું ? પ્રભુનું વિસ્મરણ ન કરવું, ગુણથી છાપ હૃદયમાંથી ભૂંસાવા ન દેવી, વિયોગનું દુઃખ સહેવું. પ્રભુના જમાર્ગે ગતિ કરવી. ૭. શ્રીસુપાર્શ્વનાથ સ્વામી
જેમના આશ્રયથી માનવજીવ સર્વત્ર સુખ પામે, તે પ્રભુ કેવા છે? તેમની કેવલી અવસ્થા અહીં વર્ણવી છે. પ્રભુ તો શરણાગત વત્સલ છે, તેનાથી જ તો કૈવલ્યાવસ્થા પ્રાપ્ત થાય. પ્રભુ પ્રત્યેના સદૂભાવથી પ્રભુના મુખ ઉપરનું તેજ ભક્તના આત્મામાં સંક્રમણ પામે છે. પ્રભુ ચોત્રીસ અતિશયથી અવિત છે. તે પૈકી દરેક ભક્તને તેની પાત્રતા પ્રમાણેની પ્રાપ્તિ થાય છે. ૮. શ્રીચંદ્રપ્રભસ્વામી
આવા અષ્ટ પ્રાતિહાર્યથી સમ્પન્ન એવા પરમાત્મા પાસે હવે કર્તા પ્રાર્થના કરીને પોતાની માગણી એકાન્ત વ્યક્ત કરે છે. ભાવ એ છે કે ઉદયગત ઊભરા હૃદય ખોલીને જ પ્રભુ પાસે વ્યક્ત કરી શકાય અને તે પૂર્ણ ભક્તિ હોય ત્યારે જ સંભવે, તો જ ગુણની ગોષ્ઠિ થાય. પ્રાર્થના એવી છે કે સતત પ્રભુની કરુણા, કપાનાં અમી ભક્ત પર વરસે અને તેથી ભક્તનો એવો તો ઉત્કર્ષ થાય કે તે ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે, મોક્ષનો અધિકારી બને. ૯. શ્રીસુવિધિનાથ સ્વામી
પ્રભુની તુષ્ટિમાં સર્વસુખ રહેલું છે એવો દૃઢ નિર્ધાર થતાં ભક્ત પ્રભુની તુષ્ટિનો વિચાર કરે છે અને “તેમના હૃદયમાં વસું તો જ ખરી તુષ્ટિ, પ્રસન્નતા પામી શકાય” તે સમજ સાથે અહીં સ્તુતિ કરે છે.
પરમતુતિનો અનુભવ u ૩
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦. શ્રી શીતલનાથ સ્વામી
પ્રભુને અંતરમાં સમાવ્યા પછી તેમનાથી કશું છાનું રખાય નહીં, રાખવાનું હોય નહીં એ ભાવ અહીં પ્રગકર્યો છે. અપ્રતિમ જ્ઞાની પ્રભુ પાસે 'ભક્ત શરણાગત બને છે. ૧૧. શ્રીશ્રેયાંસનાથ સ્વામી
પ્રભુની પાસે વિના વિલંબે સેવાફળની યાચના કર્યા પછી, પ્રભુ સાથે અપ્રતિમ પ્રેમ, ખરી મિત્રતા હોય તો જ સેવાફળ મળે તેથી ભક્ત પોતાના અપ્રતિમ પ્રભુપ્રેમની પ્રતીતિ અહીં કરાવે છે. ૧૨. શ્રીવાસુપૂજ્ય સ્વામી
પ્રભુને ભક્તિરૂપ કામણ વડે આકર્ષીને મળવાનું જણાવ્યા પછી તે જ હકીક્તની પુષ્ટિ માટે આ સ્તવનમાં ભક્ત પ્રભુનું કામણ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે. ૧૩. શ્રીવિમલનાથ સ્વામી
પ્રભુ સાથે ભેદનો છેદ કરી તેમની સાથે એકરૂપે મળી જવાનું જણાવ્યા પછી પ્રભુસેવાનો અવસર ભક્ત ન ચૂકે તે માટે પ્રભુને પ્રાર્થના કરી છે કે આત્માને તેઓ હિતશિક્ષા આપે. જેમને નિર્મળ જ્ઞાનાદિક વર્તે છે અને જે કર્મમળથી રહિત થઈ નિર્મળ થયા છે તે પ્રભુ પ્રાર્થના સ્વીકારે જ. ૧૪. શ્રીઅનંતનાથ સ્વામી
સમ્યત્વ પ્રાપ્ત થવાથી મન ખોલીને પ્રભુની સાથે વાત કરવા પૂર્વે તેમની અભંગ રંગવાળી મિત્રતા કરવી જોઈએ, એ ભાવ આ સ્તવનમાં પ્રગટ કર્યો છે. ૧૫. શ્રીધર્મનાથ સ્વામી
પ્રેમનો નિર્વાહ કરવાની ચિન્તા ઉત્પન્ન થતાં તે અંગે પ્રાર્થના. ૧૬. શ્રી શાન્તિનાથ સ્વામી
હદયમાં પ્રેમનું આકર્ષણ જાગે, જામે તે પછી તેની તૃપ્તિ જ થતી નથી અને સંસારમાં બધું જ અસાર જણાય છે. મિથ્યાત્વભાવ દૂર થાય, જીવને ચતુર્થ ગુણસ્થાનક પ્રાપ્ત થાય, સતત પ્રભુનું ચિન્તન થયા કરે અને તે મોક્ષ તરફ દોરી જાય એ જ પ્રાર્થના. ૧૭. શ્રી કુંથુનાથ સ્વામી
( શોભારતી m 3 )
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૮. શ્રીઅરનાથ સ્વામી
પ્રભુપ્રાપ્તિ થાય, જ્ઞાનપ્રાપ્તિ થાય. પ્રભુ અંતરમાં પધાર્યા, આનંદ – આનંદ વ્યાપી વળ્યો. અણમોલ ધન્યતાની પ્રાપ્તિ થઈ. ૧૯. શ્રીમલ્લિનાથ સ્વામી ૨૦. શ્રીમુનિસુવ્રત સ્વામી
પ્રભુને રીઝવ્યા, કાર્યસિદ્ધિ થઈ, મનમાં પરમ આનંદ વ્યાપી વળ્યો, તેનું વર્ણન. ૨૧. શ્રીનમિનાથ સ્વામી ૨૨. શ્રીનેમિનાથ સ્વામી
પ્રભુના ગુણ અકથ્ય, હૃદયમાં પ્રેમથી અનુભવાય, તો જ આત્મિક સુખની પ્રાપ્તિ થાય, સાંસારિક સુખની પણ, જે ધન્ય હોય. પરંતુ પછી અનુભવ પણ થાય કે ઐહિક સુખ એ તો અંતે મોહ છે, નિરર્થક છે. આથી તેને વિવેકમાં ફેરવી નાખી પ્રભુ પાસે ચારિત્રગ્રહણ કરવું. આત્મહિત સાધવું, અવિનાશી સુખ પ્રાપ્ત કરવું. ૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૪. શ્રીવર્ધમાન મહાવીર
નિરાગી-વીતરાગી પરમાત્માની સર્વ મુનિઓમાં શ્રેષ્ઠતા. કારણ એ કે પરમાત્મામાં જે સર્વોત્કૃષ્ટ ગુણો છે તેના વડે જ તે શ્રેષ્ઠ કહેવાય છે.
આ પછી આ ગાથાના મહત્ત્વનું ગૌરવગાન કર્યું છે.'
સરળતા, સુંદરતા અને મનમોહકતા એ આ સ્તવનનાં અનુપમ લક્ષણો છે. આ કૃતિને તેની આલંકારિકતા અને ઉચ્ચ કલ્પનાશક્તિને કારણે આપણે એક મહાન ભક્તિકાવ્ય અને સ્તવનકાવ્ય તરીકે આવકારીએ.
પરમતોબિનનો સારાભવ છે
Page #23
--------------------------------------------------------------------------
________________
(અઢારમી સદીના મહાન જ્યોતિર્ધરો
પૂ. આ. શ્રી વિજયપધસૂરિજી મ.
મહોપાધ્યાયશ્રી યશોવિજયજીને જે સાહિત્યરચનાઓએ પ્રખર વિદ્વાન તરીકે અમર બનાવ્યા છે તેમની એક પછી એક કૃતિનું - એ કૃતિમાં આવતાં વિષયનિરૂપણનું સંક્ષિપ્ત અવલોકન કરીશું. ઉપાધ્યાયજીત મૌલિક ગ્રંથો
૧. અધ્યાત્મમત પરીક્ષા : આનું બીજું નામ અધ્યાત્મમતખંડન છે. મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાનો છે. તેની ઉપર વાચકવર્ષે સ્વોપજ્ઞ ટીકા રચી છે. દિગંબરો એમ માને છે કે કેવલિભગવંતોને કવળાહાર હોય જ નહિ. આ બાબતમાં ગ્રંથકાર મહર્ષિએ કેવળજ્ઞાન અને કવળાહાર એ અવિરોધી વસ્તુ છે એટલે જ્યાં કેવળજ્ઞાન હોય ત્યાં જેમ મોહનીય વગેરે ચારે ઘાતી કર્મો વિરોધી હોવાથી સંભવતા નથી, તેવો વિરોધ કેવળજ્ઞાનની સાથે કવળાહારને હોવામાં નથી એ સિદ્ધ કર્યું છે. શ્રી સમવાયાંગમાં ચોત્રીસ અતિશયોમાં જણાવ્યું છે કે “પ્રભુના આહારમાં નિહાર ચર્મચક્ષુવાળા જીવો જોઈ શકે નહિ' એ વગેરે વસ્તુ સચોટ દાખલા દલીલો દઈને કેવલીને કવલાહાર હોઈ શકે એમ સાબિત કર્યું છે. દિગંબરો માને છે કે – પ્રભુને ધાતુરહિત પરમૌદારિક શરીર હોય. આ બાબતનું, પ્રભુને જન્મથી જ એક શરીર હોય છે વગેરે જણાવીને, ખંડન કર્યું છે. જો કેવલી પ્રભુને આહાર ન હોય તો તત્ત્વાર્થમાં કેવલીને કહેલા અગિયાર પરિષહો (જેમાં સુધા પરિષહ ગણ્યો છે તે) કઈ રીતે ઘટશે? આવા અનેક પ્રશ્નો પૂછીને આહારની બાબતમાં પર્યાપ્ત નામોદય પણ કારણ તરીકે જણાવીને દિગંબર મતની અનેક માન્યતાને અસત્ય ઠરાવી છે. છેવટે (૧) દિગંબર મત ક્યારે પ્રકટ થયો? (૨) તેઓ ઉપકરણ નથી રાખતા, તેનું શું કારણ? આ પ્રશ્નોના
આ પmભારતી n કે
Page #24
--------------------------------------------------------------------------
________________
ખુલાસા કરવાના પ્રસંગે તેઓના આચાર વગેરે દર્શાવી છેવટે પ્રશસ્તિ જણાવી કર્તાએ ગ્રંથ પૂર્ણ કર્યો છે. આ ગ્રંથ ઉપરની સ્વોપન્ન ટીકા નવીન ન્યાયની પદ્ધતિ પ્રમાણે બનાવી છે, તે વાંચવાથી કર્તાની અપૂર્વ વિદ્વત્તા જણાય છે.
મૂળગ્રંથની શરૂઆતમાં ગ્રંથકાર જણાવે છે કે હું શ્રીપાર્શ્વનાથ પ્રભુને અને ગચ્છનાયક આચાર્ય મહારાજ શ્રીવિજયદેવસૂરીશ્વરજી મહારાજને વંદન કરીને બોધને અનુસારે અધ્યાત્મમતની પરીક્ષા કરીશ. તેમ જ ટીકાની શરૂઆતમાં પણ જણાવ્યું છે કે-જે વાગ્યેવતા (સરસ્વતી) પંડિતોને અથવા દેવોને વંદન કરવા લાયક છે અને જેનું સ્વરૂપ ૐકાર મંત્રાક્ષર ગર્ભિત છે, તે વાન્દેવતાનું સ્મરણ કરીને હું સ્વોપજ્ઞ (સ્વકૃત) અધ્યાત્મમતપરીક્ષાનું વિવરણ કરું છું. ટીકાના શ્લોકનું પ્રમાણ ૪,૦૦૦ શ્લોક છે. આ સટીક ગ્રંથ દે. લા. જૈન પુસ્તકોદ્વાર ફંડ તરફથી છપાયો છે અને તેનું ભાષાંતર શ્રી આત્માનંદ સભા તરફથી છપાયું છે.
૨. અધ્યાત્મસાર : કર્મરૂપી વાદળાથી ઢંકાયેલા ભવ્ય જીવો અધ્યાત્મ સેવારૂપી પવનથી તે વાદળાને દૂર કરી આત્મિક તેજનો અનુભવ કરી શકે છે. આ મુદ્દાથી ગ્રંથકારે આ ગ્રંથમાં સાત મુખ્ય વિભાગ(પ્રબંધ)ની અને દરેક વિભાગમાં એકાદિ અધિકારની સંકલના કરીને અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવ્યું છે. તેમાં પ્રથમ પ્રબંધમાં અધ્યાત્મની પ્રશંસા, અધ્યાત્મસ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ આ ચાર બાબતનું સવિસ્તર વર્ણન જણાવ્યું છે. બીજા પ્રબંધમાં વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ અને વૈરાગ્ય સંબંધી જરૂરી બીના સ્પષ્ટ રીતે વર્ણવી છે. ત્રીજા પ્રબંધમાં મમતાનો ત્યાગ, સમતા, સદનુષ્ઠાન અને મનઃશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું છે. ચોથા પ્રબંધમાં સમ્યક્ત્વ, મિથ્યાત્વત્યાગ અને કદાગ્રહત્યાગની બીના જણાવી છે. પાંચમા પ્રબંધમાં યોગ, ધ્યાન અને ધ્યાનસ્તુતિ વર્ણવી છે. છઠ્ઠા પ્રબંધમાં આત્મનિશ્ચય વર્ણવ્યો છે. સાતમા પ્રબંધમાં જૈનમત સ્તુતિ, અનુભવી સજ્જનસ્તુતિ જણાવી છે. જૈન શ્વે, કોન્ફરન્સ પ્રકાશિત ‘જૈન ગ્રંથાવલી’ વગેરેના આધારે આ મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૩૦૦ શ્લોક છે. આનો યથાર્થભાવ જણાવવા માટે પંન્યાસજી મહારાજ શ્રી ગંભીરવિજયજી ગણિજીએ તેના ઉપર ટીકા બનાવી છે, તે શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ છપાવી છે.
૩. અધ્યાત્મોપનિષદ્ ઃ અનુષ્ટુપ છંદમાં સંસ્કૃત ૨૩૧ શ્લોક પ્રમાણ મહાન જ્યોતિર્ધર # ૧
–
Page #25
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ છે. પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. આ ગ્રંથમાં કર્તાએ-૧. શાસ્ત્રયોગ શુદ્ધિ અધિકાર, ૨. જ્ઞાનયોગાધિકાર, ૩. ક્રિયાધિકાર અને ૪. સામ્યાધિકાર-આ ચાર અધિકાર પૈકી પહેલાશાસ્ત્રયોગશુદ્ધિ નામના અધિકારમાં (૧) અધ્યાત્મનું ખરું સ્વરૂપ શું સમજવું? (૨) તેને લાયક ક્યા જીવો હોઈ શકે ? (૩) કેવા પ્રકારના હ્રદયમાં અધ્યાત્મનો પ્રાદુર્ભવ થાય ? (૪) તુચ્છાગ્રહિ જીવોની કેવી ખરાબ હાલત થાય છે ? (૫) શાસ્ત્રનું સામર્થ્ય કેવું હોય છે ? (૬) શાસ્ત્રની પરીક્ષા કઈ રીતે કરી શકાય ? (૭) કષ-છેદ-તાપનું સવિસ્તર સ્વરૂપ શું ? (૮) અને કષશુદ્ધિ વગેરે ત્રિવિધ શુદ્ધિ કઈ રીતે શાસ્ત્રમાં ઘટાવી શકાય ? (૯) એકાંતવાદીઓ પણ આડકતરી રીતે સ્યાદ્વાદ મતને કેવા રૂપે સ્વીકારે છે ? (૧૦) નયશુદ્ધિ-શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ શું ? (૧૧) ધર્મવાદને લાયક કોણ હોઈ શકે ? આ અગિયારે પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરવા પૂર્વક વચમાં પ્રસંગે જરૂરી બીના પણ સરસ રીતે વર્ણવી છે. બીજા – જ્ઞાનયોગ નામના અધિકારમાં (૧) પ્રતિભાજ્ઞાન કોને કહીએ ? (૨) આત્મજ્ઞાની મુનિ કેવા હોય છે ? (૩) ખરું વેદ્યપણું કોને કહીએ ? (૪) જ્ઞાની પુરુષો કઈ રીતે નિર્લેપ થઈ શકે છે ? (૫) ચિત્તની શુદ્ધિ કરવા માટે કર્યાં કયાં સાધનોની સેવના કરવી જોઈએ ? (૬) જ્ઞાનયોગ વ્યાવહારિક દષ્ટિએ અને નૈૠયિક દૃષ્ટિએ કેવા સ્વરૂપવાળો હોય છે; આ છ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરતી વખતે બીજી પણ જરૂરી બીના ટૂંકમાં જણાવી છે. ત્રીજા - ક્રિયા અધિકારમાં-ક્રિયામાં જરૂરિયાત જણાવવાના પ્રસંગે કઈ ક્રિયાથી નિર્મલ ભાવવૃદ્ધિ થઈ શકે ? આનો ખુલાસો જણાવીને જ્ઞાની પુરુષો પણ કર્મનો નાશ કરવા માટે ક્રિયાની સાધના જરૂર કરે છે, આ બીના જણાવી છે. ચોથા – સામ્યાધિકારમાં (૧) સમતા ગુણવાળા જીવની કેવી સ્થિતિ હોય છે? (૨) સમતા વિનાનું સામાયિક પણ કેવું હોય છે? (૩) પરમાત્મસ્વરૂપને પમાડવામાં સમતા કઈ રીતે કેવા પ્રકારની મદદ કરે છે ? (૪) સમતાથી કોને કોને કેવા કેવા પ્રકારના લાભ થયા ? આ ચાર પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરતાં છેલ્લા પ્રશ્નના સમાધાનમાં ભરત, દમદંત ઋષિ, નમિરાજર્ષિ, સ્કંદસૂરિના શિષ્યો, મેતાર્ય મુનિ, ગજસુકુમાળ, અર્ણિકાપુત્ર, દઢપ્રહારી, શ્રી મરૂદેવા વગેરેના દાખલા આપ્યા છે. છેવટે પ્રશસ્તિ વગેરે જણાવીને ગ્રંથ પૂરો કર્યો છે.
પાંચાર ક
Page #26
--------------------------------------------------------------------------
________________
૪. અનેકાંતવ્યવસ્થા : મૂળ ગ્રંથ ૩૩પ૭ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ અમુદ્રિત છે. તેમાં શરૂઆતમાં કર્તા આ પ્રમાણે મંગલશ્લોકની રચના કરે છે
ऐNदस्तोमनतं नत्वा, वीतरागं स्वयम्भुवम् ।
aनेकांतव्यवस्थायां, श्रमः कश्चिातायते ॥ ૫. દેવધર્મપરીક્ષા : દેવો સ્વર્ગમાં પ્રભુપ્રતિમાની પૂજા કરે છે. પ્રતિમા નહિ માનનારા સ્થાનકમાર્ગી લોકો તે દેવોને અધર્મી કહે છે, આ વાત ખોટી છે એમ સાબિત કરનારો આ ગ્રંથ છે. એનું મૂળ શ્લોકપ્રમાણ ૪૨૫ છે. તેના ઉપર ટીકા નથી. પ્રકાશક શ્રી. જૈ. ઘ. પ્ર. સભા, ભાવનગર. જે ૨૭ મુદ્દાઓ લક્ષમાં રાખીને ગ્રંથકાર મહર્ષિએ આ ગ્રંથની રચના કરી છે તે મુદ્દાઓ ટૂંકમાં આ પ્રમાણે જાણવા : (૧) દેવો અસંયત છે એમ કહેવું એ નિષ્ફર વચન છે. (૨) દેવોને શ્રતધર્મ હોય છે એ મુદ્દાથી પણ તેમને અધર્મી ન કહી શકાય. (૩) દરેક સમ્યકત્વધારી જીવને સૂત્ર અને અર્થ હોવાથી શ્રતધર્મ કહી શકાય જ. (૪) તેઓ સર્વવિરતિરૂપ સંયમને ધારણ કરી શક્તા નથી, આ અપેક્ષાએ અધર્મસ્થિત કહેવાય છે. (પ) તેઓ વિશિષ્ટ બોધરહિત છે, માટે બાલ કહેવાય છે. (૬) સંયમ વિનાનું સમ્યકત્વ નિષ્ફળ છે. આ વચન વિશિષ્ટ અપેક્ષાને જાહેર કરે છે.(૭) નારક જીવોને અને દેવોને લેશ્યાઓ જુદી જુદી હોય છે. તેમાં દેવોની લેશ્યા અપેક્ષાએ પ્રશસ્ત ગણાય છે. (૮) સમ્યકત્વી દેવોને સાધુ વગેરેના વિનય કરવારૂપ તપ હોય છે. (૯) મુનિ વગેરે મહાપુરુષોનું વૈયાવચ્ચ કરીને પણ દેવો પોતાના દેવભવને સફળ કરે છે. (૧૦) ઇન્દ્રો સમ્યગ્વાદી અને નિરવદ્ય ભાષાના બોલનારા કહેવાય છે. (૧૧) ઇન્દ્રો મુનિરાજને અવગ્રહ આપે છે. (૧૨) ચમરેન્દ્ર વગેરે ઈન્દ્રો તથા તેમના લોકપાળદેવો પ્રભુદેવના હાડકાની પણ આશાતના કરતા નથી. (૧૩) હરિકેશીનું વૈયાવચ્ચ યક્ષોએ કર્યું છે. (૧૪) દેવોને સમ્યકત્વરૂપ સંવર હોય છે. (૧૫) ઘાર્મિક વ્યવસાય કરીને સૂર્યાભે પ્રભુપ્રતિમાની પૂજા કરી છે. (૧) વિજયદેવે પણ તે પ્રમાણે પૂજા કરી છે. (૧૭) જન્માભિષેકનો પણ તેવો જ અધિકાર છે, દેવો પ્રભુપૂજા કરે છે તે, આગળ અને પછી, કલ્યાણ કરનારી છે. (૧૮) પછી શબ્દથી અધિકાર પ્રમાણે પરભવ' અર્થ લેવો જોઈએ, કારણ તપશ્ચર્યાદિથી તેવું ફળ મળી શકે છે. (૧૯) સ્થિતિ પણ ધર્મ જ કહેવાય- (૨૦) જ્ઞાનવંત મહાપુરુષોનો લોકોપચાર પણ કર્મ ખપાવવા માટે જ હોય છે. (૨૧) દેવોએ કરેલા
મહાન જયોતિર્લર B ૯
Page #27
--------------------------------------------------------------------------
________________
વંદનાદિ પણ પૂર્વ અને પછી હિતકારી છે. (૨૨) પૂજાધિકારનો સમાવેશ વંદનાધિકારમાં થઈ શકે છે. (૨૩) પ્રભુદેવે ઈંદ્રાદિકે કરેલ વંદનાની અનુમોદના કરી પ્રભુની આગળ કરાતું નાટક બીજાં અશુભ કાર્યોના જેવું ન કહેવાય. (૨૪) આવા નાટકને ભક્તિના અંગ તરીકે જણાવ્યું છે. આવી ભક્તિના પ્રભાવે દુર્ગતિ ન થાય, સદ્ગતિનો બંધ થાય ને છેવટે મોક્ષ પણ મળે. (૨૫) દાનના ઉપદેશ કે નિષેધની પેઠે જિનપૂજાનો ઉપદેશ કે નિષેધ ન કરવો એમ નહિ, કારણ કે તે અનુબંધહિંસા છે જ નહિ. (૨) ચૈત્ય કે પ્રતિમાને અંગે થતી દ્રવ્યહિંસા અર્થદંડ પણ ન કહેવાય અને અનર્થદંડ પણ ન કહેવાય. (૨૭) પૂજાનું સ્વરૂપ જણાવતાં દયા અને હિંસાનું સત્ય સ્વરૂપ સૂત્રપાઠ દઈને સમજાવ્યું છે.
5. જૈનતર્કપરિભાષા : સ્યાદ્વાદર્શનના પાયા જેવા (૧) પ્રમાણ, (૨) નય અને (૩) નિક્ષેપ - નામના ત્રણ પરિચ્છેદવાળો આ ગ્રંથ છે. તેમાં પ્રથમ પ્રમાણપરિચ્છેદમાં (૧) પ્રમાણ એટલે શું ? (૨) પ્રમાણનો તેના ફળની સાથે અભેદભાવ કઈ રીતે ઘટે? (૩) પ્રમાણના ભેદો કેટલા? (૪) પ્રત્યક્ષ પ્રમાણ કેટલા પ્રકારનું છે ? (પ) સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું અને પારમાર્થિક પ્રત્યક્ષનું તાત્ત્વિક સ્વરૂપ શું? (૬) ચક્ષુનો અને મનનો વ્યંજનાવગ્રહ ન હોવાનું કારણ? (૭) અવગ્રહાદિનું સ્વરૂપ શું? (૮) તે પ્રસંગે થતી શંકાઓનું સમાધાન શું ? (૯) મતિજ્ઞાનના દરેક ભેદમાં બહુ-બહુવિધ વગેરે ભેદો કઈ રીતે સમજવા? (૧૦) શ્રુતજ્ઞાનનું યથાર્થ સ્વરૂપ શું? (૧૧) સંજ્ઞાક્ષરાદિ ત્રણ ભેદો તથા શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો ક્યા ક્યા? (૧૨) પારમાર્થિક પ્રત્યક્ષના અવધિજ્ઞાન વગેરેના ભેદો કેટલા? (૧૩) યોગજ ધર્મજન્ય જ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં તફાવત શો? (૧૪) પરોક્ષપ્રમાણનું લક્ષણગર્ભિત સ્વરૂપ શું? (૧૫) તેના પાંચ ભેદો કયા કયા? (૧) પરોક્ષના સ્મરણ-પ્રત્યભિજ્ઞા-તર્ક-અનુમાન-આગમ ભેદોનું સ્વરૂપ શું ? (૧૭) સ્મરણનું પ્રમાણપણું કઈ રીતે ઘટી શકે ? (૧૮) તેને માનવાની જરૂરિયાત શી? (૧૯) પ્રત્યભિજ્ઞાનું લક્ષણ શું? (૨૦) તેને અલગ માનવાનું કારણ શું ? (૨૧) પ્રત્યભિજ્ઞામાં અનુમાન વગેરેનો સમાવેશ કઈ રીતે થઈ શકે? (૨૨) તર્કનું સ્વરૂપ શું? (૨૩) વ્યાતિગ્રહમાં તેની જરૂરિયાત કઈ રીતે અને કેટલે અંશે છે? (૨૪) સામાન્ય લક્ષણનો બોધ થવામાં અને શબ્દાર્થના વાચ્ય વાચકભાવની સમજણ પાડવામાં કોની વિશેષ જરૂરિયાત પડે છે? (૨૫) તર્કનું સ્વતઃ પ્રમાણપણું કઈ રીતે સમજવું?
પીભવતી ૧૦
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૬) અનુમાનના બે ભેદો ક્યા? (૨૭) સાધ્ય-પક્ષસિદ્ધિનું સ્વરૂપ શું? (૨૮) દાંતની જરૂરિયાત કઈ અપેક્ષાએ સમજવી? (૨૯) હેતુનું અને તેના વિધિસાધક-પ્રતિષેધસાધક-ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ નામના ભેદોનું સ્વરૂપ શું? (૩૦) અસિદ્ધ, વિરુદ્ધ અને અને કાંતિક હેત્વાભાસનું સ્વરૂપ શું? (૩૧) આ ત્રણથી વધારે હેત્વાભાસને નહિ માનવાનું શું કારણ? (૩૨) આગમ પ્રમાણનું સ્વરૂપ શું? (૩૩) અનુમાનથી આગમની જુદાઈ કઈ રીતે સંભવે ? (૩૪) સપ્તભંગીનું સ્વરૂપ શું ? (૩૫) તે પ્રસંગે સકલાદેશ, વિકલાદેશનું અને તેના કારણભૂત કાલ-આત્મસ્વરૂપ-અર્થ- સંબંધ -ઉપકાર-ગુણિદેશસંસર્ગ – શબ્દસ્વરૂપનું સ્વરૂપ શું? આ પાંત્રીશ પ્રશ્નોના ખુલાસા પ્રથમ પ્રમાણપરિચ્છેદમાં ગ્રંથકારે જણાવ્યા છે. બીજ નય પરિચ્છેદમાં નયનું લક્ષણ અને તેના ભેદો બતાવવાના પ્રસંગે શબ્દની પંચતયી પ્રવૃત્તિ કયા નયવાળો કઈ અપેક્ષાએ માનતો નથી તે વિસ્તારથી દર્શાવીને અર્પિત, અનર્પિત, વ્યવહાર, નિશ્ચય, જ્ઞાનક્રિયા વગેરેનું ભેદપ્રદર્શનપૂર્વક સ્વરૂપ જણાવીને છેવટે નયાભાસને ટૂંકામાં સમજાવ્યો છે. ત્રીજા નિક્ષેપ નામના પરિચ્છેદમાં નામાદિ નિક્ષેપોનાં સ્વરૂપ, ભેદ, પ્રયોજન દર્શાવીને દરેક નિક્ષેપ શું શું માને છે? તે જણાવીને તેને ન માં ઉતાર્યા છે. નિક્ષેપોની ઉત્પત્તિનો પ્રકાર જણાવતાં જીવના પણ નિક્ષેપો જણાવ્યા છે. તર્કશાસ્ત્રરૂપી મહેલમાં ચઢવા માટે આ ગ્રંથ પગથિયા જેવો છે. મૂળ ગ્રંથ ૮૦૦ શ્લોક પ્રમાણ છે. તે જૈ. ધ. પ્ર. સ. ભાવનગર તરફથી છપાયો છે. એમ સંભવી શકે છે કે જેમ બૌદ્ધ પંડિત મોક્ષાકરની તકભાષા જોઈને વૈદિક પંડિત કેશવમિએ સ્વમતાનુસાર તકભાષા બનાવી, તેમ તે બંને તર્કભાષાનું નિરીક્ષણ કરીને વાચકવર્ષે આ ગ્રંથની રચના કરી હોય.
૭. ગુરુતત્ત્વનિશ્ચય : મૂળ પ્રાકૃતગાથા ૯૦પ છે અને તેની ઉપર વાચકવર્ષે પોતે જ સંસ્કૃત ગદ્યમાં ૭૦૦૦ (સાત હજાર) શ્લોક પ્રમાણ ટીકા બનાવી છે. મૂળમાં પ્રસંગે વ્યવહાર ભાષ્ય વગેરે ગ્રંથોની પણ ગાથાઓ ગોઠવી છે. એ પ્રમાણે ટીકામાં પણ તે તે ગ્રંથોના પ્રસંગને અનુસારે જરૂરી પાઠો આપ્યા છે, એટલું જ નહિ પણ જ્યાં પોતાને જરૂર જણાય ત્યાં સ્પષ્ટીકરણ પણ કર્યું છે. ગુરુતત્ત્વનું યથાર્થ નિરૂપણ કરવા માટે અહીં વિશાળ અધિકારસ્વરૂપ ચાર ઉલ્લાસની સંકલના કરી છે. તેમાં પહેલા ઉલ્લાસમાં (૧) શ્રી ગુરુમહારાજનો પ્રભાવ કેવો હોય છે? (૨) ગુરુકુલ વાસનો પ્રભાવ
મહાન જયોત
| મન
ને
કા
Page #29
--------------------------------------------------------------------------
________________
શો ? (૩) ગુરુ કેવા હોય? (૪) શુદ્ધાશુદ્ધભાવનાં કારણો કયાં કયાં હોઈ શકે ? (૫) ભાવવૃદ્ધિ શાથી થાય? (૬) કેવળ નિશ્ચયવાદી સ્વમતને પોષવા માટે કઈ કઈ દલીલો રજૂ કરે છે? (૭) સિદ્ધાંતી તે (નિશ્ચય) વાદનું કઈ રીતે ખંડન કરે છે ? – આ સાતે પ્રશ્નોનો સ્પષ્ટ ખુલાસો છે. બીજા ઉલ્લાસમાં - ગુરુનું લક્ષણ જણાવતાં સગર, વ્યવહારી, વ્યવહર્તવ્ય, વ્યવહારના પાંચ ભેદ, પ્રાયશ્ચિત્ત, તેને લેવાનો તથા દેવાનો અધિકારી; એ જણાવીને છેવટે શુદ્ધ વ્યવહારને પાળનાર સુગરનું માહાત્મ દર્શાવવાપૂર્વક વ્યવહાર – ઘર્મને આદરવા સૂચના કરી છે. ત્રીજા ઉલ્લાસમાં-ઉપસંપતુની વિધિ, કુગરની પ્રરૂપણા, પાર્શ્વસ્થ વગેરેનું સ્વરૂપ જણાવીને છેવટે કુગરને તજવાનું અને સુગુરુની સેવા કરવાનું જણાવ્યું છે. ચોથા ઉલ્લાસમાં પાંચે નિગ્રંથોનું સ્વરૂપ છત્રીસ દ્વારને ઘટાવી જણાવ્યું છે. છેવટે ગ્રંથકારે પ્રશસ્તિ વગેરે બીના જણાવીને ગ્રંથ પૂર્ણ કર્યો છે.
૮. દ્વાત્રિશદ્ધાત્રિશિકા (બત્તીસાબત્તીસી) : આ ગ્રંથમાં ગ્રંથકારે દાન વગેરે ૩૨ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જણાવવા માટે ૩૨ વિભાગ પાડ્યા છે અને દરેક વિભાગને બત્રીસ બત્રીસ શ્લોકમાં સંપૂર્ણ કરેલા હોવાથી આનું યથાર્થ નામ કાત્રિશલાત્રિશિકા પાડ્યું છે. તેમાં પહેલી દાનદ્ધાત્રિશિકામાં – ગ્રંથકારે દાન સ્વરૂપ જણાવતાં કયા દાનમાં એકાંત નિર્જરા થાય? અને કયા દાનમાં અલ્પ નિર્જરા થાય? વગેરે બીનાનું રહસ્ય દર્શાવ્યું છે. અને છેવટે સૂત્રકૃતાંગ સૂત્રમાં આવતા 20 માઈ' વગેરે પદોનું યથાર્થ રહસ્ય પ્રકટ કરતાં આતુર લુબ્ધક દષ્ટાંત પણ સ્પષ્ટ જણાવ્યું છે. બીજી દેશના દ્વાáિશિકામાં - (૧) દેશનાને લાયક કોણ ? શ્રોતાના ભેદ કેટલા ? શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાનનું સ્વરૂપ શું ? બાલ વગેરે જીવોને ઉદેશીને કેવી કેવી દેશના દેવી અને તેમાં ક્યો ક્રમ રાખવો? વગેરે પ્રશ્નોનું રહસ્ય જણાવ્યું છે. ત્રીજી માર્ગદ્વાáિશિકામાં – માર્ગના ભેદો, પ્રશસ્ત - અપ્રશસ્ત આચરણા, ધાર્મિકાભાસની પ્રવૃત્તિ, સંવિન પાલિકનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. ચોથી જિનમહત્ત્વ નામની દ્વત્રિશિકામાં - પ્રભુ શ્રીજિનેશ્વરદેવનું મહત્ત્વ સાયિક ગુણોને લઈને જ માનવું જોઈએ વગેરે બીના જણાવી છે. પાંચમી ભક્તિ નામની દ્વત્રિશિકામાં - દ્રવ્યભક્તિનું સ્વરૂપ જણાવતાં પૃથ્વીશુદ્ધિ, અપ્રીતિનો ત્યાગ, સ્નાનની જરૂરિયાત વગેરે બીના જણાવી છે. છઠ્ઠી સાધુસામગ્રય નામની દ્વત્રિશિકામાં - ત્રણ જ્ઞાન,
Page #30
--------------------------------------------------------------------------
________________
તેનાં ચિહ્નો, ત્રિવિધ ભિક્ષા, પિંડવિશુદ્ધિ, વૈરાગ્યના ત્રણ ભેદ, ભાવશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું છે. સાતમી ધર્મવ્યવસ્થા દ્વાત્રિશિકામાં - જે સાધુ હોય તે મદ્યમાંસને ખાય જ નહિ, મૈથુનનું સદોષપણું, તપ, અનાયતનનો ત્યાગ કરવો વગેરે બીના વર્ણવી છે. આઠમી વાદદ્વત્રિશિકામાં ત્રણ પ્રકારના વાદ વગેરે બીના જણાવી છે. નવમી કથાાત્રિશિકામાં – અવાંતર ભેદો જણાવવા પૂર્વક ચાર પ્રકારની કથાનું સ્વરૂપે વર્ણવ્યું છે. દસમી યોગદ્ધાત્રિશિકામાં અને અગિયારમી પાતાંજલયોગ દ્વાત્રિશિકામાં – વિવિધ યોગનાં લક્ષણ વગેરે જણાવ્યાં છે. બારમી યોગપૂર્વસેવા નામની દ્વાત્રિશિકામાં - ગુરુપૂજ, દેવપૂજા વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે. તેરમી મુકત્યષપ્રાધાન્ય દ્વાત્રિશિકામાં – મુક્તિ, તેનાં સાધન અને મુક્તિનાં સાધનોને સેવનારા ભવ્ય જીવો આ ત્રણેમાં દ્વેષ નહિ રાખનારા ભવ્ય જીવો જ યથાર્થ ગુરુમહારાજ વગેરેની ભક્તિ વગેરે કરી શકે છે. પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં વિષાનુષ્ઠાન વગેરે પણ અનુષ્ઠાન નકામા છે અને છેલ્લા બે તદ્ધતુ અને અમૃત અનુષ્ઠાન કરવા લાયક છે. ચૌદમી અપુનબંધક ધાત્રિશિકામાં અપુનબંધકજીવનું સ્વરૂપ તથા શાંત ઉદાત્ત જીવનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. પંદરમી સમ્યગુદષ્ટિ દ્વાત્રિશિકામાં - શુશ્રષા, ધર્મરાગ, ત્રણ કારણ વગેરે બીના જણાવી છે. સોળમી મહેશાનુગ્રહ નામની દ્વાત્રિશિકામાં - બીજા મતવાળાને માન્ય મહેશનું લક્ષણ, જપનું ફળ વગેરે બીના જણાવી છે. સત્તરમી દેવપુરુષકાર દ્વત્રિશિકામાં નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ, સમ્યગુદર્શન પામ્યા બાદ સંસારી જીવ દેશવિરતિ આદિ ગુણોને ક્યારે કઈ રીતે પામે ? અને માર્ગાનુસારિતા વગેરે ગુણોની બીના દર્શાવી છે. અઢારમી યોગભેદઢાત્રિશિકામાં – યોગના પાંચ ભેદો, મૈત્રી આદિ ચાર ભાવના, ધ્યાન, સમતા વગેરેની બીના જણાવી છે. ઓગણીસમી યોગવિવેક નામની દ્વાત્રિશિકામાં - ત્રણ પ્રકારનો યોગ, યોગાવંચક વગેરે ત્રણ અવંચકનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. વીસમી યોગાવતાર ધાત્રિશિકામાં - સમાધિ, આત્માના ત્રણ ભેદ, જરૂરી દષ્ટિનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. એકવીસમી મિત્રા દ્વાત્રિશિકામાં દષ્ટિના આઠ ભેદ પૈકી પહેલી મિત્રાદષ્ટિનું વિસ્તારથી સ્વરૂપ જણાવ્યું છે. બાવીસમી તારાદિ દ્વાત્રિશિકામાં ત્રણ દષ્ટિનું એટલે બીજી તારાદિષ્ટ, ત્રીજી બલા અને ચોથી દીપ્રાનું સ્વરૂપ જણાવ્યું છે. તેવીસમી કુતર્કગ્રહનિવૃત્તિ નામની ધાર્નેિશિકામાં - કુતર્કનું સ્વરૂપ, ત્રણ પ્રકારનો બોધ, સદનુષ્ઠાનનું
મહાન -પોતિર્ધર n
Page #31
--------------------------------------------------------------------------
________________
લક્ષણ, કાલ, નય વગેરેની અપેક્ષાએ થતાં દેશનાના ભેદ વગેરે બીના જણાવી છે. ચોવીસમી સદદષ્ટિ ત્રિશિકામાં – સદ્દષ્ટિ, કાંતા, ઘારણાનું સ્વરૂપ, સ્થિરા દષ્ટિમાં થતી જીવની સ્થિતિ, પ્રભાષ્ટિમાં અસંગાનુષ્ઠાન, નિવૃત્તિ લાભ વગેરે બીના વર્ણવી છે. પચીસમી કલેશતાનોપાય નામની દ્વત્રિશિકામાં નિર્દોષ જ્ઞાન-ક્રિયાની નિર્મલ સાધના કરવાથી કલેશનો નાશ થાય છે, આ બાબતમાં અન્ય દર્શનીના વિચારોનું યુક્તિથી ખંડન કર્યું છે. છવીસમી યોગમાયાભ્ય દ્વત્રિશિકામાં-ધારણાદિ સંયમનું વિસ્તારથી સ્વરૂપ દર્શાવીને છેવટે શુદ્ધ સંયમનું સ્વરૂપ, મુક્તિપદ પ્રાપ્તિનું સ્વરૂપ વર્ણવ્યું છે. સત્તાવીસમી ભિલુભાવ દ્વાર્નાિશિકામાં - દ્રવ્યભિક્ષુ, ભાવભિક્ષુ, પર્યાયવાચક શબ્દોનું વિવરણ વગેરે બીના જણાવી છે. અઠ્ઠાવીસમી દીક્ષા દ્વત્રિશિકામાં દિક્ષા શબ્દનો નિરક્તાર્થ, વ્યુત્પત્તિથી અર્થ, દીક્ષા આપવાનો વિધિ, ક્ષમાના બે ભેદ તથા બકુશાદિની બીના જણાવી છે. ઓગણત્રીસમી વિનય દ્વાત્રિશિકામાં – જ્ઞાનાદિ પાંચ પ્રકારના કાયિક વિનયના ૮ ભેદ, વાચિક વિનયના ૪, માનસિક વિનયના ૨ ભેદ; એમ ૧૩ ભેદના દરેકમાં ભક્તિ-બહુમાન-વર્ણના-અનાશાત રૂપ ચાર ચાર ભેદ ઘટાવીને વિસ્તારથી બાવન ભેદો દર્શાવી છેવટે દીલાપર્યાયે નાના એવા પણ પાઠકને વંદન કરવું જોઈએ, એ વાત જણાવી છે. ત્રીસમી કેવલીભક્તિવ્યવસ્થાપન નામની, દ્વત્રિશિકામાં-દિગંબરો કેવલીને કવલાહાર ન હોય' એમ જે કહે છે તેનું ખંડન કર્યું છે. એક્ઝીસમી મુક્તિ કાત્રિશિકામાં અન્યમને મુક્તિનું સ્વરૂપ દર્શાવીને તેમાં અયોગ્યપણું જણાવી જૈનદર્શન પ્રમાણે યથાર્થ મુક્તિનું સ્વરૂપ જણાવ્યું છે. બત્રીસમી સજ્જનસ્તુતિ કાત્રિશિકામાં સજ્જન દુર્જનનું સ્વરૂપ, ખલવચનનું ખંડન આપીછેવટેપ્રશસ્તિ આપી છે. આબત્રીસબત્રીસીઅનેતેના ઉપર તત્ત્વાર્થદીપિકા નામના સ્વોપજ્ઞ ટીકા એ બન્નેનું શ્લોક પ્રમાણ પ૫૦૦ શ્લોક છે.
૯. યતિલક્ષણસમુચ્ચય: આ ગ્રંથમાં વાચકવર્ષે પ્રાકૃત ૨૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે તેમાં (૧) માર્ગને અનુસરતી ક્રિયા, આમાં માર્ગની વ્યાખ્યા, સિદ્ધાંતની રીતિ, આચરણાનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. (૨) શિક્ષાને લાયકપણું – આમાં વિધિસૂત્ર વગેરે સાત પ્રકારનાં સૂત્રોનું અને દેશનાનું સ્વરૂપ જણાવ્યું છે. (૩) શ્રદ્ધાલક્ષણમાં વિધિનું બહુમાન, વિધિજ્ઞાન, પચ્ચખાણ પાળવાની યોગ્યતા, વધ અને
Page #32
--------------------------------------------------------------------------
________________
દયાની તરતમતા વગેરે જણાવ્યું છે. (૪) ક્રિયામાં અપ્રમાદ-આમાં મુક્તિદાયક સાધનોની સાધના કરવાની તીવ્ર અભિલાષા, ઉપદેશ કરવાને લાયક ગુણો, દાન, પાત્ર વગેરેની બીના જણાવી છે. (૫) શક્યક્રિયાઆદરલક્ષણમાં અનુષ્ઠાન વિધિ, નિર્મળ ભાવરક્ષા વગેરે બીના જણાવી છે. (૬) ગુણાનુરાગ લક્ષણમાં ગુણવંત મહાપુરુષોની કઈ રીતે પ્રશંસા કરવી વગેરે બીના જણાવી છે. (૭) ગુરુઆજ્ઞા આરાધનમાં ગચ્છવાસ, એકાકી વિચરનારને લાગતાં દૂષણો, વિહારની રીતિ, ગુરુશિષ્યના ગુણો, સત્યપ્રરૂપકની પ્રશંસા, દુષ્યમકાળમાં સાધુઓ હયાત છે વગેરે બીના જણાવી છે. આ ગ્રંથ ટીકા વિનાનો છે. મૂળ ગ્રંથ જૈન ધર્મ પ્રસારક સભાએ અધ્યાત્મસારાદિ દશ ગ્રંથોમાં છપાવ્યો છે.
૧૦. નરહસ્ય : આ ગ્રંથમાં વિસ્તારથી નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ જણાવ્યું છે. પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજે જે ગ્રંથના છેડે “રહસ્ય” શબ્દ આવે એવા ૧૦૮ ગ્રંથો રચવા ધાર્યા હતા. એમ માણાવિશુદ્ધયર્થ रहस्यपदांकितया चिकीर्षिताष्टोत्तरशतग्रंथाNतर्गतप्रभारहस्यस्याVादरहस्यादि સનાતીય પ્રજરામમોરખ્યત્વે ગ્રંથની શરૂઆતમાં જણાવેલ બીના ઉપરથી નિર્ણય થઈ શકે છે, પણ હાલ તે બધા લભ્ય નથી. કોઈ દ્વેષીએ તે ગ્રંથોનો નાશ કર્યો હોય એમ સંભવે છે. ફક્ત ભાષારહસ્ય, ઉપદેશરહસ્ય, નયરહસ્ય મળી શકે છે. પ્રસ્તુત નયરહસ્યમાં – નયનું લક્ષણ, તેના પર્યાયો, તેને માનવાની જરૂરિયાત, નયોમાં માંહોમાંહે અવિરોધ વગેરે બીના દાખલા દલીલ સાથે સમાવી છે. નયના બે ભેદ, દરેકનું લક્ષણ, પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ઋજુસૂત્રને દ્રવ્યાર્થિકનો ભેદ માને છે અને શ્રી સિદ્ધસેન દિવાકર પર્યાયાર્થિકનો ભેદ માને છે-આ બંને વિચારનું સ્પષ્ટીકરણ, નયની વ્યાખ્યા જણાવતાં શ્રી અનુયોગદ્વાર સૂત્રોમાં જણાવેલાં પ્રદેશ - પ્રસ્થકવસતિનાં ઉદાહરણ દર્શાવ્યાં છે. તત્ત્વાર્થ, વિશેષાવશ્યક વગેરેમાં જણાવેલ નયલક્ષણોની અવિરોધ ઘટના કયો નય કયા મુદ્દાથી કેટલા નિક્ષેપોને સ્વીકારે છે. દરેક નયમાંથી કયા કયા દર્શનની ઉત્પત્તિ થઈ છે? તેનું સ્વરૂપ શું? દરેક નયની પરસ્પર સાપેક્ષતા કઈ રીતે ઘટે? સહભંગીનું સ્વરૂપ શું? વગેરે બીના જણાવી છે.
૧૧. નયપ્રદીપ : સંસ્કૃત ગદ્યમય આ ગ્રંથ લગભગ ૫૦૦ શ્લોક પ્રમાણ સંભવે છે. આની ટીકા નથી. અહીં બે સર્ગ છે, તેમાં પહેલા
- મહાને કયોતિરિ n ૧૫
Page #33
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી સમર્થન નામના સર્ગમાં સાત ભાંગા કઈ રીતે થાય? સ્યાદ્વાદનું સ્વરૂપ શું? કોઈ ઠેકાણે સાત શબ્દ ન હોય તો પણ ત્યાં અધ્યાહાર કરવો જોઈએ તેનું શું કારણ? ભાંગા સાત જ કા તેનું શું કારણ? વગેરે બીના બહુ જ સ્પષ્ટ જણાવી છે. બીજા નયસમર્થન નામના સર્ગમાં નયવિચારની જરૂરિયાત, દરેક નયની મર્યાદા, દ્રવ્યનું સ્વરૂપ, સ્વભાવપર્યાય, વિભાવપર્યાય, દ્રવ્યાર્થિકનયના દશ મુદ્દાઓ, તેનું સ્વરૂપ જણાવીને પર્યાયાર્થિક નયનું સ્વરૂપ વર્ણવ્યું છે. તેમાં પર્યાય અને ગુણના ભેદો, તેનું સ્વરૂપ, સામાન્ય વિશેષનો સમાવેશ ક્યાં થઈ શકે ? આ બીના સ્પષ્ટ ગુણના ભેદો, તેનું સ્વરૂપ, સામાન્ય વિશેષનો સમાવેશ ક્યાં થઈ શકે? આ બીના સ્પષ્ટ જણાવીને (૧) નૈગમનયના સ્વરૂપમાં - ઘર્મ, ઘર્મી, ધર્મધર્મીની બાબતમાં નૈગમનો અભિપ્રાય - તેમાં સત્યાસત્યતા, નૈગમાભાસ વગેરે બીના જણાવી છે. (૨) સંગ્રહનયમાં લક્ષણ, સલક્ષણભેદ, સંગ્રહાભાસની બીના જણાવી છે. (૩) વ્યવહારનયમાં ૧૪ પ્રકારના વ્યવહાર, નવ પ્રકારના ઉપચાર અને સંબંધ જણાવ્યા છે. (૪-૭) ઋજુસૂત્રાદિ ચાર નવો પર્યાયાર્થિકનય તરીકે ગણાય છે. તેમાં ઋજુસૂત્રનયનું સ્વરૂપ જણાવતાં લક્ષણ અને ભેદનું સ્પષ્ટીકરણ કર્યું છે. શબ્દ નયમાં લક્ષણ જણાવીને કાલાદિની અપેક્ષાએ અર્થભેદ દર્શાવ્યો છે. સમભિરૂઢના સ્વરૂપમાં લક્ષણ જણાવીને પર્યાય શબ્દના વિવિધ અર્થો જણાવ્યા છે તથા એવંભૂતનયના પ્રસંગે લક્ષણ, સ્વરૂપ, શબ્દોનો ખરો અર્થ, નયના ભેદ વગેરે બીના જણાવી છે.
૧૨. નયોપદેશ : આ ગ્રંથની ઉપર પોતે નયામૃતતરંગિણી નામની ટીકા બનાવી છે, તેમાં વિસ્તારથી બહુ જ સ્પષ્ટ રીતે પ્રસ્થાદિ દગંતો દઈને સાતે નયનોનું સ્વરૂપ, દરેક નયની ક્યારે અને ક્યાં યોજના કરવી? દરેક નય કયા કયા નિક્ષેપો માને છે? તે તેમ જ પ્રસંગે પ્રતિમા પ્રતિષ્ઠાદિના વિચાર દર્શાવ્યા છે.
૧૩. જ્ઞાનબિંદુ : આ ગ્રંથનું પ્રમાણ - ૧૨૫૦ શ્લોકનું છે. તેના ઉપર ટીકા નથીઃ (૧) જ્ઞાન એટલે શું (૨) મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાન કઈ અપેક્ષાએ છાઘસ્થિક ગુણ કહેવાય છે? (૩) જ્ઞાનના ભેદ કેટલા? (૪) મતિજ્ઞાનનું લક્ષણ શું? (૫) મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનથી અલગ કહેવાનું શું કારણ? (૬) મતિજ્ઞાનના કૃતનિશ્રિત - અશ્રુતનિશ્રિત ભેદોનું સ્વરૂપ શું?
પણમાણી D. 15
Page #34
--------------------------------------------------------------------------
________________
(૭) પદાર્થ-વાયાર્થ-મહાવાક્યર્થ જ્ઞાનને ક્યા જ્ઞાનમાં ગણવું? (૮) તે ચારે પ્રકારના બોધની ઘટના કઈ રીતે કરવી ? (૯) ચૌદ પૂર્વના પટસ્થાનપતિત બોધને ક્યા જ્ઞાનમાં ગણવો ? આ પ્રશ્નોના ખુલાસા સવિસ્તર જણાવીને અવગ્રહાદિના ક્રમમાં પ્રયોજન, અવગ્રહના ભેદ, સ્વરૂપ, તેના પ્રામાણ્યાદિનો નિર્ણય, સમ્યકત્વને લઈને જ જ્ઞાનને પ્રમાણ તરીકે ગણી શકાય, સ્યાદ્વાદનું સ્વરૂપ, એક પદાર્થના જ્ઞાનથી સર્વ પદાર્થોનું જ્ઞાન, અવગ્રહાદિ ભેદોમાં જ્ઞાન-દર્શનની યોજના વગેરે બીના મતિજ્ઞાનના પ્રસંગે સ્પષ્ટ જણાવી છે. શ્રતજ્ઞાનના વર્ણનમાં-સ્વરૂપભેદ, અતિશ્રુતમાં તફાવત વગેરે જણાવ્યું છે. અવધિજ્ઞાનના વર્ણનમાં - લક્ષણ, ભેદ, પરમાવધિ, મન:પર્યવ જ્ઞાનથી ભિન્નતા જણાવી છે. મન:પર્યવ જ્ઞાનના વર્ણન-લક્ષણ, ચિંતિત પદાર્થને જાણવાની રીત, મન:પર્યવ જે મન જણાય તેનું સ્વરૂપ વગેરે બીના વર્ણવી છે. પાંચમા કેવલજ્ઞાનના વર્ણનમાં તેનું લક્ષણ, સર્વજ્ઞતાની સિદ્ધિ, તેનું પ્રામાણિકપણું, કેવલજ્ઞાનાવરણના ક્ષયની આવશ્યકતા, કર્મનું આવારપણું, કફશુકાદિથી લોભાદિની ઉત્પત્તિને સ્વીકારનારના મતનું ખંડન, નૈરાભ્યભાવ માનનાર મતનું ખંડન, પારમાર્યાદિક ત્રણ શક્તિ, દષ્ટિસૃષ્ટિવાદનું ખંડન, બ્રહ્મવિષય અને બ્રહ્માકારવૃત્તિનું અધ્યાસનું-અજ્ઞાનકલ્પનાનું ખંડન, દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સૂક્ષ્મ વિચારશ્રેણી જણાવી છે. છેવટે મલ્લવાદિ શ્રી સિદ્ધસૈન દિવાકર તથા જિનભદ્રમણિના કેવલજ્ઞાન-દર્શન અને તેના ઉપયોગની બાબતમાં વિચારો જણાવી સમ્મતિતની તે વિષયની ગાથાઓનું સ્પષ્ટવિવેચન દર્શાવી નયવાદની અપેક્ષાએ તેનું એકીકરણ બતાવ્યું છે.
૧૪. જ્ઞાનસાર - આ ગ્રંથમાં જુદા જુદા પૂર્ણતા વગેરે ૩૨ પદાર્થોનું આઠ આઠ લોકમાં બહુ જ સરસ વર્ણન સંક્ષેપમાં કર્યું છે – આની ઉપર પોતે બાલાવબોધ (ટબો) પણ કર્યો છે, એમ નીચેના શ્લોકથી સાબિત થાય છે..
एN:वृंदनतं नत्वा वीरं तवार्थदेशिनम् ।
aઈ : શ્રીશાન તારા નિયતે તો માણસા | આ ગ્રંથ ઉપર પાઠક શ્રી દેવચંદજીએ અને પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ સંસ્કૃત ટીકા રચી છે.
૧૫. ઐન્દ્રસ્તુતયા - આમાં શ્રી શોભનસ્તુતિના જેવી સ્તુતિઓ
બનાવી છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬. ઉપદેશરહસ્ય. ૧૭. આરાધકવિરાધક ચતુર્થંગી.
૧૮. આદિજિનસ્તવન.
૧૯. તત્ત્વવિવેક.
૨૦. તિઙન્વયોક્તિ. ૨૧. ધર્મપરીક્ષા.
૨૨. શાનાર્ણવ.
૨૩. નિશાભક્તવિચાર.
૨૪.ન્યાયખંડનખંડખાદ્ય – (મહાવીરસ્તવ પ્રકરણ) શ્રી ઉપાધ્યાયજી મહારાજે રચેલ વ્યન્યાયની કોટીનો આ ગ્રંથ અત્યંત અર્થગંભીર અને જટિલ છે. આ એક જ ગ્રંથ ચિકવર્યના પ્રખર પાંડિત્યની સાક્ષી કરે તેવો છે. આ ગ્રંથ ઉપર અમારા પરમોપકારી પૂજ્ય ગુરુ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે મોટી ટીકા રચી છે અને અમારા મોટા ગુરુભાઈ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજે કપલતિકા નામની ટીકા બનાવી છે. આ ગ્રંથનું ગ્રંથપ્રમાણ ૫૫૦૦ શ્લોક છે.
૨૫. અસ્પૃશગતિવાદ
૨૬. ન્યાયલોક – આમાં ન્યાયદષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કર્યું છે. આ ગ્રંથની ધ૨ અમારા પરમ પૂજ્ય પરમોપકારી ગુરુવર્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે સ્પષ્ટ તત્ત્વબોધદાયક વૃત્તિ બનાવી છે, જે શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ તરફથી છપાયેલ છે. આ ગ્રંથનું ગ્રંથમાન – ૧૨૦૦ શ્લોકપ્રમાણ છે.
ન્યાયખંડનખાદ્ય અને ન્યાયાલોકની શ્રી ઉપાધ્યાયજીએ પોતાના હાથે લખેલી પ્રતો પણ મળી શકે છે.
૨૭. પંચનિગ્રંથી પ્રકરણ – આમાં પંચનિગ્રંથોની બીના જણાવી છે. ૨૮. પરમજ્યોતિઃ પંચવિંશિકા
૨૯. પરમાત્મપંચવિંશિકા
૩૦. પ્રતિમાશતક – મૂલશ્લોક ૧૦૦-આના ઉપર વાચકવર્ષે મોટી ટીકા રચી છે અને તે ટીકાને અનુસરીને વિ. સં. ૧૭૯૩માં પૌર્ણિમા
ઘણીબારી એ
Page #36
--------------------------------------------------------------------------
________________
ગચ્છાધીશ શ્રી ભાવપ્રભસૂરિજીએ નાની ટીકા બનાવી છે. ગ્રંથકારે આ ગ્રંથમાં શરૂઆતના ૯ શ્લોકમાં શ્રી જિનપ્રતિમાને અને જિનપ્રતિમાની પૂજાને જણાવનારા આગમાદિને નહિ માનનારા લંપકમતનું ખંડન કર્યું છે. પછી ૯ શ્લોકમાં ધર્મસાગરીય મતનું ખંડન કર્યું છે. તે પછીના બે શ્લોકમાં જિનપ્રતિમાની સ્તુતિ કરી છે. ત્યાર બાદ ૧૨ શ્લોકમાં પાયચંદ મતનું અને ત્રણ શ્લોકમાં પુણ્યકર્મવાદીના મતનું ખંડન કરીને બે શ્લોકમાં જિનભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તે ઉપરાંત જિનસ્તતિ ગર્ભિત નય-ભેદો પણ દર્શાવ્યા છે. પછીના ૬ શ્લોકમાં સર્વ પ્રભુની અને તેમની પ્રતિમાની સ્તુતિ જણાવીને છેવટે પ્રશસ્તિ કહીને ગ્રંથ પૂર્ણ કર્યો છે. .
૩૧. પ્રતિમાસ્થાપનન્યાય-આ ગ્રંથ અપૂર્ણ મળ્યો છે.
૩૨. ફલાફલવિષયક પ્રશ્નોત્તર. ૩૩. ભાષા રહસ્ય. ૩૪. માર્ગ પરિશુદ્ધિ. ૩૫. મુક્તાશુક્તિ. ૩૬. યતિદિનચર્યા પ્રકરણ. ૩૭. વૈરાગ્ય કલ્પલતા, ગ્રંથમાન-૬૦૫૦. ૩૮. શ્રી ગોડી પાર્શ્વસ્તોત્ર, ૧૦૮ પદ્ય. ૩૯. સંસ્કૃત વિજયપ્રભસૂરિસ્વાધ્યાય. ૪૦. શંખેશ્વરપાર્થસ્તોત્ર, ગ્રંથમાન ૧૧૨. ૪૧. સમીકાપાર્થસ્તોત્ર. ૪૨. સામાચારી પ્રકરણ, સ્વોપાટીકા સહિત. ૪૩. સ્તોત્રાવલી.
. ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજીકૃત ટીકા ગ્રંથો
૪૪. અસહસ્ત્રીવિવરણ-ન્યાયશાસ્ત્રનો આ ગ્રંથ દિગંબરીય છે. મૂલ કારિકાના રચનાર સમંતભદ્ર છે, ભાષ્યકર્તા અકલંક દેવ છે અને તેને અનુસરીને વ્યાખ્યાકાર વિદ્યાનંદ છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે આના ઉપર વિવરણ રચ્યું છે.
૪૫. કર્મપ્રકતિ મોટી ટીકા-ગ્રંથમાન-૧૩૦૦૦ શ્લોક. આની સ્વહસ્તલિખિત પ્રત પણ મળી શકે છે. પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજે કરેલી નાની ટીકાના આધારે આ મોટી ટીકા બનાવી છે.
૪૬. કર્મપ્રકૃતિ લઘુ ટીકા-આ ગ્રંથની સાત ગાથા સટીક મલી શકે છે, જે આત્માનંદ સભાએ છપાવી છે.
૪૭, તત્ત્વાર્થવૃત્તિ-પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજે - તરવાથધિગમ સૂત્ર નામક ગ્રંથની રચના કરી છે. તેની ઉપર જેમ શ્રી હરિભદ્રસૂરી અને સિદ્ધસેન ગણિ વગેરે મહાત્માઓએ ટીકા બનાવી છે, તેમ
( ગન પોતિક n it !
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપાધ્યાયજીએ પણ ટીકા બનાવી છે. આ ટીકા આખી મળતી નથી. ફકત પ્રથમ અધ્યાયની ટીકા મળી છે. તેમાં પણ કારિકાની ટકા અપૂર્ણ મળી છે, તેને મારા પરમોપકારી વિદ્યાગુરુ આચાર્ય મહારાજ શ્રી વિજયોદયસુરીશ્વરજી મહારાજે પૂર્ણ કરી છે. તે અમદાવાદના સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈએ છપાવી છે.
૪૮. દ્વાદશારચક્રોદ્વાર વિવરણ-આ ગ્રંથનું ગ્રંથમાન ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ છે.
૪૯. ધર્મસંગ્રહ ટિપ્પણ-મૂલકાર ઉપાધ્યાય શ્રી માનવિજયજીના ગ્રંથ ઉપરનું ટિપ્પણ ભાવનગરથી જૈન આત્માનંદ સભા તરફથી પ્રગટ થયું
૫૦. પાતંજલ યોગસૂત્રવૃત્તિ-આ ગ્રંથ શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રગટ થયો છે.
૫૧. યોગવિંશિકા વિવરણ-પ્રકાશક-આત્માનંદસભા, ભાવનગર.
પર. શાસ્ત્રવાર્તા સમુચ્ચય વૃત્તિ-આ ટીકાનું નામ સ્યાદ્વાદ કલ્પલતા છે અને એનું ગ્રંથમાન ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાલાએ પ્રકટ કર્યો છે.
૫૩. ષોડશક વૃત્તિ-મૂલકાર હરિભદ્રસૂરિ, ગ્રંથમાન ૧૨૦૦ શ્લોક છે. પ્રકાશક શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ સુરત, ટીકાનું નામ યોગદીપિકા છે.
૫૪. સ્તવપરિન્નાપદ્ધતિ-શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકામાં આ ગ્રંથની સાક્ષી આપી છે.
ઉપાધ્યાયજીત અનુપલબ્ધ ગ્રંથો અને ટીકાઓ ૫૫. અધ્યાત્મબિંદુ. ૫૪. અધ્યાત્મોપદેશ. પ૭. અલંકારચૂડામલિટીકા-આનો ઉલ્લેખ પ્રતિમાશતકના ઉલ્માં શ્લોકની સ્વોપાટીકામાં આ પ્રમાણે છે.
'प्रपंचितं चैतदलंकारचूडामणिकृत्तावस्माभिः ।
૫૮. આકર. ૫૯. આત્મખ્યાતિ (જ્યોતિઃ ?). ૬૦. કાવ્યપ્રકાશટકા. ૬૧. છંદડામરિટીકા. ૨. જ્ઞાનસારચૂર્ણિ. ૩. તત્ત્વાલકવિવરણ. ૪. ત્રિસૂટ્યાલોકવિધિ. ૫. દ્રવ્યાલોક. ૪૬.
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રમારહસ્ય. ૬૭. મંગલવાદ. ૬૮. લતાય. ૬૯. વાદમાલા. ૭૦. વાદરહસ્ય ૭૧. વિચારબિંદુ. ૭૨. વિધિવાદ. ૭૩. વીરસ્તવટીકા. ૭૪. વેદાંતનિર્ણય. ૭૫. વેદાંતવિવેકસર્વસ્વ. ૭૬. વૈરાગ્યરતિ. ૭૭. શઠપ્રકરણ. ૭૮. સિદ્ધાંત તર્ક પરિષ્કાર. ૭૯. સિદ્ધાંતમંજરી ટીકા. ૮૦. સ્યાદ્વાદ મંજૂષા (સ્યાદ્વાદમંજરી ટીકા). ૮૧. સ્યાદ્વાદરહસ્ય. આ ગ્રંથનો ઉલ્લેખ ન્યાયલોકના ત્રીજા પ્રકાશની છેવટે આ પ્રમાણે આવે છે : पर्यायाश्चनंता इति न तेषां विविच्यविभाग इत्यधिकमत्रत्यं तत्त्वं स्याद्वाहरस्यादावनुसंधेयम् ।
આપણે ઉપર જોયું તે પ્રમાણે ઉપાધ્યાયજીકૃત ગ્રંથોના ત્રણ વિભાગ પાડી શકાય : (૧) મૂલગ્રંથો, (૨) ટીકાગ્રંથો, (૩) અનુપલબ્ધગ્રંથટીકાદિ. તેમાં મૂલગ્રંથો લગભગ ૪૩, ટીકાગ્રંથો ૧૧ અને અનુપલબ્ધ ગ્રંથ ટીકાદિની સંખ્યા ૨૭ છે. ગુરુતત્ત્વવિનિશ્ચયાદિ ગ્રંથો ઉપરથી એ પણ નિર્ણય જરૂર થઈ શકે છે કે વાચકવર્યે પ્રાકૃત મૂલગ્રંથો પણ રચેલા છે. અત્યાર સુધીમાં જણાવેલી બીના ઉપરથી વાચકો જાણી શકશે કે ન્યાયાચાર્યજી મહારાજ પ્રાકૃત અને સંસ્કૃતભાષાના તથા બંને ભાષામાં રચાયેલા પ્રાચીન ગ્રંથોના ઉચ્ચકોટીના જાણકાર હતા.
ઉપાધ્યાયજીકૃત લોકભાષાબદ્ધ કૃતિઓ
પણ પરોપકારરસિક વાચકવર્યે કેવળ વિદ્વદ્ભોગ્ય સાહિત્ય રચીને જ સંતોષ નથી માન્યો. તેમને બાલજીવોને પણ લાભ આપવાની તીવ્ર ઉત્કંઠા હતી. અને તેથી તેમણે લોકાભાષાબદ્ધ અનેક નાની મોટી, ગદ્ય પદ્ય કૃતિઓની રચના કરી છે. આ સંબંધમાં એમ કહેવાય છે કે-ગુરુમહારાજની સાથે ઉપાધ્યાયજી કાશીમાં અભ્યાસ પૂર્ણ કરીને આગ્રા વગેરે બીજા સ્થળે વિહાર કરતાં કરતાં અનુક્રમે એક ગામમાં પધાર્યા. સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે શ્રી નયવિજયજીની આગળ વિનંતિ કરી કે આપની આજ્ઞાથી આજે આપના વિદ્વાન શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ સજ્ઝાય બોલે, તે સાંભળવાની ઇચ્છા છે, કૃપા કરીને તેમને આજ્ઞા દેશોજી.'' આ ઉપરથી ગુરુમહારાજે યશોવિજયજીને પૂછ્યું કે “કેમ ભાઈ ! બોલશો ?'' આના જવાબમાં વાચકવર્યે જણાવ્યું- મને સજ્ઝાય કંઠસ્થ નથી (આવડતી નથી)’' શ્રી યશોવિજયજીનાં આ વેણ સાંભળીને શ્રાવકે કહ્યું કે ‘‘ત્યારે શું
મહાન જ્યોતિષ. ૨૧
Page #39
--------------------------------------------------------------------------
________________
બાર વરસ કાશીમાં રહીને ઘાસ કાપ્યું ?” આ સાંભળીને શ્રી યશોવિજયજી મહારાજ સમયસૂચક્તા વાપરીને મૌન રહ્યા. પ્રતિક્રમણ પૂરું થયા બાદ વિચાર કરતાં સ્પષ્ટ જણાયું કે “શ્રાવકનું કહેવું અઘરે અક્ષર વાજબી છે, કારણ કે પ્રાકૃત-સંસ્કૃતના જાણકારની સંખ્યા બહુ ઓછી છે. તે નહીં જાણનારને તો પ્રચલિત ભાષામાં જ બોધ થઈ શકે. આ ઇરાદાથી બહુ જ વૈરાગ્યમય સઝાય બનાવીને મોઢે કર્યા બાદ બીજે દિવસે પ્રતિક્રમણમાં શ્રી યશોવિજયજી મહારાજ સઝાયનો આદેશ માગી તે બોલવા લાગ્યા. સાંભળનારા શ્રાવકો સાંભળતાં વૈરાગ્યરસમાં ઝીલવા માંડ્યા. સક્ઝાય લાંબી હતી, તેથી વાર બહુ લાગી. શ્રાવકો પૂછવા લાગ્યા કે હવે બાકી કેટલી રહી? ઉપાધ્યાયજી મહારાજનો વિચાર એ હતો કે જ્યાં સુધી ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક ન બોલે ત્યાં સુધી સઝાય ચાલુ રાખવી. કેટલોક ટાઈમં ી બાદ એ જ શ્રાવકે પૂછ્યું કે “હે મહારાજ! હવે સક્ઝાય કેટલી બાકી રહી?' જવાબમાં શ્રી ઉપાધ્યાયજીએ જણાવ્યું કે “મહાનુભાવ ! બાર વરસમાં પેદા થયેલા ઘાસના આજે પૂળા બંધાય છે. એક વરસના ઘાસના પૂળા બાંધવામાં ઘણો ટાઈમ જાય તો આમાં વધારે ટાઈમ લાગે, એમાં નવાઈ શી?' શ્રાવક મુદ્દો સમજી ગયો અને માફી માગવા લાગ્યો. શ્રી ઉપાધ્યાયજીએ સઝાયની ઢાળ પૂરી કરી. આ રીતે ઉપાધ્યાયજી મહારાજે લોકભાષાબદ્ધ કૃતિઓ રચવાની શરૂઆત કરી એમ કહેવાય છે. ઉપર જણાવેલી ઘટના અમદાવાદમાં અગર સુરતમાં બની, એમ પણ કહેવાય છે. વાચકવર્ષે ગુજરાતી ને હિંદી વગેરે ભાષામાં જે તત્ત્વબોધદાયક ગ્રંથો બનાવ્યા છે તેમાંના કેટલાકની નામાવલી આ પ્રમાણે
૧. અધ્યાત્મમત પરીક્ષાનો ટાબો (મુદ્રિત). ૨. આનંદઘન -અષ્ટપદી-મેડતામાં આનંદધનજી મહારાજને ઉપાધ્યાયજી મળ્યા હતા. વિશાલ અનુભવ, નિઃસ્પૃહતા વગેરે અપૂર્વ ગુણોથી આકર્ષાઈને વાચકવર્ષે તેમની સ્તુતિ બનાવી હતી. તે આઠ શ્લોકપ્રમાણ હોવાથી અષ્ટપદી કહેવાય છે. ૩. ઉપદેશમાલા. ૪. બૂસ્વામીરાસ. ૫. જસવિલાસ. આમાં અધ્યાત્માદિ આત્મદષ્ટિને પોષનાર તત્ત્વોને લક્ષ્યમાં રાખીને પદ વગેરે સ્વરૂપે રચના કરી છે. ૬. જેસલમેર પત્ર. ૭. જ્ઞાનસારનો ટબો.
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૧.
૮. તત્ત્વાર્થસૂત્રનો ટબો. ૯. દ્રવ્યગુણપર્યાય રાસ (મુદ્રિત). ૧૦. દિપટ ચોરાશી બોલ-આની રચના કાશીથી આવતાં કરી હતી. પંચપરમેષ્ઠિગીતા (મુદ્રિત). ૧૨. બ્રહ્મગીતા (મુદ્રિત). ૧૩. લોકનાલિ (બત્રીશી) બાલાવબોધ (રચના સં. ૧૬૬૫). ૧૪. વિચારબિંદુ. ૧૫. વિચારબિંદુનો ટબો. ૧૬. શઠપ્રકરણનો બાલાવબોધ. ૧૭. શ્રીપાલરાસનો ઉત્તર ભાગ (પૂર્ણ કરવાનો સમય વિ. સં. ૧૭૩૮. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે આ રાસની શરૂઆત કરી હતી. રાંદેરમાં અંતિમ સમય જાણીને તેઓએ પરમ વિશ્વાસભાજન શ્રી યશોવિજયજી મહારાજને તે પૂરો કરવાની ભલામણ કરી હતી. તે પ્રમાણે વાચકવર્ષે આ રાસ પૂરો કર્યો.). ૧૮. સમાધિશતક. ૧૯. સમતાશતક ૨૦. સમ્યશાસ્ત્ર સારપત્ર. ૨૧. સમુદ્રવ્હાણ સંવાદ. ૨૨. સમ્યક્ત્વ ચોપાઈ. ઉપાધ્યાયજીકૃત સ્તવનો
૨૩. આવશ્યકસ્તવન-આમાં છ આવશ્યકનું સ્વરૂપ ફલ વગેરે બીના જણાવી છે. ૨૪. કુમતિખંડન સ્તવન. ૨૫-૨૬-૨૭. વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થંકર પ્રભુ દેવનાં સ્તવનો-આ ત્રણ ચોવીશીમાં પ્રભુભક્તિ વગેરે બીના બહુ જ સુંદર રીતે સરળ ભાષામાં જણાવી છે. તેમાંની એક ચોવીશી શ્રી જૈનશ્રેયસ્કર મંડળે અર્થસહિત છપાવી છે. ૨૮. દશમતસ્તવન. ૨૯. નવપદપૂજા-આમાં શ્રીપાલરાસમાં નવપદનું સ્વરૂપ જણાવતી વેળાએ જે નવ ઢાળો આવે છે તે જ ઢાળો આપી છે. કેટલોક ભાગ વિમલગચ્છના શ્રી જ્ઞાનવિમલસૂરિએ અને કેટલાંક પઘો શ્રી દેવચંદ્રજીએ બનાવ્યાં છે. ૩૦. નયગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન. ૩૧. નિશ્ચય-વ્યવહારગર્ભિત શ્રી સીમંધર પ્રભુનું સ્તવન, ગાથા-૪૨. ૩૨. પાર્શ્વનાથ સ્તવન (ધમાલ). ૩૩. પાર્શ્વનાથ (દાતણ) સ્તવન. ૩૪. મહાવીર સ્તવન. ૩૫. મૌન એકાદશી ૧૫૦ કલ્યાણકનું સ્તવન. ૩૬, વિહરમાન જિનવીશી. ૩૭. શ્રી વીર સ્તુતિ હુંડીરૂપ સ્તવન ગાથા ૧૫૦. આમાં ઢુંઢકમતનું ખંડન કરીને પ્રતિમા પૂજા કોણે કોણે કરી ? તે બીના ઢુંઢકને માન્ય એવાં ૩૨ સૂત્રોમાંના પાઠો જણાવીને પ્રતિમાની જરૂરિયાત વગેરેનું વર્ણન કર્યું છે. ૩૮. શ્રી સીમંધર ચૈત્યવંદન. ૩૯. શ્રી સીમંધર સ્વામિને વિનંતિ ગર્ભિત સ્તવન,
મહાન જ્યોતિષ ૨૦
Page #41
--------------------------------------------------------------------------
________________
ગાથા ૧૨૬. આમાં સાચા ગુરુનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. ૪૦. શ્રી સીમંધર સ્વામી સ્તુતિરૂપ સ્તવન ગાથા ૩૫૦. આમાં સાધુજીવન અને શ્રાવકજીવનને અંગે બહુ જ જરૂરી બીના સ્પષ્ટભાવે જણાવી છે. ઉપાધ્યાયજીકૃત સજ્ઝાયો સજ્ઝાય ૫૩-પ્રતિક્રમણ ગર્ભહેતુની ૫૪-પ્રતિમાસ્થાપનની
૪૧-અઢાર પાપસ્થાનકની
૪૨-અમૃતવેલી. ૪૩–અગિયાર અંગની સજ્ઝાય. ૪૪-અગિયારઅંગ ઉપાંગની
૪૫–આત્મ પ્રબોધ
૪૬-આઠ દૃષ્ટિની
૪૭-ઉપશમ શ્રેણિની
૪૮ચડતા પડતાની
૪૯–ચાર આહારની
૫૦–શાન ક્રિયાની
૫૧-પાંચ મહાવ્રતોની
ભાવનાની સજ્ઝાય
૫૨-પાંચ કુગુરુની
""
ઢાલ ૧૧૫૫-યતિધર્મબત્રીશીની
સજ્ઝાય. પસ્થાપના કલ્પની ૫૭-સુગુરુની
39
""
17
""
""
""
""
૫૮–સંયમ શ્રેણીની ૫૯–સમકિતના ૬૭ બોધની
૬૦-હરિયાલીની
૬૧-હિતશિક્ષાની
સાય
29
""
""
93
""
""
,,
""
આ બધી સજ્ઝાયો મુદ્રિત થઈ ગઈ છે.
આ પ્રમાણે-(૧) પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, ગુજરાતી ભાષાના જે જે ગ્રંથો પ્રાચીન ટીપ (૨) જ્ઞાનભંડારોના અવલોકન (૩) જુદા જુદા વિદ્વાનોએ વાચકવર્યના ગ્રંથોની કરેલી યાદી (૪) મુદ્રિત ગ્રંથો અને (૫) જે ગ્રંથ હાલ મળી શક્તા નથી, પણ છપાયેલા કે લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં તે અલભ્ય ગ્રંથોના લીધેલા પાઠ અથવા કરેલા નામનિર્દેશ વગેરે ઉપરથી પરિશ્રમપૂર્ણ વાચનના પરિણામે તૈયાર કરેલી વાચકવર્યની ગ્રંથાવલી જણાવી. સંભવ છે કે આથી પણ વધુ ગ્રંથો જરૂર હોવા જોઈએ, છતાં ઓછા ગ્રંથો દેખાય છે. તેનું કારણ શું ? આના જવાબમાં કેટલાએક એમ માને છે કે ઉપાધ્યાયજીના સમયમાં યતિઓનું બહુ જ જોર હતું. આ વખતે પંન્યાસજી મહારાજ સત્યવિજયજી ગણિ વગેરેની સાથે સામેલ થઈ ઉપાધ્યાયજી મહારાજે ક્રિયા-ઉદ્ધાર કર્યો, સાચા ગુરુ કેવા ગુણવંત હોય વગેરે બીના નીડરપણે ઉપદેશ દ્વારા અને ગ્રંથો દ્વારા જણાવવા લાગ્યા.
પ્રભાતી
Page #42
--------------------------------------------------------------------------
________________
આથી યતિઓએ ટ્વેષ ધારણ કરીને શ્રી ઉપાધ્યાયજી મહારાજ ઉપર બહુ જ ભયંકર જુલ્મો ગુજાર્યા, છતાં તેઓ ડગ્યા નહીં અને તેમના ઘણા ગ્રંથોને અગ્નિશરણ કર્યા. આથી તે ગ્રંથો અલ્પ પ્રમાણમાં હયાતી ઘરાવે છે.
ટીકાકાર મહાપુરુષોમાં પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજ વઘારે વખણાય છે, કારણ કે તેઓએ બનાવેલા ગ્રંથોમાં શબ્દોની અને પદાર્થની સરળતા બહુ દેખાય છે. આથી તે ગ્રંથોનો અભ્યબોધવાળા જીવો પણ હોંશથી લાભ લઈ શકે છે. આવી સરળતા શ્રીવાચકવર્યના પ્રાકૃતાદિ ભાષાના ગ્રંથોમાં જણાતી નથી, એમ ગ્રંથકાર પોતે પણ છેવટે સમજી શક્યા છે. માટે જ ગુજરાતી-હિંદી ભાષામાં પણ પૂજ્યશ્રીએ વિશાલ પ્રમાણમાં ગ્રંથરચના કરી છે. એક જ ગ્રંથકાર જુદી જુદી ભાષામાં વિવિધ પ્રયત્નો કરે, એવાં દસંતો વાચકવર્યની પહેલાના સમયમાં મળવા મુશ્કેલ છે. પ્રશસ્ય સરલ ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ અને સંગ્રહકાર શ્રી ઉમાસ્વાતિ વાચકવર્યની માફક પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજ દરેક પદાર્થના ખરા સ્વરૂપને નીડરતા અને મધ્યસ્થતા જાળવીને કહેવામાં સંપૂર્ણ પ્રશંસા પામેલા છે. માટે જ જ્યાં તેમના ગ્રંથોની સાક્ષી આપવામાં આવે, ત્યાં સર્વ કોઈ કબૂલ જ કરે છે. બારમી સદીના મહાન જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જેમ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પોતાના પ્રખર પાંડિત્ય અને ઉદાત્ત ચારિત્ર્યના બળે અઢારમી સદીના મહાન જ્યોતિર્ધર હતા. તેમણે જ્ઞાન અને ચારિત્ર્યનો સુમેળ સાધીને પોતાનું કલ્યાણ સાધવા સામે સમસ્ત સંઘને કલ્યાણનો માર્ગ દર્શાવ્યો હતો. શ્રી ઉપાધ્યાયજી મહારાજની એ અમર કૃતિઓ આપણને એ જ પરમ કલ્યાણનો માર્ગ દર્શાવે એ ભાવનાપૂર્વક આ લેખ અહીં સમાપ્ત કરું છું.
( મહાન જ્યોતિર્ધર ૧૫
Page #43
--------------------------------------------------------------------------
________________
(શ્રીસીમંધરસ્વામીની વિનંતી
આ શ્રી અશોકચંદ્રસૂરિજી મ.
શાસ્ત્રકારોએ દ્રવ્યપૂજાથી ભાવપૂજાનું ફળ અનંતગુણ બતાવ્યું છે, તે જેવાં તેવાં (= રસ વગરનાં) સ્તવનો ન ગાતાં આવાં સુંદર સ્તવનો અર્થ સમજીને, મધર રાગથી, સ્થિરચિત્તે ભાવપૂર્વક ગાવામાં આવે તો જ મળી શકે છે.
ચોવીશી'ની પ્રસ્તાવનામાં આવતું આ વિધાન સવાસો ગાથામાં રચાયેલ શ્રી સીમંધરસ્વામીની વિનંતી અને અન્ય ઘણાં સ્તવનો તથા રાસોને લાગુ પડી શકે. શ્રી સીમંધર સ્વામીનો પ્રશ્ન, તેનો પ્રત્યુત્તર, જરૂર પડી ત્યાં વધુ પ્રશ્નો અને પ્રત્યુત્તર-આ ક્રમમાં આ સ્તવન અગિયાર ઢાળ અને તેની સવાસો ગાથાઓમાં રચાયું છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે શાનનાં અને દર્શનનાં ઉત્તુંગ શિખરો સર કરતાં સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો એક બાજુ રચ્યાં, તો બીજી બાજુ જનસામાન્યને હૃદયગ્રાહ્ય બને એવાં કાવ્યો એની જ ગુજરાતી ભાષામાં પણ રચ્યાં છે જેની ખ્યાતિ આજે મોટી છે. ઉચ્ચત્તમ સાધના કરી, કર્મમુક્ત બની, જ્ઞાનમાર્ગે જન્મજન્માન્તરમાં મોલ સાધવા સતત પ્રયત્નરત માનવો-મહાનુભાવો જેટલો જ સાધનાનો અધિકાર જનસામાન્યનો છે, તેને પણ સાંસારિકતા અને ભવબંધમાંથી મુક્ત બનવાનો અધિકાર છે તે વાત સમજી સ્વીકારી અન્ય જૈન મહારાજોની માફક ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જે સ્તવનો રચ્યાં છે તેમાં સવાસો ગાથાનું આ સ્તવન નોંધપાત્ર છે. આટલી પૂર્વભૂમિકા સાથે, અગિયારઢાળમાં રચાયેલ આ સ્તવનની અગત્યની ઢાળની વિચારણાઆપણે તારવીએઃ પહેલી ઢાળ
આ ઢાળમાં સીમંધરસ્વામી જગતની વ્યથાની ચિન્તા કરતાં સંસારી, જનોની કરુણતાનું ચિત્ર દોરે છે. તેમનું ગુરુ સમક્ષ વિધાન છે કે જગતના
આ પળોમાયતી n ૨૬
Page #44
--------------------------------------------------------------------------
________________
લોકો સાચા ગુરુ વિના ટળવળે છે; અનધિકારી લોકો તેમને કુલાચાર અને નીતિ શીખવે છે. જગત સમગ્ર વિષયરસમાં નિમગ્ન છે, જગતમાં સમગ્ર વિષયરસમાં નિમગ્ન છે, જગતમાંવિશ્વાસનોભાવનથી.આજગતનું શું થશે? બીજી ઢાળ
આના જવાબમાં સગુરુએ સાચો માર્ગ બતાવ્યો. તેમણે સલાહ આપી કે પરઘેર ઘર્મ જોવાને બદલે સ્વગૃહે એટલે કે તમારા પોતાનામાં ધર્મ જુઓ. તીર્થકરોએ પ્રથમ આત્મોત્થાન સાધ્યું, પછી જગતનું ઉત્થાન આરંભ્ય, મહાનુભાવો, આચાર્યો, ઉપાધ્યાયો, ગણિઓ આ જ માર્ગે ગતિ કરે છે. જે પોતાનું ઉત્થાન પહેલાં સાધે તેને જ આત્મોત્થાન સાધવાનો અધિકાર છે. બાહ્યમાં ઘર્મ શોધનાર મિથ્યાદષ્ટિ છે. જરૂરી એ છે કે માણસે મિથ્યા ઉપદેશ ન સાંભળવો. જ્યાં પાપ-પુણ્ય, રાગ-દ્વેષ પ્રવર્તમાન હોય ત્યાં ઉપદેશ સાંભળવો શા કામનો ? માણસને માટે જરૂરી છે કે તે જ્ઞાનદશા જાણી લે અને આમરૂપી જ રહે. ત્રીજી અને ચોથી ઢાળ
આત્મદ્રવ્યનું લક્ષણ જાણવું, આત્મતત્વનો વિચાર સતત કરવો. આનાથી ભવ-દુઃખ દૂર થાય છે. નિર્વિકલ્પ ઉપયોગમાં કર્મ સંભવતું નથી. આથી જરૂરી એ છે કે શુદ્ધ સ્વભાવે, મુનિભાવે સમક્તિ કરવું, સંયમ ધરી દેહ ગાળવો, જ્ઞાનદષ્ટિ કેળવી અત્તરદષ્ટિ બનવું, તો જ અક્ષય પદ પામી શકાય. પોતાને છોડી પરના ભાવની ચિન્તા કરે તે પોતાના કર્મની ઘાણીમાં પિલાય. અહીં શિષ્યના પ્રશ્નના જવાબમાં ગુરુ કહે છે કે શુદ્ધનય અર્થ મનમાં ગ્રહણ કરવો. અન્યથા વચનના અભિમાનથી માણસ કર્મ બાંધે છે. આતમરામ જાગે છે અને શુભ-અશુભ વસ્તુના સંકલ્પથી માયા ટળે છે. પર તણી આશા વિષ-વેલ સમી વૃથા છે; ખરેખર આત્માનું ઉત્થાન આત્મા થકી જ સંભવે છે. રાગદ્વેષરહિત શુદ્ધ દયા પામે તે પોતાની શક્તિ અજવાળે છે. એકતા જ્ઞાન, નિશ્ચય દયાને ગુરુ જરૂરી-ભ્રાંખે છે. પ્રથમ સ્વાત્મ પર દયા, પછી બીજ પર. જ્ઞાન વિના આ દયા નકામી છે, નટની માયા શી છે? જિનવચનનો આ સાર છે. પાંચમી અને છઠ્ઠી ઢાળ
અહીં શિષ્યને પ્રશ્ન થાય છે, પચ્ચખાણ કરતાં જ્ઞાનની સાધના સંભવે?
udt i 20
Page #45
--------------------------------------------------------------------------
________________
જવાબ છે કે નિશ્ચયનયનું અવલંબન લઈ તેનો મર્મ ન જાણે અને વ્યવહારનો બોજ વહ્યા કરે તે જિનધર્મ લોપે. નિશ્ચયનય હૃદયમાં ઘરી, તેને અનુસરી, માણસ વ્યવહાર પામે તો તેનેય ભવસમુદ્ર પાર કરવાનો અવકાશ રહે. પુણ્યરહિતને કોઈ આધાર નથી. વળી તેમની પરીક્ષા અગ્નિના તાપથી જ થાય તેમ જ્ઞાનદશાનું પણ આકરું પરીક્ષણ જરૂરી છે. આવશ્યક સૂત્રમાં એ જ અર્થવિસ્તાર ભાખ્યો છે કે ફલસંશય જાણતાં સંસાર જાણવો.
આગળ આચારધર્મની વાત કરતાં ગુરુ કહે છે કે, જેમાં નિજમતિની કલ્પના હોય, જેનાથી ભવ પાર ન થાય, જે અંધ એવી પરમ્પરામાં બદ્ધ હોય તેનો આચાર અશુદ્ધ ગણાય. શિથિલાચારીનાં આલંબન કૂડાં કહેવાય; સાધુ માટે રૂડાં નથી. ઘણા માણસો જાણી જોઈને કે અજાણ્યે પોતાના દોષો જોતાં નથી તેઓ કુમતિ અને કદાગ્રહ સેવે છે. ખરેખર તો સાધના અને ઉત્થાન માટે ઈન્દ્રિયોરૂપી વૃષભને નાથવો જરૂરી છે. સાતમી ઢાળ
ભવકારણને મૃષાવાદ જાણી સાચા ગુરુ શુદ્ધ માર્ગ બતાવે. ગુરુએ બતાવેલા માર્ગે ગતિ કરતાં સાચા હૃદયથી ગુરુને વંદન કરે તે જનો શુભ ભાવને બળે પોતાનાં કર્મ ટાળે છે. સાધુ, વરશ્રાવક વગેરે કલ્યાણ માર્ગે છે, બાકીના ત્રણનો ભવમાર્ગ છે. ગુણો સતત વધારતા જાય, ગુણશ્રેણી ચડતા જાય તે જ જિનવરને પામી શકે. લmદિકથી પણ શીલ ધારણ કરે તે કૃતપુણ્ય કહેવાય; કૃતાર્થ થાય. આઠમી ઢાળ
જે માનવ વિષયારંભનો ત્યાગ કરે તે સ્વસ્થતા સાથે ભવજલનો તાગ પામી શકે. તેને પ્રતીતિ થાય જ કે શુભ ભાવ ધારણ કરી જિનપૂજામાં ભળે તેને માટે વિષયારંભનો ભય નથી. શંકા કુતિ ચિત્તે જે માનવ જિનભક્તિ તજે; દાન-માન-વંદનનો આદેશ ચૂકે તે કલેશમાં પડે. કેવલી જાણે છે જ કે જિનભાવના ભવજલ તરવા-તરાવવાનું સામર્થ્ય ધરાવે છે. અગિયારમી ઢાળ
છેલ્લી ઢાળ એ ઉપાધ્યાયજી યશોવિજયજીની પોતાની પ્રાર્થનારૂપ છે. એમ કહીએ તો ચાલે કે સ્વતંત્ર પ્રાર્થનારૂપે તેને પ્રયોજી શકાય તેમ છે.
જ પોનાપતી n ૨૮
Page #46
--------------------------------------------------------------------------
________________
તેઓ પ્રાર્થના કરે છે કે જિનપ્રભુ તેમના હૃદયમાં વસે. તેમના હૃદયની ભક્તિ અને તેમાંની તદાકારતા ટકી રહે-આમ થાય ત્યારે તેના થકી સાંસારિકતાની પૂર્ણ નિરર્થકતાનો અનુભવ તેઓ કરે છે અને શુદ્ધ નિષ્ઠા સાથે ભવેભવ જિનપ્રભુની સેવા વાંછે છે. તેઓ નમ્રભાવે કહે છે :
‘‘મુજ હોજો. ચિત્ત શુભ ભાવથી ભવભવ તારી સેવ રે! યાચિએ કોડી યતને કરી એહ તુજ આગલે દેવ રે!''
અને છેવટે હરિગીત છંદમાં સમગ્ર સ્તવનનો કલશ આ રીતે આપે છે –
"
ઈમ સકલ સુખકર, દુરિત ભયહર, વિમલ લક્ષણ ગુણ ધરો, પ્રભુ અજર અમર નરિંદ વંદિત વિનવ્યો સીમંધરો.
નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત, ધૈર્ય નિર્જિત મંદરો;
શ્રી નયવિજય બુધ ચરણ સેવક, જશવિજય બુધ જય કરો.’’
કેવલ, તત્ત્વજ્ઞાન, સૂક્ષ્મ આચાર ચિન્તન, ગૌરવમાર્ગી જ્ઞાન અને ઉચ્ચ સાધનાનો માર્ગ સીમંધરસ્વામીના પ્રશ્નોના જવાબમાં યશોવિજયજી બતાવે છે, ત્યારે ખરેખર તો તેઓ જગતના ઉત્થાનોત્સુક માનવને મોક્ષના સાચા માર્ગે દોરી જાય છે. આ સ્તવનની આ જ છે અનેરી વિશ્વવ્યાપિતા.
વિસ્તરી ન ૨૯
Page #47
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાયજીની શામાં સેવા ]
આ. શ્રી જબ્બવિજયજી મ.
ઉપાધ્યાયજી એટલે કુમિકાપણ
જૈન શાસનરૂપી મહાસાગરમાં જે અત્યંત તેજસ્વી નરરત્નો પ્રગટ થયાં છે, તેમાં પૂજ્યપાદ વાચકવર્ય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજનું સ્થાન ઘણા ઊંચા દરજ્જામાં આવે છે. જોકે જગતે આજ સુધી ઘણા સમર્થ વિદ્વાનો જોયા છે, પરંતુ ઉપાધ્યાયજી જેવા મહાપુરુષો તો તેમાંથી વિરલ જ મળી આવશે. કોઈ વિદ્વાનોનું સાહિત્ય વિદ્વાનોને જ અધિકાંશે ઉપયોગી હોય છે. જ્યારે કોઈનું સાહિત્ય સામાન્ય જનતાને જ અધિકાંશે ઉપયોગી હોય છે. પરંતુ આ મહાપુરુષની વિશિષ્ટતા એ છે કે તેમનું સાહિત્ય સર્વવિષયવ્યાપક અને સર્વજનોપયોગી છે. તેમનું શાન સર્વ વિષયોમાં અગાધ હતું અને તેમણે એટલા બધા વિષયો ઉપર સાહિત્યસર્જન કર્યું છે કે તેમના સમકાલીન વિદ્વાનો પણ તેમને “ઋતકેવલી”ની ઉપમા આપતા હતા, તેમ જ તેમને સૂછશRા એટલે દાઢી-મૂછવાળી સરસ્વતીદેવીરૂપે વર્ણવતા હતા. તેમણે કયા કયા વિષયો ઉપર લખ્યું છે એ કહેવા કરતાં કયા કયા વિષયો ઉપર નથી લખ્યું એ કહેવું વધારે ઉચિત ગણાય. તેમને ભૂતકાળના કુત્રિકાપણની ઉપમા આપી શકાય. જેમ દેવાધિતિ કુત્રિકાપણમાં જે વસ્તુ માગવામાં આવે તે બધી વસ્તુ મળી શકે તેમ આ મહાપુરુષના સર્જનમાંથી પણ આપણને દરેક પ્રકારનું સાહિત્ય મળી શકે છે. જેમકે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથો ઉપર ટીકાઓ, અષ્ટક વગેરે સ્વતંત્ર પ્રકરણ ગ્રંથો અનેકાંત અને નય વિષયના અનેક ન્યાયગ્રંથો, ગુજરાતી તથા હિંદી ભાષામાં સ્તવનો, સઝાયો, રાસાઓ વગેરે વગેરે ઘણું સાહિત્ય તેમણે રચ્યું છે કે, જે ખાસ વિશિષ્ટ પ્રકાશ
- - મોબાતી n ૩૦ )
Page #48
--------------------------------------------------------------------------
________________
પાડનારું, અર્થગંભીર અને વિદ્વત્તાપૂર્ણ છે અને જેને વાંચતાં જ્ઞાનપ્રેમી કોઈ પણ વિદ્વાનનું મસ્તક નમ્યા સિવાય રહે નહિ. દાર્શનિક વિષયોના પારણા
દાર્શનિકવિષયનાતો તેઓ પારદ્રષ્ટા જ હતા. તેથી તે વિષય ઉપર જ્યારે તેઓ લખવા બેસે છે. ત્યારે તેમની તે વિષયમાં પારંગતતા અને સર્વતત્ર-સ્વતંત્રતા અપૂર્વ રીતે ઝળકી ઊઠે છે. તેમણે કરેલાં સૂક્ષ્મતમ દાર્શનિક નિરૂપણોમાંન્યાયના પ્રકાંડવિદ્વાનોનો પણ ઘણી વારચંચપ્રવેશ પણ થવા પામતો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે કાશી જેવી સરસ્વતીની નગરીમાં પણ તેમણે માત્ર ત્રણ જ વર્ષ સુધી અભ્યાસ કરીને પણ પરવાદીઓની પર્ષદામાં વિજય મેળવ્યો અને તેથી જ કાશીના જબ્રાહ્મણ વિદ્વાનોના મંડળે તેમના જ્ઞાનથી અત્યંત મુગ્ધ થઈને તેમને ચાવિશારદ બિરુદ આપ્યું એ કંઈ ઓછું આશ્ચર્ય ગણાય નહીં. નન્યાયને જૈનન્યાયમાં ઉતારવાનું લગભગ અશક્ય કાર્ય તો તેમણે જ શક્ય બનાવ્યું અને એ કાર્ય એકલે હાથે પાર પાડીને જૈનદર્શનશાસ્ત્રના ઇતિહાસમાં તેમણે અમર સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. નવીન પદ્ધતિથી પ્રકાશનઅધ્યયનની નજર - નન્યાયના અને ઉપાધ્યાયજી મહારાજે રચેલા ન્યાયના ગ્રંથોના અભ્યાસીઓને આ સ્થળે મારી એક સૂચના છે કે હમણાં નબન્યાયનાં વ્યાતિપંચક, સિંહવ્યાઘલક્ષણ, સિદ્ધાન્તલક્ષણ વગેરે વગેરે જે પ્રકરણોનું અધ્યયન કરવામાં આવે છે તે ખાસ કરીને ગંગેશ ઉપાધ્યાયવિરચિત તત્ત્વચિંતામણિ ગ્રંથના અનુમાન ખંડના જ ભાગો છે. કાશી અને કલકત્તા આદિની વિદ્યાપીઠોએ આ જ ભાગોને પરીક્ષામાં નિર્ધારિત કરેલા હોવાથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ એનું જ અધ્યયન કરે છે અને પછી અધ્યાપન પણ એનું જ કરાવે છે. આ ભાગોમાં ભરેલી વાછિન મય જટિલ ચર્ચાઓ ભલે બુદ્ધિને સૂક્ષ્મ બનાવતી હોય પણ તેમાં પદાર્થનિરૂપણ નહીં વત્ છે એટલે તેનો ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોમાં સીધો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપાધ્યાયજી મહારાજના ન્યાયવિષયક ગ્રંથોનું વિશદ જ્ઞાન સરલતાથી પ્રાપ્ત કરવું હોય તો તેમણે જે જે સાહિત્યને નજરમાં રાખીને પોતાનું ન્યાયવિષયક સાહિત્ય સર્યું છે તે સાહિત્યને આપણે શોધી કાઢીને સન્મુખ રાખવું જોઈએ. તત્ત્વચિંતામણિના અનુમાનખંડ સિવાય બીજા ખંડોમાં પદાર્થનિરૂપણ અધિક
માંસનાતો છે ૩૧
Page #49
--------------------------------------------------------------------------
________________
છે. રોયલ એશિઆટિક સોસાયટી, બંગાળ (કલકત્તા) તરફથી એ ખંડો ઘણા સમય પૂર્વે પ્રકાશિત થયેલા છે. પરિશ્રમ કરીને પણ એ ખંડો મેળવવા જોઈએ. વળીઅત્યારેજેમાથુરી,જાગદીશી,ગાદાધરીઆદિટીકાગ્રન્થોપ્રચલિતછેતેનો ઉપાધ્યાયજી મહારાજે ખાસ ઉપયોગ કર્યો હોય તેમ જણાતું નથી, પરંતુ દીધિતિકાર રઘુનાથશિરોમણિ તથા પદ્મનાભમિશ્ર વગેરેના ગ્રંથોનો ઉપયોગ કરેલો જોવામાં આવે છે. એ બધા મુદ્રિત અમુદ્રિત ગ્રંથો મિથિલા અને બનારસ બાજુના પ્રદેશમાં મળવાનો ખાસ જ સંભવ છે. એ બધી સામગ્રી મેળવીને ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોનું નવીન પદ્ધતિથી પ્રકાશન અને અધ્યયન ક૨વામાં આવશે તો તે વિશદ અને દિવ્ય બનશે. તેમ જ એ મહાપુરુષ નવ્યન્યાયની શૈલીને જૈનન્યાયમાં ઉતારવાકેવીરીતેસમર્થથયા તેની પણસારી રીતે કલ્પના આવશે અને આપણે પણ એ પ્રવૃત્તિને મૌલિક સ્વરૂપમાં કેવી રીતે વિકસાવી શકીએ એની પણ સ્પષ્ટ દિશા હાથમાં આવશે.
જટિલ પ્રશ્નોના કરેલા ઉકેલો
તર્કશાસ્ત્રના અધ્યયનથી સૂક્ષ્મતમ થયેલી બુદ્ધિનો ઉપયોગ તેમણે માત્ર દાર્શનિક વિષયમાં નહિ, પણ લગભગ દરેક વિષયમાં કરેલો છે. તેથી જ્યારે તેઓ આગમિક વિષય ઉપર લખવા બેસે છે, ત્યારે પણ તેમની પ્રતિભા અલૌકિક સ્વરૂપમાં ઝળકી ઊઠે છે. જેને પરિણામે સેંકડો વર્ષોથી નહીં ઉકેલાયેલા અનેક જટિલ પ્રશ્નોના ઉકેલ અને સમાધાન તેમણે કર્યાં છે. બધું આગમિક સાહિત્ય તેમને જિહ્વાગ્રે જ રમતું હતું. તેમણે કરેલી ચર્ચાઓ એટલી બધી તલસ્પર્શી અને યુક્તિ તથા ઉપપત્તિથી પરિપૂર્ણ છે કે વાંચનારના વર્ષોજૂના ભ્રમો અને સંશયો ક્ષણ વારમાં દૂર થઈ જાય છે. જન્મયી ઉપર સૌથી મોટી ટીકા રચીને તે વિષયમાં પણ પોતાની પારગામિતા તેમણે સિદ્ધ કરી આપી છે.
જેવા જ્ઞાની તેવા જ ક્રિયાવાદી
આ મહાપુરુષની બીજી પણ એક વિશિષ્ટતા એ છે કે જગતમાં વિદ્વાન ગણાતા કેટલાક, શુષ્કપાંડિત્યના ઉપાસક શ્રદ્ધા તથા આચરણથી શૂન્ય હોય છે, પરંતુ આ મહાપુરુષ સમર્થ વિદ્વાન હોવા છતાં પણ મહાન આત્મજ્ઞાની હતા. દર્શન, જ્ઞાન તથા ચારિત્ર બધાંને તેઓ ઘણું મહત્ત્વ આપતા હતા. સમ્યગ્દર્શન મુક્તિનો પાયો હોવાથી તેના ઉપર તેઓ ઘણો જ ભાર મૂકતા હતા. આથી જ તેમના ગુજરાતી આદિ ભાષામાં રચેલાં
લાવતી ૨
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્તવનો-સ્તુતિ-સક્ઝાય-રાસાઓ વગેરેમાં ભક્તિરસ તથા વૈરાગ્યરસ છલોછલ ભરેલા દેખાય છે. યોગમાર્ગના આધ વિવેચક
અધ્યાત્મદશામાં તેઓ કેટલા બધા નિમગ્ન હતા, તેમણે તે વિષયના અનેક ગ્રંથો રચ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે વર્ણવેલા યોગમાર્ગના તેઓ આદ્ય વિવેચક છે. મૂર્તિપૂજા ઉપરનો રંગ
આ ઉપરાંત, પ્રતિમાશતક તથા સીમંધરસ્વામીને વિનંતિરૂપ સ્તવનોથી મૂર્તિપૂજા ઉપર તેમનો કેવો દઢ રંગ હતો, એ પણ જણાઈ આવે છે. નયચક્ર જેવા મહાગ્રંથનો કરેલ ઉદ્ધાર
ઉપાધ્યાયજી મહારાજની જ્ઞાનભક્તિ કેટલી અપૂર્વ હતી તેના ઉદાહરણરૂપે નયની તેમણે કેવી રીતે રક્ષા કરી એ હકીકત જાણવા જેવી છે. તે પહેલાં નયચક્રનો થોડો પરિચય કરી લઈએ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે 'મનુસ્ત્રવાહિનં તાર્ષિકહી જેમને શ્રેષ્ઠ તાર્કિક તરીકે વર્ણવ્યા છે અને જેસંભવતઃવિક્રમની પાંચમી શતાબ્દીમાં થયેલા છે તે આચાર્યભગવાન શ્રી મલ્લવાદિ ક્ષમાશ્રમણે નયે નામના મહાન તર્ક-ગ્રંથની રચના કરી હતી. રથના ચક્રમાં જેમ બાર આરા હોય છે અને તે આરાઓ ચક્રની નાભિમાં રહેલા હોય છે તે પ્રમાણે આ ગ્રંથમાં પણ સર સંજ્ઞાવાળાં ૧૨ પ્રકરણો છે. આ બાર અરોમાં લગભગ બધાં જતત્કાલીન પ્રસિદ્ધદર્શનોની સમીક્ષા કરવામાં આવી છે અને એકાંતવાદી બધાં જ દર્શનો ખોટાં છે એમ સિદ્ધ કરીને તેરમા વિતુર્વ નામના પ્રકરણમાં ચાદરૂપી નાભિનો આશ્રય લેવામાં આવે તો બધાં દર્શનો અપેક્ષાએ અંશતઃ સાચાં બની શકે એમ બતાવ્યું છે. આ આખા ગ્રંથનું મૂળ, પ્રાચીનએકગાથા છે કે જેનીચે મુજબ છેઃ
विधिनियमभगवृत्तिव्यतिरिक्तत्वादनर्थकवचोवत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥
(નયચક્ર પૃ. ૯ આ.સ) આ એક જ ગાથા ઉપર મલ્લવાદીજીએ વિસ્તૃત ભાષ્ય રચેલું છે અને તે નાના નામથી ઓળખાય છે. આ વર્ષના પ્રારંભમાં તેમણે રચેલો મંગલ%ોક નીચે મુજબ છેઃ
(
શાસનસેવા n ૩૩
Page #51
--------------------------------------------------------------------------
________________
व्याप्येकस्थमनन्तमन्तवदपि न्यस्तं धियां पाटवे ।
व्यामोहे न, जगत्प्रतानक्मृितिव्यत्यासधीरास्पदम् ॥ वाचां भागमतीत्य वाग्विनियतं गम्यं न गम्यं क्वचि
ज्जैनं शासनमर्जितं जयति तद् द्रव्यार्थपर्यायतः ॥ આ નયચક્ર ગ્રંથ ઉપર (લગભગ વિક્રમના સાતમા શતકમાં થયેલા) આચાર્યશ્રી સિંહસૂરિગણિવાદિષમાશ્રમણજી મહારાજે ચોથામાનુસાળી નામની અતિવિસ્તૃત વ્યાખ્યા લખેલી છે કે જેનું ગ્રંથાગ્ર લગભગ ૧૮૦૦૦
શ્લોકપ્રમાણ થાય છે. નવા તરીકે પણ સંભવતઃ આ વૃત્તિનો જ ઉલ્લેખ થતો હતો. - દુર્દેવે ભગવાન મલ્યવાદી ક્ષમાશ્રમણે રચેલા નયચક્રમૂલનો આજે ક્યાંય પત્તો નથી. ઐતિહાસિક ઉલ્લેખો જોતાં એમ લાગે છે કે છેલ્લાં સાતસો વર્ષમાં આ મૂલગ્રંથ કોઈએ જોયો હોય એવો ઉલ્લેખ મળતો નથી. અત્યારે જે મળે છે તે સિંહસૂરિગણિવાદિ ક્ષમા શ્રમણજીએ રચેલી નથ#વૃત્તિ જ માત્ર મળે છે અને તે પણ લેખકોને હાથે ઉત્તરોત્તર થયેલી અશદ્ધિઓથી ભરપૂર થઈ ગયેલી છે. કેટલાકનું એમ માનવું છે કે ઉપાધ્યાયજી મહારાજે નયચક્ર ઉપર ટીકા-ટિપ્પણ આદિ કંઈક લખ્યું છે, પણ તે માન્યતા બરાબર નથી. ટીકા-ટિપ્પણ લખવા કરતાં પણ અતિવિશેષ મહત્ત્વનું તે ગ્રંથની રક્ષા કરવાનું કાર્ય તેમણે કરેલું છે. હકીક્ત એમ છે કે નવક્રવૃત્તિની પ્રતિ તેમના સમયમાં ભાગ્યે જ જોવામાં આવતી હતી. કોઈક સ્થળે (પ્રાયઃ પાટણમાં) તેમના જોવામાં એ પ્રતિ આવી તેથી અત્યંત આનંદિત થઈને તેમણે એ પ્રતિ પહેલાં વાંચી લીધી અને પછી વિદ્વાન સાધુઓનું વૃંદ સાથે રાખીને એક જ પખવાડિયામાં આ મહાકાય ગ્રંથની અક્ષરશઃ નવી કોપી તૈયાર કરી લીધી.આ હકીકતની સ્મૃતિમાં, તેમણે જે નવો આદર્શ (કોપી) તૈયાર કર્યો હતો તેના આદિભાગમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો હતોઉપાધ્યાયજીએ ગ્રસ્થાને મૂકેલી પુપિકા
भट्टारक श्री हीरविजयसूरीश्वरशिष्यमहोपाध्याय श्री कल्याण विजयगणिशिष्य पण्डित श्री लाभविजय गणिशिष्यपण्डितश्री जीत विजयगणिसतीर्थ्यपण्डित श्री नयविजयगणिगुरुभ्यो नमः ।
प्रणिधाय परं रूपं राज्यं श्री विजयदेवसूरीणाम् ।
" પરોબાતી n
Page #52
--------------------------------------------------------------------------
________________
नयचक्रस्यादर्श प्रायो विरलस्य वितनोमि ॥ ऐं नमः ॥ અને અંત્ય ભાગમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો હતો –
पूर्वं पं. यशोविजयगणिना श्रीफ्त्तने वाचितम् । आदर्शोडयं रचितो राज्ये श्री विजयदेवसूरीणाम् । सम्भूय यैरमीपामभिधानानि प्रकटयामि ॥ १ ॥ विबुधाः श्रीनयविजया गुरवो जयसोमपण्डिता गुणिनः । विबुधाश्च लाभविजया गणयोऽपि च कीर्तिरत्नाख्याः ॥ २ ॥ तत्त्वविजयमुनयोऽपि च प्रयासमा स्म कुर्वते लिखने । सह रविविजयैर्विबुधैरलिखच्च यशोविजयविबुधः ॥ ३ ॥ ग्रन्थप्रयासमेनं दृष्ट्वा तुष्यन्ति सज्जना बाढम् । गुणमत्सरव्यवहिता दुर्जनदग् वीक्षते नैनम् ॥ ४ ॥ तेभ्यो नमस्तदीयान् स्तुवे गुणांस्तेपु मे दृढा भक्तिः । अनवरतं चेष्टन्ते जिनवचनोद्भासनार्थं ये ॥ ५ ॥ ॥ श्रेोतु ॥
सुमहानप्ययमुच्चैः पक्षेणैकेन पूरितो ग्रन्थ : ।
कर्णामृतं पटुधियां जयति चरित्रं पवित्रमिदम् ॥ ६ ॥ ઉપરના ઉલ્લેખથી પૂ. વિજયદેવસૂરિજીના સમયમાં તેમણે આ ગ્રંથનો આદર્શ (નવી કોપી) તૈયા૨ કરી હતી એ સ્પષ્ટ સમજી શકાય છે. જોકે અત્યારે તો ઉ. યશોવિજયજી મહારાજે તૈયાર કરેલો એ આદર્શ તથા જેના ઉપરથી તેમણે એ આદર્શ તૈયાર કર્યો હતો તે પ્રતિ એમાંથી કંઈ પણ મળતું નથી પરંતુ તેમણે તૈયાર કરેલા આદર્શ ઉપરથી જ સાક્ષાત્ યા પરંપરાએ લખાયેલી અનેક પ્રતિઓ જૈન ગ્રંથ ભંડારોમાં આજે ઠામ ઠામ જોવામાં આવે છે.
તેમાં ઉપર જણાવેલા ઉપાધ્યાયજી મહારાજે કરેલા ઉલ્લેખો સચવાઈ
खाना पछी जयति नयचक्रनिर्जितनिःशेषविप्रक्षचक्रविक्रान्तः
I श्री मल्लवादि सूरिर्जिनवचननन भस्तल विवस्वान् ॥ १ ॥ तत्प्रणीत महार्थ यथार्थ नयचक्राख्यशास्त्र विवरण मिद मनुध्याख्यास्याम :
આ પ્રકારનો જે ઉલ્લેખ આવે છે તે ટીકાકાર ભગવાન શ્રી સિંહસૂરિગણિવાદિ क्षमाश्रमासे ४ रेसो छे. जयति नयचक्रनिर्जित ....खा अरिानो उसे विक्रम સંવત્ ૧૪૨૨ માં શ્રી સંઘતિલકસૂરિએ રચેલી સમ્યવત્વસપ્તતિયુત્તિમાં મલ્લવાદિકથામાં पराभवे छे.
*
શાસનીવા ૧ ૧૫
Page #53
--------------------------------------------------------------------------
________________
રહેલા છે. પ્રારંભનો ઉલ્લેખ તો ઘણી પ્રતિઓમાં મળે છે. અંતિમ ઉલ્લેખ સં. ૧૭૨૯માં લખાયેલી વિજાપુરની શ્રીરંગવિમળજી જ્ઞાનભંડારની પ્રતિમાં તથા તેના ઉપરથી જ સંભવતઃ લખાયેલી કાશીના યતિ શ્રી હીરાચંદ્રજીની પ્રતિમાં મળે છે. માત્ર એક જ પ્રતિ અમારા જોવામાં આવી છે કે જે ઉપાધ્યાયજી મહારાજના આદર્શ પૂર્વે સં. ૧૫૦ આસપાસ લખાયેલી છે. બાકીની બધી નયચક્રની પ્રતિઓ ઉપાધ્યાયજી મહારાજે તૈયાર કરેલી આદર્શની કોપીઓ જ અમારા જેવામાં આવી છે. સન્મતિર્ક ગ્રન્થનો રેલો વિશાળ ઉપયોગ
ઉપરના ઉલ્લેખથી શ્રી વિજયદેવસૂરિ મહારાજના સમયમાં તેમણે આદર્શ તૈયાર કર્યો હતો અને શ્રી દેવસૂરિજી મહારાજનો સ્વર્ગવાસ સં. ૧૭૧૩માં થયો હતો. તેથી ઉપાધ્યાયજી મહારાજે સં. ૧૭૧૩ પહેલાં જ એ આદર્શ તૈયાર કર્યો હતો એ સ્પષ્ટ છે. ઉપાધ્યાયજી મહારાજનો સ્વર્ગવાસ વિક્રમ સંવત્ ૧૭૪૩માં થયો છે, એટલે આદર્શ તૈયાર કર્યા પછી ઓછામાં ઓછાં ત્રીશ વર્ષ તો તેઓ જીવ્યા જ હતા. આ કાળમાં તેમણે ઘણું સાહિત્ય સર્જેલું છે. સન્મતિતર્કનો તો તેમના ગ્રંથોમાં ઘણા જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરેલો છે. તેમણે જુદા જુદા ગ્રંથોમાં સન્મતિની ગાથાઓનાં કરેલાં વિવેચનોને એકઠાં કરવામાં આવે તો સન્મતિતર્ક ઉપર એક સ્વતંત્ર ટીકા તૈયાર થઈ જાય. સન્મતિની અભયદેવસૂરિકૃત ટીકાનો પણ ઘણો જ ઉપયોગ તેઓશ્રીએ કરેલો છે કે જેની મદદથી મેં ઘણે સ્થળે સન્મતિની ટીકામાં શુદ્ધિ પણ કરી છે. આમ છતાં નયચક્રનો તેમણે ક્યાંય ખાસ ઉપયોગ કર્યો હોય તેમ દેખાતું નથી. તેનું કારણ નયચક્રવૃત્તિની અત્યંત અશુદ્ધતા તથા મૂલનો અભાવ વગેરે લાગે છે. ગુજરાતી ભાષામાં રચેલા સીમર્ધરસ્વામીને વિનંતિ રૂપ ૩૫૦ કડીના સ્તવનની ૧૬મી ઢાળની બીજી કડીમાં જ તેમણે નયચક્રનો ઉપયોગ કરેલો માત્ર મારા જેવામાં આવ્યો છે. એ કડી નીચે પ્રમાણે છે:
ચાર છે ચેતનાની દશા અવિતથા, બહુ શયન શયન જાગરણ ચોથી તથા; મિચ્છ અવિરત સુયત તેરમેં તેહની, આદિ ગુણઠાણે નયચક્રમાં મુણી.”
આ કડી સાથે સંબંધ ધરાવતો ભાગ નયચક્રવૃત્તિનાં બીજા અરમાં
૧ આ સિવાય બીજો કોઈ સ્થળ ઉપાધ્યાયજી મહારાજે નયચક્રનો ઉપયોગ કર્યો હોય તો તે જણાવવા વિદ્વાનોને વિનંતિ છે.
પશીલી "as ]
Page #54
--------------------------------------------------------------------------
________________
પુરુષવાદમાં આવે છે. અહીં નીચે નયચક્રવૃત્તિનો તે ભાગ તથા તેના ઉ૫૨થી મેં તૈયાર કરેલું મૂળ આપવામાં આવે છે –
નયચક્રમૂળ
तस्य
च चतस्त्रोऽवस्था जाग्रत् - सुप्त-सुषुप्त - तुरीयान्वर्थाख्याः ताश्च बहुधा व्यवति ष्ठन्ते- सुख-दुःख - मोह - शुद्धयः सत्त्व- रजस्-त मो - विमुक्तयाख्या ऊर्ध्वतिर्यगधोलोकाऽविभागाः संज्ञ्यसंज्ञ्यचेतनभावा वा 1 नियता एवैता विमुक्तिक्रमात् । सर्वज्ञता वा तुरीयं निरावरणमोहविघ्नं निद्रावियोग आत्यन्तिकः ॥
નચક્રવૃત્તિ
तस्य
तस्यैवेदानीं स्वरूपदर्शनार्थमुच्यते तस्य च चतस्त्रोऽवस्थाः । चैतन्यतच्वस्येमाश्चतस्त्रोऽवस्था
अनन्तरप्रतिपादित
-
जाग्रत्सुषुप्ततुरीयान्वर्थाख्याः, जाग्रदवस्था सुप्तावस्था सुषुप्तावस्था तुरीयावस्था, एताश्चान्वर्थाः । ताश्च बहुधा व्यवतिष्ठन्ते, चतुर्थीमवस्थां मुक्त्वा तिसृणामेकैकस्याः प्रतिप्रक्रियं
संज्ञादिभेदाल्लोकव्यवहारभेदाच्चानेकभेदत्वात् I चतुर्थी पुनरेकस्वरूपैव विशुद्धत्वात् 1 अथवा सापि स्वरूपसामर्थ्यात् सर्वात्मनैवानेकधा विपरिवर्तते, तद्यथा
जं जं जे जे भावे परिणमति पयोगवीससादव्वं ।
तं तह जाणाति जिणो अपज्जवे जाणणा णत्थि ॥
(आवश्यकनिर्युक्ति ७९४)
I
अथवा
कास्ताः ? उच्यन्ते, सुख - दुःख - मोह - शुद्धयः सत्त्व- रजस्-त मो - विमुक्तयाख्या 1 कार्याणि चासां यथासङ्ख्यं तिसृणां तद्यथा-प्रसादलाघवप्रसवाभिष्वङ्गोद्धर्पप्रीतयो दुःख शोषताप भेदापस्तम्भोद्भेगापद्वेषा वरणसदनाप ध्वंसनवीभत्सदैन्यजौरवाणि । चतुर्थ्यास्तु शुद्धं चैतन्यं सकलस्वपरिवर्तप्रपञ्चसर्वभावावभासनम् ऊर्ध्वतिर्यगधोलोकावि भागा वा यथासङ्ख्यमेव, ऊर्ध्वलोको जाग्रदवस्था, तिर्यग्लोकः सुप्तावस्था, सुषुप्तावस्था अधोलोकः, अविभागावस्था तुरीयावस्था । संज्ञयसंज्ञयचेतन भावा वा, संज्ञिनः समनस्का देवमनुष्य नारकपञ्चेन्द्रियतिर्यञ्चो जाग्रति, सुप्ता असंज्ञिनः पृथिव्य बग्निवायुवनस्पतिद्वित्रिचतुरिन्द्रि यामनस्कपश्र्चेन्द्रियाः, काष्ठकुड्यादयः
सहदेवा व ३०
Page #55
--------------------------------------------------------------------------
________________
सुषुप्ताः भवनमात्रं भावः सर्वत्राविभागा तुरियावस्थेति । अत्राह-अविभागात्मनस्तस्यैवात्मनश्चतुरवस्थत्वात् कालभेदाभावाच्च चतस्त्रोडपि प्रथमद्वितीयतुरीयाख्याः स्युरिति, एतदयुक्तम्, यस्मान्नियता एवैता विमुक्ति क्रमात, सर्वज्ञता वा तुरीयमिति, सुषुप्तावस्थायाः स्थिरीभूतचैतन्यायाः सुप्तावस्था विमुक्तमलत्वाद् द्वितीया मिथ्यादृष्टयादिका, तृतीया सम्यग्दर्शन (ज्ञान) चारित्रात्मिका मुक्ति प्रत्यासत्तेः, सर्वज्ञता चतुर्थी । तत् पुनस्तुरीयं निरावरणमोहविघ्नम.. निर्गता ज्ञानदर्शनावरणमोहविघ्ना अस्मिन्निति निरावरण मोहविघ्नम, मोहस्यैव महास्वापत्वात् ।
- નયચક્ર (આત્માનંદ સભાનું સંસ્કરણ) પૃ. ૧૮૧ અમર યશરવી ઉપાધ્યાયજી
વસ્તતઃ વિચાર કરીએ તો જૈનદર્શન એ કોઈ સંપ્રદાય નથી, પણ એક દિવ્ય તત્ત્વજ્ઞાન છે કે જે તત્ત્વજ્ઞાનમાં સર્વ જીવોના એકાંતે કલ્યાણની અને શ્રેયની જ ભાવના ભરેલી છે. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ હિંસાના દાવાનળથી સંતપ્ત થયેલું જગત દીન અને અશરણ બની જે “ત્રાહિ ત્રાહિ”ને પોકારી રહ્યું છે તેને જોઈને કયો સહૃદય મનુષ્ય સર્વજીવવ્યાપક અહિંસા, મૈત્રી અને કરુણાની ઉદ્ઘોષણા કરતા જૈનદર્શનના તત્ત્વજ્ઞાન ઉપર મુગ્ધ ન થઈ જાય? આવા જૈનશાસનમાં જન્મેલા પૂ. ઉપાધ્યાયજી મહારાજ માત્ર જૈનશાસનના જ અલંકારરૂપ છે એમ નહીં, પણ સમગ્ર ભારત અને વિશ્વના અલંકારરૂપ છે.
પૂ. આ. યશોદેવસૂરિ સંપાદિત “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયસ્મૃતિગ્રંથમાંથી સાભાર)
પરમાતી n ૩૮ )
Page #56
--------------------------------------------------------------------------
________________
જબૂરવામી રાસ'']
આ. શ્રી જયચંદ્રસૂરિજી મ.
જબૂસ્વામીની કથા જૈન સમાજને અતિ પરિચિત છે. જૈન દર્શનની પરંપરા અનુસાર જેબૂસ્વામી એ છેલ્લા તીર્થકર શ્રી મહાવીરસ્વામી પછી શ્રી સુધર્મોસ્વામીની વાટે આવનાર ઐતિહાસિક વ્યક્તિ છે. એમનો નિર્વાણ સમય વીર સંવત ૬૪ એટલે કે ઈ.સ. પૂર્વે ૪૬૨નો ગણાય છે. આઠ સ્ત્રીઓ સાથે વિવાહ થવા છતાં પહેલેથી જ બ્રહ્મચર્ય પાળનાર અને દીક્ષિત થઈ આત્મકલ્યાણ સાધનાર તરીકે જંબૂસ્વામી વિખ્યાત છે. રાસ, સક્ઝાય, ચોપાઈ, ચરિત, શ્લોકો વગેરે મળી લગભગ ૪૦ કૃતિઓ જેબૂસ્વામી પર રચાયાની માહિતી અદ્યાપિ ઉપલબ્ધ છે.
યશોવિજયજીના જીવનની “જબૂસ્વામી રાસ”એ ઉત્તરાવસ્થાની રચના છે. એમ લાગે છે કે છઠ્ઠી સદીના “વસુદેવહિંડી” અને પુરોગામી આચાર્ય હેમચન્દ્રસૂરિવર્યના “ત્રિશલાકા'માં આવતી જંબૂસ્વામીની કથાનો તેમણે મુખ્ય આધાર લીધો છે. “શ્રી બૂસ્વામીના ચરિત્ર વિશે સંસ્કૃત-પ્રાકૃતમાં રચનાઓ થયેલી છે અને તેમાં શ્રી હેમચંદ્રાચાર્યની રચના વધુ વિસ્તૃત અને સમર્થ છે, એટલે તેનો આધાર આ રાસની રચના માટે લેવાય એ સ્વાભાવિક છે.”
પ્રસિદ્ધકથા, જેઆરાસમાં મળે છે તેમાં મુખ્યઘટનાઓ આ પ્રમાણે છેઃ
(૧) મગધા નામે જાનપદમાં, રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે, ત્યાં વસતા ઋષભદત્તની પત્ની ધારિણીને આવેલાં પાંચ સ્વાન અને ઋષભમદત્તની આગાહી કે તેને પ્રભાવશાળી પુત્ર જન્મશે. જંબૂકુમારનો જન્મ.
(૨) યુવાવસ્થામાં સુધર્મા સ્વામી ગણધરનો ઉપદેશ સાંભળી દીક્ષા લેવા પ્રેરણા અને માતાપિતાની આજ્ઞા મેળવવા જવું. નગરમાં યુદ્ધની તૈયારી
T
Hવામી વાસ છે. ૩૯
Page #57
--------------------------------------------------------------------------
________________
ચાલે છે. કુમરણના ભયથી આજીવન બ્રહ્મચર્યનું વ્રત, માતાપિતાની રજા માગવી. માતાપિતાની પહેલાં વિરોધ પણ પછી અનુમતિ. શરત એ કે પહેલાં તેમણે નક્કી કર્યા પ્રમાણે આઠ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન કરવાં.
(૩) લગ્ન પછી વાસઘરમાં ચોરનો પ્રવેશ અને અસ્વાપિની વિદ્યા વડે વસ્ત્રાભરણ ચોરી જવા પ્રયત્ન. જંબૂકમારની જાગૃતિ અને એમના શબ્દોથી ચોરો નિશ્ચેષ્ટ. ચોરની માગણી કે “અસ્વાપિની વિદ્યાના બદલામાં ખંભિની' અને “મોચની વિદ્યા બૂકુમાર આપે. પોતે દીક્ષા લેવાના છે તેની જાહેરાત.
(૪) સુધર્મા સ્વામી પાસે દીક્ષા, તેમની સાથે માતાપિતા, પત્નીઓ અને પ્રભવની પણ દીક્ષા. શ્રેણિકના પુત્ર કોણિકે બૂસ્વામીનાં તેજસ્વિતા અને પ્રભાવ વિષે સુધર્માસ્વામીને પ્રશ્ન કર્યો.
(૫) આના જવાબમાં જબૂસ્વામીની કથા.
આના અનુસંધાને અનેક કથાઓ, સંવાદો વગેરે; ઉપદેશાત્મક કથાઓ અને પ્રતિ-કથાઓ-સળંગ કથામાં આ રીતે નાની નાની કથાઓની હારમાળા ગૂંથી લેવામાં આવી છે. દીક્ષાની તરફેણમાં અનેક કથાઓ આપી છે. એકબાજુ ભોગ વિલાસ અને તેનાથી આવતાં દુઃખો અને બીજી બાજુ સંયમ-ઉપશમ અને તેનાથી જન્મતા સુખની કથાઓ અહીં આપી છે.
એમ કહેવાય છે કે ઉપાધ્યાયજીએ પહેલાં શ્રી અંબૂસ્વામી બ્રહ્મગીતા નામક નાનકડી રચના કરી. અને તે પછી બીજે જ વર્ષે આ વિશાળ “જબૂસ્વામીના રાસ” ની રચના કરી પાંચ અધિકરણમાં ક્રમશઃ ૫, ૮, ૯, ૭, અને ૮ ઢાળોમાં અને તે પણ ક્રમશઃ ૧૩૫, ૨૨૦, ૨૩૭, ૧૭૮ અને ૧૫૪ કડીઓમાં. એ રીતે આ વિશાળ રાસની રચના થઈ છે. અઢારમી સદીમાં પદ્યમય દીર્ઘ રચના એટલે કે પ્રબંધના અનેક પ્રકાર, આખ્યાન, ચોપાઈ વગેરેના જેવો આ રાસ એ પણ એક સર્વ લોકભોગ્ય પ્રકાર છે.
જનસામાન્યને ગ્રાહ્ય બને, વિશેષ પ્રભાવોત્પાદક લાગે તથા વૈરાગ્ય અને સંયમના વિજયના પાઠ સામાન્ય જનોના હૃદયમાં ઊતરે એ આ રાસોનો મુખ્ય ઉદ્દેશ છે. અને આચાર્યોના ઉપદેશો, આગમો, તત્ત્વદર્શનના ગ્રંથો વગેરેની તુલનાએ જનસામાન્યના હૃદયને આવા રાસ
(
પશોભાવતી H T૦
Page #58
--------------------------------------------------------------------------
________________
વિશેષ સરળતાથી જીતી લે, તેમાં પણ શંકા નથી. આથી જ્ઞાનમાર્ગી વિરાગી અને ભક્ત તરીકેની ઉપાધ્યાયજીની પ્રતિભા અહીં કામ કરી રહી છે તે પણ સ્પષ્ટ છે. આ અને આવી રચનાઓને કારણે જ કહી શકાય કે પંડિતો અને વિદ્વાનોને માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ આરાધ્ય જ્ઞાનમૂર્તિ રહ્યા, તે જ રીતે સામાન્ય પ્રજાને માટે આ અને આવી અનેક રચનાઓ કરીને તેઓ આરાધ્ય ભક્તિમૂર્તિ બન્યા.
“જંબૂસ્વામી રાસ'માં યશોવિજયજી તેમના જમાનામાં રાગરાગણીના પ્રચારનો જે પ્રભાવ હતો તેનો લાભ લઈને ૩૭ જેટલી ઢાળ પ્રયોજે છે અને એકનો બીજી વખત ઉપયોગ કરતા નથી. રાગરાગણી પરના તેમના અનુપમ પ્રભુત્વનું આ એક પ્રમાણ છે. આમ આ રાસમાં જુદી જુદી ૩૭ ઢાળ એટલે કે ૩૭ રાગ ઉપાધ્યાયજીએ પ્રયોજ્યા છે.
એક સંસ્કૃત ઉક્તિ છે કે “થમાછીઢ અબવ પતિ ટુષિi ” બાળકોને પહેલાં મધ ચટાડવામાં આવે તો તેને કડવી દવા પણ ગ્રાહ્ય બને છે. જૈન ધર્મ, આચાર, દર્શન, ઉપાસના અને સાધનાના પ્રવર્તક તરીકે આ રાસ રચવા પાછળનો પણ ઉપાધ્યાયજીનો પ્રધાનોદ્દેશ સંસારીજનોને જગતનાં આકર્ષણો અને મોહમાયા છાંડી, તેનાથી ઉપસ્થિત થતી યાતનાઓના ભયથી ભયભીત થઈને પણ સંસારત્યાગ, ઉદાસીનતા, જ્ઞાનમાર્ગ તરફ વળવાનો ઉપદેશ આપવા માગે છે અને તે અહીં વ્યંજન રૂપે, બૂસ્વામીના આદર્શ દ્વારા સિદ્ધ કરવા માગે છે. અને તેથી આ રાસનું કથાતત્ત્વ, સંગીતમયતા અત્યન્ત પ્રસન્નકર બને છે અને જાણે શ્રોતાને, રાસ ગાનારને ખ્યાલ પણ ન આવે તે રીતે ઉપાધ્યાયજીનો ઉદિષ્ટ બોધ તે ગ્રહણ કરી લે છે.
પ્રથમ કક્ષાની કવિતા, ઉદાત્ત કલ્પનાશક્તિ વગેરે અહીં ખીલ્યાં છે. તેમાં શબ્દ અને અર્થની છટા, પ્રભાવોત્પાદકતા, મોટે ભાગે મધુરતા, ખાસ ધ્યાન ખેંચે છે. આના અનેક દાખલા ડગલે ને પગલે આપણને મળે છે. એક જ દાખલો લઈએ તો -
“અધરસુધા મુખચન્દ્રમા, વાણીસાકર બાહ્ય મૃણાલી રે;
તે પેઠી મુજ ચિત્તમાં, તેણીએ કાયા કહો કેમ બાળી રે!” આપણે ઉપર ઉલ્લેખેલા કવિના ઉત્તમ કલ્પના પ્રભાવનાં પણ અનેક પ્રસન્નકર મુગ્ધકર ઉદાહરણો પણ આ કાવ્યમાં અનેક સ્થળોએ મળી રહે છે.
ન
ભુસ્વામી રાસ a v૧
Page #59
--------------------------------------------------------------------------
________________
ભવદેવની વિરહની પીડાનું આલેખન, રાજગૃહ નગરીનું વર્ણન વગેરે આનાં સચોટ એવાં ઉદાહરણો છે. '
થોડામાં ઘણું કહી દેવાની શક્તિ અને તે માટે પ્રયોજાતી લાઘવયુક્ત ભાષાએ કવિવાણી અને કાવ્યનું એકવિશેષ લક્ષણ છે. વાનરી સ્ત્રી બને છે તેનું સચોટ વર્ણન કવિ લાઘવયુક્ત ભાષામાં કરે છે. દુર્ગિલા નદીમાં સ્નાન કરવા જાયછે, તેવર્ણન આજલાઘવસહિત અત્યંતચિત્રાત્મક બન્યું છે.
સુંદર અલંકારપ્રયોગો એ આ રાસનું કવિની કવિતાનું એક વિશેષ લક્ષણ છે. પતિની સાથે દીક્ષા લેવા આઠેય પત્નીઓ તૈયાર થાય છે તેનું વર્ણન રૂપકોની પરંપરા આપે છે ! આ ઉપરાંત કવિ ઉપમા, ઉભેલા. દષ્ટાંત, અતિશયોક્તિ વગેરે સ્વાભાવિક રીતે પ્રયોજે છે; તેમના અલંકારો કાવ્યમયતામાં અંતરંગ બની રહે છે. એક ઉભેક્ષા લગ્ન માટે સ્નાન કરતા જંબૂકુમારના વાળમાંથી ટપકતા પાણી માટે આ રીતે કવિ આપે છે –
નીચોઈનું પાણી રે, ન્હાયા જંબૂ શિર જાણી રે;
લોચ ટૂકડો માનું એ કેશ આંસૂ સુરઈરે. જનસામાન્યની અને કવિની ભાષા આમ તો એક જ છે, પરંતુ કવિ પાસે શબ્દોની પસંદગી અને તેને ગોઠવવાની કલા છે, શબ્દોમાંથી અસામાન્ય અર્થ અને અર્થછાયાઓ તારવવાની ક્ષમતા છે તેનાથી કવિ કવિ બને છે. કવિ અનેક સ્થળે પોતાના શબ્દો પાસેથી અનુપમ, ગહન, ઘણી વાર ભવ્યતાએ પહોંચતા અર્થો અને ભાવો તારવી શકે છે. “એકંદરે જોતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જીવનની ઉત્તરાવસ્થામાં આ એક સુંદર રાસકૃતિ આપીને આપણા મધ્યકાલીન રાસાકવિઓમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. સાથે સાથે તેમની ભાષામાં ગૌરવ, માર્મિકતા, પ્રસાદ અને માધુર્ય જોઈ શકાય છે; તેમનો વાણીનો પ્રવાહ અનાયાસ, સરળ, ખળખળ કરતો વહ્યા કરે છે.
આ બધા ગુણોથી આ ગહનગંભીર ભાવાભિવ્યક્તિ સાધતી આ કૃતિ મુગ્ધકર બને છે. આ રાસાના રચયિતાને ભાવપૂર્વક વંદના કરીએ.
- યશોદાવતી ૪૨
Page #60
--------------------------------------------------------------------------
________________
| ‘અમૃતવેલ'ની સઝાયમાં સાધનાપદ્ધતિઓનું આલેખન
પં. યશોવિજય ગણિજી
નકશા વિના મોટા શહેરની ગલીકૂચીમાં માર્ગ ગોત્યો જડે નહિ, સ્નેહીનું ઘર મળે નહીં.
સાધનાક્ષેત્રે પણ નવાસવા સાધકને આ મૂંઝવણ ઘણી વાર થતી હોય છે : પોતાની ચાલુ ભૂમિકાથી આગળ શરૂઆત કેમ કરવી અને ક્યાંય અટવાઈ ન જવાય તેમ લગાતાર શી રીતે આગળ ધપ્યા કરવું. સાધનાપથનો નકશો હોય તો સારું એમ લાગ્યા કરે.
ચેતન ! જ્ઞાન અજવાળીએ....'ના મધુરા અમંત્રણથી શરૂ થતી અમૃતવેલ'ની સઝાય સાધકો માટે માર્ગદર્શિકાની ગરજ સારે તેવી આસ્વાદ્ય, નાનકડી, ગેય કૃતિ છે. ગાતા જાવને આગળ વધતા જાવ!
“પંચસૂત્રક” ગ્રંથના પ્રથમ સૂત્રને નજર સામે રાખી બનાવવામાં આવેલ ગણાતી આ કૃતિ માત્ર અવતરણ ન બની રહેતાં સુન્દરતર મૌલિક રચના બની ઊઠી છે, તે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજની કલમનો ચમત્કાર છે.
મધુર કંઠે, ભાવવાહી રીતે કોઈ સાધક પ્રસ્તુત સ્વાધ્યાયની ઓગણત્રીસ કડીઓ ગાતો હોય તો શ્રોતાઓય તેના રસપ્રવાહમાં સાથે સાથે વહ્યા કરે તેવી સ-રસતા પ્રસ્તુત કૃતિમાં છે.
જોકે, સૌથી વધુ મહત્ત્વની બાબત તો એ જ છે કે આ કૃતિ ગાગરમાં સાગરની જેમ સાધનામાર્ગને સચોટતાથી, એકદમ સંક્ષેપમાં મૂકી જાય છે.
ફોલેડ નકશાની જેમ “અમૃતવેલ'ની સઝાયને જોઈએ તો ફોટ્સ આ રીતે ખૂલશે : પહેલી કડીમાં આત્મગુણના અનુભાવનનું આમંત્રણ છે.
“અમતવેત’મળાય n aો
Page #61
--------------------------------------------------------------------------
________________
આ અનુભાવન પહેલાં હૃદયમાં જે મધુમય ઝંકાર ઊપડે છે, તેની નોંધ બીજી અને ત્રીજી કડી આપે છે સાધનાની પૃષ્ઠભૂનું મધુર આલેખન.
૪થી ૨૩મી કડી અનુભાવનના માર્ગનું વિશદ વર્ણન આપે છે. ચતુઃશરણ ગમન, દુષ્કૃત ગહ અને સુકૃત અનુમોદનાની સાધનાનું રસઝરતું બ્યાન ઉપર્યુક્ત દુહાઓમાં છે.
સાધનાપદ્ધતિનું બીજી વાર વર્ણન કરતાં પહેલાં ૨૪મી અને ૨૫મી કડી સાધક તરફ કેમેરા ફેરવે છે. આત્મદર્શનની મધુરી વાતો આ બે દુહાઓમાં છે.
૨૬થી ૨૮મી કડીમાં ફરી સાધનામાર્ગના માર્મિક પક્ષનું ઉદ્ઘાટન થયું છે. હિતશિક્ષા સાથે ૨૯મી કડીએ કૃતિ પૂરી થાય છે.
સાધનામાર્ગનું વર્ણન બે વાર થયું છે : ૪થીથી શરૂ ક૨ીને ૨૩મા દુહા સુધી; ૨૬થી ૨૮મા દુહા સુધી. પહેલી વખતે ચતુઃ શરણ ગમન આદિ ત્રણ તત્ત્વોની વાત છે, બીજી વખતે સ્વાધ્યાય, નિર્મોહતા આદિ આઠ Steps બતાવાયા છે.
ચાલો, કડીઓને ગાતાં ગાતાં આ ફોલ્કેડ નકશાએ ચીંધેલા રાહ પર
ચાલીએ
પહેલી કડી.
ચેતન ! જ્ઞાન અજવાળીએ,
ટાળીએ મોહસંતાપ રે;
ચિત્ત ડમડોલતું વાળીએ,
પાળીએ સહજગુણ આપ રે.’
મઝાનું નિમંત્રણ છે આત્મગુણના અનુભાવનનું ‘પાળીએ સહજગુણ આપ રે.’ કેવો અનેરો આનંદ આવે, જ્ઞાન કે અસંગતા જેવા ગુણોના અનુભાવનનો !
અનુભાવન. ડૂબી જવાનું. Feel કરવાનું. પછી સ્વાધ્યાયમાં વંચાતા મહર્ષિઓનાં વચનો-પ્રવચનો કે સંગોષ્ઠીઓમાં વોટ કરવા માટેનાં જ નહિ, અંદરની દુનિયામાં પ્રવેશ કરાવનારાં બની રહેશે. આનંદની છાકમછોળ ઊડી રહે.
પોભારતી શT
Page #62
--------------------------------------------------------------------------
________________
ચાલો, આમંત્રણ તો મઝાનું છે. પણ એ સમારોહમાં પ્રવેશવા માટેનું આમંત્રણપત્ર ક્યાં?
ચિત્તથૈર્યની કેડીએ ચલાય તો જ પેલા સમારોહમાં ઉપસ્થિત રહી શકાય. એ કેડી તરફ જ આનંદલોકનું દ્વાર ખુલ્લું હોય છે. ‘ચિત્ત ડમડોલતું વાળીએ.' ચિત્તનું ડામાડોળપણું જાય અને તે સ્થિર બને તો આત્મગુણોનું અનુભાવન થઈ શકે.
આત્મગુણોની અને આપણી વચ્ચે જે પડદો છે તેને ચીરી નાખવાનો છે, સંત કબીર માર્મિક રીતે રહે છે ઃ ‘ઘૂંઘટ કા પટ ખોલ રે, તોકો પીવ મિલેંગે.....'
ચિત્તની ડામાડોળ અવસ્થા જ પડદો છે.
તો, ચિત્તની બહિર્મુખી સફરને અન્તર્મુખી બનાવી શકાય તો જ જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય.
તમે પૂછશો : પણ આખરે ચિત્ત બહાર જ કાં દોડ્યા કરે ?
ચિત્તની આ દોડનું કારણ છે પદાર્થો અને વ્યક્તિઓ પરનો મોહ. મનગમતા પદાર્થોને જોતાં જ ચિત્તનું ત્યાં અનુસંધાન થાય છે. એ પદાર્થો પર પોતાનું સ્વામિત્વ સ્થાપવા માટેના પ્રયાસોની લાંબી હારમાળા શરૂ થાય છે. એક એક પદાર્થને જુએ અને ચાહે યા ધિક્કારે એવું આ ચિત્ત. એને સ્થિર બનાવવા અમોહ લાવવો પડે. તમે વસ્તુને માત્ર જુઓ જ. નિર્ભેળ દર્શન આકર્ષણ નહિ.
વાત તો ઠીક છે, પણ જન્મોથી ઘર કરી બેઠેલા મોહના' ચોરને કઈ લાકડીએ હાંકી કાઢવો ? ચેતન ! જ્ઞાન અજવાળીએ.' જ્ઞાનનો ઉજાસ અંદર જતાં જ મોહ ભાગશે. પ્રકાશમાં રહેવાનું ચોરને પાલવે નહિ.
જ્ઞાન અમોહ ચિત્તથૈર્ય આત્મગુણોનું અનુભાવન. કેટલો મઝાનો
ક્રમ !
શાસ્ત્રીય વચનોના અનુપ્રેક્ષણાત્મક જ્ઞાનથી મોહ હટે. મોહ ઓછો થતાં ચિત્તનું ડામાડોળપણું અથૈર્ય દૂર થાય. ને ત્યારે જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. અનુપ્રેક્ષાથી પ્રારંભાઈ અનુભૂતિમાં વિરમતી આ યાત્રા કેવી તો સુખદ છે !
અમૃતવેલ'ની સાપ્ ૪૫
Page #63
--------------------------------------------------------------------------
________________
બીજી અને ત્રીજી કડીઃ મધુમય ઝંકાર ઉપશમ અમૃત રસ પીજીએ, - - -
કિજીયે સાધુગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીએ,
- દીજીયે સજ્જનને માન રે. ક્રોધ અનુબંધ નવિ રાખીએ,
- ભાખીએ વયણ મુખ સાચ રે; સમક્તિ રત્ન રુચિ જોડીએ,
છોડીએ કુમતિ મતિ કાચ રે.... સાધનાના ક્ષેત્રે કદમ ઉપાડતાં પહેલાં હૃદયે જોઈશે મધુમય ઝંકાર. બીજી અને ત્રીજી કડી આ ઝંકારની વાતો લઈ આવી રહી છે.
ઉપરના બે દુહામાં વર્ણવેલ આઠ હિતશિક્ષાઓનું પાલન આપણને સમતા, સાધુપુરુષો પ્રત્યેનું સન્માન, સત્યભાષણ અને સમકિત જેવી સંપદાઓની ભેટ આપે છે.
ઉપશમ અમૃત રસ પીજીએ.” “અઘમ વયણે નવિ.ખીજીએ' અને ક્રોધ અનુબંધ નવિ રાખીએ આ ત્રણ હિતવચનોના પાલનથી સમતા પુષ્ટ બને છે. “કીજીએ સાધુ ગુણ ગાન રે” અને “દીજીએ સજ્જનને માન રે” પંક્તિઓ સાધુપુરુષોની ભક્તિ કરવા પ્રેરે છે. “ભાખીએ વયણ મુખ સાચ રે' કડી સત્ય ભાષણ માટે ઉદ્દબોધન આપે છે. “સમક્તિ રત્ન રુચિ જેડીએ” અને “છોડીએ કુમતિ મતિ કાચ રે આ બે હિતવચન મિથ્યા દષ્ટિ છોડી સમ્યકત્વ પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે.
આઠે હિતશિલાઓનું પાલન કેવો ઝંકાર ખડો કરે છે?
ચિત્તમાં સમત્વ વ્યાપી જાય ત્યારે અનાદિની રાગ અને દ્વેષની ગાંઠો થોડી ઢીલી પડવાથી ચિત્ત રસથી છલકાતું બને છે. શ્રીપાળરાસમાં ગ્રન્થકારે કહ્યું છે તેમ સ-રસતાને ગ્રન્થિમુક્તતા નિર્ઝન્યતા જોડે પૂરો સંબંધ છે. (પ્રેમ તણી પેરે શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે....)
હવે મહાપુરુષોનાં ગુણગાન કરવાનું મન થાય છે. ફૂફાડા મારતો અહમૂનો ફણિધર હવે હેઠો બેઠો છે. અહમુની શિથિલતાને જ કારણે કોઈ
veleted a yo
Page #64
--------------------------------------------------------------------------
________________
કદાચ જેમ તેમ બોલી જાય છે તો મન પર કશું આવતું નથી. એવી સામાન્ય વ્યક્તિત્વોની વાતોને કૂદાવી જઈએ છીએ. (અધમવયણે નવિ ખીજીએ.) હા, સત્પરુષોની વાતો પર, તેમના હિતોપદેશ પર પૂરતું ધ્યાન અપાય છે.
નિર્ઝન્થતા એટલી હદે વિકસવી જોઈએ કે વાતે વાતે ગાંઠો મારતા હતા તે ભૂતકાળની ઘટના બની જાય. “ક્રોધ અનુબંધ નવિ રાખીએ.” અનુબંધ ન રહે. ક્રોધ તાત્કાલિક આવી જાય, પણ એ ઘણો સમય ટકનારો ન બને. ગાંઠ મડાગાંઠ ન પડતાં સૈડકાંના પ્રકારની ગાંઠ જ પડે, જે પલકવારમાં છૂટી જાય.
ક્રોધનો અનુબંધ ન રહે, તેનું સાતત્ય ન રહે એનું કારણ ઉપશમ રસનું કરાયેલું પાન છે. અસત્ય બોલવા આદિનાં દૂષણો પણ જઈ રહ્યાં છે.
ગ્રન્થિઓ બધી ઓગળી રહી છે. નિર્ચન્થતા વિકસી રહી છે. મિથ્યાત્વની ગ્રન્થિ જતાં, એ મોતિયાનું ઑપરેશન થતાં દષ્ટિ ઝળાંહળાં થઈ ગઈ છે. “સમકિત રત્ન' સાથેની આત્મીયતા સમીપતાએ મિથ્યાત્વના કાચની અસલી ભૂમિકા છતી કરી દીધી છે.
આઝંકાર,ભીતરી રણકારની પૃષ્ઠભૂઉપર સાધકસાધનને પંથે પળે છે. આગળની કડીઓ એસાધનાપથનું માર્મિક વર્ણનલઈઆવીરહીછેઃ
કડી ૪ થી ૮ : ચતુઃ શરણ ગમન શુદ્ધ પરિણામના કારણે,
ચારનાં શરણ ઘરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણ અરિહંતનું,
જેહ જગદીશ જગામિત્ત રે... જે સમવસરણમાં રાજતા,
ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન વરસે સદા, -
પુષ્પરાવર્ત જેમ મેહરે.... શરણ બીજું ભજે સિદ્ધનું,
જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવનગરનું. -
Page #65
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન આનંદ ભરપૂર રે.... સાધુનું શરણ ત્રીજું ઘરે,
જેહ સાધે શિવપંથ રે; મૂળ ઉત્તર ગુણે જે વર્યા,
ભવ તર્યા ભાવ નિર્ગસ્થ રે.. શરણ ચોથું ધરે ધર્મનું, -
જેહમાં વર દયા ભાવ રે; જે સુખ હેતુ જિનવર કહ્યો,
પાપજળ તરવા નાવ રે... ચારનાં શરણ એ પડિવજે,
વળી ભજે ભાવના શુદ્ધ રે... ચતુશરણ ગમન, દુષ્કૃત ગર્તા અને સુકૃત અનુમોદના. સાધનાનો રાપથ ઉપશમ અમૃતનાં પાન અને સાધુજનોનાં ગુણગાન વડે જેના હૈયે મધુર ઝંકાર ઊપડ્યો છે તે સાધનામાર્ગ ભણી ઢળે છે.
શરણ સ્વીકાર આદિની ત્રિપુટી દ્વારા મોક્ષ મળે છે. જનમજનમથી વિષયો ને કષાયો ને કર્મોના બન્ધનમાં ફસાયેલ આતમ મુક્તિપંથે પ્રયાણ કરવા હવે પાંખો વીંઝે છે.
પવિત્ર પંચસૂત્રક ગ્રન્થ કહે છે તેમ આ ત્રિપુટી દ્વારા સંસારનાશનો ક્રમ આ પ્રમાણે છે : ત્રિપુટીની સાધના તથા ભવ્યત્વનો પરિપાક, પાપ કર્મનો નાશ, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ, સંસાર નાશ.
“અમૃતવેલ'ની સઝાયમાં ચતુઃ શરણગમન આદિ દરેક દ્વારા પ્રાપ્ત થતાં અલગ અલગ ગુણની ચર્ચા છે.
ચતુઃ શરણ સ્વીકાર દ્વારા શુભ ભાવ પ્રાપ્તિ. ૧ દુકૃતગર્તા દ્વારા સંવરની વૃદ્ધિ. ૨ સુકૃત અનુમોદના દ્વારા કર્મક્ષય. ૩ શરણ સ્વીકારની સાથે પરમાત્માના અનુગ્રહ ક્ષેત્રમાં અને ધર્મ ૧ શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે.... ૨ દુરિત સવિ આપણા નિદિયે, જિમ હોય સંવર વૃદ્ધિ રે... ૩ સુકૃત અનુમોદના કીજિયે, જિમ હોય કર્મ વિસરાલ રે....
- પરોવતી B ૪૮
Page #66
--------------------------------------------------------------------------
________________
મહાસત્તાના પ્રભાવક્ષેત્રમાં આવેલ સાધકના હૈયામાં શુભ ભાવોનો પ્રવાહ ઊછળવા માંડે છે.
પાપોની નિન્દા દ્વારા કર્મોને આવવાનાં દ્વારા બંધ થાય છે. સુકૃત અનુમોદના દ્વારા જૂનાં કર્મો નિર્જરી જાય છે.
કેવી સુન્દર આ ત્રિપુટી! મોહથી કલુષિત ચિત્તને નિર્મોહ બનાવવા માટેનો આ કેવો સરસ સાધનાક્રમ!
અદ્ભુત છે શરણસ્વીકાર. અહમનું વિગલન સાધકને શરણાતિને પંથે લઈ જાય છે. શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ઘરે ચિત્ત રે...”
જગતના સ્વામી અને જગતના મિત્ર અરિહંત પરમાત્માનું શરણ સાધક સ્વીકારે છે. સાધકની મનની આંખો સમક્ષ સમવસરણ ખડું થઈ જાય છે. સમવસરણમાં પરમાત્મા સિંહાસન પર બેઠા છે. દેશનાની રમ્ય ઝડી વરસી રહી છે. વચ્ચે વચ્ચે પુછાતા પ્રશ્નોનો પણ મધુરતાથી પરમાત્મા ઉત્તર આપી રહ્યા છે.
સમેતશિખરની યાત્રાએ જઈ રહેલા એક મુમુક્ષુને મેં કહેલું : ઋજુવાલિકા નદીના કાંઠે કલાક બે કલાક જે ધ્યાનમાં સરી શકાય તો અઢી હજાર વરસોનો સમય કંઈ મોટો નથી. કૈવલ્યપ્રાપ્તિ પછી દેવાધિદેવ મહાવીર : પ્રભુના પ્રથમ સમવસરણની ધ્યાન દ્વારા મળેલ એ ઝલક ખરેખર અદ્ભુત હોય.
બીજું શરણ સિદ્ધ પરમાત્માનું. જેમણે તમામ કર્મોનો ક્ષય કર્યો અને શિવનગરીનું રાજ હાથવગું કર્યું.
એક સિદ્ધ પરમાત્મા સિદ્ધિમાં ગયેલા ત્યારે આપણે અનાદિ નિગોદમાંથી નીકળી બહાર આવેલા. આપણી વિકાસયાત્રા જેમની સિદ્ધિ દ્વારા શરૂ થઈ તે પરમાત્માના ચરણોમાં અનંતશઃ વન્દના.
ત્રીજું શરણ સાધુ મહારાજનું. ભાવ નિર્ચન્થનું મુક્તિમાર્ગની આરાધના કરતાં, મહાવ્રતોના ધારક, ઉત્તર ગુણો(ચરણ સિત્તરિ કરણ સિત્તરિ આદિ)ના પાલક મુનિરાજના ચરણોમાં વન્દના.
ચોથું શરણ ધર્મનું. દયાથી સોહતો આ ધર્મ સુખના હેતુરૂપ છે અને આ ધર્મ જ સંસારના સાગરને પેલે પાર જવા માટે નાવડી સમાન છે.
(અમૃતવા ની રામાપ n re
Page #67
--------------------------------------------------------------------------
________________
કડી ૮ થી ૧૪ા દુષ્કૃત ગહ દુરિત સવિ આપણા નિંદીયે, -
જેમ હોય સંવર વૃદ્ધિ રે.... ઈહ ભવ પરભવ આચર્યા,
પાપ અધિકરણ મિથ્યાત રે; જે જિનાશાતનાદિક ઘણા,
નિન્દીયે તેહ ગુણઘાત રે..... ગુરુ તણાં વચન તે અવગણી,
ગૂથિયાં આપ મત જાળ રે; બહુ પરે લોકને ભોળવ્યા,
નિંદીયે તેહ જંજાળ રે... જેહ હિંસા કરી આકરી,
જેહ બોલ્યા મૃષાવાદ રે, જેહ પરધન હરી હરખિયા,
કિલો કામ ઉન્માદ રે..... જેહ ધનધાન્ય મૂચ્છ કરી,
સેવિયા ચાર કષાય રે, રાગને દ્વેષને વશ હુઆ,
જે કિયો કલહ ઉપાય રે.... જૂઠ જે આળ પર દીયા,
જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરતિ નિંદ માયા મૃષા,
વળીય મિથ્યાત્વ સંતાપ રે.... પાપ જે એહવા સેવિયા,
તેહ નિંદીયે તિહું કાળ રે... સાધક પોતાનાં પાપોની નિન્દા કરે છે. બહુ માર્મિક પંક્તિઓ છે આ દુષ્કતગહની. સાધક એ કડીઓ રટતો જાય છે ને રડતો જાય છે. આંસુજળથી ભીના મુખકમલથી ઉચ્ચારાતી આ કડીઓ ઘસમસતા આવી
Page #68
--------------------------------------------------------------------------
________________
રહેલા કર્મના પૂરને ખાળવા માટે સમર્થ છે.
તીર્થંકર પરમાત્માની અને ગુરુદેવની અશાતનાથી લઈને હિંસા આદિ અઢાર પાપસ્થાનકો પૈકીના કોઈ પણ પાપને પોતે આચર્યું હોય તો તેને સાધક નિદે છે.
કડી ૧૪ થી ૨૩ઃ સુકૃત અનુમોદના સુકૃત અનુમોદના કીજિયે,
જિમ હોય કર્મ વિસરાલ રે.... વિશ્વ ઉપકાર જે જિન કરે,
સાર જિન નામ સંયોગ રે; તે ગુણ તાસ અનુમોદિયે,
પુણ્ય અનુબંધ શુભ યોગ રે.... સિદ્ધની સિદ્ધતા કર્મના,
ક્ષય થકી ઉપની જેહરે; જેઠ આચાર આચાર્યનો,
ચરણ વન સીંચવા મેહરે... જેહ ઉવજઝાયનો ગુણ ભલો,
સૂત્ર સક્ઝાય પરિણામ રે; સાધુના જે વળી સાધુતા,
મૂળ ઉત્તર ગુણધામ રે... જેહ વિરતિ દેશ શ્રાવક તણી,
જે સમકિત સદાચાર રે; સમકિત દષ્ટિ સુર નર તણો,
તેહ અનુમોદિયે સાર રે... અન્યમાં પણ દયાદિક ગુણો,
જેહ જિનવચન અનુસાર રે, સર્વતે ચિત્ત અનુમોદીએ,
સમક્તિ બીજ નિરધાર રે.... પાપ નવિ તીવ્ર ભાવે કરે,
--જેહને નવિ ભવ રાગ રે,
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉચિત સ્થિતિ જે સેવે સદા,
તેહ અનુમોદવા લાગ રે.... થોડલો પણ ગુણ પર તણો,
સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતા,
નિર્ગુણ નિજાતમા જાણ રે. ઉચિત વ્યવહાર અવલંબને,
એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના,
પાવનાશય તણું ઠામ રે... બહુ સરસ છે બાવીસમી કડી. આખીય “અમૃતવેલ'ની સઝાય અદ્ભુત છે. પણ કોઈ કહે કે, ઓગણત્રીસ કડી યાદ રહે તેમ નથી. કોઈ બેચાર “હીટ' કરી બતાવો, તો બાવીસમી કડી કંઠસ્થ કરવાનું સૂચવવાનું મન થાય.
થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમા જાણ રે...” આપણી દષ્ટિને અનુમોદનાનો ઝોક આપવા માટે આ કડીનું વારંવારનું રટણ જરૂરી છે.
સુકૃતની અનુમોદના. “જિમ હોય કર્મ વિસરાલ રે....કલ્યાણ મંદિર સ્તોત્રનું પેલું રૂપક યાદ આવી જાય છે : “ગોસ્વામિનિ સ્તુરિતચેતસિ દષ્ટમાત્રે..” ચોરો ગાયોના ધનને લઈ જઈ રહ્યા છે. ભરવાડને ખબર પડે છે અને તે ડંગોરો લઈ દોડતો પાછળ પડે છે. તેની હાક અને તેનું રૌદ્ર સ્વરૂપ જોઈ ચોરો ધણ મૂકી “ગચ્છન્તિ' કરી જાય છે. -
અરિહન્તોના આહત્ત્વની અનુમોદના કરતી વખતે થાય કે પરમાત્માના પ્રભાવથી મારા કર્મો વિલીન થઈ રહ્યાં છે. સિદ્ધોના સિદ્ધત્વની, આચાર્ય મહારાજના આચારની, ઉપાધ્યાયજીના અધ્યાપનની અને મુનિરાજના મહાવ્રતપાલનની આપણે અનુમોદના કરીએ અને તે તે ગુણો ઉત્કટ રીતે આપણામાં કઈ રીતે આવે એનું ચિન્તન કરીએ.
શ્રાવકોના દેશવિરતિ ધર્મની અને સમક્તિના સદાચારની જ નહિ, જ્યાં જ્યાં કોઈનામાં પણ પાપભીરુતા, કરુણા આદિ દેખાય ત્યાં ત્યાં તેના તે તે ગુણની અનુમોદના કરવાની છે.
આ પોભરતી n ૫૨ -
Page #70
--------------------------------------------------------------------------
________________
આ અનુમોદના આપણા હૃદયને વિશુદ્ધ બનાવે છે.
કડી ૨૪-૨૫ દેહ મન વચન પુદ્ગલ થકી,
- કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું,
જ્ઞાન આનંદ સ્વરૂપ રે... કર્મથી કલ્પના ઊપજે,
પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું,
દેખતાં દષ્ટિ સ્થિર મેલરે... ત્રિપુટી સાધનાથી મોહ પાતળો પડ્યો. નિર્મોહિતા આવવાથી આત્મગુણોનું અનુભાવન શક્ય બન્યું. “હું” કોણ અને “મારું” શુંની તાત્ત્વિક ભૂમિકા પ્રાપ્ત થઈ.
આ ભૂમિકા ભણી ઇશારો કરતાં મહોપાધ્યાયજી કહે છેઃ તું કોણ છે એ જાણ, તું શરીર નથી, તું મન નથી, તે શબ્દો નથી, તે પુગલ પરમાણુઓનો સંચય નથી, તું કર્મ દ્વારા ચાલિત પૂતળું નથી, તું એ બધાથી ઉપર છે. ચોવીસમી કડીનો પૂર્વાર્ધ “નેતિ-નેતિ'ની ઔપનિષદિક ભાષામાં આત્મસ્વરૂપ દર્શાવે છે. ઉત્તરાર્ધ હકારાત્મક ભાષામાં એ વાત રજૂ કરે છે. “અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે.” આત્માનું આ જ્ઞાનમય અને આનંદમય સ્વરૂપ છે તે કદી ક્ષીણ ન પામે તેવું અને બિલકુલ ડાઘ વગરનું છે.
પ્રશ્ન એ થશે કે, ભીતર આવો આનંદનો ઉદધિ ઊછળી રહ્યો છે તો મનુષ્ય ચપટી આનંદ માટે વલખાં કાં મારી રહ્યો છે?
મહોપાધ્યાયજી કહે છે : સંકલ્પો ને વિકલ્પોના પતનના કારણે તરંગાયિત બનેલ ચિત્તસમુદ્રમાં આત્મિક આનંદની ઝાંય પડી શકતી નથી. પવન મોજાંને હિલોળે ચડાવી રહ્યો હોય તો દરિયાના પાણીની આરપાર નજર જઈ શકે નહિ. હા, દષ્ટિને વેધક ને સ્થિર બનાવીએ તો આભાસ પામી શકાય. ચિત્તધૈર્ય આ રીતે પડદો ઉઠાવે છે.
રૂપ પ્રગટેસહજ આપણું, દેખતાં દષ્ટિસ્થિર મેરે.” દષ્ટિ પેલાતરંગોને વીંધીને ભીતર પહોંચે એવું કંઈક કરવું છે. એક વાર આત્મગુણોના અનુભવનનો રસાસ્વાદ લીધા પછી વારંવાર એ અનુભવ દોહરાવવાનું મન થશે.
-અમૃતવેલ"ના સગાય 1 પર
Page #71
--------------------------------------------------------------------------
________________
કડી ૨૬થી ૨૮ શ્રેણિબદ્ધ સાઘનાસોપાન ધારતાં ધર્મની ધારણા,
મારતાં મોહ વડચોર રે; જ્ઞાનરુચિ વેલ વિસ્તારતાં,
વારતાં કર્મનું જોર રે... રાગ વિષદોષ ઉતારતાં,
ઝારતાં ઠેષ રસ શેષ રે, પૂર્વ મુનિવચન સંભારતાં,
વારતાં કર્મ નિઃશેષ રે... દેખિયે માર્ગ શિવનગરીને,
જે ઉદાસીન પરિણામ રે, તેહ અણછોડતાં ચાલિયે,
પામીએ જેમ પરમધામ રે... એ રસાસ્વાદ કઈ રીતે મળે? આ માટે એકી સાથે ખૂબ ખૂબ કામ કરવાનું છે. ચિત્તવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે એને ખૂબ બધું homework સોંપી દીધું છે મહોપાધ્યાયજીએ.
આઠ સ્ટેપ્સ છે અહીં.
ધર્મધ્યાનમાં ગરકાવ થવું ને મોહને દબાવવો, સ્વાધ્યાયરુચિતાને વિસ્તારવી ને કર્મના આક્રમણને ખાળવું; રાગ અને દ્વેષ રૂપી ઝેર ઉતારવું, પૂર્વ મહર્ષિઓનાં વચનોને વારંવાર સ્મરવાં અને કર્મોના ક્ષય તરફ આગળ
વધવું.
સાધનાનો આ બીજો તબક્કો શરણગમન આદિ દ્વારા મળેલ ગુણપ્રાપ્તિને સ્થાયીભાવ આપે છે. પાપોની નિંદા કરી અને સુકૃતની અનુમોદનાય કરી; હવે એનું સાતત્ય ચાલુ રહે એ માટે ઘર્મધારણા અને સ્વાધ્યાય. મોહને વારવા માટેનો અને રાગ, દ્વેષ રૂપી ઝેરને ઉતારવાનો ઉપદેશ સમતાગુણને ટકાવી રાખવા માટે છે.
સમતાનું સાતત્ય પહેલેથી રાખવાનું છે. બીજી અને ૩જી કડીમાં પ્રબોધેલ આઠ સ્ટેપ્સમાં પણ સમત્વપુષ્ટિની વાત છે.
આગળ કહ્યું હતું કે, બીજી અને ૩જી કડી સાધકના જીવનમાં એક મધુમય ઝંકાર રેડવા માટે છે. આ વાતના અનુસંધાનમાં કહી શકાય કે ૨૬ થી
પદ માસી 1 NR
શિક
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૮મી કડી પેલા ઝંકારને કાયમી કેમ કેદ કરી શકાય તે વાત સૂચવવા આવી છે. ત્રિપુટીની મધ્યવર્તી સાધનાના આઠ આઠ સોપાનમય પ્રારંભિક અને અન્ય બિન્દુઓ.
અથવા તો સાધનાને જ ત્રિપથગામિની ગંગા તરીકે કલ્પી શકીએ. બીજો અને ત્રીજો દુહો પ્રથમ ફાંટો, ચોથાથી તેવીસમા દુહા સુધી બીજો ફાંટો અને છવીસમાથી ૨૮મા દુહા સુધી સાધનાનો ત્રીજો ફાંટો. ગંગા, જમના ને સરસ્વતીનો આ કેવો મધુર સંગમ!
ઉદાસીનતાના આ સંગમમાં સ્નાન કરનારનો પરિભ્રમણનો થાક દૂર થઈ જાય છે. ઉદાસીન. ઊંચે ચઢેલો. સાધનાની ઊંચાઈએ ચડ્યા પછી હવે પરમધામ” સામે જ દેખાય છે.
કડી ૨૯મીઃ ઉપસંહાર શ્રી નયવિજય ગુરુ શિષ્યની,
શીખડી જેહ અમૃતવેલ રે; એહ જે ચતુરનર આદરે,
તે લહે સુજસ રંગરેલ રે.... આનંદની રંગરેલ માટેનું આ મધુમય આમંત્રણ, મહોપાધ્યાયજીનું આમંત્રણ, તે ન સ્વીકારીએ તો ચાલે કેમ?
ભક્તિયોગમાં ઊતરવા માટે મહોપાધ્યાયજીની ચોવીશી, સાધના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રસ્તુત “અમૃતવેલ'ની સઝાય અને દ્રવ્યાનુયોગના ચિંતન માટે “દ્રવ્યગુણ પર્યાયનો રાસ'. કેવળ ગુજરાતી ભાષા જાણનારાઓ માટે પણ મહોપાધ્યાયજીએ કેવો મોટો ખજાનો ખોલી દીધો છે!
મહોપાધ્યાયજી, વન્દન તમને !
(અમૃતવેલ ની મઝાય પપ
Page #73
--------------------------------------------------------------------------
________________
વિંદન કરીએ ત્રિવિધ તમની
પં. પ્રદ્યુમ્નવિજયજી
तेभ्योनमस्तदीयान् गुणांस्तुवे तेषु में दृढा भक्तिः । अनवरतं चेष्टन्ते, जिनवचनोद् भासनार्थं ये ॥ १ ॥
આપણાં અનન્ત ઉપકારી શ્રીઅરિહન્ત પરમાત્માના શાસનને શોભાવનારા મહાપુરુષોની જે પરંપરા છે તેમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનું નામ અને કામ આગલી હરોળમાં છે. તેમના જીવનની નોંધમાત્ર “સુજસવેલી ભાસ'માં સચવાયેલી મળે છે. તેમની દીક્ષાની સંવત્ મળે છે, સત્તરમા સૈકાનું ચોથું ચરણ વિ.સં. ૧૬૮૮.
સત્તરમો સૈકો એટલે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજનો સામ્રાજ્યકાળ. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજની જન્મભૂમિ કનોડા. આ કનોડા મહેસાણાથી મોઢેરાના રસ્તે ૨૦ કિ.મી. થાય. એક કાળે કનોડામાં જૈનોની સારી વસ્તી હતી. અત્યારે જૈનોનાં ઘર નથી પણ ત્યાં તેઓશ્રીનું સુંદર સ્મારક રચવાની વિચારણા ચાલે છે. ત્યાંથી ગાંભુગિંભીરા પાર્શ્વનાથ ભીનું તીર્થ) માત્ર ૬ કિ.મી. છે. કનોડામાં નારાયણ નામે વ્યાપારી ગૃહસ્થ રહે. તેમના ગૃહિણીનું નામ સૌભાગ્યદેવી. તેમને બે પુત્ર. મોટો પદમસિંહ, નાનો
જસવંત. જસવંત ઉંમરમાં નાનો, પણ બુદ્ધિમાં ઘણો આગળ હતો. માતામાં 'ઘર્મના સંસ્કાર ઊંડા હતા. ગૃહિણી જો ઘર્મનિષ્ઠ હોય તો આખું ઘર ઘર્મમય બને.
નાના એવા કનોડા ગામમાં એક ઘટના બની હતી. જસવંતનાં માતા સૌભાગ્યદેવીને રોજ શ્રી ભક્તામરસ્તોત્ર સાંભળ્યા પછી જ પાણી લેવાનો નિયમ હતો. રોજ સાધ્વીજી મહારાજના ઉપાશ્રયે જાય. સ્તોત્ર સાંભળે. એમાં ચોમાસું કહે મારું કામ. મૂશળધાર વરસાદ વરસ્યો. એક-બે અને ત્રણ દિવસ વીત્યા. ઘરની બહાર પગ મુકાય તેવું જ ન હતું. સૌભાગ્યદેવીને ત્રણ ઉપવાસ થયા છે. સામાયિકનવકારવાળીને કાઉસ્સગ્નકરેજાય છે. બાળક જસવંતે માને પૂછ્યું,
“તું કેમ કશું ખાતી-પીતી નથી?" માતાએ પહેલાં તો ટાળ્યું, પણ બાળકે
Page #74
--------------------------------------------------------------------------
________________
તો હઠ પકડી. એટલે સૌભાગ્યદેવીએ કહ્યું કે “ઉપાશ્રયે જઈને સાધ્વીજી મહારાજ પાસે ભક્તામરસ્તોત્ર સાંભળું તે પછી જ ખવાય-પીવાય.”
જસવંતે કહ્યું કે એ તો મને આવડે છે. માતાને થયું કે આ તો છોકરમતમાં બોલે છે. જસવંતે આગ્રહ પકડી રાખ્યો. કહે કે, “બોલું ! જો તો ખરી મને આવડે છે કે નહીં.”
માતાએ કહ્યું, “બોલ”.
અને જસવંત એક પણ ભૂલ વિના “ભક્તામરસ્તોત્ર'' કડકડાટ બોલી ગયો. માતાના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો. માતા તો રાજી રાજી થઈ ગઈ. જસવંત ઉપર જનનીના હેતની હેલી વરસી રહી. બસ, આ પ્રસંગ બન્યા પછી આખા ગામમાં જસવંત જાણીતો અને માનીતો બની ગયો હતો.
પં. શ્રી નયવિજયજી મહારાજ વિ.સં. ૧૬૮૮નું ચોમાસું કુણઘેર ગામે કરીને કનોડા ગામે પધાર્યા. માતા જસવંતને લઈને ઉપાશ્રયમાં વન્દન કરવા ગયાં. વન્દન કરીને બેઠાં ત્યારે એમ વાત થઈ કે આ બાળકને આખું ભક્તામરસ્તોત્ર આવડે છે. બાળકની બુદ્ધિ-તેજસ્વિતા જોઈને પૂજ્ય પં. શ્રી નયવિજયજી મહારાજે ધર્મનો ઉપદેશ આપ્યો. માતા અને બાળક એવાં તો હળુકર્મી હતા કે આ ઉપદેશની અસર તરત તેમણે ઝીલી. અને બાળક જસવંતે વૈરાગ્યવાસિત થઈ દીક્ષાના પુનિત માર્ગે જવાનું નક્કી કર્યું.
આ બધા અલ્પસંસારી જીવો. મોહની ચીકાશ નહીં. પેલી ગુંદા અને બોરની વાત આવે છે ને! બોર ખાવ અને બાધા પછી ઠળિયો કાઢવો હોય તો માત્ર ઘૂ કરો અને ઠળિયો બહાર નીકળી જાય. અને ગુંદા ખાધા પછી મોંમાંથી ઠળિયો કાઢવો હોય તો માત્ર ઘૂ કર્યો ઠળિયો ન નીકળે. ક્યારેક ઘૂ..ઘૂ..ઘૂ.. કરવું પડે અને એમ કરતાં ન નીકળે તો હાથ પણ બગાડવો પડે. કેટલાક જીવોનું એવું હોય છે કે એકાદ પ્રયત્નમાં જતેઓ સંસારમાંથી નીકળી જાય.
બાળ જસવંતની આ માર્ગે જવાની તૈયારી જોઈ મોટોભાઈ પદમસિંહ પણ તૈયાર થઈ ગયો. તેણે જસવંતની ભાવનામાંથી પ્રેરણા ઝીલી. બન્ને ભાઈઓનું મુહૂર્ત જેવડાવવામાં આવ્યું. તે વખતના તપાગચ્છના ધુરીણ આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરિજી મહારાજ પાટણમાં વિરાજમાન હતા. એટલે, અણહિલપુર પાટણ જઈ જી. લીયે ગુરુ પાસે ચારિત્ર,
યશોવિજય એવી કરીજી, થાપના નામની તત્ર. મોટાભાઈનું નામ પદ્મવિજયજી અમે નાનાભાઈનું નામ
વંદન તમને 7 પ૦
Page #75
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી. બન્ને શ્રી નયવિજયજી મહારાજના શિષ્ય થયા. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની સીધી પરંપરામાં થયા. શ્રી હીરવિજયસૂરિજી મહારાજના ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી તેમના શિષ્ય પં. શ્રી નયવિજયજી તેમના શિષ્ય પં. શ્રી જીતવિજયજી, તેમના ગુરુભાઈ પં. શ્રી લાભવિજયજી અને તેમના શિષ્ય શ્રી યશોવિજયજી. વય નાની, પ્રજ્ઞા તીક્ષ્ણ, ઝપાટાબંધ બધું ભણવા લાગ્યા.
‘‘સાકરદલમાં મિષ્ટતાજી, તિમ રહી મતિ શ્રુત વ્યાપ’’ સાકરના અણુ-અણુમાં જેમ મિષ્ટતા છે તેમ તેમની બુદ્ધિમાં શ્રુત વ્યાપ્ત થઈ ગયું, ફેલાઈ ગયું. દશ વર્ષમાં તો બધા પ્રચલિત વિદ્યાપ્રવાહોથી પૂરા પરિચિત થઈ ગયા. શ્રી સંઘમાં નામાંકિત થઈ ગયા.
તેમની અવધાનશક્તિથી આશ્ચર્યચકિત થયેલા કેટલાક શ્રાવકોએ સકળ શ્રી સંઘ સમક્ષ આ પ્રયોગ ગોઠવ્યો. આઠ અવધાનનો આ પ્રયોગ જોઈને બધાનાં મન-મસ્તક ડોલવા લાગ્યાં. આવા પ્રસંગે તાલી વગાડનારા તો ઘણા હોય, પણ એક ધનજી શૂરા નામના શ્રાવકે ઊભા થઈ હર્ષ વ્યક્ત કરીને વિનંતિ કરી. આ વાત સુજસવેલી ભાસમાં સરસ રીતે કહેવાઈ છે ઃ
‘‘યોગ્ય પાત્ર વિદ્યા તણું જી, થાશે બીજો હેમ; જો કાશી જઈ અભ્યસેજી, ષગ્દર્શનના ગ્રન્થ. કરી દેખાડે ઊજળું જી, કામ પડે જિનપંથ’’
આ યશોવિજયજીમાં મને બીજા હેમચન્દ્રાચાર્યના દર્શન થાય છે. જો કાશી જઈને ષટ્કર્શનનો અભ્યાસ કરે તો જરૂર પ્રભુના શાસનની શોભા વધારનાર થાય. શ્રી નયવિજયજી મહારાજે તરત જ ધનજી શૂરાને કહ્યું કે તમારી વાત સાચી છે. અમને પણ એવો વિચાર આવે છે, પણ કાશીના પંડિતો કાંઈ એમ ને એમ ભણાવે નહીં :
‘‘કાર્ય એહ ધનને અધીન.’’ ધનજી શૂરા કહે છે કે આ વાતે આપ મૂંઝાતા નહીં.
દોય હજાર દીનાર રજતના ખરચશે. પંડિતને વારંવાર તથાવિધ અરચશે. છે મુજ એહવી ચાહ ભણાવો તે ભણી ઈમ સુણી કાશીનો રાહ ગ્રહે ગુરુ દિનમણિ.'
ધનજી શૂરાએ કહ્યું કે બે હજાર રૂપાના દીનાર ખરચીશ અને બળેવ,
ગોભારતી ૫૮
Page #76
--------------------------------------------------------------------------
________________
ગુરુપૂર્ણિમા. દિવાળી વગેરે પ્રસંગે પ્રસંગે જે જે દાન-દક્ષિણા દેવા પડશે તે દઈશ. મારી ખાસ ઈચ્છા છે કે આપ તેમને ભણાવો આવી ઉદારતાપૂર્વકની વિનંતિના કારણે ગુરુમહારાજ શ્રી નવિજયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજને ભણાવવા કાશીનો રસ્તો લીધો. તે કાળમાં આજે છે તેવા રસ્તા-રોડપુલ હતા નહીં. નદી, નાળાં, જંગલ, અટવી-આ બધાંને ઓળંગતા-ઓળંગતા કાશી પહોંચ્યા. સાથે નયવિજયજી હતા, પણ વિનયવિજ્યજી ન હતા.
કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં જ ભાગીરથી પાપમોચિની ગંગાનદીના કાંઠે શ્રી યશોવિજયજીએ ભગવતી શારદાદેવીની સાધના કરી અને પ્રસન્ન થયેલાં મા સરસ્વતીએ વરદાન આપ્યું:
શારદ સાર દયા કરો આપો વચન સુરંગ તૂ તુઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ તક કાવ્યનો તે તદા દીધો વર અભિરામ ભાષા પણ કરી કલ્પતરુ શાખા સમ પરિણામ.”
પોતે જ શ્રી જંબુસ્વામીના રાસના મંગલાચરણમાં આવો સ્પષ્ટ પ્રસંગ વર્ણવ્યો છે : કૂર્ચાલી શારદ બનીને જ કાશીમાં ગયા. સાધુવેષમાં રહીને જ ભણ્યા. પંડિત ભટ્ટાચાર્ય પાસે સામાન્ય વિદ્યાર્થીને જે અભ્યાસક્રમ ભણતાં બાર વર્ષ લાગે તેટલો અભ્યાસ માત્ર ત્રણ વર્ષમાં કરી લીધો ! તત્ત્વન્યાયચિંતામણિ જેવો દુર્બોધ ગ્રન્થ પોતાના નામની જેમ સુગ્રહિત કરી લીધો. અરે ! એટલું જ નહીં, એક વાદી આવ્યો અને કોઈ પણ તેની સાથે વાદ કરવા તૈયાર ન થયું ત્યારે શ્રી યશોવિજયજીએ એ બીડું ઝડપી લીધું! અને હજારો આશ્ચર્યચકિત આંખોની સાક્ષીએ એ વાદમાં વિજય પણ મેળવ્યો. આ પ્રસંગે અધ્યાપક ભટ્ટાચાર્યે ખૂબ પ્રસન્નતા દર્શાવી.
ત્યાંથી પછી આગ્રા પધાર્યા. ચાર વર્ષ રડ્યા. કાશીમાં નવ્ય ન્યાય વિષયના જે ગ્રન્થો ભણ્યા તે અહીંના વિદ્યાર્થીઓને ભણાવ્યા.
આમ સાત વર્ષ પછી ફરીથી ગુજ્જત પધાર્યા. તે પહેલા ગ્રન્યસર્જનનું કાર્ય તો ચાલુ થઈ ગયું હતું.
તેમના જીવનમાં પર્વતની ઉત્તુંગતાને મહાત કરે તેવી બુદ્ધિના દર્શન થાય છે તો સાગરની અગાધતાને શરમાવે તેવા હૃદયના પણ દર્શન થાય છે. તેમના ગ્રન્થોનું અધ્યયન આ બાબતની ગવાહી આપે છે. તેમના જીવનની સફળતાનો સંપૂર્ણ યશ તેઓ પોતાના ગુરુમહારાજ શ્રી
( વંદન તમને ઘ ૫૯
Page #77
--------------------------------------------------------------------------
________________
નયવિજયજી મહારાજને આપે છે.
“શ્રી નયવિજય ગુરૂતણો નામ પરમ છે મંત
તેહની પણ સાંનિધિ કરી, કહીશું એ વિરતંત.” આ રીતે શ્રી જબૂસ્વામી રાસના મંગલાચરણમાં ગુરુનામને મંત્રાલર કહે છે, તો ગુરુતત્ત્વ વિનિશ્ચય નામના ગ્રન્થના મંગલાચરણમાં તો -
"अम्हारिसा वि मुक्खा, पंतीए पंडिआण पविसंति ।
अण्णं गुरभत्तिए, किं विलसिअमब्भुआं इतो ॥" જેના પ્રભાવે અમારા જેવા મૂર્ખ માણસો પણ પંડિતની શ્રેણિમાં ગણાય છે તેવી ગુરુભક્તિનું આનાથી બીજું કયું આશ્ચર્યકારી ઉદાહરણ હોઈ શકે? એટલું જ નહીં પણ યાકિનીપુત્ર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” જેવા ગ્રન્થ ઉપર “સદ્ધાદ કલ્પલતા' નામની અનેક દાર્શનિક ચર્ચાની ખાણ જેવી વૃત્તિ લખતાં તેવી દુર્બોધવૃત્તિની સફળતામાં પણ આ જ ગુરુમહારાજને તેઓ સ્મરે છેઃ
अभिप्रायः सूरेरिह हि गहनो दर्शनततिनिरस्या दुर्धर्षा निजमत समाधान विधिना । तथाप्यना :
श्रीमन्नयविजयविज्ञाहियुगले, अखण्डा चेद भक्ति न नियतमसाध्यं किमपि ते ॥
આવા ગુરુ તો કોક વિરલ શિષ્યને જ સાંપડે અને આવા શિષ્ય પણ કોક જ ગુરુને મળે. ગ્રન્થની રચના શ્રી યશોવિજયજી કરે અને એ કાચા ખરડા તરફ કોપી) ઉપરથી પ્રથમાદર્શ (ફરકોપી) ગુરુમહારાજ તૈયાર કરી આપે. આવું તો
ક્યાં જોવા મળે? વિ.સં. ૧૭૧૧માં સિદ્ધપુરમાં દ્રવ્યગુણપર્યાયના રાસની રચના શ્રી યશોવિજયે મહારાજે કરી છે. અને તેની પહેલી સ્વચ૭ નકલ શ્રી નયવિજય મહારાજે એ જ વર્ષમાં લખી છે.
તેમના જીવનની આગળ-પાછળ દંતકથાના દોરા વીંટળાયેલા છે. પણ તેનું ઝાઝું મહત્ત્વ નથી. દરેક મહાપુરુષના જીવન માટે આવું બને જ છે. તેમને દુર્જનોનો ત્રાસ ખૂબ સહેવો પડ્યો હતો. સત્ય બોલનારને સહન કરવું પડે છે. તેઓ તો “મૃષાવાદ ભવતારણ માની મારગ શુદ્ધ પ્રરૂપે” અને એવું કરતાં જે વેઠવું પડેતે વેડ્યું, પણ સાચી વાત કહેતાં તેઓ અચકાયાકેખચકાયાનથી.
શ્રી સિંહરિજી મહારાજે તેમને સંવિગ્નમાર્ગની હિતશિક્ષા આપી હતી, તેથી તેમને તેઓ ખૂબ બહુમાનપૂર્વક સંભારે છેઃ
Page #78
--------------------------------------------------------------------------
________________
જાસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિ ટળી કુમતિ ચોરી”. અને બીજા એક ગ્રન્થના અંતે તો તેઓ ભક્તિથી નગ્ન થઈને કહે છે:
“તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતાર્થતા ગુણ વાધ્યો
તસ હિતશીખતણે અનુસાર, જ્ઞાનયોગ એ સાધ્યો.” તેઓનું વિચરણક્ષેત્ર વિશેષતઃ ગુજરાત રહ્યું છે. રાજનગર, આંતરોલી, ખંભાત, ઘોઘા, સુરત, પાટણ, સિદ્ધપુર અને છેલ્લે તેઓ સં. ૧૭૪૩માં ડભોઈ ચોમાસું રહ્યા અને ત્યાં જ સ્વર્ગવાસી થયા.
- તેઓશ્રીને ઉપાધ્યાયપદવી આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે અર્પણ થઈ હતી, ત્યારે તેઓને શ્રી વાસસ્થાનકતપની આરાધના પૂર્ણ થઈ હતી. તેઓએ એક જ જીવનમાં રચેલા ગ્રન્થોમાંથી જેટલા આજે મળે છે તેના ઉપર એક સાથે દશ વિદ્યાર્થી મહાનિબંધ લખી શકે તેટલું ઊંડાણ અને વ્યાપ એ ગ્રન્થોમાં છે. એક સમુદ્ર-વહાણ સંવાદ જેવા વિષયમાં ગુજરાતીમાં તેઓ ૧૭ ઢાળ રચે છે. આજના કોઈ પણ ક્ષેત્રના વિદ્વાનને તેમના ગ્રન્થની નોંધ લેવી પડે તેવી તેની વિશેષતા છે.
જેવા તેઓ ગ્રન્થરચનામાં-સર્જનમાં એક્કા હતા તેવા જ તેઓ ગ્રન્થલેખનમાં પણ અપ્રમત્ત હતા. પોતે રચેલા અને પોતે લખેલા ગ્રન્થો જે આજે ગ્રન્થસર્જકના મળે છે તેમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ સૌથી આગળ છે. તેમણે રચેલા અને તેમના હાથે લખેલા ગ્રન્થોની સંખ્યા ૪૦સુધીની થવા જાય છે. તેઓએ જેમ પોતાના રચેલા ગ્રન્થો લખ્યા છે તેમ અન્ય ગ્રન્થી જેની નકલ દુર્લભ હોય તે ગ્રન્થો પણ તેઓએ દોડતી કલમે લખ્યા છે. મોટા ગ્રન્થો અને મર્યાદિત સમયમાં લખવાનું હોય તો સાત-સાત મુનિવરો સાથે થઈને પણ ધાર્યા સમયમાં ગ્રન્થ પૂર્ણ કર્યા છે. પ્રારંભમાં મેં જે શ્લોક લખ્યો તેગોનમતીયાન એ શ્લોક પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનો જરચેલો છે. વિ.સં. ૧૭૧૦માં પોષ મહિને પંદર દિવસમાં નયચક્ર નામનો ૧૮૦૭ શ્લોક પ્રમાણ ગ્રન્થ સાત મુનિઓએ સાથે થઈને લખ્યો. તેમાં અંતે લેખક-પ્રશસ્તિ છે તેમાં આ આશીર્વચન છે.
શ્રી સંઘના પુણ્યોદયથી એ નયચક્રની દર્શનીયપ્રત આજે પણ લા.દ. વિદ્યામંદિરમાં અખંડિતપણે સચવાઈ છે. તેમાં સૌથી વધુ ભાગ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે લખ્યો છે. એ પ્રતના દર્શન પણ આપણને ધન્ય બનાવે તેવી પાવન એ પ્રત છે.
વંદન તમને n m ,
Page #79
--------------------------------------------------------------------------
________________
વર્તમાનકાળના સાધુ-સાધ્વીજીને પોતાની સાધુતા ટકાવવી હોય કે શ્રાવક-શ્રાવિકાને પોતાની શ્રદ્ધા સ્થિર કે દઢ કરવી હોય તો તેનો રામબાણ ઉપાય પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનું માત્ર ગુર્જર સાહિત્યનું અધ્યયન, અવગાહન કે પારાયણ કરે તો પણ તે પર્યાપ્ત છે. સંસ્કૃતમાં પણ જ્ઞાનસાર, અધ્યાત્મસાર, વૈરાગ્યકલ્પલતા વગેરેમાં અખૂટ ભાતું ભરેલું છે પણ આ ગુર્જર સાહિત્ય પણ કાંઈ કમ નથી. - એમના સાહિત્ય દ્વારા શ્રી સંઘ ઉપર અગણિત ઉપકાર થયો છે. વર્તમાન શ્રી સંઘમાં જે સાધુસંખ્યા છે તેમાં મોટાભાગની સાધુસંખ્યાના જે પરમગુરુ શ્રી બુટેરાયજી મહારાજ પોતાની આત્મકથા મુહપતિ શી વરવી નામના ગ્રન્થમાં એક પ્રસંગે એવા મતલબનું લખે છે કે સ્થાનકવાસી પરંપરાનો ત્યાગ કરીને આ એ. મૂર્તિપૂજક તપાગચ્છની પરંપરા સ્વીકારી છતાં મન થોડું ચળ-વિચળ હતું, પણ જ્યારે ભાવનગરના જ્ઞાનભંડારમાંથી પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના અધ્યાત્મસાર વગેરે ગ્રંથો જોયા; તેનું પરિશીલન કર્યું ત્યારે તેઓએ એકસાથે બે નિશ્ચય કર્યા, હવેથી મારા ગુરુ ઉપાધ્યાયજી મહારાજ અને તેથી તેમનો ગચ્છ તપાગચ્છ હોવાથી મારો પણ ગચ્છ આ તપાગચ્છ. તેઓએ આ કેટલો મોટો ઉપકાર કર્યો કહેવાય. આવી તો અગણિત વ્યક્તિઓ તેઓના ઉપકારની ઓશિંગણ છે.
આજે આપણી શ્રદ્ધાઢીલી પડી છે તેનું મૂળ સમ્યગૃજ્ઞાન છે તેને આત્મસાતુ કરીને રોજિંદા જીવનમાં સ્વાધ્યાયને સ્થાપવાની તાતી જરૂરત છે. શ્રદ્ધાવિરોધી અને શ્રદ્ધાવિઘાતક પરિબળો વચ્ચેથી આપણે આજે પસાર થઈ રહ્યા છીએ. એમાં આપણે ટકવાનું છે અને લોકકલ્યાણકારી માર્ગને આપણેટકાવવાનો છે. તે આવા જ પુરુષો અને તેઓશ્રીનાગ્રન્થોના આલંબનથી બની શકશે.
અંતે આવા વિરલ કોટિના પુરુષના ચરણોમાં વંદના કરીને એક પ્રાર્થના કરવાનું મન થાય છે?
પ્રભુની આણા ગૌણ બની ને જ્ઞાનનો મારગ વિરલ બન્યો “શાસન મારું, હું શાસનનો એવો અન્તર્નાદ ઘટ્યો, એવા ટાણે આપના ગ્રન્થો ટાળે સંઘનું તિમિર તમામ; વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન.”
Page #80
--------------------------------------------------------------------------
________________
સામાવાની પ્રરણા
ગણિવર્ય. સોમચંદ્રવિજયજી
सावज्ज जोगविरओ, तुज्झ निगुत्तो सुसंयओ समए -
आया सामाचरी, समाघरंतो य उवउत्तो ॥ અખ્ખલિત વહી રહેલા કાળરૂપી નભોમંડલમાં અસંખ્ય આત્માઓ તારાની પેઠે ઉદય અને અસ્ત પામે છે, પણ ક્યારેક જ વિરલ આત્માઓ વિજળીની જેમ પોતે ઝળકે છે અને જગતને પણ ઝળહળાટથી આંજી દે છે.
આજથી ત્રણસો વર્ષ પૂર્વે એક એવી સમર્થ વ્યક્તિની હસ્તી હતી કે જેની શક્તિનો તાગ હજુ સુધી કોઈ પામી શક્યું નથી.-નૈયાયિક, તાર્કિક, સંસ્કૃત પ્રાકૃત કેગુર્જર રાસા સાહિત્યસર્જકોને તેમની વિરાટ પ્રતિભામુગ્ધ બનાવે છે.
નય-પ્રમાણની પ્રરૂપણા, ક્ષણિકવાદ આદિ ચર્ચાથી ભરપૂર ન્યાયખંડ આદ્ય જેવા ગહન ગ્રંથોમાં કે લોકહૈયે ચઢેલા ગુર્જર સાહિત્યમાં તેમની કલમ એવી તો મહેંકી ઊઠી છે કે જેથી તે તે વિષયમાં બુદ્ધિમંત કે આબાલવૃદ્ધ સૌનાં ચિત્ત ચકિત થઈ જાય છે.
પ્રકાંડ પ્રતિભાને ધારણ કરનાર અને જૈન દર્શનની પ્રાચીન શૈલીમાં નવ્યન્યાયનો મુગમ સમાગમ કરનાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જિનશાસનના સર્વવિધ સાહિત્યમાં સંપૂર્ણ રીતે છવાઈ ચૂક્યા છે.
મહાતાર્કિક એવા પણ તેઓશ્રીને સાધુ સામાચારી વિષયક જ્ઞાન કહેલું અગાધ હતું તે તેઓના “સામાચારી પ્રકરણ વગેરે ગ્રંથોમાંથી જણાઈ આવે છે. સાતે નયથી સામાચારી પદાર્થ ઘટાવી દરેકના નિર્દિષ્ટ લક્ષણ દ્વારા દોષોનો પરિહાર કરી, આવશ્યક નિયુક્તિ-ભાષ્ય ચૂર્ણિ-પંચાલકજી આદિ શાસ્ત્રીય ઉલ્લેખપૂર્વકની તર્કસંગત દલીલોથી તે તે સામાચારીનું સાર્થક્ય પોતાની આગવી સૂઝથી તે રીતે સિદ્ધ કર્યું છે કે જેથી આપણી શ્રદ્ધા વધુ પુષ્ટ બને. સામાચારીના પદાર્થોમાં અહોભાવ પ્રકટે અને પ્રમાદી મન તે તે સામાચારીના
પણ મારી બા
કરે
Page #81
--------------------------------------------------------------------------
________________
પાલનમાં અપ્રમત્ત બને. આપણે તેઓશ્રીના સામાચારીના જ્ઞાનનો કંઈક રસાસ્વાદ પામવા યત્કિંચિત્ પ્રયાસ કરીએ. લાચારી ને સામાચારી
અનાદિ કાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરતાં સુખ મેળવવા પ્રયત્ન કરતો આવ્યો છે, છતાંય મોહને અધીન લાચારીપૂર્વક કરેલા પ્રયત્નો દ્વારા સુખની વાત તો દૂર રહી, પરંતુ વધારે ને વધારે દુઃખી બનતો જાય છે. શુદ્ધ થવાને બદલે વધારે ખરડાતો જાય છે. એટલું જ નહીં પણ જડ નાખી ગયેલી આ વિપરીત પ્રવૃત્તિ મિથ્યા આચારોથી બંધાયેલાં કર્મો અને કુસંસ્કારોથી આત્મા શુદ્ધ સ્વરૂપ મેળવવાથી વંચિત બનતો જાય છે; પરંતુ તેમ ન બને અને આત્મા ટૂંક સમયમાં જ મુક્તિને પામે તેવા જીવન જીવવાના આચારોનું પાલન તેનું નામ સામાચારી.
સંસારમાં ભટકાવે તે લાચારી, સંસારથી મુક્તિ અપાવે તેનું નામ સામાચારી. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં સ્વોપજ્ઞ ટીકાની પહેલી જ લીટી દ્વારા કહીએ તો હજારો દુઃખરૂપી તરંગોથી ભયાનક ભવસમુદ્રમાં ભવ્ય જીવોને આધાર રૂપ નાવ છે સંયમ, પણ તે નૌકા અનુકૂળ પવન જ ન હોય તો શું કરવાની? સમુદ્રનો પાર કેવી રીતે પામી શકવાની ? તે અનુકૂળ પવન-તેનું નામ સામાચારી.
* સામાચારી શાસ્ત્રોમાં ત્રણ પ્રકારે વિભક્ત છે: (૧) ઓધ સામાચારી એટલે સંયમી જીવનની દિનચર્યા આદિ ઔત્સર્ગિક વિધિ. જે ઓઘનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં જણાવી છે. (૨) પદવિભાગ સામાચારી એટલે છેદ સામાચારી-કારણિક આપવાદિક વિધિ. જે નિશીથ, બૃહત્કલ્પ આદિ છેદ ગ્રંથોમાં જણાવી છે. (૩) દશવિધ સામાચારી એટલે ઇચ્છા-મિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી આવશ્યક નિર્યુક્તિ, શ્રી પંચાલકજી આદિ શાસ્ત્રોમાં પ્રરૂપેલ આ સામાચારીનું ન્યાયશૈલી ગર્ભિત મૌલિક છતાંય હૃદયંગમ વિવરણ ઉપાધ્યાયજી મહારાજે કર્યું છે.
હવેસાતે નયોથીસામાચારીપદાર્થપૂજ્યશ્રીએ રીતે ઘટાડે છે તે જોઈએ.
સંગ્રહનય આત્મા એ જ સામાચારી છે, નહિ કે આત્માથી જુદો કોઈ ગુણ, કારણ કે આત્માને વિશેષ કરીને જ સર્વ સામાચારી સંગૃહિત થાય છે. આમ સર્વ આત્મામાં સઘળી સામાચારીનો સંગ્રહ કરે.
પશોમાતી na n .
Page #82
--------------------------------------------------------------------------
________________
વ્યવહારનય : એ રીતે તો સામાચારી ન આચરતા આત્મા વિશે પણ સામાચારી વ્યવહાર થઈ જાય. તેથી ‘ઇચ્છાકારાદિ સામાચારીનું આચરણ કરનાર આત્મા' સામાચારી છે.
ઋજુસૂત્રનય ઃ એ રીતે તો દ્રવ્યથી સામાચારી પાળતા દ્રવ્યલિંગીમાં પણ સામાચારી આવી જાય. તેથી શેય પરિજ્ઞા-પ્રત્યાખ્યેય પરિજ્ઞા તત્પર ઇચ્છાકારાદિનું ઉપયોગપૂર્વક આચરણ કરનાર આત્મા સામાચારી છે.
શબ્દનય : એ રીતે તો અતિચાર યુક્ત સંયતાદિમાં પણ સામાચારી આવી જાય, તેથી ‘સુસંયત’ છએ જીવ નિકાયના પરિતાપથી અટકેલ અને ઉપયોગપૂર્વક સામાચારી આચરતો આત્મા સામાચારી.
સમભિરૂઢ : એ રીતે તો પ્રમત્ત સંયતને પણ સામાચારી ઘટશે. તેથી ત્રિગુપ્ત = અકુશલ ચિત્તાદિ નિરોધ ને કુશલ ચિત્તાદિની પ્રવૃત્તિ કરનાર, પાંચ સમિતિ યુક્ત સુસંયત ઉપયુક્ત સામાચારી આચરતો આત્મા સામાચારી છે.
એવં ભૂત ઃ કુર્વટ્ટુપ સંયમનું ફળ કર્મક્ષય જોઈએ તેવી માન્યતા-પૂર્વોક્ત રીતે તો અપ્રમત્ત સંયમી પણ સામાચારી થાય તેથી સાવધયોગ વિરત એટલે જે કર્મબંધથી અટકેલ, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત સામાચારી આચરતો આત્મા સામાચારી છે. તે યથાખ્યાત ચારિત્રાદિકમાં જ સંભવે.
નૈગમનય : શુદ્ધ અશુદ્ધ બે ભેદવાળો, તેથી ઉપર્યુક્ત સઘળાં વિશેષણોથી કે બે-ત્રણ ગુણોથી યુક્ત આત્મા સામાચારી છે.
આ સામાચારી (૧) ઇચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર, (૪) આવશ્યિકી, (૫) નૈષિધિકી, (૬) આપૃચ્છી (૭) પ્રતિસ્પૃચ્છા, (૮) છંદણા, (૯) નિમંત્રણા, (૧૦) ઉપસંપર્. આ રીતે દશ પ્રકારે છે. વ્યવહારથી ઇચ્છાકારાદિ શબ્દનો પ્રયોગ એ સામાચારી છે, જ્યારે નિશ્ચયથી વિશિષ્ટ ચારિત્રાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન પરિણામવિશેષ સામાચારી છે. (૧) ઇચ્છાકાર
,,
- લક્ષણ-વિધિવાક્ય-પોતાના કાર્યમાં સામી વ્યક્તિની ઇચ્છા નણવા જે પ્રયોગ-દા.ત., ફ∞યા ત્યું મમેવું ાર્ય
5
પ્રતિજ્ઞા-બીજાનું કાર્ય કરવાની પોતાની ઇચ્છા જણાવવા જે પ્રયોગ-દા.ત., ફલ્જીયા મદં તવેત્ ાય
રોમિ
આ પ્રમાણે અભ્યર્થના અને વિધાનમાં પ્રાર્થના ફરનાર ને કાર્ય કરનાર
સામાયરી પ્રકરણ ૫
Page #83
--------------------------------------------------------------------------
________________
બન્નેનો ઝ શબ્દપ્રયોગ તે ઇચ્છાકાર.
આવશ્યક વિધિમાં પણ સર્વત્ર ઇચ્છાકારનો પ્રયોગ થાય છે જેમ ઈચ્છામિ ખમાસમણો, ઈચ્છાકારણ વગેરે.
ઉત્સર્ગથી તો વીર્ય-સામર્થ્ય હોય તો કોઈને અભ્યર્થના કરવી ન જોઈએ, પણ પોતાનું સામાન્ય કાર્ય વસ્ત્રસીવનાદિક બીજા કરી શકે તેમ હોય અને ગ્લાનની સેવા વગેરે કાર્ય બીજા કરી શકે તેમ ન હોય તો ઇચ્છાકાર કહે કે તમે મારું આ કાર્ય ઇચ્છાપૂર્વક કરો, હું ગ્લાનની શુશ્રુષાદિ કરું છું-આ રીતે કંઈ વીર્ય ઘટતું નથી, પણ વૃદ્ધિ પામે છે. અપવાદથી ગ્લાનાદિક વિશિષ્ટ કારણે રત્નાદિક સિવાયને અભ્યર્થના કરી શકાય.
આમ ઇચ્છાકારનું રહસ્ય છે કોઈને પણ બલાભિયોગ ન કરવો, એ ઉત્સર્ગ છે, પરંતુ દુષ્ટ ઘોડાને જેમ ક્યારેક ચાબૂક પણ બતાવવી પડે છે, તેમ તેવા પ્રકારના શિષ્યને બલાભિયોગ થઈ શકે, પણ તે પહેલાં ઇચ્છાકારથી સમજ્યો, ન સમજે તો આજ્ઞા કરતી તોપણ ન માને તો બલાભિયોગ, છતાંય વાત ન સ્વીકારે તો ખાંટણા તર્જના પણ કરી શકાય છે. આ
લાભ : ગુરુ ભગવંતની આજ્ઞાની આરાધના, શિષ્ય પોતાની વાતનો ઈચ્છાપૂર્વક સ્વીકાર કરે છે તે જાણી ગુરુને અત્યંત પ્રમોદ ઉત્પન્ન થવાથી શિષ્યને તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિનો બંધ, ઉભયને શિષ્ટ મર્યાદાના પાલનથી વિપુલકર્મની નિર્જરા, ઉચ્ચ ગોત્રનો બંધ, ભવિષ્યમાં બીજાને આધીન રહેવું પડે તેવા નીચ ગોત્રકર્મની નિર્જરા અને જિનશાસનની પ્રશંસા પણ થાય છે: "अहो जैना निपुणार्थदर्शिनोऽल्पीघसोऽपि परखेदस्य परिहाराय यतन्ते."
(૨) મિચ્છાકાર . - લક્ષણ : સંયમયોગમાં પોતે કરેલા વિપરીત આચરણ વિશે મિચ્છી યે ત્તિ વિયાણ મિત્કૃવતું વં પોતાનું મિથ્યા આચરણ જાણી “મિથ્યા' એવો પ્રયોગ કરવો તે વ્યવહારથી મિથ્યાકાર નિશ્ચયથી તો મિચ્છામિ દુક્કડું આ પ્રયોગ જ વિધ્યાકાર છે, કારણ આના પ્રત્યેક અક્ષરાર્થ, પદાર્થ, વાક્યર્થ સાર્થક હોવાથી તે જ મિથ્યાસેવનથી ઉત્પન્ન થયેલ પાપકર્મનો ક્ષય કરનાર બને
दख्स्सेय, प्रयोगे, णियमा उल्लसद् तारिसो भावो । अण्णपयोगे भयणा, तेणं अच्चायरो इह यो ॥
આ
પથોભાવતી 1 :
Page #84
--------------------------------------------------------------------------
________________
અર્થનો જાણકારને આ પ્રયોગથી જે રીતે ક્ષણે ક્ષણે તેવા પ્રકારનો ભાવ-સંવેગ વધે છે, તે રીતે બીજા પ્રયોગથી વધે અથવા ન પણ વધે તેથી આ પ્રયોગમાં અત્યંત આદર છે, તેથી આવશ્યક વિધિમાં પણ ઠેર ઠેર મિચ્છામિ ડુડું તરૂં કે તસ્સ મિચ્છામિ દુવડે પ્રયોગ જોવા મળે છે.
લાભઃ જિનેશ્વરની આજ્ઞાનું પાલન તેથી તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે અને અતિ વિપુલ કર્મની નિર્જરા થાય છે, પણ તે ક્યારે બને? જ્યારે “અકરણીય એવું આ દુષ્કૃત હું ફરીથી કરીશ નહિ” “પુ રસંગો પણ આવો નિશ્ચય હોય ત્યારે. અને કદાચ ઉપયોગપૂર્વકફરીથી તેવું કાર્ય કરે તો “મિચ્છામિ દુક્કડ ફોગટ થાય એટલું જ નહિ, પરંતુ માયા, પરવચના અને બીજાને શંકા ઉત્પન્ન કરતાં મિથ્યાત્વ વૃદ્ધિ પામે. જાણી જોઈને કે વારંવાર આચરેલા દોષિત આચરણથી ઉત્પન્ન થયેલ કર્મનો મિથ્યાકારથી નાશ થતો નથી. કહ્યું છે કે સંયમો વિષય ૨ प्रवृत्तौ वितथारोवने मिथ्यादुष्कृतं दोषापनयायालम्, न तूपेत्यकरणगोचरायां, નાસ્થવૃત્ રોવરાયમ્ (આવશ્યક વૃત્તિ)
. (૩) તથાકાર લક્ષણઃ ગુરુએ જણાવેલ પદાર્થ વિશે શ્રદ્ધાપૂર્વક “એ પદાર્થો એ પ્રમાણે જ છે' એવા અભિપ્રાયને જણાવતું જે વચન તત્તિ તે તથાકાર. આ એવું જ છે, આ ફેરફાર વગરનું છે, જેમ તમે કહ્યું છે ઈત્યાદિ અર્થને જણાવવા માટે જે તહત્તિ' શબ્દનો પ્રયોગ તે તથાકાર."તરિ પો નામ = અવમેવું, अवितहमेयं, जहेयं तुल्मे वदह इच्चेयस्स अट्ठस्स संपच्चयठं सविसए તત્તિ સર્વ પjનંતિ આવશ્યક ચૂર્ણિ. | વાંચના સાંભળતાં, સામાચારીના ઉપદેશ વખતે, સૂત્રની વ્યાખ્યાના સમયે તેમ જ ગુરુની આજ્ઞાના સ્વીકાર વખતે શિષ્ય આ અવિતથ છે ઈત્યાદિ જણાવનાર “તથાકાર' પ્રયોગ કરવો. કહ્યું છે કે વાયા પડસુII, ૩વારે सुत्तअत्थकहणाए/ अवितहमे ति तहा पडिसुणणाए तहक्कारो ॥
લાભ : તથાકારથી ગુરુએ કહેલ પર્દાર્થમાં તીવ્ર શ્રદ્ધા પ્રકટે, શ્રદ્ધાપૂર્વક કરેલી ક્રિયાતેતે ભાવની વૃદ્ધિ કરે, કદાગ્રહનું મૂળ છે એવા મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયથાય, બીજાની-સાંભળનારની પણતે રીતે પ્રવૃત્તિ થાય, હૃદયમાં રહેલ ગુરુમતિ ચંગા ક્રિયાવિશેષો વિયેઃ (ગુરુભક્તિ વ્યક્ત કરનાર વિનય વધે) તીર્થંકરની આજ્ઞાનું પાલન અને સુકૃતની અનુમોદના પણ થાય છે.
[સાણામાંથી
Page #85
--------------------------------------------------------------------------
________________
(૪) આવશ્યકી લક્ષણ: ગુરુની અનુજ્ઞાપૂર્વક તેઓએ જણાવેલા કાર્ય કરવા માટે ઈર્યા સમિતિ વગેરેની વિશુદ્ધિ જાળવવાનો ઉપયોગ રાખી વસ્તીની બહાર જવાને ઇચ્છતા સાધુ બાવરૂદી શબ્દનો જે પ્રયોગ કરે છે તે આવશ્યકી. માવસરી શબ્દપ્રયોગ ને આવશ્યક ક્રિયાની “આ હું અવશ્ય કરીશ' એવો ભાવ કરતી પ્રતિજ્ઞારૂપ છે તેથી અનાવશ્યક જે કંઈ કાર્યનું નિમિત્ત પામી જતા સ્પષ્ટ મૃષાવાદ થાય છે. આવસ્યહીના સ્થાને નિસીહી નો પ્રયોગ કેમ નહી? કારણ આવશ્યકી આવશ્યક કાર્ય વિષયક છે આ નૈષિવિકી પાપકર્મના નિષેધ વિષયક છે - આ અવશ્ય કર્મ અને પાપનિષેધ ક્રિયા બન્ને એકાર્થ છે. 8 માવલિયા પામ્ अवस्सकायव्व किरिया इति पावकम्मनिसेहकिरिय तिवा अवस्सकम्मंत्तिवा અવવિરત્તિવા ગૈટ્ઠત્તિપૂર્થિ છે. નૈધિકી “નિસિડી’ શબ્દના પ્રયોગની પહેલાં આવશ્યક ક્રિયા કરી ઉપાશ્રયે પાછા આવતા બહાર અનાભોગ આદિ કારણે થયેલ દોષને દૂર કરવા માટે છે; જ્યારે બહાર જતાં પહેલાં ઉપાશ્રયમાં શરીર ગોપવીને રહેલા સાધુને કોઈ દોષનું કારણ જ નથી, કે જેથી તેનાનિવારણ માટે નૈષિધિકી કરવી પડે. તે જ રીતે ઉપાશ્ચયમાં પ્રવેશતા નૈષિવિકીના પ્રસંગે આવશ્યકી પણ ન આવે, કારણ આવશ્યક ક્રિયાનો વ્યાપાર હોવા છતાં પછી તો તે વ્યાપારનો ત્યાગ જ છે અવશ્ય ક્રિયા માટે ગમનનો અભિપ્રાય પણ ત્યાં નથી તેથી નિસિથી શબ્દપ્રયોગ થાય છે.
નિસિથી અગમરૂપ ઉત્સગ સાથે અને આવસ્યહી ગમનરૂપ અપવાદ સાથે સંકળાયેલ અગમનથી એકાગ્રને પ્રશાંત સાધુને ઈર્યાસમિતિનું પાલન, ગમન નિમિત્તક કર્મબંધ ન થવા રૂપ વિશુધ્ધિ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે વિશુદ્ધ પરિણામવાળા ગુણો થાય છે અને આત્મવિરાધના, સંયમવિરાધનાદિ દોષોથી બચી જવાય છે. લઘુનીતિ, વડીનીતિ આદિ કારણે ન જવામાં આત્મવિરાધના અને ગોચરી, પાણી, ગુરુના વિશેષ કાર્ય વગેરે કારણે જવું જોઈએ. ન જઈએ તો, તનિમિત્તક ગુણનો લાભ ન થાય તેમ જ 'વિ પુનમન આવી આજ્ઞાનો લોપથાય.
(૫) નૈવિકી લક્ષણઃ ગુરુની અનુજ્ઞાથી ઉપયોગપૂર્વક જેણે પાપકર્મનો નિષેધ કર્યો છે તેવા સાધુએ શવ્યા વગેરેમાં પ્રવેશ કરતાં કરેલો “નિસિહી' શબ્દપ્રયોગ તે
( પશોભાવતી g s૮
Page #86
--------------------------------------------------------------------------
________________
નૈષિધિકી દેવ તથા ગુરુની અવગ્રહ ભૂર્તિમાં આશાતનાદિ ત્યાગરૂપ દઢ પ્રયત્ન-પૂર્વક તેમ જ અનાભોગ-અયતના ભાગના ઉપાયભૂત ઉપયોગપૂર્વક આ પ્રયોગ કરવો. ગુરુનો અવગ્રહ ચારે બાજુ આત્મપ્રમાણ દેવનો અવગ્રહ ઉત્કૃષ્ટ 90 હાથ જઘન્ય-૯ હાથ-બાકી વચલા મધ્યમ તે રીતે ન કરવાથી અનિષ્ટ. આ પ્રયત્નમાં જે ઉપેક્ષા છે તે અશાતના-વિધિ ભંગનો ભય ન હોવાને કારણે જાણવો.
“શય્યામાં પ્રવેશતાં નિસિપી” ની શી જરૂર ? નિસિપી નિસિપી નમો | ખમાસમણાર્ણ ઇતિ ? *શયામાં અવશ્ય કાર્ય માટે જવાનું ન હોવાથી સ્થિર રહેવાનું હોઈ કર્મબંધન નિમિત્ત નથી. જેથી તેનું નિષેધ કરવા નિમિહીનો પ્રયોગ કરવો પડે છતાંય એકાગ્રતારૂપ ધ્યાનથી રહેવાનું હોય છે, તે ધ્યાન મનોયોગના અત્યંત પ્રયત્ન વિના સંભવે નહિ. તે સમયે બીજા વિચારો ન આવે તેની કાળજી રાખવાની હોય છે. બીજા વિચારરૂપ અનુચિત પ્રવૃત્તિનો નિષેધ ઇષ્ટ હોવાથી નૈષેલિકીનો વિશેષ પ્રયત્ન જરૂરી છે, જેણે અસદુ વ્યાપારોનો નિષેધ કર્યો નથી તેની નૈધિક વચન માત્ર છે.
લાભ : જેમ પ્રતિજ્ઞા કર્યા બાદ “પ્રતિજ્ઞા ભાંગી ન જાય” એવા ભયથી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે માટે દઢ પ્રયત્ન થાય છે. તે રીતે નૈષધિની પ્રતિજ્ઞા છે. તેનો ભંગ અમંગળ કરનાર છે, તેથી તેના પાલનમાં ઉત્સાહ થાય. તેનાથી દઢ પ્રયત્ન, દઢ પ્રયત્નવાળી ક્રિયા જે જ્ઞાયોપથમિક ભાવથી થાય તેની વૃદ્ધિ તેનાથી ક્ષાયિક ભાવની પ્રાપ્તિ તે ભાવ પરમપદનું કારણ છે. આવશ્યકીનું પણ આ જ ફળ છે.
() આપૃચ્છા. લક્ષણ : ગુરુને ગુરુભક્તિવંત આત્મા મનના પરિણામપૂર્વક પોતાના હિતકર કાર્યની “હું આ કાર્ય કરે એવી પ્રતિજ્ઞાનું નિવેદન કરે તે આપૃચ્છા..
આપૃચ્છાપૂર્વક કરેલું કાર્ય જે શ્રેયસ્કર, અન્યથા નહિ; આજ્ઞાની વિરાધના થતી હોવાથી. જેમ શિષ્યની વસ્ત્રનો કાપ કાઢવાની ઈચ્છા જાણી गुरु विधिना वस्त्रधावनं कुरुं, अच्छोड-पिट्टणा सुहणधुवे धोए पयावणं न વરે કપડાં વગેરે પથ્થર ઉપર પટકવાં નહિ, ધોકાથી પીટવાં નહિ, તડકામાં
* झाणेणं ठाणेण वि, णिसीहियाए परो हवइ जत्तो ।
अणिसिद्धस्स णिसीहिय वायमित्तं ति वयणाओ ॥
- સામાચારી પ્રકરણ ૯
Page #87
--------------------------------------------------------------------------
________________
સૂકવવાં નહિ વગેરે વિધિ બતાવે તે રીતે કરે તો લાભ નહિ તો દોષ. વિધિન બતાવે તો ગુરુને પણ અનિષ્ટ થાય, બતાવવાથી લાભ થાય; “બહુવેલ'ના ક્રમથી આપૃચ્છા જાણવી. યાર્થ પ્રતિવેરું પ્રખું ન શકયતે ત૬ बहुवेलेत्यभि धीयते, यत्कार्य साक्षादाप्रष्टुं शक्यते विशेष प्रयोजनं च तत्र साक्षादापृच्छा, यत्तु मुहुर्मुहु संभवितया प्रष्टुमशक्यं तत्राडपि । વજુવેસ્ટ સંદેશને નાગપૃચ્છાSSYશ્યતિ | જે કાર્ય દરેક સમયે પૂછી ન શકાય તે બહુવેલ કહેવાય છે. જે કાર્ય સાક્ષાત પૂછી શકાય અને વિશેષ પ્રયોજન હોય ત્યારે આપૃચ્છા, વારંવાર પૂછવું અશક્ય હોય ત્યાં પણ “બહુવેલ સંદીસાહુ આદેશથી આપૃચ્છા જરૂરી છે.
ભગવંતે જણાવેલ કાર્યમાં શંકારહિત અત્યંત ઉદ્યમ કરવો જોઈએ. નાની શી વિધિમાં પણ આળસ ન કરવી. આજ્ઞાના સામાન્ય પણ ભંગથી મહાઅનર્થ થાય છે, તેથી આજ્ઞાભંગભીરુ આત્માએ બધે ઠેકાણે પ્રયત્નવંત રહેવું. નિમેષોન્મેષાવિ આંખના પલકારાદિમાં પણ બહુવેલના આદેશ રૂપ
આપૃચ્છા ફલ આપૃચ્છાથી વિધિ બતાવનાર ઉપર અહોભાવ થાય. 'મહો સ ત્ત્વનુપાત પવિતી વનમેં. આ પ્રશસ્ત અધ્યવસાયથી વિનનો નાશ થાય ને કાર્યની સમાપ્તિ થાય. ઈષ્ટની પરંપરાથી પુણ્ય પ્રકૃતિનો બંધ, પાપ પ્રકૃતિનો નાશ, સુગતિ, ગુરુના ચરણકમળની સેવાનો લાભ, પરલોકમાં જિનવાણી શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાનાદિ ક્રમે પરમ પદની પ્રાપ્તિ. ગુરુપહિમિ कार्य, ततोऽवश्यमायतिहितनिबन्धनं ततः सुदृढमत्र प्रयतितव्यम्' मा माथी સામાન્ય આપૃચ્છાથી પણ હિતકાર્યમાં પરમોત્સાહ ઉત્પન્ન થાય છે. શ્રદ્ધાળુ શિષ્યને તો ગુરુ ઉદ્દેશ જ શુભ ભાવનું કારણ હોવાથી મંગલરૂપ છે.
(૭) પ્રતિપૃચ્છા લક્ષણ : ગુરુએ પૂર્વે કહેલ કાર્ય સંયોગવશાત્ ન થયું હોય તો કરતી વખતે ફરીથી પૂછવું ને પ્રતિપૃચ્છા ગુર્વાજ્ઞાપાલન અવશ્ય કરવું મારા ગુરૂ
વિચRળીયાં એવા દઢ નિર્ધારવાળા ઘીર સાધુઓ કાર્ય કરતી વખતે તે વિવલિત કાર્ય સિવાયની બીજા કાર્ય વગેરેની જાણકારી માટે પ્રતિપૃચ્છા કરવી. પંચાશકજીમાં કહ્યું છે. વર્ષાન્તરે, ન વળ્યું તેમાં, વાતરેન ધ્વંતિ, નો વા તં હિતિ, ય ર મા ફગા હે (૧) પૂર્વે કહેલ કાર્ય કરતાં જુદું જ બતાવે; (૨) તે પૂર્વકાર્યનું હવે પ્રયોજન નથી એમ કહે, (૩) કાલાન્તરે કે
- પરોવાતી 1 ૩૦
Page #88
--------------------------------------------------------------------------
________________
બીજા અવસરે તે કાર્ય કરવું એવી અનુજ્ઞા આપે, (૪) બીજો કોઈ તે કાર્ય કરશે, (૫) કોઈએ એ કાર્ય કરી લીધું છે આદિ શબ્દથી તે કાર્ય સંબંધી વિશેષ વાત જણાવે.
–અથવા ત્રણ વાર વિધિ કરવા છતાં પણ અલના થાય તો પ્રતિપૃચ્છા કરવી, પહેલાં ગુરુએ નિષેધ કર્યો હોય ! અને પછી કાર્ય યોગ્ય સંપૂર્ણ સામગ્રી પાછી ઉપસ્થિત થાય તો ગુરુ પાસે ફરીથી અનુજ્ઞા માંગવી તે પ્રતિપૃચ્છા. પહેલાં નિષેધ કર્યો હોય તો પછી સંમતિ કેવી રીતે આપે? ઉત્સર્ગ અપવાદથી એક જ કાર્યમાં વિધિનિષેધ સંભવી શકે છે. એક વાર આપૃચ્છા કરી પછી પાછું ન પૂછે અને પહેલાં આપેલી આજ્ઞાથી કાર્ય કરે તો પ્રતિપૃચ્છાજન્ય લાભ ન મળે, પણ આપૃચ્છાજન્ય લાભ તો મળે જ ને? એવું નથી, ઘણી ક્રિયા-પ્રધાન હોય એવા કાર્યમાં એક ક્રિયા કરવા માત્રથી ફલસિદ્ધિ ન થાય, નહીં તો પ્રતિક્રમણની શરૂઆત કરે અને ચૈત્યવંદન-કાઉસગ્ગ માત્રથી જ પ્રતિક્રમણનો લાભ મળી જાય?
(૮) છંદના લક્ષણ : પૂર્વે લાવેલ અશનાદિકનું રત્નાધિકના આદેશાનુસાર બાલ ગ્લાન આદિનું ઉલ્લંઘન ન થાય તે રીતે સાધુઓને લેવા માટે નિમંત્રણ છે છંદના. આત્મલબ્ધિક, વિશિષ્ટ તપ કરનાર વગેરે સાધુઓને જ નિર્જરા માટે અશનાદિક અધિક ગ્રહણ અનુજ્ઞાત છે. તેઓને જ બે ત્રણવાર ગોચરી અનુજ્ઞાત છે, બાકીના સાધુઓને તો માંડલીમાં જ અને તે પણ એક ભક્ત તેથી છંદના ન સંભવે. તેઓ પણ વધારે શા માટે લાવે? પોતાના જેટલું જ લાવે ? નહિ, બાલ ગ્લાનાદિને આપવાથી તેઓને વિશિષ્ટ નિર્જરાનો લાભ થાય. પોતે આપે, પણ સામો ન લે તો લાભ ન મળે ને છંદના નિષ્ફળ જાય? ગ્રહણ કરે તો જ નિર્જરા તેવું નથી પણ આજ્ઞા શુદ્ધ ભાવ જ વિપુલ નિર્જરા કરાવે છે. છંદ્યને આમંત્રણ આપવાનો ભાવ ભગવાનની આજ્ઞાના યથાર્થ પાલનથી ઉત્પન્ન થતો હોવાથી પ્રશસ્ત બને છે તેથી છંદનાજન્ય રિામાં ભાવવિશેષ જ કારણ છે, છંઘનું ગ્રહણ સહકારી નથી તેથી ગ્રહણ વગર પણ ફલ મળી જાય.
એટલું લક્ષ્યમાં રાખવાનું કે છંદક લાવનારે જ્ઞાન સંયમ તપ આદિની વૃદ્ધિની ભાવનાથી આહારાદિ લાવવા, પરંતુ ભવિષ્યમાં તે મને લાવી આપશે કે પોતાની કીર્તિની ઇચ્છાથી છંદના કરવાથી અનિષ એ રીતે છંઘ પણ મારી
( સામાચારી પ્રકરણ ૭૧ )
Page #89
--------------------------------------------------------------------------
________________
વૈયાવચ્ચથી એને નિર્જરા વિશેષરૂપ લાભ થાઓ અથવા પોતાને સ્વાધ્યાય ગુણોનો લાભ થાય, તે ભાવનાથી જ ગ્રહણ કરે, પરંતુ પોતાની શક્તિ છૂપાવવારૂપ આળસથી કે તું મારું આ કામ કરીશ તો હું પણ તારું કામ કરીશ તેવી પ્રત્યુપકારની ભાવનાથી નહિ. મોક્ષના અભિલાષથી થતી છંદનાદિ પ્રવૃત્તિમાં જ્ઞાનાદિ વૃદ્ધિની ઇચ્છા જ ઉપયોગી છે, કારણ તે જ મોક્ષનું ઉપાયભૂત છે, કીર્તિ વગેરેની ઇચ્છાથી કરાયેલ છંદના દ્વારા તો અજ્ઞાન નિમિત્તક કર્મબંધ થાય છે.
(૯) નિમંત્રણા
લક્ષણ : અશનાદિ લાવતાં પહેલાં જ ગુરુની આજ્ઞાથી સાધુઓને પ્રાર્થના કરવી તે નિમંત્રણા અને તે સ્વાધ્યાય વાચના, વસ્ત્રધાવનાદિ ગુરુકાર્ય કે વૈયાવચ્ચાદિ કાર્યમાં ઉદ્યત સાધુઓને હોય છે. *આ ભક્તિનો પરિણામ જેવા તેવાને થતો નથી, પરંતુ જિનશાસનનાં તત્ત્વોને જેને શ્રદ્ધાથી પરિણત કર્યા છે એવાં, મોક્ષવિષયક પ્રવૃત્તિમાં અપ્રમત્ત મહાનુભાવોને જ હોય છે. જેમ ભૂખ્યા થયેલા માણસને જ્યાં સુધી ભૂખ ન શમે ત્યાં સુધી એક ક્ષણ પણ ભોજનની ઇચ્છા દૂર થતી નથી તેમ મોક્ષાર્થીની મોક્ષના કારણભૂત કાર્યની ઇચ્છા એક ક્ષણ પણ વિચ્છિન્ન થતી નથી. એક વાર ભક્તિ કર્યાબાદ ફરીથી ઇચ્છા કેમ થાય?તેમાં ઉત્કટતા લાવવા માટે અથવા પહેલાં અન્ય ભક્તિવિષયક ઇચ્છા હતી, હવે બીજા વિષયક સંભવી શકે. જો સતત કાર્ય જ કરવાનું છે તો આચાર્ય વૈયાવચ્ચ કરે અને સાધુ અધ્યયન અધ્યાપન કરાવે તો શું વાંધો તે ઉચિત નથી, સરળ ને વક્ર બે માર્ગ છે, તેમાં માર્ગ તો બન્ને સરખા હોવા છતાં વક્રમાર્ગે જતા વિલંબ થતાં સરલ માર્ગે જલદી જવાય, તેમ બન્ને મોક્ષોપાય ભૂત હોવા છતાં જેમાં જેની અધિકારની પટુતા છે ત્યાં તેની પ્રવૃત્તિ જલદી સિદ્ધિ આપવા સમર્થ હોવાથી કલ્યાણકર છે. ગુરુની આજ્ઞાપૂર્વક નિમંત્રણા કર પણ ગુરુ નિષેધ કરે તો લાભ કેવી રીતે મળે ? કેવળ વૈયાવચ્ચ ઇષ્ટ સિદ્ધિ માટે નથી, પણ આજ્ઞાપૂર્વક વૈયાવચ્ચ ફળદાયી છે, તેથી આજ્ઞા જ પ્રધાન છે, તે વગર કરવા છતાંય લાભ થતો નથી. વૈયાવચ્ચ કરવા છતાં નિમંત્રણા વગર ગુરુપૃચ્છા માત્રથી સાધ્યસિદ્ધિ કેવી રીતે થાય ? દ્રવ્ય નિમંત્રણા ન હોવા છતાં ગુરુપૃચ્છાથી ઉત્પન્ન ભાવોત્કર્ષથી ઉત્કટ ભાવનિમંત્રણા દ્વારા ફળસિદ્ધિ થાય છે.
* परिणयजिणवयणाणं एसो अ महाणु भावाणं । छुहियस्स जहा खणमवि, विच्छिज्जइ णेव भोअणे इच्छा । एवं मोक्खट्ठीणं, छिज्जइ इच्छा ण कज्जमि ॥
યશોભારતી 1 T
Page #90
--------------------------------------------------------------------------
________________
(૧૦) ઉપસંપદ્ લક્ષણ : જેમની નિશ્રામાં જવાનું હોય તેમને અધીન જ્ઞાનાદિનું ગ્રહણ કરવા ઉપગમાં તેમની નિશ્રાના સ્વીકારનું વચન કહેવું તે ઉપનિષત્. તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ પ્રકારે હોય. તેમાં જ્ઞાન ને દર્શન સૂત્ર અર્થ ને તદુભય ત્રણ પ્રકારે તે પણ વર્તના, સંઘના, ગ્રહણ ત્રણ પ્રકારે. તેથી જ્ઞાનોપસંપદ્ ને દર્શનોપચંપના નવ ભેદ. (૧) વર્તન. સ્થિરીકરણ ભણેલ સૂત્રના સંસ્કારને દઢ કરવા ફરીથી ઉચ્ચા પુનઃ પુનઃ અનુશીલન કરવું તે અર્થનું સ્થિરીકરણ.
સંઘણ કાલાન્તરે સૂત્રાર્થ-તદુભયના જે સંસ્કાર ભૂંસાઈ ગયા હોય તેને યાદ કરવા, તાજા કરવા, એ સંઘણ ગ્રહણ-અપૂર્વ-પૂર્વે નહીં ભણેલા સૂત્રાદિકનું ધારણ કરવું એ ગ્રહણ.
ઉપસંહદ્ વિષયમાં ચાર ભાંગા પ્રતીચ્છય પ્રતીચ્છિકને આશ્રીને થાય છે ? (૧) અમુક પાસે ભણ અને અમુક ભણ; (૨) અમુક ભણ, કોની પાસે ભણવું તે ન કહે; (૩) અમુક પાસે ભણ, શું ભણવું તે ન કહે; (૪) શું ભણવું, કોની પાસે ભણવું તે બન્ને ન જણાવે. આમાં પહેલો ભાંગો શુદ્ધ, બીજા અશુદ્ધ, છતાંય શાસ્ત્રનો વ્યુચ્છેદ ન થાય તે માટે બીજા પણ અનુજ્ઞાત છે. અબ્બોચ્છિત્તિનિમિત્તે નેમાં તે વિય મgovયાં જ્ઞાન વાચનાગ્રહણ કરવાની વિધિ પણ વિસ્તારથી બતાવી છે. વંદન યોગ્ય કોણ ? તેનું પણ વિવેચન કર્યું છે. ચારિત્રોસંપદ્બે પ્રકારે (૧) વૈયાવચ્ચ નિમિત્તે કોઈની નિશ્રાનો સ્વીકાર. તેની વ્યવસ્થા પણ વિસ્તૃત જણાવી છે. (૨) ક્ષપણ: તપશ્ચર્યાદિ નિમિત્તે નિશ્રાનો સ્વીકાર. ક્ષપક બે પ્રકારે ૧. યાવત્રુથિક ૨. ઈવર યાવત્રુથિક જે ભવિષ્યમાં અનશન સ્વીકારવાનો હોય તે. ઈવર-બે પ્રકારે વિકષ્ટપક અમ કે તેથી વધુ તપ કરનાર (૨) અવિકૃષ્ટ ક્ષપક ઉપવાસ કે છઠ્ઠ કરનાર. આનો પણ વિવેક જણાવેલ છે. સામાચારી યોગ્ય કોણ?
- ગિળા કુત્તા પરતંતા દૂi- આ સામાચારી પાલનમાં તત્પરતા ઉત્સાહ જિનેવર ભગવંતે જણાવેલ વિધિમાં પરાયણ તેમ જ ગુરુને આધીન રહેનાર સાધુઓને જ સંભવે, બીજાને નહિ. આ સામાચારીનું એકાંતિક ને આત્યંતિક ફળ પણ કોણ મેળવી શકે?
अज्झपझाणरयस्सेसा, परमत्थसाहणं होइ । मग्गम्मि चेव गमणं, एव गुणस्सणुव ओगेऽवि ॥ -
( સામાપારી પ્રકરણ ઘ ૭૩ )
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ ધ્યાનમાં રત, અર્થાત્ ધ્યાતા ને ધ્યેયનો અભેદ ભાવના કારણે પરની અપેક્ષા વગર માત્ર ૪ સ્વરૂપમાં જ મગ્ન સાધુને જ આ સામાચારી ચારે પુરુષાર્થમાં ઉત્તમ મોક્ષમાં નિમિત્તરૂપ બને છે. સામાચારીમાં મગ્ન હોવા છતાંય અનુપયોગથી કર્મ બંધ સંભવે તો કર્મશૂન્ય અવસ્થારૂપ મોક્ષને અભિમુખ કેવી રીતે બને ? આ સામાચારી પાલનના પરિણામવાળા સાધુનું અનુપયોગ દશામાં પણ મોક્ષમાર્ગમાં જ ગમન થાય છે, બીજે નહિ, કારણ કે વ્યક્તિને જે કાર્યનો દઢ ર અભ્યાસ કે મહાવરો થઈ ગયો હોય તેણે અનુપયોગ અવસ્થામાં પણ દઢસંસ્કારવશ તે કાર્યમાં જ પ્રવૃત્તિ થાય છે. તે પ્રત્યક્ષ સિદ્ધ છે. લલિતવિસ્તરામાં કહ્યું છે અનાનો તોપ મા મનમેવ સન્યાયે
આ સામાચારીને એકાદ વાર સાંભળી લેવાથી કે જાણી લેવાથી કે એકાદ બે વાર આચરી લેવાથી કામ ન સરે. એટલા માત્રથી અનાદિકાળના મિથ્યા આચારોના એ કુસંસ્કારો ભૂંસાઈ જતા નથી, પરંતુ વારંવાર પૂંટવાથી જ ભૂંસાય, સર્વથા નષ્ટ પણ થઈ જાય છે. આને ઘૂંટી ઘૂંટીને એવી સ્થિર સ્વાયત્ત કરવાની કે જેથી અનુપયોગ દશામાં પણ એનું જ પાલન થાય. પૂજ્યશ્રીનો અંતિમ સારભૂત ઉપદેશ
किं बहुणा इह जह जह, रागदोसा लहुं विलिज्जंति ।
तह तह पयट्टिअव्वं, एसा आणा जिणिंदाणं ॥ એકાંતે હિતાવહ સારભૂત ઉપદેશ જણાવતાં તેઓશ્રી સૂચના કરે છે કે વધારે બોલવાથી શું ? કારણ વધારે બોલવાનું તો ધર્મકથામાં હોય નહીં કે જ્ઞાનમૂલક, પ્રવૃત્તિના આચરણમાં. આ જગતમાં તે તે રીતે પ્રવૃત્તિ કરવી કે જે જે રીતે માયા-લોભરૂપ રાગ અને ક્રોધ, માનરૂપ દ્વેષ નાશ પામતાં જાય. એવો કોઈ આગ્રહ નથી કે અમુક ચોક્કસ અનુષ્ઠાનમાં જ પ્રયત્ન કરવો. આગ્રહ એ જ છે હંમેશાં રાગદ્વેષના નાશ ને અનુકૂળ પ્રવૃત્તિ કર્યા કરવી નહી सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा, નહીવિત્ર વાળિયો || તેથી જિન-પ્રવચનમાં કોઈની સર્વથા અનુજ્ઞા કે સર્વથા નિષેધ નથી, પરંતુ લાભાર્થી વણિકની જેમ લાભાલાભની તુલના કરી પ્રવૃત્તિ કરવી એમ ઉપદેશ માલા'માં જણાવ્યું છે. દેશપરિક્ષયાર્થવ प्रयतितव्यम्
આ જ જિનેશ્વર પ્રભુની આજ્ઞા છે. સઘળાં શાસ્ત્રોનો વિસ્તાર પણ
- પોમારતી ૭૪
Page #92
--------------------------------------------------------------------------
________________
રાગદ્વેષની આ હાનિના ઉદ્દેશથી જ પ્રવર્તેલો છે.
આપણે પણ એકાંતમાં વિચાર કરીએ કે આટલાં વર્ષોથી ધર્મ આરાઘના કરવા છતાંય શું આપણા રાગ દ્વેષ વધ્યા કે ઘટયા? જો નથી ઘટયા, તો પૂજ્ય ઉપાધ્યાયજીની સ્વર્ગગમનની ત્રિશતાબ્દી વર્ષની ઉજવણીની સ્મૃતિમાં આજથી તે રીતે પ્રવૃત્તિ કરવા નિશ્ચય કરીએ કે જેથી રાગદ્વેષનો ક્ષય થાય અને ઉત્તરોત્તર કલ્યાણની મંગલમાલા પ્રાપ્ત થાય. સામાચારીનું નિરૂપણ કરતાં શબ્દ સ્વરૂપે જાણે અત્યારે પણ આપણી સમક્ષ સાક્ષાત ઉપસ્થિત છે તેવા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનાં ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના........
સામાવારી પ્રારH ૩૫
–
Page #93
--------------------------------------------------------------------------
________________
જિંબૂસ્વામીના સસમાં કથાની
રસમાવટ
ગણિવર્યશ્રી હેમરત્નવિજયજી મ.
અનંત ઉપકારી ત્રિભુવનપતિ ભગવાન મહાવીરદેવના શાસનમાં આજ સુધીમાં અનેક શાસન પ્રભાવક સૂરિભગવંતો તથા મુનિભગવંતો થયા છે. હાલ જેમનું ત્રિશતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે, તે પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ જે કાળમાં થયા હતા તે કાળમાં ગુજરાતમાં કવિરાજ શ્રી પ્રેમાનંદ રચિત “ઓખાહરણ” નામ ગુર્જરકાવ્યો માણભટો માણ ઉપર બેસીને સંગીતના સથવારે લોકોને કથાનું રસપાન કરાવતા હતા. મહારાષ્ટ્રમાં સ્વામી શ્રી રામદાસ અને તુકારામના તંબુરાના તાર ઝણઝણી રહ્યા હતા. ચિત્રકૂટની ઘાટીમાં ગોસ્વામી સંત તુલસીદાસકૃત રામચરિત માનસની ચોપાઈઓ ગુંજી રહી હતી. પંજાબ પ્રદેશમાં ગુરુ તેગબહાદૂરસિંઘના કીર્તનોથી ગુરુદ્વારાઓના ગુંબજ ધ્વનિત થઈ રહ્યા હતા. ગુર્જર કવિઓના રાસોનો ફાગોનો ભાસોનો ટબાઓનો દોહાઓનો વિવાહલાનો ચોપાઈ ઢાળિયાં સઝાયો અને ભજનોની બોલબાલાનો સમય હતો. તે કાળે જૈન અજૈન સર્વ સંપ્રદાયમાં ગુર્જરકાવ્યોનો જુવાળ આવ્યો હતો. પૂ. યશોવિજય મ. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અચ્છા જાણકાર એવા વૈયાકરણી અને કાશીના પંડિતોને પણ ભૂ પીવડાવે એવા અચ્છા તૈયાયિક અને ન્યાયાચાર્ય હોવા છતાંય તત્કાલીન લોકોની રસરુચિને ધ્યાનમાં લઈને એમણે પોતાની લેખિની ગુર્જર ગિરામાં પણ ઝબોળી. ગુજરાતી ભાષામાં અનેક સ્તુતિઓ, સ્તવનોથી માંડીને રાસો, ઢાળો, ટબાઓ, દુહાઓ અને છંદો તેઓશ્રીએ રચ્યા. દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ, સમુદ્ર વહાણ સંવાદ, આસો ચૈત્રી ઓળીમાં ઠેર ઠેર વંચાતો શ્રીપાલ મયણાનો રાસ (પૂ. વિનયવિજયજી મહારાજના વરદ હસ્તે પ્રારંભાયો પણ અધવચ્ચે તેઓશ્રીનો સ્વર્ગવાસ થઈ જતાં અધૂરો રાસ
ન
પોકારતી n ૭૪
]
Page #94
--------------------------------------------------------------------------
________________
પૂ. યશોવિજયજી મ. જે પૂર્ણ કર્યો.) રચ્યો તે રાસમાં છેલ્લે તેઓશ્રી નોંધે છે કે ભાગ થાકનો પૂરણ કીધો તાસ વચન પ્રમાણોજી” પૂ. યશોવિજયજી મહારાજે યુવાવસ્થામાં ન્યાયવ્યાકરણના અનેક ગ્રંથોનું વાંચન મનન દોહન તો કર્યું,પણ ત્રણસો જેટલા નવ્યગ્રંથોનું નિર્માણ પણ કર્યું. જીવનની સંધ્યાને ઢળી જવાને માત્ર ચાર વર્ષ આડાં હતાં, ત્યારે વયોવૃધ્ધ ઉંમરે પૂજ્યશ્રીએ ખંભાત બંદરે વિ. સં. ૧૭૩૯માં જેબૂસ્વામીનો રાસ રચ્યો છે. આજે યશોવિજયજી પ્રવચન શ્રેણીનો છેલ્લો દિવસ છે. આજનો વિષય છે પૂ. યશોવિજ્યજી મહારાજે જંબૂસ્વામીના રાસમાં કરેલી રસજમાવટ'. આ રાસની કુલ સાડાત્રીસ ઢાળો છે. ઢાળ ઢાળે જુદા જુદા રાગ ગૂંથાયા છે. રાસની કુલ ૯૨૪ કડીઓ છે. જંબુસ્વામીજીના ભવોનો કડીબદ્ધ ઈતિહાસ સુંદર રીતે આલેખ્યો છે. નવ ઢાળોમાં નવેનવ રસની રંગછટાઓ ઉછાળી છે.
જે રસની ગ્રંથરચયિતાને કે પ્રવચનકારને જ્યારે જરૂર લાગે ત્યારે હાસ્યરસ, શૃંગારરસ, કરુણરસ, રૌદ્રરસ, વીરરસ, ભયાનક-બીભત્સરસ, અદ્દભુત રસ કે શાંત રસની જમાવટ કરવાની છૂટ છે, પણ માત્ર શરત એટલી કે, કોઈ પણ રસનો ગ્લાસ પીવડાવ્યા પછી છેલ્લે ઓડકાર વૈરાગ્યનો કરાવતાં આવડવો જોઈએ. જે છેલ્લે વૈરાગ્યરસનો ઓડકાર ન કરાવી શકે, એણે કદાપિ કોઈ રસને ટચ ન કરવો. અન્યથા નુકસાન થઈને રહે. ઉપમિતિ ભવપ્રપંચકથામાં ભગવાન શ્રી સિધ્ધર્ષિ ગણિ મહારાજે આઠ પ્રસ્તાવમાં નવેનવ રસોની નદીઓ વહેતી કરી છે. પણ અંતે તે બધી સલીલાઓનાં નીર એમણે વૈરાગ્યના મહોદધિમાં વાળી લીધાં છે. બૂસ્વામીના રસમાં પૂ. યશોવિજયજી મહારાજે પણ આવી જ કમાલ કરી છે. જ્યારે જે રસની જરૂર પડી છે ત્યારે તે રસનો ખૂબ છૂટથી ઉપયોગ કર્યો છે, પણ અંતે વાચક અને પાઠકને સહુને વૈરાગ્યરસનો એવો આસ્વાદ ચખાડ્યો છે કે વક્તા-શ્રોતા સહુના મુખમાંથી “કમાલ! કમાલ! કમાલ !! જેવા શબ્દો સરી પડ્યા વિના ન રહે.
જંબૂસ્વામીના રાસની માંગણી કરતાં પ્રથમ અધિકારના પ્રથમાવરથી તેમણે ભગવતી સરસ્વતીની પ્રાર્થના શરૂ કરી છે અને ગંગાનદીના કિનારે જાપ જપતાં જપતાં તે પ્રસન્ન થઈ હતી, ત્યાં તર્ક અને કાવ્યનું દેવીએ વરદાન આપ્યું અને જેની પ્રસન્નતાના કારણે કલ્પતરુની શાખા સમાન મધુર ભાષા પણ સંપ્રાપ્ત થઈ હતી. તે વાત તેઓશ્રીએ વિદિત કરતાં જણાવ્યું છે કે, શારદ સાર
( eતાની વાત we
Page #95
--------------------------------------------------------------------------
________________
દયા કરો આપો વચન સુરંગ તું મૂઠી મુજ ઉપર જાપ કરત ઉપગંગ, તર્ક કાવ્યનો તંઈ તદા દીધો વર અભિરામ, ભાષા પણિ કરિ કલ્પતરુ શાખા સમ પરિણામ. કેટલાક કુ-કવિઓ પેટ ભરવા માટે માતા સરસ્વતીનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમની ઝાટકણી કાઢતાં ત્રીજા શ્લોકમાં જણાવ્યું છે કે માતા નચાવાઈ કુ-કવિ તુજ ઉદરભરણ નઈ કાજિ હું તો સદ્ગણ પદિ હવી પૂજુ છું મત લાજિ.
પરંતુ માત! હું તો સદ્ગુણ ભરેલાં પદો રચીને તારી પૂજા કરું છું. તે પછી તંબૂ, કંબૂ, અંબૂ જેવા શબ્દો સાથે સરખાવીને બૂસ્વામીના પવિત્ર ચરિત્રની રજૂઆત કરી છે. સાતમા શ્લોકમાં પોતાના ઉપકારી ગુરુદેવ શ્રીમદ્ નયવિજયજી મહારાજના નામનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે જેમનું નામ એક મહામંત્ર બરોબર છે, એવા ગુરુદેવનું સાન્નિધ્ય મેળવીને હું આ વૃત્તાંત આલેખી રહ્યો છું. આટલો પીઠબંધ બાંધીને પછી પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ જંબૂસ્વામીના ચરિત્રનો પડદો ઊંચક્યો છે.
- રાજગૃહી નગરીમાં પરમાત્માનું સમવસરણ રચાયું છે. શ્રેણિક મહારાજા વંદને આવ્યા છે. પ્રભુની દેશના ચાલી રહી છે. વચ્ચે એક દેવ આકાશમાંથી આવ્યો. તેનું તેજ જોઈને બઘા ચક્તિ થઈ ગયા. દેશના પછી શ્રેણિક રાજાએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે, “હે કૃપાળુ ! આપના શાસનમાં અંતિમ કેવળી કોણ થશે ? ત્યારે ભગવંતે કહ્યું કે હમણાં જેનું આગમન થયું તે વિદ્યુમ્માલી દેવ આજથી સાતમે દિવસે આવીને રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠિના ઘરે પુત્રપણે ઉત્પન્ન થશે, અંતે કેવલી બનશે. રાજા શ્રેણિકે એ વિદ્યુમ્માલી દેવ સામે નજર કરી તો તેજ તેજનો અંબાર દેખાતો હતો. સૂર્યનાં તેજ પણ ઝાંખાં પડી જાય એવાં દિવ્યતેજનાં દર્શન આ દેવના લલાટમાં થઈ રડ્યાં હતાં. તેથી શ્રેણિક પૂછે છે, પ્રભુ દેવા છે અનેક વાર જોયા પણ આટલું બધું તેજ અને રૂપ તો કોઈ દેવમાં નથી જોયું. આટલા બધા રૂપ અને તેજનું કારણ શું? પ્રભુએ વિદ્યુમ્નાલી દેવના પૂર્વભવો જણાવ્યા. ભવદત્ત, ભવદેવ અને શિવકુમારના ભવનો ઈતિ માત્માએ કહયો. સહુ એકચિત્તે સાંભળવા લાગ્યા.
મગધ દેશની પ્રજા જેમને સાક્ષાત ભગવાન માનીને પૂજે છે એવા આચાર્યશ્રી મહીધર પૃથ્વીતલ પર વિહરતા સંગ્રામ નગરમાં પધાર્યા. તેઓશ્રીની દેશના સાંભળીને ભવદત્તને વૈરાગ્યે થયો. કુમારવયે તેને પ્રવયા
- યશોભાતી ૦૮ )
Page #96
--------------------------------------------------------------------------
________________
સ્વીકારી લઘુબંધુ ભવદેવ પિતારાષ્ટ્રકુટ અને માતા રેવતી વિયોગના અશ્રુ સારતાં ઘરભણી રવાનાં થવાં. નૂતન શિષ્ય સમેત આચાર્ય મહીધર સૂરીશ્વરજી પણ અન્યત્ર વિહાર કરી ગયા. - જ્ઞાન-ધ્યન ક્રિયા અને ગુરુસેવામાં ભવદત્ત મુનિવરના વર્ષોના વર્ષો વીતી ગયાં. એક દી આચાર્યશ્રી વત્સદેશની રાજધાની કૌશામ્બીમાં પધાર્યા. પ્રભાસ નામના યુનિવરની જન્મભૂમિ બાજુના ગામમાં હતી. ત્યાં તેમનો નાનો બંધુ પરણવાની તૈયારીમાં હતો તેથી તેને પ્રતિબોધ કરવા ભાઈ-મહારાજ જન્મભૂમિમાં ગયા. પણ પેલો તો લગ્નની ધમાલમાં પડેલો અનેક તરુણ સ્ત્રીઓથી ઘેરાયેલો હતો. બંધુ મુનિવરને ન વંદના કરી, ન શાતા પૂછ ન ભિક્ષાદાન કર્યું. પ્રતિબોઘ કરવા ગયેલા પ્રભાસ મુનિ તેનું આવું વર્તન જોઈને પાછા ફરી ગયા. ઉપાશ્રયે આવ્યા ત્યારે ગુરુ સમક્ષ બધો વૃત્તાંત કહી બન્નવ્યો. તે વેળાએ ભવદત્ત મુનિએ ઉપહાસ કરતાં કહ્યું કે ગુરુભક્તિ આગળ, લગ્નનો સમારંભ તો સોમા ભાગે પણ ન આવી શકે. તેમ છતાં વિવામાં મશગૂલ બનેલો અનુજ બંધુ અગ્રજ બંધુને વંદન પણ ન કરે એ તો ઘણા મોટા દુર્ભાગ્યની દશા કહેવાય. આવા અવિવેક બંધુને વંધ્યવૃક્ષની જેમ ધિકાર છે. ત્યારે કોક મુનિએ ભવદત્તને કહ્યું કે કોક કઠોર હૃદયવાળો ભાઈ હોય તો આવું બને. પણ તમારો નાનો ભાઈ કેવો વિવેકી છે અને કેવો ભક્તિવાળો છે એ તમે એને શિષ્ય કરીને બતાડશો, ત્યારે અમને ખબર પડશે. ભવદત્ત મુનિએ કહ્યું કે, હાં જે ગુરુદેવ મગધદેશમાં વિહાર કરશે તો હું ચોક્કસ તેને દીક્ષિત કરીને તમને બતાડીશ.
એક દિવસ વિહાર કરતાં કરતાં ભવદત્ત મુનિ મગધના સુગ્રામ ગામે પહોંચ્યા. માતા-પિતાને પુત્ર-મુનિના આગમનના સમાચાર મળ્યા. તેઓ રાજી થયાં. કહેવા લાગ્યાં કે અમારે તો અવસર ઉપર અવસર આવ્યે જ જાય છે. હમણાં જ હજુ તો નાના દીકરાના લગ્નનો અવસર પરવાર્યા અને એટલામાં જ મોટા પુત્ર મુનિવરના આગમનનો અવસર આવ્યો. વાહ ! કેવું ધનભાગ ! ભવદત્ત મુનિએ જોયું તો ઘર આંગણે મંડપ બંધાયેલો હતો. નાના બંધુનાં લગ્ન થઈ ગયાં હશે એવું અનુમાન કરીને હૃદયમાં ફાળ પડી. હાય ! હવે આને દીક્ષા કેવી રીતે આપીશ? મેં પ્રભાસ મુનિનો ઉપહાસ કર્યો, પણ હવે તો કફોડી દશા મારી થશે. કચવાતા મને તેમણે ઘરમાં પ્રવેશ કર્યો. ધર્મલાભ આપ્યો. તે વેળાએ મેડી ઉપર ભવદત્ત એ સમયના કુળના આચાર
જિલ્લામી રાસ ૯
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે પોતાની નવોઢાને શણગારી રહ્યો હતો. આ પ્રસંગે મહોપાધ્યાયશ્રીએ ઉàક્ષા અલંકારનો ઉપયોગ કરીને નવોઢાના મેકપનું વર્ણન કર્યું છે. અંબોડો કેવો બાંધ્યો, તિલક કેવું કર્યું, ગાલ પર પત્રલતાઓ કેવી ચીતરી હતી, એ વર્ણવીને જણાવ્યું છે કે “કુચ મંડન જબ કઈ તે કામનું, ઋષભકૂટ ૪ ૫. તબ મુનિ ભ્રાતા રે આવ્યો સાંભળ્યો, દુઉ વંદન પરિણામ. અર્ધમંડિતાને મૂકી નાગિલા, વહેલો આવું રે વંદિ, ઈમ ચિંતિવારી રે સખી તસ વારતી, વંદઈ ભ્રાત આનંદિ. પત્ની નાગિલાનો શણગાર અધૂરો મૂકીને તે વડિલ બંધુ મુનિવરને વંદન કરવા માટે દોડી આવ્યો. ત્યારે બંધુ મુનિવરે તેના હાથમાં ધીનું પાત્ર પકડાવીને સાથે આવવા કહ્યું. અનેક નગરજનો થોડેક સુધી મુનિવરને વળાવીને પાછા ફર્યા ત્યારે ભવદવ વિચારે છે કે બીજા ભલે પાછા વળે પણ ભાઈ થઈને મારાથી થોડા પાછા ફરાય? મોટા ભાઈને ભિક્ષાનો ભાર વધી ગયો એટલે તો મને પાત્ર ઉપાડવા આપ્યું. હવે પાત્ર મકાને ન પહોંચાડું અને મને વાળ્યાં વિના હું પાછો વળી જાઉં તો સગપણનો શું સ્વાદ?
આખા રસ્તે બન્ને ભાઈઓ ભૂતકાળના સંસ્મરણોને તાજા કરતાં ચાલ્યા જાય છે. આ મોહનગારાં વૃક્ષો પર આપણે બન્ને વાનરની જેમ ઉપર ચડતા અને ઊતરતા. આ તળાવમાં આપણે જલક્રીડા કરતા અને આ કપૂર જેવી રેતીમાં આપણે ઘર બાંધતા, એમ વાતો કરતાં કરતાં ઉપાશ્રયે આવી પહોંચ્યા. બે ભાઈઓને આવતા જોયા એટલે અનેક મુનિઓ ડોક વાંકી કરીને જોવા લાગ્યા. અંદરોઅંદર હાંસી કરવા લાગ્યા કે સાધુ ભેગો આવ્યો છે તો સાધુ જ થશે. હાથમાં આવ્યો હવે થોડો છોડશે. સંન્યાસી ભેગો ગયો હોત તો સંન્યાસી થાત. બન્ને બંધુઓ ગુરુ પાસે પહોંચ્યા ત્યારે ગુરુએ પૂછ્યું કે આ કોણ છે? ત્યારે ભવદત્ત મુનિ કહે મારો નાનો ભાઈ છે. દિક્ષા આપીને આપ તેનો ઉધ્ધાર કરો. ત્યારે ગુરુએ પૂછ્યું, બોલ કેમ તું લઈશ ને? ભાઈ-મહારાજની વાત ખોટી ન પડે માટે લજ્જાથી હા પાડી અને તરત જ દીક્ષાનું મુહરત કાઢ્યું. ભવદેવને પ્રવયા આપીને ત્યાંથી તરત વિહાર કરાવી દીધો. ભાઈ પ્રત્યેની ભક્તિથી દીક્ષા તો લીધી પણ મનથી નવોઢા નાગિલાનો સ્નેહ ઓછો થયો નથી. દિન-પ્રતિદિન વિરહની વેદના અંતરને વધુ ને વધુ બાળવા લાગી. દિવસ જાય તો રાત ન જાય અને રાત જાય તો દિવસ ન જાય. નાગિલાનો અજપાજપ જપતાં જપતાં મુનિવરે વર્ષો કાઢી નાંખ્યાં. મોટા બંધુ મુનિવરની ઉમર થઈ, એમણે અનશન સ્વીકાર્યું અને સ્વર્ગવાસ પામી સૌધર્મ દેવલોકમાં
પશોભાવતી LL ૦
Page #98
--------------------------------------------------------------------------
________________
દેવ થયા. સિંહના ટોળામાં બકરાની જેમ બેઠેલા ભવદેવને થયું, ભાઈનું મન સાચવી લીધું હવે વ્રત પાળવાનો કોઈ અર્થ નથી. અંદર અગ્નિ ભભૂકી રહ્યો છે પછી બહારથી ફોગટ ક્રિયા કરવાનો કોઈ અર્થ નથી. દૂબળું શરીર જોઈને લોકો મને તપસ્વી માનતાં હોય પણ અંદરથી હું સળગી સળગીને ખલાસ થઈ રહ્યો છું. એ કોણ જાણે ? મને વ્રત કરતાંય વિરહનું કષ્ટ વધારે લાગે છે. મારી પ્રિયાની હૃદયની વેદના તો કેવી હશે? જે અંગ પર વસ્ત્ર બંધન ન હોત તો તેની છાતી ફાટીને ટુકડા થઈ ગઈ હોત. ખેર ! હજુ પણ કાંઈ બગડ્યું નથી. ઘરે જાઉં અને ફરી વાર તેની સાથે જ ઘર માંડું-આવા વિચાર સાથે ભવદેવ મુનિએ કોઈનેય જણાવ્યા વિના સુગ્રામની વાટ પકડી દીધી.
ગામની ભાગોળે ઊંઘ વિનાની ઉજાગર રાત વીતાવી દીધી. પરોઢ થયું અને બે સ્ત્રીઓ મંદિરે આવતી દેખાઈ. એકના હાથમાં ફૂલની માળા હતી. ભવદેવે ઊભા થઈને તે સ્ત્રીઓને પૂછ્યું કે રાષ્ટ્રકૂટ અને રેવની ગામમાં શું કરે છે? અરે, રે ! એ તો ક્યારનાય મરણને શરણ થઈ ગયાં. બેમાંથી એકેય નથી. અચ્છા તો એમની એક પુત્રવધુ હતી. નાગિલા જેનું નામ હતું. જેનો ઘણી સાધુ થઈ ગયો હતો એ નાગિલા શું કરે છે ? સાથેની જુવાન સ્ત્રીએ પૂછ્યું પણ એ નાગિલાનું તમારે શું કામ છે? એને અને તમારે શો સંબંધ? ઓહ ! હું એ નાગિલાનો કંથ છું. અરે મુનિવર તમે સંત કે કંથ ? હા હા....બહારથી સંત પણ અંદરથી કંથ. હજી મારા મનમાંથી એ મારી નારી ખસી નથી. મારે તેને મળવું છે. ઓલી જુવાન સ્ત્રીએ એકાએક ધડાકો કર્યો અને કહ્યું કે આ ઊભી એ જ નાગિલા છે. મળી લો, પૂછી લો, બોલો શું કામ છે? આવ તું જરા અંદર મંદિરમાં આવ. બાર બાર વર્ષની વાતો ભેગી થઈ છે. તું આવ અંદર ! નાગિલા અંદર ગઈ અને મુનિશ્રીએ પોતાની હૈયાવરાળ કાઢવાની શરૂ કરી ! આ તારો દેહ કેમ સાવ પલટાઈ ગયો છે ! બસ ! તમે સાધુ બન્યા. બા-બાપુજી સ્વર્ગે ગયા. મેં મન મનાવી દીધું અને તપ આદર્યું. રાહ જોતી બેઠી “તી તમે આવશો ત્યારે દીક્ષા લઈશ, સાધ્વી બની જઈશ અને આત્મકલ્યાણ સાધીશ. રે! સાધ્વી જ લાગે છે તું. નથી શરીરમાં લોહી-માંસ ! નથી ચામડી પર રૂપ કે નથી શરીર પર શણગાર ! કશું રહ્યું જ ક્યાં છે? હા, કશું રહ્યું નથી પણ તમારા મનમાં આ હાડપિંજરા પર મોહ રહી ગયો છે તેનું શું? જરીક સ્વસ્થ બનો. મનમાંથી મોહ કાઢી નાંખો અને સાધનાના માર્ગે આગળ વધો. જ્ઞાન-દર્શન-ચરિત્રનાં ત્રણ રત્નો આ ગંદી કાયામાં રોળી
ન જેસ્વામી રામ 1 ૮૧ )
Page #99
--------------------------------------------------------------------------
________________
નાંખવામાં મજા નથી. નાગિલાનાં વચનો સાંભળીને ભવદેવ વિચારમાં લીન થઈ ગયા. આંખ મીંચી દીધી. જાત પર ધિક્કાર છૂટ્યો. ક્યાં હું અને ક્યાં આ નારી ! હું એના માટે ઝૂરી ઝૂરીને મરી રહ્યો છું અને એ ઘરમાં બેઠી બેટા દીક્ષાનાં સ્વપ્નો જોઈ રહી છે. નાગિલા ! તને ધન્ય છે. તું નારી નહિ પણ ગુરુણી નીકળી. બસ ! હવે પાછો જાઉં છું. ગુરુ પાસે પહોંચીશ. આલોચના કરીને જાતની શુદ્ધિ કરીશ. બાજુના જિન મંદિરમાં પ્રભુના દર્શન કરીને મુનિ કાબંદી તરફ વિહાર કરી ગયા. નાગિલાએ ઘરકામ સમેટીને ટૂંક સમયમાં દીક્ષા લીધી. ભવદેવ મુનિવરે આલોચના પ્રાયશ્ચિત્ત કર્યું. સુંદર આરાધના કરવા લાગ્યા. અંતે સ્વર્ગવાસ પામીને સામાનિક દેવ બન્યા. દેવલોકથી આવીને બન્ને બંધુઓના આત્માનું મહાવિદેહની ધરતી પર જુદા જુદા ઘરમાં અવતરણ થયું. એકનું નામ સાગરદત્ત અને બીજાનું નામ શિવકુમાર સાગર. દત્તે દીક્ષા લીધી. અધિજ્ઞાન થયું અને નાનાબંધુ શિવકુમારને પ્રતિબોધ પમાડ્યો. પણ માતા-પિતાએ દીક્ષા માટે રજા ન આપી. અંતે શિવકુમારે ઘરમાં જ ભાવસાધુની જેમ રહેવાનો સંકલ્પ કર્યો. લગાતાર બાર વર્ષ સુધી છઠ્ઠને પારણે આંબેલનો તપ કર્યો. પૂર્વોપાર્જિત ચારિત્ર મોહનીય કર્મને ખપાવી નાંખ્યું. અંતે અનશન કરી વિદ્યુન્માલી દેવ તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવમાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય સાથે તપેલા તપના પ્રભાવે દેવ ભવમાં ઉત્કૃષ્ટ રૂપ અને તેજ સંપ્રાપ્ત થયું.
આ બાજુ રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠના ઘરમાં ધારિણી પત્ની સદૈવ પુત્રપ્રાપ્તિનાં સ્વપ્નો સેવતી દિવસો પસાર કરતી હતી. એમાં એક વાર પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીનું આગમન થયું. તેમને વંદનાદિક કરવાથી મને પુત્રનો સંયોગ સંપ્રાપ્ત થશે એવી ભાવનાથી સહુ તેમની સાથે ગયા. દેશના સાંભળ્યા બાદ ધારિણીએ પ્રશ્ન પૂછ્યો કે મને પુત્ર થશે કે નહિ ? ત્યારે ત્યાં બેઠેલા સિદ્ધ પુત્રે કહ્યું કે મુનિઓ આવી સાવધવાત નહિ કરે. પણ હું તને કહું છું સિંહસ્વપ્નથી સૂચિત એવો પુત્ર તને થશે. પણ એની પ્રાપ્તિ માટે તારે એકસો ને આઠ આંબેલનો તપ કરવો અને પરમેષ્ઠીના ધ્યાનમાં મન લીન કરવું. સિદ્ધપુત્રે કહ્યા પ્રમાણે પંચ પરમેષ્ઠીના જાપ સાથે ૧૦૮ આંબેલનો તપ ધારિણીએ કર્યો અને સિંહ સ્વપ્ર સૂચિત એવા પુત્રરત્નને એક દિવસ જન્મ આવ્યો. જેનું નામ જંબૂકુમાર પાડવામાં આવ્યું. યૌવનવયમાં આઠ આઠ કન્યાઓ સાથે જંબૂકુમારનું સગપણ કરવામાં આવ્યું. લગ્ન લેવાય તે પહેલાં
પોભારતી દ૮૨
Page #100
--------------------------------------------------------------------------
________________
જંબૂકુમારે ભગવાન સુધર્માસ્વામીજીની દેશના સાંભળીને ચારિત્ર લેવાનો સંકલ્પ કર્યો. માતા-પિતાની રજા મેળવવા માટે તે ઘરે આવી રહ્યા હતા. અને રસ્તામાં એક મોટો લોહનો ગોળો પગ પાસે આવીને પડ્યો. જેબૂએ વિચાર્યું કે જો, માથામાં પડ્યો હોત તો જીવતર અહીં જ પૂરું થઈ જાત. જીવનનો કોઈ ભરોસો નથી. રજા લેવા જેટલો પણ વિલંબ કરવા જેવો નથી. પાછો ગુરુદેવ પાસે જાઉં અને તરત દીક્ષા લઈ લઉં. જંબૂ ગણઘરશ્રી પાસે આવ્યા અને દીક્ષા માંગી પણ ભવિષ્યમાં વધુ લાભને જાણનારા સુધર્માસ્વામીજીએ જંબૂને કહ્યું, ના તું રજા લઈને આવ પછી દીક્ષા આપું. ત્યારે જંબુ કહે છે કે, ખેર દીક્ષા નહીં તો બ્રહ્મચર્યવ્રત તો આપી દ્યો. ચોથું વ્રત સુધર્માસ્વામીએ આપ્યું. અને જંબૂ દીક્ષાની રજા લેવા પહોંચ્યો. માતા-પિતા સ્વજનોએ વાત સાંભળીને ઘણી ધમાલ કરી. ઘણા મનામણાં કર્યો, પણ જંબૂ એકના બે ન થયા. છેવટે એક દિવસ લગ્ન કરી બીજે દિવસે દીક્ષા લેવાનો નિર્ણય લેવાયો. સહુએ સ્વીકાર્યો. કન્યાઓના માતા-પિતાએ ના પાડી. પણ કન્યાઓ કહે કે અમે જંબૂ સિવાય અન્યને પરણશું નહીં. એ જે કરશે તે અમે કરશું. પણ, એક ભવમાં બે ભરથાર નહિ કરીએ. લગ્નનો માંડવો નંખાયો. ધવલ મંગલ વાગવા લાગ્યા. જંબૂકુમારને લગ્નની પીઠી ચોળવામાં આવી.
સ્નાન કરીને જ્યારે બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે જંબૂના વાળમાંથી પાણીનાં ટીપા ટપકી રહયાં છે. એ જોઈને પૂ. મહોપાધ્યાયજી રાસમાં લખે છે કે આ સુંવાળા વાળ બિચારા રોવા માંડ્યા અને આંસુના ટીપાં પાડવા લાગ્યા, કેમકે વાળને હવે સામે લોચના દિવસો નજીક દેખાવા મંડયા છે. “નિચોઈનું પાણી રે ન્હાયા જંબૂ શિર જાણી રે, લોચ ઢંકડો માનું એ કેશ આંસુ ઝરઈ રે.” આ પ્રસંગે રાસકારે જંબૂકુમારના મેકપનું જોરદાર વર્ણન કર્યું છે. તે પછી જાન કેવી હતી? જાનૈયા કેવા હતા? લગ્નમંડપ કેવો હતો? વગેરે અદૂભુત વર્ણનો છે, પણ અત્યારે આપણી પાસે સમયની મર્યાદા છે. તેથી જલદી સીધા હવે લગ્નના માંડવે પહોંચી જઈએ. શરાવ સંપુટને પગ નીચે ચાંપીને જંબૂકમારે માણ્યરામાં પ્રવેશ કર્યો. આઠ કન્યાઓ પણ સાથે બેઠી છે. હજારો નર-નારી વિવાહ મંડપમાં જમા થયા. હસ્તમેળાપ અને ચાર મંગળના ચાર ફેરા અને અગ્નિહોમની ક્રિયા કરવા પૂર્વક જંબૂ પરણ્યા. વર-વધૂને ચીકાર સોનૈયાની ભેટો આપવામાં આવી. જેબૂ કુલ નવાણું ક્રોડ સૌનૈયાના અને આઠ કન્યાઓના સ્વામી બન્યા. મંગળ દીપકો પ્રગટાવ્યા. ધવલમંગલ ગવાવા
સ્વામી રામ n ૮૩ )
Page #101
--------------------------------------------------------------------------
________________
લાગ્યા અને જાનને વિદાય આપવામાં આવી. ધરે આવી જિનેશ્વર પરમાત્માને પ્રણામ કરીને મીંઢળ છોડ્યાં. રાત અંધારી અને વાસગૃહ સુગંધીથી મહેકવા લાગ્યું. સિંહ જેમ ગુહમાં પ્રવેશે તેમ જંબૂકુમારે વાસગૃહમાં પ્રવેશ કર્યો. આઠ-આઠ યુવતીઓની વચ્ચે પણ જંબૂકુમાર નિર્વિકાર રહ્યા છે. એ વાતને સ્પષ્ટ કરતાં મહોપાધ્યાયશ્રી લખે છે ઃ
‘‘અહો રહઈ જંબૂ તિહાં નિર્વિકાર પ્રિયા પાસ, ગોરો કોરો કુણ રહઈ મિસ ઉરો કિર વાસ.’’ કાજળના ઘરમાં કયો ગોરો, કોરો રહી શકે ? જેને ડાઘ ન લાગે ? કોણ એવો ભડવીર હોય કે જે પ્રિયાના આવાસમાં નિર્વિકાર રહી શકે ? જંબૂકુમારને સંસારનાં સુખો ભોગવવા માટે આઠ-આઠ પ્રિયતમાઓએ થાય એટલા વાનાં કર્યાં. થાય એટલી દલીલો કરી પણ કશું ચાલી શક્યું નહિ. આઠે સ્ત્રીઓએ ભિન્ન ભિન્ન કથાનકો સંભળાવીને જંબૂને વશ કરવા પ્રયત્ન કર્યો, પણ પ્રત્યુત્તરમાં જંબૂકુમારે પણ વળતી એવી જ આઠ કથાઓ કહી કે સ્ત્રીઓની એક પણ દલીલ ઊભી રહી ન શકી. આખી રાત શયનકક્ષમાં પરસ્પર આ વાર્તાલાપ ચાલતો રહ્યો છે. દુનિયામાં તમારા જેવા ઘણાય માણસો પરણે છે, પત્ની લાવે છે, પણ જંબૂકુમારે પરણ્યા પછી પહેલી રાત્રે જેવી વાત કરી છે તેવી વાતો આજ લાગી કોઈ વરઘોડિયાએ કરી નથી. લગ્નની પ્રથમરાતનો સંવાદ એટલો જોરદાર હતો કે તે રાત્રીએ ચોરી કરવા આવેલો પ્રભવ ચોર અને તેના ૪૯૯ સાગરિતો પણ આ વાર્તાલાપ સાંભળીને વૈરાગી બન્યા છે.
રાત્રિના છેલ્લા પહોરે નારીઓએ શરણાગતિ સ્વીકારી લીધી અને જે તમે કરશો તે જ અમે કરશું. તમારો અને અમારો રાહ હંમેશાં એક જ રહેશે. તમને જે ગમ્યું અમને પણ તે ગમશે. આવા સમર્પણભાવને વ્યક્ત કરતાં કેટલાક દુહા પૂ. મહોપાધ્યાયશ્રીએ મારવાડી ભાષામાં રજૂ કરીને તેઓશ્રીની મારવાડી જબાનનો પણ અનુભવ કરાવ્યો છે ઃ
‘મેં ચાંદા રેં ચાંદણી રે, મેં તરૂઅરિ મ્હે વેલિ. સૂકાં પણિ મુકાં નહિ રે, લાગી રહું રંગ રેલિ. મ્હોંકાં વાલમ ઢોડ્યા કિઉં જવાસી.
થેં આંબા મ્હેં માંજરી થેં પંકજ છેં બાગ. થેં સૂરજ મ્હેં પદ્મિનીરે, મેં રસ તો મ્હે રંગ.
પોભારતી -૮
Page #102
--------------------------------------------------------------------------
________________
સ્વામી તમે જો ચાંદ તો અમે ચાંદની છીયે. તમે જો વૃક્ષ તો અમે વેલડી છીયે. સૂકાઈ જશું પણ મૂકશું નહિ. તમે જો આંબો તો અમે મંજરી છીયે. તમે જે પંકજ તો અમે બાગ છીયે. તમે જો સૂરજ તો અમે પઘિનિ છીયે.
તમે જો રસ તો અમે રંગ છીએ.” આવી અનેક ઉપમાઓ આપી છે. પત્નીઓના પતિવ્રતત્વને બિરદાવ્યું
પરોઢ થયું અને પત્નીઓએ સાસુ, સસરા પાસે જઈને પ્રણામ કરી આશિષ માંગ્યા. બસ ! અમે હાર્યા અને એ જીત્યા ! એમનો જે પંથ અમારો પણ તે પંથ. આપ આશિષ આપો. અમારો માર્ગ કલ્યાણકારી બને.
તાજી પરણેલીનો આ વિરાગ જોઈને સાસુ-સસરા ને આઠેનાં માતા-પિતા પણ વિરાગી થયાં. પ્રભવાદિ ૫00 ચોરોને પણ વૈરાગ્ય થયો. બધો રસાલો લઈને બૂકુમાર સુધર્માસ્વામીના ચરણોમાં દીક્ષા લેવા માટે નીકળ્યા. અભૂતપૂર્વ વર્ષીદાનનો વરઘોડો ચડ્યો અને જિન મંદિરોમાં મહોત્સવ વગેરેનો પ્રારંભ થયો. કુલ પર૭ના વિશાળ પરિવાર સાથે સુધર્માસ્વામીજીના ચરણોમાં જંબૂકુમારે પ્રવજ્યાનો સ્વીકાર કર્યો. જંબૂસ્વામી સુધર્માસ્વામીના શિષ્ય બન્યા. પ્રભવ જંબૂસ્વામીના શિષ્ય બન્યા. અને ૪૯૯ ચોરો પ્રભવસ્વામીના શિષ્યો બન્યા. સુધર્માસ્વામી ગણધરની છત્રછાયા નીચે સહુ સંયમારાધના કરવા લાગ્યા. વર્ષો જતાં સુધર્માસ્વામીએ જેબૂસ્વામીને પોતાની પાટે સ્થાપ્યા અને સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
Page #103
--------------------------------------------------------------------------
________________
१०
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીની અમૃતવેલની સજ્ઝાય
-પં. અરુણોદયસાગરજી મ.
પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ગુજરાતની એક અલૌકિક સંતવિભૂતિ હતા. આ વિભૂતિએ જાતની પરવા કર્યા વિના ભક્તિનો અહાલેક જગાવવા અવિરત પુરુષાર્થ કર્યો. જીવનની મૂલ્યવાન હર પળ અલખ જગાવવામાં ગાળી અને અલખનાં અમૃતઝરણાં સહુને માટે વહેવડાવવામાં અજોડતા હાંસલ કરી હતી. તેના નમૂનારૂપે તેમની અત્યંત પ્રસિદ્ધ કૃતિ છે ‘અમૃતવેલની સજ્ઝાય.' ખરેખર અમૃતની વેલ કેવી હોય છે ? તે ક્યાં સુધી આકાશમાં ઊંચે ઊંચે જાય છે ? અને તેનો પ્રભાવ, તેની છાયા શું કામ કરે છે ? તેનો એક ક્રમ આમાં અદ્ભુત રીતે વર્ણવ્યો છે. આ તેમની ભાવનાની સ્વરલહરી સાંભળ્યા બાદ કઠોર હૃદયનો માનવી પણ આફરીન પોકારી જાય.
સર્વ પાપોનું મૂળ તે છે ભ્રમણા. ભ્રમણાએ ભલભલાને ભમાવી નાખ્યા છે, ભમરડાની જેમ. કારણ ભ્રમણાઓ જ ભૂલો માટે જીવનમાં જવાબદાર છે. ઉન્નતિનાં શિખરે ભ્રમણા ચડવા દેતી નથી. દ્વિચત્ પુરુષાર્થના બળે ચડી પણ જાય તો એ પછી પાડે છે છેક તળિયે. માટે આ દેહમાં જે બિરાજમાન છે તેને સંબોધીને પૂ. ઉપાધ્યાયજી મહારાજ પોકાર કરે છે. ચેતનના સ્મરણે મોહનો પ્રબળ સંતાપ ઠેર ઠેર શમતો જોવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ દર્શન-આપણાં શરીરમાં ચેતનતાનું મૂળ કારણ ચેતન છે તેનાં સ્મરણોમાં જ છપાયા છે. આજે ઠેર ઠેર યુવાનો જુઓ કે બાળકો જુઓ માતાપિતાના ઉપકારને પગની હડફેટે શા માટે ચડાવતાં નજરે પડે છે ? તેનું મૂળ કારણ જોશો તો નજરે પડશે કે ચેતનના સ્મરણનો અભાવ. એક માત્ર દેહ ત૨ફની નજર શરીર વટવાળું રહેવું જોઈએ. કોઈ પણ ભોગે કપડાં ફેશનવાળા અપટુડેટ હોવાં જોઈએ. એનું પરિણામ એ આવે છે કે જીવન જ પોકળ બની જાય છે.
યશોભારતી છ ૮
Page #104
--------------------------------------------------------------------------
________________
અમીરી જીવનની અમીરી છે અને એ અમીરીની વહેંચણી ખરેખર ઉચ્ચ કોટિની અમીરી છે. જેનું જીવન અમૃતભાવોથી ભરેલું હોય તેવા સાધુ-સંતોના જીવનમાં ડોકિયું કરનારાઓ અમૃતરસનું આસ્વાદન કરી શકે છે. ત્યાગી ગુરુભગવંતોનો સથવારો માનવી જ્યાં સુધી મેળવી શકતો નથી, ત્યાં સુધી તેનું જીવન અશાંતિ, અસંતોષ અને અસમાધિરૂપી વિષથી ભરેલું રહે છે. ઝેર પીનારાઓ તો ઘણા જોયા, પણ આજે તો ઝેર પી-પીને છાકટા થનારાઓનો કોઈ પાર નથી. એનું કારણ છે મોહ. મોહનો સંતાપ વિષને અમૃત મનાવીને એવો ભ્રમ ઉત્પન્ન કરે છે કે તેને અમૃત ગમતું નથી. એટલું જ નહીં, પણ અમૃતને અમૃત માનવા કોઈ પણ હિસાબે તૈયાર થતો નથી. મોહસંતાપ એટલે જ આપણા શરીરમાં રહેલા ચેતનને ભૂલવો અને શરીરસુખમાં જ રાચવું, તેનામાં સ્વર્ગીય આનંદનો અનુભવ કરવો. આને જ ભારતીય સંસ્કૃતિના આત્મા ઉપર કુઠારાઘાત કહેવાય.
મોહનો સંતાપ એટલે જ ગુણોને વિકસિત કરવાને બદલે સંખ્યાને વિકસિત કરવી. સંખ્યા શેની ? અવગુણોની. અવગુણોને વધતા રોકવા માટેની ખમીરીનો નાશ એટલે ગરીબીની વૃદ્ધિ અને વસ્તીવધારો. હિંસાને હિંસા ન માનવાનું કારણ હોય તો તે મોહ છે. મોહ શરીર પ્રત્યે મહોબ્બત વધારે છે. તે શરીરસુખમાં જ સર્વસ્વ માને છે. તેના માટે તનતોડ મહેનત પણ આદરે છે, પણ દરેક જાતના પ્રપંચોની માયાજાળમાં સપડાઈ જાય છે. સદાચારને દૂરથી સલામ કરી દે છે. સદાચારીની હાંસી ઉડાડવામાં ગૌરવ માને છે. ચેતનને ભૂલનારા માનવી અજ્ઞાની છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે અમૃત પીનારા આજે ઝેરને અમૃત કેમ માની રહ્યા છે ? અમૃતના રસપાનની તૃષા જ હણાઈ ગઈ છે.
સ્વાર્થાંધતાએ માઝા મૂકી છે તે દેખાય છે ?
જ્ઞાનનો પ્રકાશ હોય ત્યાં અજ્ઞાન, સ્વાર્થ, ઈર્ષ્યા, અભિમાન, કપટ, ક્રોધ, લોભ, રાગ અને દ્વેષરૂપી ચોરી કરડી પણ શકતાં નથી. જ્ઞાનના પ્રકાશમાં સ્વશક્તિનું ભાન થાય છે અને તેથી સ્વચિત્તનું જે ડામાડોળપણું છે તેનું નિવારણ થાય છે. સંતોના જીવનમાં આ જ્ઞાનનું ઝરણું પ્રગટે છે તે જ્ઞાનની આ વાત છે. તે જ્ઞાનને અમૃત માનવામાં આવ્યું છે અને એ જ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. આખું વિશ્વ શા માટે ભારતની ભૂમિમાં જીવવા માટે ઝંખે છે ? એનું જો કારણ હોય તો તે એક જ છે. શરીર જેવી બૂરી ચીજ એકેય નથી અને શરીરના સુખની
અમૃતવેલની સજ્જાપ D 25
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રબળ ઇચ્છા જેવું ભિખારીપણું બીજું એકે શોધ્યું જડે તેમ નથી. આપણા આ દેહમાં રહેલ ચેતનની અનંત શક્તિનો અનુભવ કરાવીને જીવનને આનંદ મંગળથી ભરી દેવાનો સંદેશ ભારતીય સંસ્કૃતિમાં છે. તે બીજી કોઈ ધરતીમાં ધરબાયેલું નથી, માટે એમના જીવનમાં શાંતિનો અનુભવ કરવા આ ધરતીમાં જીવન જીવવું પડે.
આજે જે જ્ઞાન બાળકોને પ્રાપ્ત થઈ રહ્યું છે અને માત્ર દેહસુખલક્ષી કેળવણીને કા૨ણે ચેતનને ભૂલવાને પરિણામે મનની ચંચળતાએ માઝા મૂકી છે. માતાપિતાની અવજ્ઞા.
બાળકના પિતા ધાર્મિક-ધાર્મિકભાવનાના કારણે વિચારે કે દીકરા સ્કૂલમાં જ્ઞાન મેળવે છે, તેનો ભણતરના માર્ગે બુદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે. લાવને, તેના જીવનમાં ધર્મનો પણ વિકાસ કરી લેવાની પ્રેરણા કરવા દે. માટે એસ.એસ.સી.માં ભણતા બાળકના પિતાએ કહ્યું, ‘બેટા ! નવકાર ગણ.’ દીકરાએ ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. પિતાના હૃદયને આઘાત લાગ્યો. બીજી વાર કહ્યું, ‘“તને સોનાની વીંટી લાવી આપું, તું નવકાર ગણે તો ?'' બાળકે તરત હા પાડી, પણ તે હકાર ક્ષણજીવી નીવડ્યો. પિતા બાળકના દેહના અનુરાગને કારણે પોતાના બાળકની ક્ષણજીવી ‘હા’ને ઓળખી શક્યા નહીં. પિતા થાપ ખાઈ ગયા ! સોનાની વીંટી લાવી આપી પણ એ રમતારામે બે-ચાર દિવસ નવકાર ગણ્યા અને પછી ગણવાનું છોડી દીધું.
પિતાએ પૂછ્યું, ‘‘કેમ, હવે જાપ કરતો નથી ?’' પિતાને રોકડું પરખાવી દીધું, ‘‘આપણાથી કશુંય થાય એમ નથી.'' મોહ શરીરનો, શિક્ષણના વાતાવરણમાં શરીરના સુખની તીવ્ર ઇચ્છા એકધારી મળ્યા કરે છે ત્યાં મોહ પ્રબળ બને છે. ત્યાર બાદ તે સગા માતાપિતાની વાતને પણ માની શકતો નથી તો પછી ગુણીજનો, સાધુજનોની વાત માનવાની દૂર રહી, તે સાંભળવી પણ ગમતી નથી. માટે જ ઉપાધ્યાયજી કહે છે ‘‘મોહનો સંતાપ ટાળો.’’ સંતાપ જીવનમાં વધતો જાય છે. અજંપાની સ્થિતિ એ મોહની પ્રબળતાની નિશાની છે. મોહના કુસંસ્કારોને પ્રગટ થવા દેવાને બદલે છાવરવાની આવડત ફેશન અને શિક્ષણના નામે વધી રહ્યાં છે, માટે જ બધું હોવા છતાં અજંપો, અશાંતિ અને અરાજકતા છે. આ બધી જ નિશાનીઓ મોહની પ્રબળતાની ચાડી ખાય છે. જો આનો ઉપાય કરવો હોય તો આજના સમયે ‘અમૃતવેલની સજ્ઝાય' અત્યંત ઉપયોગી બની શકે તેમ છે. એમાં ઉપાધ્યાય મહારાજે વિકાસનો ઉપક્રમ ઘણી
યશોભારતી ઇ ૮૮
Page #106
--------------------------------------------------------------------------
________________
જ કુશળતાથીદર્શાવ્યો છે, કારણ કે તે પ્રક્રિયામાં નક્કર વિકાસ દરેક મનુષ્યનો તો જ થઈ શકે છે. કહેવત છે કે “ઝવેરીને ત્યાં કારેલાં વેચાતાં ન મળે.” કારેલાં ઝવેરીને ત્યાં માંગનાર શેમાં ખપે? સરસ્વતીના અવતાર સમા મહાપુરુષ પાસે અમૃતઝરણાં જ હોય. તેમનાં એકેક કથનમાંથી સુખની સરવાણીઓ ફૂટતી હોય છે. તેમના ઉપકારોનાં સ્મરણમાં તેમનાં તરફ પ્રેમ લાધે. ગુજરાતની સંસ્કૃતિના રક્ષણ કરનારને બિરદાવીએ. ચેતન !
ખેવના રાખે છે તે વિશ્વને અચંબામાં નાંખીને જીવન જીવવાની અને તે માટે તું ભણવાની ભાવના કરે છે. ગમે તે ભોગે બુદ્ધિબળે અને પુરુષાર્થબળે દુનિયામાં વડો બનવાની ખેવના કરે છે. ડૉક્ટર કે વકીલ, નેતા કે શેઠ બનવા માટે લાલચુ બને છે, અમીરી ગુમાવે છે. જ્યારે તું ભૂલી જાય છે, આ જ મોટામાં મોટા ભ્રમમાં, અજ્ઞાનમાં આથડી રહ્યો છે. કારણ કે જીવનની અમીરી તો ખમીરીમાં સમાયેલી છે. ખમીરી છોડીને અમીરી મેળવવાનાં ફાંફાં દુનિયામાં સઘળી જગ્યાએ સહુ મારતાં નજરે દેખાય છે અને તું પણ હવાતિયાં મારવાં માંડે છે અને ભૂલી જાય છે કે અવગુણોની ગરીબી દિવસે દિવસે જીવનમાં વધતી જાય છે. અને આ અંતરની ગરીબી નજરે પડતી નથી. આ જ મોહનો સંતાપ છે. જ્ઞાન મેળવવા જતાં તું વધુ અજ્ઞાની બની રહ્યો છે, કારણ કે અંતરનું આત્માનું સાચું જ્ઞાન મેળવીને આત્મવિકાસ કરવાને બદલે તે શરીરનું સુખ મેળવવા, ભૌતિક સાધનો મેળવવા ધસમસી રહ્યો છે, ગાંડા બાવળની જેમ, અંધકારમાં તો બધાં અટવાય છે, પણ તું આ ઋષિમુનિઓની ભારતભૂમિમાં માનવીપણાને મેળવીને અજવાળામાં અથડાયા કુટાયા કરે છે. આનું નામ છે ચિત્ત. આના કારણે જ ડામાડોળ છે. તે ડામાડોળ ચિત્તને સ્થિર કરવા પૂર્ણતાનું ચિંતન કર! અંતરની પૂર્ણતાનું ચિંતન કર !
આંખો સામે વારંવાર દેખાય છે, આવે છે. પણ સાચી શ્રદ્ધા સાચામાં હોવી જોઈએ. તે ન હોવાના કારણે તરસ્યો છે ને રહે છે, પણ અવળી બુદ્ધિ તેને ઝેર સમાન બનાવે છે.
(અમૃતવેલની ચાય a ૮૯ )
Page #107
--------------------------------------------------------------------------
________________
ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાય
મુનિ શ્રી અનંતચંદ્રવિજયજી મ.
પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.” મહાપુરુષોને આ ઉક્તિ લાગુ પાડીએ ત્યારે એ પણ સત્ય છે કે આ મહાપુરુષો, તપસ્વીઓ હોય ત્યારે તેમનું સમગ્ર જીવન એક ખુલ્લી કિતાબ જેવું હોય છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્ર પછી ગુજરાતે જે બીજા એક અતિ ખ્યાત પંડિત, વિદ્વાન, ધર્મપુરુષ જૈન સમાજ અને ધર્મને તેમ જ ભારતીય જ્ઞાનગિરાને અને તે દ્વારા ભારતીય સંસ્કૃતિને અણમોલ રત્નરૂપે અર્પણ કર્યા, તે ઉપાધ્યાયશ્રી યશોવિજયજીને વંદન.
જ્ઞાનોત્થાન, ધર્મોત્થાન અને આત્મોત્થાનના ત્રિવેણીસંગમ સમા આ મહામુનિ પાટણ પાસે કનોડા ગામે સત્તરમી સદીમાં પ્રાકટ્ય પામ્યા. પિતા, નારાયણ અને માતા સૌભાગ્યદેવીની ઉત્કટ ઘર્મપરાયણતા તથા તદનુસારી પવિત્ર જીવનનો વારસો લઈને જન્મ્યા. તેમના ભાઈ પધ્ધસિંહ સાથે બાલ્યકાળના જસવંતને એવી પ્રીત હતી કે તેમના ગામમાં એ બંને રામલક્ષ્મણની જોડી તરીકે જાણીતા હતા.
શૈશવકાળની એક ઘટના. જસવંતને ખબર પડી, ત્રણ ચાર દિવસથી વરસાદ સતત વરસતો હતો અને માતા ભૂખી હતી.
“માતા ! તમે ભોજન કેમ લેતાં નથી?”
બેટા ! મારે વ્રત છે, તું જાણે છે. “ભક્તામર સ્તોત્ર'નું સાધ્વીજી મહારાજ પાસેથી શ્રવણ કર્યા વિના ભોજન લેવાય નહીં. વરસાદ અટકતો નથી. મારાથી “ભક્તામરસ્તોત્ર' સાંભળી શકાતું નથી.” “ઓહ એટલી વાત છે? તું કહે તો તને હું સંભળાવું.”
બોલ !” અને આંખો બંધ કરી, હાથ જોડી રાખી બાલ જસવંત ભક્તામર સ્તોત્ર
યશોભારતી 0 0
Page #108
--------------------------------------------------------------------------
________________
કડકડાટ બોલી ગયો. માનું હૈયું હેત અને હેરત બંનેથી ઉભરાયું. વાત આખા ગામમાં ફેલાઈ. જસવંત માની સાથે ઉપાશ્રયે જતો, સ્તોત્ર એકાગ્રચિત્તે સાંભળતો, તે તેને કંઠસ્થ થઈ ગયું હતું. પૂજ્ય પં. શ્રી નવિજયજી મહારાજ કનોડા આવ્યા, તેમણે વાત જાણી. ધર્મ અને વૈરાગ્યનો ઉપદેશ માતાને આપી, તેજસ્વી પુત્ર તરફ મીટ માંડી ગુરુ મહારાજ બોલ્યા:
“આવું રત્ન શાસનને સમર્પિત થાય તો સ્વના કલ્યાણ સાથે અનેક આત્માના પરકલ્યાણમાં તે નિમિત્ત બને”. માતા પ્રસન્ન થઈ, ભાઈ પદ્ધસિંહ તૈયાર થયા, સૌ પાટણ ગયાં, નિર્ણિત મુહૂર્ત બંને ભાઈઓની દીક્ષા થઈ; જસવંત અને પાસિંહ અનુક્રમે યશોવિજય અને પદ્મવિજય બન્યા.
એક વાર મહારાજશ્રી સાથે કનોડા (ગુજરાત) આવ્યા. પછી તો ગામેગામ વિહાર કરતાં કરતાં નયનવિજયજી મહારાજની છત્રછાયામાં મુનિ યશોવિજ્યજી અભ્યાસ–રક્ત થયા. જોતજોતામાં કર્મગ્રન્થ, ઉપદેશમાળા, વ્યાકરણ, અભિધાનકોશ અને કાવ્ય પર પ્રભુત્વ મેળવી લીધું. જ્ઞાનની અનેક શાખા પ્રશાખાઓ આત્મસાત્ કરી લીધી.
વિ.સં. ૧૬૬૬માં યશોવિજયજી ગુરુમહારાજ સાથે રાજનગર એટલે અમદાવાદ પધાર્યા. તેમની બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈ સંઘે સકલ સંઘ સમક્ષ અવધાનનું આયોજન કર્યું. આઠ મોટાં અવધાને યશોવિજયજીની કીર્તિ સર્વત્ર ફેલાવી દીધી. '
એક અખૂટ શાસનપ્રેમી, નામે ““ધનજી સૂરા”એ ગુરુશ્રીને વિનંતી કરી, અર્થની વ્યવસ્થા કરી તેમને કાશી વિદ્યાભ્યાસ કરવા મોકલ્યા. ભાવના હતી. “જૈન જયતિ શાસન”ને બીજા કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્ર સૂરિજી મ. મળે, શાસનની શાન વધે, સમાજ બલવત્તર બને અને કાશીના એક ખ્યાત વિદ્યાલયમાં ભટ્ટાચાર્યજીને ગુરુ બનાવી ત્રણેક વર્ષમાં તો ષડ્રદર્શનમાં તેઓ પારંગત બન્યા. એક સમર્થ પંડિત સાથે શહેરમાં શાસ્ત્રાર્થ થયો, પંડિત હાર્યો. કાશીના પંડિતોએ આશ્ચર્યચકિત થઈ જૈન મુનિને “ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ'નાં બિરુદ અર્પણ કર્યા.
યશોવિજયજીને ગુરુ ભટ્ટાચાર્યના આશીર્વાદ પ્રાપ્ત થયા. “હવે તો તમે ભણાવો, ગ્રંથ રચો, વિદ્યાનો અનેકાનેક રૂપે વિકાસ કરો અને સમાજની તથા શાસનની સેવા કરો.” બ્રાહ્મણ પંડિતો તથા જૈનો સૌને માટે ગૌરવ વધારનારી આ ઘટનાનું મહત્ત્વ એ બાબતમાં છે કે બ્રાહ્મણ પંડિતોની સભાએ એક જૈન
Eા ઉપાધ્યાય
Page #109
--------------------------------------------------------------------------
________________
વિદ્વાનને આ રીતે બહુમાન્યા. આ પછી બીજાં ચાર વર્ષ મીમાંસા ગ્રંથ વગેરેનો વિશદ અભ્યાસ મુનિશ્રીએ આગ્રામાં કર્યો.
કર્ણોપકર્ણ યશોવિજયજીની ગૌરવગાથા સતત સાંભળતા ગુજરાતના શ્રીસંઘ, સાધુસમુદાયે આગ્રહપૂર્વકનાં આમંત્રણ પાઠવ્યાં અને ગુરુ મહારાજશ્રી નયવિજયજી સાથે યશોવિજયજી ગુજરાતમાં પધાર્યા. રસ્તામાં અનેક સ્થળોએ પંડિતો સાથે જ્ઞાનગોષ્ઠી, શાસ્ત્રાર્થ અને વાદવિજય કરતાં યશોવિજયજી જાણે ક્ષણેક્ષણ શાસનની, જૈન ધર્મની, સમાજની સેવા કરતા હતા; લોકસંગ્રહ માટે સતત સચિંત અને સતર્ક હતા. યશોવિજયજીનાં દર્શન કરી રાજનગરના લોકો મુગ્ધ થયા, પંડિતોએ પણ તેમનું ખૂબ સન્માન કર્યું.
આ પછીની અતિ અગત્યની ઘટના છે તે સમયના રાજનગરના સૂબા મહોબતખાનની રાજસભામાં યશોવિજયજીના બહુમાનની. શ્રાવકસમાજ અને અમદાવાદના નગરજનોની હાજરી તથા મહોબતખાનની ઉપસ્થિતિમાં યશોવિજયજીએ અઢાર અવધાનની અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી. મહોબતખાન અને સૌ શ્રોતાસમુદાય મુગ્ધ થયો અને યશોવિજયજીની યશઃકથા સમગ્ર ગુજરાતમાં, ભારતભરમાં વિખ્યાત બની.
શ્રી યશોવિજયજીએ વીસ સ્થાનક તપની આરાધના કરી. સકળ શ્રીસંઘે પ્રવર્તમાન તપાગચ્છના નેતા આચાર્યશ્રી વિજયદેવસૂરિશ્વરજીને વિનંતી કરી અને યશોવિજયજીનું તપ પરિપૂર્ણ થતાં આચાર્યશ્રીના વરદ હસ્તે તેમનો ઉપાધ્યાયપદે અભિષેક થયો. વિ.સં. ૧૭૧૮માં યશોવિજયજી સકળ શ્રીસંઘના, જૈન સમાજના માનીતા ‘ઉપાધ્યાયજી' બની ગયા.
સમય જતાં ભલભલા વિદ્યાવિશારદને નિરુત્તર કરતી આ પ્રતિભાથી મુગ્ધ સમાજ કહેવા લાગ્યો કે ‘‘આ તો ‘કૂચલી શારદા' સાક્ષાત્ મૂછાળી સરસ્વતી છે ! યશોવિજયજીનું પોતાનું અનેકવિધ વિદ્યાગ્રંથોનું પઠન, મનન, ચિન્તન ચાલુ હતું. સાથે તેમના વરદ હસ્તે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં અનેક વિષયો પર નવાનવા ગ્રન્થો રચાતા જતા હતા. બીજી બાજુ શાસનસેવારત યશોવિજયજી અનેક મુનિવરોને પોતાના સમર્થ અધ્યાપનથી બહુશ્રુત
બનાવતા જતા હતા.
તર્કશાસ્ત્રથી અતિ સૂક્ષ્મ બનેલી બુદ્ધિના બળે ન્યાય ઉપરાંત આગમિક વિષયો પર, અનેકવિધ વિષયો પર તેમણે ગ્રન્થો રચ્યા. ચર્ચાસભાઓ યોજાય અને યશોવિજયજીની તલસ્પર્શી, યુક્તિ ઉપપત્તિયુક્ત વાણીથી સદીઓનાં વણ
યશોભારતી છ ૮૨
Page #110
--------------------------------------------------------------------------
________________
ઉકેલાયા જટિલ તાત્ત્વિક પ્રશ્નો ઉકેલાય અને ગ્રંથો રચાતા જાય તથા એ બહુમૂલ્ય વારસો જળવાઈ રહે.
બે મહાનુભાવો સાથેના સંપર્કથી ઉપાધ્યાયજીના વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ પડ્યો, તેનો ઉલ્લેખ કરવો અહીં યોગ્ય થશે. તપાગચ્છના આચાર્ય મહારાજ શ્રી વિજયસિંહ સૂરીશ્વરજી મહારાજે ઉપાધ્યાય યશોવિજયજીની વિચા૨-સરણીને અંતર્મુખ થવાનો ઇશારો આપ્યો અને તેમને પ્રતીતિ થઈ કે આધ્યાત્મિક સંસ્પર્શવાળી વિદ્વત્તા જ સ્વ-પર ઉભયને ઉપકારક નીવડી શકે છે. અને પુણ્યશ્લોક શ્રી આનંદધનજી મહારાજ સાથેના સમાગમથી તેમના જીવનમાં આ અંતર્મુખતાનો રંગ વિશેષ ઘેરો બન્યો અને યશોવિજયજીનાં કવિત્વ, પ્રતિભા, વિદ્વત્તાને અનેરો વળાંક પ્રાપ્ત થયો.
પૂ. યશોવિજયજી ગ્રંથો રચે, ઉપદેશો આપે, શાસનસેવા કરે, સાથે આત્મોત્થાનને એટલું જ મહત્ત્વ આપે. આત્મજ્ઞાન અને સમ્યક્ દર્શન તેમના આત્મોત્થાનના પ્રયત્નોના પાયામાં હતાં. ‘આથી જ તેમના ગુજરાતી આદિ ભાષામાં રચાયેલાં સ્તવનો-સ્તુતિ-રાજ્ઝાય-૨ાસો વગેરે ભક્તિરસથી છલોછલ ભરેલાં દેખાય છે.’’ તેઓશ્રીની વ્યાખ્યાનની સ્થાપનપદ્ધતિ પણ વિલક્ષણ હતી. પૂર્વપક્ષનું ખંડન, સિદ્ધાંતી તરીકેની પોતાની તાર્કિકતા તો સતત ચાલે. વિરોધીની અસંગતિઓ બતાવતા જવું અને પોતાને માન્ય મતની વિસંગતિઓ આગળ આણતા જવું એ એમનું ખાસ લક્ષણ છે.
તેમને માન્ય બે વિરોધી મતો હોય તો તે પૈકી એકને એક સંદર્ભમાં અને બીજાને બીજા સંદર્ભમાં તેઓ સમજાવે. જે બાબતોનું ખંડન કરવું હોય તેનું ખંડન સમર્થ રીતે કરવું, છતાં તેમાં સૂક્ષ્મ અવગાહન કરીને. અને તેમની વાક્છટા તથા સ્વસ્થતા તો અનેરાં હતાં જ ! આ ઉપરાંત સમુચિત નયથી પ્રરૂપણા, શાસ્ત્રીય પદાર્થોનું અપૂર્વ સ્પષ્ટીકરણ તથા તેની નિર્દોષ વ્યાખ્યા, શાસ્ત્રીય રહસ્યોના સાચા તાત્પર્ય પર પ્રકાશ વગેરે તેમની વ્યાખ્યાનપદ્ધતિનાં લક્ષણો છે. તેમની કલમ અને લેખનપદ્ધતિ ધારદાર, વેધક, સચોટ, સ્પષ્ટ અને સૂક્ષ્મ છે.
મહોપાધ્યાય યશોવિજયજીના ગ્રન્થોનો ટૂંક પરિચય પણ આપણે મેળવીએ. તેઓ એક મહાન દાર્શનિક અને તાર્કિક છે, તેમના ન્યાયગ્રન્થોથી ખ્યાત છે. તેમને ગુજરાત એક તાત્ત્વિક અને ભક્તિરસપરાયણ કવિ તરીકે પણ જાણે છે. ઘણીયે વખત પોતાના સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રન્થો પર તેમણે સ્વોપન્ન ટીકાઓ રચી છે. આવા તેમના અતિ અગત્યના દાર્શનિક ગ્રન્થો છે
ઉપાધ્યાયજી ઈ ૯૩
Page #111
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમત પરીક્ષા તથા તેનું ખંડન, ઉપદેશરહસ્ય, જ્ઞાનાર્ણવ, નયોપદેશ, કૂપ દષ્ટાન્ત વિશદીકરણ, ઘર્મોપદેશ, સામાચારી પ્રકરણ વગેરે. અન્યોના ગ્રંથો પરની તેમની ટીકાઓ પૈકી ખ્યાત છે – કમ્મપયડિ બૃહટીકા; સ્યાદ્વાદરહસ્ય; અષ્ટસહસ્ત્રી-ટીકા; પાતંજલયોગસૂત્ર ટીકા; વગેરે. અન્ય સ્વતંત્ર રચનાઓ છે - અધ્યાત્મસાર; અધ્યાત્મોપનિષદ્, અનેકાન્ત વ્યવસ્થા; જૈન તર્ક ભાષા; જ્ઞાનબિન્દુ; સપ્તભંગીનયપ્રદીપ, ન્યાયાલોક; યતિલક્ષણસમુચ્ચય; વગેરે. એકસોથી વધુ ગ્રંથો રચનાર યશોવિજયજીના કેટલાક ગ્રંથો અદ્યાપિ અનુપલબ્ધ છે. આ રીતે જ્યોતિષ, વ્યાકરણ, તર્ક, નબન્યાય, સાહિત્ય, અલંકાર, યોગ, છંદ, દર્શન, નય, આચાર વગેરે અનેક વિષયો પર અનેકવિધ ઉચ્ચ કોટિના ગ્રંથોની રચના કરીને આ મહાપુરુષ અદ્યાપિ ખરેખર વિદ્યમાન છે.
ગ્રંથો દ્વારા, પોતાના જીવન દ્વારા, ઉપદેશો અને વ્યાખ્યાનો દ્વારા ઉપાધ્યાયજીએ ભદ્રાત્માઓને, સંસારી જનોને અસાર સંસારની વિષમતાઓનો બોધ કરાવ્યો છે, મોક્ષમાર્ગનું ભારે મહત્ત્વ સમજાવ્યું છે. અનેક વિરોધીઓની સાથે વિવિધ વિષયો પર શાસ્ત્રાર્થ કરીને જૈન શાસન તથા ભારતીય સંસ્કૃતિનો ધ્વજ સર્વત્ર ફરકાવ્યો છે. તેમની મેધાવી પ્રતિભાથી ઝંકૃત લેખિની દ્વારા સર્જેલ, સંશોધિત અને પરિપ્લાવિત સાહિત્ય આજે પણ ભારતીય જ્ઞાનગિરા અને સંસ્કૃતિનું વિલક્ષણ અંગ છે. અદ્યાપિ અપ્રાપ્ત પરંતુ નિર્દિષ્ટ ઉપાધ્યાયના ઘણા ગ્રંથો શોધવાના છે, તે ઉપરાંત તેમના ઉપલબ્ધ ગ્રંથરત્નો પર ઘણું ઘણું સંશોધન કરવું જરૂરી છે.
શ્રી યશોવિજયજી મહારાજ પોતાના ભવ્ય જીવનને અંતે વિ.સં. ૧૭૪૩માં દર્ભાવતીની પવિત્ર ભૂમિ પર સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા.
આ મહાપુરુષને કોટિ કોટિ વંદન કરીએ. તેમના જીવન અને કવનમાંથી અનેક ઉપદેશો જીવનમાં ઉતારીએ અને યાદ રાખીએ કે “મહાપુરુષોના જીવનમાર્ગને પૂરેપૂરો ન અનુસરી શકાય, તો તેનું સ્વલ્પ અનુસરણ પણ કરવું, કારણ તેમના માર્ગે ગતિ કરનાર કદી ક્ષીણ થતો નથી. આનું કારણ એ છે કે તમામ મહાપુરુષોનાં જીવન આપણને યાદ આપે છે કે આપણે પણ આપણા જીવનને ભવ્ય બનાવી શકીએ અને વિદાયવેળાએ સમયની રેત પર પગલીઓ પાડી જઈએ.”
યશોભારતી u ૯૪
Page #112
--------------------------------------------------------------------------
________________
અિધ્યાત્મ-ઉપનિષદનો પ્રસાદ)
મુનિ શ્રી જયસુંદરવિજયજી મ.
શ્રી યશોવિજય ઉપાધ્યાયજીએ રચેલ અધ્યાત્મ-ઉપનિષદ ગ્રન્થ જૈન સાહિત્યનું એક અમૂલ્ય રત્ન છે.
અધ્યાત્મમત પરીક્ષા, અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદુ-આ ત્રણ અધ્યાત્મ” શબ્દ ગર્ભિત કૃતિઓ પૂ. ઉપાધ્યાયજીએ રચી છે. તે પૈકી અધ્યાત્મમત પરીક્ષામાં અધ્યાત્મના નામ સ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર નિક્ષેપો દર્શાવીને, પ્રધાનપણે તત્કાલીન બનાવટી આધ્યાત્મિકમતનું નિરસન કરાયેલું | છે. ભાવ-અધ્યાત્મનું સૌથી વિશાળ નિરૂપણ અધ્યાત્મસારગ્રન્થમાં કરાયું છે. અધ્યાત્મ-ઉપનિષદ ગ્રન્થનો મુખ્યપણે સૂર એ છે કે –“વાસ્તવિક અધ્યાત્મની પિછાન વિશુદ્ધ શાસ્ત્રવચનથી થાય છે; શાસ્ત્રવચન દ્વારા આત્મા, જ્ઞાનયોગ અને ક્રિયાયોગના સમન્વયરૂપ અધ્યાત્મસાધનાને આત્મસાત્ કરે છે તેનાથી મુક્તિસાધક સમતાયોગ સિદ્ધ થાય છે.”
આ ગ્રન્થમાં ચાર વિભાગ પાડવામાં આવ્યા છે: (૧) શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર (૨) જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર (૩) ક્રિયાયોગશુદ્ધિ અધિકાર (૪) સામ્યયોગશુદ્ધિ અધિકાર
શાસ્ત્રયોગ શુદ્ધિ વિભાગ-૧ : આ વિભાગમાં અધ્યાત્મની વ્યાખ્યા વ્યવહાર અને નિશ્ચય, એમ બે નયના આધારે જુદી જુદી કરેલી છે. એવં ભૂતનય એ અહીં નિશ્ચયનય છે અને એ “અધ્યાત્મ' શબ્દની વ્યુત્પત્તિથી લભ્ય અર્થ પર ભાર મૂકતાં કહે છે કે આત્માને લક્ષમાં રાખીને જે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય આ પાંચે આચારોનું સુંદર પાલન થાય તે અધ્યાત્મ છે. આ અર્થવ્યુત્પત્તિ દ્વારા એ રીતે ફલિત થાય છે કે માત્મનિ તિ અધ્યાત્મિ” અર્થાત્ આત્માને ઉદેશીને થનારી વિશુદ્ધ ક્રિયા, એટલે કે જ્ઞાનાદિ પાંચ આચારોનું પાલન.
પતિનો પ્રસાદ ઉ
મ -
Page #113
--------------------------------------------------------------------------
________________
આત્માનું શુદ્ધ-બુદ્ધ-ન્િજન-નિરાકાર સિદ્ધાત્મ-સ્વરૂપ તો નિષ્ક્રિય છે, પરંતુ જ્યાં સુધી જીવ કર્મબદ્ધ છે, ત્યાં સુધી અજ્ઞાન-અવિશ્વાસ-અંધશ્રદ્ધાઅશ્રદ્ધા-લંપટતા અને ખા ખા કરવું વગેરે અનેક દુરાચારોમાં રચ્યો-પચ્યો અને ફસાયેલો છે. શુદ્ધ નિષ્ક્રિય આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આ દુરાચારોપાપાચારોનું વર્જન અનિવાર્ય છે. તે બે રીતે સંભવી શકે : જીવ તમામ પ્રવૃત્તિઓને સર્વથા એકાએક બંધ કરી દે અથવા અજ્ઞાનાદિની વિરોધી જ્ઞાનાદિ પાંચ આચારમય પ્રવૃત્તિને અપનાવી લે. પણ આ બેમાં પ્રથમ રીત પ્રારમ્ભમાં તદ્દન અશક્યપ્રાયઃ છે તેથી આત્માને સતત નજર સામે રાખીને, જ્ઞાનાદિ પંચાચારના પાલન સ્વરૂપ અધ્યાત્મ માર્ગે જીવ આગેકૂચ કરે તો જ અજ્ઞાનાદિ દુરાચારોથી જીવ સર્વથા મુક્ત બનીને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે, માટે એવંભૂતનયે પંચાચારનું સુંદર પાલન એ જ અધ્યાત્મ છે.
વ્યવહાર અને સૂત્ર આ બે નય આધ્યાત્મિક વ્યવહારનયમાં સમાવિષ્ટ છે એટલે એ કહે છે કે બાહ્યપ્રવૃત્તિરૂપ પંચાચારપાલનની સાથે ચિત્ત, મૈત્રી-પ્રમોદ-કરુણા અને ઉપેક્ષા આ ચાર ભાવનાઓથી વાસિત-ભાવિત-તન્મય બનતું જાય તે જ અધ્યાત્મ છે. વ્યવહારનયનો ઝોક બાહ્યપ્રવૃત્તિ ઉપર વધુ પડતો હોવાથી પંચાચારપાલનને તો તે અનિવાર્ય ગણે છે, પણ આ વ્યવહારનય ૠજુસૂત્રનયના દષ્ટિકોણથી ગર્ભિત હોવાના કારણે પંચાચાર પાલનકાળે ચિત્તમાં મૈત્રી આદિ ભાવોની સુવાસને આવકારે છે, કારણ કે એના વિના પંચાચારનું પાલન શુષ્ક બની જાય છે. ઋજુસૂત્રનયનો દષ્ટિકોણ એવો છે કે ભૂતકાળ સારો હતો કે ખરાબ એ મારે નથી જોવું, પણ સારા ભવિષ્યના નિર્માણ માટે વર્તમાનકાળ કેવો જોઈએ એ વિચારવાનું છે. વર્તમાન સમયે ચિત્ત જો શત્રુભાવ ગુણદ્વેષ-નિર્દયતા અને પરપંચાતના દોષોથી ખરડાયેલું હશે તો શુદ્ધ અધ્યાત્મનો અનુભવ અશક્ય છે. માટે તેના વિરોધી મૈત્રી આદિ ભાવોથી ચિત્ત સુવાસિત હોય તો જ વર્તમાનમાં અધ્યાત્મ અનુભવસિદ્ધ થાય. વર્તમાનમાં જ અધ્યાત્મને જીવતું-જાગતું અનુભવવા માટે આ ૠજુસૂત્રનયનો વ્યવહારસંકલિત દષ્ટિકોણ ખૂબ મહત્ત્વનો છે.
અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરવા માટે મનને સર્વ પૂર્વોગ્રહોથી મુક્ત રાખીને, મધ્યસ્થ ભાવગર્ભિત જિજ્ઞાસામાં રમતું રાખવાની ખાસ જરૂર છે. શુષ્ક તર્કવાદ પ્રગતિને રૂંધનારો છે તેથી અતીન્દ્રિય તત્ત્વોની જિજ્ઞાસાપૂર્તિ માટે એકલા તર્કવાદ પર નિર્ભર ન રહેતાં વીતરાગ વચનરૂપી શાસ્ત્રનું અવલંબન
ન
યશોભારતી છુ ૯૬
Page #114
--------------------------------------------------------------------------
________________
લેવું અત્યંત જરૂરી બને છે.
શાસ્ત્રના નામે પ્રસિદ્ધ ગ્રન્થોની સંખ્યાનો કોઈ પાર નથી, માટે જેના તેના વચનને શાસ્ત્ર સમજી લઈને આગળ વધવામાં કાંઈ સાર નથી. જેણે જૂઠું બોલવાનું કોઈ જ કારણ શેષ નથી અને જે સર્વ તત્ત્વોના જ્ઞાતા છે, એવા વીતરાગ-સર્વજ્ઞનો ઉપદેશ એ જ ખરું શાસ્ત્ર છે.
આજે તો કેટલાક સમદાયો પોતપોતાના ગ્રન્થોને સર્વજ્ઞરચિત કહી રહ્યા છે ત્યારે એમાંથી ખરેખર સર્વજ્ઞરચિત શાસ્ત્ર કયું છે ? એ શોધી કાઢવા માટે ઉપાધ્યાયજી મહારાજે આ પ્રથમ વિભાગમાં વિસ્તારથી ત્રિવિધ શાસ્ત્રપરીક્ષાનું વર્ણન કર્યું છે.
પૂજ્યપાદ હરિભદ્રસૂરિમહારાજથી માંડીને પરવર્તી અનેક જૈનાચાર્યોએ પોતપોતાના ગ્રન્થોમાં આ કષ, છેદ અને તાપ એમ ત્રિવિધ શાસ્ત્રપરીક્ષાને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. જૈનાચાર્યો પોતે જે શાસ્ત્રના આધારે પ્રવર્તતા હોય છે-તે એમ ને એમ જ આંખો મીંચીને બીજાને સ્વીકારી લેવાનો આગ્રહ ન રાખતાં શાસ્ત્રપરીક્ષા પર ભાર મૂકે છે-એ તેમની આગવી વિશેષતા છે.
સુવર્ણને પ્રથમ કસોટીના પથ્થરથી કસવામાં આવે છે. પછી સહેજ છેદ પાડીને અંદરના ભાગની પરીક્ષા કરાય છે અને તે પછી છેલ્લી અને આકરી તાપપરીક્ષા એટલે કે અગ્નિપરીક્ષા કરાય છે. એમાં ઉત્તીર્ણ થનાર ધાતુને સાચા સુવર્ણ તરીકે ઓળખવામાં આવે છે.
આ રીતે શાસ્ત્ર પણ નિમ્નોક્ત ત્રણ કસોટીમાંથી ઉત્તીર્ણ થવું જોઈએ. એક વાત અત્રે ધ્યાનમાં લેવાની છે કે “શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિથી ફલિત અર્થ નીકળે છે શાસન અને ત્રાણ, આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે શુદ્ધ કર્તવ્યનું વિધાન કરવું તે શાસન અને લક્ષ્યવિરોઘી કૃત્યોથી બચાવવા માટે તેનો નિષેધ કરવો તે ત્રાણ. તાત્પર્ય, (૧) લક્ષ્ય સાથે સંગત એવા વિધિ-નિષેધ દર્શાવવા એ શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન છે; અને એ કષનામની પહેલી કસોટી છે. આત્માને સુધારવાને બદલે વધુ વિકૃત કરે એવા વિધિ-નિષેધ દર્શાવનાર ગ્રન્થ આ પહેલી પરીક્ષામાં નાપાસ થઈ જાય છે:
(૨) વિધિ-નિષેધ દર્શાવ્યા બાદ તેના પાલન માટે અત્યંત ઉપયોગી, પોષક અને નિર્દોષ ક્રિયાઓ પણ શાત્રે દર્શાવવી જોઈએ. દા. ત., અબ્રહ્મસેવનનો નિષેધ કર્યા પછી સ્ત્રીપરિચયત્યાગ, વિકૃતાહારત્યાગ, સ્ત્રીકથાત્યાગ વગેરે યોગ્ય આચારો જો ન દર્શાવાય તો બ્રહ્મચર્યની સાધના સફળ
[ RHદનો પ્રસાદ
:
Page #115
--------------------------------------------------------------------------
________________
બને નહિ એ ગળે ઊતરે એવી વાત છે. જે પ્રસ્થમાં આ રીતે નિર્દોષ ક્રિયાઓનું સૂચન જ ન હોય અથવા તો વિપરીત ક્રિયાઓનું સૂચન હોય તે બીજી છેદપરીક્ષામાં નાપાસ થાય છે.
(૩) ત્રીજી તાપપરીક્ષા એ રીતે છે કે શાસ્ત્ર દ્વારા આત્માદિ જે અતીન્દ્રિયા પદાર્થોનું નિરૂપણ કરાયતવિધિ-નિષેધ, નિર્દોષક્રિયા અને મુખ્ય લક્ષ્ય સાથે સંગતિ ધરાવતું હોવું જોઈએ એ પ્રકારના નિરૂપણ માટે તત્ત્વોનાં પરસ્પર વિરુદ્ધ દેખાતાં) અનેક પાસાંઓને ધ્યાનમાં લેવાં જરૂરી છે-એનું બીજું નામ અનેકાન્તવાદ છે. જો કોઈ એક જ દષ્ટિકોણથી તે તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે તો પાર વિનાની અસંગતિ ઊભી થાય અને એવો ગ્રન્થતાપપરીક્ષામાં નાપાસ થાય.
પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ત્રણ પરીક્ષાઓનું વર્ણન ઘણી સૂક્ષ્મતાથી કર્યું છે અને વીતરાગસ્તોત્રના આઠમા પ્રકાશના કેટલાક શ્લોકોના આધારે, સાંખ્ય-બૌદ્ધ-નૈવાયિક-વૈશેષિક તથા પ્રભાકર, કુમારિલભટ્ટ કે મુરીરિમિશ્ર વગેરે જૈનેતર દાર્શનિકોની માન્યતાઓથી સ્યાદ્વાદનું સુંદર સમર્થન કર્યું છે.
જ્ઞાનયોગ શુદ્ધિ ૦. વિભાગ-૨ : આ વિભાગની ભૂમિકા કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે ત્રિવિધ પરીક્ષામાં ઉત્તીર્ણ એવા શાસ્ત્રથી ચીંધાયેલી દિશામાં ચાલતાં ચાલતાં, શાસ્ત્રદર્શિત અતીન્દ્રિયતત્ત્વોની, ખાસ કરીને આત્મતત્ત્વની વિશેષોપલબ્ધિ માટે જ્ઞાનયોગ સાધતાં રહેવું જોઈએ. આત્મતત્વની વિશેષોપલબ્ધિનું જ બીજું નામ પ્રાતિજ્ઞાન છે. જોકે આ પ્રાતિભજ્ઞાન શાસ્ત્રીય પરિભાષા મુજબ તો કેવલજ્ઞાનના અરુણોદયરૂપ હોવાથી બારમા ગુણસ્થાનકની નીચે હોય નહિ, પણ પૂ. ઉપા. મહારાજે જ્ઞાનબિંદુ વગેરે ગ્રન્થોમાં તરતમ ભાવવાળા પ્રાતિજજ્ઞાનનું નિરૂપણ કરેલું હોવાથી નિમ્ન-નિમ્નતર કક્ષાનું પ્રતિભજ્ઞાન ચોથા વગેરે ગુણસ્થાનકોમાં પણ સંભવી શકે છે – જે સાધકો માટે અત્યંત આશ્વાસનરૂપ વાત છે.
આ પ્રાતિજ્ઞાનનું આ વિભાગમાં અને અન્યત્ર પણ આત્મદર્શન, આત્મજ્ઞાન, ભાવનાજ્ઞાન, સાક્ષાત્કાર, અદ્વૈત બ્રહ્માનુભવ, નિર્વિકલ્પસમાધિ, નિરાલમ્બનયોગ વગેરે જુદી જુદી પરિભાષાઓથી નિરૂપણ થયેલું છે. પરિભાષા ભિન્ન હોવા છતાં આ બધાં જ્ઞાનયોગનાં જ વિવિધ સ્વરૂપો છે. આ જ્ઞાનયોગની પ્રાપ્તિ માત્ર શાસ્ત્રાભ્યાસથી નથી થતી, પરંતુ આત્મદર્શનની તીવ્ર ઉત્કંઠા અને શાસ્ત્રજ્ઞાનપ્રેરિત અન્તર્મુખતા વડે તે પ્રાપ્ત થાય છે.
મોભરતી n ૯૮
Page #116
--------------------------------------------------------------------------
________________
લગભગ દરેક યોગની બે અવસ્થા હોય છે ઃ (૧) સિદ્ધદશા અને (૨) સાઘ્યમાન દશા. સિદ્ધજ્ઞાનયોગીને પરખવાનું લક્ષણ એ છે કે બાહ્ય ઇન્દ્રિયવિષયો તેને ઝેર જેવા લાગતા હોઈ સહજ રીતે જ તેમાં તેની પ્રવૃત્તિ હોતી નથી. સાઘ્યમાન દશામાં કદાચ આટલી ઉચ્ચ સ્થિતિ ન હોય પણ તે દિશામાં પ્રગતિ તો હોય જ. ઉચ્ચકોટિની સાધ્યમાન દશામાં અથવા સિદ્ધદશામાં કેવું આત્મજ્ઞાન થતું હશે તેની કંઈક ઝાંખી કરાવતા પૂ. ઉપાધ્યાયજી કહે છે કે ‘બીજી સઘળીય વસ્તુઓથી આત્મામાં એકમાત્ર ચિન્મય-સ્વરૂપકૃત ભિન્નતાની નિરંતર પ્રતીતિ થયા કરે અર્થાત્ આત્મામાં વિશુદ્ધ ચિન્મયતા સિવાય બીજું કાંઈ જ લક્ષિત ન થાય તેવું જ્ઞાન એ શ્રેષ્ઠ આત્મજ્ઞાન છે.' (શ્લો. ૧૫) ‘મન, વચન અને બાહ્યદષ્ટિથી જે કાંઈ નજરે ચડે એ બધું પરસ્વરૂપ છે, શુદ્ઘ દ્રવ્યનું એ સ્વરૂપ નથી, શુદ્ધ આત્મદ્રવ્ય તો એનાથી તદ્દન પર છે. આગમો અને વેદોમાં રૂપ, રસ, વચન વગેરે ઉપાધિઓની વ્યાવૃત્તિ કરવા દ્વારા જ શુદ્ધાત્માના સ્વરૂપને દર્શાવવામાં આવ્યું છે. એ બધી ઉપાધિઓથી પર એવા અતીન્દ્રિય બ્રહ્મતત્ત્વનું ભાન સેંકડો શાસ્ત્રો કે તર્કોથી નહીં, પણ એક માત્ર વિશુદ્ધ અનુભવજ્ઞાનથી જ થઈ શકે (શ્લો. ૧૮-૧૯-૨૦-૨૧). ‘આ અનુભવદશા સુષુપ્તિ(બેભાન દા)રૂપ નથી કારણ કે મોહથી અલિપ્ત છે. સ્વપ્ર કે જાગ્રત દશારૂપપણું નથી, કારણ કે એમાં તો કલ્પનાવિકલ્પોના ખેલ ચાલુ હોય છે. માટે આ અનુભવદશા એ બધાથી જુદી જે ‘તુર્ય (=ચતુર્થ) દશા'ના નામે ઓળખાય છે.’ (શ્લો. ૨૪) આ અનુભવદશામાં કર્મકૃત સ્ત્રી-પુરુષ-મનુષ્ય આદિ પર્યાયો સાવ ગળાઈ ગયા હોય છે. જેમ રસ્તે જતા લોકો લૂંટાય ત્યારે અલ્પજ્ઞ લોકો ‘રસ્તો લૂંટાયો' એવો વ્યવહાર કરતા હોય છે તેમ ‘હું ગોરો, શામળો, રૂપાળો....' વગેરે શબ્દપ્રયોગો દ્વારા અજ્ઞાની લોકો કર્મકૃત વિકૃતિઓનો પોતાનામાં ઉપચાર કરતા હોય છે, પણ અનુભવદશામાં આવું કશું હોતું નથી.
આવા સિદ્ધજ્ઞાની પુરુષોની સ્વાર્થવૃત્તિ તદ્દન નાબૂદ થઈ જાય છે અને તેથી લોક વચ્ચે રહેવા છતાં પણ તેઓ જલકમલવત્ નિર્લેપ રહી શકે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે અહીં ચેતાવણીના સ્વરો ઉચ્ચારતા કહ્યું છે કે, આવા શ્રેષ્ઠ નિર્વિકલ્પસમાધિદશાની વાતો પરિપક્વબોધવાળાને જ કરવી જોઈએ, નહીં કે અધૂરા બોધવાળાને. જો અધૂરા બોધવાળાને ‘તું અને આખુંય જગત બ્રહ્મય જ છે’ એમ સમજાવાય તો અગમ્યગમન વગેરે મહા અનર્થ મહી જાય. માટે પ્રારંભદશામાં તો વ્રતનિયમોથી અને મવિક્લ્પોથી ચિત્તકિ નું જ
ઉપનિષદો
Page #117
--------------------------------------------------------------------------
________________
બતાવવું જોઈએ.
•ક્રિયાયોગ શુદ્ધિ વિભાગ-૩ : ખુદ તીર્થકર ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ વાહનમાં બેસીને મુસાફરી નહીં કરતાં પગે ચાલીને જ વિહાર કરે છે, યાવત બધી જ મુનિચર્યાઓનું લગભગ પાલન કરે છે. એનાથી ક્રિયાયોગ કેટલો મહત્ત્વનો છે તે સમજાય છે, પણ જ્ઞાનયોગની વાતો એટલી સોહામણી છે કે એ ભલભલા સાધકોને વિભ્રમમાં નાખી દે છે. “અધૂરો ઘડો છલકાય' એ કહેવત અનુસાર આજે પણ દેખાય છે કે કેટલાય સાધકો અનુભવજ્ઞાન, નિરાલમ્બન યોગ કે ધ્યાન-અધ્યાત્મના નામે ક્રિયાયોગને સર્વથા ત્યજી દઈ ત્રિશંકુદશામાં મુકાઈ જાય છે. કેટલાક તો એમ પણ માનતા થઈ જાય છે કે યોગ અને ધ્યાનમાં આપણે તો ચઢી ગયા, એટલે હવે આચરણશુદ્ધિની કોઈ કિંમત નથી. તેવાને ચીમકી આપતાં પૂ. ઉપા. મહારાજ કહે છે કે અદ્વૈતતત્ત્વબોધમાં લીન થયેલાઓ પણ જે સ્વછંદ આચરણ કરે તો પછી અશુચિભક્ષણ કરતાં કૂતરાઓ અને એ કહેવાતા તત્ત્વજ્ઞાનીઓમાં શું તફાવત રડ્યો?! ખરેખર જેઓ તત્ત્વજ્ઞાની હોય છે તેમના જીવનમાં ક્યારેય એવી સ્વછંદ પ્રવૃત્તિઓને સ્થાન હોતું નથીસ્વભાવથી જ તેઓ યથાશક્ય શુભપ્રવૃત્તિઓમાં આદરવાળા હોય છે.
કેટલાક એમ સમજે છે કે “જો ભાવ હાજર હોય તો પછી ક્રિયા નકામી છે, કારણ કે ક્રિયાથી પણ આખરે તો ભાવ જ લાવવાનો હોય છે. જે ભાવ ના હોય તો એકલી ક્રિયાનો પણ કાંઈ અર્થ નથી-આમ બંને રીતે ક્રિયા નકામી, છે.'- આની સામે ઉપાધ્યાયજી કહે છે કે ભાવ વગરની ક્રિયા પણ ભાવને સિદ્ધ કરવા માટે ખૂબ ઉપયોગી છે અને ભાવ હોય તો તેને સ્થિર અને પુષ્ટ બનાવવા માટેય ક્રિયા ઉપયોગી છે. આમ બંને રીતે ક્રિયાનું મહત્ત્વ છે. ક્રિયાયોગના સમર્થન માટે ત્યાં સુધી કહ્યું છે કે ક્રિયા વગરનું જ્ઞાન સાવ નિરર્થક છે, બોજરૂપ છે. રસ્તાના જ્ઞાન માત્રથી ઈચ્છિત સ્થાને પહોંચાતું નથી, પણ ઇચ્છિત સ્થાનની દિશામાં ગતિક્રિયા કરવાથી જ ત્યાં પહોંચાય છે. બળતા દીવામાં પણ જો. તૈલપુરણક્રિયા યોગ્ય સમયે ન થાય તો એ દીવો ધીમે ધીમે બુઝાઈ જાય છે. તે રીતે યોગ્ય ક્રિયા વિના ભાવનો દીપ પણ બુઝાઈ જવાની શક્યતા રહે છે. આ સંદર્ભમાં ઉપાધ્યાયજીએ એક તાત્ત્વિક ચર્ચા પ્રસ્તુત કરી છે.
વેદાન્તી વગેરે કહે છે કે “અજ્ઞાન અને જ્ઞાન અન્યોન્ય વિરોધી હોવાથી | જ્ઞાનથી જ અજ્ઞાનનો નાશ થાય, માટે ક્રિયા નિરર્થક છે'- તેની સામે ક્રિયાવાદી
યોભારતી n પ૦૦
Page #118
--------------------------------------------------------------------------
________________
કહે છે કે “અજ્ઞાન નષ્ટ થયા પછી પણ જ્ઞાનીને સંચિત અદષ્ટ(=કમ)નો નાશ કરવા માટે ક્રિયાની આવશ્યકતા ઊભી જ રહે છે.” વેદાન્તી એમ કહે કે “જ્ઞાનીને સર્વ કર્મો બળી ગયાં હોવાથી કોઈ અદષ્ટ શેષ રહેતું નથી'- તો એ યોગ્ય નથી, કારણ કે એવું માનીએ તો જ્ઞાન થયા પછી તરત જ જ્ઞાનીનું મોત થવું જોઈએ અર્થાત અદષ્ટના અભાવે શરીર પણ છુટી જવું જોઈએ. કોઈ એમ કહેતું હોય કે “શરીર તો શિયાદિના અદષ્ટથી ટકી રહે છે - તો તો પછી શત્રુઓના અદષ્ટથી જ્ઞાનીના શરીરનો નાશ પણ માનવો પડે. ટૂંકમાં, ઉપાધ્યાયજી કહે છે કે આવા ઉશ્રુંખલા મતની ઉપેક્ષા કરીને એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે જ્ઞાનીને પણ શેષ પ્રારબ્ધ નામનું અદષ્ટ ખતમ ન થાય ત્યાં સુધી શરીર ટકી રહે છે અને એ અદષ્ટનો નાશ કરવા માટે તેને ક્રિયાનો આધાર લેવો જ પડે છે. માટે જ્ઞાનયોગની જેમ ક્રિયાયોગ પણ બેયસિદ્ધિ માટે આવશ્યક છે. જે લોકો માત્ર જ્ઞાનનું અભિમાન રાખીને ક્રિયા છોડી દે છે તે જ્ઞાન-ક્રિયા ઉભયથી ભ્રષ્ટ થયેલા નાસ્તિકો છે એમ ઉપા. મહારાજ સ્પષ્ટ કરે છે.
સામ્યયોગ શુદ્ધિ છે વિભાગ-૪: આ વિભાગમાં ગ્રન્થકારે સુંદર રૂપક આપ્યું છે “જ્ઞાન અને ક્રિયા બે ઘોડા સાથે જોડેલા સામ્યરથમાં બેસીને આતમરામ મુકિતમાર્ગે પ્રયાણ કરે છે. હવે જોડા ન પહેરવા છતાં પણ તેમને સુદ્ર કાંટા વગેરેનો ઉપદ્રવ નડતો નથી.” સમતાયોગમાં ઝીલનારા સાધકની ઉચ્ચ દશાનું આ વિભાગમાં ગ્રન્થકારે ખૂબ જ હૃદયંગમ વર્ણન કર્યું છે જે જૈનેતર વાચકને “ગીતા”ના સ્થિતપ્રજ્ઞ પુરુષની યાદ અપાવી દે એવું છે.
લોકોત્તરસમભાવમાં આરૂઢયોગી આત્મસાધનામાં અત્યંત જાગ્રત રહે છેઃ પારકી પંચાત પ્રત્યેતે બહેરો-આંધળો અને મૂંગો થઈ જાય છે. (ત્રણ વાંદરાનું રમકડું યાદ કરો.) સદા જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે. સાધનાના પંથમાં ગમે તેવાં પ્રબળ કષ્ટો સહેવાં પડે, તે સમભાવે સહી લેવા તૈયાર હોય છે. સમતાસુખના સરોવરમાંઝીલી રહેલોયોગી ક્યારેયબાહ્યસુખના કીચડથીપગબગાડતો નથી.
સૌથી મોટો સવાલ એ છે કે આવો શ્રેષ્ઠ સમભાવ શી રીતે આવે ? ગ્રન્થકારે તેનો ખૂબ સુંદર જવાબ આપ્યો છે. શુદ્ધ આત્મતત્ત્વ વિશે ક્રમશઃ વધુ ને વધુ ઊંડાણમાં થતું ચિંતન, જ્યારે કોઈ ધન્ય પળે શુદ્ધ આત્મતત્ત્વની સ્પર્શનરૂપ સંવેદનમાં પરિણમી જાય અને આત્મભિન્ન કશાનું ભાન જ ન રહે ત્યારે એવી ઉચ્ચ દશામાં કોઈ ઘણના ઘા મારે કે પુષ્પોથી પૂજા કરે, બંનેમાં સમભાવ
(ઉપનિષદનો પ્રસાદ n ૧૦૧ )
Page #119
--------------------------------------------------------------------------
________________
તેવો ને તેવો ટકી રહે છે. આવા ઉચ્ચ સમભાવની સિદ્ધિ માટે સાધકે ક્રોધાદિ કષાયોથી અત્યંત સાવધ રહેવાની જરૂર હોય છે.
શ્રેષ્ઠ સમભાવના આદર્શરૂપે પ્રથકારે અહીં દમદન્તમુનિ, નમિરાજર્ષિ, ખંધકસૂરિના શિષ્યો, મેતાર્યમુનિ, ગજસુકુમાળમુનિ, અગ્નિકાપુત્ર આચાર્ય, દઢપ્રહારી વગેરે અનેક સમતાયોગીઓનું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે.
પરિશેષ૦. આ ગ્રન્થના પ્રારમ્ભમાં મંગલશ્લોકમાં વીતરાગદેવને પ્રણામ સાથે ગ્રન્થકારે વાદેવતાબી કારનું પણ સ્પષ્ટ સ્મરણ કર્યું છે, જે તેમના લગભગ દરેક ગ્રન્થોમાં ઉપલબ્ધ થાય છે. પૂ. મુનિ સુંદરસૂરિ મહારાજે જેમ પોતાની દરેક કૃતિઓમાં પ્રારમ્ભ “જયશ્રી” શબ્દમુદ્રાનું અંકન કર્યું છે તેમ આ ગ્રન્થકારે પણ આ ગ્રન્થમાં દરેક વિભાગને અંતે “યશાશ્રી' શબ્દમુદ્રાનું અંકન કર્યું છે. આ ગ્રન્થની પ્રાચીન હસ્તપ્રતો હાલ બે-ચારથી વધુ મળતી નથી.
પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રન્થને, વીતરાગસ્તોત્ર યોગ-સારપ્રામૃત વગેરે પ્રાચીન અનેક ગ્રન્થોના અક્ષરશઃ લીધેલા શ્લોકોથી શણગાર્યો છે તથા “જ્ઞાનસાર' નામના ગ્રન્થકારના જ બનાવેલા અષ્ટકગ્રન્થના મગ્નતાષ્ટક, અનુભવાષ્ટક, નિર્લેપતાષ્ટક, ક્રિયાષ્ટક વગેરેના અનેક શ્લોકો આમાં પણ અક્ષરશઃ ઉપલબ્ધ હોવાથી તે તે શ્લોકોનો ભાવાર્થ સમજવામાં જ્ઞાનસાર ગ્રન્થનો ગ્રન્થકારે પોતે જ બનાવેલો દબો ખૂબ જ ઉપયોગી બની રહે તેમ છે. અધ્યાત્મોપનિષદ્મન્થ ઉપર હમણાં જ પૂ. ભદ્રંકરસૂરિજીએ ટીકા રચી છે.
આ ગ્રન્થમાં પૂ. ઉપાધ્યાયજીએ ચાર વિભાગોમાં ખરેખર અધ્યાત્મપ્રેમીઓ માટે ઉત્તમ સામગ્રી સંચિત કરીને આપી છે.
ગ્રન્થકાર તે સમયના જૈન-જૈનેતર દર્શનશાસ્ત્રોના અને તર્કગ્રન્થોના પ્રખર અભ્યાસી હોવા છતાં આ ગ્રન્થમાં તેઓએ તર્ક-વિતર્કની પરમ્પરા લમ્બાવવાને બદલે સાધકોને ઉપયોગી મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે તેમના જીવનની ઉચ્ચ યોગિદશા-સાધકતામાં સાખ પુરાવે છે. ખરેખર હવે એમ કહેવાનું મન થાય છે કે અધ્યાત્મ-ઉપનિષદ્ સમગ્ર અધ્યાત્મવિશ્વ (spiritual sphere)નું ઝળહળતું રત્ન છે.
{
થયોભારતી n ૦૨
|
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૩) પ્રિયો પૂરણ રાગ....)
મુનિ શ્રી. કલ્પતરુવિજયજી મ.
પ્રેમ કરવો એ કેવળ માનવજાતનો જ નહીં, પરંતુ જીવમાત્રનો સ્વભાવ છે.
પ્રેમનું શિક્ષણ લેવા જીવને કોઈ શાળામાં જવું પડતું નથી. શિક્ષણ વગર જ એ પ્રેમ કરી શકે છે, આપી શકે છે, પણ પાયાનો ગંભીર પ્રશ્ન એ છે કે પ્રેમ કોનાથી કરવો? કોની સાથે કરવો ?
અઢી અક્ષરના આ “પ્રેમ” શબ્દમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાઈ જાય છે. એ હકીકત ઉપર ગંભીરપણે ચિંતન કરતાં સમજાય છે કે આ શબ્દનું તાત્ત્વિક સ્વરૂપ અતિ ગહન છે.
પ્રેમના તાત્ત્વિક સ્વરૂપથી અજ્ઞાત સંસારી જીવો પ્રેમ કરે તો છે, પણ પૌદ્ગલિક પદાર્થો સાથે, પૌદ્ગલિક સંબંધો સાથે અને પૌગલિક રૂપ-રસસ્પર્શ આદિ અનુકૂળ વિષયો સાથે.
સંસારી જીવોનો આ પ્રેમ મોહજન્ય હોવાથી “તુચ્છ-રાગ' સ્વરૂપ છે. આ રાગ આત્મ-તુચ્છકારમાં પરિણમતો હોવાથી જ્ઞાની મહાપુરુષોએ તેને “તુચ્છ' કહ્યો છે. તેને પોષવાથી આત્મા અને તેના જ્ઞાનાદિ ગુણોનો ઘાત થાય છે.
જડ સાથેનો પ્રેમ અથવા જડને અપાતો પ્રેમભાવ એ એટલા માટે સર્વથા વર્યુ છે કે તે ચૈતન્યરહિત છે, લાગણીશૂન્ય છે. તેના તરફથી વળતો પ્રેમ મળતો
નથી.
તત્ત્વદષ્ટિવંત પુરુષો પરમવિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરે છે, તેમ જ જગતના સાથે પ્રેમ-મૈત્રીનો પવિત્ર સંબંધ કેળવી તેમની સાથે આત્મતુલ્ય વર્તન, વ્યવહાર રાખે છે અને જગતને પણ એવો જ ઉપદેશ આપે
ચેતન જડને નમે.....જડથી પ્રેમ કરે એ ન તો ન્યાયસંગત છે, તર્કસંગત કે ન તત્ત્વસંમત છે.
( પૂર રાગ n 3 F
Page #121
--------------------------------------------------------------------------
________________
જગતના જીવોની આ દયનીય દશા જોઈને તત્ત્વદષ્ટા યોગીપુરુષોનું હૃદય દ્રવી ઊઠે છે અને તેઓ આ તુચ્છ, ભૌતિક પ્રેમને રૂપાન્તરિત કરવાનો સચોટ, સ્વાનુભવજન્ય, શાસ્ત્રમાન્ય માર્ગ બતાવે છે.
પ્રત્યેક જીવ પ્રચ્છન્ન શિવ છે. એ હકીકતને ધ્યાનમાં રાખીને શિવસ્વરૂપ પરમાત્મતત્ત્વ સાથે અને જેનામાં શિવત્વ રહેલું છે તે જીવતત્ત્વ સાથે પ્રેમી કેળવવો જોઈએ. તેનામાં રહેલા જ્ઞાન આદિ ગુણો સાથે પ્રેમ કેળવવો જોઈએ. પ્રેમનો માત્ર પદાર્થ જીવતત્ત્વ છે, જડ નહીં. જડ વિજાતીય તત્ત્વ છે. જીવ સજાતીય તત્ત્વ છે. વિરતીય જડ સાથેનો પ્રેમ જીવàષમાં પરિણમે છે. જીવને આપેલો પ્રેમ અનંતગુણો થઈને સ્વ-પરહિતમાં પરિણમે છે. માટે મોહ અને પ્રમાદને જરા પણ મચક આપ્યા વિના પ્રભુપ્રેમપરાયણ બનવાનો દઢ સંકલ્પ કરી, તેને અનુરૂપ ભવ્ય પુરુષાર્થ કરવા તત્પર રહેવું બનવું.
પ્રભુ તે છે, જે સર્વ જીવોના ઉત્કૃષ્ટ હિતચિંતક અને હિતકર્તા છે. પૂર્ણ, શુદ્ધ પ્રેમસ્વરૂપ છે. ચિન્મય છે. આનંદઘન છે. આવા અગણિત અનંત ગુણોના પ્રકર્ષને પામેલા પુરુષોત્તમ શ્રીઅરિહંત પરમાત્મા છે. તેમને ઉત્કૃષ્ટ પ્રેમ આપવાથી, નિર્મળભાવે આરાધવાથી આપણામાં રહેલી જડતા અને મલિનતા દૂર થાય છે.
પૂર્ણને આપેલો પ્રેમ તે નિજપૂર્ણત્વને પરિપૂર્ણતયા પ્રકાશિત કરવાનો સ્વધર્મ બજાવે છે. માટે જ પૂર્ણશુદ્ધ પરમાત્માના પ્રેમમાં પાગલ બનેલો પ્રેમી, પોતામાં છૂપાઈને રહેલા પરમાત્મસ્વરૂપને યથાસમયે પામી શકે છે.
પૂર્ણને પૂર્ણતયા સમર્પિત થવું તેનું નામ પ્રેમ છે. આવા પ્રેમને પાત્ર થ્રીઅરિહંત પરમાત્મા છે. જીવનમાં એક વાર પણ જો આપણે પ્રભુને પ્રિયતમ બનાવી શકીએ, તો આપણને દઢપણે પ્રતીત થશે કે પ્રભુ પરમ પ્રીતિપાત્ર છે.
કદાચ કોઈને શંકા થાય કે પૂર્ણ શુદ્ધ પરમાત્માને વળી પ્રેમની શી જરૂર?
પ્રભુ તો સર્વથા કૃતકૃત્ય છે. એમને કશાનો ખપ નથી, પણ ખપ આપણે છે, એમના પરમપ્રેમનો અને તેની પ્રાપ્તિ એમના પ્રત્યે અનન્ય પ્રેમભાવ પ્રગટાવવાથી જ થઈ શકે છે. જે પ્રેમ સરવાળે આત્મ-સ્નેહમાં પરિણમીને આત્મશુદ્ધિકર નીવડે છે.
પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે, ત્યારે આત્મા અને પરમાત્મા વચ્ચે કેવો નિકટતર સંબંધ સ્થપાય છે અને કેવા દિવ્યતમ આનંદની અનુભૂતિ થાય છે, તે પ્રભુ-પ્રેમ-મગ્ન પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી
આ મશોભારતી n 1જ
Page #122
--------------------------------------------------------------------------
________________
મ.ના સ્વાનુભૂત ઉદ્ગારોમાં જોઈએ?
પ્રથમ કોટિના પ્રભુભક્તો પૈકી એક પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પોતાના વિશુદ્ધ અને નિઃસ્વાર્થ પ્રેમભર્યા જીવનમાં અનુભવેલા પ્રભુ-પ્રેમના પ્રકર્ષને અભિવ્યક્ત કરતાં અનેક ભક્તિ-ભાવભીનાં સ્તવનો રચ્યાં છે.
જગજીવન જગવાલણે' થી પ્રારંભી ગિરૂઆ રે ગુણ તુમ તણા” સુધીની ૨૪ જિનેશ્વર ભગવંતોની સ્તવનામાં, તેના એક એક પદ અને અક્ષરમાં જિનગુણ પ્રમુદિત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના આત્મામાંથી છલકાતો અવિહડ અને અલૌકિક પ્રેમ જોવા મળે છે.
પ્રભુપ્રેમના પારાવારમાં મીનરૂપે મસ્તીથી આનંદ માણતા અને તરતા પૂ. ઉપાધ્યાયજી મહારાજની એવી એક આ પ્રભુસ્તવના છે, જેમાં પ્રવેશ કરીને આપણે પણ એ ઉપાધ્યાયજી મ.ના અણુએ અણુમાં પ્રભુભક્તિ કેવી વ્યાપકરૂપે પ્રતિષ્ઠિત થઈ હતી, તેનું દર્શન કરી કૃતાર્થ બનીએ !
પ્રભુપ્રેમના પ્રકર્ષને પ્રકાશિત કરતી તે સ્તવનાની પહેલી કડી “મેરે પ્રભુ શું, પ્રગટ્યો પૂરણ રાગ....” જિન-ગુણ ચંદ્રકિરણ શું ઊમટ્યો, સહજ સમુદ્ર અથાગ....!” છે ને....! સરળ-સરસ–સુંદર ભક્તિની લહેર......!
પ્રભુમાં પૂર્ણરાગ, પૂર્ણપ્રેમ પ્રગટે છે, ત્યારે જ આવા હૃદયોદ્ગારો, પૃથ્વીને પ્રકાશનો અભિષેક કરતાં રવિ-કિરણોની જેમ પ્રગટે છે.
આવો પૂર્ણ પ્રેમ જિનેશ્વરરૂપી પૂર્ણચન્દ્રના ધવલશીતળ, મૃદુ, ત્રિવિધ તાપહર કિરણો ભક્તના હૃદયરૂપ સાગરમાં પ્રવેશે છે, ત્યારે પ્રગટે છે.
પૂર્ણચન્દ્રના દર્શને, અપૂર્વ ઉલ્લાસે થનગનતા સાગરની ઉપમા તારા, પૂજ્યશ્રીએ પોતાના પૂર્ણ–પ્રભુ-પ્રેમને આવિષ્કત કર્યો છે.
આ પંક્તિમાં સાગરની મસ્તી છે, એ મસ્તીનું કારણ પૂર્ણચન્દ્રની ચાંદની
તાત્પર્ય કે સાગરને ચન્દ્રપ્રકાશ સાથે જેવી સહજ-પ્રીતિ છે, તેવી સહજ | પ્રીતિ ભક્તાત્માને ભગવાન સાથે હોય છે.
અરિહંત પરમાત્મા એટલે લોકને આલોક્તિ કરનાર અપૂર્વ ચન્દ્ર ! લોકઉદ્યોતકર અપૂર્વ જિનચન્દ્ર!
પૂર્ણ પ્રભુ સાથેનો પ્રેમ, પ્રેમીની સર્વ અપૂર્ણતાઓનો સમૂળ ઉચ્છેદ કરીને
રામ no૫
Page #123
--------------------------------------------------------------------------
________________
તેને તેવો જ પૂર્ણ બનાવે છે:
ધ્યાતા બેય ભયે દોઉં એક હું, મિટ્યો ભેદકો ભાગી
કુલ વિદારી છલે જબ સરિતા, તબ નહીં રહત તડાગા' આષાઢી મેઘની પૂર્ણ જળ-ધારાને ઝીલીને વહેતી સરિતા ભેદની સર્વ મર્યાદાઓને આંબીને નિબંધપણે ઘસમસતી સર્વત્ર જળબંબાકાર કરી મૂકે છે, ત્યારે તળાવોની હસ્તી મટી જાય છે, અર્થાત્ નદીના પૂર-પ્રવાહના માર્ગમાં આવતાં તળાવો વગેરે પણ નાનકડાં જળાશયોરૂપે ન રહેતાં સર્વત્ર પાણી જ પાણી થઈ જાય છે. એટલે આ પૃથ્વી અને આ પાણી, આ તળાવ અને આ નદી એવા ભેદ રહેતાં નથી.
તેમ પ્રભુ-પ્રેમામૃતના સતત પાન વડે જ્યારે સર્વ પ્રાણો સહિત ભક્તની સમગ્રતા પુષ્ટ થાય છે, ત્યારે એવી અભેદદષ્ટિ અર્થાતુ પૂર્ણદષ્ટિ ખીલે છે.
સાધકની આ પૂર્ણદષ્ટિનું રહસ્ય છતું કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે:
પૂરણ મન સબ પૂરણ દિસે, નહીં દુવિધાનો લાગી
પાઉં ચલત પનહી જે પહેરે, તસ નહીં કંટક લાગે છે'
જ્યારે ધ્યાતા, ધ્યેય પરમાત્મા સાથે એકાકાર બને છે, ત્યારે તેને પોતાનો | આત્મા પૂર્ણ દેખાય છે,અનુભવાય છે અને તે જ પૂર્ણદષ્ટિ વડે તેને સમગ્ર વિશ્વના જીવો પણ સત્તાએ પૂર્ણ જણાય છે.
'सच्चिदानंद पूर्णेण, पूर्णं जगदवेक्ष्यते'
“જ્ઞાનસાર-પૂર્ણતાષ્ટકમાં ગુંજતો પૂ. ઉપાધ્યાયજી મ.નો આ ઉદ્ઘોષ ઉક્ત હકીકતને જ સમર્થન આપે છે.
ભેદના કેટકેટલા પડ બાડ્યા છે, આપણી દષ્ટિ પર, બુદ્ધિ પર! તેને દૂર કરવાનો સાચો ઉપાય છે, પૂર્ણ પ્રેમસ્વરૂપ વાત્સલ્યમય પરમાત્માને અનન્યભાવે સમર્પિત થવું તે જ સાચો પ્રભુ-પ્રેમ છે. જે પ્રેમ ભક્તાત્માને પૂર્ણતા ભણી લઈ જાય છે.
બીજામાં રહેલી પૂર્ણતાનું દર્શન, પૂર્ણદષ્ટિ પ્રાપ્ત કર્યા પછી જ થાય છે, થઈ શકે છે. પૂર્ણદષ્ટિવાળો સાધક કદી પણ કોઈ જીવને ધુતકારી કે તિરસ્કારી શકતો નથી.
પ્રભુદર્શનનો જે અગાધ મહિમા સર્વ આસ્તિક દર્શનકારોએ ગાયો છે, તેનું મૂળ કારણ આ પૂર્ણદષ્ટિની ભૂલ છે. પ્રભુની આંખે જગતના જીવોને જેવા
- પરોભારતી D ૧૦૬
Page #124
--------------------------------------------------------------------------
________________
માટેની યોગ્યતા ખીલવવાનો રાજમાર્ગ પ્રભુદર્શન છે.
જીવોમાં કર્મજન્ય જે વિષમતાઓ અને વિચિત્રતાઓ હોય છે, તેની ઉપેક્ષા કરીને તેમના સત્તાએ શુદ્ધઆત્મા તત્ત્વને અપનાવવાની ક્ષમતા પૂર્ણદૃષ્ટિવાળા સાધકમાં હોય છે. તેથી જ જીવોના દોષો-દુર્ભાવો પ્રત્યે તે મધ્યસ્થ રહી શકે છે.
આવું માધ્યસ્થ, પૂર્ણદષ્ટિનો ઉઘાડ થયા પછી જ વાસ્તવિક રૂપે આવે છે, એમ ઉક્ત સ્તવન-પંક્તિમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે.
જંગલમાં ભલે કાંટા-કાંકરા હોય, પણ જેણે પગમાં ઉપાનહ–જોડાં ધારણ કર્યાં છે, તેને તે વાગતા નથી. જે ભક્તાત્મા પ્રભુના પ્રેમમાં છલોછલ બને છે, પ્રભુના ધ્યાનમાં તદ્રુપ બને છે, તેના અન્તરાત્મામાં સમસ્ત જીવો પ્રત્યે એકસરખો પ્રેમપ્રવાહ વહેતો થાય છે, આત્મતુલ્ય ભાવ પ્રગટ થાય છે. આ પાપી, આ પુણ્યશાળી, આ તિર્યંચ કે આ મનુષ્ય એવો કોઈ ભેદ રહેતો નથી.
જીવોની કર્મજન્ય વિષમતાઓ તેને જ ડંખે છે, ખટકે છે, જેણે પૂર્ણદષ્ટિરૂપ ઉપાનહ પહેર્યાં નથી.
સાધકને-ભક્તાત્માને પૂર્ણત્વની ટોચે લઈ જનાર પ્રભુ-પ્રેમ છે. આ પ્રભુ-પ્રેમીના ઉદ્ગાર કેવા હોય છે, તે નીચેની ગાથામાં ઉપાધ્યાયજી મહારાજે વણ્યા છેઃ
‘ભયો પ્રેમ લોકોત્તર જુઠો-લોકબંધ કો ત્યાગ
કણે કોઉ કછુ હમ નવિ રૂચે, છૂટી એક વીતરાગ ’
પ્રભુ-પ્રેમ એ લોકોત્તર પદાર્થ છે, ભાવ છે. દુન્યવી સર્વ પ્રકારના પ્રેમથી એ નિરાળો છે.
એક પરમાત્મા સિવાય, મનને ઠરવાનું બીજું કોઈ સ્થાન નથી, એ હકીકતનો સ્વીકાર કરીને જે આત્મા-પરમાત્માના પ્રેમમાં રંગાય છે, પ્રભુને સમર્પિત થાય છે, તેનું જીવન આનંદમય બની જાય છે.
પ્રભુપ્રેમની આગવી વિશિષ્ટતા એ છે કે તેના પ્રેમીને કોઈ ઉપાધિ કે કોઈ બંધન નડતાં નથી. નિરૂપાધિક અને નિર્બંધન છે પ્રભુ-પ્રેમ જ્યારે દુન્યવી પ્રેમને ઉપાધિ અને બંધન વળગેલાં જ હોય છે.
દુન્યવી પદાર્થો, સંબંધો અને સુખોનો પ્રેમી જેમ જેમ પ્રેમ કરે છે, તેમ તેમ તે ઉપાધિઓ અને બંધનોથી ઘેરાતો જાય છે.
પ્રભુ-પ્રેમની આ લોકોત્તરતા જેણે અનુભવી છે, એ જ મુક્ત મનથી આવું
પણ ચગ ૪ ૧૦E
Page #125
--------------------------------------------------------------------------
________________
ગાઈ શકે છે કે:
કણે કોઉ કછુ હમ નવિ રૂચે, છુટી એક વીતરાગ'
પ્રભુના પરમ પવિત્ર પ્રેમમાં એક આનંદઘન આત્મા સિવાય અન્ય કોઈ પર વસ્તુને લેશમાત્ર સ્થાન-માન ન હોય. આ હકીકતને વ્યક્ત કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ સ્તવનની છેલ્લી ગાથામાં કહે છે કે –
વાસિત હૈ જિનગુણ મુજ દિલકું, ચૈસો સુરત બાગા
ઓર વાસના લગે ન તાંકુ, “જસ” કહે તું બડભાગ'
માત્ર દિલમાં “હું નથી રહ્યો, પણ કેવળ જિનગુણ જ મદામદો છે. એટલે મને દુન્યવી કોઈ ઇચ્છા, તૃષ્ણા, વાસના રહી જ નથી.
જેને કલ્પવૃક્ષનો આખો બગીચો જ મળી ગયો હોય, તેને દુન્યવી કોઈ વસ્તુની કમીના કે કામના રહેતી નથી, તેમ મારા હૃદય-મંદિરમાં પૂર્ણ પરમાત્મા પૂર્ણરૂપે પ્રતિષ્ઠિત થયા છે, તેથી મને કશાની કમીના નથી, કોઈની કામના નથી.
પોતાની જાતે કોણ પોતાને બડભાગી કહી શકે? સાચા ભક્તો આમ તો આવા ઉદ્ગારો નથી કાઢતા, પણ જ્યારે કાઢે છે, ત્યારે તેમના હૈયામાં આવી ભક્તિ કરીને બડભાગી બનવાની ઉચ્ચતર પ્રેરણા પૂરી પાડવાનો ઉદાત્ત આશય હોય છે.
અને તે જ ખરેખર બડભાગી છે કે જે પરમ-સૌભાગ્યવંત અરિહંત પરમાત્માના પ્રેમમાં પાગલ બનીને તેમને જ પોતાના એકમાત્ર “પ્રિયતમ” તરીકે ભજે છે, પૂજે છે, તેમ જ પોતાના શ્વાસ સુદ્ધાના સ્વામી બનાવી દે છે.
પ્રભુના પક્ષે બડભાગી શબ્દનું મહત્ત્વ વિચારીએ તો આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સૌભાગ્યવંત એકમાત્ર અરિહંત પરમાત્મા છે કે જેમનાથી પ્રેમ કરીને, અર્થાત્ જેમના પ્રેમને પ્રાપ્ત કરીને ભક્તાત્મા દિવ્ય આનંદથી ભરાઈ જાય છે અને ક્રમશઃ પ્રભુનાસામીપ્યને અનુભવતાં અનુભવતાં પોતે પૂર્ણત્વને ઉપલબ્ધ થઈ જાય છે.
પ્રભુ-પ્રેમના સ્વાનુભૂત આ અગાધ પ્રભાવને બહુ જ માર્મિક શબ્દોમાં વ્યક્ત કરીને પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્તવનની છેલ્લી પંક્તિમાં “પ્રભુ ! આ સર્વ તને આભારી છે' ના કૃતજ્ઞતાભાવપૂર્વક પોતાના પ્રિયતમ પ્રભુને “તું બડભાગ” તરીકે સ્તવે છે.
{ વણોભારતી n ૧૦૮ )
Page #126
--------------------------------------------------------------------------
________________
(અધ્યાત્મજીવનનાં તેજકિરણો)
સાશ્રી પીયૂપ્રજ્ઞાશ્રીજી મ.
પાટણ નજીક કનોડા ગામમાં વિ.સં. ૧૬૪૫(?)માં નારાયણ તથા સૌભાગ્યદેવીના પુત્ર તરીકે શ્રી યશોવિજયજી(જશવંત)નો જન્મ. માતાપિતાના અનુપમ ધર્મપરાયણતા અને પવિત્રતાના સંસ્કારોનો વારસો. એક ભાઈ, નામે પદ્મસિંહ. ભક્તામર સ્તોત્ર'ના શ્રવણ પછી જ ભોજન લેવાનું માતાનું વ્રત. ભારે વરસાદને કારણે માતા ત્રણ દિવસ સ્તોત્રશ્રવણ માટે ઉપાશ્રયન જઈ શક્યાં, ભૂખ્યાં રહ્યા. નાના જસવજો કારણ પૂછ્યું, જાણીને પૂરું સ્તોત્ર માને સંભળાવ્યું.બાલ જસવત્તની અદ્દભુત સ્મરણશક્તિની વાત સર્વત્ર ફેલાઈ. નયવિજયજી મહારાજનું કનોડામાં આગમન. બાળકની અદ્ભુતશક્તિની વાત જાણી. ગુરુ-આજ્ઞાથી માતા પુત્ર સાથે ઉપાશ્રયે આવ્યાં. ધર્મ અને વૈરાગ્યનો ઉપદેશ માતાને આપીને જસવન્ત જેવું રત્ન જૈન શાસનને સમર્પિત કરીને પોતાનું અને શાસનનું ભલું કરવા માતાને આદેશ આપ્યો.
માતાની અનુમતિ અને એક નહીં, બંને ભાઈઓની દીક્ષા, વિદાય. • તીવ્ર પ્રજ્ઞાથી ઝડપી શાસ્ત્રાભ્યાસ કરી વિ.સં. ૧૯૯માં, યશોવિજયજીએ
સંઘની વિનંતીથી આઠ મોટાં અવધાન કર્યા. શાસનપ્રેમી શ્રેષ્ઠી ઘનજી સૂરાએ મુગ્ધ થઈ ગુરુને વિનંતી કરી પોતાને ખર્ચે
બંને ભાઈઓને ષડ્રદર્શન અને અન્ય વિદ્યા ભણવા કાશી મોકલ્યા. ગંગાકિનારે ભગવતી શારદાની આરાધના કરી. તેના આશીર્વાદ સાથે કાશીના પ્રકાડ વિદ્વાન ભટ્ટાચાર્યજી પાસે તેમના વિદ્યાલયમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો અને ષડૂ દર્શનોમાં પારંગત બન્યા. કાશ્મીરથી એક પંડિત આવ્યા. તેમણે સમગ્ર કાશીના પંડિતોને તેમની સાથે શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો. યશોવિજયજીએ ગુરુને વિનંતી કરી. શાસ્ત્રાર્થ કરવા અનુમતિ મેળવી સમગ્ર કાશીના પંડિતોની ઉપસ્થિતિમાં વાદસભા યોજાઈ, શાસ્ત્રાર્થ ચાલ્યો. યશોવિજયજીના પ્રકાંડ પાંડિત્યથી
- તેજકિરણી n ૧૦૯
Page #127
--------------------------------------------------------------------------
________________
સ્તબ્ધ અને હતપ્રભ બની બીજે દિવસે પેલા પંડિત દેખાયા જ નહીં. વાદીને શોધ્યા. તેમણે હાર સ્વીકારી અને કાશીના પંડિતોએ આ જૈન મુનિને “ન્યાયાચાર્ય અને અન્યાયવિશારદ'નાં બિરુદો અર્પણ કરી બહુમાન્યા. ભટ્ટાચાર્યે તેમને આશીર્વાદ આપી વિદાય કર્યા. કાશીનિવાસ પછી ચાર વર્ષ સુધી ષડ્રદર્શનો વગેરેનો કાશીમાં અભ્યાસ. • રાજનગર એટલે કે અમદાવાદમાં પધરામણી અને સતત બહુમાન. અમદાવાદમાં સૂબા મહોબતખાને કરેલું સ્વાગત. રાજ્યસભામાં પંડિતો અને
સમાજની ઉપસ્થિતિમાં સફળ અઢાર અવધાન અને બહુમાન. આના અનુસંધાનમાં સકળ શ્રીસંઘની વિનંતીથી તપાગચ્છ નેતા આચાર્ય) વિજયદેવસૂરિને વરદ હસ્તે ઉપાધ્યાયના પ્રશસ્યપદે અભિષેક મુગ્ધ શ્રીસંઘ, સમાજ અને પંડિતોમાં પ્રસિદ્ધ થયેલી ઉક્તિ કે “આ તો સાક્ષાત્ મૂછાળી
સરસ્વતી છે!' • શ્રી વિજયસિંહસૂરીશ્વરજીએ તેમને અન્તર્મુખ બની સાધના કરવાનો,
લેખનકાર્ય કરવાનો, તેમના વ્યક્તિત્વને નવો જ વળાંક આપ્યો; તેમની
વિદ્વત્તા હવે પૂરી આધ્યાત્મિક સંસ્પર્શવાળી બની. • સ્વનામધન્ય, પુણ્યશ્લોક આનન્દઘનજી મહારાજ સાથેનું ઐતિહાસિક
મિલન અને યશોવિજયજીનાં કવિત્વ, પ્રતિભા, વિદ્વત્તા, સાધના સવિશેષ આધ્યાત્મિક રંગે રંગાયાં.વિદ્યા આમ સ્વબળે પાંગરી, શતમુખ વિસ્તાર
પામી. • વિ.સં. ૧૭૧૦માં મલ્લવાદિજી રચિત અધૂરા “નયચક્ર'ને આધારે ગુરુશ્રી
નયવિજયજી મહારાજ તથા અન્ય પંડિતો અને સાધુ વિદ્વાનની સહાય માત્ર ૧૫ દિવસમાં ૧૫૦૦૦ શ્લોકપ્રમાણ ગ્રન્થ રચ્યો. અન્ય અનેક ગ્રંથ
રચાતા જ રહ્યા. • વિ.સં. ૧૭૩૪માં રાંદેરનાસમગ્રસંઘનાએકી અવાજથી કથળતી તબિયતે શ્રી
વિનયવિજયજીએ શરૂ કરેલો શ્રીપાળરાજાનો રાસ પરિપૂર્ણ કરી આપ્યો. • વિ.સં. ૧૭૪રમાં સુરતમાં ગોપીપુરામાં ચોમાસું વાસો કરી શ્રેષ્ઠિવર્ય
મંગલચંદના સુપુત્ર રૂપચંદભાઈને અગિયાર અંગની સઝાય સંભળાવી
અને તેની રચના કરી. • વિ.સં. ૧૭૪૩માં ડભોઈમાં છેલ્લું ચોમાસું નવ શિષ્યો સાથે કર્યું. છેલ્લે
છેલ્લે તેમણે સાગરિક અનશનનો સ્વીકાર કર્યો અને સમાધિપૂર્વક દેહ છોડી સુરપદવી પામ્યા. ડભોઈના શ્રીસંઘે અગ્નિસંસ્કારના સ્થળે દેરી | બનાવી ત્યાં તેમની પાદુકાઓ પધરાવી.
( યશોભારતી n ૧૦ )
હા
Page #128
--------------------------------------------------------------------------
________________
વાયક યશોવિજયજીની ચોવીશીઓ,
પ્રો. હીરાલાલ ૨. કાપડિયા
L: ૧: ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજયગણિએ સંસ્કૃત, પાઈય (પ્રાકૃત), ગુજરાતી અને હિન્દી - એમ ચાર ભાષામાં કૃતિઓ રચી છે. એમણે ઐન્દ્રસ્તુતિમાં કૌશલિક શ્રી ઋષભદેવથી માંડીને તે આસન્નોપકારી શ્રીમહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરોની સંસ્કૃતમાં સ્તવના કરી છે. આવું કાર્ય એમણે આ ચોવીસ તીર્થંકરોને અંગે ગુજરાતીમાં કર્યું છે – એકેક તીર્થકરના ગુણગાનરૂપે એકેક સ્તવન રચ્યું છે. આમ જે ચોવીસ સ્તવનોની એમણે રચના કરી છે તેને “ચોવીશી' કહે છે. એમણે એકંદર ત્રણ ચોવીશીઓ રચી છે. એનો સંક્ષિપ્ત પરિચય હું આ લેખ દ્વારા આપું છું.
.: ૨ : ગૂર્જર-સાહિત્ય-સંગ્રહના પ્રથમ વિભાગમાં ઉપર્યુક્ત ત્રણે ચોવીશીઓને સ્થાન અપાયું છે અને તે પણ સૌથી પ્રારંભમાં. પહેલી ચોવીશીની શરૂઆત જગજીવન જગવાલો” રૂપ આદિપદથી અલંકૃત શ્રીઆદીશ્વરના - ઋષભદેવના સ્તવનથી કરાઈ છે અને એ ચોવીશીનો અંત “ગિરુઆરે ગુણ તુમ તણા' થી શરૂ થતા અને મારી (સ્વર્ગસ્થ) માતાના મુખથી મેં નાનપણમાં અનેક વાર સાંભળેલા મહાવીર-સ્તવનથી કરાઈ છે.
પરિમાણ-આ ચોવીસ સ્તવનો પૈકી ઘણાંખરાં પાંચ પાંચ કડીનાં છે. વિશેષ ચોકસાઈથી કહેવું હોય તો શ્રીઅભિનંદનનાથ, શ્રીવિમલનાથ અને શ્રીનેમિનાથનાં સ્તવનો છ છ કડીનાં છે. શ્રીપાર્શ્વનાથનું સ્તવન ત્રણ કડીનું છે અને બાકીના વીસ તીર્થંકરોનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. આમ આ આદ્ય ચોવીશીમાં એકંદર ૧૨૧ કડી છે.
દેશી અને રાગ ચોવીસ સ્તવનોમાંથી પહેલાં બાવીસને અંગે “દેશીનો ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથનું સ્તવન “મહાર' રાગમાં છે અને શ્રી
હિસ્સવોનાણીયો ના
Page #129
--------------------------------------------------------------------------
________________
(મહાવીરસ્વામીનું સ્તવન “ધનાશ્રી' રાગમાં છે.
વિશેષતા ચોવીસે સ્તવનોનો સામાન્ય વિષય તે તે જિનેશ્વરના ગુણોત્કીર્તનનો છે, તેમ છતાં કોઈકમાં શબ્દની તો કોઈમાં અર્થની-કાવ્યતત્ત્વની વિશેષતા રહેલી છે. દા. ત., શ્રીસુપાર્શ્વનાથના સ્તવનમાં એ જિનેશ્વરનું ઠકુરાઈ (ઐથ્વયી વર્ણવતાં ૩૪ અતિશયો, વાણીના ૩૫ ગુણ અને ૮ પ્રાતિહાર્યોનો નિર્દેશ કરાયો છે. શ્રીધર્મનાથના સ્તવનમાં “થાશું” અને “થેં એમ બે મારવાડી પ્રયોગો છે. શ્રીકુન્થનાથના સ્તવનમાં એ તીર્થંકરનો રત્નદીપક તરીકે ઉલ્લેખ છે. એનું વર્ણન ભક્તામરસ્તોત્રના નિમ્નલિખિત સોળમા પદ્યનું સ્મરણ કરાવે છેઃ
“निघूमवर्तिरपवर्जिततैलपूरः कृत्स्नं जगत्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां
दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः॥ १६ ॥ શ્રી નમિનાથના સ્તવનમાં એમની સેવા કરવાથી આઠ મહાસિદ્ધિ અને નવ નિધિની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે. વળી હાથી, ઘોડા, પુત્ર, પુત્રી અને બાંધવની પ્રાપ્તિ, દષ્ટિનો સંયોગ અને અનિષ્ટ જનોનો અભાવ ઈત્યાદિ સાંસારિક લાભો ગણાવાયા છે.
શ્રી પાર્શ્વનાથનું સ્તવન ઉત્કૃષ્ટતાનાં ઉદાહરણો પૂરાં પાડે છે, જેમકે દેવોમાં ઈન્દ્ર, પર્વતોમાં મેરુ, પશુમાં સિંહ, વૃક્ષમાં ચન્દન, સુભટોમાં મુરારિ (કૃષ્ણ), નદીમાં ગંગા, રૂપમાં કામદેવ, પુષ્પોમાં અરવિન્દ, ભૂપતિઓમાં ભરત, હાથીઓમાં ઐરાવત, પક્ષીમાં ગરુડ, તેજસ્વીમાં સૂર્ય, વખાણ-(વ્યાખ્યાન)માં જિનકથા, મંત્રમાં નવકાર, રત્નમાં સુરમણિ, સાગરમાં સ્વયંભૂરમણ સમુદ્ર, ધ્યાનમાં શુક્લ ધ્યાન.
સન્તલન-સૂયગડ(અ. )નાં ૧૮માંથી ૨૪મા સુધીનાં પદોમાં શ્રેષ્ઠતાનાં ઉદાહરણો અપાયાં છે. તેની સાથે ઉપર્યુક્ત ઉદાહરણો સરખાવી શકાય. વળી ઋષભદાસે રચેલી અને નીચે મુજબની પંક્તિથી શરૂ થતી શત્રુંજયગિરિ-સ્તુતિ પણ વિચારી શકાય?
“શ્રીશત્રુંજય તીરથસાર, ગિરિવરમાં જેમ યે ઉદાર.”
૧. આ સ્તુતિ (થોય) કેટલાંક પુસ્તકોમાં છપાવાઈ છે. દા.ત., આત્મ-કલ્યાણ-માળા (પૃ.૧૪૪-૧૪૫, દ્વિતીય આવૃત્તિ)માં.
યaોલાવી
ર
Page #130
--------------------------------------------------------------------------
________________
રચના-સમય-આ તેમ જ બીજી બે ચોવીશી પણ ક્યારે રચાઈ તેનો એમાં ઉલ્લેખ નથી. ઉપાધ્યાયજીની કોઈ અન્ય કૃતિમાં આ ત્રણ ચોવીશીમાંથી એકેનો નિર્દેશ હોય એમ જાણવામાં નથી. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક ચોવીશીનાં સ્તવનો રોજ એકેક રચાયાં કે કેમ એનો ઉત્તર કેવી રીતે અપાય?
પૌર્વાપર્ય-ચોવીશીઓનું પૌર્વાપર્ય નક્કી કરવા માટે કોઈ સાધન જણાતું
નથી.
નામનિર્દેશ-કર્તાએ પ્રાયઃ પ્રત્યેક સ્તવનના અંતમાં ‘જશ' શબ્દ વડે પોતાનું નામ જણાવ્યું છે. એમનું સાંસારિક નામ ‘જશવંત' હતું તેનું આ સંક્ષિપ્ત રૂપ છે. બીજી રીતે વિચારીએ તો ‘યશોવિજય' માનાં ‘યશસ્’નો ગુજરાતી
પર્યાય ‘જશ’ છે.
કર્તાએ પોતાના ગુરુનું નામ નયવિજય ઘણીખરી વાર આપ્યું છે અને એ રીતે એમનું સ્મરણ કર્યું છે. વિશેષમાં ઘણાખરાં સ્તવનોમાં કર્તાએ પોતાનો ‘વાચક’ તરીકે ઉલ્લેખ કર્યો છે. તો ‘વાચક’ બન્યા પછીની આ કૃતિઓ ગણાય.
:૩:
વિલક્ષણતા-બીજી ચોવીશીમાં પણ ૨૪ સ્તવન છે. એમાં ૨૨મું સ્તવન ‘હિન્દી’ ભાષામાં છે. એ આ ચોવીશીની વિલક્ષણતા ગણાય.
પરિમાણ-ઘણાંખરાં સ્તવનો ત્રણ ત્રણ કડીનાં છે. શ્રીકુંથુનાથનું સ્તવન ચાર કડીનું, શ્રીશાન્તિનાથ, શ્રીપાર્શ્વનાથ અને શ્રીમહાવીરસ્વામીનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં અને શ્રીનેમિનાથનું સ્તવન બાર કડીમાં છે, જ્યારે બાકીનાં ઓગણીસ સ્તવનો ત્રણ ત્રણ કડીનાં છે. આમ આ ચોવીશીમાં કુલ્લે ૮૮ કડીઓ
છે.
દેશી, ઢાળ અને રાગ-સોળ સ્તવનો માટે દેશીનો, છને માટે ઢાળનો અને બે માટે રાગનો ઉલ્લેખ છે. શ્રીપાર્શ્વનાથના સ્તવન માટે ‘ઢાલ ફાગની’ એમ કહ્યું છે.
નવમું અને પંદરમું સ્તવન ‘માર’ રાગમાં છે. વિશિષ્ટતા-શ્રીપદ્મપ્રભનાથના સ્તવનમાં મુક્તિને મોદક(લાડુ)ની ઉપમા અપાઈ છે. એમાં જિશાસનને પાંતિ (પંગત) કહી છે અને સમ્યક્ત્વને થાળ (મોટી થાળી) કહ્યો છે.
શ્રીશાન્તિનાથનું સ્તવન વિરોધાભાસનું સુંદર દષ્ટાંત પૂરું પાડે છે. રાગ અને દ્વેષથી રહિત હોવા છતાં એ જિનેશ્વર ચિત્તને આંજે છે. એમને શિરે છત્ર છે
ચીરીઓ ૧૧૩
Page #131
--------------------------------------------------------------------------
________________
ઇત્યાદિના નિર્દેશપૂર્વક એમનું ઐશ્વર્ય (ઠકુરાઈ) વર્ણવી એમને અકિંચન કહ્યા છે. એ જિનેશ્વરને સમતારૂપ પત્ની છે છતાં એઓ બ્રહ્મચારીઓમાં શિરોમણિ છે. ભવના રંગથી અને દોષના સંગથી એ જિનેશ્વર મુક્ત છે, પણ મૃગરૂપ લાંછનથી યુક્ત છે. આમ વિરોધાભાસ ઊભો કરાયો છે.
મહાવીર-સ્તવનમાં મનને મંદિર કહી પીઠબંધ તરીકે સમ્યકત્વનો. ચન્દરવા તરીકે ચારિત્રનો. ભીંત તરીકે સંવરનો. ગોખ તરીકે કર્મના વિવર(છિદ્ર)નો, મોતીના ઝમખા તરીકે બુદ્ધિના આઠ ગુણોનો, પંચાલી તરીકે બાર ભાવનાનો, રાણી તરીકે સમતાનો અને શવ્યા તરીકે સ્થિરતાનો ઉલ્લેખ છે. આમ આ આલંકારિક સ્તવન છે. શ્રીકુન્થનાથના સ્તવનમાં “ઉંબર ફૂલ'નો ઉલ્લેખ છે.
.:૪: વિશિષ્ટ નામ-આ ત્રીજી ચોવીસીને ચૌદ બોલની ચોવીશી કહે છે.
પરિમાણ-ત્રીજી ચોવીશીમાંનાં ઘણાંખરાં સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. મહાવીર-સ્તવન સાત કડીનું અને નેમિનાથ-સ્તવન નવ કડીનું છે, જ્યારે બાકીનાં બાવીસ બધાં પાંચ પાંચ કડીનાં છે. આમ એકંદર ૧૨૬ કડી છે.
દેશી, ઢાળ અને રાગ-સ્તવન ૧,૫,૭,૧૬,૧૮,૧૯ અને ૨૧ને અંગે દેશીને ઉલ્લેખ છે. છઠ્ઠ, સત્તરમું, વીસમું અને બાવીસમું એ ચાર સ્તવનો માટે દેશીનો ઉલ્લેખ ન કરતાં “ઢાળ'નો કરાયો છે. તેમાં બાવીસમા સ્તવન માટે ઢાલ ફાગની' એમ કહ્યું છે. ચોવીસમા સ્તવન માટે દેશી કે ઢાલનો નિર્દેશ નથી, પરંતુ રાગ નામે “ધનાશ્રી'નો ઉલ્લેખ છે. ત્રેવીસમા સ્તવન માટે દેશી, ઢાલ અને રાગ પૈકી એકેનો નથી.
વૈશિષ્ટય-આ ચોવીશીનું પ્રત્યેક સ્તવન તે તે તીર્થકરને અંગે નીચે મુજબ ચૌદ બાબતો વિષે માહિતી પૂરી પાડે છેઃ
(૧) તીર્થંકરનું નામ, (૨) એમના પિતાનું નામ, (૩) એમની માતાનું નામ, (૪) જન્મ-ભૂમિ, (૫) લાંછન, (૬) વર્ણ, (૭) દેહ-માન, (૮) સહદીક્ષિતની સંખ્યા, (૯) આયુષ્ય (૧૦) સાધુઓની સંખ્યા, (૧૧) | સાધ્વીઓની સંખ્યા, (૧૨) નિર્વાણ-ભૂમિ, (૧૩) શાસનયલનું નામ અને (૧૪) શાસન-યક્ષિણીનું નામ.
જૈન તત્ત્વાદર્શ - (પૃ. ૩૫-૭૦, પાંચમી આવૃત્તિ)માં તીર્થંકરના નામનો બોલ' તરીકે ઉલ્લેખ ન કરતાં જે બાવન બોલ ગણાવાયા છે, તેમાં ઉપર્યુક્ત
૧ભારતી B ૧૪ .
Page #132
--------------------------------------------------------------------------
________________
ચૌદ બોલ પૈકી બાકીના તેરનો ઉલ્લેખ જોવાય છે.
નામ-નિર્દેશ આ ચોવીશીનાં કેટલાંક સ્તવનમાં “જશ” શબ્દનો જાણે શ્લેષ કરી અર્થસંદર્ભમાં ખૂબીથી ગોઠવી દઈ કર્તાએ પોતાનું નામ દર્શાવ્યું છે.. કોઈ કોઈ સ્તવનમાં કવિ જશવિજય એવો પણ ઉલ્લેખ છે. કોઈમાં નામ ન આપતાં ઉપાધ્યાયજીએ પોતાને નયવિજયના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. બાકીનાં સ્તવનોમાં આ પહેલાંની બે ચોવીશીઓનાં સ્તવનોની પેઠે “જશ” એવો પણ ઉલ્લેખ છે.
: ૫ : ઉપસંહાર-ત્રણે ચોવીશીની મળીને ૧૨૧ + ૮૮ + ૧૨૬ =૩૩૫ કડીઓ છે.
પ્રત્યેક ચોવીશીનો ગ્રંથાગ્ર કોઈ કોઈ હાથપોથીમાં હોય તો તે તપાસીને નોંધાવો જોઈએ.
બીજી ચોવીશીમાં એક સ્તવન હિન્દીમાં છે તો એને અંગે તપાસ થવી ઘટે. શું ગુજરાતીમાં રચાયેલું મૂળ સ્તવન નહિ મળી શકવાથી એને સ્થાને આ દાખલ કરી દેવાયું હશે?
વાચકનો અર્થ “ઉપાધ્યાય કરાય છે. એ વાચકની પદવી વિજયપ્રભસૂરિએ વિ.સં. ૧૭૧૮માં યશોવિજયગણિને આપી હતી એમ સુજસવેલિ (ઢાલ ૩, કડી ૧૨) જોતાં જણાય છે. આ હિસાબે ‘વાચકના ઉલ્લેખપૂર્વકનાં સ્તવનો વિ.સં. ૧૭૧૮ પહેલાં રચાયાં નથી એમ કહી શકાય. આમ રચના-સમયની પૂર્વ સીમા તો નક્કી થાય છે. ઉત્તર સીમા ઉપાધ્યાયજીના સ્વર્ગવાસના સમય સુધીની વધારેમાં વધારે હોઈ શકે, એથી વિ.સં. ૧૭૩૦ની આસપાસમાં ચોવીશી રચાયાનું સ્થૂળ દષ્ટિએ કહેવાય.
જેમ ત્રીજી ચોવીશીમાં ચૌદ ચૌદ બોલ છે તેમ ઉપાધ્યાયજીએ રચેલી વિહરમાણ-જિનવીસી'માં તીર્થકરનું નામ, એમનાં માતાપિતા અને પત્નીનાં નામ, જન્મ-ભૂમિ અને લાંછન એમ છ છ બોલનો નિર્દેશ છે. આવી રીતે સમાનકતુક અન્ય સ્તવનોનું તુલનાત્મક દષ્ટિએ અવલોકન કરી શકાય, પણ આ તો સંક્ષિપ્ત પરિચય હોવાથી એ વાત જતી કરું છું.
( ચોવીશીમો n ૧૫ )
Page #133
--------------------------------------------------------------------------
________________
(શ્રીમાન યશોવિજયજી) ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
• જે વિરલ વિભૂતિરૂપ મહાજ્યોતિર્ધરો જિનશાસનના ગગનાંગણમાં ચમકી ગયા છે, તેમાં શ્રી યશોવિજયજીનું સ્થાન સદાને માટે અમર રહેશે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી પછી અત્યાર સુધીમાં શ્રી આનંદઘનજી આદિના અપવાદ સિવાય તેવી પ્રખર શ્રત-શક્તિવાળો બીજે તત્ત્વજ્ઞાની મહાત્મા થયો હોય એવું જણાતું નથી. એમની પ્રતિભા કેટલી અસાધારણ હતી અને એમની બુદ્ધિમત્તા કેવી કશાગ્ર હતી, એ તો એમની સૂક્ષ્મ વિવેકમય તીક્ષ્ણ પર્યાલોચના પરથી સ્વયં જણાઈ આવે છે અને આપણને તાર્કિકશિરોમણિ કવિકુલગુરુ સિદ્ધસેન દિવાકરસૂરિનું સ્મરણ કરાવે છે. એમની દષ્ટિવિશાલતા ને હૃદયની સરલતા કેટલી બધી અદ્ભુત હતી અને સર્વ દર્શનો પ્રત્યેની એમની નિરાગ્રહી માધ્યચ્ય વૃત્તિ કેવી અપૂર્વ હતી, તે તો એમની સર્વ દર્શનોની | તલસ્પર્શી નિષ્પક્ષપાત મીમાંસા પરથી પ્રતીત થાય છે અને આપણને ષડ્રદર્શનવેત્તા મહર્ષિ હરિભદ્રસૂરિની યાદ તાજી કરાવે છે. વામના સમસ્ત ક્ષેત્રને વ્યાપ્ત કરતું એમનું મૌલિક સાહિત્યસર્જન કેટલું બધું વિશાળ છે અને કેવી ઉત્તમ પંક્તિનું છે, તે તો એમના ચલણી સિક્કા જેવા ટંકોત્કીર્ણ પ્રમાણભૂત વચનામૃત પરથી સહેજે ભાસ્યમાન થાય છે અને આપણને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. અધ્યાત્મયોગ વિષયનો એમનો અભ્યાસ કેટલો બધો ઊંડો છે અને આત્મજ્ઞાન-ધ્યાન પ્રત્યેની એમની અભિરુચિ કેવી અદ્ભુત છે, તે તો એમનાં અધ્યાત્મ-યોગ વિષયક ગ્રંથરત્નો પરથી સ્વયંસિદ્ધ થાય છે અને આપણને યોગીરાજ આનંદઘનજીનું સ્મરણ કરાવે છે. આમ આ મહાત્મા પ્રતિભામાં જાણે સિદ્ધસેન દિવાકરના પુનરવતાર હોય, દાર્શનિક અભ્યાસમાં જાણે લઘુ હરિભદ્ર હોય, શ્રુતજ્ઞાનમાં જાણે બીજા હેમાચાર્ય હોય, અધ્યાત્મવિદ્યામાં જાણે આનંદધનજીના અનુગામી હોય એમ આપણને
યમોભારતી n (
Page #134
--------------------------------------------------------------------------
________________
સહેજે પ્રતિભાસે છે.
આ પોતાના મૂછાળા અવતારને-કૂર્ચાલી શારદ'ને દેખી સરસ્વતીને લજ્જાના માર્યા સંતાઈ જવું પડ્યું ! આ સાચેસાચા વ્યાખ્યાનવાચસ્પતિ (જગદ્ગુરુ) વાચકવરની વાચા સાંભળી વાચાલ વાચસ્પતિ (ત્રિદશગુરુ) અવાચક થઈ ગયો ! વાડ્મયની રંગભૂમિમાં કવિતાસુંદરીને યથેચ્છ નચાવનારા આ સત્કવિની યશસ્કીર્તિથી પ્રતિપક્ષીઓના મસ્તક ધોળાં ને મુખ કાળાં થયાં! જ્ઞાનીઓના હૃદયાકાશમાં વહેતી અધ્યાત્મ જ્ઞાનગંગાને આ ભગીરથે અવનિને પાવન કરવા પૃથ્વી પર અવતારતાં પ્રાણીઓનો વિભાવરૂપ પાપમલ ક્યાંય | ધોવાઈ ગયો!
આમાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. હા, ચૂનોક્તિનો સંભવ છે ખરો ! એમના સમકાલીન શ્રી કાંતિવિજય મુનિએ “સુજસવેલી' માં એમને ભવ્ય ભાવાંજલિ અર્પી છે કે
કુર્ચાલી શારદ તણોજી, બિરુદ ઘરે સુવિદિત; બાલપણે અલવે જિણેજી, લીધો ત્રિદશ ગુરુ જીત. લઘુ બાંધવો હરિભદ્રનો રે, કલિયુગમાં એ થયો બીજે રે; છતાં યથારથ ગુણ સુણી, કવિયણ બુધ કો મત ખીજે રે. સંવેગી સિરસેહરો, ગુરુ જ્ઞાનરયણનો દરિયો રે; કમત તિમિર ઉચ્છેદવા, એ તો બાલાસણ દિનકરિયો રે.”
અર્વાચીનોની જેમ તેમના નામ પાછળ ઉપાધિઓની લાંબી લંગાર નહિ લાગેલી છતાં, આસીધાસાદા ઉપાધ્યાયજી' પણ આચાર્યોના આચાર્યને ગુરુઓના ગુરુથવાને પરમ યોગ્ય છે. યશાશ્રીના પડછાયા પાછળ દોડનારાઆધુનિકોની પેઠે તેઓ તેની પરવા નહિ કરતા છતાં યશશ્રી' હજુ તેમનો પીછો છોડતી નથી! અધ્યાત્મરસ પરિણતિ વિના શાસ્ત્રનો ભાર માત્ર વહનારાને નિર્માલ્યતત્ત્વવિહીન | ચર્ચાઓમાં શાસ્ત્રનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરનારા આગમધરો તો ઘણાય છે. પણ અધ્યાત્મ પરિણતિપૂર્વક શાસ્ત્રનો રસાસ્વાદ લેનારા ને શાસ્ત્રનો તાત્ત્વિક પ્રતિપાદનમાં કેવળ આત્માર્થેસદુપયોગ કરનારા તેમના જેવાનિરાગ્રહીને પરિણત સાચાઆગમરહસ્યવેદીભૃતધરોતોવિરલાજ છે. પ્રસ્તુત શ્રીકાંતિવિજયજીએ કહ્યું છે તેમ બીજા શતલક્ષ-ક્રોડ સગુણીઓ પણ આને ન પહોંચે.”
“જશ શિર્ષાપક શાસનેજી, સ્વસમય પરમત દક્ષ; પોંહચે નહિં કોઈ એહનેજી, સુગુણ અનેરા શતલક્ષ.
યશોવિપs a he.
Page #135
--------------------------------------------------------------------------
________________
પ્રભવાદિક શ્રુતકેવલીજી, આગે હુઆ ષટ્ જેમ; કલિમાંહે જોતાં થકાજી, એ પણ શ્રુતધર તેમ. વાદ વચન-કણિ ચઢોજી, તુજ શ્રુત-સુરમણિ ખાસ; બોધિ વૃદ્ધિ હેતે કરેજી, બુધજન ત. અસાસ.’’ સુજસવેલી
આ પુરુષરત્નને પામી ન્યાય ન્યાયપણું પામ્યો, કાવ્ય કાવ્ય બન્યું, અલંકારને અલંકાર સાંપડ્યો, રસમાં સરસતા આવી, કરમાયેલી શ્રુતવલ્લરી નવપલ્લવિત થઈ, યોગ કલ્પતરુ ફલભારથી નમ્ર બન્યો, યુક્તિ આગ્રહબંધનથી મુક્ત થઈ, મુક્તિ જીવન્મુક્તિપણે પ્રત્યક્ષ થઈ, ભક્તિમાં શક્તિ આવી, શક્તિમાં વ્યક્તિ આવી, ધર્મમાં પ્રાણ આવ્યો, સંવેગમાં વેગ આવ્યો, વૈરાગ્યમાં રંગ લાગ્યો, સાધુતાને સિદ્ધિ સાંપડી, શાસનનું શાસન ચાલવા લાગ્યું, કલિકાલનું આસન ડોલવા લાગ્યું, દર્શનને સ્વરૂપદર્શન થયું, સ્પર્શજ્ઞાનને અનુકૂળ સ્થાન મળ્યું, ચારિત્ર ચરિતાર્થ બન્યું, વચનને કસોટી માટે શ્રુતચિંતામણિ મળ્યો, અનુભવને મુખ જોવા દર્પણ મળ્યું, તત્ત્વમીમાંસા માંસલ બની, દર્શનવિવાદો દુર્બલ થયા, વાડાનાં બંધન તૂટ્યાં, અખંડ મોક્ષમાર્ગ વિશ્વમાં વ્યાપી રહ્યો, અંધશ્રદ્ધાની આંધી દૂર થઈ, દંભના પડદા ચિરાયા, ગુરુઓના ડેરા તંબૂ ઊપડ્યા, વેષવિડંબકોને વિડંબના થઈ, શુષ્ક જ્ઞાનીઓની શુષ્કતા સુકાઈ, ક્રિયાજડોની જડતાની જડ ઊખડી અને ધર્મ તેના શુદ્ધ વસ્તુધર્મ સ્વરૂપે પ્રસિદ્ધ થયો. આવા ગુણસમુદ્રનું ગુણગાન કેમ થાય ? ગુણદ્વેષી મત્સરવંત દુર્જનોની પરવા કર્યા વિના શ્રી કાંતિવિજયજી પણ કહે છે કે
‘‘શ્રી યશોવિજય વાચક તણા, હું તો ન લહું ગુણ વિસ્તારો રે; ગંગાજલ કણિકા થકી એહના, અધિક અછે ઉપગારો રે. વચન રચન સ્યાદ્વાદનાં, નય નિગમ આગમ ગંભીરો રે; ઉપનિષદા જિમ વેદનાં, જેમ કવિ ન લહે કોઈ ધીરો રે. શીતલ પરમાનંદિની, શુચિ વિમલ સ્વરૂપ સાચી રે; જેહની રચના-ચંદ્રિકા, રસિયા જણ સેવે રાચી રે.’’ ઇત્યાદિ પ્રકારે કવિજનોએ જેમના ગુણાનુવાદ મુક્તકંઠે ગાયા છે, એવા આ સુકૃતિ યશોવિજયજી પોતાની અમર સુકૃતિઓથી સદા જયવંત ને જીવંત જ છે. ‘સુકૃતિ એવા તે રસસિદ્ધ કવીશ્વરો જયવંત છે કે, જેની યશઃકાયમાં જરામરણજન્ય ભય નથી’– આ શ્રી ભર્તૃહરિની ઉક્તિ શ્રી યશોવિજયજીના સંબંધમાં
શોભારતી ૩૧૧૮
Page #136
--------------------------------------------------------------------------
________________
અક્ષરશઃ ચરિતાર્થ થતી દેખાય છે, કારણ કે પોતાની એક એકથી સરસ ઉત્તમ કાવ્યમય સુકૃતિથી જયવંત એવા આ કવીશ્વર પોતાની યશકાયથી સદા જીવંત છે; યશાશ્રીના વિજયી થઈ ખરેખરા “યશોવિજય થયા છે. શબ્દનયે યથાર્થ, “યશોવિજય” એવંભૂત નયે “યશોવિજય” બન્યા છે!
આવો મહાપ્રતિભાસંપન્ન સંસ્કારસ્વામી સેંકડો વર્ષોમાં કોઈ વિરલો જ પાકે છે. પ્રખર દર્શનઅભ્યાસી પં. સુખલાલજી કહે છે તેમ “જૈન સંપ્રદાયમાં ઉપાધ્યાયજીનું સ્થાન વૈદિક સંપ્રદાયમાં શંકરાચાર્ય જેવું છે.' પણ આવા સમર્થ તત્ત્વદ્રણ કાંઈ એકલા જૈન સંપ્રદાયના જ નહિ, પણ સમસ્ત ભારતના ભૂષણરૂપ છે. આ ભારતભૂમિ ધન્ય છે કે જેમાં આવા તત્ત્વદ્રષ્ટા પુરુષરત્નો પાકે છે અને આવા સંપ્રદાયથી પર, વિશ્વગ્રાહી વિશાલ દષ્ટિવાળા મહાત્મા કાંઈ એકલા જૈનોના જ નથી, એકલા ભારતના જ નથી, પણ સમસ્ત વિશ્વના છે.
એમનું ખરું જીવન તો આધ્યાત્મિક-આત્મપરિણતિમય આદર્શ “મુનિજીવન” છે. પોતાનો જીવનસમય તેમણે અપ્રમાદપણે યથોક્ત મુનિ ધર્મના પાલનમાં, શાસનની પ્રભાવનામાં, સક્રિયોદ્ધારમાં અને પ્રમાણભૂત એવા વિપુલ સાહિત્યસર્જનમાં સુવ્યતીત કર્યો છે. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત અને મારવાડી-એ ચારે ભાષામાં તેમણે આબાલવૃદ્ધ સર્વને ઉપયોગી એવું વિવિધવિષયી ટંકોત્કીર્ણ સાહિત્ય સર્યું છે. તેમના મુખ્ય વિષયો જાય, સમાજસુધારણા, અધ્યાત્મ, યોગ, ભક્તિ આદિ છે. એકલા ન્યાય વિષયના જ તેમણે એકસો ગ્રંથ રચ્યાથી “ન્યાયાચાર્ય પદ મળ્યાનો તેમણે પોતે જ ઉલ્લેખ કરેલો છે, તેમ જ “રહસ્ય' પદાંકિત એકસો ગ્રંથ રચવાની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ પણ તેમણે પોતે જ કર્યો છે. આમ હાલના ક્રિકેટના ઉત્તમ ખેલાડીઓ (Century batsman) જેમ આ સાહિત્યના ખેલાડીએ વાય-ક્રીડાંગણમાં રાદીઓ નોંધાવવાની જ વાત કરી છે ! અને સર્વત્ર પ્રમાણભૂત હોઈ ચિરસ્થાયી કીર્તિને લીધે નૉટ આઉટ (Not out) જ રહ્યા છે ! જેમ ઉત્તમ ખેલાડીના બૉલ બૉલે રસિક પ્રેક્ષકલોકો હર્ષાવેશમાં આફરીન પોકારે છે, તેમ આ સાહિત્ય-મહારથીના બોલે બોલે તત્ત્વરસિક વિદ્ધજૂજનો ધન્ય ધન્ય'ના હર્ષનાદો કરે છે ! પરમ તત્ત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીએ અંજલિ આપી છે કે –“યશોવિજયજીએ ગ્રંથો રચતાં એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાયે કોઈ ઠેકાણે ચૂક્યા નહોતા.”
આમ અક્ષરદેહમાં જેનો અક્ષર આત્મા પ્રતિબિંબિત થાય છે, પ્રત્યક્ષ ચૈતન્ય ચમત્કાર જણાય છે, એવા આ મહાત્માનું અધ્યાત્મ જીવન તેમની
યશોભિત
Page #137
--------------------------------------------------------------------------
________________
કૃતિઓના આત્યંતર દર્શન પરથી વિચક્ષણ વિવેકીઓ અનુમાની શકે છે. તેમની એક એક કૃતિ એવી અમૂલ્ય અને અપૂર્વ તત્ત્વસંભારથી ભરેલી છે કે, તે પ્રત્યેકનું વિહંગાવલોકન કરવા માટે પણ અનેક લેખમાળા જોઈએ; પણ અત્રે તેટલો અવકાશ નથી, એટલે અહીં તો યત્રતત્ર ઊડતો દષ્ટિપાત કરીને જ સંતોષ | માનશું.
તેમના સમકાલીનોમાં ઉપાધ્યાયજી વિનયવિજયજી, આનંદઘનજી, સત્યવિજય ગણિ, માનવિજય ઉપાધ્યાયે આદિ વિશિષ્ટ વિદ્વૉડલી હતી. તેમાંય ખાસ કરીને શાંત સુધારસનું અનુપમ સંગીત કરનારા શાંતમૂર્તિ મહા મુમુક્ષુ શ્રી વિનયવિજયજી તો એમના સહાધ્યાયી પરમાર્થ સુદદ્ હતા. આ વિનયવિજય અને યશોવિજયની જોડી સુપ્રસિદ્ધ છે. બન્ને ગાઢ પરમાર્થ મિત્ર અને ઉત્તમ કોટિના શાંત મુમુક્ષુ હતા, ઘેર ઘેર રસપૂર્વક વંચાતો સુપ્રસિદ્ધ “શ્રીપાલ રાસ' તો
આ બન્ને મહાત્માઓની સંયુક્ત કૃતિ છે. શ્રી વિનયવિજયજીએ એનો પૂર્વ ભાગ રચ્યો, ત્યાં તેમનો રાંદેરમાં દેહોત્સર્ગ થયો; એટલે તેમના પરમાર્થ મિત્ર શ્રી યશોવિજયજીએ તેનો ઉત્તર ભાગ રચી ઉત્તમ મિત્રકાર્ય કર્યું. છેવટે ત્યાં શ્રી યશોવિજયજી પરમ આત્મઉલ્લાસથી ગજ્ય છે કે –
“મારે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમરતિ હુઈ બેઠો રે...
...મુજ સાહિબ જગનો તૂઠો.” શ્રીમાનું આનંદઘનજીના દર્શન-સમાગમ એ શ્રી યશોવિજયજીના જીવનની એક ક્રાંતિકારી વિશિષ્ટ ઘટના છે. તે વખતના રૂઢિચુસ્તપણાને વળગી રહેનાર સમાજ એવી પરમ અવધૂત જ્ઞાનદશાવાળા, આત્માનંદમાં મગ્ન રહેનારા, આત્મારામી સપુરુષને ઓળખી ન શક્યો ને “લાભાનંદજી'નો (આનંદઘનજીનો) યથેચ્છ લાભ ન ઉઠાવી શક્યા. ઘરઆંગણે ઊગેલા કલ્પવૃક્ષને ન આરાધી વાંછિત ફલથી વંચિત રહ્યો. એ સમાજનું મહાદુર્ભાગ્ય અથવા કરાલ કલિકાલનો-દુઃષમ કાલનો મહાપ્રભાવ ! પણ તેવું તેવાને ખેંચે, Like alttracts like, લોહચુંબક લોહને ખેંચે એ ન્યાયે શ્રી યશોવિજયજી શ્રી આનંદઘનજીને તેમના યથાર્થ સ્વરૂપમાં ઓળખી શક્યા,- જેમ શ્રી દેવચંદ્રજી કહે છે તેમ -
તેહ જ એહનો જાણંગ, ભોક્તા જે તુમ સમ ગુણરાયજી.” તેવો જ તેવાને ઓળખે. સાચો ઝવેરી જ ઝવેરાત પારખી શકે. તેમ તે
- યશોભારતી B ૧૨૦
-
Page #138
--------------------------------------------------------------------------
________________
સમયે પણ શ્રી યશોવિજયજી જેવા વિરલા રત્નપરીક્ષક જ શ્રી આનંદઘનજી જેવા મહાપુરુષ રત્નને તેમના યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા. આ પરમ અવધૂતભાવનિર્ઝર્થ આનંદઘનજીના દર્શન-સમાગમથી શ્રી યશોવિજયજીને ઘણો ઘણો આત્મલાભ થયો, અત્યંત આત્માનંદ થયો. આ પરમ ઉપકારની સ્મૃતિમાં શ્રી યશોવિજયજીએ મહાગીતાર્થ આનંદઘનજીની સ્તુતિરૂપે “અષ્ટપદી' રચી છે. તેમાં તેમણે પરમ આત્મોલ્લાસથી આનંદઘનજીની મુક્તકંઠે ભારોભાર પ્રશંસા કરી છે. ત્યાં તેઓશ્રી કહે છે કે, માર્ગમાં ચાલતાં ચાલતાં આનંદઘનજી ગાતા હતા અને આનંદપૂર્ણ રહેતા હતા. એવી મસ્ત દશામાં તેઓ વિહરતા હતા, | આત્માનુભવજન્ય પરમ આનંદમય અદ્વૈત દશામાં વિલસતા હતા. આવા પરમ આત્માનંદમય યોગીશ્વરના દર્શન-સમાગમથી પોતાને આનંદ આનંદ થયો, પારસમણિના સ્પર્શથી લોઢું જેમ સોનું થાય, તેમ આનંદઘન સાથે જ્યારે
સુજશ” મળ્યો, ત્યારે હું “સુજશ” આનંદ સમો થયો અર્થાત પારસમણિસમાં | આનંદઘનજીના સમાગમથી લોહ જેવો હું યશોવિજય સુવર્ણ બન્યો. કેવી ભવ્ય ભાવાંજલિ !
મારગ ચલત ચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર.” કોઈ આનંદઘન છિદ્ર હી પેખત, જસ રાય સંગ ચઢી આયા; આનંદઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા.” ““આનંદઘનકે સંગ સુસહી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ; પારસ સંગ લોહા જે ફરસત, કંચન હોત હી તાકે કસ.” “એરી આજ આનંદ ભયો મેરે ! તેરી મુખ નિરખ નિરખ, રોમ રોમ શીતલ ભયો અંગો અંગ; “શુદ્ધ સમતારસ ઝીલત, આનંદઘન ભયો અનંત રંગ. એરી.”
આ ઉપરથી અહીં એક વિચારણીય રસપ્રદ પ્રસંગે ઉપસ્થિત થાય છે કે, આવો ન્યાયનો એક ધુરંધર આચાર્ય, ષડ્રદર્શનનો સમર્થ વેત્તા, સકલ આગમરહસ્યનો જાણ, વિદ્વશિરોમણિ યશોવિજય જેવો પુરુષ, આ અનુભવયોગી આનંદઘનજીના પ્રથમ દર્શનસમાગમે જાણે મંત્રમુગ્ધ થયો હોય એમ આનંદતરંગિણીમાં ઝીલે છે અને તે યોગીશ્વરની અદ્ભુત આત્માનંદમય વિતરાગ દશા દેખીને સાનંદાશ્ચર્ય અનુભવે છે ! અને પોતાની સમસ્ત વિદ્વત્તાનું અભિમાન એકસપાટે ફગાવી દઈ, બાળક જેવી નિર્દોષ પરમ સરળતાથી કહે છે કે, “લોઢા જેવો હું આ પારસમણિના સ્પર્શથી સોનું બન્યો !” અહો ! કેવી
યશોવિજયજી ઘ ૧૨૧ )
Page #139
--------------------------------------------------------------------------
________________
નિર્માનિતા! કેવી સરળતા! કેવી નિદભતા! કેવી ગુણગ્રાહિતા! આને બદલે બીજો કોઈ હોત તો? તેને અભિમાન આડું આવી ઊભું રહેતા કે, “હું” આવડો મોટો ધુરંધર આચાર્ય, આટલા બધા શિષ્ય-પરિવારનો અગ્રણી ગચ્છાધિપતિ, સમસ્ત વિદ્વત્સમાજમાં સુપ્રતિષ્ઠિત-આવો જે “હું તે શું આવાને નમું ?” પણ યશોવિજયજી ઑર પુરુષ હતા, એટલે આનંદઘનજીનો દિવ્ય ધ્વનિ તેમના આત્માએ સાંભળ્યો ને તે સંતના ચરણે ઢળી પડ્યા. શ્રી યશોવિજયજીને અહીં ! પ્રત્યક્ષ અનુભૂતિ થઈ હોય એમ જણાય છે કે આ અનુભવજ્ઞાની પરમ યોગી પુરુષની પાસે મારું શાસ્ત્રજ્ઞાન (Theoretical knowledge) શૂન્યરૂપ છે, મોટું મીંડું છે; કારણ કે અધ્યાત્મ વિનાનું-આત્માનુભવ વિનાનું શાસ્ત્ર એકડા વિનાના મીંડા જેવું છે. હું આટલાં વર્ષ ન્યાય, દર્શન આદિ સર્વ આગમ-શાસ્ત્ર ભણ્યો, પણ લોઢું જ રહ્યો, પણ આ આત્મજ્ઞાનના નિધાનરૂપ, પારસમણિ આનંદઘનના જાદુઈ સ્પર્શથી લોઢા જેવો હું સોનામાં ફેરવાઈ ગયો ! એવા સંવેદનથી એમનો આત્મા પરમ ભાવાવેશમાં આવી જઈ શ્રી આનંદઘનજીને સર્વ પ્રદેશથી નમી પડ્યો એમ પ્રતીત થાય છે. આમ યશોવિજયજીના પરમાર્થ ગુરુ આ આનંદઘનજીના પ્રસંગ ઉપરથી વર્તમાનમાં પણ જે કોઈ અલ્પશ્રુત અજ્ઞાની જન યત્રતત્રથી કંઈક શીખી લઈ પોતાને જ્ઞાની માની બેસવાનો ફાંકો રાખતા હોય તેને ઘણો ઘડો લેવા જેવું છે અને આ મુદ્દો ખાસ લક્ષમાં લેવા યોગ્ય |
આવા આનંદઘનજી જેવા પરમાર્થ ગુરુના ચરણે જેણે અધ્યાત્મ, યોગ, ભક્તિની પ્રેરણાનું પીયૂષપાન કર્યું હતું, એવા શ્રીમાનું યશોવિજયજી એક આદર્શ સમાજસુધારક અને પ્રખર ધર્મઉદ્ધારક તરીકે સુપ્રસિદ્ધ છે. એ ખાસ નોંધવા જેવું છે કે તેમનો સુધારો આધુનિકોની જેમ યુદ્ધાતદ્ધા સ્વચ્છંદાનુયાયી નથી, પણ નિર્મલ શાસ્ત્રમાર્ગાનુયાયી ને શુદ્ધ આદર્શવાદી છે. ભગવાનપ્રણીત મૂળ આદર્શમાર્ગથી સમાજને ભ્રષ્ટ થયેલો દેખી, ગૃહસ્થોને તેમ જ સાધુઓને વિપરીતપણે-વિમુખપણે વર્તતા નિહાળી, ક્ષુદ્ર નિર્માલ્ય મતમતાંતરોથી અખંડ જૈિન સમાજને ખંડખંડ-છિન્નભિન્ન થયેલો ભાળી, તેમનું ભાવનાશીલ સાચી
અંતરદાઝવાળું હૃદય અત્યંત દ્રવીભૂત થયું હતું-કકળી ઊઠ્યું હતું. એટલે જ તે સમાજનો સડો દૂર કરવાના એકાંત નિર્મલ ઉદ્દેશથી તેઓશ્રીએ ભગવાન સીમંધર પાસે “સાડી ત્રણસો” ને “સવાસો ગાથા'ના સ્તવનાદિના વ્યાજથી કરુણ પોકાર પાડ્યો છે કે, “હે ભગવન્! આ જિનશાસનની શી દશા ! અને
( યશોભારતી g ૨૨ )
Page #140
--------------------------------------------------------------------------
________________
તેના બહાને કેવળ નિષ્કારણ કરુણાથી પ્રેરિત થઈ સુષુપ્ત સમાજને કેટલીક વાર સખત શબ્દપ્રહારના ચાબખા' મારી ઢંઢોળ્યો છે–જાગ્રત કર્યો છે તથા ગૃહસ્થનો ને સાધુનો ઉચિત આદર્શ ધર્મ સ્પષ્ટપણે સર્વત્ર શાસ્ત્રાધારપૂર્વક મીઠાશથી રજૂ કરી, સમાજને ઘેરી વળેલા કુસાધુઓ ને કુગુરુઓની નીડરપણે સખત ઝાટકણી કાઢી છે.
તેઓશ્રી શ્રી સીમંધરસ્વામીજીને સ્તવતાં વિનંતિ કરે છે કે, “હે ભગવન્! કૃપા કરીને મને શુદ્ધ માર્ગ બતાવો ! આ ભરતક્ષેત્રના લોકોએ ભગવાન જિનના અનુપમ શાસનના જે હાલહવાલ કર્યા છે, તે જોઈને મારું હૃદય ચિરાઈ જાય છે, એટલે આપની પાસે પોકાર પાડું છું. આ વર્તમાન દુઃષમ કાલના અંધશ્રદ્ધાળુ, ગાડરિયા પ્રવાહ જેવા, મતાગ્રહી, વક્ર-જડ લોકો કોઈ સાચી વાત કહે તો તે સાંભળવાને પણ તૈયાર નથી! તેને કંઈ કહેવું તેં અરણ્યમાં પોક મૂકવા જેવું છે ! એટલે મારી શાસનદાઝની વરાળ હું આપની પાસે ઠાલવું છું.
જુઓ ! કોઈ લોકો સૂત્રવિરુદ્ધ આચારે ચાલી રહ્યા છે ને સૂત્રવિરુદ્ધ બોલી રહ્યા છે. આવા કોઈ જનો એમ કહે છે કે, “અમે ભગવાનનો માર્ગ રાખીએ છીએ-અમે છીએ તો માર્ગ ચાલે છે! આ તે હું કેમ શુદ્ધ માનું? આ લોકો ખોટા કૂડ-કપટવાળા આલંબન દેખાડી મુગ્ધ-ભોળા લોકને પતિત કરે છે ને | આજ્ઞાભંગરૂપ કાળું તિલક પોતાના કપાળે ચોડે છે!”
ચાલે સૂત્ર વિરુદ્ધાચારે, ભાખે સૂત્ર વિરુદ્ધા; એક કહે અમે મારગ રાખું, તે કેમ માનું શુદ્ધા રે.
જિનજી! વિનતડી અવધારો. આલંબન કૂડાં દેખાડી, મુગધ લોકને પાડે;
આણાભંગ તિલક તે કાળું; થાપ આપ નિલાડે રે....જિનજી.” વળી, બીજો કોઈ એમ કહે છે કે, “જેમ ઘણા લોક કરતા હોય તેમ કર્યો જવું, એમાં શી ચર્ચા કરવી ? “મહાજન ચાલે તે માર્ગ' કહ્યો છે ને તેમાં જ આપણને અર્ચાપૂજા પ્રાપ્ત થાય છે.” ત્યારે શ્રી યશોવિજયજી તેનો સણસણતો જવાબ આપે છે કે, આ જગતમાં અનાર્યોની વસ્તી કરતાં આર્ય લોકોની વસ્તી ઘણી ઓછી છે. આર્યમાં પણ જૈને થોડા છે; તે જૈનમાં પણ પરિણત જનઆત્મપરિણામી, સાચા જૈનત્વથી ભાવિતાત્મા એવા જનો થોડા છે અને તેમાં પણ શ્રમણ અર્થાત્ સાચા સાધુગુણથી સંપન્ન એવા સંતજનો થોડા છે, બાકી માથું મુંડાવ્યું છે એવા વેષધારી દ્રવ્યલિંગી સાધુઓ તો ઘણા છે અને તમે જે મહાજન
( પશોવિજયજી d ૧૨૩
Page #141
--------------------------------------------------------------------------
________________
મહાજન કહો છો, તે તો જિનાજ્ઞા-જિનશાસન પાળતા હોય તે “મહાજન' છે, બાકી માત્ર મુખે શાસન-શાસનની બાંગ મારતા હોય તે મહાજન નથી. જેની પૂંઠે ટોળું ચાલતું હોય એવો અજ્ઞાની ભલે ગચ્છને ચલાવનારો-આચાર્ય કહેવાતો હોય, તોપણ તે મહાજન નથી, એવું ઘર્મદાસ ગણિનું વચન વિચારી, મનને, ભોળું મ કરો!
“આર્યથોડાઅનારજજનથી,જૈન આર્યમાંથોડા; તેમાં પણ પરિણતજનથોડા, શ્રમણઅલપ-બહુમોડા.રે જિનાજી! અજ્ઞાની નવિ હોવે મહાજન,જોપણચલવેટોળું; ધર્મદાસ ગણી વચન વિચારી,મનનવિકી જેભોળું રેજિનજી!”
ભગવાન આજ્ઞાએ યથાતથ્યપણે ચાલતો એવો એક જ સાધુ હોય, એક જ સાધ્વી હોય, એક જ શ્રાવક હોય, એક જ શ્રાવિકા હોય તોપણ તે આજ્ઞાયુક્તને
“સંઘ” નામ ઘટે છે, બાકી તો અસ્થિસંઘાત છે, એમ શ્રી ભ દ્રબાહુસ્વામીજીએ “આવશ્યક સૂત્ર'માં કહ્યું છે, માટે નિજ ઇદે-સ્વછંદે ચાલતો હોય તે અજ્ઞાની છે, ને તેની નિશ્રાએ ચાલનારા પણ અજ્ઞાની છે. આવો અજ્ઞાની જે ગચ્છનો ઘણીરણી થઈ પડી ગચ્છને ચલાવે તો તે અનંત સંસારી છે. જે ખંડખંડ પંડિત હોય – ઈઘર ઉઘર કંઈ જાણવાવાળો હોય” તે કાંઈ જ્ઞાની નથી. જ્ઞાની તો જે નિશ્ચિત સમય જાણે તે છે, એમ “સંમતિસૂત્ર'માં સ્પષ્ટ કહ્યું છે. બાકી જો સમયનો-સિદ્ધાંતરૂપ અખંડ વસ્તુનો વિનિશ્ચય ન હોય, તો જેમ જેમ બહુશ્રુતને, બહુજનને સંમત-માનીતો હોય અને જેમ જેમ ઝાઝા શિષ્ય પરિવારથી પરિવરેલો હોય, તેમ તેમ તો જિનશાસનનો વૈરી છે-દુશ્મન
અજ્ઞાની નિજ છંદે ચાલે, તસ નિશ્રાયે વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તો અનંત સંસારી. ૨ જિનજી! ખંડ ખંડ પંડિત જે હોવે, તે નવિ કહિયે નાણી; નિશ્ચિત સમય લહે તે નાણી, સંમતિની સહિનાણી. રેજિનાજી જિમ જિમ બહુ શ્રત બહુજનસંમત, બહુશિષ્ય પરવરિયો; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય દરિયો. રેજિનજી!”
ઈત્યાદિ વચનોથી તેઓશ્રીએ લોકોની અંધશ્રદ્ધા પર સખત કુઠાર-પ્રહાર કર્યો છે અને પોતાની પાછળ મોટું ટોળું ચલાવનારા અજ્ઞાની ગચ્છાધિપતિઓને મહાજન માનનારાઓની ભ્રાંતિ ભાંગી નાખી છે તેમ જ નિશ્ચય જ્ઞાનથી રહિત
શોભારતી n ૨૪ }
Page #142
--------------------------------------------------------------------------
________________
અખંડ વસ્તુ તત્ત્વના જ્ઞાનથી રહિત એવા બહુશ્રુત-ઘણા વિદ્વાનું તથા ઘણા લોકપ્રિય તથા સેંકડો શિષ્યોના પરિવારથી પરિવરેલા કહેવાતા ગુરુઓના બાહ્ય ઠાઠમાઠથી ને વાગાબરથી અંજાઈ જનારા મુગ્ધ જનોને તેવા અજ્ઞાનીઓથી ભોળવાઈ ન જવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.
કોઈ લોકો એમ કહે છે કે, “લોકાદિક કષ્ટ કરી અમે ભિક્ષાવૃત્તિ કરીએ છીએ તે મુનિમાર્ગ છે,” તેનો શ્રી યશોવિજયજી જવાબ આપે છે કે, તે માનવું મિથ્યા છે, કારણ કે સાચા મુમુક્ષુપણા વિના-આત્માર્થીપણા વિના જનમનની અનુવૃત્તિએ ચાલવું, જનમનરંજન કરવું, લોકને રૂડું દેખાડવા પ્રવર્તવું, તે માર્ગ હોય નહિ. વળી જે માત્ર કષ્ટ કરીને જ મુનિમાર્ગ પ્રાપ્ત થઈ જતો હોય, તો બળદ પણ સારો ગણાવો જોઈએ, કારણ કે તે બાપડો ભાર વહે છે, તડકામાં ભમે છે ને ગાઢ પ્રહાર ખમે છે ! માટે માત્ર બાહ્ય કાયફલેશાદિકથી કાંઈ મુનિપણું આવતું નથી અને તેવા પુરુષની જે ભિક્ષા છે તે બલહરણી પૌરુષની ભિક્ષા છે.
જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. ૨ જિનજી ! લહે પાપ અનુબંદી પાપે, બલહરણી જિન ભિક્ષા; પૂરવ ભવ વ્રત ખંડન ફલ એ, પંચ વસ્તુની શિક્ષા.રે જિનજી!”
વળી કોઈ એમ કહે છે કે, “અમે લિંગથી તરીશું, મુનિનો-સાધુનો, વેષ, દ્રવ્યલિંગ અમે ધારણ કર્યું છે તેથી તરીશું; અને જૈન લિંગ એ સુંદર છે.” તો તે વાત મિથ્યા છે – ખોટી છે, કારણ કે ગુણ વિના તરાય નહિ, તથારૂપ મુનિપણાના-સાધુપણાના-નિગ્રંથપણાના-શ્રમણપણાના ગુણ વિના તરાય નહિ, જેમ ભુજા વિના તારો ન કરી શકે તેમ, તેમ જ કોઈ નાટકિયો-વેષવિડંબક ખોટો સાધુનો વેષ પહેરીને આવે, તો તેને નમતાં જેમ દોષ છે, તેમ સાધુગુણ રહિત એવા વેષવિડંબકને-સાધુવેષની વિડંબના કરનાર જાણીને નમીએ તો દોષનો પોષ જ છે.
“કોઈ કહે અમે લિંગે તરશું, જૈન લિંગ છે વાર; તે મિથ્યા-નવિ ગુણ વિણ તરિયે, ભુજ વિણ ન તારે તારુ.જિનાજી! ફૂટ લિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ; નિબંધસ (?) જાણીને નમતાં, તિમ જ કહ્યો તસ પોષ.૨ જિનજી!” ઈત્યાદિ અનેક પ્રકારે તેઓશ્રીએ સમાજનો સડો સાફ કર્યો છે, લોકોની
---- વસીવિજાઇ n ૧૨૫
)
Page #143
--------------------------------------------------------------------------
________________
અંધશ્રદ્ધા ઉડાડી છે અને તેઓને સત્ય શ્રદ્ધા પ્રત્યે દોર્યા છે. સાથે સાથે તેઓએ સુસાધુઓના-નિગ્રંથ વીતરાગી મુનિસ્વરોનાં લક્ષણો સ્પષ્ટપણે બતાવી આદર્શ મુનિપણાની-નિગ્રંથપણાની ભારોભાર પ્રશંસા કરી છે. જેમકે
ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ધન્ય ૦ ભોગ પંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા. ધન્ય ૦ જ્ઞાનવંત જ્ઞાની શું મળતા, તન મન વચને સાચા; દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય ૦’’ તે મુનિવરો ધન્ય છે કે, જે સમભાવે-રાગદ્વેષ રહિતપણે ચાલી રહ્યા છે ! જે આત્મપરિણતિમય શુદ્ધ ક્રિયારૂપ નૌકાવડે આ ભવસમુદ્રને લીલામાં-રમત માત્રમાં પાર ઊતરી જાય છે ! ભોગ-પંક છોડી દઈ, જે તે ઉપર ઉદાસીન થઈને પંકજ-કમલની જેમ ન્યારા થઈને બેઠા છે, સિંહની જેમ જે આત્મપરાક્રમી શૂરવીર છે-પોતાના આંતર શત્રુઓને હણવામાં વીર છે ને જે ત્રિભુવન જનના આધારરૂપ છે, જે પોતે જ્ઞાનવંત-આત્મજ્ઞાની છે ને જ્ઞાની પુરુષો સાથે હળીમળીને રહે છે, જે તન, મન, વચને સાચા છે અને જે દ્રવ્યભાવથી શુદ્ધ એવી સાચી જિનની વાચા વદે છે, સાચા વીતરગપ્રણીત માર્ગનો ઉપદેશ આપે છે, એવા તે નિગ્રંથ મુનિવરોને-શ્રમણોને ધન્ય છે !
તથારૂપ મુનિગુણ ધારવા જે અસમર્થ હોય, પણ જે શુદ્ધ પ્રરૂપક હોય, તે સંવિજ્ઞપાક્ષિક પણ જિનશાસનને શોભાવે છે, કારણ કે સરળ પરિણામી, નિર્દંભી હોઈ પોતાના સાધુપણાનો દાવો કે ડોળ કરતો નથી, પણ સંવિજ્ઞ પાક્ષિક છીએ, એમ સરળતાથી કહે છે. ઇત્યાદિ વાત પણ ત્યાં વિસ્તારીને ચર્ચા છે.
પણ જેનામાં સારું આદર્શ મુનિપણું પણ નથી, ને જે નિર્દંભ સંવિજ્ઞપાક્ષિક પણ નથી, ને પોતે સાધુ છે, મુનિ છે, આચાર્ય છે, એમ મોટાઇમાં રાચે છે અને બાહ્ય ક્રિયાનો ડોળડમાક ને આડંબર કરે છે, તેની ભવ-અરધટ્ટમાલા ધટે નહિ. એવા કહેવાતા દ્રવ્ય સાધુઓ કે દ્રવ્ય આચાર્યો પોતાનો શિષ્યસમુદાય સંચે છે, પણ મનને ખેંચતા નથી ! અને ગ્રંથ ભણી લોકને વંચે છે, છેતરે છે ! તેઓ કેશ લૂંચે છે, પણ માયાકપટ છોડતા નથી ! આવા જે હોય તેના પાંચ વ્રતમાંથી એકે વ્રતનું ઠેકાણું રહેતું નથી ! માર્ચે મોટાઇમાં જે મુનિ, ચલવે
ટાકડમાલા;
શોભારહે છે
Page #144
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટ્ટમાલા...ધન્ય છે નિજ ગણ સંચે, મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે; લંચે કેશ ન મુંચે માયા, તે ન રહે વ્રત પંચે...ધન્ય છે
જે યોગ-ગ્રંથના ભાવ જાણતા નથી અને જાણે તો પ્રકાશતા નથી અને ફોગટ મોટાઈ મનમાં રાખે છે, તેનાથી ગુણ દૂર નાસે છે! જે પરપરિણતિને પોતાની માને છે ને આર્તધ્યાનમાં વર્તે છે અને જે બંધ-મોક્ષનાં કારણ જાણતાં નથી, તે પાપ શ્રમણ' તે પહેલે ગુણઠાણે છે; તે અજ્ઞાની દંભી સાધુઓ પોતાને ભલે છ ગુણઠાણે માનતા હોય, પણ તે તો પહેલા ગુણઠાણે જ વર્તે છે.
“યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાશે..ધન્ય૦ પર પરિણતિ પોતાની માને, વરતે આરત ધ્યાને;
બંધ મોક્ષ કારણ ન પિછાને, તે પહિલે ગુણઠાણે...ધન્ય
ઈત્યાદિ પ્રકારે કુસાધુઓની-કુગુરુઓની સખત ઝાટકણી કાઢી નિર્મલ મુનિપણાના આદર્શની ત્યાં સુપ્રતિષ્ઠા કરી છે. - આમ અનેક પ્રકારે આ મહાપ્રભાવકધર્મધુરંધર મહાત્મા શ્રી યશોવિજયજીએ શુદ્ધ માર્ગપ્રભાવના કરી, ભારતનું ભૂષણ વધાર્યું, જગતને ઉત્તમ તત્ત્વજ્ઞાનની ભેટ ધરી અને સમાજની વિવિધ પ્રકારે સેવા કરી અનન્ય જનકલ્યાણ કર્યું. આવા પરમ ઉપકારી પુરુષનું જગત કેટલું બધું ઋણી છે!
( Full HD M 17
Page #145
--------------------------------------------------------------------------
________________
(ઉપાધ્યાય યશોવિજયજીની | ગુજ્ય ભાષામાં રચનાઓ
રમણલાલ ચી. શાહ
ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે, જે એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અપાવે છે. ગુજરાતીમાં એમણે રાસ, સ્તવન, સઝાય, પદ, ગીત, સંવાદ, બાલાવબોધ, હરિયાલી, ઇત્યાદિ પ્રકારો ખેડ્યા છે. અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવીને ગુજરાતી સાહિત્યને અનોખું પ્રદાન કર્યું છે. રાસકૃતિઓ
શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં રચેલી સૌથી મોટી અને મહત્ત્વની કૃતિ તે “જબૂસ્વામીરાસ” છે. પાંચ અધિકારની બધી મળીને ૩૭ ઢાળમાં લખાયેલી આ કૃતિની રચના કવિએ ખંભાતમાં વિ.સં. ૧૭૩૯માં કરી હતી. રાસના કથાનક માટે એમણે હેમચંદ્રાચાર્યકત ત્રિષષ્ટિશલાકા, | પુરષચરિત્ર'ના પરિશિષ્ટપર્વમાં આપેલી બૂસ્વામીની કથાનો આધાર લીધો | છે. આ રાસમાં કવિની પરિણત પ્રજ્ઞાના સુફલ તરીકે ભાષાલાઘવ સહિત પ્રસંગોનું અને પાત્રોનું અલંકારયુક્ત સચોટ, માર્મિક નિરૂપણ થયું છે.
શ્રી યશોવિજયજીએ સત્તર ઢાળની ૨૮૪ ગાથામાં લખેલો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ” એ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયનું પદ્યમાં – કવિતામાં નિરૂપણ કરતી, મધ્યકાલીન સાહિત્યની એક અત્યંત મહત્ત્વની અને પંડિતોને પડકારરૂપ કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ની શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નયવિજયજીના હસ્તે સિદ્ધપુરમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૦ની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. આ | રાસમાં કવિએ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે એ પ્રકારની આ સમર્થ કૃતિ છે. એમાં દ્રવ્ય, ગુણ
પહોભારતી n ર૮
Page #146
--------------------------------------------------------------------------
________________
અને પર્યાયનાં લક્ષણો, સ્વરૂપો ઇત્યાદિનું નિરૂપણ, અનેક મતમતાંતર અને દાંતો તથા આધારગ્રંથોના ઉલ્લેખો સાથે કરવામાં આવ્યું છે. આ રાસ ઉપરથી પછીના કાળમાં દિગંબર કવિ ભોજરાજજીએ સંસ્કૃત ભાષામાં દ્રવ્યાનુયોગ તકણા” નામનું વિવરણ લખ્યું છે એ જ એની મહત્તા દર્શાવવા માટે બસ છે.
જંબૂસ્વામી રાસ” અને “દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ બે સમર્થ રાકૃતિઓ ઉપરાંત શ્રી વિનયવિજયકૃત “શ્રીપાળ રાજાનો રાસ પૂરો કરવામાં શ્રી યશોવિજયજીએ કરેલું યોગદાન ચિરસ્મરણીય છે. સ્તવનો
સ્તવનના કાવ્યપ્રકારના ક્ષેત્રે પણ શ્રી યશોવિજયજીનું અર્પણ ઘણું જ મહત્ત્વનું છે. મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાસાહિત્યમાં ચોવીશી (ચોવીસ તીર્થકરો વિશે ચોવીસ સ્તવનની રચના) લખનાર ઘણા કવિઓ છે. પરંતુ કોઈ પણ કવિએ એક કરતાં વધુ ચોવીશી લખી નથી. શ્રી યશોવિજયજી જ એક માત્ર એવા કવિ છે કે જેમણે એક કે બે નહિ, પણ ત્રણ ચોવીશી લખી છે. ત્રણ ચોવીશી ઉપરાંત એમણે એક વીસી(વીસ વિહરમાન જિનેશ્વરોનાં વરસ સ્તવનો)ની રચના કરી છે. એમનાં મોટાં સ્તવનોમાં સવાસો ગાથાનું, દોઢસો ગાથાનું અને સાડી ત્રણસો ગાથાનું એમ ત્રણ સ્તવનો મળે છે, જે અનુક્રમે છે:
(૧) શ્રી સીમંધરસ્વામીની વિનંતીરૂપ નય-રહસ્યગર્ભિત સ્તવન (૧૨૫ ગાથા), (૨) કુમતિમદગાલન શ્રીવીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન (૧૫૦ ગાથા) અને (૩) સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન (૩૫૦ ગાથા). એ ત્રણે સ્તવનો એનાં નામ કરતાં એની ગાથાની સંખ્યાથી વધુ જાણીતાં બની ગયેલાં છે. કવિનાં બીજાં મોટાં સ્તવનોમાં મૌન એકાદશીનું સ્તવન, (દોઢસો કલ્યાણકનું સ્તવન – બાર ઢાળની ૩ ગાથા) નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી સીમંઘરસ્વામી સ્તવન – એ ત્રણ છે.
ત્રણ ચોવીશીઓમાંની એકમાં કવિએ તીર્થકરોનાં માતા, પિતા, નગર, લાંછન, આયુષ્ય વગેરેનો મુખ્યત્વે પરિચય આપ્યો છે. અને બીજી બેમાં તીર્થકરોના ગુણોનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કરીને, પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનંતી કરી છે. કવિની આ રચનાઓમાં સ્થળે સ્થળે આપણને એમની ઊંચી કવિત્વશક્તિનાં દર્શન થાય છે.
વિહરમાન વીસ જિનેશ્વરનાં વીસ સ્તવનોમાં એમણે જિનેશ્વરો પ્રત્યેની પોતાની ચોલ મજીઠના રંગ જેવી પાકી પ્રીતિ વ્યક્ત કરી છે, અને પ્રભુની
Page #147
--------------------------------------------------------------------------
________________
કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે તેને જિનેશ્વરોનાં માતાપિતા, લાંછન ઇત્યાદિનું સ્મરણ કરે છે.
કવિએ અન્ય કેટલાંક સ્તવનોની જે રચના કરી છે તે જુદી જુદી રાગરાગિણીઓમાં છે, અને તેની ભાષા વ્રજ છે. આ સ્તવનોમાં કવિની વાણી માધુર્ય અને પ્રસાદ ગુણથી વિશેષ ઝળકે છે. વિશિષ્ટ જિનસ્તવનોમાં તે તે સ્થળવિશેષનો અને તેના મહિમાનો પણ કવિએ નિર્દેશ કર્યો છે.
શ્રી સીમંધરસ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં આરંભમાં કવિએ શ્રીસીમંધરસ્વામીને વિનંતી કરીને કુગુરુઓનાં અનિષ્ટ આચરણો પર પ્રહાર કર્યો છે. આવા કુગુરુનાં વચનમાં લોકો ફસાયા છે તેમને એક સદ્ગુરુ જ સાચો બોધ આપે છે. કવિએ આ સ્તવનમાં આત્મદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ, સાચી જ્ઞાનદશાનું મહત્ત્વ, નિશ્ચય અને વ્યવહારની આવશ્યકતા ઇત્યાદિ સ્પષ્ટતાથી સમજાવ્યાં છે. અને દ્રવ્ય-ભાવ સ્તવનું નિરૂપણ કરી, જિનપૂજા અને તેમાં પણ સાચી ભક્તિનું રહસ્ય સમજાવી સ્તવન પૂરું કર્યું છે.
શ્રીવીરસ્તુતિરૂપ દોઢસો ગાથાના હૂંડીનાસ્તવનમાં કવિએ જિન-પ્રતિમાની પૂજા કરવામાં ન માનવાવાળાના મતનો પરિહાર કર્યો છે. આ સ્તવનમાં કવિએ જિનપ્રતિમાની પૂજાનેલગતાં પ્રાચીનવ્યક્તિઓનાંઘણાંદષ્ટાંતો આપ્યાં છે.
શ્રી સીમંધરસ્વામીના સિદ્ધાંત વિચારરહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કવિ સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધ માર્ગ બતાવો. આ કલિયુગમાં લોકો અંધશ્રદ્ધાપૂર્વક વર્તી રહ્યા છે. સૂત્ર વિરુદ્ધ આચાર ચાલી રહ્યા છે. અને છતાં પોતે સાચા માર્ગે ચાલે છે એમ બતાવી ભોળા લોકને ભોળવી રહ્યા છે.” કવિએ આ સ્તવનમાં અજ્ઞાની લોકોની અંધશ્રદ્ધા પર અને કગરના વર્તન પર સખત પ્રહારો કર્યા છે. માત્ર કષ્ટ કરવામાં જ મુનિપણું રહેલું જેઓ માને છે તેને માટે કવિ લખે છેઃ
જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો;
ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. આવા મુનિઓ અને તેમનાં આચરણો ઉઘાડાં પાડી કવિએ ઉત્તમ મુનિઓનું ચિત્ર પણ દોર્યું છે.
વિવિધ દેશીઓમાં રચાયેલા ૧૭ ઢાળના આ સ્તવનમાં કવિએ તત્કાલીન લોકો અને મુનિઓનાં આચરણો, ભમભર્યા વિચારો ઈત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈ પણ યુગના માત્ર મુનિઓએ જ નહિ, લોકોએ
( યશોભારતી n ૧૩૦ )
Page #148
--------------------------------------------------------------------------
________________
પણ ઘણો બોધ લેવા જેવો છે. સઝાયો
શ્રી યશોવિજયજીએ સમ્યકત્વના સડસઠ બોલની સઝાય, અઢાર પાપસ્થાનકની સઝાય, પ્રતિક્રમણ હેતુગર્ભિત સઝાય, અગિયાર અંગની સક્ઝાય, આઠ યોગદષ્ટિની સઝાય, સુગુરુની સઝાય, પાંચ કુગુરુની સઝાય (નાની અને મોટી), જિન પ્રતિમાસ્થાપન સઝાય, અમૃતવેલીની સઝાય (નાની તથા મોટી), ચાર આહારની સક્ઝાય, સંયમ શ્રેણિવિચાર સક્ઝાય, ગુણસ્થાનક સઝાય ઇત્યાદિ સઝાયોની રચના કરી છે. સક્ઝાય - (સ્વાધ્યાય)નો રચનાપ્રકાર જ એવો છે કે જેમાં કોઈ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય અને એમાંથી ફલિત થતો બોધ આપવામાં આવ્યો હોય. શ્રી યશોવિજયજીની સજ્જાયો જૈનધર્મના પારિભાષિક જ્ઞાનથી સભર છે. એમની અભિવ્યક્તિ માર્મિક અને ચોટદાર છે. સમ્યક્તના સડસઠ બોલ, અઢાર પાપસ્થાનક અને પ્રતિક્રમણ એ ત્રણ વિષય પર ઉપરની એમની સઝાયો કદમાં ઘણી મોટી અને સૈદ્ધાંતિક વિચારણાથી સભર છે. આ બધી સક્ઝાયો કવિના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વિશદ ચિંતનની પ્રતીતિ કરાવે છે. અન્ય કૃતિઓ | ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં શ્રી યશોવિજયજીએ લખેલી અન્ય કૃતિઓમાં ગીતો, પદો, બત્રીસી, શતક, ભાસ, સંવાદ, ચોપાઈ. બાલાવબોધ, ટબો, પત્રો વગેરે પ્રકારની છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ એવી અન્ય કૃતિઓમાં સમુદ્ર વહાણ સંવાદ', “સમતાશતક', “સમાધિશતક”, “પંચ પરમેષ્ઠિ ગીતા”, “સમ્યકત્વના છ સ્થાનની ચોપાઈ”, “જબૂસ્વામીબહ્મગીત”, “દિક્યુટ ચોરાશી બોલ”, “યતિધર્મ બત્રીસી', “આનંદઘન અષ્ટપદી”, “જસવિલાસ” (આધ્યાત્મિક પદો), “ઉપદેશમાલા”, “અધ્યાત્મ મત પરીક્ષાનો ટબો', તત્ત્વાર્થ સૂત્રનો ટબો”, “વિચારબિંદુ અને એનો ટબો, “શઠ-પ્રકરણ બાલાવબોધ', “લોક નાલિ બાલાવબોધ”, “જેસલમેરના પત્રો', “સાધુવંદના', “ગણધર ભાસ”, “નેમ રાજુલનાં ગીતો' ઇત્યાદિ છે.
“સમુદ્ર વહાણ સંવાદ' સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાળ તથા દુહાની મળી ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ
#
Page #149
--------------------------------------------------------------------------
________________
કિરીને, વહાણે સમુદ્રનો ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે.
“સમતાશતક'ની રચના ૧૦૫ દોહામાં કરવામાં આવી છે. એમાં સમતા, મગ્નતા, ઉદાસીનતાની સાધના કેવી રીતે કરવી તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તથા વિષયાદિરૂપી અંતરંગ શત્રુઓ ઉપર કેવી રીતે વિજય મેળવવો ઇત્યાદિનીવિચારણા કરવામાં આવી છે. કૃતિનોઆરંભકરતાં કવિલખે છેઃ
સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત,
ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનુ પ્રભાત. ક્રોધાદિ કષાયોથી મુક્ત થવાનો અને ક્ષમાદિ સદ્ગુણો ધારણ કરવાનો ઉપદેશ આપતાં કવિ લખે છે:
સિદ્ધ ઔષધિ ઈક ક્ષમા, તાકો કરો પ્રયોગ; યું મિટ જાયે મોહાર, વિષય ક્રોધ જુવર રોગ.
ક્ષમા ચંદન રસે, સિચો ચિત્ત પવિત્ત
દયાવેલ મંડપ તલે, રહો લહો સુખ મિત્ત. સમાધિશતક ૧૦૪ દોહામાં લખાયેલી કૃતિ છે. એમાં સંસારની માયા જીવોને કેવી રીતે ભમાવે છે અને આત્મજ્ઞાનીઓ તેમાંથી કેવી રીતે મુક્ત થાય છે, જ્ઞાનીની ઉદાસીનતા કેવી હોય છે અને તેમાં તેમને આત્મદષ્ટિ બહિરાત્મભાવમાથી નીકળવા માટે કેવી ઉપકારક થાય છે ઈત્યાદિનું વર્ણન છે. આત્મજ્ઞાની માટે સંસાર એ માત્ર પુદ્ગલનો મેલ છે. એમ દર્શાવતાં કવિ લખે છેઃ
આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઈન્દ્રજાલ કરિ લેખવે, મિલે ન તિહાં મનમેલ.
ભવપ્રપંચ મનજાલકી, બાજી જૂઠી મૂલ;
ચારપાંચ દિન ખુશ લગે, અંત ભૂલકી ધૂલ. કવિએ જુદી જુદી દેશીઓમાં પાંત્રીશેક અધ્યાત્મનાં પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, આત્મદર્શન, સાચો ધર્મ, સાચા મુનિ વગેરે વિષયો લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહોંચે એવી છે.
- પરોભારતી n પત્તર
Page #150
--------------------------------------------------------------------------
________________
આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ સાહિત્ય આપણને આપ્યું છે, જે વડે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમના તમામ સાહિત્ય માટે એમણે પોતે શ્રીપાળ રાસ”ની બારમી ઢાળમાં કહ્યું છે તે પ્રમાણે અવશ્ય કહી શકીએ: વાણી વાચક સ તણી,
કોઈ નયે ન અધૂરી છે.” ઉપસંહાર
શ્રી યશોવિજયજી મહારાજે પોતાના સમયમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઉપલબ્ધ લગભગ બધી જ કૃતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. વાયના વિવિધ ક્ષેત્રે એમના જેટલી અને જેવી બુદ્ધિમત્તા, બહુશ્રુતતા અને સર્જનપ્રતિભા ત્યાર પછીના આ ત્રણસૈકામાં હજુ સુધી કોઈનામાં આપણને જોવા મળી નથી.
ઉપાધ્યાયજી મહારાજ દાર્શનિક વિષયોના પારદા હતા. તેમણે જૈન દર્શનોને નવ્ય ન્યાયની શૈલીમાં રજૂ કર્યા છે. જેમ દર્શનશાસ્ત્રમાં તેમ અધ્યાત્મયોગમાં પણ તેમનું અર્પણ બહુ મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા યોગમાર્ગના આદ્ય વિવેચક તરીકે ઓળખાવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા તેવા જ ક્રિયાપદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાન પૂર્વસૂરિઓનું સ્મરણ કરાવે છે. તેમનામાં ગુરુભક્તિ, તીર્થભક્તિ, શ્રુતભક્તિ, સંઘભક્તિ, શાસનપ્રીતિ, અધ્યાત્મરસિકતા, ધીરગંભીરતા, ઉદારતા, ત્યાગ વૈરાગ્ય, સરળતા, લઘુતા ઈત્યાદિ અનેક ગુણોનું દર્શન થાય છે.
- આમ અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રમાં પોતાનું મૂલ્યવાન અર્પણ કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આપણા મહાન જ્યોતિર્ધર છે. તાર્કિક શિરોમણિ, સ્મારતિ શ્રુતકેવલી, લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચંદ્ર, યોગવિશારદ, સત્યગવેષક, સમયવિચારક, “બીજમંત્ર પદના પ્રસ્થાપક, કુર્ચાલી શારદ'નું વિરલ બિરુદ પામેલા, મહાન સમન્વયકાર, પ્રખર નૈયાયિક, વાદીમદભંજક, શુદ્ધાચારક્રિયાપાલક, દ્રવ્યાનુયોગનો દરિયો ઉલ્લંઘી જનાર ઇત્યાદિ શબ્દો વડે જેમને બિરદાવવામાં આવે છે એવા મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનકવનનું યથાર્થ દર્શન થતાં જ આપણું મસ્તક સહજ રીતે જ એમનાં ચરણોમાં નમી જાય છે!
- ગુર્જર રચનામો ઘ ૧૩૩
Page #151
--------------------------------------------------------------------------
________________
ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપા. યશોવિજયજી ગણિવર
પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી
જૈનશાસનમાં પૂર્વધરોના કાળ પછી પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ, પૂ. આ. શ્રી હેમચંદસૂરિઅને પૂ. ઉપા. યશોવિજયજી ગણિવર - આચારમહાપુરુષો શ્રુતપ્રભાવક મહાત્માઓ થયા છે. આ ચારે મહાત્માઓએ જૈનદર્શનને ખૂબ જ પ્રભાવિત કર્યું છે.
- પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજના બનાવેલા સંમતિતર્ક અને કાત્રિશિકાઓ ખૂબ જ અજોડ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદસૂરિ મહારાજે પોતાના “સિદ્ધહેમ' વ્યાકરણમાં, વિભક્તિ વિભાગમાં “અનુપાવ્યાં સત્રના ઉદાહરણમાં “અનુસિદ્ધસેન કવય:” અને “ઉપામાસ્વાતિ સંગૃહીતારઃ આ બે ઉદાહરણ આપ્યાં છે. તેમાં સર્વ કવિઓમાં પૂ. આ. સિદ્ધસેન દિવાકરસૂરિને શ્રેષ્ઠ કવિ ગણાવ્યા અને ઓછા શબ્દોમાં વધુ અર્થસંદર્ભ રજૂ કરનાર તરીકે શ્રી ઉમાસ્વાતિ મહારાજને જણાવ્યા છે. પૂ. આ. સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરની ધાર્નેિશિકાઓ અદ્ભુત હોવાથી અને કાવ્યરચનાઓ ખૂબ જ અલંકારયુક્ત હોવાથી તેમને ઉત્તમ કવિ જણાવ્યા છે. પણ તેઓએ આ કાવ્યો ઉપરાંત સંમતિતર્ક, વગેરે ન્યાયશાસ્ત્રના અપૂર્વ ગ્રંથો બનાવ્યા છે. એ કાળના સર્વદર્શનોનું વિશ્લેષણ કરી જૈનદર્શનની સ્યાદ્વાદ શૈલીની અપૂર્વ સિદ્ધિ કરી છે.
ક ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગના વિષયો ઉપર અનેક ગ્રંથો રચ્યા છે. તેમણે યોગ, દર્શનશાસ્ત્ર અને આગમગ્રંથો ઉપર અનેક ગ્રંથોની રચના કરી છે. અને તે પણ ખૂબ જ તટસ્થવૃત્ત રાખીને કરી છે. ષડ્રદર્શન સમુચ્ચયમાં તેમણે કહ્યું છે
“पक्षपातो न मे वीरे, न द्वेषो कपिलादिशु ।। युक्तिमद् वचनं यस्य, तस्य कार्य परिग्रहः ॥"
યોભારતી n 1૩૪
Page #152
--------------------------------------------------------------------------
________________
તેમણે તેમાં જણાવ્યું છે કે –“મને વીર ભગવાન ઉપર પક્ષપાત નથી કે કપિલ વગેરે મુનિઓ પર દ્વેષ નથી પણ દલીલપૂર્વકનું જેનું વચન લાગ્યું તે મેં જણાવ્યું છે અને તે યુક્તિવાળા વચનને સ્વીકારવું જોઈએ.”
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે સવા ત્રણ કરોડ શ્લોકની રચના કરી છે. કોઈ પણ વિષય પછી તે વ્યાકરણ, ન્યાય કે ધર્મશાસ્ત્રનો હોય તે સર્વ વિષયોની વિશદ્ રચના કરી અનેક ગ્રંથો બનાવ્યા છે. એટલું જ નહીં પણ તેમના બનાવેલા વ્યાકરણ, છંદ, કોષ અને યોગશાસ્ત્રના ગ્રંથો જૈનદર્શનના અભિલાષીઓ તો વાંચે, વિચારે અને ભણે પરંતુ જૈનેતર દર્શનોમાં પણ તેમના ગ્રંથોએ ખૂબ જ પ્રતિષ્ઠા મેળવી છે. તે
પૂ. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે સોમનાથ મહાદેવની સિદ્ધરાજે કાઢેલી યાત્રા પ્રસંગે “મવાર વીન નનના રાદિધામુપતા ય ગ્રહો વા વિષ્ણુ વી દરો નિનો વા નમત.' આમ એમણે, “કેવળ દેવ તરીકે માનવામાં માત્ર મહાવીર આદિને જ માનવા એમ નહીં, પણ જેનામાંથી રાગદ્વેષાદિ ચાલ્યા ગયા હોય તે ગમે તે બ્રહ્મા, વિષ્ણુ કે શંકર હોય તેને નમસ્કાર કરવા જણાવ્યું છે.”
ચોથા ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયજી ગણિ, જે ૩00 વર્ષ ઉપર થયા, તેમણે જૈનશાસન અને જૈનદર્શનને ખૂબ જ ઉન્નત બનાવ્યું છે. નવ્ય ન્યાયયુક્ત ગ્રંથોની રચના કરી, તેમણે શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયમાં અતિ ઉત્તમ સ્થાન મેળવ્યું છે, જે સ્થાન આજ સુધી કોઈ પણ મેળવી શક્યું નથી.
આ ચારેય મહાત્માઓએ ખૂબ જ સમતોલ દષ્ટિ રાખી, પારંપારિક વિચારણાને ગૌણ કરી, યુક્તિયુક્તપૂર્વક જૈનદર્શનને ઉન્નત બનાવ્યું છે.
(૨) આ ચારેય મહાસમર્થ, શાસનપ્રભાવક પુરુષોમાં - પૂ. આ. સિદ્ધસેન દિવાકરસૂરિ અને પૂ. આ. હરિભદ્રસૂરિ - આ બે વિદ્યાના વારસાયુક્ત બ્રાહ્મણસંપ્રદાયમાં જન્મેલા છે. અને તે સંપ્રદાયમાં વિશિષ્ટ ખ્યાતિ પામેલા છે. જૈનદર્શનની યુક્તિયુક્ત વિચારણાએ તેમને આકર્ષ્યા છે. અને તેઓએ જેનદર્શનના રાગી બની, જૈનદર્શનની વિચારધારાને સર્વ દર્શન સમક્ષ સફળ રીતે રજૂ કરી છે.
જ્યારે – કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ અને પૂજ્ય ન્યાયવિશારદુ, ન્યાયાચાર્ય યશોવિજયજી મહારાજ આ બંને – એક મોઢજ્ઞાતિ વણિક અને બીજા જૈન પરંપરાગત વણિક જ્ઞાતિના છે.
(યશોવિજ્યજી ગણિવર ઘમરૂષો
Page #153
--------------------------------------------------------------------------
________________
આ ચાર મહાત્માઓ ઉપરાંત જૈનશાસનમાં વાદીદેવસૂરિ, મલધારી હેમચંદ્રસૂરિ, મલયગિરિ મહારાજ, અભયદેવસૂરિ મહારાજ, વાદીવેતાલ શ્રી શાંતિચંદ્રસૂરિ મહારાજ, દેવેન્દ્રસૂરિ મહારાજ, વગેરે ઘણા પ્રભાવક આચાર્યો થયા છે. પરંતુ આ ચાર મહાપુરુષોએ જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરી છે.
(૩) ઉપાધ્યાય યશોવિજયજી ગણિવર ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ પાસેના ગાંભુ નજીકના કનોડા ગામના વતની છે. આ ગામનું દર્શન મેં બે વર્ષ પહેલાં પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયની નિશ્રામાં યોજાયેલ એક મેળાવડાના આયોજન વખતે કર્યું હતું. તેમ જ પાટણ પાસે આવેલ કુણગેર ગામ, જ્યાં તેમના ગુરુ કુણગેર ચોમાસું કરી કનોડા પધાર્યા હતા તે ગામનું દર્શન મેં પાટણમાં અભ્યાસકાળ દરમ્યાન કર્યું હતું.
પાટણ, મહેસાણા, વિજાપુર વગેરેની આસપાસનાં ગામડાંઓનાં કેટલાક નામો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વખતમાં કુમારપાળ રાજાના રાજ્ય વખતથી પ્રસિદ્ધ છે. તેમાં પણ ગાંભુ, વાલમ, મોઢેરા, સંડેર, વડાવલી, જાખાના, દહીંથરી વગેરે તો તેથી પણ વધુ પ્રાચીન છે. આ ગામડામાં રહેલા દેરાસરોની પાસેના ઉપાશ્રયમાં સારા જ્ઞાનભંડારો પણ અસ્તિત્વ ધરાવતા હતા. વડાવલીમાં જગદ્ગુરુ વિજયહીરસૂરીશ્વરજીના ગુરુ દાનસૂરીશ્વરજી મ. નો સ્વર્ગવાસ થયો છે. સંડેરમાં જ્ઞાનવિમલસૂરિની આચાર્ય પદવી થઈ છે. દહીંથરીમાં કુમારપાળના વડીલો વસતા હતા. આ બધા પ્રદેશો ખૂબ જ પ્રાચીન અને શાસનનાયકોના પાદવિહારથી પવિત્ર થયેલા છે.
(૪) કાળનો પ્રભાવ અગમ્ય અને અકળ છે. ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાંની ચૈત્ય પરિપાટીઓમાં જે ગામડાંઓમાં ઉત્તમ દેરાસરોનો ઉલ્લેખ કરાયેલો છે ત્યાં આગળ કોઈ શ્રાવકનું ઘર કે દેરાસરનું નામનિશાન પણ નથી. આમાંનાં કેટલાંક ગામડાંઓનો તો મને ૫૦-૬૦ વર્ષથી પરિચય છે. દા.ત., વિસનગર પાસે આવેલા કમાણા ગામમાં ૠષભદેવ ભગવાનના ભવ્ય પ્રાસાદનો ઉલ્લેખ ચૈત્યપરિપાટીમાં કરાયો છે, જ્યારે તે ગામમાં તેનું કોઈ નામનિશાન કે અવશેષ નથી.
આ રીતે પાટણવાડાની આસપાસનાં ગામડાંઓ ઘણાં પ્રાચીન હોવા છતાં અત્યંત પરિવર્તન પામ્યાં છે. અને ત્યાંના રહેવાસીઓ તથા કુટુંબો છેલ્લાં ૨૦૦-૨૫૦ વર્ષના ગાળામાં અનેક જગ્યાએ વેરવિખેર અને સ્થળાંતર પામ્યાં છે. કેટલાંકની તો અટકો પણ બદલાઈ ગઈ છે. દા. ત., હું અમારા જ કુટુંબનો
શોભારતી છ ૧૩૩
Page #154
--------------------------------------------------------------------------
________________
દાખલો આપું. પહેલાં અમારા કુટુંબની અટક દોશી, પછી પટવા, પાટણમાં હતી. પાટણથી સ્થળાંતર કરી રણુંજ આવ્યા પછી ગાંધી અટક થઈ. અને કુટુંબના સભ્યો કોઈ પાટણ, કોઈ રણુંજ અને કોઈ મહારાષ્ટ્રના અમલનેરમાં જઈ વસ્યા. આવું અનેક કુટુંબોમાં બન્યું છે. ઉનાવા, મણુંદ અને વિજાપુરની આસપાસના કેટલાયે વણિકો આજથી ૧૫૦ વર્ષ પહેલાં જ્યારે રેલવેનું પણ સાધન ન હતું ત્યારે મહારાષ્ટ્રમાં ગયા છે. આ મહારાષ્ટ્રમાં ગયેલા કેટલાક મહારાષ્ટ્રના વણિક વાનીઓ સાથે કન્યાઓની લેવડદેવડમાં ભળી ગયા છે,
જ્યારે કેટલાક આજે ૧૫૦ વર્ષ થયા છતાં જૂના ઉત્તર ગુજરાતનાં ગામો સાથે લેવડદેવડનો સંબંધ રાખે છે. આમ કાળના પ્રભાવે ઘણું પરિવર્તન થવા પામ્યું છે.
(૫) આ કનોડું ગામ પાટણથી છ ગાઉ, ગાંભુથી બે ગાઉ અને મારા ગામ રણુંજથી ફક્ત છ-સાત ગાઉ દૂર છે. આ કનોડા ગામમાં વર્ષો થયાં, એક પણ જૈનનું ઘર નથી કે દેરાસર, ઉપાશ્રયનું નામનિશાન નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે પાટણના મૂળ વતનીઓ ધંધાર્થે જુદાં જુદાં ગામડાંઓમાં ઘરવાસ કરી રહેતા હતા. જેમ ગાંભુમાં સંઘવી શ્રી નગીનદાસ કરમચંદના વડવાઓ વર્ષો સુધી વ્યાપાર વણજ કરતા હતા અને ગાંભુના કેટલાક મૂળ વતનીઓ પાટણ અને ગાંભુ બન્નેમાં રહેતા હતા. આવું કનોડાનું પણ બનવાજોગ છે. પાટણ, ગાંભુ કે ધીણોજના વતનીઓ પૈકીનું કોઈ કુટુંબ રહેતું હોવું જોઈએ.
() ઉપાધ્યાય યશોવિજયજી ગણિના નામ સાથે કેટલીક કિંવદંતીઓ જોડાયેલી છે. જેમકે – કાશીથી આવ્યા બાદ પ્રતિક્રમણમાં સક્ઝાય બોલવાના પ્રસંગે શું બોલવું તે વિચાર કરતાં, કોઈ બટકબોલા શ્રાવકે કહ્યું – “મહારાજ, કાશીમાં આટલાં વર્ષ રહી ઘાસ કાપ્યું કે સક્ઝાય બોલવામાં વિચાર કરવો પડે છે ?” મ. સાહેબે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. બીજે દિવસે “સુકૃતવલ્લી કાદંબિની, સમરી સરસ્વતી માયા'થી આરંભી સમક્તિ ૬૭ બોલની સઝાય કહેવા માંડી. એક, બે, ત્રણ, ઢાળ બોલ્યા છતાં પૂરી ન થવાથી પેલો બટકબોલો શ્રાવક બોલ્યો – “હવે આ સઝાય ક્યારે પૂરી કરશો ?” ત્યારે મહારાજે કહ્યું – કાશીમાં ઘાસ કાપ્યું તેના પૂળા વળાય છે.”
આવી આવી ઘણી કિંવદંતીઓ તેમના નામે પારંપરિક ચાલી આવે છે. પણ સુજસવેલી ભાસ મળ્યા પછી સત્તાવાર તેમનું જીવન આપણને સાંપડે છે. આ સુજસવેલી ભાસ ન મળ્યો હોત તો આવી ઘણી કિંવદંતીઓ મોં-માથા વગર ચાલ્યા જ કરત.
શોવિજયજી ગરિવર ૧૩મે
Page #155
--------------------------------------------------------------------------
________________
સુજસવેલી ભાસની રચના શ્રીયુત્ કાન્તિવિજયજી મહારાજે તેમના સમકાલીન કાળમાં કરી છે. અને તેમાં જણાવ્યા પ્રમાણે વિ.સં. ૧૬૮૮માં કુણગેરમાં ચોમાસું કર્યા બાદ શ્રી નયવિજયજી મહારાજ કનોડા પધાર્યા. કુણગેરથી કનોડા બહુ બહુ તો પાંચથી છ ગાઉ દૂર હશે. અહીં પિતા નારાયણ, માતા સોભાગદેવી અને તેમના બે પુત્રો - જશવંતસિંહ અને પદ્મસિંહ પરિચયમાં આવ્યા. તેમની દીક્ષા પાટણમાં થઈ. વડી દીક્ષા શાસનનાયક વિજય-દેવસૂરિ મહારાજને હાથે થઈ, જે વિજયદેવસૂરિ ગચ્છની પરંપરા આજે પણ ચાલે છે. તપાગચ્છના વર્તમાન તમામ સાધુઓ – સાગર, વિજય અને | વિમલ નામાંકિત તમામ દેવસૂર પરંપરાના છે.
ઉપાધ્યાય યશોવિજયજી ગણિવર પોતાના ગ્રંથમાં લખે છે કે – “મારી વડી દીક્ષા વખતનો વાસક્ષેપ વિજયદેવસૂરિ મહારાજના હાથનો છે. આ માટે હું | ગૌરવ અનુભવું છું.” આ વાતનો ઉલ્લેખ મેં આજથી ૪૦ વર્ષ પહેલાં પ્રસિદ્ધ કરેલ “પર્વતિથિ' ગ્રંથમાં કરેલ છે.
આ વિજયદેવસૂરિ મહારાજના વખતમાં ૨૫૦૦ સાધુઓ, ૩૦૦ પંન્યાસો અને ર૭ ઉપાધ્યાયો હતા. પૂજ્ય જગદ્ગુરુ આચાર્ય હરસૂરિ, પૂજ્ય આચાર્ય વિજયસેનસૂરિ અને પૂ. આ. વિજયદેવસૂરિ મહારાજ સુધી તપાગચ્છમાં એક જ આચાર્ય હતા. આ પરંપરા વિજયપ્રભસૂરિ સુધી ચાલી. વિજયપ્રભસૂરિના કાળમાં રાજ્યની અંધાધૂંધી છતાં આ ઉપાધ્યાયો અને પંન્યાસોએ જુદા જુદા અનેકવિધ ગ્રંથોની રચના કરી છે.
(૭) સુજસવેલી ભાસમાં પૂ. યશોવિજયજી ગણિવરનો પરિચય આપતાં | અમદાવાદના શેઠ ધનજી સુરાએ પૂ. નયવિજયજી મ. ને શ્રી યશોવિજયજીને | કાશી ભણવા મોકલવા માટે વિનંતી કરી. ભણાવવા માટે બ્રાહ્મણ પંડિતને પૈસા આપવાની તૈયારી બતાવવી, કાશીમાં રહી ભણવા ઉપરાંત, વાદી સાથે વાદ કરી જીત મેળવવી, ન્યાયવિશારદ પદ મેળવવું, કાશી બાદ આગ્રામાં ૪ વર્ષ રહી વધુ અભ્યાસ કરવો, રહસ્યાંકિત ૧૦૮ ગ્રંથોની રચના કરવી, તેમ જ તેમનાં નામ, માતાપિતા, ગામ અને દિક્ષાના કાળ વગેરે હકીકતો સુજસવેલી રાસમાં સુવિસ્તૃત રીતે જણાવી છે. તેથી સુજસવેલી રાસની બધી હકીકત લેખ વિસ્તૃત થવાના ભયે અહીં જણાવી નથી.
તેમના રચેલા ગ્રંથો જ્ઞાનસાર, અધ્યાત્મસાર વગેરે અને પૂ. હરિભદ્રસૂરિ મ. ના અનેક ગ્રંથો ઉપરની ટીકાની તેમની રચના ખૂબ જ સુંદર છે.
( યશોભારતી n ૧૩૮
)
Page #156
--------------------------------------------------------------------------
________________
એમના સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોનું પઠન-પાઠન કરવા માટે સમગ્ર જિંદગી પણ ઓછી પડે તેમ છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ વચ્ચેના ‘જુગવં નથી દો ઉવઓગા’ અંગેના મતભેદની તેમણે સંકલના કરી છે.
પૂજ્ય ઉપાધ્યાય ગણિવરે સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોના નવનિર્માણ અને અનેક ગ્રંથોની રચના ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ સજ્ઝાયો, સ્તવનો, રાસો, વગેરે અનેકવિધ સાહિત્ય સર્જ્યું છે.
પૂજ્ય અધ્યાત્મયોગી આનંદધનજી મહારાજે અનંતનાથ ભગવાનના સ્તવનમાં –‘ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે’’ તેમ ઉપાધ્યાય યશોવિજયજી ગણિવરે પણ -ધામધૂમે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે'' તે શ્રીસીમંધરસ્વામીના સ્તવનમાં લખી તે કાલની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો છે.
(૮) પૂ. ઉપાધ્યાય યશોવિજયજીના કાળમાં થયેલા વિદ્વાન ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ અને ઉપાધ્યાય માનવિજયજી મહારાજ જેવા સમર્થ વિદ્વાનો થયા છે. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે ‘લોક પ્રકાશ'ના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારની રચના ઉપરાંત લધુહેમપ્રક્રિયા કલ્પેસુબોધિકા, શાંત સુધારસ ભાવના, વગેરે અનેક સંસ્કૃત ગ્રંથોની રચના કરી છે તથા સ્તવનો, સજ્ઝાયો વગેરે પણ તેઓના બનાવેલા આજે પણ ઉપલબ્ધ છે, તેમ જ ઉપાધ્યાય માનવિજયજી મહારાજે ધર્મસંગ્રહના બે ભાગ શ્રાવકધર્મ અને યતિધર્મ - જણાવનારા અનેક શાસ્ત્રોની આધારયુક્ત રચના કરી છે. આ બંને સમકાલીન પ્રકાંડ વિદ્વાનોના અતિ પરિચિત અને શ્રદ્ધેય ઉપાધ્યાયજી મહારાજ રહ્યા છે. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજના રાંદેલમાં અવસાન પછી તેમનો અધૂરો રહેલ શ્રીપાળરાજાનો રાસ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પૂર્ણ કરેલ છે. તેમાં પણ નવપદની વ્યાખ્યા અને લક્ષણો અદ્ભુત રીતે રજૂ કર્યાં છે.
શ્રી માનવિજયજી મહારાજના લખેલ ‘ધર્મસંગ્રહ' ગ્રંથનું સંશોધન ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે કરેલું છે, એટલું જ નહીં પણ તેમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં તેમણે નવ્ય ન્યાયયુક્ત ટિપ્પણીઓ અને ઉમેરો કર્યો છે. આમ તે કાળના બંને સમર્થ વિદ્વાનોના શ્રદ્ધેય રહ્યા છે.
-
ઉપાધ્યાયજી મ.ના રચેલા જ્ઞાસારનાં ૩૨ અષ્ટકો એકેક વિષયને તલસ્પર્શી સચોટ રીતે પ્રતિપાદન કરે છે. તેમની કોઈ પણ રચના જુઓ. તે સંસ્કૃતમાં હોય, પ્રાકૃતમાં હોય કે ગુજરાતીમાં હોય-તે ઊંડાણવાળી,
પોવિજયજી દિવ ૩ ૧૩૯
Page #157
--------------------------------------------------------------------------
________________
સમભાવયુક્ત છે. કમ્મપયડી ઉપર મલયગિરિ મહારાજની સુવિસ્તૃત ટીકા છે. આ જ કમ્મપયડી ઉપર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પણ ટીકા રચી છે. તેમની ટીકામાં શબ્દાર્થ અને વિવેચન ઉપરાંત એકેક કરણ ઉપર સુવિસ્તૃત સમાલોચના છે. આ કમ્મપયડીનું પ્રકાશન આજથી ૪૫ વર્ષ પહેલાં મેં કરેલ અને તેમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનો સંક્ષિપ્ત પરિચય આપેલ. ઉપાધ્યાયજી મહારાજનું વચન ટંકશાળી વચન ગણાય છે. ૩૦૦ વર્ષ પહેલાં થયેલા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના બનાવેલા ગ્રંથોમાંના ઘણા ગ્રંથો આજે મળતા નથી પરંતુ જે મળે છે તે ગ્રંથોનું સાવંત અધ્યયન કરવા માટે આખી જિંદગી પણ ઓછી પડે તેમ છે.
ઉપાધ્યાયજી મહારાજનો વંશવેલો લાંબો ચાલ્યો હોય તેમ દેખાતું નથી. કારણ કે જો તેમનો શિષ્ય પરિવાર લાંબો ચાલ્યો હોત તો તેમના ગ્રંથોની સાચવણી અને તે ઉપરનું વિશદ્ વિવરણ થયા વગર રહ્યું ન હોત.
(૯) ઉપાધ્યાય યશોવિજયજી મ.ના સ્વર્ગગમન બાદ આજ સુધી તેમની તુલના કરે તેવો કોઈ સાધુ કે વિદ્વાન શ્વેતાંબર કે દિગંબર સંપ્રદાયમાં પાક્યો નથી. વિષમ કાળમાં પણ તેઓએ જે તટસ્થ વૃત્તિથી પારંપારિક વિચારણાને ગૌણ કરીને પણ સ્પષ્ટ વિચારધારા રજૂ કરી છે તે ખૂબ જ અજોડ છે.
ન્યાયવિશારદ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સંબંધી મુરબ્બી પંડિત શ્રી સુખલાલજીએ અનેક જગ્યાએ ઘણું જ વિશદ્ વિવરણ કરેલ છે. અને તે ખૂબ જ ઉપયોગી તથા વિચારણીય છે.
હાલ મારી આંખોનું તેજ ઓછું થયેલ છે. કોઈ પણ જાતનું હું વાંચી કે લખી શકતો નથી. અને તમામ પ્રવૃત્તિથી નિવૃત્ત છું. છતાં ભાઈ શ્રી કુમારપાળ દેસાઈએ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ માટે લખીને મોકલી તેવો પ્રેમભર્યો આગ્રહ કરતાં મેં જે કાંઈ સ્મૃતિમાં હતું તે માત્ર સ્મૃતિના આધારે લખાવ્યું છે. આમાં કોઈ પણ ભૂલચૂક કે શાસ્ત્રવિરુદ્ધ લખાયું હોય તેના મિચ્છામી દુક્કડ સાથે વિરમું છું.
( યશોભારતી n ૧૪૦ )
Page #158
--------------------------------------------------------------------------
________________
કાંલી શારદ : ઉપાધ્યાય યશોવિજય
ડૉ. ચીનુભાઈ નાયક
n
સૌ પ્રથમ હું વંદે સત્ત્વમ્ નું ઉચ્ચારણ કરું છું. બીજી વંદના અરિહંત ભગવાનોને કરું છું અને ત્રીજી વંદના તમારા અને મારામાં જે આત્મ તત્ત્વ પડેલું છે તેને કરું છું. આપ સૌ જાણે છો કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની ત્રણસોમી જન્મજયંતી ઉજવવા માટે આપણે તેમનું ગુણકીર્તન કરવા એકત્ર થયા છીએ. આપણને પ્રશ્ન થાય કે આજના અણુવિજ્ઞાન અને યંત્રવિદ્યાના જમાનામાં આવા ધાર્મિક પ્રસંગો ઉજવવાનો કોઈ અર્થ ખરો ? હા, અર્થ જરૂર છે. જે મહાપુરુષોને જીવનનું સમ્યક્ દર્શન લાધ્યું છે, અને જેઓને દર્શનમાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી ઉમદા ચારિત્ર્ય પ્રાપ્ત થયું છે એવાનું ગુણકીર્તન કરીને આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ શકીએ અને આપણા જીવનને મુલાયમ બનાવી શકીએ. વિજ્ઞાનની સિદ્ધિઓ અને અઢળક ભૌતિક સાધન-સામગ્રીનો આપણને નશો ચડ્યો છે. સંપત્તિ, સત્તા અને સિદ્ધિઓના અહંકારને કારણે આપણું જીવન તોછડું અને બરછટ બન્યું છે. શ્રદ્ધા, અહિંસા, પ્રેમ, કરુણા, સદ્ભાવ વગેરે સદ્ગુણોને આપણે અભરાઈએ ચડાવ્યા છે. પ્રગતિના નામે આપણે આપણા આત્માને અધોગતિ તરફ ધકેલી રહ્યા છીએ, જેનો કોઈ અણસાર આપણને નથી ! આવી પરિસ્થિતિમાં ઉપાધ્યાય યશોવિજયજી જેવા જ્ઞાની અને દાર્શનિક પુરુષનું ગુણકીર્તન કરીને આપણે તેમાંથી યથાશક્તિ પ્રેરણા મેળવીએ એવો શુભ આશય આ ઉજવણીનો છે. અમેરિકન કવિ લોંગફેલોએ તેના એક કાવ્ય PSALM OF LIFE માં કહ્યું છે ઃ
Lives of great men all remind us, We can make our life sublime.
એટલે કે મહાપુરુષોના જીવનનું સ્મરણ કરીને આપણે આપણા જીવનને ઉન્નત બનાવી શકીએ.
સાદી માર૬ ૭ ૧૪૧
Page #159
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય યશોવિજય, જૈન પરંપરા પ્રમાણે આચાર્ય બન્યા ન હોવા છતાં તે આચાર્ય કરતાં પણ વિદ્યા અને સાહિત્યમાં તેમણે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. કાશીમાં અનેક મુશ્કેલીઓ વેઠીને ન્યાયવિદ્યાનો અભ્યાસ કર્યો હતો અને પંડિતો પાસેથી “ન્યાયવિશારદ'નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ પ્રખર તૈયાયિક અને શાસ્ત્રવેત્તા હોવા છતાં તેમની દષ્ટિ સમન્વયકારી હતી. તપોનિષ્ઠ અને આચારનિષ્ઠ ઉપાધ્યાય અને પ્રભાવક સાધુ તરીકે તેમણે કેવળ જૈન શાસનની જ નહીં પરંતુ સમગ્ર ભારતીય શાસનની ઉત્તમ સેવા કરી છે. જૈન પરંપરામાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પછી બીજી કોઈ જૈન આચાર્યે વિવિધ વિષયોમાં ખેડાણ કર્યું હોય તો ઉપાધ્યાય યશોવિજયનું નામ મોખરે તરી આવે છે. તેઓ તેમના સમયમાં “કૂર્ચાલી શારદ' એટલે કે “મૂછોવાળી સરસ્વતી'નું બિરુદ પામ્યા હતા. વિદ્વતા તેમને બાળપણથી જ વરેલી હતી. તેઓ શ્રુતકેવલી હતા.
આવા દિવ્ય પુરુષનો જન્મ આજથી ત્રણસો વર્ષ ઉપર ઉત્તર ગુજરાતના કનોડું ગામે થયો હતો. પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સૌભાગ્યદેવી હતું. તેમનું જન્મનામ જશવંત હતું. પારણામાં હતા ત્યારથી જ તેમના દિવ્ય ગુણો પ્રગટ થયા હતા. સમય થતાં તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિ પાસે દીક્ષા લીધી હતી. કેટલાંક વર્ષ રાજનગર અમદાવાદને તેમણે કર્મભૂમિ બનાવી હતી અને સંવત ૧૨૯૯માં સંઘ સમક્ષ અષ્ટાવધાનો કરીને હાજર રહેલા સૌને ચક્તિ કરી દીધા હતા. કાશીમાં ન્યાયવિદ્યાનો અભ્યાસ કરીને આગ્રા થઈને તેઓ જ્યારે રાજનગર અમદાવાદમાં આવ્યા ત્યારે અમદાવાદનો સૂબો મહોબતખાન તેમનાં અવધાનોથી પ્રસન્ન થયો હતો અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. - ત્રેપન વર્ષના આયુષ્યમાં એમણે પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં વિવિધ વિષયો પર અનેક રચનાઓ કરીને જૈનધર્મની પ્રભાવના કરી છે. તેમનામાં આટલી બધી વિદ્વત્તા હોવા છતાં સામાન્ય શ્રોતાને સરળતાથી સમજાય તેવી શૈલીમાં તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. એમની પ્રતિભા એવી હતી કે એમની વાણી સાંભળવા માટે જૈન અને જૈનેતર શ્રોતાઓ તત્પર રહેતા હતા.
એમણે સર્જેલ સાહિત્યનું મૂલ્યાંકન કરવાનું મારું કોઈ ગજું નથી પરંતુ ન્યાય અને યોગદર્શનની સમજ વિસ્તારવામાં એમણે કેટલાક મહત્ત્વના ગ્રંથો રચ્યા છે, જેમાં નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃતતરંગિણી, ન્યાયાલોક,
- યોભારતી g 10
Page #160
--------------------------------------------------------------------------
________________
ખંડનખંડખાદ્ય દ્વાત્રિશિકા નોંધપાત્ર છે. આ ઉપરાંત ગુજરાતી ભાષામાં તેમણે સરલ ચોવીશીઓ અને વીસીઓની તેમ જ અનેક રોચક પદ્યોની રચના કરી છે. તેમનાં અનેક સ્તવનો પણ તેમનાં જ્ઞાન-ભક્તિનાં સાક્ષીરૂપ છે. તેમને કવિ કહેવા, દાર્શનિક કહેવા, પંડિત કહેવા, નૈયાયિક કહેવા, આલંકારિક કહેવા કે યોગી કહેવા- એવી સર્વતોમુખી પ્રતિભા તેઓ ધરાવતા હતા. આમ છતાં તેઓ ઉપાધ્યાય” તરીકે જ કીર્તિ અને આદર પામ્યા. ગુજરાતની પ્રજામાં ઘર્મ અને સંસ્કારિતા હશે ત્યાં સુધી ઈતિહાસમાં એમનું નામ અમર રહેશે.
મારા લેખની સમાપ્તિમાં એક નમ્ર સૂચન કરવાનું મન થાય છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ત્યારે ઉપાધ્યાય યશોવિજયજીના નામની “ચૅર' ત્યાં સ્થાપવામાં આવે અને તેમના સાહિત્યનો અભ્યાસ કરવામાં આવે એવી કોઈ વ્યવસ્થા વિચારવા સકલ સંઘને વિનંતી. જિન શાસનનો જય હો, ઉપાધ્યાય યશોવિજયજીનો પણ જય હો!
- ચાના ગ્રાહક n ૧૩
Page #161
--------------------------------------------------------------------------
________________
(ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની
દાર્શનિક પ્રતિભા
હેમંત જે. શાહ
સન્મતિ તક મૂળના કર્તા આચાર્ય સિદ્ધસેન દિવાકર પછી લગભગ બારસો વર્ષે, એક હજારથી પણ વધુ ગ્રંથોના કર્તા મહાન જ્યોતિર્ધર શ્રીમાનું હરિભદ્રસૂરિ પછી લગભગ એક હજાર વર્ષે, યોગ અને અહિંસાના મહાન પ્રચારક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્યજી અને શ્રી હીરવિજયસૂરિજી પછી તુરત જ અને શ્રી આનંદઘનજીની સાથે જ જૈન દર્શનના મહાન દાર્શનિક અને જૈન સાહિત્યની વિવિધ રીતે પુરવણી અને ઉપાસના કરનાર શ્રીમદ્ યશોવિજયજીનો સમય આવે છે. વિક્રમના સત્તરમા-અઢારમા સૈકામાં તેમનો જન્મ ગુજરાતના અણહિલપુર પાટણની નજીક કન્ડોડા ગામમાં થયો હતો. તેઓશ્રીના જીવનપ્રસંગોની તિથિઓ અને સાલ ચોક્કસ રીતે ઉપલબ્ધ થતી નથી, છતાં મુનિ શ્રી કાન્તિવિજયજીએ લખેલ “સુજસવેલી ભાસ” નામના ગ્રંથમાં ઉપાધ્યાયજીના જીવન અંગેની કેટલીક હકીકતો જાણવા મળે છે.
જૈન ધર્મના પરમ પ્રભાવક એવા આ મહાપુરુષની સ્મરણશક્તિ બાળપણથી જ તીવ્ર હતી. તેઓ સં. ૧૬૮૮માં બાલ્યવયમાં દીક્ષિત બન્યા અને સં. ૧૭૧૮માં તેઓને ઉપાધ્યાય પદવી મળી. તે સમયે ગુજરાતમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોના અભાવને કારણે તેઓ કાશીના વિદ્યાધામમાં ગયા જ્યાં તેઓએ ઉપનિષદો, વેદો, પદર્શનો, બોદ્ધદર્શન તેમ જ જૈનદર્શન વ. વિવિધ દર્શનોનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો અને તે ઉપર તેઓએ અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું. તેઓ “પડ્રદર્શનવેત્તા' તરીકે પંકાયા અને અનેક વિદ્વાનો તેમ જ અધિકારીઓ સમક્ષ તેમણે કરેલા શાસ્ત્રાર્થોને કારણે તેમ જ તેમના અગાઘ પાંડિત્યપૂર્ણ ગ્રંથોથી પ્રસન્ન થઈને વિદ્વાનોએ શરૂઆતમાં “ન્યાયવિશારદ'ની અને ત્યાર બાદ “ન્યાયાચાર્યની પદવીથી તેઓને અલંકૃત કર્યા હતા. પોતાના સમગ્ર જીવન દરમ્યાન તેઓએ લગભગ એકસોથી વધુ ગ્રંથોની રચના ઉપરાંત
યશોભારતી n 17
Page #162
--------------------------------------------------------------------------
________________
બે લાખ શ્લોકની રચના કરી. તેઓના મોટા ભાગના ગ્રંથો અલભ્ય છે. આ મહાન જૈન મુનિવરે યોગ્ય સમયે અમદાવાદમાં જાહેર અવધાનના પ્રયોગ કરી બતાવ્યા હતા એવો ઉલ્લેખ પણ મળે છે. તેઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, સંયમ અને તપમાં ખૂબ જ ઉચ્ચ પ્રકારનું દીર્ધાયુ જીવન જીવ્યા અને પોતાના અદ્ભુત જ્ઞાનને કારણે તેઓ “લઘુ હરિભદ્ર તરીકે સંબોધાયા. વિ. સં. ૧૭૭૩માં ગુજરાતના વડોદરા શહેરથી આશરે ૧૯ માઈલ દૂર આવેલ પ્રાચીન દર્ભાવતી (વર્તમાનમાં ડભોઈ) શહેરમાં તેઓ કાળધર્મ પામ્યા.
સિદ્ધસેનના સાક્ષાત્ વિદ્યાશિષ્યપણાનું માન મેળવનાર, સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં “વિપુલ સાહિત્ય રચનાર” આ મહાન
તાર્કિકશિરોમણિ' ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીએ ક્યા વિષય પર નથી લખ્યું તે કહેવું જ મુશ્કેલ છે. તેઓની કૃતિઓ આગમિક અને સ્વતંત્ર તર્કમૂલક બન્ને પ્રકારની છે. આ કૃતિઓમાં પૂર્ણ તેમ જ અપૂર્ણ, ઉપલબ્ધ તેમ જ અનુપલબ્ધ, જૈન તેમ જ અજૈન ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ગ્રંથો સ્વયં જ તેમના “સર્વગ્રાહી પાંડિત્યનો પ્રખર પુરાવો છે. શૈલીની દષ્ટિએ જોઈએ તો આ કૃતિઓ ખંડનાત્મક, પ્રતિપાદનાત્મક અને સમન્વયાત્મક છે.” “અનેક ગ્રંથોની રચનાઓ દ્વારા તેઓ અદ્ભુત સમન્વયશક્તિ ધરાવતા અને જૈન તેમ જ અજૈન મૌલિક ગ્રંથોનું ઊંડું અધ્યયન કરીને જે તે વિષયની મહત્તમ ગહેરાઈએ પહોંચીને તેના ઉપર સમભાવપૂર્વક મંતવ્ય આપનાર૩ વિવિધ વાયના પારંગત એવા એક બહુશ્રુત વિદ્વાન તરીકેની કીર્તિને તેઓ પામ્યા.
અનેક માનાર્થ તેમ જ ગૌરવાસ્પદ બિરુદોને પામનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની જીવનઝાંખી જોયા બાદ આપણે તેમની કૃતિઓમાંથી ઊપસતી તેમની દાર્શનિક પ્રતિભાનું દર્શન કરવાનો પ્રયત્ન કરીશું તો અને તો જ તેમને યોગ્ય ન્યાય આપી શકીશું. કોઈ પણ વિદ્વાન કે ખ્યાતનામ વ્યક્તિની દાર્શનિક પ્રતિભાનું દર્શન કરવા તેણે રચેલી કૃતિઓની સંખ્યા કે વિષય તેમ જ ભાષાના માધ્યમની વિવિધતા વ. પર્યાપ્ત નથી. દાર્શનિક પ્રતિભા સમજવા માટે સૌ પ્રથમ આપણે સ્પષ્ટપણે એ જાણી લઈએ કે દાર્શનિક પ્રતિભા એટલે શું? આ માટે સર્જકની કૃતિઓના બાહ્યાંતર નહીં પણ અભ્યાંતર તત્ત્વોને પામવાં પડે,
૧. “શ્રી જૈન દર્શન મીમાંસા અને અન્ય લેખો'-પા. ૧૩૩. ૨. “વૈરાગ્યરતિ'-મુનિ યશોવિજયજી પા. ૧૫ ૩. “પાતંજલ યોગદર્શન-પં. સુખલાલજી પા. ૯
હાની Mતિમાં
Page #163
--------------------------------------------------------------------------
________________
જાણવાં પડે. દર્શનિક પ્રતિભા સમજવા માટે આપણે એ જાણવું જોઇએ કે દર્શન અથવા તત્ત્વજ્ઞાન એ સમગ્ર જીવનનું કે તેના કોઈ એક પાસાનું બૌદ્ધિક વિશ્લેષણ અથવા તો અંતઃસ્ફુરણાત્મક દર્શન છે. આ દર્શન જીવનના જે તે પાસાના મૂળગામી સત્યોના સંદર્ભમાં જ હોવાનું. બહુ જ સાદી ભાષામાં કહીએ તો જે વ્યક્તિ આવું બૌદ્ધિક વિશ્લેષણ કરે અથવા જેને અંતઃસ્ફુરણા દ્વારા મૂળગામી દર્શન થાય તેને દાર્શનિક કહેવાય. આવી વ્યક્તિનું વ્યક્તિત્વ દાર્શનિક વ્યક્તિત્વ કે પ્રતિભા દાર્શનિક પ્રતિભા કહેવાય. આમ બૌદ્ધિક વિશ્લેષણ દ્વારા જીવ, જગત, ઈશ્વરનાં રહસ્યોને પામનાર ડેકાર્ટ, શંકરાચાર્ય, ઉમાસ્વાતિ કે કેમચંદ્રાચાર્યને પણ દાર્શનિક પ્રતિભા કહી શકાય અને અંતઃસ્ફુરણા દ્વારા અસ્તિત્વનાં રહસ્યોને પામનાર જીસસ ક્રાઈસ્ટ, મહાવીર, બુદ્ધ, રામકૃષ્ણ પરમહંસ વ.ને પણ દાર્શનિક પ્રતિભા કહી શકાય. આવી દાર્શનિક પ્રતિભાનું દર્શન સાપેક્ષ નહિ પરંતુ નિરપેક્ષ, સનાતન, શાશ્વત અને ડહાપણને પ્રતિબિંબિત કરનારું હોય છે અને માટે જ દાર્શનિકને સમગ્ર કાળ અને અસ્તિત્વનો દ્રષ્ટા પણ કહેવામાં આવે છે. મહાન ગ્રીક તત્ત્વચિંતક પ્લેટો દાર્શનિક વ્યક્તિના ચારિત્ર્યના ગુણોમાં ‘શાશ્વત અને સનાતન સત્યો પ્રત્યેનો અગાધ પ્રેમ, જ્ઞાનની તીવ્ર ઝંખના, સંયમીપણું, મનની વિશાળતા, સર્વ સમયની સર્વ વાસ્તવિકતાનું દર્શન કરવાની શક્તિ, મૃત્યુથી અભય, વાણીવર્તન અને વિચારમાં સંતુલનપણું અને સદા સત્ય, ન્યાય, હિંમત અને શિસ્તના સહયારિપણા'ને' મુખ્ય ગણાવે છે. ટૂંકમાં જ્ઞાન-દર્શનનો પ્રકાશ, સંયમ,તપ, પ્રેમ અને દિવ્ય દૃષ્ટિ એ કોઈ પણ પ્રતિભાસંપન્ન દાર્શનિકના મુખ્ય ગુણો ગણાવી શકાય.
દાર્શનિક પ્રતિભાના ઉપર્યુક્ત ગુણો મુખ્યત્વે તેના ચારિત્ર્યના ગુણો છે. આ ઉપરાંત કોઈ પણ દાર્શનિક પ્રતિભાસંપન્ન પંડિતમાં મેધાવી બુદ્ધિશક્તિને કારણે અદ્ભુત અર્થઘટન, અભિવ્યક્તિ અને વિચારોની સુસંગતતા તેમ જ સુતર્ક પણ જણાવાના. આ પ્રકારની યોગ્યતા જે તે સમયના અનેક આચાર્યો અને પંડિતોમાં કે જેઓ દાર્શનિક છે તેઓમાં જોવા મળે છે અને બધું શ્રી યશોવિજયજીમાં હોવા છતાં તેઓની વિશેષતા માત્ર ગુજરાતના જ નહીં પણ બધી પરંપરાના ભારતીય પંડિતોથી નિરાળી અને વિરલ છે. તે વિશેષતા એટલે અનેક વિષયોના પાંડિત્ય અને સર્જન ઉપરાંત તેઓની કૃતિઓમાંથી પ્રગટ થતું ૪. પ્લેટોનું રિપબ્લિક (પેંગ્વીન બુક્સ) પા. ૨૪૪
યશોભારતી ૧૧૪૬
Page #164
--------------------------------------------------------------------------
________________
(તેઓનું અનેકાન્તદષ્ટિવાળું “આધ્યાત્મિક અને ઊર્ધ્વગામી વલણ.”
શ્રીમદ્દ યશોવિજયજીનું જીવન અને તેમણે રચેલા ગ્રંથોની ઝીણામાં ઝીણી, વિગતો જોઈએ તો તેઓની પ્રતિભાના પરિપાકરૂપે નીતરતી તેમની વિશેષતાઓ અનેક થાય. આ સ્થળે તે તમામની છણાવટ શક્ય નથી અને અનિવાર્ય પણ નથી. છતાં ઉપાધ્યાયજીના જે મુખ્ય મુખ્ય ગ્રંથો અને સાહિત્ય ઉપલબ્ધ છે તેને નજર સમક્ષ રાખીને અને જૈન પરંપરા તેમ જ તેમના સમયના સંદર્ભમાં વિચારીએ તો તેમની જે લાક્ષણિક વિશેષતાઓ છે કે જે તેમની દાર્શનિક પ્રતિભાનું દર્શન કરાવે છે તે મુખ્યત્વે આ પ્રમાણે ગણાવી શકાય : તેઓની અદભુત સમન્વયશક્તિ, જૈન તેમ જ અજૈન ગ્રન્થોનું ઊંડું જ્ઞાન તથા અભ્યાસ, મંતવ્યોમાં સમભાવપણું, શાસ્ત્રીય અને લૌકિક સાહિત્યનું સર્જન, નિર્ભયતા, વિદ્વત્તાપૂર્ણ અર્થઘટન, નવ્ય ન્યાયની શૈલીમાં જૈન સિદ્ધાંતોનું નિરૂપણ વ. નોંધપાત્ર છે. શ્રી યશોવિજયજીની આ યોગ્યતાઓ અને વિશેષતાઓને આપણે જરા વધુ વિગતે જોવાનો પ્રયત્ન કરીએ.
પૂ. ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી તેઓના સમગ્ર સર્જનકાળ દરમ્યાન આગમ પરંપરાને ચુસ્ત રીતે માન્ય રાખનાર અને અનેકાંતદષ્ટિને ક્યારેય બાજુએ ન મૂકનાર એક પ્રખર સુસંગત જૈન ચિંતક તરીકેની છાપ ઉપજાવે છે. તેઓએ સામાન્ય માનવીઓ માટે વ્યવહારની મુખ્યતા રાખી નિશ્ચયદષ્ટિની ગૌણતા મર્યાદારૂપે બતાવી. તેઓએ એ બતાવ્યું કે “નવકારમંત્રમાં આવતું “અરિહંતપદ' પ્રથમ અને સિદ્ધપદ બીજું રાખવા પાછળ અરિહંતપદ વ્યવહાર અને સિદ્ધપદ નિશ્ચય છે. સ્વાભાવિક છે કે અરિહંત વગર અરૂપી સિદ્ધપદની ઓળખાણ શક્ય નથી.
જૈન દર્શન એટલે આચારમાં અહિંસાપ્રધાન અને વિચારમાં અનેકાન્તદષ્ટિ વસ્તુની કોઈ પણ એક બાજુ તરફ નજર ન રાખતાં તેની અનેક | બાજુ તરફ નજર રાખવી તે અનેકાન્તદષ્ટિ શબ્દનો સીધો અર્થ છે. જૈન દર્શનની અનેકાન્તદષ્ટિ તેના સ્યાદ્વાદના અને નયવાદના સિદ્ધાંતોથી જ સ્પષ્ટ થાય. જૈન દર્શન એ એક વાસ્તવવાદી દર્શન છે અને તે પદાર્થને અનેક ધર્મવાળો લેખે છે. સત્યના બધા જ અંશો ગ્રહણ કરવા સામાન્ય માણસ માટે શક્ય નથી. આપણે સામાન્ય માણસો જે કાંઈ ગ્રહણ કરીએ છીએ તે સંપૂર્ણ સત્ય નહીં, પરંતુ સત્યાંશ જ. દરેક સત્ય તેની જે તે અપેક્ષાએ પ્રાપ્ત થયેલ હોવાથી જે તે અપેક્ષાના સંદર્ભમાં તે સત્ય સ્વીકૃત જ લેખાય. આ સત્યની સ્વીકૃતિ પ્રમાણથી સિદ્ધ થાય.
(નિક પ્રતિભા
Page #165
--------------------------------------------------------------------------
________________
વસ્તુને સમજવાનો પ્રયત્ન નય છે. “આપણી દષ્ટિ, બધી સામાન્ય કે બધી વિશેષ દષ્ટિઓ પણ એકસરખી નથી હોતી, તેમાં પણ અંતર હોય છે. મૂળ બે દષ્ટિઓના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) કુલ સાત ભાગો પડે છે અને તે જ સાત નય છે" જૈન દર્શન મુજબ કોઈ પણ વસ્તુ સાત જુદી જુદી અપેક્ષાએ સમજી શકાય અને તે સાતે નયનું વિવરણ જૈન નયવાદમાં આવે છે. આમ જૈન દર્શનના ખૂબ જ પાયાના સિદ્ધાંત સ્યાદ્વાદ અને નયવાદમાં સત્યને પામવાની અને સમજવાની અનેકાન્તદષ્ટિનો ઉલ્લેખ જોવા મળે છે. ઉપર જણાવેલ નયના ભેદોની સંખ્યા પરત્વે પણ જુદા જુદા મતો જોવા મળે છે. આ મતોનું વિગતે વર્ણન કરવું અહીં પ્રસ્તુત નથી, પરંતુ તેમાંનો એક મત સિદ્ધસેન દિવાકરનો છે જેઓ નૈગમનયને સ્વતંત્ર નય તરીકે ન સ્વીકારતાં “સંગ્રહથી એવં ભૂત સુધીના છ જ નયો સ્વતંત્ર છે અને વ્યાસ્તિક દષ્ટિની મર્યાદા વ્યવહારનય સુધીની જ છે જ્યારે જુસૂત્રથી માંડીને બધા જ નયો પર્યાયાસ્તિક નયની મર્યાદામાં આવે છે એમ દર્શાવે છે; અને આ જ મતનું કે જે આગમ પરંપરાથી જુદો છે તેનું ઉપાધ્યાયજી ખૂબ જ સચોટ રીતે તાર્કિક પદ્ધતિએ સમર્થન કરીને પોતે ષડનયને સ્વીકારે છે. પં. સુખલાલજીના શબ્દોમાં કહીએ તો “સંપ્રદાયમાં રહીને પણ સંપ્રદાયના બંધનની પરવા નહિ કરતાં જે ઉચિત લાગ્યું તેના પર નિર્ભયપણે લખનાર' એવા એક દાર્શનિક તરીકે પૂ. . શ્રી યશોવિજયજી આપણી સમક્ષ આવે છે.
હવે આપણે શ્રી યશોવિજયજીની એ વિશેષ દષ્ટિની વાત કરીએ કે જે તેમની પ્રખર દાર્શનિકતા રજૂ કરનાર સાબિત થાય છે અને આ દષ્ટિ તે જ તેમની ન્યાયદષ્ટિ. આ વાતને સવિસ્તાર સમજવા આપણે એટલું જાણવું આવશ્યક છે કે કોઈ પણ દર્શન સમજવા માટે જે તે દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા ખૂબ જ આવશ્યક હોય છે. આ સિદ્ધાંતો તેના ગ્રંથો કે આગમોમાં સૂત્રાત્મક રીતે સિદ્ધાંતોના સ્વરૂપમાં હોય છે. આ સિદ્ધાંતોને સમજવા માટે એ જે ભાષામાં લખાયેલા છે તે ભાષાનું જ્ઞાન અને તેમાં રજૂ થતા વિચારોમાં સમજવા માટે તર્કના નિયમોનું જ્ઞાન આવશ્યક બને છે. આમ એક ભાષાના ઢાંચાને સમજવાની અને બીજી બાજુ વિચારના ઢાંચાને સમજવાની એટલે કે વ્યાકરણશાસ્ત્રની અને તર્કશાસ્ત્રની કોઈ પણ દાર્શનિક સિદ્ધાંત સમજવા માટે
૫ “તત્ત્વાર્થસૂત્ર'- પં સુખલાલજી પા. ૮ સન્મતિ પ્રકરણ - સં. . સુખલાલજી પા.“૧૩૪
પયોભારતી n brદ
Page #166
--------------------------------------------------------------------------
________________
પાયાની જરૂરિયાત બની રહે છે. ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર વ. નામોથી પણ ઓળખાય છે. હવે જૈન પરંપરામાં “અનેકાન્ત એ શ્રુતપ્રમાણ છે; તે દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિક બે દષ્ટિઓ ઉપર અવલંબિત છે. એ બન્ને દષ્ટિએ અનુક્રમે સામાન્યબોધ અને વિશેષબોધને લીધે પ્રવર્તે છે. આ બન્ને પ્રકારના બોધો જૈનશાસ્ત્રમાં અનુક્રમે દર્શન અને જ્ઞાનથી ઓળખાય છે. જૈન દર્શનની આગમ પરંપરામાં શરૂઆતથી જ એક એવો મત પ્રસિદ્ધ હતો કે દર્શન અને જ્ઞાન બન્નેની ઉત્પત્તિ ક્રમથી થાય છે. આગમ પરંપરાના આ મત સામે એવો મત ચાલ્યો કે દર્શન અને જ્ઞાન બન્નેની ઉત્પત્તિ ક્રમથી નથી થતી પરંતુ સાથે જ થાય છે. આ બન્ને મતોની સામે એક ત્રીજો મત આવ્યો જેનાં દર્શન અને જ્ઞાનનો અભેદ દર્શાવાયો. આમ દર્શન અને જ્ઞાન સંબંધમાં આગમપરંપરા પ્રમાણેનો મત એ રહ્યો કે દર્શન અને જ્ઞાન ભિન્ન છે અને બન્ને એક સાથે ઉત્પન્ન ન થતાં ક્રમશઃ અર્થાત્ એક એક સમયના અંતરે ઉત્પન્ન થાય છે. વાચક ઉમાસ્વાતિ પહેલાંના બધા જ આચાર્યો અને ખાસ તો જિનભદ્રગણિ તેમ જ ક્ષમાશ્રમણ વ. આ મતના આગ્રહી જણાય છે. આ મત “ક્રમવાદ' તરીકે ઓળખાયો. દર્શન અને જ્ઞાન સંબંધી જે બીજો મત છે તે પ્રમાણે બન્ને ઉપયોગ ભિન્ન હોવા છતાં ઉત્પત્તિ ક્રમિક ન થતાં એક સાથે જ હોય છે. આચાર્ય મલ્લીવાદી આ મતના ખાસ આગ્રહી છે અને આ મત “સહવાદ' તરીકે ઓળખાયો. ઉપર્યુક્ત બન્ને મતોની સામે સિદ્ધસેન દિવાકરનો ત્રીજો મત જેમાં દર્શન અને જ્ઞાનનો અભેદ બતાવ્યો છે તે “અભેદવાદ' તરીકે ઓળખાય છે. આ આખો મુદ્દો, જૈન પરંપરામાં જોવા મળતી બન્ને શ્વેતાંબરીય અને દિગંબરીય પરંપરાઓમાં વાત્મયનો આખો ઇતિહાસ, શ્રી યશોવિજયજી માત્ર ઐતિહાસિક રીતે જ નહિ | પણ એકવિદ્વાન બહુશ્રુતને શોભે તે રીતે ચર્ચે છે. તેઓ ત્રણે મતોનાપુરસ્કર્તાની વાત સ્પષ્ટ કરે છે અને સમગ્ર ચર્ચાના અંતે તેના તાત્પર્ય અને સ્વોપજ્ઞ વિચારણારૂપે બે મુદ્દાઓનો ઉલ્લેખ કરે છે. એક તો એ કે પોતે “અભેદવાદ'ના પક્ષમાં છે અને બીજો મુદ્દો એ કે નયભેદની અપેક્ષાએ ત્રણે પક્ષનો સમન્વય શક્ય છે. ઉ. શ્રીમદ્ યશોવિજયજીએ પોતાના “જ્ઞાનબિન્દુ' નામના ગ્રંથમાં આ સમસ્યાના સમાધાનમાં સમન્વયાત્મક દષ્ટિબિંદુને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે “ક્રમિકવાદનું ઋજુસૂત્રનયથી પ્રતિપાદન થાય છે; “સહવાદનું વ્યવહારનયથી પ્રતિપાદન થાય છે અને “અભેદવાદ'નું સંગ્રહાયથી પ્રતિપાદન થાય છે. આમ ખૂબજતાર્કિક ૭ સન્મતિ પ્રકરણ – સં.પં. સુખલાલજી પા. ૧૭-૧૮
( ઘર્ણમિક પ્રતિભા ૧૪૯
Page #167
--------------------------------------------------------------------------
________________
રીતે પોતાની અનન્ય એવી સમન્વયશક્તિથી તેઓ એ ‘નયભેદની અપેક્ષાએ આ ત્રણે સૂરિપક્ષો પરસ્પર વિરુદ્ધ નથી'૮ તેમ બતાવ્યું છે. આ અને આવા અનેક જ્ઞાનમીમાંસકીય પ્રશ્નોની ચર્ચાઓમાં આપણને શ્રી યશોવિજયજીની અનેકાન્ત દૃષ્ટિનો તેમ જ તમની વિશિષ્ટ સૂઝનો કે જે તેમની દાર્શનિક પ્રતિભા ઉપસાવનાર તત્ત્વો છે તેનો પરિચય મળે છે.
પ્રાચીન સમયમાં પ્રમાણો દ્વારા પ્રમેયની પરીક્ષા કરનાર શાસ્ત્રને ન્યાયશાસ્ત્ર કહેવાતું. આમ સમય જતાં ‘પ્રમાણ’ શબ્દ ન્યાયનો બોધક બન્યો. જૈન ન્યાય કે જૈન તર્ક અનુસાર પ્રમાણ અને નય બન્ને વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે છે. આમ શ્રી યશોવિજયજી પહેલા પ્રમાણ અને નય બન્ને જૈન તર્કમાં અર્થપરીક્ષાના મુખ્ય સાધન ગણાતા. શ્રી યશોવિજયજીએ પોતાના જૈન-તર્ક ભાષા'માં તર્કમાં પ્રમાણ અને નયની સાથે ‘નિક્ષેપ'નો પણ સમાવેશ કર્યો. ‘નિક્ષેપ’ શબ્દને સમજવાનો પ્રયત્ન છે જે જૈન તર્ક અનુસાર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર દષ્ટિએ થાય છે. અહીં નિક્ષેપની ચર્ચા પ્રસ્તુત નથી, છતાં તેઓએ ન્યાયમાં જે પ્રદાન કરેલ છે તેની સમજણ તેમની દાર્શનિક પ્રતિભા સમજવામાં સૌથી વધુ ઉપકારક છે. ભારતીય પરંપરામાં આમ તો ન્યાયશાસ્ત્રનો ઇતિહાસ ખૂબ લાંબો છે. જો આપણે ‘‘ગૌતમના ન્યાયસૂત્રથી (ઈ. સ. ૩૫૦) લઈએ તો ઈ. સ. ૧૦૦૦ સુધીનો ન્યાયદર્શનનો વિકાસ પ્રધાનપણે બૌદ્ધ તાર્કિકોના સંઘર્ષથી થયો છે.’'૯ શ્રી યશોવિજયજીનો સમય ૧૭-૧૮મા સૈકાનો છે. તેઓના અગાઉ વિદ્વાનોમાં નવ્યન્યાયનો ખૂબ ફેલાવો થઈ ચૂક્યો હતો. ‘આ નવ્યન્યાયના મુખ્ય પ્રવર્તકો ચૌદમી શતાબ્દીના મિથિલાના ગંગેશ છે કે જેઓએ ન્યાયતત્ત્વ ચિંતામણી' નામના ગ્રંથમાં નવ્યન્યાયનું વ્યવસ્થિત રીતે વિસ્તૃત વર્ણન કર્યું.’૧૦ નવ્યન્યાયના વિકાસને કારણે સાહિત્ય, છંદ, વિવિધ દર્શન તથા ધર્મશાસ્ત્ર પર વિશેષ વ્યાપક પ્રભાવ પડ્યો. આ વિકાસના પ્રભાવથી બૌદ્ધ અને જૈન સાહિત્ય વંચિત રહ્યાં હતાં. બૌદ્ધ સાહિત્ય માટે આ ત્રુટિ પુરાવી આમેય સંભવ ન હતી, કારણ કે બારમી અને તેરમી સદી બાદ ભારતનાં બૌદ્ધ વિદ્વાનોની પરંપરા માત્ર નામની જ રહી હતી. પરંતુ જૈન સાહિત્યમાં તો આ ત્રુટિ સામે જ ખટકતી
૮ ‘જ્ઞાનબિન્દુ પ્રકરણ’– સિંધી પ્રકાશન (હિન્દી) પા. ૬૩ ૯ ‘ન્યાય વૈશેષિક દર્શન’- લે. નગીન શાહ પા. ૪૪૮ ૧૦ ‘જૈન તર્ક ભાષા’– સં. ઈશ્વરચંદ્ર શર્મા (હિન્દી) પા. ૧૨
યશોભારતી 1 ૧૫૦
Page #168
--------------------------------------------------------------------------
________________
હતી. ભારતમાં અસંખ્ય જૈન વિદ્વાનો, જૈન ત્યાગીઓ અને જૈન ગૃહસ્થો હતા કે જેઓનું મુખ્ય જીવનવ્યાપી ધ્યેય શાસ્ત્રચિંતન હતું. પં. સુખલાલજી કહે છે કે જૈન સાહિત્યની આ કમી દૂર કરનાર અને તે પણ એકલે હાથે દૂર કરવાનો ઉજ્વળ અને સ્થાયી યશ જો કોઈ પણ જૈન વિદ્વાનને ફાળે જાય તો તે ઉપાધ્યાય યશોવિજયજી ને જ.’૧૧ તેઓએ જૈન તર્કભાષા, જ્ઞાનબિન્દુ પ્રકરણ, અષ્ટસહસ્રી જેવા ગ્રંથો દ્વારા ચૌદમા સૈકાથી માંડીને છેક સત્તરમા સૈકા સુધી નવ્ય નૈયામિકોએ નવ્ય ન્યાયના જે પ્રધાન તત્ત્વોનું પ્રતિપાદન કર્યું હતું તેનું જૈન ન્યાયની અપેક્ષાએ વિસ્તૃત નિરૂપણ શ્રીમદ્ યશોવિજયજી સિવાય બીજા કોઈ પણ વિદ્વાન દ્વારા નવ્યન્યાયની શૈલીમાં જૈન દાર્શનિક તત્ત્વોનું વિસ્તૃત વિવેચન જોવા મળતુંનથી.’૧૨
શ્રી યશોવિજયજી એક તરફ શાસ્ત્રીય તેમ જ લૌકિક ભાષામાં પોતાના સરલ તેમ જ કઠિન વિચારોને જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવાની ચેષ્ટા કરનાર વિદ્વાન તરીકે નજર સમક્ષ આવે છે તો બીજી તરફ બંગાળ અને મિથિલાના નવ્યનૈયાયિકો રઘુનાથ શિરોમણિ ગુણાનંદ અને નારાયણના એ વિચારો કે જે સાથે વાસ્તવમાં તેઓ સંમત નથી તેની ખુલ્લે મોંએ પ્રશંસા કરનાર પોતાના પ્રસિઁપક્ષ તરફ નિખાલસ, જ્ઞાનના અનન્ય ભક્ત તરીકે નજર સમક્ષ આવે છે. તેઓનું ‘દૃષ્ટિબિંદુ તદન વસ્તુલક્ષી અને આગવી શૈલીમાં છે. તેઓ પોતાના પ્રતિપક્ષ પ્રત્યે પ્રામાણિક અને વફાદાર જણાય છે.’૧૩
શ્રી યશોવિજયજી અને તેમની પંકિતના વિદ્વાન બહુશ્રુત જૈનાચાર્યો કે જેઓ દાર્શનિક પ્રતિભા ધરાવનાર છે તેઓને દષ્ટિ સમક્ષ રાખી એક મહત્ત્વના મુદ્દાની વાત પણ કરી લઈએ. આ મુદ્દો છે વિચારો કે સિદ્ધાંતોને લગતી મૌલિકતા કે નવસર્જનનો. ઉપાધ્યાયજીના અને તેમના જેવા બહુશ્રુત વિદ્વાનોના ગ્રંથો તેના વિષયની દૃષ્ટિએ મૌલિક જણાતા નથી, પરંતુ આથી આ વિદ્વાનોનું મહત્ત્વ ઘટતું નથી, દાર્શનિક પ્રતિભા ઓછી થતી નથી; કારણ કે આપણે જોયું તેમ અભેદવાદ, ષડનય, નિક્ષેપ, નવ્યન્યાય વ.માં એમનું જે વિશિષ્ટ પ્રદાન છે તે એમની એક દાર્શનિક તરીકેની અત્યંત પ્રભાવશાળી પ્રતિભાનું દર્શન કરાવે છે. આવી દાર્શનિક પ્રતિભા હોવા છતાં એમણે ક્યાંય કશું પોતે નવું કહેવા માગે છ અને તેને કારણે પરંપરાની બહાર તેમના વ્યક્તિગત અહમ્નો અને તેને કારણે ૧૧ ‘દર્શન ઔર ચિન્તન’-પં. સુખલાલજી પા. ૪૫૯ ૧૨ ‘જૈન તર્ક ભાષા’– સં. ઈશ્વરચંદ્ર શર્મા (હિન્દી) પા. ૧૨
૧૩ Jain Tark Bhasha-Dr. D. Bhargav p. xvll.
રાર્માના પતિની ૧૫
Page #169
--------------------------------------------------------------------------
________________
પરંપરાની બહાર તેમના વ્યક્તિગત અહમનો ઝંડો ઘણે ઊંચે લહેરથી ફરકતો થાય છે એમ દર્શાવવાનો યત્ન કર્યો નથી. તેમણે નમ્રપણે પોતાની દાર્શનિક પ્રતિભાને જૈન દર્શનના મુખ્ય સિધ્ધાંતોની સમજણ વિસ્તારવામાં સમર્પિત કરેલી છે.
અંતે. જૈન પરંપરાનો અને જૈન દર્શનના વિદ્વાન બહુશ્રુતોનો ઇતિહાસ જતાં સ્પષ્ટપણે જણાય છે કે ત્રીજા સૈકા સુધીમાં આવતા કુન્દકુન્દાચાર્ય અને ઉમાસ્વાતિ; પાંમમા સૈકા સુધીમાં આવતા પૂજ્યપાદ, સામંતભદ્ર, સિદ્ધસેન દિવાકર; સાતમા-આઠમા સૈકામાં આવતા મલાવાદી, જિનભદ્ર ગણિ, ક્ષમાશ્રમણ, ગંધહસ્તી, હરિભદ્ર, નવમા સૈકાથી પંદરમા-સોળમા સૈકા સુધીમાં આવતા અલંક, વીરસેન, વિદ્યાનંદી, વાદીદેવસૂરિ અને હેમચંદ્રચાર્ય સુધી ચાલ્યો આવતો જૈન વાડ્મયનો વિકાસ છેલ્લે ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી સુધી આવે છે. તેઓએ પોતાના જીવન દરમ્યાન માત્ર “સુંદર, સચોટ અને સતર્ક દાર્શનિક વિશ્લેષણ તેમ જ પ્રતિપાદન૧૪ જ નથી કર્યું પરંતુ જૈન વામના વિકાસને વધારે ફળદાયી વળાંક આપીને પોતાની અનન્ય એવી દાર્શનિક પ્રતિભાથી અતિશય પ્રભાવક રીતે જાળવી રાખ્યો છે, પરંપરાને સાચવી છે, વિશ્વદર્શનના ફલક પર દિપાવી છે.
માત્ર જૈન શાસનના જ નહિ પરંતુ સમગ્ર દાર્શનિક દુનિયાના સર્વકાલ અને સર્વ સમયના આ મહાન જ્યોતિર્ધર વિદ્વાન બહુશ્રુતને વંદન. સંદર્ભ પુસ્તકોઃ * જ્ઞાનબિન્દુ પ્રકરણ - સિંધી પ્રકાશન. હિન્દી આવૃત્તિ
સંઃ પં. સુખલાલજી અને અન્ય * જૈન તર્ક ભાષા-(હિન્દી) આલોચના – પં. ઈશ્વરચંદ્ર શર્મા * જૈન તર્ક ભાષા -(અંગ્રેજી) લે. ડૉ. દયાનંદ ભાર્ગવ * પાંતજલ યોગશાસ્ત્ર-(હિન્દી) લે. પં. સુખલાલજી * દર્શન ઔર ચિન્તન-ખંડ ૨ લે.પં. સુખલાલજી પાન ૩૭૫ થી ૪૬૨ * “શ્રી જૈન દર્શન મીમાંસા અને અન્ય લેખો'-લે: ફત્તેચંદ ઝવેરભાઈ * “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” - શ્રી મો.દ. દેસાઈ * જૈન પરંપરાનો ઈતિહાસ - શ્રી ત્રિપુટી મહારાજ * “વૈરાગ્યરતિ” - મુનિ યશોવિજયજી ૧૪ દર્શન ઔર ચિન્તન” -પં. સુખલાલજી પા.૪૫૭.
યોભારતી n ૫ર છે
Page #170
--------------------------------------------------------------------------
________________
બે સમકાલીનો) કુમારપાળ દેસાઈ
બે સમર્થ સમકાલીનો ક્યારેક સમયનો સાથ હોવા છતાં એકબીજાને મળી શક્તા નથી. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર બંને સમકાલીન હતા. એક જ પ્રદેશમાં વિચર્યા હતા છતાં બંનેનો મેળાપ થયો ન હતો.
મસ્તયોગી આનંદઘન અને ઉપાધ્યાય યશોવિજયજી બંને સમકાલીન હતા. એમની વચ્ચેના સામ્યથી પ્રેરાઈને શ્રી સારાભાઈ નવાબે તો એમ કહ્યું કે પોતે તથા વિદ્યમાન કેટલાક જૈન મુનિવર્યો એમ માને છે કે પરમયોગી શ્રી આનંદઘનજી તે બીજા કોઈ જ નહીં, પરંતુ ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી જ છે. જોકે શ્રી જ્ઞાનવિમલ સૂરિના “આનંદઘન ચોવીસી” પરના સ્તબકમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે “આનંદઘન ઉપનામધારી લાભાનંદજીએ રચેલાં આ સ્તવનો છે.” બંને એક જ હોય એમ માનીએ તો તો યોગીરાજ આનંદઘનની પ્રશસ્તિરૂપે યશોવિજયજીએ અષ્ટપદી લખી હતી એ આત્મ-પ્રશસ્તિ માટે લખી હોય એમ માનવું પડે. વળી શ્રી કાંતિવિજયજી મહારાજે ઉપાધ્યાય યશોવિજયજી કાળધર્મ પામ્યા પછી પાટણ શહેરના અતિ આગ્રહથી “સુજસવેલી ભાસ” નામની ઉપાધ્યાય યશોવિજયજીના જીવનકાર્યને દર્શાવતી પદ્યકૃતિની રચના કરી એમાં ક્યાંય આવી વિગતનો ઉલ્લેખ નથી.
હકીકત એ છે કે આ બંને સમકાલીન હતા અને એમની વચ્ચેનો મેળાપ પણ ફળદાયી નીવડ્યો હતો. આનંદઘનની ઉત્કૃષ્ટ યોગઅવસ્થા અને આનંદમગ્ન સ્થિતિને જોઈને ઉપાધ્યાય યશોવિજયજીએ એમની સ્તુતિરૂપે આનંદના ઉલ્લાસથી સભર એવી “અષ્ટપદી'ની રચના કરી હતી. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે સાચા “આનંદ”ની અનુભૂતિ એને જ થઈ શકે કે જેના હૃદયમાં આનંદજ્યોતિ પ્રગટ થઈ હોય. આવા “અચલઅલખ” પદના “સહજ સુખ'માં આનંદઘન મગ્ન રહેતા હતા. એમની આવી ઉન્નત, આનંદમય આધ્યાત્મિક અવસ્થા જોઈને ઉપાધ્યાય યશોવિજયજી અંતરના ઉમળકાથી
બે ચમકાલીનો n પર છે
-
Page #171
--------------------------------------------------------------------------
________________
બોલી ઊઠે છે -
આનંદ ઠોર ઠોર નહીં પાયા,
આનંદ આનંદમેં સમાયા.” આ બન્ને સાધકોને દોષદર્શી અને દુષ્ટ લોકો તરફથી ખૂબ સતામણી થઈ હતી, એમ કહેવાય છે. એમના સમયમાં યોગી અને જ્ઞાનીને નિંદનારા ઘણા છિદ્રાવેષી લોકો હતા. આનંદઘન તો આત્મમસ્તીમાં મગ્ન હતા. આથી એમણે આવા લોકોની સહેજે પરવા ન કરી તેઓ ક્યાંક જ આ જડતા અને રૂઢિચુસ્તતા પર પ્રહાર કરે છે. જ્યારે યશોવિજયજી આનંદઘન જેટલા સંપ્રદાયનાં બંધનોથી મુક્ત ન હતા. એમનું હૃદય આવી આપત્તિઓથી ક્યારેક કકળી ઊઠતું હતું. પરિણામે એ પ્રવર્તીત વિષમ પરિસ્થિતિ અંગે વેદનાભર્યા ઉદ્ગાર કાઢે છેઃ
પ્રભુ મેરે અઈસી આય બની
મનકા વિથા કુનર્પે કહીએ, જાનો આપ ધની,
સજ્જન કોઉ નહિ જાકે આગે,
બાત કહું અપની.” આમ યશોવિજયજી નિંદક દુર્જનો સામે પોકાર કરે છે, તો એ સમયે આનંદઘનજીને વગોવનારા પણ હતા. યશોવિજયજીએ રચેલી આનંદઘનજીની અષ્ટપદીની “કોઉ આનંદઘન છિદ્ર હી પેખત” એમ આનંદઘનને માટે કહ્યું છે. એના પરથી આનો ખ્યાલ આવે છે. આનંદઘનજી અને યશોવિજયજીએ બન્નેએ જિનસ્તવન ચોવીસીની રચના કરી છે. આનંદઘનજી શ્રી અજિતનાથ જિન સ્તવનમાં કહે છે
“તરક વિચારે રે વાદ પરંપરા, પાર ન પહુંચે રે કોઈ અભિમત વસ્તુ કે વસ્તુગતે કહે, તે વિરલો જગિ હોય”
(સ્તવઃ ૨-ગાથાઃ ૪) જ્યારે શ્રીમદ યશોવિજયજી મહારાજે સત્તરમા “પાપ સ્થાનકની સક્ઝાયમાં શુધ્ધ ભાષાની બલિહારી બતાવી છે. “અધ્યાત્મસાર' ગ્રંથમાં દંભ પર આખું પ્રકરણ લખ્યું છે અને આવા વાદ-વિવાદ કરનારાઓ વિશે તો તેઓ કહે છે –
વાદ, વિવાદ અને પ્રતિવાદ કરતાં ઘાંચીની ઘાણી જેવી ગતિ થાય છે અને
Page #172
--------------------------------------------------------------------------
________________
તેમાંતત્ત્વનો પાર પામતો નથી. જડતાંઅને મતાંધતા પર આ બન્ને મહાપુરુષો સખત પ્રહાર કરે છે.યશોવિજયજીયશવિલાસ'નાસુડતાલીસમાપદમાં કહે છે –..
“પ્રભુ ગુન ધ્યાન વિગર ભ્રમ ભૂલા,
કરે કિરિયા સો રાને રૂના.” જ્યારે આનંદઘન પણ આવી જડ ક્રિયાનો વિરોધ કરતાં કહે છે - નિજ સરપ જે કિરિયા સાથિઈ, તે અધ્યાતમ લહઈ રે, જે કિરિયા કરિ ચોગતિ સાધઈ, તે અનુધ્યાતમ કહીયે રે.”
(સ્તવન : ૧૧, ગાથા: ૩) આ સાધકો તો સંસારથી ઊફરા ચાલતા હતા. આનંદઘનજીએ ચાર ગતિરૂપ ચોપાટની એક સુંદર કલ્પના કરી છે. આમાં ચેતન પોતે રાગ, દ્વેષ અને મોહનાં પાસાં પોતાને હિતકર છે એમ માનીને, આ ચોપાટ ખેલે છે. પણ પારકી આશા એ સદા નકામી છે. આનંદઘન તો સ્પષ્ટ કહે છે કે, “આશા ઓરનકી
ક્યા કીજે? જ્ઞાન સુધારસ પીજે.” એ જ રીતે શ્રી યશોવિજયજી “જ્ઞાનસારના 'બારમા “નિઃસ્પૃહાક' માં લખે છે -
પોતાના સ્વભાવ - નિજ ગુણની પ્રાપ્તિ ઉપરાંત બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી એવી રીતે આત્મ ઐશ્વર્યથી સંપન્ન મહામુનિ તદ્દન નિઃસ્પૃહ થઈ જાય છે. બિચારા પારકી આશાવાળા પ્રાણીઓ હાથ જોડી જોડીને પ્રાર્થના કરે છે. ઘરે ઘરે ભિક્ષા માગે છે, પરંતુ અનંત જ્ઞાનપાત્ર પ્રાણી તો આખા જગતને તણખલા તુલ્ય જુએ છે.”
આનંદઘનજીના હૃષભ જિન સ્તવનમાં પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે પ્રીતિસગાઈ થઈ હોવાથી એને જગતની સોપાધિક પ્રીતિ પસંદ નથી. એ જ રીતે ઉપાધ્યાય યશોવિજયજી શ્રી શાંતિનાથ જિનસ્તવનમાં કહે છે
જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમે છે”
માત્ર વેશ પહેર્યે સાધુ થવાતું નથી. જે ખરો આત્મજ્ઞાની છે એ જ સાચો સાધુ છે. આનંદઘનજી શ્રીવાસુપૂજ્ય જિનસ્તવનની છઠ્ઠી ગાથામાં કહે છે કે જે આત્મજ્ઞાની નથી, તે માત્ર વેશધારી છે. બાહ્ય દષ્ટિએ મુંડન કરાવ્યું એથી કાંઈ 1 વળે નહિ. અંતરનો આત્મા ગુણોથી સમૃધ્ધ થવો જોઈએ. આવી જ રીતે આનંદઘનજીની માફક યશોવિજયજી પણ કહે છે:
“મુંડ મુંડાવત્ત સબ હી ગડરીઆ, હરિશ રોઝ બન ધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસભ સહતું તે ઘામ.
ન છે સમાણીનો ૧૫૧ )
Page #173
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય યશોવિજયજી તો આત્મદર્શનનું સ્વરૂપ ગુરુકૃપાથી પ્રાપ્ત કરે છે. આ અંગે વિ. સં. ૧૭૩૮ પછી રચેલા “શ્રીપાલ રાસ” ના ચોથા ખંડના છેવટના ભાગમાં તેઓ કહે છે –
માહરે તો ગુરુ ચરણ પસાર્યો અનુભવ દિલમાં પેઠો, ત્રદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમ-રતિ હઈ બેઠો.”
જ્યારે આત્મામાં સમક્તિનો રવિ ઝળહળે છે, ત્યારે ભ્રમરૂપી તિમિર નાસી જાય છે અને અંતરમાં અનુભવગુણ આવે છે. આ સમયે ઉપાધ્યાય યશોવિજયજી કહે છે -
ધ્યાયો સહી પાયો રસ, અનુભવ જાગ્યો સ; મિટ ગયો ભ્રમકો મસ, ધ્યાતા ધ્યેય સમાયો છે, પ્રગટ ભયો પ્રકાશ, જ્ઞાનકો મહા ઉલ્લાસ;
એસો મુનિરાજ - તાજ, જસ પ્રભુ છાયો હે....” ધ્યાતા અને બેય એકરૂપ બની જાય છે, ત્યારે કેવી અપૂર્વ આનંદાનુભૂતિ થાય છે! આત્મામાં પરમાત્મા પ્રગટે છે, તે સમયની દશાને પ્રગટ કરતાં યોગી આનંદઘન બોલી ઊઠે છે –
અહો હું અહો હું મુઝમેં કહું, નમો મુઝ નમો મુઝરે.”
| (સ્તવનઃ ૧૬ ગાથા: ૧૩) ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની માફક પદો પણ લખ્યાં છે. અને તેમાં ચેતનને “મોહકો સંગ” નિવારી “જ્ઞાનસુધારસ ધારણ કરવાનું કહ્યું છે. એ જ રીતે “કબ ઘર ચેતન આવેંગે'માં ઉપાધ્યાય યશોવિજયજીએ સુમતિનો વિરહ આલેખ્યો છે. આનંદઘનનાં પદોમાં તો આ સુમતિના વિરહનું વેધક આલેખન મળે છે. એમાં તો કવિ કહે છે કે સુમતિ દુઃખમંદિરના ઝરૂખે આંખો લગાડી લગાડીને ઝૂકી ઝૂકીને જુએ છે. વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુને પી જાય છે અને એથીય વધુ વિરહની વિકટ વેદના દર્શાવતાં સુમતિ કહે છે -
“શીતલ પંખા કુમ કુમા, ચંદન કહા ભાવે હો?
અનલ ન વિરહાનલ યે હૈ તન તાપ બઢાવે હો.” ઠંડા પદાર્થો, પંખા, કપૂર કે ચંદનનો ઘોળ શા માટે લાવે છે? આ શરીરનો તાપ નથી. આ તો આત્માનંદના વિરહનો અગ્નિ છે. એને તો આ પદાર્થો ટાઢક આપવાને બદલે વધુ તપાવનાર બને છે. આ રીતે આનંદઘન અને
વાભારતી D N/
Page #174
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજી સમકાલીન હતા. પરસ્પરને મળ્યા હતા. એમની ભાવનાઓ અને અધ્યાત્મપ્રવૃત્તિ ઘણાં સબળ હતાં. આમ છતાં બંનેનો આત્મવિકાસનો માર્ગ જુદો હતો. આનંદઘનજી અધ્યાત્મયોગી હતા, તો યશોવિજયજી કર્મયોગી હતા. આનંદઘનજી દુનિયાની સહેજે દરકાર રાખતા નહિ. જ્યારે યશોવિજયજી તત્કાલીન વાતાવરણને સમજીને પોતાના લક્ષ્યની સાધના કરતા હતા.
આનંદઘનજી આત્મલક્ષી, સંયમી, ત્યાગી અને અઘ્યાત્મી હતા. યશોવિજયજી ‘ન્યાયવિશારદ’ અને ‘ન્યાયાચાર્ય'ની પદવીથી વિભૂષિત થયેલા પંડિત હતા. આનંદધનજી
‘વેદ ન જાનું, કિતાબ ન જાનું, જાનું ન લચ્છન છંદા, તર્ક, વાદ, વિવાદ ન જાવું, ન જાનું કવિ ફંદા.’
કહેનારા મસ્તકવિ હતા. જ્યારે યશોવિજયજી ‘‘વાણી વાચક જશ તણી, કોઈ નયે ન અધૂરી રે.’’ (શ્રીપાલ રાસ - ૪ : ૧૨ ની છેલ્લી પંક્તિ)- એવો હિંમતથી દાવો કરનાર અધ્યાત્મ, યોગ, કથા, આદિ વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં પદ્યરચના કરનાર વિદ્વાન કવિ હતા. યશોવિજયજીમાં અને આનંદઘનજીમાં જ્ઞાનની ગંભીરતા, શાસ્ત્રોની પારંગતતા અને અધ્યાત્મનો તલસાટ વ્યક્ત થાય છે. ખરી વાત એ છે કે ઉપાધ્યાય યશોવિજયજીએ બધા શાસ્ત્રોમાં પારંગતતા પામ્યા પછી પણ આત્મસંતોષ માન્યો નહીં. એમણે અધ્યાત્મ યોગના માર્ગે જવાનું સ્વીકાર્યું અને આમાં આનંદઘનનો સંપર્ક કારણભૂત હશે. ઉપાધ્યાય યશોવિજયજીના ‘અધ્યાત્મસાર’ જેવા ગ્રંથોમાં અને સ્તવનોમાં અધ્યાત્મરસની ઝલક જોવા મળે છે.
બંને સમકાલીન સાધુઓ જિનશાસનના સાધુત્વની પ્રખર દીપ્તિ સમાન છે. બંનેની આસપાસનો પરિવેશ, આજુબાજુના લોકો, પરિસ્થિતિ ભિન્ન હોવા છતાં સમાન અધ્યાત્મરસે જોડાયેલી આ વિભૂતિઓ છે. અને એમનો આ અધ્યાત્મરસ પદ્ય રૂપે સ્તવન, પદ; સજ્ઝાય વગેરેમાં પ્રગટ થયો છે.
મેં સમકાલીનો 7 ૧૫૭
Page #175
--------------------------------------------------------------------------
________________
(વૈરાગ્ય કક્ષાના
પ્રફ્લાદ ગ. પટેલ
ઉપાધ્યાય યશોવિજયજીકૃત કૃતિયુગલ “વૈરાગ્યરતિ” અને વૈરાગ્યકલ્પલતા” પરવર્તી જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સ્વરૂપ-પ્રકારની દષ્ટિએ વિચારતાં આ કૃતિઓ રૂપકાત્મક કથાસાર મહાકાવ્યની અનેક લાક્ષણિકતાઓ ધરાવે છે.
વૈરાગ્યરતિ ખંડિત કૃતિ છે અને વૈરાગ્યકલ્પલતા પૂર્ણ કૃતિ છે; વાસ્તવમાં તો નામભેદે ભિન્ન લાગતી આ એક જ કૃતિ છે, તેથી અહીં વૈરાગ્યકલ્પલતામાં વૈરાગ્યરીતિ અભિપ્રેત સમજવી.
આ રૂપકાત્મક કૃતિ હોવાથી જૈન સંસ્કૃત સાહિત્યમાં તેનું સ્થાન વિચારતા પહેલાં રૂપક સાહિત્યના ઉગમ-વિકાસ તરફ દષ્ટિપાત કરવાનો ઉપક્રમ છે.
જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં રૂપકનાં આદિબિંદુઓ આગમગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. અને એ જ રૂપકો ઉત્તરકાલીન કથાઓના મૂળસ્ત્રોત સમાન છે. પરંતુ આ આગમિક રૂપકાત્મક યા પ્રતીકાત્મક દાંતોમાં કથાદેહ માંસલ નથી, છતાંયે પરવર્તી જૈન કથાસાહિત્યમાં રૂપકાત્મક સાહિત્યનાં બી અહીં પડ્યાં છે.
“સૂત્રકૃતાંગ'નું પુંડરીક અધ્યયન કે “જ્ઞાતા ધર્મકથા”નું ઘનશેઠ અને પુત્રવધૂઓનું દષ્ટાંત આકાર યા કથાવસ્તુની દષ્ટિએ પુષ્ટ નથી છતાં જૈન સાહિત્યનાં ઉપનયયુક્ત રૂપકોનાં કથાત્મક વર્ણનોની ઉગમભૂમિ છે. આને પગલે જ સંઘદાસ ગણિકૃત પ્રાકૃત કથા “વાસુદેવહિંડી(છઠ્ઠી સદી)નું મધુબિંદુ દષ્ટાંત. હરિભદ્રાચાર્યકૃત “સમરાઈઐકહા'(૮મી સદી)નું ભવાટવિ દāત કે | ઉદ્યોતનસૂરિકૃત “કુવલયમાલા'(શક સં. ૭૦૦)નું કુડંગ દ્વીપ દષ્ટાત ઉપનયો સાથે સર્જાયાં.
ભારતીય સાહિત્યમાં રૂપકનું ખેડાણ જૈન સાહિત્યમાં સવિશેષ થયું છે, અને તે પણ બે સ્વરૂપે. (૧) દષ્ટાંત રૂપકો તરીકે (૨) સંપૂર્ણ રૂપકો તરીકે. આ
ને પક્ષોભરતી g ઉજ૮)
Page #176
--------------------------------------------------------------------------
________________
બીજા પ્રકારમાં અમૂર્ત ભાવોને મૂર્ત કરીને તેમનામાં માનવીય ભાવોનું આરોપણ કરીને વિકસાવેલી એક વિશિષ્ટ પદ્ધતિ છે.
આ પદ્ધતિનું સૌ પ્રથમ મંડાણ કરનાર છે ઉદ્યોતનસૂરિ. કુવલયમાલામાં તેમણે ક્રોધ, માન, લોભ, માયા વગેરે અમૂર્ત ભાવોનું માનવીકરણ કર્યું છે, અને ત્યાર પછી પરવર્તી જૈન સાહિત્યમાં આનો વિશાળ રાજમાર્ગ શરૂ થયો.
આ રૂપકસાહિત્યને તેની ચરમ સીમાએ પહોંચાડવાનો યશ ઉપમિતિભવપ્રપંચાકથા' દ્વારા સિદ્ધર્ષિ ગણિને ફાળે જાય છે. તો એ જ વિરાટ | કુતિને સંક્ષિપ્ત કરી, કથાસાર મહાકાવ્ય જેવા નવતર સ્વરૂપે મૂકવાનું માન વૈરાગ્યકલ્પલતા” દ્વારા ઉપા. યશોવિજયજીને ફાળે જાય છે.
સિદ્ધર્ષિ ગણિકૃત ઉપમિતિભવપ્રપંચકથાને ડૉ. યાકોબીએ ભારતીય સાહિત્યની The first Allegorical work – પ્રથમ રૂપક કૃતિ કહી છે તો ધશોવિજયકૃત વૈરાગ્યકલ્પલતા ભારતીય સાહિત્યમાં સર્વોત્તમ સંસ્કૃત કથાસાર મહાકાવ્ય છે.
વૈરાગ્યકલ્પલતાનું કથાવસ્તુ, પાત્રો, પ્રસંગો, આંતરિક ભાવનાઓ, સિદ્ધાંત પ્રદર્શન, વર્ણનપરંપરા, કથયિતવ્ય – આ બધું જ ઉપમિતિ અનુસાર જ છે. છતાં વૈરાગ્યકલ્પલતામાં યશોવિજયજીએ પોતાની અસાધારણ વિદ્વત્તા પ્રકટ કરવા કેટલાંક નવસર્જનો – પરિવર્તનો કરીને મૌલિકતા રજૂ કરી છે, તોપણ કહેવું જોઈએ કે તેઓ મૂલ કૃતિની પ્રભાવક અસરમાંથી મુક્ત થઈ શક્યા નથી. મોતીચંદ કાપડિયાએ યોગ્ય જ કહ્યું છે કે : યશોવિજયજીના ગ્રંથયુગલમાં ઉપમિતિનો ટૂંકો સાર જાણે કે સિદ્ધર્ષિએ જ લખ્યો હોય તેવી પદ્યરચના છે.
આમ છતાં યશોવિજયજીની અસાધારણ વિદ્વત્તા, મૌલિક સર્જન-શક્તિ અને વિશેષ તો જૈનશાસનની સર્વોત્તમતાદર્શક રજૂઆત-શક્તિનાં દર્શન થાય છે. તેથી સૂક્ષ્મતાથી જોનારને સંક્ષેપમાં નવસર્જનના અંશો અવશ્ય જણાશે.તેમનું નવસર્જન આ રીતે જોઈ શકાય .
વૈરાગ્યકલ્પલતાનો પ્રથમ સ્તબક યશોવિજયજીનું મૌલિક સર્જન છે. આ આખોય સ્તબક તેમની પરિણત પ્રજ્ઞા અને અધ્યાત્મ તરફના અનુરાગનું સુફળ છે. વૈરાગ્યકલ્પલતાનો આ પ્રસ્તાવરૂપ સ્તબક નવસર્જન હોવાથી ઉપમિતિમાં આઠ પ્રસ્તાવ છે જ્યારે વૈરાગ્યકલ્પલતામાં નવ સ્તબક છે.
ઉપમિતિના પ્રથમ પ્રસ્તાવ અને વૈરાગ્યકલ્પલતાના પ્રથમ તબકમાં એક
વરાળ્યાભવનો n h૫૮ OF
Page #177
--------------------------------------------------------------------------
________________
વિષય નોંધપાત્ર છે. સિદ્ધર્ષિએ રૂપકાત્મક શૈલીની અપૂર્વતા છતાં તેની શાસ્ત્રસંમિતિ પ્રસ્થાપિત કરતાં સન્ધિતોપમ = તત્સિાજોણુપતગતે (ઉપ. પ્ર. ૧-૮૦) કહીને ઉપનયયુક્ત પીઠબંધમાં આત્મલઘુતાનું નિવેદન કર્યું છે, જ્યારે યશોવિજયજીએ પ્રથમ સ્તબકમાં સત્તરમી સદીના જૈન શાસનમાં તેમણે નિuળેલી વિકૃતિઓ ઉપર પ્રહારો કર્યા છે.
સિદ્ધાર્ષની આ રૂપકાત્મક અને પ્રસ્થાપિત શૈલીનો લાભ યશોવિજયજીએ પૂર્ણ સ્વરૂપમાં લીધો છે; તેથી તેમણે ઉપમિતિ જેવી વિશાળ કથાને બે રીતે નવાજીને જૈન સંસ્કૃત-સાહિત્યમાં અંતિમ પ્રતિભાવંત સર્જક તરીકે અક્ષયકીર્તિ પ્રાપ્ત કરી છે. આ બે રીતોમાં એક છે સારસંક્ષેપ છતાં નવસર્જન કોટિની રૂપકાત્મકતા અને બીજી છે કથાસાર મહાકાવ્યમાં સ્વરૂપ રૂપાંતર.
અલંકારશાસ્ત્રકથિત મહાકાવ્યવિષયક લક્ષણોની સુસંગતતા યા વિસંવાદિતાનો વિચાર કર્યા વગર, કોઈ નિશ્ચિત બેય યા આગવા દષ્ટિબિંદુની પૂર્તિ માટે જૈન સર્જકોએ પ્રાકૃત સંસ્કૃત મહાકાવ્યો કથાઓને આધારે કથાસાર મહાકાવ્યનાં સર્જન કર્યા છે; અને તે પરંપરા વિમલપ્રભસૂરિકૃત “પઉમચરિય'થી શરૂ કરીને છેક સત્તરમી સદીના યશોવિજયજીકૃત વૈરાગ્યકલ્પલતા સુધી વિસ્તરી.
જોકે આ પ્રકારની પ્રવૃત્તિનાં મૂળ ઘણાં પ્રાચીન છે. ગોડાભિનંદે કાદંબરીનો સારસંક્ષેપ કર્યો છે. આ ઉપરાંત પ્રદ્યુમ્નસૂરિકૃત “સમરાદિત્યસંક્ષેપ અને ધનપાલની તિલકમંજરી'ના ચારેક સારસંક્ષેપો જાણીતા છે. ઉપમિતિના સારસંક્ષેપો પણ નોંધપાત્ર છે, જેમ કેઃ
વર્ધમાનસૂરિકૃત “ઉપમિતિભવપ્રપંચાકથાનામ સમુચ્ચય,” હંસગણિત ‘ઉપમિતિભવપ્રપંચાકથા સારોદ્ધાર', દેવસૂરિકૃત ઉપમિતિપ્રપંચોદ્ધાર આ |ઉપરાંત હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'ના સંક્ષેપો સુવિદિત છે.'
આવી કથાસારકૃતિઓના સર્જન પાછળ અનેક ઉદ્દેશો કામ કરે છે; જેમકે “સમરાદિત્યસંક્ષેપ'માં પ્રદ્યુમ્નસૂરિએ લખ્યું છે કે માત્મન હેતવે છે પરંતુ ખાસ તો જે તે કૃતિની ભવ્યતા, ધાર્મિક સત્ત્વશીલતા, પ્રભાવકતા વધુ પ્રેરક છે. - યશોવિજયજી તો સાક્ષાત કર્યાલી સરસ્વતી હતા. તો તેમણે નવીન કતિ રચવાને બદલે સાર-સંક્ષેપ કેમ કર્યો? એનું ગૂઢ કારણ એ હોઈ શકે કે સમગ્ર જૈિન સિદ્ધાંતોને એક કથાના રૂપમાં મૂકવાનો સૌથી મહાન અને સફળ પ્રયત્ન ઉપમિતિમાં થયો છે અને સર્વ જીવોને શાસન-રસિત કરવાની તેમની નેમ
ન પોભારતી u so )
Page #178
--------------------------------------------------------------------------
________________
હતી, તેથી સર્વ જીવ-પરોપકારાર્થે ઉપમિતિનો સારસંક્ષેપ કર્યો હશે.
વૈરાગ્યકલ્પલતા એ ઉપમિતિનું સંક્ષિપ્તીકરણ માત્ર નથી, પરંતુ તેમાં મૌલિક નવસર્જન સાથે તેનું સ્વરૂપગત પરિવર્તન કરી જાણે નવી કૃતિનું સર્જન કર્યું હોય તેવું લાગે છે. ઉપમિતિકથા કેટલાકને મતે સંપૂકાવ્ય છે. વૈરાગ્યકલ્પલતા ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતું કથાસાર મહાકાવ્ય છે. જોકે સમગ્ર સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાસાર મહાકાવ્યનો ઉલ્લેખ સરખો નથી. આ કૃતિ તેના આ સ્વરૂપમાં સર્વોત્તમ કૃતિ છે. આમ વૈરાગ્યકલ્પલતા સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યમાં બે રીતે અનોખું સ્થાન ધરાવે છે ઃ (૧) રૂપકકથા તરીકે (૨) કથાસાર મહાકાવ્ય તરીકે.
આમ રૂપકકથાઓએ ભારતના ધાર્મિક તેમ જ ઔપદેશિક સાહિત્યમાં ઉત્તુંગ શિખરો સર કર્યાં છે; કારણ કે અલંકારશાસ્ત્રીય બંધનરહિતતાની મોકળાશે તેને વિસ્તરવામાં આડકતરી મદદ કરી છે. પરિણામે જૈન આગમ સાહિત્યમાંથી વહેતાં આવતાં રૂપકઝરણાં ઘીમે ઘીમે ઔપદેશિકતાના મહાગિરિ ઉપરથી નીચે ઊતરી સિદ્ધર્ષિ સુધીમાં તો મહાનદ બની જાય છે. પછી તેનાં વિશાળ વારિરાશિમાંથી પરવર્તી રૂપકસાહિત્યની અનેક નહેરો નીકળી, પરંતુ તેમાંથી નિર્મળ, સુરમ્ય સરોવર સર્જાયું તે યશોવિજયજીની લાક્ષણિક કૃતિ વૈરાગ્યકલ્પલતા. ઉત્તરકાલીન જૈન સાહિત્યમાં ભાગ્યે જ એવો કોઈ રૂપકકાર હશે કે જેની ઉપર ઉપમિતિની અસર ન પડી હોય.
વૈરાગ્યલતાને સાહિત્યિક રીતે મૂલવતાં તેમાં અનેક તત્ત્વોનું સંમિશ્રણ જોવા મળે છે, છતાં તેના આંતરિક સ્વરૂપને જોતાં તે મહાકાવ્યનું સ્વરૂપ ધરાવે છે. ટૂંકમાં કેટલીક જૈન કૃતિઓને કોઈ ચોક્કસ કાવ્યસ્વરૂપમાં જોવામાં મુશ્કેલીઓ પડે છે; તેવું આ કૃતિની બાબતમાં થયું છે.
અહીં કૃતિના સ્વરૂપનું શૈથિલ્ય એ દુર્ગુણ નથી પરંતુ વૈશિષ્ટ્ય છે. તે કથાસાર મહાકાવ્ય છે તેથી તેમાં અલંકારશાસ્ત્ર કથિત કેટલાંક મહાકાવ્યલક્ષણો અનાયાસે જોઈ શકાય છે. જોકે અલંકારશાસ્ત્રની સુદીર્ઘ પરંપરામાં અનેક આલંકારિકોને હાથે, અનેક પ્રકારના સાહિત્યિક, સાંસ્કૃતિક વાતાવરણ તથા તત્કાલીન અસરો નીચે વ્યાખ્યા ઘડાતી આવીં હોવાથી ‘સર્વલક્ષણયુક્ત' મહાકાવ્ય ભાગ્યે જ જોવા મળશે.
આમ છતાં કાવ્યશાસ્ત્ર સંમત અનેક મહાકાવ્યલક્ષણો જેવાં કે : સર્ગબદ્ધતા, છંદયોજના, પ્રારંભ, પુરુષાર્થનિરૂપણ, સર્ગાન્તે ભાવિ કથનસૂચન,
વાયકલલતા દ ૧૧
Page #179
--------------------------------------------------------------------------
________________
ઋતુવર્ણન, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, સંધ્યાવર્ણન, રાત્રિવર્ણન, મંત્રણા, દૂતપ્રેષણ, યુદ્ધવર્ણન, રસનિરૂપણ વગેરે કાવ્યશાસ્ત્રીય પ્રણાલિકાનું સભાનતાપૂર્વકનું અનુસરણ સૂચવે છે. - -
રૂપકકથાઓમાં જેમ ઉપમિતિ સર્વોત્તમ શિખર છે તેમ સંક્ષિપ્ત કથાસાર - મહાકાવ્યમાં વૈરાગ્યકલ્પલતા સર્વોત્તમ શિખર છે.
યશોવિજયજી જેવા મહાન તાર્કિક, દાર્શનિક, કવિ અને પરમતખંડન એ ઉપમિતિ જેવી વિરાટકાય કૃતિનો સંક્ષેપ કરીને વૈરાગ્યકલ્પલતા જેવી નવ્ય કૃતિ આપીને માત્ર જૈન સાહિત્યમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યની ઉત્કૃષ્ટ સેવા કરી છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
(વિરલ સાધક જિતેન્દ્ર. બી. શાહ
જૈન ઇતિહાસના અમર શાસ્ત્રકારોમાં પૂ. ઉપાધ્યાય યશોવિજયજીનું આગવું સ્થાન છે. તેઓશ્રી જૈનશાસનના નભોમંડળના તેજસ્વી સિતારા છે. મહામહોપાધ્યાય અને ન્યાયાચાર્ય જેવા ઉપનામોથી વિખ્યાત શ્રી | યશોવિજયજીના જીવન અને કવન વિશે જેટલું કહેવાય, ઓછું જ છે, કેમ કે તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન જ્ઞાન, ધ્યાન અને અધ્યાત્મની અનુપમ સાધના કરી અનેક ગ્રંથરત્નો સમાજને અપ્ય છે. તેથી સમાજ અને વિદ્યાજગત હંમેશાં તેમના ઋણી બની રહેશે. તેમના જીવનમાં જ્ઞાન અને અધ્યાત્મનો વિરલ સમન્વય જોવા મળે છે.
સાહિત્યના કોઈ પણ વિષય પર તેઓ સહજતાથી લખી શકતા, અને જે વિષય પર લખતા તે વિષયના સૂક્ષ્મતમ અંશને પણ સરળતાથી આલેખતા, વિષયના બધાં જ પાસાંને ઉજાગર કરતા. આ તેમની શૈલીની વિશિષ્ટતા હતી. ઘણી વાર વિકટ સમસ્યાને એક જ પંક્તિથી ઉકેલી દેતા, તો ઘણી વાર અકાટ્ય લાગતી અન્ય દર્શનકારોની તાર્કિક દલીલોને સચોટ રીતે ખંડિત કરી દેતા. સ્વદર્શનકારોની વિભિન્ન લાગતી દલીલોનો ખૂબીપૂર્વક સમન્વય કરી દેતા. તેમણે વિદ્યાર્થીને ઉપયોગી થાય તેવા સરળ ગ્રંથોની રચના પણ કરી અને વિદ્ધન્જનમાન્ય ગ્રન્થો પણ ગૂંથ્યા છે. તેમણે આધ્યાત્મિક ગ્રંથો પણ રચ્યા. આમ જીવનમાં તેમણે સાધના દ્વારા જ્ઞાનગંગા વહેવડાવી. તેમના ગ્રંથોનું અવલોકન કરતાં જ્ઞાન અને અધ્યાત્મની પરાકાષ્ઠાનું પ્રતિબિંબ સહેજે જોવા મળે છે અને આવી સિદ્ધિ અંગે તેમણે બે વિશિષ્ટ સાધનાનો ઉલ્લેખ કર્યો છે.
મહાવીર સ્તવન નામક દાર્શનિક સ્તુતિગ્રંથના મંગલાચરણમાં તેઓ જણાવે છે કે: ऐंकार जापवरमाप्य कवित्ववित्व वाज्छासुरदुमुपगङ्गमभङ्गरङ्गम् । सूक्तैर्विकासिकुसुमैस्तव वीर शम्भोरम्भो जयोश्यरयायोर्वितनोमि पूजाम् ॥
અર્થાત ગંગા નદીને કિનારે દેવરનો જાપ કરતા તેમને સરસ્વતીદેવીની સાધના કરી હતી. હું એ સરસ્વતીદેવીનો બીજ મંત્ર છે. આ મંત્રનો જાપ કરતાં
' વિરલ ચાલક n r૩ એ છે
Page #181
--------------------------------------------------------------------------
________________
કિરતાં તેમનામાં કવિત્વશક્તિનો ઉદય થયો. એ દ્વારા તેમણે સરસ્વતીદેવીને પ્રસન્ન કર્યા હતાં. અને આથી જ તેઓએ સરસ્વતીદેવીને અર્થ આપવા પ્રત્યેક ગ્રંથની શરૂઆત મેં થી કરેલી છે.
આ દ્વારા એ પણ જાણવા મળે છે કે તેમણે પોતાની જન્મજાત તીવ્ર સ્મરણશક્તિ અને અવધાનકળાનો ઉપયોગ કરી કાશીમાં ટૂંક સમયમાં જ તેઓ સર્વશાસ્ત્રપારગામી બની ગયા હતા. કાશીમાં જ તેમણે પ્રકાંડબ્રાહ્મણોને હરાવ્યા અને અનેક ન્યાયગ્રંથોની રચના કરી. તેઓશ્રીની કલમ કોઈ અલૌકિક તાકાત ધરાવતી હોય તેવું જણાતું, અને ઘણી વાર તો એમ પણ લાગતું કે |ઉપાધ્યાયજીની કલમ ઉપર સ્વયં સરસ્વતીજી જ આરૂઢ થયાં હોય. આ કારણે જ તેમને કુર્ચાલી સરસ્વતીનું બિરૂદ આપવામાં આવેલું.
અષ્ટસહસ્ત્રી જેવા મૂર્ધન્ય ગ્રંથનું અધ્યયન કર્યું. આ ગ્રંથ માટે આજે પણ કાશીમાં એવી માન્યતા પ્રવર્તે છે કે આ અષ્ટસહસ્ત્રી નહીં પરંતુ કષ્ટસહસ્રી છે. આ ગ્રંથને ભણાવવાનું પંડિતો ટાળતા. તે ગ્રંથ પર ઉપાધ્યાય યશોવિજયજીએ અષ્ટસહસ્ત્રી (આઠ હજાર શ્લોક પ્રમાણ) ટીકા રચી એક નવો ઈતિહાસ રચ્યો, એટલું જ નહીં પરંતુ નબન્યાય જેવા કિલષ્ટ અને શુષ્ક વિષયનું પૂર્ણ અધ્યયનચિંતન-મનન કરી નવ્યશૈલીમાં જૈનગ્રંથ રચનાર પ્રથમ જૈન મુનિ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું. પંડિતોના સવાલોના આક્ષેપોના સચોટ ઉત્તર આ ગ્રંથોમાં જોવા મળે છે. તેમની તીવ્ર મેધાશક્તિ તેમના ગ્રંથોમાં જોવા મળે છે અને આ કારણે જે લોકો જૈનના સ્યાદ્વાદની મજાક કરતા તે કાશીના પંડિતો પણ તેમના ગ્રંથ જેવા આકર્ષાયા. અને વર્તમાનયુગમાં તો બ્રાહ્મણ પંડિતે તેમના શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા ઉપર અને મહાવીરસ્તવ ઉપર વિવેચન લખ્યું. દર્શન જેવા અઘરા વિષયને સંસ્કૃત ભાષામાં રચવા કઠિન નથી પરંતુ તેને લોકભાષામાં લખવા અતિકઠિન છે, પરંતુ યશોવિજયજીએ તો તે કામ પણ સરળતાપૂર્વક કરી બતાવ્યું. દ્રવ્યગુણપર્યાયનો રાસ રચી, દર્શનના વિષયને લોકભોગ્ય રાસમાં રચ્યો. | દર્શનની સાથે સાથે તેમણે અધ્યાત્મવિષયક ગ્રંથ રચ્યા. ખરે જ તેઓ અસામાન્ય પ્રતિભા ધરાવતા હતા. અધ્યાત્મ જેવા અનુભવગમ્ય વિષયને પણ ભાષાના બંધનોમાં બાંધી દીધો. જ્ઞાનસાર અને અધ્યાત્મસાર નામના બે ગ્રંથો, જ્ઞાન અને અધ્યાત્મનો સાર જ છે. જ્ઞાનસાર તો જૈનગીતા છે જેમાં અનુરુપ છંદમાં, સરળ ભાષામાં ખૂબ જ સુંદર રીતે અધ્યાત્મજ્ઞાન પીરસ્યું છે. ગુજરાતી સ્તવન અને ચૈત્યવંદનોમાં ભગવાન પ્રત્યેની ઉત્કટ ભક્તિ જોવા મળે છે. સમ્યતા અધ્યાત્મની પ્રથમ શ્રેણી છે. સમક્તિ પ્રાપ્ત થયા પછી મુક્તિની પ્રાપ્તિ
મરોભારતી 1ST
Page #182
--------------------------------------------------------------------------
________________
નિશ્ચિત થાય જ. આથી જ દરેક સાધક સમકિતની પ્રાપ્તિની અભિલાષા કરે છે. માટે યશોવિજય આ વાતને સહમાં જ કહી બતાવે છે કેઃ ““મુક્તિથી અધિક તુજ ભક્તિ ભલી.” 1 ભક્તિ તો લોહચુંબક જેવી છે કે મુક્તિ તો આપોઆપ ખેંચાઈને આવે છે. આથી ભગવાનની ભક્તિ જ ભક્તને મન શ્રેષ્ઠ સાધના છે.
અધ્યાત્મયોગી યશોવિજયને એક વાર પોતાના ભાવિ વિશે શંકા જાગી, પણ સમાધાન મળતું નથી આથી ભરૂચમાં મુનિસુવ્રતસ્વામીની સાધના કરે છે. એક કિંવદન્તી અનુસાર ભરૂચમાં મુનિ સુવ્રતસ્વામીની પ્રતિમા સામે અઠ્ઠમતપ(ત્રણ દિવસના ઉપવાસ)ની આરાધના કરવામાં આવે તો પોતાની શંકાનું સમાધાન મળે. ઉપાધ્યાયજી પોતાની આ સાધનાની વાત કરવામાં કરે છે
આંગણે કલ્પવેલી રૂપી, ધન અમિયના વૂઠા. આપ માંગ્યા તે પાસા ઢળ્યા,
સૂર સમકિતી તૂઠા. આ. ૨ નિયતિ હિત દાન સનમુખ હુએ, સ્વપુણ્યોદયે સાથે, જસ કહે સાહિબે મુક્તિનું, કરિઉં તિલક નિજ હાથે. આ. ૩
ઉપાધ્યાયજીએ જે પ્રકારે આશા રાખી હતી તે ફળીભૂત થઈ. સમકિત દેવો પ્રસન્ન થયા એટલે એમ લાગ્યું કે આંગણામાં કલ્પલતા અંકુરિત થઈ અને તેની વૃદ્ધિ માટે અમૃતધારા વરસી. અધ્યાત્મની ચરમ પ્રાપ્તિની આશા ફળીભૂત થતી લાગી. સાહેબે (ભગવાન) સ્વહસ્તે મુક્તિતિલક કર્યું. આ નાનકડા સ્તવનમાં ઉપાધ્યાયજીએ પોતાની સાધનાનું ધ્યાન કર્યું છે. એક સાધુની સાધનાનું ચરમ લય મોક્ષ હોય છે અને તે લક્ષ્યની પ્રાપ્તિ તેમણે કરી અર્થાતુ મુક્તિના માર્ગે તેઓ ગતિ કરી રહ્યા છે. આમ ઉપાધ્યાયજીના જીવનમાં અધ્યાત્મ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો.
ઉપાધ્યાયજીના ગ્રંથોમાં સરળ અને સુંદર રીતે અધ્યાત્મની વાતો ગૂંથાયેલી છે. આથી તેઓ ખૂબ જ પાછળના સમયમાં થયા છતાં તેમના ગ્રંથોનું વિશિષ્ટ મૂલ્ય છે. આજે પણ આચાર્યો તેના ગ્રંથોના ઉદ્ધરણોને શાસ્ત્રીય પુરાવા તરીકે રજૂ કરે છે. સાધકો તેમના ગ્રંથોનું રટણ કરે છે. અભ્યાસી તેમની તર્કભાષાથી અભ્યાસનો આરંભ કરે છે અને તેમની જ સ્યાદ્વાદકલ્પલતાથી પૂર્ણ કરે છે. આવા શાસ્ત્રકારો વિરલ હોય છે. એમની પ્રતિભાનો ખ્યાલ તો તેમના ગ્રંથોના અધ્યયન દ્વારા જ મળે.
( વિરલ સાધક n ૧૧ )
Page #183
--------------------------------------------------------------------------
________________
વિાચકાશની અનુભવવાણી
બાબુભાઈ કડીવાળા
જૈન શાસનરૂપી નભોમંડલમાં પ્રકાશને પાથરનારા અગણિત મહાપુરુષો થઈ ગયા. તેમાં છેલ્લે વર્તમાન જિનશાસનને સૌથી વધુ પ્રભાવિત કરનાર મહાન વિભૂતિ તે ઉપાધ્યાય યશોવિજયજી છે. તેમને જિનશાસનને સાચી રીતે ઓળખ્યું અને જગતને ઓળખાવ્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એવું અદ્ભુત સર્જન કરી ગયા છે કે સમ્યગુ જ્ઞાનનો જિજ્ઞાસુ કોઈ પણ મનુષ્ય તેમના ગ્રંથોના અધ્યયન વડે સમગ્ર જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા તૃપ્ત કરી શકે.
પૂર્વધરો અને અતીન્દ્રિય જ્ઞાનીઓના વિરહકાળમાં આત્મઅનુભવ અને આત્મસ્વરૂપપ્રાપ્તિનો સાચો માર્ગ શું છે તેને યથાસ્થિત જો કોઈએ જાણવો હોય તો પૂ. ઉપાધ્યાય મહારાજના ગ્રંથોનું પરિશીલન કરવું અતિ જરૂરી છે.
તેમનું વચન સર્વ કોઈને આદેય બને છે. સર્વ નય સમન્વયાત્મક તેમની વાણી, જ્ઞાન, શ્રદ્ધા અને સાધના માર્ગમાં દિવ્ય પ્રકાશ પાથરે છે.
વાણી વાચક ધરા તણી કોઈ નયે ન અધૂરી રે”
મહોપાધ્યાયશ્રીના ગ્રંથોનું અવલોકન કરતાં મળેલાં કેટલાંક દિવ્ય રત્નો હવે આપણે જોઈએ:
सारमे तन्मया लब्धा, श्रुतसागर अवगहनात् ।
भक्तिर्भागवती बीजं, परमानंद संपदा ॥ શ્રતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારનો સાર મેં પ્રાપ્ત કર્યો છે કે પરમાત્માની ભક્તિ એ જ પરમાનંદ-મોક્ષ લક્ષ્મીનું બીજ છે. પરમાનંદની સંપદાનું બીજ જિનભક્તિ છે તેવું અમૃત સમગ્ર શાસ્ત્રના અવગાહનથી આ મહાપુરુષને પ્રાપ્ત થયું છે. અને જિનભક્તિના આલંબને આ દિવ્ય મહાપુરુષે આત્મઅનુભવ દશાને પ્રાપ્ત કરી છે. તેમના ગ્રંથો અને કાવ્યોમાં આત્મ અનુભવ - જે સાધનામાર્ગનું પરમ લક્ષ્યાંક છે – તે આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિના પરમ ઉપાયો તેમણે બતાવ્યા છે અને પોતે તો આત્મઅનુભવના પરમાનંદને
યશોભારતી n ss)
Page #184
--------------------------------------------------------------------------
________________
સદા ઝીલતા જ રહ્યા છે.
“મારે તો ગુરુચરણ પસાવે, અનુભવ દિલમાં પેઠો; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમ રતિ હુઈ બેઠો તુઠો તુઠો રે મુજ સાહિબ જગનો તુઠો’’ (શ્રીપાલ રાસ-કળસ) મને તો ગુરુચરણાના પ્રભાવથી આત્માના પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થયો છે. અને આત્મઅનુભવ થવાથી અનંત જ્ઞાન,અનંત આનંદ, કાવ્યાબાધ સુખ, અનંત વીર્ય, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત લાભ આદિ ગુણસમૃદ્ધિનું આત્મસ્વરૂપમાં દર્શન થયું. આત્માની અંદર રહેલા પરમ આનંદમય સ્વરૂપનો રસાસ્વાદ થતાં પરમ તૃપ્તિનો અનુભવ થયો.
પ્રભુની મારા ઉપર કૃપા થઈ. પરમાત્માના સ્તવન-ધ્યાન દ્વારા આત્મ સ્વરૂપના અનુભવનું પાન થયું. આત્માના અક્ષય અવિચલ સ્વરૂપના અનુભવરસનો આસ્વાદ પ્રભુની ભક્તિ દ્વારા થયો. ‘અનુભવ ગુણ આવ્યો નિજ અંગે મિટ્યો રૂપ નિજ માઠો.'' પુદ્ગલથી આત્માની ભિન્નતા નિર્ણીત થતાં ‘‘મિટ્યો રૂપ નિજ માઠો'' આ ભાવ મહાપુરુષને સ્પર્શો અને ચૈતન્યથી એકતા ભાવિત થઈ. તે વખતે શુદ્ધ આત્મચૈતન્યને પામેલા પરમાત્માના આત્મચૈતન્યનું અભેદ ધ્યાન થતાં નિજસ્વરૂપનો અનુભવના પરમાનંદ પ્રાપ્ત થયો. “મનઘરમાં ધરિયા ઘર શોભા, દેખતનિત્ય રહેશો ચિર શોભા, મન વૈકુંઠ અકુઠિત ભક્ત, યોગી ભાવે અનુભવ યુ. સાહિબા વાસુપુજ્ય જીણંદા.’’
કુંઠિત ભક્તિ દ્વારા એટલા અમારા ‘ઉપયોગ'ને કુંઠિત થવા દીધા સિવાય, એટલે કે અરિહતાકા ઉપયોગ(ધ્યાન)ના સતત પ્રયોગ દ્વારા અમે તમારી એવી ભક્તિ કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે ‘ઉપયોગ’ને પરમાત્મસ્વરૂપમાં જોડવા દ્વારા પરમાત્મ-સ્વરૂપનો અનુભવ કર્યો, તે રીતે અર્પણ કરીશું :
“કલેશે વાસિત મનસંસાર, કલેશ રહિત મનને જાવ પાર.’’
‘કલેશે વાસિત મન’ એટલે અશુદ્ધ ઉપયોગ, કર્મ કૃત વસ્તુઓ અને બનાવોમાં સુખ-દુઃખનો અનુભવ કરતું અમારું મન તેમ જ રાગ દ્વેષ રૂપે પરિણમેલું અમારું મન તે જ સંસાર છે કર્મ ફળનું ભોકતૃત્વ (સુખ-દુઃખ) અને રાગદ્વેષનું કર્તૃત્વ આ બન્ને અશુદ્ધ ઉપયોગનાં કારણો છે. તે બન્ને છોડીને આપણો
અનુભવવાણી ૩ ૧૭
Page #185
--------------------------------------------------------------------------
________________
(ઉપયોગ (ધ્યાન) જ્યારે પરમાત્મા આકારે પરિણમે છે ત્યારે જીવ પરંપરાનો અંત આવે છે અને કેવળ જ્ઞાન આદિ નવજ્ઞાયિક લબ્ધિઓ રૂપ નવનિધાનની પ્રાપ્તિ થાય છે.
જે વિશુદ્ધ મન ધર તુમે આપા, પ્રભુતો અમે નવનિધિ દ્ધિ પાયા. ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, છેદ કરશું હવે ટેકે; ખીર નીર પર તુમશું મીલશું, વાચક થરા કહે હેજે હળશું.”
જે સમયે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેય(પરમાત્મા)માં નિષ્ઠ થઈ જાય છે, ધ્યાતાનો ઉપયોગ (ધ્યાન) Àયાકાર પરિણમે છે, ધ્યાતા જ્યારે ધ્યેયમાં તદાકાર રૂપે તન્મય-તતૂપ બને છે, ત્યારે ધ્યાતા અને ધ્યેય વચ્ચેના ભેદનો છેદ થઈ, ધ્યાતા પોતે જ આગમથી ભાવનિક્ષેપે પરમાત્મરૂપ થાય છે.
જેવી રીતે દૂધમાં સાકર નાખીએ છીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે, તે રીતે “ખીર-નીર પેરે તુમશું મિલશું” એટલે કે હૈ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ! તમારા આવા અભેદ મિલન દ્વારા અમે પણ “હેજે હળશું” એટલે પરમાનંદનો અનુભવ કરીશું. અર્થાત્ તાત્ત્વિક દષ્ટિએ તમારું અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મ અનુભવની દિવ્ય પ્રક્રિયા છે.
આવી આત્મ અનુભવની પ્રક્રિયા પૂ. ઉપાધ્યાયજી મહારાજની કૃતિઓ, તેમણે રચેલી સ્તુતિ, સ્તવનો સ્તોત્રોમાં શ્રીપાલ રાસ જેવા મહાકાવ્યમાં વારંવાર આવે છે. આત્મસ્વરૂપ રમણતા અને આત્મસાક્ષાત્કારની અવસ્થામાં રહેલા તે મહાપુરુષે સાધકોને તે દિશામાં જવાનો અદ્ભુત માર્ગ આ રીતે બતાવ્યો છે. જિન આગમનાં પરમરહસ્યો આ મહાપુરુષે જિનમંદિરોમાં પ્રદક્ષિણા અને ખમાસમણની વિધિમાં ગોઠવીને જૈન શાસનની આત્મ અનુભવની પ્રક્રિયાને જીવંત રાખી મહાન ઉપકાર કર્યો છેઃ
અરિહંત પદધ્યાતો થકો, દાવહ ગુણ પાય રે; ભેદ છેદ કરી આત્મા, અરિહંત રૂપી થાય રે. મહાવીર જીનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે, આત્મ ધ્યાને આત્મતા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. વિરે જીનેશ્વર ઉપદિશે.”
કરુણાસાગર પ્રભુ મહાવીરસ્વામીનો દેશના રૂપે શ્રીપાલના રાસમાં લખેલ અને જે આધારે પ્રદક્ષિણા અને ખમાસમણની વિધિમાં સર્વત્ર ગવાય છે તે
( યશોભારતી n h૮ )
Page #186
--------------------------------------------------------------------------
________________
ચાર પંક્તિમાં જિન શાસનની સાધનાનું પરમ રહસ્ય બતાવ્યું છે.
અરિહંત પરમાત્માના ધ્યાનમાં જે સમયે ધ્યાતા (ધ્યાન કરનાર) સ્થિર બની જાય છે, તે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેય(પરમાત્મા)માં તન્મય-તતૂપ થઈ જાય છે. તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલો સમય પૂરતો ધ્યાતા આગળથી ભાવનિક્ષેપે અરિહંતરૂપ બને છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ ધ્યાનપ્રક્રિયા સરળ ગુજરાતી ભાષામાં મહાપુરુષે આ ચાર પંક્તિમાં બતાવી છે. મનુષ્યમાંથી પરમાત્મરૂપ આપણી ચેતનાને ટ્રાન્સફર કરવાની આ દિવ્ય પ્રક્રિયા છે.
આત્મધ્યાને આત્મા ઋદ્ધિ મળે સવિ આઈ રે.”
ઉપર મુજબ અરિહંતના ધ્યાનમાં તદ્રુપ બનવાથી ધ્યાતાનો ઉપયોગરૂપ પર્યાય (અવસ્થા) અરિહંત આકાર બન્યો. અને આત્મા જ્યારે અરિહંતાકાર બનેલા પોતાના ઉપયોગ રૂપ પર્યાયને ધ્યેય બનાવી ધ્યાન કરે છે ત્યારે પર્યાયથી અભિન્ન એવા આત્મના સ્વરૂપનો અનુભવ થાય છે.
(૧) ધ્યાન કરનારો આત્મા તે દ્રવ્ય (૨) બાતાનો અરિહંતાકાર બનેલો પર્યાય તે ધ્યેય (૩) ધ્યાન પણ આત્માના ગુણોના સ્વરૂપનું જ છે.
આ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયની એકતા થાય છે ત્યારે “આત્મધ્યાને આત્મા’ મોક્ષ પર્વતની સર્વ સંપદા ઋદ્ધિને પ્રાપ્ત કરે છે. શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીવ પ્રભુ સપરાણે (અરનાથ ભગવાનનું સ્તવન) જેમ જેમ ઉપાધ્યાયજી સાહિત્યનું પરિશીલન, અનુપેક્ષા અને તે પ્રમાણેની સાધના કરવામાં આવે છે, તેમ તેમ ધ્યાતા અને ધ્યેય (આત્મા અને પરમાત્મા) વચ્ચેના ભેદનો છેદ થઈ ધ્યાતા ધ્યેય રૂપને અનુભવે છે. - હવે છેલ્લે આ ન્યાયવિશારદ, તર્ક, વ્યાકરણ, કાવ્ય, અલંકાર આદિમાં નિપુણ આ મહાપુરુષના હૃદયમાં વધી રહેલી પ્રભુભક્તિની રસગંગામાં સ્નાન કરીએ. “પિલ પિલે કરી તમને જપું રે, હું ચાતક તમે મેહ;”
આઠમા ભગવાનનું સ્તવન. આ પંક્તિ મહાપુરુષમાં રહેલા પરમાત્મ-પ્રેમની પરાકાષ્ઠા સૂચવે છે.
પ્રભુપદ વળગ્યા તે રહ્યા સાજ, અળગા અંગ ને સાથરે-જેને પરમાત્માનું શરણ લીધું મોક્ષ પર્વતની સંપદા સુખપૂર્વક પ્રાપ્ત કરે છે અને પ્રભુથી જે અળગા રહ્યા - છૂટા પડી ગયા તેનો વિશ્વમાં ક્યાંય પત્તો નથી.
- મનુભવવાણી u se O
Page #187
--------------------------------------------------------------------------
________________
તેમને રચેલી ચોવીશીમાં શુદ્ધ આત્મચૈતન્યને પૂર્ણતયા પામેલા પરમાત્માના ગુણોમાં રમણતા કરવાનું મનોહર સંગીત ગુંજી રહ્યું છે - શુદ્ધ આત્મદશાના નિર્મળ તેજની જ્યોત સ્થિરપણે ઝળહળી રહી છે. અનુભવરસના ઝરણાં વહી રહ્યાં છે. આત્મ સત્તાગત પરમાત્માને જગાડવાની દિવ્ય પ્રક્રિયાઓ છે. મોહનિદ્રામાં પોઢેલા આપણા ચેતનરાજને જગાડવામાં શંખનાદ સમાં આ સ્તવનો હૃદયના તારને ઝણઝણાવી સમ્યક્ દર્શનની અનુભૂતિમાં લઈ જાય છે. આત્મા અનુભવના અમર આનંદમાં એકાકાર થવાની લગની લગાડે છે. પરમાત્માના પરમ ભક્ત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની | અનુભવવાણી આ સ્તવનોમાં છે.
આત્માના પ્રદેશે પ્રદેશે પરમાત્મ પ્રેમનો ઝંકાર જગાડનાર અને આત્મસાક્ષાત્કારના અમૃતરસનું પાન કરાવનાર – દિવ્ય સાહિત્યના રચનારા આ પુરુષની “વાચક યશની અનુભવવાણી ને આત્મસાત કરી, આપણું જીવન જિન કથિત માર્ગે આગળ વધારવા ઉદ્યવંત બનીએ.
થોભારતી ૧૩૦
Page #188
--------------------------------------------------------------------------
________________
વિશોવિજયજીનાં સ્તવન-કાવ્યો
પન્નાલાલ ૨. શાહ
આપણા સાક્ષર કવિ-વિવેચક સ્વ. મનસુખલાલ ઝવેરીએ એક કાવ્યકૃતિનો આસ્વાદ કરાવતાં બહુ સરસ વાત કરી છે. એમણે કહ્યું છે : “મનુષ્યના વાટશત્રુઓ બે : વિષયલાલસા અને વિપત્તિ. તેમાં વિષયલાલસા મનુષ્યને અવળે રસ્તે દોરી જાય ને વિપત્તિ મનુષ્યની મતિને એવી તો મૂંઝવી દેતી હોય છે કે મનુષ્ય સત્ય શું છે એ જોઈ શકતો નથી.' આ વાતને લંબાવતાં એમણે સ-રસ કહ્યું છે: “એ વાટશત્રુઓની સામે મનુષ્ય ટકી શકે, જો એને બળ અને જ્ઞાન મળે તો. વિષયનાં પ્રલોભનો સામે ટકી રહેવાનું બળ અને સત્યનું દર્શન કરાવી શકે એવું જ્ઞાન પરમાત્માની કૃપા - કૃપા નહિ, કરુણા હોય તો જ પામી શકાય તેવી વસ્તુઓ છે.” મધ્યકાલીન યુગમાં ભક્તિમાર્ગના આરાધક આપણા સંત-કવિઓએ પરમાત્માની કરુણાને પામવા ઉપાસના કરી છે. એમાં અખૂટ કાવ્ય-રસ ઝરે છે.
જૈન ધર્મમાં દર્શન-પૂજા, તીર્થયાત્રા આદિ નિમિત્તે મંદિરે જતાં શ્રાવકશ્રાવિકાને પ્રભુ-સ્તુતિ અને સ્તવનનો મહિમા વિશેષ છે. આ કારણે જૈન કવિઓ ચોવીસ તીર્થંકરોનાં સ્તવનોની ચોવીશીના સર્જન તરફ વિશેષ વળ્યા હોય એવું જણાય છે. આવી ચોવીશીના રચયિતાઓમાં આનંદઘનજી, દેવચંદ્રજી, મોહનવિજયજી, ચિદાનંદજી વગેરે મુખ્ય છે. એમાં આનંદઘનજીની રચનાઓનો વિષય યોગ અને તત્ત્વજ્ઞાનની અભિવ્યક્તિ છે, જ્યારે દેવચંદ્રજીની ચોવીશીમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની રજૂઆત છે, જે સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓને માટે એવી કૃતિઓ દુરારાધ્ય ગણાય.
ઉપાધ્યાય યશોવિજયજીએ જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોનાં સ્તવનો રચ્યાં છે. એટલે કે એમણે ચોવીશી રચી છે. આવી એમણે રચેલી ત્રણ ચોવીશી હાલ ઉપલબ્ધ છે. એમાંની બે ચોવીશીમાં ઊર્મિ-ભાવની છટા અને તીવ્રતાની અભિવ્યક્તિ છે, અને એક ચોવીશીમાં કથન ચરિત્રવિગત સંગ્રહ વિશેષ છે.
સ્તવન - કાવ્યો D વહન
Page #189
--------------------------------------------------------------------------
________________
એકેક તીર્થંકર વિષે આ રીતે ત્રણ ત્રણ સ્તુતિ-કાવ્યો રચાય એટલે એમાં એકવિધતા અને પુનરુક્તિ-દોષ આવી જાય એવું આપણને સ્વાભાવિક લાગે. પરંતુ એમના વ્યક્તિસભર સ્તવનમાં માત્ર મહિમા-સ્મૃતિ નથી, એમાં ઉલ્લાસ, લાડ, મર્મ, નમ્રતા, મસ્તી, ટીખળ, ધન્યતાદિ ભાવોની દાંતસુભગ, સુઘડ અને કલ્પનાશીલ રજૂઆત છે. નિર્ચાજ નૈકર્યલાડ આ
સ્તવનોનું છટાળું પાસું છે, જે ભાવકમાં સમભાવ, સમસંવેદન જગાવે છે. શ્રી રામપ્રસાદ બક્ષીએ કહ્યું છે તેમ કવિ પોતાની અનુભૂતિને માત્ર વ્યક્ત કરતો નથી. વાચકના હૃદયમાં એવી જ અનુભૂતિ જગાડવાનો એનો પ્રયત્ન હોય છે. વાચકમાં સમભાવ જગાડે એ જ એની કવિશક્તિની અને કલાની સફળતા છે.”
કહ્યું છે કે “Child is the Father of Man - બાળકોની બુદ્ધિ તાવે છે.” એટલા માટે કે જિજ્ઞાસા અને વિસ્મયથી પોતાની આંખે સૃષ્ટિનું નિરીક્ષણ કરતાં બાળકો અવનવા પ્રશ્નો કરે છે અને એમાં કેટલાક પ્રશ્નો આપણને મૂંઝવણમાં મૂકી દે તેવા હોય છે. વર્જીનિયા વુલ્ફ જેને મર્મસૂચક ક્ષણ કહે છે તેવી ક્ષણ કવચિત્ જ સાંપડે છે. ન્યૂટને શોધેલો ગુરુત્વાકર્ષણનો નિયમ કે વૉટસને કરેલી વરાળથી ચાલતા એન્જિનની શોધ: આવી મર્મસૂચક ક્ષણ વિસ્મય અને જિજ્ઞાસાનું સફળ છે. “નય વિબુધનો પય સેવક' કે “વાચક જશ'થી ઓળખાતા ઉપાધ્યાય યશોવિજયજી એવી જ બાળસુલભ જિજ્ઞાસા, વિસ્મય અને નિર્દોષતા આ સ્તવન ચોવીસમાં પ્રગટ કરે છે. શ્રીસુવિધિનાથના સ્તવનમાં તેઓ પ્રશ્ન રજૂ કરે
છે:
‘લઘુ પણ હુ તુમ મન નવિ માવું રે જગગુરુ તુમને દિલમાં લાવું રે કુણને એ દીજે શાબાશી રે
કહો શ્રીસુવિધિ નિણંદ વિમાશી રે” હું નાનો હોવા છતાં તમારા મનમાં મારો સમાવેશ થતો નથી. એથી ઊલટું તમે મોટા હોવા છતાં મારા મનમાં તમારો સમાવેશ થયો છે એ આશ્ચર્યનું આશ્ચર્ય છે. એની શાબાશી કોને દેવી એ વિચારી લેશો. સર્જકની વાણીમાં રહેલી બાળકના જન્મ જેટલી સંકુલતા, વિસ્મય અને તાજગીપૂર્ણ અનુભૂતિની અહીં વેધક અભિવ્યક્તિ છે.
હવે પ્રત્યુત્તરમાં કવિ તર્ક લડાવે છે. સ્થિર અને શાશ્વત વસ્તુનો સમાવેશ ૧ જુઓ “વાડ્મયવિમર્શ, પૃષ્ઠ-૪૦
છે. યશોભારતી D ૧૭૨
Page #190
--------------------------------------------------------------------------
________________
ન થઈ શકે. કદાચ સમાવેશ થાય તો એ ક્ષણિક નીવડે. એટલે લઘુ હોવા છતાં ગુરુમાં સમાવિષ્ટ ન થઈ શકવાનું અહીં સમાધાન સાધ્યું છે. બીજી પણ એક વાત છે – લઘુમાં ગુરુના પરાવર્તની. તે માટે અરીસાનું ઉદાહરણ આપતાં કહે છે કે નાના અરીસામાં મહાકાય હાથીનું પ્રતિબિંબ ઝિલાય છે. અહીં કહે છે:
અથવા થિરમાંહી અથિર ન આવે, —ોટો ગજ દર્પણમાં આવે રે. જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે,
તેહને દીજે એ શાબાશી રે... આ આશ્ચર્યજનક ઘટનાનું શ્રેય પોતાના બુદ્ધિચાતુર્યને ઘટે છે. પરંતુ એ બુદ્ધિપ્રકાશ પણ મહાપ્રાજ્ઞના તેજથી થયો છે એટલે એની શાબાશી એમને જ ઘટે છે એવો તોડ કવિ અહીં લાવ્યા છે. આ આખા સ્તવનમાં પ્રશ્નોત્તર દ્વારા રચાતા આંતરિક સંવાદ અને એમાં રહેલાં ભરપુર નાટ્યતત્ત્વ કાવ્યને આહલાદક બનાવે છે. શ્રીવાસુપૂજ્યસ્વામીના સ્તવનમાં ઉપાધ્યાયજી કહે છેઃ
“અમે પણ તુમશું કામણ કરશું
ભક્ત પ્રહ મન ઘરમાં ધરીશું.....સાહેબા.' અહીં ભગવાન પર કામણ કરવાની વાત છે અને તે ભક્તિ વડે એમને | વશ કરી મનરૂપી ઘરમાં ધારણ કરવાનો એમણે વિશ્વાસ દર્શાવ્યો છે. આ જ વાત એમણે બીજી એક ચોવીસીના પ્રથમ સ્તવનમાં આ રીતે કરી છે :
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી જેહશું સબલ પ્રતિબંધ લાગો ચમક પાષાણ યમ લોહને ખીંચશે
મુક્તિને સહજ મુજ ભક્તિ રાગો. જૈન ધર્મમાં એક પારિભાષિક શબ્દ છે : નિયાણુ, એમાં પુણ્યકર્મ દ્વારા ફળ માગવાનો નિષેધ છે. ભૌતિક, આધિભૌતિક કે સાંસારિક સિધ્ધિ અર્થે સુકૃત પણ નિષિદ્ધ છે. એટલું જ નહિ પરંતુ એવી સિદ્ધિની અભિલાષા પણ મનમાં ન ઊગવી જોઈએ. આમ છતાં એવું થાય તો એનું ફળ અવશ્ય મળે, પણ અંતે તો એનું પરિણામ સંસારવૃદ્ધિનું છે. આવી તાત્ત્વિક ભૂમિકાને લક્ષમાં રાખી
( તજન- માવ્યો p 109 )
Page #191
--------------------------------------------------------------------------
________________
(ઉપાધ્યાયજી આપણને એક ડગલું આગળ લઈ જાય છે. ભગવદ્ભજન અને ભક્તિથી સર્વજ્ઞ થવાનું પણ તેઓ વજર્ય ગણે છે અને સરસ વિરોધાભાસ સર્જ છે. મુક્તિ કરતાં પણ એમના મનમાં ભક્તિ સવિશેષ વસી છે. નિયાણ તો નહીં | જ, પરંતુ સહેજ પણ મુક્તિનીય અભિલાષા નહીં. કારણ એથી સંસારમાં રહેવું પડે અને એ થાય તો પ્રેમલક્ષણા ભક્તિનો યોગ સતત ચાલુ રહે અને ચુંબકીય તત્ત્વથી જેમ લોઢુ પાસે ખેંચાઈ આવે તેમ ભક્તની ભક્તિથી મુક્તિ પણ આપોઆપ ખેંચાઈ આવે એવી એ સહજ પ્રક્રિયા છે.
પ્રેમલક્ષણા ભક્તિની વાત આવી એટલે એમ થાય કે વૈરાગ્યપ્રધાન ધર્મમાં કે જ્ઞાનમાર્ગમાં પ્રેમલક્ષણા ભક્તિને સ્થાન ન હોય, આમ છતાં આપણા ભક્તકવિઓએ આવી ભક્તિ ઉલ્લાસપૂર્વક કરી છે. એટલું જ નહિ પરંતુ એવા ઉલ્લાસને શૃંગારમંડિત સંબંધોની પરિભાષામાં પ્રગટ કરવામાં આવી છે. એનું કારણ એ છે કે ઉત્કટતાપૂર્વકની ભાવાત્મક સ્થિતિમાં દેહની પૃથકતા ઓગળી જાય અને એકતાની ભરતી છલકાઈ ઊઠે એવું નરનારીના સંબંધમાં જ સંભવે છે. આવી સ્થિતિ, અલબત્ત જુદી અને એથી પણ ઉચ્ચ કક્ષાએ આપણા ભક્તકવિઓએ સિદ્ધ કરી છે. એવી એકતાની, તદ્રુપતાની, તાદાસ્યભાવની, એકાકારની વાત કરવા સાથે એની પ્રબળ અને વ્યાપક અસર સંસારી પર ત્યારે જ થાય, જો એ સંસારીને પરિચિત એવા ભાવની ભૂમિકાનો આશ્રય લેવાય. તેની તીવ્રતાએ મીરાં જેવી સાધિકાઓને લાભ આપ્યો છે. તેનો લાભ એ છે કે પતિ કે પત્નીમાં અન્ય અનેક સંબંધો સમાઈ શકે છે. સ્ત્રી પત્ની હોવા છતાં મિત્ર-સલાહકાર, માતૃભાવ આપી શકે છે. તેવી જ રીતે પતિ મિત્ર, રક્ષક અને પૈતૃક ભાવો આપી શકે છે. બીજા સંબંધો આટલા વ્યાપક નથી. તેથી જે સાધક ભગવાનને આ ભાવે ભજે તેમાં ઉત્કટતા આવે છે. મૂળે પરસ્પરમાં લોકોત્તર વિશ્વાસ અને પ્રત્યેક સ્પંદનોમાં એકનુભૂતિ એ આનો પાયો છે. સખી કે સખાભાવમાં આખરે તો આ જ તત્ત્વ છે. ઇલિયટે પોતાની પત્નીને અર્પણ કરેલ કાવ્યમાં આ અનુભવ સર્જિત થયો છે. આ બધું જોતાં વૈરાગ્ય અને જ્ઞાનમાર્ગમાં પણ પ્રેમલક્ષણા ભક્તિ ઔચિત્યપૂર્ણ અને ઉપકારી જણાય છે.
શ્રીચંદ્રપ્રભસ્વામીના સ્તવનમાં આવી પ્રેમલક્ષણાભક્તિનો ઉપાધ્યાય યશોવિજયજીએ વિનિયોગ કર્યો છેઃ
ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તમે છો ચતુર સુજાણ, મનના માન્યા
( પક્ષોભારતી n ૧૦૪
Page #192
--------------------------------------------------------------------------
________________
સેવા જણો દાસની રે, દેશો ફળ નિવારણ, ' આવો આવો રે ચતુર સુખભોગી,
કીજે વાત એકાંતે અભોગી. પ્રેમમાં વિઠંભે થતી ગોઠડીનું સુખ કલ્પનાતીત છે. વસ્તો વિશ્વેભર આ સુખને ચૌદલોકની પડછે મૂકી એનાથી રૂડું બીજું કશું એને લાગતું નથી એમ જણાવી એનો મહિમા કરે છે. અવધૂત આનંદઘનજી પણ આવી જ અનુભૂતિ કરે
મીઠે લાગે કંતડો ને ખારો લાગે કોક
કંત વિહણી ગોઠડી, તે રણમાંહે પોક આ સ્તવનમાં રમ્યકોટિ જોવા મળે છે. યાચકને યાચકભાવ ન આવે એ રીતે આપવાથી દાતાની શાખ વધે છે અને યાચકની ઈજ્જત થાય એવી સહૃદયતાથી દાન કરવું જોઈએ, એવું ન થાય તો
જળ દીએ ચાતક ખીજવી
મેઘ હુઓ તીણે શ્યામ ચાતકને ખીજવી ખીજવીને વૃષ્ટિ દ્વારા જળસિંચન કરવાથી મેઘ જેમ શ્યામ થયો એવી હાલત દાતાની થાય. અહીં વાદળોની શ્યામતાના કારણ અંગેની કલ્પના દ્વારા રમ્યકોટિ જોવા મળે છે. ચાતક અંગેની પુરા-કથાનો પણ એવો જ રમ્ય ઉપયોગ થયો છે, આપણાં પ્રાચીન મુક્તકો, અન્યોક્તિ, અત્યુક્તિ અને કલ્પનોના કારણે, બદલાતી કાવ્યરુચિ અને પલટાતા કાવ્યપ્રવાહો વચ્ચે, આધુનિક રચનાઓ જેવાં જ અને જેટલાં જ, (કદાચ ચડિયાતાં) આજે પણ તાજગીપૂર્ણ અને આકર્ષક રહ્યાં છે. આ કડી એનું ઉત્તમ ઉદાહરણ છે. શ્રીધર્મનાથ સ્વામીના સ્તવનમાં કવિ કવે છે:
થાશું પ્રેમ બન્યો છે. રાજ, નિરવહશ્યો તો લેખે
મેં રાગી, પ્રભુ યેં છો નિરાગી, અણજુગતે હોએ હાંસી.... પ્રેમમાં કજોડું થાય તો હાંસી થાય. ભગવાન વિતરાગી અને હું રાગી. એવી સ્થિતિ અને એકતરફી સ્નેહ રાખવામાં હાંસી થાય છતાં એ પ્રીતિ રાખવામાં મારી શાબાશી છે એમ કવિ ઉમેરે છે. આપણા કથાસાહિત્યમાં “ચતુર નાયિકા અને મૂરખ નાયકનું કથાઘટક છે, એમ એવાં ફાગુકાવ્યો પણ રચાયાં છે, એ વાતની અહીં યાદ આવે. આ વાતને આનંદઘનજીએ અભિનંદન જિન સ્તવનમાં આ રીતે કહી છે?
ન
સ્તવન - IIબો n ૧૦૫
Page #193
--------------------------------------------------------------------------
________________
દરિશણ દરિશણ રટતો જો ફિરું
તો રણરોંગ સમાન જેહને પિપાસા હો અમૃત-પાનની
કિમ ભાજે વિષપાન
અભિનંદન જિન દરિશાણ તરસીએ. કેટલીક વારસાવસરળ લાગતી બાબત શબ્દોથી, વાણીના અર્થથી સમજાવી શકાતી નથી, તેમ કેટલીકવારગહન લાગતી બાબતોને પણ શબ્દદેહ આપી શકાતો નથી. પ્રેમની, ઉત્કટ પ્રેમની અને ભાવોલ્લાસની અભિવ્યક્તિ અંગે પણ આવું કહી શકાય. એની અનુભૂતિ માણી શકાય. એ અનુભવ-ગોચર છે. હૃદયના સંકુલ ભાવોની છબિ શબ્દની ફ્રેમમાં મઢી શકાય કે કેમ એની શંકા રહે છે. ઉપાધ્યાય યશોવિજયજીએવી અનુભૂતિને શબ્દદેહ આપવામાં સફળ રહ્યા છે, જેમકે,
સુમતિનાથ ગુણશ્ય મિલીજી
વાધે મુજ મન પ્રીતિ ગુણગ્રાહક દષ્ટિથી ભગવાન તરફ પ્રીતિ તો વધતી જ રહે એનો અવિહડ રંગ કેવો લાગ્યો છે એ માટે રોજિંદા જીવનમાંથી સ્વાભાવિક દષ્ટાંતો એક પછી એક આવે છે. પરિમલ કસ્તૂરી તણો, આંગળીએ મેરુ, છાબડીએ રવિતેજ, નાગરવેલના પાનથી લાલ થયેલા ઓષ્ઠ જેમ છૂપા ન રહે તેમ ભગવદ્-પ્રીતિ પણ છાની ન રહે એવી દષ્ટાંતસભર પંક્તિઓ એક પછી એક આવે છે. શ્રી અનંતનાથજીના સ્તવનમાં એમણે એ રંગને “ચોળ મજીઠનો રંગ' કહ્યો છે.
ઉપાધ્યાય યશોવિજયજીની એક વિશિષ્ટતા છે. સ્તવનના પ્રારંભમાં ભાવની એક છટા લે. ત્યાર બાદ એને અનુરૂપ દચંતસુભગ કલ્પના તેઓ દોડાવે. એક પછી એક કડીમાં પ્રતીતિજનક અને અનુભૂતિજન્ય દષ્ટાંતો આપી એ ભાવને પુષ્ટ કરે. એમાં આટલાં બધાં સ્તવનોમાં ક્યાંય પુનરુક્તિ થતી જણાતી નથી એથી એમનાં કાવ્યોમાં તાજગી અને નાવીન્ય જણાય છે. થોડાંક ઉદાહરણો જોઈએ.
28ષભ જિન સ્તવનમાં તેઓ કહે છે: કવણ નર કનક મણિ, છોડી તૃણ સંગ્રહ
કવણ કુંજર તજી કરહ લેતે? કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે
તુજ તજી અવર સુરકોણ સેવે?
યોભારતી n \૦૦ છે
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતનાથ જિનસ્તવનમાં ભગવાન (અજિતનાથ) સાથે પ્રીત છે. અને બીજાનો સંગ જચતો નથી એના સમર્થનમાં સરસ કહે છે:
માલતી ફલે મોહિયો, કિમ બેસે હો બાવળ ત૨ ભંગ કે . ગંગાજળમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે
મરાળ કે સરોવરજળ જલધર વિના, નવિ ચાહો હો જગ
ચાતકબાળ કે; કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હો
પંજરી સહકાર કે; આછાં તરુવર નવિ ગમે, ગિરૂઆશું હો હો)
ગુણનો પ્યાર કે; કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ઘરે
ચંદ્રશું પ્રીત ગૌરી ગિરીશ ગિરિધર વિના નવિ ચહે હો કમળા
નિજ ચિત્ત કે; વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસથી શોભિતી આ રચના કવિહૃદયના ઉત્કટ ભાવોની દ્યોતક છે.
શ્રીઅભિનંદન સ્વામીના સ્તવનમાં ભગવાનની મૂર્તિ દીઠી અને જે ભાવ જાગ્યા એનું સાદ્રશ્ય આલેખન છે. વિચારોની શુદ્ધિ અને કવિત્વની ઉત્કટતાથી સિંચાયેલી આ કૃતિ છે. એમની કલમ દ્વારા થતી ભાવ-નિષ્પત્તિ આવી છે: સુરમણિ હો પ્રભુ સુરમણિ પામ્યો હä.
આંગણે હો મુજ આંગણે મુજ સુરતરુ ફળ્યો જી જાગ્યા હો પ્રભુ જાગ્યા પુણ્ય અંકુર
માગ્યા હો પ્રભુ! મુહ માગ્યા પાસાં ઢલ્યા જી. ભૂખ્યા હો પ્રભુ!ભૂખ્યા મળ્યા ધૃતપૂર,
તરસ્યા હો પ્રભુ! તરસ્યા દિવ્ય ઉદક મળ્યા છે થાક્યા હો પ્રભુ! થાક્યા મિલ્યા સુખપાલ,
ચાહતા હો પ્રભુ! ચાહતા સજ્જન હેજે હળ્યા છે અનુભૂતિની ઉત્કટ અવસ્થાએ જ આવી રસાળ-રસાદ્ધ કાવ્યરચના થાય. ! ઉપાધ્યાયકૃત શ્રીપદ્મપ્રભુસ્વામીનું સ્તવન અને દેવચંદ્રજીનું ઋષભ જિન
T સ્તવન ને મો 9 ૧૦૦ .
Page #195
--------------------------------------------------------------------------
________________
સ્તવન લગોલગ મૂકવા જેવાં છે. યશોવિજયજી કહે છે: ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહિ
જેહ કહે સંદેશોજીજેહનું મિલવું રે દોહિલું તેહશું
નેહ તે આપ કિલેશોજી..પદ્મપ્રભ. તો દેવચંદ્રજી કહે છેઃ કાગળ પણ પહોંચે નહિ .
નવિ પહોચે હો તિહાંકો પરધાન જે પહોંચે તે તુમ સમો
નવિ ભાંખે હો કોઈનું વ્યવધાન, -
ઋષભ નિણંદશું પ્રીતડી એક સારો શ્લોક, કડી, દૂહો કે લીટી: એ તો ક્યારેક મંદિર બની જાય, ક્યારેક તીર્થસલિલ બની જાય તો ક્યારેક ગોકુળ-વૃંદાવનનો વગડો બની જાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીઓમાં આવી જ રચનાઓ છે. અહીં તો કાવ્યની વિશેષતાને અનુલક્ષી માત્ર અંગૂલિનિર્દેશ કર્યો છે. ગાય સૂંઘીને ચરે. જે સારું હોય, પોષણ મળે એવું હોય તે ચરી લે ને પછી નિરાંતે બેસી વાગોળે એમ ઉપાધ્યાય યશોવિજયજીની કૃતિઓનો, મધ્યકાલીન સાહિત્યમાંથી ચારો ચરીને, નિરાંતે વાગોળવા જેવા છે.
પરોવાતી d ૧૭૮
Page #196
--------------------------------------------------------------------------
________________
‘‘જ્ઞાનસાર'. એક ચિત્તનો
રૂપેન્દ્રકુમાર પગારિયા
“જ્ઞાન” એ આત્માનું અસાધારણ લક્ષણ છે; કોઈ પણ યુગમાં તેનું મહત્ત્વ ઓછું થતું નથી; ઓછું અંકાતું નથી. જ્ઞાનના ઉપયોગથી જ વિવેક જન્મે છે અને વિવેક દ્વારા આપણે વ્યવહારકુશળ બનીએ છીએ. આપણા ચરિત્રનો વિકાસ કરવામાં સમર્થ અને સાત્વિક સુખ-શાંતિ પ્રાપ્ત કરવામાં સફળ થઈએ છીએ. જ્ઞાનશૂન્ય વ્યક્તિ પશુતામાં સરી પડે છે અને જ્ઞાનસંપન્ન વ્યક્તિ પરમાત્મસ્થિતિ પ્રાપ્ત કરે છે.
ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનની મહત્તા દાખવતો “જ્ઞાનસાર' નામનો એક મહત્ત્વપૂર્ણ ગ્રન્થ રચ્યો અને સમાજ પર મોટો ઉપકાર કર્યો. વિભાવદશામાં ફસાઈને આત્મા કેવી વિડમ્બનાઓનો ભોગ બને છે અને સ્વભાવદશામાં પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરીને કઈ રીતે અનન્ત આત્મિક સુખોનો અનુભવ કરે છે, તેનું વિશદ અને ઉચ્ચ કક્ષાનું નિરૂપણ આ ગ્રન્થમાં આપણને મળે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાની કોટિનો આ એક ઉત્કૃષ્ટ ગ્રન્થ છે. એક દષ્ટિએ તો “જ્ઞાનસાર' એ જૈનગીતા જ છે. એવા આ ગ્રન્થથી જૈન અને અજૈન સૌ કોઈને માટે તેની ઉપયોગિતા સિદ્ધ થઈ છે.
ગ્રન્થમાં જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોને અન્નનિવિષ્ટ કરીને વેદાન્ત) અને ગીતામાં પ્રયોજાયેલા સચ્ચિદાનંદ, પૂર્ણાનન્દ, ચિન્માત્ર, વિશ્રાન્તિ, પરબ્રહ્મ, ધર્મ સંન્યાસ, યોગસંન્યાઅ, નિર્વિકલ્પ ત્યાગ, નિર્ગુણ બ્રહ્મ અસંગક્રિયા વગેરે પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરીને ઉપાશ્રી યશોવિજયજી મહારાજે પોતાની સમન્વયદષ્ટિનો પરિચય આપણને કરાવ્યો છે.
આ ગ્રન્થમાં આઠ આઠ શ્લોકોના કુલ ૩૨ અષ્ટક છે. ૧. પ્રથમ અષ્ટક પૂર્ણાષ્ટક છે
આમાં આત્માની પૂર્ણતા અપૂર્ણતાનું સુંદર વિવેચન કર્યું છે. પ.પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા. કહે છે કે બાહ્ય સમૃદ્ધિથી પ્રાપ્ત કરેલી પૂર્ણતા એ પૂર્ણતા
પાનસારા વ ના
Page #197
--------------------------------------------------------------------------
________________
નથી. પરંતુ માગીને આભૂષણોની માફક ક્ષણિક છે. જ્ઞાન, દર્શન, ચારિત્રથી સમૃધ્ધ વ્યક્તિ જ પૂર્ણ છે, તેની પૂર્ણતા સ્વાભાવિક રીતે અવિનાશી છે.
૨. વિકલ્પથી ઉત્પન્નપૂર્ણતા તોફાની સમુદ્રના તરંગોની માફક અવાસ્તવિક છે, ક્ષણિક છે, પરંતુ સહજ આનન્દથી ઉત્પન્ન આત્માની પૂર્ણતા શાન્ત મહાસાગરની માફક નિશ્ચલ અવિચલ હોય છે.
૩. તૃષ્ણારૂપ કાળીનાગનું દમન કરીને જેણે પૂર્ણતા પ્રાપ્ત કરી છે તે કદી પણ દીન નહીં બને.
૪. બાહ્ય પરિગ્રહની ઉપેક્ષા એ જ પૂર્ણતા છે.
૫. પારકી વસ્તુને પોતાની માનનાર ચક્રવર્તી પણ દીન છે. જ્ઞાનાદિ આત્મિક ગુણોને પોતાના માનનાર વ્યક્તિ ઇન્દ્ર કરતાં પણ વધુ સમૃદ્ધ છે.
૬. ક્રિયાવાદી (આત્મવાદી) જીવ શુક્લપક્ષીય છે. અક્રિયાવાદી કૃષ્ણપક્ષીય છે. અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરનારા હોય છે.
૨. મગ્નાષ્ટક
આ અષ્ટકમાં ચિત્તની એકાગ્રતા નિરૂપાઈ છે. પ.પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જેમનું ચિત્ત જ્ઞાનમાં નિમગ્ન બન્યું હોય તે તરત જ પરમાત્મ દશાને પ્રાપ્ત કરે છે. તેનો કર્તૃત્વભાવ દૂર થઈ જાય છે. સંસાર એને નિરસ લાગે છે.
૩. સ્થિરતાષ્ટક
અહીં મનને સ્થિર કરવાનો ઉપદેશ આપ્યો છે. પ.પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે ખાટા પદાર્થથી દૂધ ખાટું અને ખરાબ થઈજાય છે. તે જ રીતે લોભ અને ક્ષોભ રૂપી અસ્થિરતાથીજ્ઞાનનાશપામેછે(૨).
અસ્થિર મન ધરાવનાર વ્યક્તિ વ્યભિચારિણી સ્ત્રીની માફક દુઃખી થાય છે. સ્થિરચિત્ત વ્યક્તિની તમામ ક્રિયાઓ સતી સ્ત્રીની માફક કલ્યાણકારી હોય છે. (૩).
શલ્યરૂપ અસ્થિરતા ધરાવનારની તમામ ક્રિયાઓ નિષ્ફલ જાય છે. કુપથ્યનું સેવન કરનારને માટે બહુમૂલ્ય ઔષધિ પણ નિરર્થક સિધ્ધ થાય છે. તે જ રીતે જેના હૃદયમાં શલ્ય છે તેની ક્રિયા પણ નિષ્કલ જાય છે (૪)
સંપૂર્ણ સ્થિરતારૂપ ચારિત્ર તો સિધ્ધ પરમાત્માને પણ ઈષ્ટ છે.
યશોભારતી છુ. ૮૦
Page #198
--------------------------------------------------------------------------
________________
૪. મોહત્યાગાષ્ટક
બાહ્ય પદાર્થ પ્રત્યે મમત્વ એ જ મોહ છે. મોહથી જ ચારિત્રનો નાશ થાય છે. અનન્ત સંસારમાં પરિભ્રમણ કરાવે છે. મોહનો ત્યાગ કરે છે તે તરત જ સંસારનો અન્ન આણે છે.
આ મારું છે' એવી અનુભૂતિ એ જ મોહ છે. “આ મારું નથી અને હું એનો નથી” એ જ મહામોહનો નાશ કરનાર મહામંત્ર છે.
શુધ્ધ આત્મદ્રવ્ય હું છું. અને શુધ્ધ જ્ઞાનગુણ મારો છે. આ જ હું છું. આ જ મારું છે. બાકીના તમામ પદાર્થ મારા નથી. આત્માનો વિભાવભાવ અશુધ્ધ છે. ૫. જ્ઞાનાષ્ટક
આ અષ્ટકમાં જ્ઞાનની મહત્તા પ્રકટ કરી છે. પ.પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે – ભૂંડ વિષ્ટામાં રમણ કરે છે. તે જ રીતે અજ્ઞાની જીવ અજ્ઞાનમાં રમણ કરે છે. આ જ રીતે જ્ઞાની વિવેક જીવ જ્ઞાન અમૃતમાં રમણ કરે છે.
નકામો અનિશ્ચિત વાદવિવાદ કરનારા પંડિતો તેલીના બળદની માફક વ્યર્થ જ ભ્રમણ કરનારા હોય છે. તેમનો જ્ઞાનાભાર નિરર્થક છે. - આત્મજ્ઞાન એ જ શ્રેષ્ઠ જ્ઞાન છે. એ અસામુદ્રિક અમૃત છે. ઔષધિઓ સાથે સંબંધિત નહીં એવું રસાયણ છે. ઉચ્ચકોટિનું ઐશ્વર્ય છે. ૬. શમાષ્ટક
મનના વિકલ્પો શાન્ત થાય એ જ રામ, અજ્ઞાનથી કલ્પિત ઈષ્ટ અને અનિષ્ટના ભાવની કલ્પનાનો ત્યાગ કરી શુભ અશુભનો સમાનરૂપે વિચાર કરવો એ સમતા યોગ છે.
કોઈ પણ વિષયમાં મનને એકાગ્ર કરવું એ ધ્યાન છે. શુભાશુભ અધ્યવસાય અનુસાર ધ્યાન પણ શુભ-અશુભ બની જાય છે. શમયુક્ત ઉત્તમ ધ્યાનથી વિકાર નાશ પામે છે.
જેનું મન દિવસ અને રાત સમરૂપી અમૃતથી સિંચન પામતું હોય તે માનવ કદી પણ રાગ-દ્વેષરૂપી વિષધરથી ડંખ મારી શકતો નથી. ૭. ઇન્દ્રિયજયાષ્ટક સંસારના ભયથી મુક્તિ પામવા માટે ઇન્દ્રિયો પર વિજય મેળવવો એ
નાનસાર' n ૧૧
Page #199
--------------------------------------------------------------------------
________________
અનિવાર્ય છે. કારણ, ઇન્દ્રિયોને અધીન બનેલો જીવ આ સંસારમાં મહાદુઃખો અનુભવે છે.
હજારો નદીઓ ભળી જવા છતાં સાગર અતૃપ્ત રહે છે. તે જ રીતે અનંત ભોગોની પ્રાપ્તિ થવા છતાં ઈન્દ્રિયો સદાય અતૃપ્ત જ રહે છે.
પતંગિયું, ભમરો, માછલું, હાથી, મૃગ, એક એક ઇન્દ્રિયના દોષથી પ્રાણાન્ત કષ્ટો ભોગવે છે. તો પછી પાંચે ઈન્દ્રિયોને અધીન જીવની તો વાત જ શી કરવી?
૮. ત્યાગાષ્ટક
જીવનના સર્વોચ્ચ શિખર પર પહોંચવા માટે ત્યાગ અતિ આવશ્યક છે. સંસારનાં તમામ બંધનોનો ત્યાગ કરનાર એવા સંયમી આત્માને પોતાના બાહ્ય સંબંધીઓ તરફ જેવાપણું હોતું નથી. તેમણે તો ધૃતિ, સમતા, ક્ષમા વગેરે જેવા આન્તરિક બંધુઓની જ સહાયતા લેવી ઘટે.
નિર્મલ ચન્દ્ર જે રીતે આકાશમાં શોભે છે. તે જ રીતે સમાજરૂપી નક્ષત્રમણ્ડલમાં ત્યાગી શોભી ઊઠે છે. ૯. ક્રિયાષ્ટક
સમ્યફ ક્રિયાથી જ જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. જ્ઞાનરહિત ક્રિયા નિરર્થક છે અને ક્રિયારહિત જ્ઞાન પણ નિરર્થક ભારરૂપ છે. સમ્યક જ્ઞાન અને ક્રિયાથી જ જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ૧૦. તૃયાષ્ટક
જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને ક્રિયારૂપી કલ્પવલ્લીનાં દિવ્ય ફળ આસ્વાદીને, સમતારૂપ તાબુલ ચાખીને મુનિ પરમ તૃમિની અનુભવ કરે છે.
સ્વગુણની પ્રાપ્તિથી જીવને જે તૃપ્તિ મળે છે તે ઇન્દ્રિયોના ભોગથી સંભવતી નથી.
બાહ્ય પુદ્ગલોથી તો માત્ર શરીર તૃપ્ત થાય છે. આન્તરિક ગુણોની પ્રાપ્તિથી જ આત્મા તૃપ્ત થાય છે. ૧૧. નિર્લેપાષ્ટક .
કાજળની કોટડીમાં રહેલ વ્યક્તિ કાજળથી કાળી થયા વિના રહેતી જ નથી. અર્થ એ થયો કે સંસારમાં સંસારી જીવ કર્મમળથી લિપ્ત થાય જ છે, પરંતુ
Page #200
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીજનો કદી પણ સંસારથી લિપ્ત થતા નથી.
તપ અને જ્ઞાનના મદથી લિપ્ત ક્રિયાવાન પણ લિપ્ત થાય છે અર્થાત્ કર્મબંધન ઊભું કરે છે. પરંતુ ભાવજ્ઞાનથી સમ્પન્ન વ્યક્તિની ક્રિયા કર્મબંધનનું કારણ બનતી નથી.
મહાન ચિન્તક પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પ્રભુત્વ-સમ્પન્ન બનવા માટે ઉપર્યુક્ત નિયમોની સાથે સાથે નીચેના ઉપાયો પણ બતાવ્યા છે. તે છે નિઃસ્પૃહતા, મૌન, સમ્યક્ વિદ્યા, વિવેક, માધ્યસ્થભાવ, નિર્ભયતા, અનાત્મશંસા, તત્ત્વદષ્ટિ, સર્વસમૃધ્ધિ કર્મ વિપાક ચિન્તન, ભવોદ્દેગ, લોકસંશા ત્યાગ, શાસ્ત્રપઠન, પરિગ્રહત્યાગ અનુભવ, યોગનિયોગ (ભાવયજ્ઞ) પૂજા, ધ્યાન, તપ, સર્વ નય આશ્રયણા =(સમન્વયદ્રષ્ટિ) આ તમામ પર તેમણે ગહન ચિન્તન કર્યું છે. આ તમામ ઉપાયો મોક્ષપ્રાપ્તિના છે; આત્મામાંથી પરમાત્મા બનવા માટે છે.
ગજાનસાર ર
Page #201
--------------------------------------------------------------------------
________________
93
સમાધિશતક”
ડૉ. શેખરચંદ્ર જૈન
m
શતકનો પ્રારંભ આચાર્યશ્રી સરસ્વતીનું સ્મરણ અને જિનેશ્વર ભગવાનની વંદનાથી કરે છે. બીજી જ પંક્તિમાં પોતાના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરતાં તેઓ લખે છે – ‘‘માત્ર આત્મબોધ માટે એક સુન્દર અને સરસ પ્રબંધની રચના કરીશ.''
૧૦૨ દુહા છંદમાં લખાયેલા મિશ્રગુજરાતી અને હિન્દીના રાજસ્થાની સ્વરૂપમાં આ કૃતિની રચના આત્મબોધના ઉદ્દેશ્યથી તેઓએ કરી જેનું પ્રકાશન ૧૯૨૬માં શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફથી આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહમાં કરવામાં આવેલ છે.
પ્રારંભના પ્રથમ દુહામાં કવિ ‘જિન’ એટલે જેમણે ઇન્દ્રિયવિજય પ્રાપ્ત કરી લીધો છે તેઓને પ્રણામ કરે છે. આ ‘જિન’ જગબંધુ છે એટલે કે સંસારની આ ભૌતિક ઝાળઝમાળમાં પણ પુદ્ગલની મૃગમરીચિકામાં તેઓ જ એક માત્ર પથ-દર્શક બંધુ છે. સંસારની વાસનાઓ, ચાર કષાય, પંચ પાપ બધા બહારથી ખૂબ આકર્ષક લાગે છે, પણ તેઓની કાર્યપ્રણાલી તો સંસારમાં ભટકાવી પથભ્રષ્ટ કરનાર દુશ્મન જેવી હોય છે. આવા સંસારમાં જો સાચા પથદર્શક કોઈ હોય, મુક્તિપંથે હાથ પકડીને કલ્યાણમાર્ગમાં જોડનાર હોય તો તે આ જગબંધુ જિનેશ્વર છે.
આ કાવ્ય-કર્તૃત્વ પાછળ તેઓની કોઈ લોકેષણા કે વાહ-વાહ પામવાની ભાવના નથી એવી પ્રારંભે સ્પષ્ટતા કરે છે. તેમનો મૂળ ઉદ્દેશ્ય તો ફકત ‘આત્મબોધ’ છે, એટલે કે આત્માના સાચા સ્વરૂપ, તેની સ્વતંત્ર સત્તા અને તેનું પરિમાર્જન કરી તેના પરિવર્ધનની ભાવના છે. મૂળમાં આ કાવ્ય આત્મોન્નયન માટે જ છે. હા, તે સરસ હશે, સાહિત્યની દષ્ટિએ. છંદશાસ્ત્રની દૃષ્ટિએ ભાષા, છંદ, અલંકાર કે ભાવની દૃષ્ટિએ જ સરસ છે. વિરાગી કવિ અહીં સરસ શબ્દની સાથે કર્તા અને પાઠક બનેનો સમન્વય સાધે
યશોભારતી ૧૪
Page #202
--------------------------------------------------------------------------
________________
છે. આત્મબોધ અને આત્મોન્નતિમાં સહાયક આ કાવ્ય કર્તાને તો સરસ લાગશે જ, પણ આ કાવ્ય તેઓને પણ સરસ લાગશે જેઓને ખાત્મબોધ અને આત્મદર્શનની ઉત્કટ અભિલાષા છે. આ દષ્ટિએ પણ આ કાવ્યને મનોહારી બનાવવાની ભાવના પ્રગટ થઈ છે.
“સમાધિશતક'નો પ્રત્યેક દુહો આત્મબોધ, તેની મહત્તા અને ભેદવિજ્ઞાન જેવા ગંભીર વિષયો પર અત્યંત સરળતાથી પ્રકાશ પાડે છે. ક્યાંય કોઈ દૈતભાવ નથી.
તેઓ સ્પષ્ટપણે માને છે કે “આત્મજ્ઞાન' એક માત્ર શિવપંથ માટે પરમાર્થ સ્વરૂપ છે. આ સત્યભાવ નિગ્રંથ છે. જે આ આભામાં રમણ કરે છે અને જે આત્મરત બની જાય છે. સંસારના સમસ્ત ભોગ નિરર્થક છે. તેઓ તે સુખ કે આનંદ આપી શક્તા નથી, જે સુખ આત્મ-મગન થવાથી ઉપલબ્ધ બને છે. હકીકતે આત્માનંદી ભાવની વાત જ ઓર છે. આત્મજ્ઞાનમાં મગ્ન જીવને આ પુગલ સંસાર તમાશો જ લાગે છે. તેમની દષ્ટિમાં સંસાર ઇદ્રજાલ છે,
જ્યાં આ જીવનો ક્યાંય મેળ બેસતો નથી. આપણે સહુ સંસારીજીવ આ પુદ્ગલના મોહમાં કાય(સંસાર)ને હીરો સમજી બેઠા છીએ. પણ સત્ય પ્રગટ થવાથી (આત્મજ્ઞાન થવાથી) કાચ - કાચ જ રહી જાય છે. સાચો સાધક કોઈ પણ પ્રકારની એષણા રાખ્યા વગર આત્મધ્યાનમાં જ રચ્યોપચ્યો રહે છે. આત્મજ્ઞાની તો મુક્તિરસમાં જ તન્મય બનીને નૃત્ય કરે છે.
જેમની પાસે બહિરાત્મા અને અન્તરાત્માનો બોધ છે, જેણે બહેરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માની સ્થિતિનું જ્ઞાન છે એવો જ્ઞાની સાધક દેહને ભ્રમ માને છે અને બહિરાત્માને અત્યંત દીન, પરપદાર્થ અને કમજોર તત્ત્વ માને છે. તેનું ધ્યાન તો કેન્દ્રિત રહે છે. આત્મા અને પરમાત્મા પર.
અહીં તેઓએ બહિરાત્માના તિરસ્કાર અને આત્માના સ્વીકારની વાત પ્રસ્તુત કરી છે. પુનઃ આત્માના સ્વરૂપને વધુ સ્પષ્ટ કરતાં તેઓ કહે છે કે ચિત્તમાં જે દોષ ઉત્પન્ન થાય છે તે આપણા ભ્રમ કે દ્વિઘાને કારણે હોય છે. આત્માનું કાર્ય તો અંતરમાં ચાલ્યા જ કરે છે, પણ આત્માની પરમાત્માવાળી તો તે સ્થિતિ છે જ્યાં સંપૂર્ણ નિર્મળતા અને નિર્દોષતા હોય છે. પરમાત્માની આ નિર્મળતા પ્રાપ્ત થતાં જ કર્મની સંપૂર્ણ મિલાવટ ખતમ થઈ જાય છે. એટલે પરમાત્માની અવસ્થામાં સમસ્ત કર્મોની નિર્જરા થઈ જાય છે. કર્મની કોઈ મિલાવટ રહેતી નથી. આ જ સાચી સિદ્ધાવસ્થા છે.
સિપાલિતક, ૧૮૫ )
Page #203
--------------------------------------------------------------------------
________________
સંસારને જ સર્વસ્વ માનનાર સંસારીજીવ દેહને જ જુએ છે. આવા લોકો ઇન્દ્રિયબળને મહત્તા આપે છે જે બહિરાત્મા અથવા પૂર્ણ સાંસારિક છે. આવા લોકોનું મન નિરંતર અહંકારમાં ડૂબેલું રહે છે; જ્યારે જે આત્મરત રહીને પરમાત્મપદોન્મુખ છે તેવો સમાધિરત અજ્ઞાત અગોચર, નિરંજન સ્વરૂપની આરાધના કરે છે. આ તત્ત્વ આપણામાં સતત વિદ્યમાન હોય છે. આ તત્ત્વને જ્ઞાની પુરુષ ઓળખી લે છે અને હંસની જેમ નીર-ક્ષીર ભેદ પારખી લે છે.
કવિ ખૂબ જ સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે સાચો સાધક હંસ જેવો હોય છે, જે આત્મા અને પુદ્ગલની વચ્ચે નીર-ક્ષીર જેવો ભેદ સમજીને ક્ષીર(આત્મા)નો સ્વીકાર કરીને ની૨(સંસા૨)નો ત્યાગ કરી આત્મલીન બને છે.
સંસાર પ્રત્યે ધ્યાન રાખનાર મિત્ર-શત્રુ અને અભિમાન વગેરેમાં જ ફસાયેલો રહે છે, પણ જેણે પોતાની જાતને જ જોવાની ટેવ પાડી છે તે જરૂર માર્ગ પ્રાપ્ત કરે છે. સાચું પણ છે કે જ્યાં ભ્રમીજીવ સંસારને જ સર્વસ્વ સમજે છે ત્યાં આત્મજ્ઞાનીનો સંસાર તો એક માત્ર શુદ્ધ સ્વભાવી આત્મા જ સર્વસ્વ છે. સંસારની વાસના અવિદ્યારૂપ છે જે આ જીવને અનેક વિકલ્પોમાં ફસાવીને અંધ-કૂપ(અજ્ઞાન)માં ધકેલી દે છે.
સંસારીજીવ પુત્ર-ધન વગેરેની પ્રાપ્તિમાં આત્માને ભૂલી જાય છે. આ જડસંપત્તિ છે જે મોહને કારણે હંમેશાં આત્મા માટે પ્રતિકૂળ છે. સંસારની જડતા અને મોહને સંસારભ્રમણનું મૂળ કારણ માનીને તેઓ સલાહ આપે છે – હે જીવ ! આ સંસારની ભ્રમમતિને છોડી દે અને હવે પોતાના અંતરને નિહાળ. અન્તદષ્ટિ બનો) જે ક્ષણે આ મોહ દષ્ટિને છોડશો, ત્યારે જ આત્માની ગુણદૃષ્ટિ પ્રાપ્ત થશે, એટલે કે બહિર્દષ્ટિ ત્યાગીને અન્તર્દષ્ટા બનવાથી જ આત્માને સમજ્યાનો ગુણ ઉત્પન્ન થાય છે.
સંસારમાં ઇન્દ્રિયભોગમાં સહુ મશગૂલ છે. ચારે તરફ લૂંટાલૂંટ ચાલી રહી છે, જ્યારે બીજી તરફ આત્મદ્રવ્ય વિષે કોઈ દ્વિધા નથી. ચિદાનંદ આત્મસ્વરૂપમાં રમનાર હમેશાં પ્રસન્ન છે, કારણ કે તે જાણી ગયો છે કે નિજપદ તો નિજમાં જ છે, એટલે કે મારા આત્માનો વિકાસ તો મારા જ અંતરમાં છે. અહીં પણ કવિ આત્માની સ્વયંપૂર્ણ સ્થિતિ પર પ્રકાશ પાડે છે.
આત્માના જ્ઞાન-પ્રકાશમાં ભેદવિજ્ઞાની કોઈ અગ્રાહ્ય વસ્તુને ગ્રહણ કરતો નથી. અને ગ્રાહ્યને કદી પણ ત્યાગતો નથી. તે વસ્તુ-સ્વભાવનો જાણકાર હોવાથી સ્વ અને પરના ભેદને જાણે છે. આ દુહામાં કવિ એ તથ્ય પર
યશોભારતી ૧૮૬
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રકાશ પાડે છે જ્યાં અજ્ઞાની જીવ અગ્રાહ્ય સંસાર)ને ગ્રાહ્ય માની તેને જ ચિટકી રહે છે. અને ગ્રાહ્ય (આત્મા)ને ભૂલી રહ્યો છે, જ્યારે સમાધિસ્થ જીવ સ્વપરના નિર્ણયની શક્તિવાળો હોવાથી ગ્રાહ્ય-અગ્રાહ્યના ભેદને સમજે છે. અજ્ઞાની જીવની સ્થિતિ એવી અનભિજ્ઞ વ્યક્તિ જેવી હોય છે, જે છીપલાંની ચમકમાં ચાંદીની ચમકના ભ્રમથી ભ્રમિત થઈ તેને ચાંદી માની લે છે. આ રીતે તે આ દેહને જ સર્વસ્વ સમજી બેઠો છે, પણ, જ્ઞાન-દષ્ટિ પ્રાપ્ત થતાં જ છીપલામાં ચાંદીનો ભ્રમ દૂર થઈ જાય છે. અને દેહ આત્મા છે આવો ભ્રમ પણ દૂર થઈ જાય છે. આ રીતે સત્યને સત્યસ્વરૂપે જોવાની દષ્ટિ પ્રાપ્ત થાય છે. આમ કહી શકાય કે સંશયનાં વાદળ વિખેરાતાં જ સત્યરૂપી સૂર્યનાં દર્શન થવા લાગે છે.
જ્ઞાનના પ્રકાશ વગર પણ આપણે જાગતા પણ સૂતેલા છીએ. જ્ઞાન એ જ વ્યક્તિ છે, જે મન-વચન અને ક્રિયામાં સમભાવી હોય. જે વ્યાવહારિક ક્રિયાઓ કરતાં કરતાં પણ નિશ્ચય એટલે કે આત્મામાં સ્થિત થઈ જાય. અહીં કવિ વ્યવહારમાં રહીને પણ નિશ્ચયને જ સાધ્ય માને છે. જ્ઞાની સાધક, જે આત્મરમણ કરે છે તેની દ્રષ્ટિમાં સંસાર પ્રત્યે કોઈ મોહ કે સંબંધ હોતા નથી. ભૌતિક જગતથી ઉપર તેને માટે આ સંસાર માત્ર ઉન્મત્ત બનાવનાર અને દષ્ટિહીન છે.
અહીં ઉન્મત્તતા અને સંધત્વ ભોગ-વિલાસ અને ભેદ-વિજ્ઞાનની દષ્ટિએ અભાવના પ્રતીક છે. સાધક જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, તે વ્યાવહારિક દષ્ટિએ છે, પણ જ્યારે તે નિર્વિકલ્પ આત્મભાવમાં પ્રવેશ કરે છે, ત્યારે કોઈ પણ દ્વિધાભાવ તેને ગમતા નથી, એટલે કે તે વિકલ્પોથી મુક્ત બને છે.
આચાર્ય કહે છે કે આ રીતે આત્મલીન સાધક બહિરાત્માને ત્યજીને અત્તરાત્મામાં પ્રવેશ કરે છે અને પરમાત્માના ધ્યાનમાં પોતાને ધ્યાનસ્થ કરે છે જ્યાં કોઈ વિકલ્પ હોતા નથી. પરમાત્માનું આ સાન્નિધ્ય નિર્વિકલ્પ અને નિર્ભર બનાવી દે છે. ભગવાનના ધ્યાનમાં એકચિત્ત થવા માટે ભારપૂર્વક આચાર્ય કહે છે જે વ્યક્તિ પરમાત્મ-પદની પ્રાપ્તિ માટે પોતાના આત્મામાં જેટલી દઢ ઈચ્છા અર્થાત્ ચિત્તની એકાગ્રતા રાખે છે તેને તેટલી જ ઝડપથી મુક્તિ મળે છે. આવા સાધકની તુલના કવિ,એવી ઈયળની સાથે કરે છે જે એક જ ગતિ અને એકનિષ્ઠ ધ્યાનને લીધે ભ્રમરી બની જાય છે.
દેહ અને આત્મા બન્ને ભિન્ન છે. આવા ભેદ-વિજ્ઞાનને જે જાણી લે છે તે
સમાષિપાત કી ૧૮૦
Page #205
--------------------------------------------------------------------------
________________
અન્તરાત્માના દર્શન કરતાં કરતાં પરમાત્મ ભાવમાં સ્થિર થતો જાય છે. આ તથ્યને વધુ સ્પષ્ટ કરતાં તેઓ કહે છે જે જીવ દેહ અને આત્માના ભેદને સમજ્યા વગર (જ્ઞાન વગર) તપ કર્યા કરે છે, તેના ભાવોનો અન્ત થતો નથી. અહીં કવિ ધ્યાન અને ક્રિયાની સમજ પર પ્રકાશ પાડે છે. જ્યારે આ જીવ પોતાના જ્ઞાન વડે પુદ્ગલને જાણી લે છે ત્યારે તે આત્મા તરફ ઉન્મુખ થાય છે. જ્યારે ઉન્નતશીલ બની આ જીવ ગુણના અહમ્થી પણ મુક્ત થઈ જાય છે, ત્યારે તે આત્માના સહજ પ્રકાશથી પ્રકાશિત બની જાય છે. ભાવાર્થ કે જ્ઞાની જ્યારે લૌકિક પદથી મુક્ત થઈ જાય છે ત્યારે ગર્વરહિત બની જાય છે.
ધર્મના ઉપદેશથી સંન્યાસ પ્રગટે છે એટલે કે આત્મા જ્યારે સંપૂર્ણ જગતથી મુક્ત થઈ ઊર્ધ્વગામી બને છે ત્યારે તેના લૌકિક ક્ષમા વગેરે ગુણો કે જે પુણ્યના ઉપાદાન છે તે પણ નષ્ટ થઈ જાય છે. હે જીવ ! આ જાણ્યા પછી તું આ કલ્પિત સંસારથી ઉદાસીન કેમ બનતો નથી ? વસ્તુના પ્રત્યક્ષ દર્શન પછી વ્યક્તિનો વસ્તુ પ્રત્યેનો કાલ્પનિક ભાવ તેવી રીતે જ દૂર થઈ જાય છે, જે રીતે દોરડાને જોયા પછી તેના વિષે સાપની કરેલી કલ્પના દૂર થઈ જાય છે.
આવી રીતે જ સાચું આત્મજ્ઞાન થવાથી આત્મા પ્રત્યેનો અબોધ ભાવ દૂર થઈ જાય છે. આચાર્ય કહેવા માંગે છે કે આત્મજ્ઞાન થવાથી કલ્પનાની અજ્ઞાનતા પોતે જ નષ્ટ થઈ જાય છે. ધર્મ અરૂપી દ્રવ્ય છે અને તેથી તેનો રૂપી દ્રવ્ય સાથે કોઈ સ્નેહસંબંધ થઈ શકે નહીં. આવી જ રીતે જ્ઞાની જીવ ક્યારેય અપરગુણ કે મિથ્યાગુણ પ્રત્યે આસ્થાવાન થતો નથી. તે શુધ્ધ આત્મનૈગમની કલ્પનાથી પરમભાવમાં મગ્ન રહે છે અને શુદ્ધ જ્ઞાનને અપનાવે છે.
ઉપાધ્યાય યશોવિજયજી સાચા પરમાત્માનું સ્થાન અંતરઘટમાં જ માને છે. અહીં આત્મસાધના ઉપર વિશેષ ઝોક આપવામાં આવેલ છે. તેઓ કહે છે કે જ્યારે આ જીવ રાગાદિ ભાવોનો ત્યાગ કરીને સહજ ગુણોને પ્રાપ્ત કરી લે છે, ત્યારે તેના ઘટમાં જ ઈશ્વર કે આત્મા પ્રગટે છે. જેને આ આત્મતત્ત્વ પ્રાપ્ત થઈ જાય છે, તેને ચિંદાનંદનો આનંદ મળી જાય છે. એટલે કે જીવ ચિત્તની આનંદ અવસ્થામાં રમણ કરે છે.
જીવ અનંતકાળથી રાગને કારણે આ અનંત સંસારમાં ભ્રમણ કરે છે. પણ જેવો જ આ જીવ રાગાદિથી મુક્ત બને છે તેવો જ પરમપદના સારતત્ત્વને જાણી લે છે. આપણે જે સંસારને સર્વસ્વ માની બેઠા છીએ તે તો એક ભ્રમ છે, દગો છે, મનની મૂંઝવણ છે. અને સંપૂર્ણ અસત્યની રમત છે. એનું સુખ તો
યશોભારતી ૩ ૧૮૮
Page #206
--------------------------------------------------------------------------
________________
થોડાક દિવસ માટે હોવાથી અસ્થાયી છે અને છેલ્લે હાથમાં રહે છે માત્ર ધૂળ.
આ રીતે સંસારમાં ભૂલેલા જીવને અંતે તો સંસારના કષ્ટ જ પ્રાપ્ત થાય છે. આ ભાવને રૂપક દ્વારા સમજાવતાં તેઓ કહે છે : “મોહ રૂપી લગામની જાળમાં આ મન ફસાઈ ગયું છે. જેમાં આ મૃગરૂપી આત્મા દિભ્રમિત થઈ રહ્યો છે. અને જે આમાં ફસાતો નથી તે મુનિ છે. તેને કોઈ દુઃખ થતાં નથી. માણસ પોતે જ પોતાનો સમીક્ષક બની સર્વ જાણી શકે છે. અને આત્મદોષ જાણ્યા પછી જ જ્ઞાનના રસને પ્રાપ્ત કરી શકે છે.
અહંકાર સૌથી મોટું દૂષણ છે. પરદ્રવ્ય જેવા અહંકારને આપણે આપણામાં ધારણ કરી લઈએ છીએ. પરિણામે આત્મ-ગુણોની સુગંધથી વંચિત રહી જઈએ છીએ, જ્યારે અહમને જ આપણો ગુણ માની લઈએ છીએ, ત્યારે અન્યથી સંબંધ છૂટી જાય છે. તાત્પર્ય કે અહમુને કારણે આત્મદર્શનમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે. આત્મસ્વરૂપ તો લિંગધારી (સંસારી) કરતાં ઘણું ઊંચું છે. તે અનામી અને અરૂપી છે. આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ માટે દેહથી ઉપર ઊઠવાનું જરૂરી છે. આત્માના ગુણની નીતિ ત્યારે જ થઈ શકે છે, જ્યારે તેનું ચિંતવન દેહથી ભિન્ન તત્ત્વ માનીને કર માં આવે. અન્યથા આપણે ભ્રમ અને વાસનાઓની ભુલભુલામણીમાં દુ:ખી થઇને ભટકતા રહીએ છીએ. આપણે જે ચર્મચક્ષુથી જોઈએ છીએ તે ચેતન નથી. ચેતન દવ્ય નથી. તે તો અનુભવની વસ્તુ છે.
હે જીવ! તું પ્રેમ કે ક્રોધ કોના પર કરે છે? આ બધી તો સ્વયં ક્ષય થનાર વસ્તુ છે. આ બધા વ્યાપાર તો દેહના છે. જે અસત્ય છે. તું તો સંસારની ગ્રાહ્ય અને ત્યાજ્ય વસ્તુઓમાં અટવાયેલો છે. જેઓ સિદ્ધ પુરુષ છે એટલે જેઓ અંતરંગ અને બહિરંગથી એક છે તેઓને ત્યાગ કે પ્રાપ્તિ કશું જ હોતાં નથી. જ્યારે આ મન આત્મજ્ઞાનમાં લીન બને છે, ત્યારે કાયા પ્રત્યેનું મમત્વ છોડી દે છે – જેથી શુભ ભાવનાઓ જન્મે છે અને ત્યારે જ આ જીવને ગુણ એટલે કે આત્મસુખનો અનુભવ પ્રાપ્ત થાય છે. | મુનિશ્રી સંસારી અને સિદ્ધના ભેદને સરળતાથી સમજાવતાં કહે છે કે “આરંભ' એટલે સાંસારિક પ્રવૃત્તિઓમાં યોગીને દુઃખ થાય છે. તે સાચું સુખ તો ત્યારે જ પ્રાપ્ત કરે છે જ્યારે તે આ સાંસારિક સુખનો ત્યાગ કરે છે. હકીકતે તો જ્યાં બાહ્ય સુખ છે ત્યાં આંતરિક દુઃખ છે અને જે યોગસાધનામાં લીન બની બાહ્ય દુઃખ સહન કરી રહ્યો છે તે જ અંતરના સાચા સુખને પામી રહ્યો છે.
સમાધિશતક'' B ૧૮ટ છે
Page #207
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિએ વચન અને કર્મની એકતા રાખવી જોઈએ. આપણે જે કહીએ તે જ કરીએ તેમાં જ સ્થિર થઈએ. આનાથી આપણી અબોધતા કે અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાનનું સાચું સ્વરૂપ પ્રગટે છે. આ જાણવા છતાં કે ઇન્દ્રિયભોગમાં આ ચેતનનું કોઈ હિત સધાતું નથી, છતાં મોહના અંધકારમાં આ જીવ આંધળો બની તેમાં જ રચ્યો-પચ્યો રહે છે.
અહીં કવિ સંસારમાં ભમતા જીવને અંધકારમાં અથડાતા આંધળા જેવો દર્શાવે છે. જ્ઞાન પણ ત્યારે જ ગ્રાહ્ય બની શકે, જ્યારે જ્ઞાનવરણી કર્મનો ક્ષય થાય અને શુભ યોગ આવે. માટે જ આચાર્ય કહે છે કે જેને શુભ યોગ પ્રાપ્ત નથી તેને ઉપદેશ આપવાનો કોઈ અર્થ નથી. જ્યારે આ જીવ સ્વયંનો સ્વયં ઉપદેશક બની જાય, ત્યારે જ નિશ્ચયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સંસાર અને દેહ નિરંતર ક્ષય થનાર પદાર્થ છે. જેવી રીતે આકાશમાં વાદળ ઘેરાય અને વિખરાઈ જાય, જેવી રીતે કપૂર ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે, તેવી રીતે જ આ દેહ પણ નશ્વર છે. જેઓ બુધ્ધિશાળી (જ્ઞાની) છે તેઓ દેહને પરિણતિ માનતા નથી. શરીર ભલે નષ્ટ થઈ જાય, પણ ચેતન તો અચળ છે – અવિનાશી છે. જ્ઞાની તેમાં જ પોતાનું મન પરોવે છે. જેનું ચિત્ત સંસારની ચંચળતામાં હોતું નથી એટલે જેનું ચિત્ત પ્રતિક્ષણ સમતાયુક્ત છે તેને જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. આશા અને આકાંક્ષા તે સંસારસુખની વાસનાઓ જ છે. જેનામાં તેની તીવ્રતા છે, તે મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી અને સંસારમાં પણ સંતોષ મેળવી શકતો નથી. માણસમાં મન અને વચનની ચંચળતા નિરંતર જોવા મળે છે – તેથી તે આ સંસારચક્રમાં ભટકે છે, પરંતુ જેની સાથે જન કે સંસાર નથી હોતા તે મુનિ સાચા મિત્ર થઈ શકે છે. આત્મદર્શી, આત્મારૂપી મસ્તીમાં પણ તે પોતાને કેન્દ્રિત રાખે છે એટલે કે આત્મદર્શી જીવ આત્મરમણ કરતાં શુદ્ધ આત્માને જ તપસ્યાનું કેન્દ્ર બનાવે છે, જ્યારે અજ્ઞાની જીવ દુવિધામાં હોવાથી ઘર અને વનની મૂઝવણમાં જ મુંઝાયા કરે છે.
જે આ દેહથી પર છે તેઓ જ વિદેહપદના સ્વામી બની શક્યા છે. તાત્પર્ય કે જેમણે આ દેહનું મમત્વ ત્યજી દીધું છે, જે ચૈતન્યમાં લીન બન્યા છે તે સાધક જ સાધનામાં ઉચ્ચ વિકાસ સાધી શક્યો છે. મનુષ્યનો ઉત્કૃષ્ટ કે ઉત્તમ ગુરુ તેનો આત્મા જ છે - જે સ્વયંમાં સ્વયં પ્રગટ થઈ સિદ્ધ બનીને શિવપદ પ્રદાન કરાવે છે. માટે જ માણસનો સાચો ગુરુ આત્મજ્ઞાન સિવાય અન્ય કોઈ થઈ શકે નહીં. સાચો સાધક આત્મા કે નિજભાવમાં મગ્ન હોય છે. એટલે કે
યશોભારતી છુ ૧૯૦
Page #208
--------------------------------------------------------------------------
________________
જગતના વ્યવહાર પ્રત્યે ચર્મચક્ષુઓ બંધ કર્યા છે અને અંતર્મુખી થઈ ગયો છે. આવો જીવ અન્તરચેતનમાં જ અંચળ - દઢભાવ ધારણ કરી લે છે અને આત્મજ્ઞાનની ધરી પર ફરતો-ફરતો દઢ અભ્યાસ દ્વારા એવી અવસ્થાએ પહોંચે છે, જ્યાં પથ્થર પણ તણખલાની જેમ લાગે છે અર્થાતુ કષાય આદિ દઢ પથ્થરોને ઓગાળીને તે નિર્ભર બની સાતાનો અનુભવ કરે છે. આવો જીવ પોતાને દેહથી ભિન્ન માને છે અને દેહનું હોવું એક સ્વપ્ન સમજે છે. આ દુહાઓમાં આચાર્ય દેહ, સંસાર, તેની અસારતા અને આત્મા પ્રત્યેની દઢતા પર વધુ ભાર આપે છે. આત્મલીન વ્યક્તિ જ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. શિવરાગી જીવ પુણ્ય-પાપ, વ્રત-અવત, બધું જ ત્યાગી દે છે. વ્યાવહારિક દષ્ટિએ તે પરમ ભાવોની પ્રાપ્તિ માટે અવ્રતોને ત્યજી વ્રત ધારણ કરે છે એટલે કે પાપને ત્યજી પુણ્યને ગ્રહણ કરે છે. પણ અહંતભાવમાં પહોંચવા આ વ્રત એટલે પુણ્યને પણ ત્યજે છે, કારણ કે વ્રત અને અવ્રત બન્ને સંસારનાં કારણ છે. નિશ્ચય મુક્તિ માટે આ બન્નેનો ત્યાગ જરૂરી છે. જેઓ અવ્રતી છે તેઓ વ્રત ધારણ કરે છે. આવા વતી જ્ઞાન અને ગુણ બનેનો સ્વીકાર કરે છે, જ્યારે પરમાત્મામાં સ્થિર જીવ સર્વત્યાગી બની પરમ-આત્મા બની જાય છે. આ પદોમાં પુણ્ય અને પાપ બન્નેને દેહ ગણી નિશ્ચયદષ્ટિથી પરમપદની પ્રાપ્તિની ચર્ચા કરી છે.
જ્યાં સુધી જીવ નર-નારી-નપુંસક લિંગ છેદન કરતો નથી, ત્યાં સુધી તે ભવ ધારણ કરી જન્મ-મરણના દુઃખો ભોગવે છે. જ્યાં સુધી જીવની આ લિંગોમાં આસક્તિ છે ત્યાં સુધી આ સંસારજાળમાં ફસાયેલા રહેશે અને મુક્તિના સાચા સુખનો અનુભવ કરી શકશે નહીં. દ્રવ્યલિંગનું છેદન કરી જે ભાવલિંગી બની જાય છે તે જ સિદ્ધ પરમાત્મા બની શકે. આવા સિદ્ધ પરમાત્મા એવા આત્મસ્વરૂપમાં લીન બની જાય છે જેનો કોઈ લિંગભેદ કે જતિ હોતી નથી.
આચાર્ય નિશ્ચય અને વ્યવહારની સ્પષ્ટતા કરતાં સમજાવે છે કે વ્યવહાર સ્વમ જેવી વિકળ દશા છે અને ભ્રમણા છે. જ્યાં સુધી આપણે નિશ્ચયમાં અર્થાતુ આત્મામાં સ્થિર નહીં થઈએ ત્યાં સુધી આ ભ્રમ છૂટતો નથી. આપણા સર્વે દોષો ત્યારે જ ક્ષય થશે, જ્યારે આપણે નિશ્ચય આત્મામાં સ્થિર બનીએ. આ બહિરાત્મા એક ક્ષણ માટે પણ સંસારથી અલગ થતો નથી. જેઓ અનુભવી છે, નિગ્રંથ છે તેઓ સ્વપ્રની જેમ તેને ત્યજી દે છે. આપણી સ્થિતિ ઘાણીના બળદ
બસમાધિશતક
ત.
Page #209
--------------------------------------------------------------------------
________________
જેવી છે જે ઘાણીમાં જોતરાઈને હજારો માઈલ ફર્યા કરે છે, પણ ત્યાંની ત્યાં જ ભમ્યા કરે છે. તેવી જ રીતે આપણે અનંત કાળથી ચાલ્યા જ કરીએ છીએ અને આ ચાલવાનું કદી પૂરું થતું નથી અને ફરી-ફરી ત્યાં જ હોઈએ છીએ. જ્યારે માણસની બુદ્ધિ સ્થિર બને છે ત્યારે જ તેની રુચિ અને તલ્લીનતા સાધે છે. આવો પુરુષ આત્મામાં પોતાની મતિ સ્થિર કરે છે અને આત્મામાં જ રુચિ ઉત્પન્ન કરે છે. આવી વ્યક્તિ ક્યારેય કોઈની અધીનતા સ્વીકારતી નથી.
ભગવાન કે પરમાત્માની આરાધના કરતાં-કરતાં એક દિવસ આરાધક એવી રીતે પરમાત્મા બની જાય છે, જેવી રીતે રૂની વાટ જ્યોતિના નિરંતર સંપર્કમાં આવીને જ્યોતિસ્વરૂપ બની જાય છે. આત્મસ્થિત વ્યક્તિની સ્થિતિ એવી હોય છે જેમ વૃક્ષમાં છુપાયેલો અગ્નિ. અર્થાત અગ્નિપુંજ કે તેજ-પુંજ તેમાં જ રહેલો છે. જ્યારે વ્યક્તિ પોતાની જ (આત્માની) આરાધના કરવા લાગે છે ત્યારે પરમાત્મા બની જાય છે. તે વચનદ્વારા અગોચર અને દષ્ટિથી અરૂપી આત્માને પ્રાપ્ત કરી સહજ પ્રકાશને પામી લેતો હોય છે. અને સંસારના જન્મ મરણથી મુક્ત થઈ જાય છે.
આચાર્ય કહે છે સાચો જ્ઞાની તે છે, જેને કોઈ દુઃખ નથી. જે આત્મસ્થિત થઈ સહજ સિદ્ધત્વ પ્રાપ્ત કરી લે છે તે સુખના પ્રકાશનો અનુભવ કરે છે અને સર્વત્ર કલ્યાણ નિહાળે છે. બુધ-જન ક્યારેય સુખ કે દુઃખમાં ધીર કે અધીર થતો નથી. સુખ અને દુઃખ બન્ને તેને માટે સ્વપ્ર છે. આવો જ્ઞાની દુઃખ પામીને પણ સુખની ભાવના ભાવે છે અને આવા દુઃખમાં જ તે સંસારી જ્ઞાનનો ક્ષય કરે છે. જેમ કોમળ પુષ્પ તડકામાં કરમાઈ જાય છે તેવી જ રીતે જ્ઞાની સંસારના તાપમાં કરમાઈને દુઃખનો અનુભવ કરે છે.
જેમ પ્રચંડ અગ્નિમાં તપીને સોનું કુંદન બની જાય છે તેવી જ રીતે સાચો મુનિ તેવો જ વૈર્યવાન હોય છે જે દુઃખની જવાળામાં વધુ દઢ બને છે. માટે જ કહ્યું છે કે વ્યક્તિએ શક્તિ મુજબ દુઃખ સહન કરતાં શીખવું જોઈએ. દુઃખમાં ઉલ્લાસ સાથે દઢતર બનનાર વ્યક્તિ જ જ્ઞાન અને ચરિત્રને પ્રાપ્ત કરી શકે છે. જેવી રીતે યુધ્ધ-રત સૈનિક આઘાત-પ્રત્યાઘાતને ગણકારતો નથી તેવી રીતે પ્રભુની ઉપાસનામાં રત સાધક દુઃખની કોઈ ચિંતા કરતો નથી. અન્ય ઉદાહરણ આપતાં તેઓ કહે છે – જેવી રીતે વેપારી વેપારમાં પડતાં દુઃખોમાં પણ સુખનો અનુભવ કરે છે, તેવી જ રીતે મુમુક્ષુ વ્રત-ક્રિયાઓમાં સુખનો જ અનુભવ કરે છે. શરીર દ્વારા કરવામાં આવતી બધી ક્રિયાઓ યોગાભ્યાસની જ ક્રિયાઓ છે.
િપયોભારતી n ૧૯૨
Page #210
--------------------------------------------------------------------------
________________
[ પણ તેનું ફળ તો બંધનમાંથી મુક્ત કરાવનાર જ્ઞાન જ છે. જ્ઞાની, ક્રિયા અને જ્ઞાન બન્નેની આરાધના કરે છે. પણ જે કોઈ એકને જ સર્વસ્વ માને છે તે આંધળો જ છે.
ઉપાધ્યાયજી શાસ્ત્ર, જ્ઞાન સમર્થન કરતાં કહે છે કે મન-વચન અને કર્મ-યોગથી શાસ્ત્રોનું સમર્થન એટલે કે વાંચન અને મનન કરવું જોઈએ. પોતાની યથાશક્તિએ યોગસાધના પણ કરવી જોઈએ. આરાધકે શાસ્ત્ર-પઠન, વિધિપૂર્વક આચાર અને પછી યોગસાધનામાં નિરંતર લીન બનતાં જવું જોઈએ. પોતાની શક્તિ મુજબ યોગસાધનામાં જે લીન રહે છે તે “નયના સારતત્ત્વોને પ્રાપ્ત કરે છે. અને તે સાચાર ભાવ જૈનત્વને ગ્રહણ કરી મિથ્યાચારથી દૂર રહે છે.
જેઓ તર્ક-વિતર્કને જ જ્ઞાનનો આધાર માને છે એવા લોકો મનમાં જ સતત યુદ્ધ લડ્યા કરે છે અને તર્કાળમાં જ ફસાયેલા રહે છે. પણ જ્ઞાની આ બધાથી ઉદાસીન હોય છે. જ્યાં બે વચ્ચે યુદ્ધ હોય, ત્યાં એકનો પરાજય અને પછડાટ અવયંભાવી છે. સાચો સાધક તો ઉદાસીન ભાવને જ સુખ માને છે. દુઃખની છાયા તો ત્યારે જ પડે છે જ્યારે આપણે પર-પ્રવૃત્તિમાં લીન બનીએ છીએ. ઉદાસીનતા તો એ સુર-લતા છે જેમાં સમતારસનાં ફળ લાગે છે. ઉદાસીન મુમુક્ષુ આવા જ ફળના સ્વાદ ચાખે છે. આચાર્ય કહે છે કે, હે જીવ બીજાના પરીક્ષણમાં પડીશ નહીં, પોતાના ગુણોનું જ પોતાના અન્તરમાં પરીક્ષણ કર, એટલે કે પરછિદ્રાન્વેષણની અપેક્ષા આત્મનિરીક્ષણમાં તત્પર થા. ઉદાસીનતા તો જ્ઞાન રૂપી ફળ છે. અને પરપ્રવૃત્તિ મોહ છે. વિવેકથી જે શુદ્ધ છે, આત્મકલ્યાણકારી છે તે અપનાવો. આ સમાધિતંત્ર વિચાર જે બુદ્ધિશાળી ધારણ કરે છે તે ભવ પાર કરી લે છે. કહેવાનો ભાવાર્થ કે જે આત્માના સ્વરૂપનું નિરંતર ચિંતવન કરે છે, તેને માટે મુક્તિ સહજ અને સરળ બની જાય છે. જે જ્ઞાનના વિમાનમાં આરૂઢ છે, ચરિત્રના અગ્નિમાં તપેલો છે, સહજસમાધિના નન્દનવનમાં વિરાજમાન છે, જેણે સમતારૂપી ઈન્દ્રાણીનું વરણ કર્યું છે તે અગાધ આત્મરંગમાં રંગાઈ ગયો છે. મુનિશ્રી યશોવિજયજીએ ૧૦૨ દુહામાં આ સમાધિશતકની રચના કરી છે, જે આ શતકની ભાવનાને ધારણ કરે છે તે આત્મકલ્યાણ કરી શકે છે.
“સમાધિશતકમાં આચાર્યશ્રીએ આ રીતે વિવિધ વિષયો ઉપર વિચારો પ્રસ્તુત કરીને વિશેષ ભાર એ વાત પર મૂક્યો છે કે, મનુષ્યદેહનો મોહ
સમાધિવાત,
L ૧૯૩
Page #211
--------------------------------------------------------------------------
________________
ત્યાગશો ત્યારે જ મુક્તિના માર્ગે અગ્રેસર થઈ શકાશે.
લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે લખાયેલ આ કૃતિ ભાષાની દષ્ટિએ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે આમાં જૂની ગુજરાતી ભાષાનું એક સ્વરૂપ છે, જેમાં રાજસ્થાનીનું પ્રાચર્ય છે. તે સમયે ગુજરાત અને રાજસ્થાનની સીમાઓ ભાષાની દષ્ટિએ લગભગ એક જ હતી. આ ભાષા પર હિન્દીનો પ્રભાવ પણ વિપુલ માત્રામાં પરિલક્ષિત છે. લગભગ તે સમયના બધા જ કવિઓએ આવી મિશ્રભાષાનો પ્રયોગ કર્યો છે જે જનતા માટે સરળ હોય - પ્રચલિત હોય. ભાષા પ્રાદેશિકતાથી વધુ જનભાષા કે લોકભાષાની વધુ નિકટ હતી. આને દેશજ ભાષા પણ કહી શકાય. તત્કાલીન ગુજરાતી કવિઓમાં દયારામ, અખો, મીરાં જેવા અનેક કવિઓની ભાષા આવી જ રાજસ્થાની મિશ્રિત ગુજરાતી છે. જેવી રીતે કબીર અને નાનક જેવા સંતો જે-જે પ્રદેશમાં ગયા અને પોતાના પદોમાં જે-તે પ્રદેશની પ્રચલિત ભાષાને ગ્રહણ કરતા ગયા તેવી જ રીતે આ સંતોએ પણ જનભાષામાં પોતાની વાત કરી છે. | ગુજરાતમાં તે સમયમાં જેટલા પણ જૈનમુનિ કે કવિ થયા તે સહુએ આ પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ રાજસ્થાની મિશ્રિત ગુજરાતી ભાષાનો પ્રયોગ વધુ થયો છે. શ્રી હરીશ શુકલે પોતાના | મહાનિબંધમાં આ પુષ્ટ કર્યું છે કે આ કવિઓએ પોતાની આધ્યાત્મિક કાવ્યરચનાઓ તત્કાલીન હિન્દીમાં કરી છે. ડૉ. રામકુમાર ગુપ્ત વગેરે સંશોધકોએ ગુજરાતમાં સંતોએ કરેલી રચનાઓમાં આવી જ મિશ્રભાષાના પ્રયોગની વાત કરી છે. દયારામે તો અનેક ગ્રંથોની રચના પણ કરી છે.
જૈન મુનિઓએ આ રીતે ધર્મની જ નહિ, પણ ભાષાની પણ મહત્ સેવા કરી છે. આ ભાષાકીય એકતા દ્વારા દેશમાં વિશાળ ભૂ-ભાગને એકતાના સૂત્રમાં બાંધવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આ સંત કવિઓનો ઉદ્દેશ્ય ભાષાચમત્કાર-પ્રદર્શન ન હતો, પણ વધુમાં વધુ જનસમુદાયમાં નૈતિકતા અને ધર્મપ્રચાર કરવાનો હતો.
સમાધિશતક'ની ભાષાના દરેક દુહામાં રાજસ્થાની ક્રિયા અને અનેક શબ્દો પ્રસ્તુત કરી શકાય છે. પોતાની વાત વધુ સ્પષ્ટ કરવા લોક-પ્રચલિત દાખલાઓ સરળ રીતે પ્રસ્તુત કર્યા છે. જેને લીધે અધ્યાત્મ જેવો શુષ્ક અને અધરો વિષય પણ સરળતાથી સમજી શકાય. પોતાની વાતને વધુ હૃદયંગમ બનાવવા ઉપમા, રૂપક, ઉદાહરણ, દષ્ટાંત જેવા અલંકારોનો સ્વાભાવિક રૂપે
પોભારતી u ૯૪
Page #212
--------------------------------------------------------------------------
________________
(પ્રયોગ કર્યો છે. આવી જ રીતે લોક્નચલિત કહેવતોનો પ્રયોગ કષ્યને પ્રસ્તુત કરવામાં વધુ ઉપયોગી થયેલ છે. તે વીર-નીરનો પ્રયોગ કરે છે. માળને અંધકૂપ માને છે. લૂંટાલૂંટ જેવા શબ્દોને પ્રયોજે છે. છીપલામાં ચાંદીનો ભ્રમ, ચામીકરનો ન્યાય, ઈયળનું ભમરીમાં રૂપપરિવર્તન, પાણીના બળદની જેમ જોતરાવું, દોરડામાં સાપનો ભ્રમ જેવા દાખલાઓ આપીને પોતાના ઉપદેશને. વધુ સુગમતાથી સમજાવે છે. તેઓ મોહની લગામ કે મનના જાળ જેવાં રૂપકો દ્વારા વાતને વધુ સ્પષ્ટ કરે છે.
યશોવિજયજીની આ કૃતિ “સમાધિશતક જ નહીં, અન્ય કૃતિઓને વાંચ્યા પછી તેવો જ અધ્યાત્માનંદ મળે છે, જે કબીર કે દયારામની રચનામાં મળે છે.
છંદની દષ્ટિએ દુહા-છંદ) ક્યાંક અલન છે, પણ અધ્યાત્મની ઘારામાં ક્યાંય અંતરાય બનતા નથી. ,
Page #213
--------------------------------------------------------------------------
________________
१४
સમૃદ્ધ પદસાહિત્ય
ચીમનલાલ એમ. શાહ ‘કલાધર’
આજથી ત્રણસો વર્ષ પહેલાં થયેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એક સમર્થ જૈન સર્જક હતા. સાહિત્યનું કોઈ ક્ષેત્ર એવું નહિ હોય કે જેનું ખેડાણ યશોવિજયજી મહારાજે નહિ કર્યું હોય. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા ઉપર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. આ ત્રણેય ભાષામાં તેમણે ૧૧૦ થી વધારે ગ્રન્થોની રચના કરીને આ વિશ્વ ઉપર મોટો ઉપકાર કર્યો છે.
તેમનું સ્તવન સાહિત્ય જેટલું સમૃદ્ધ છે તેટલું જ સમૃદ્ધ તેમનું પદ સાહિત્ય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એ સમયે વિશેષ વ્યાપક અને વિશેષ લોકગમ્ય પ્રકાર પદોનો હતો. બીજા પ્રકારોમાં લોકો મોટે ભાગે શ્રોતાનું કામ કરતા, પરંતુ આ પ્રકાર જ એવો હતો કે જે આમજનતા મુખપાઠ કરીને હોંશે હોંશે દિનપ્રતિદિન ગાઈને આનંદ માણી શકતી. એ સમયે પદોની લોકપ્રિયતા એટલી બધી હતી કે પ્રબંધલેખકો પ્રબંધોમાં, આખ્યાનકારો આખ્યાનમાં, રાસા-લેખકો રાસામાં અને વાર્તાકારો વાર્તાઓમાં એનો છૂટથી ઉપયોગ કરતા. આમ પદનું સ્વતંત્ર સ્થાન હતું જ, પરંતુ અન્ય પ્રકારો જોડે એ પ્રકાર સંકળાયેલો પણ હતો.
ઉપાધ્યાયજીનું પદસાહિત્ય અધ્યાત્મજ્ઞાન સંબંધી હોવાથી સર્વ જીવોને માટે કલ્યાણકારી છે. દુનિયામાં અધ્યાત્મજ્ઞાનરૂપ ધર્મમૂળ વિના કોઈ દર્શનરૂપ વૃક્ષ ટકી શકતું નથી. આત્મિક જ્ઞાન થયા વિના વિષયોને જીતી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનથી મન, વાણી અને કાયાના યોગની શુદ્ધિ થાય છે. જગતમાં ચિંતામણિરત્ન સમાન અધ્યાત્મજ્ઞાન છે અને તેની યથાર્થતા ઉપાધ્યાયજી મહારાજે તેના પદસાહિત્ય દ્વારા સિદ્ધ કરી છે.
ઉપાધ્યાયજી મહારાજના પદસાહિત્યમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેમનાં પદોમાં ભાવલાલિત્ય, અર્થગાંભીર્ય, ભાષાની સચોટતા અને રસપરિપૂર્ણતા એક સિદ્ધહસ્ત કવિનો પરિચય કરાવે છે. સહજ ઊર્મિઓથી
શોભા ૧૮
Page #214
--------------------------------------------------------------------------
________________
રચાયેલું તેમનું પદસાહિત્ય આજે પણ એટલું જ લોકપ્રિયઅનેલોકભોગ્યરહ્યુંછે. આત્માને મોહના સંગથી દૂર કરી હૃદયમાં જ્ઞાનરૂપી અમૃતને ધારણ કરવા માટે ઉપાધ્યાયજી મહારાજ કહે છેઃ
‘મોહ મહાતમ મલ દૂરે રે, ઘર સુમતિ પરકાસ, મુક્તિપંથ પરગટ કરે રે, દીપક જ્ઞાનવિલાસ, જ્ઞાની જ્ઞાનમગન રહે રે, રાગાદિક મલ ખોય,
ચિત્ત ઉદાસ કરની કરે રે કર્મબંધ નહિ હોય.’
જે જ્ઞાનનો વિલાસ મોહરૂપી મહાઅંધકારની મલિનતાને કાળાશને દૂર કરે છે અને સારી બુદ્ધિરૂપ પ્રકાશને ધારણ કરે છે અને મોક્ષનો માર્ગ પ્રગટ કરે છે, તેવો જે જ્ઞાનનો વિલાસ તે દીપકરૂપ છે. જ્ઞાની પુરુષ જ્ઞાનમાં મગ્ન રહે છે. રાગ-દ્વેષ આદિ મળોનો નાશ કરે છે. સંસાર તરફ ઔદાસીન્ય કેળવી – ઉદાસભાવ રાખી સર્વ ક્રિયા કરે છે જેથી તેને કર્મબંધ થતો નથી.
સાચો જૈન કેવો હોવો જોઈએ તેનું સરસ દર્શન કરાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે ઃ
કહત કૃપાનિધિ સમ–જલ ઝીલે, કર્મ મયલ જો ધોવે, બહુલ પાપ-મલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે; સ્યાદ્વાદ પૂરન જો જાને, નયગર્ભિત સ વાચા, ગુનપર્યાય દ્રવ્ય જો બૂઝે, સોઈ જૈન હે સાચા.'
જેઓ સમતારૂપી જલમાં સ્નાન કરતા હોય, કર્મરૂપી મેલને ધોઈ નાખતા હોય, ઘણાં પાપરૂપી મળને અંગ ઉપર આત્મામાં ધારણ ન કરે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ જેઓ જુએ છે તે જ સાચા જૈન કહેવાય. વળી જે સ્યાદ્વાદને પૂર્ણપણે જાણે, જેમની વાણી પણ નયથી યુક્ત હોય, જે દ્રવ્યગુણ પર્યાયને
સમી પાસિયા
Page #215
--------------------------------------------------------------------------
________________
જાણતો હોય તે જ સાચો જૈન છે.
પારકી આશા નહીં રાખવાનું સમજાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે ઃ
પરવશ બસત લહત પરતી,
દુઃખ સબ હી બાસે સન્ના, નિજર આપ સંભાર સંપદા, મત મન હોય સનૂરા, પરસંગ ત્યાગ લાગ નિજ અંગે, આનંદવેલી સાંધ્રા,
નિજે અનુભવ રસ લાંગે મીઠા, જ્યું ઘેવર મેં છૂા.’
આ જ્ઞાની આત્મા પરપદાર્થોને વશ પડી પરભવમાં રમણતા કરવાથી પુદ્ગલભાવને વશ પડવાથી પ્રત્યક્ષ દુઃખ પામી રહ્યો છે. પોતાના આત્મારૂપી ઘરમાં રહેલી દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી પોતાની અનંત સંપત્તિઓને કેમ ભૂલી જવાય ? આત્મા સ્વ-ભાવમાં જ રમણતા કરે, પર પ્રત્યે આસક્તિ કરે નહિ. કારણ કે આત્મારૂપી પ્રભુ સર્વ રીતે પરિપૂર્ણ છે. માટે પરસંગને છોડી પુદ્ગલમાંથી મન ખેંચી લે. નિજ રંગમાં લાગી જઈ મનને આત્મામાં લાવી મૂકે, બહિરાત્મ ભાવને છોડી દઈ અંતરાત્મ ભાવમાં રમણતા કરે તો આનંદરૂપી વેલીના અંકુરો તરત જ ફૂટશે અને તેથી જેમ ઘેબરમાં સાકર મીઠી લાગે છે તેમ પોતાનો અનુભવરસ મીઠો લાગવા લાગશે.
માયાની ભયાનકતા વર્ણવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે : ‘માયા કારમી રે,
માયા મ કરો ચતુરા સુજાન, માહ્યા વાહ્યો જગત વિલુધો,
દુઃખિયો થાય અજાન, જે નર માયાએ મોહી રહ્યો, તેને સુપને નહિ સુખઠાણ. નાના મોટા નરને માયા,
નારીને અધિકેરી, વળી વિશેષ અધિકી માયા, ઘરડાને ઝાઝરી.
શોભારતી 0 1
Page #216
--------------------------------------------------------------------------
________________
માયા કારમી છે, આકરી છે, માટે હે ચતુર સુજાણ, માયાને વશ તું ન થા. માયાને આધીન થયેલો સંસારમાં આસક્ત થાય છે અને તેથી તે અજ્ઞાની દુઃખી થાય છે. જે જીવ માયામાં મોહી રહ્યો છે, માયામાં મૂંઝાઈ રહ્યો છે તેને સ્વપ્રમાં પણ સુખનું સ્થાન નથી. નાના કે મોટા દરેક માણસને માયા વળગી છે. કહેવાય છે કે સ્ત્રીઓને વધારે માયા હોય છે તેના કરતાં પણ વૃદ્ધ માણસને વધારે માયા હોય છે.
જીવનમાં સમતા ગુમાવનારને શું ગુમાવવું પડે છે તેનું સરસ ઉદાહરણ આપતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે:
બાહ્ય ક્રિયા કરે કપટ કેલવે, ફિરકે મહંત કહાવે, પક્ષપાત ક્બહુ નહિ છોડે, ઉનક કમતિ બોલાવે, જિન જોગીને ક્રોધ કિહાંતે, ઉનકું સુગુરુ બતાવે, નામધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ પિનુ દુઃખ પાવે, જબ લગે સમતા શણું ન આવે.”
બાહ્ય ક્રિયાઓ કરે, હૃદયમાં કપટ કેળવે, ફરી ફરીને પોતાને “મહંત' કહેવરાવે, કોઈ રીતે પક્ષપાત છોડે નહિ એવા જીવને દુર્ગતિ બોલાવે છે અર્થાત એ જીવ દુર્ગતિમાં જાય છે. જે યોગી હોય તેને ક્રોધ ક્યાંથી હોય? ન હોય. જેનામાં ક્રોધ ન હોય તેને સુગુરુ કહેવાય. બાકી તો જુદા જુદા નામધારી યોગી કહેવાય. તેઓ ઉપશમ વિના, સમતા વિના ઘણું દુઃખ પામે છે. જ્યાં સુધી સમતાની ક્ષણ ન આવે, સમતાનો વખત ન આવે તેમ જ જ્યાં સુધી હૃદયમાં ક્રોધ વ્યાપી રહ્યો હોય ત્યાં સુધી યોગ-સંયમયોગ શોભતો નથી, દીપતો નથી.
આત્માને ચેતવણી આપતાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે – કેમ દેત કર્મનકું દોસ? મન નિહવે વેહે આપુકા, પ્રહે રાગ અરુ દોષ, વિષયકે રસ આપ ભૂલો, પાપ તો તન છોસ,
Page #217
--------------------------------------------------------------------------
________________
દેવ, ઘર્મ, ગુરુકી કરી નિંદા, મિથ્યાતમકે જોસ.
હે આત્માનું ! તું કર્મને દોષ શા માટે આપે છે? તું પોતાના મનની મરજી પ્રમાણે ચાલી રહ્યો છે અને રાગદ્વેષને ગ્રહણ કરે છે, એ તારી જ ભૂલ છે, ફોગટ શા માટે કર્મને દોષ આપી રહ્યો છે? તું પોતે વિષયરસમાં ભૂલો પડીમગ્ન થઈ પાપો કરી શરીરને ક્ષીણ કરી રહ્યો છે. મિથ્યાત્વના જોસથી – બળથી દેવ-ગુરુ અને ધર્મની નિંદા કરી જે કર્મો તું બાંધી રહ્યો છે તેનો ઉદય થશે તો તને નરકનું સ્થાન પ્રાપ્ત થશે, ત્યારે તું કોનો સંગ તેવીશ? કોની પાસે તારી પીડા જણાવીશ?
નયની અપેક્ષાએ સામાયિક કરી જીવનને કૃતાર્થ કરવાની વાત સરસ રીતે ઉપાધ્યાયજી મહારાજ કહે છે:
“ચતુરનર ! સામાયિક નય ધારો, લોક પ્રવાહ છાંડકર અપની, પરિણતી શુદ્ધ વિચારો, દ્રવ્યત અખય અભંગ આત્મા, સામાયિક નિજાતિ, શુદ્ધ રૂપ સમત-મય કહીએ, સંગ્રહ ન કી બાતિ.” , હે ચતુર પુરુષ! સામાયિકને નયની અપેક્ષાએ ધારણ કરો - સમજો અને લોકપ્રવાહોનો ત્યાગ કરી પોતાની શુદ્ધ પરિણતીનો વિચાર કરો. દ્રવ્યાર્થિક નયથી અક્ષય, અભંગ, આત્મા એ જ પોતાની જાતિથી સામાયિક છે. પોતાની જાતિ આત્મા એ જ સામાયિક છે અને સંગ્રહ નયની અપેક્ષાએ સમતામય શુદ્ધ સ્વરૂપવાળો આત્મા તેને સામાયિક કહેવાય.
પરમકૃપાળુ પરમાત્માની ધ્યાનની પ્રાપ્તિ એટલે પરમાત્માને પામવા તરફની આત્માની ગતિ. ઉપાધ્યાયજી મહારાજ ધ્યાનમાર્ગની ઉત્તમતા દર્શાવતાં જણાવે છે કે:
સકલ અંસ દેખે જગ જોગી, જો બિનુ સમતા આવે, મમતા-અંધ ન દેખે યાકો, ચિત્ત ચિહુ ઓરે ધ્યાવે,
યમોભારતી n ૨૦૦
)
Page #218
--------------------------------------------------------------------------
________________
સહજ શક્તિ અરુ ભક્તિ સુગુરુ કી, જો ચિત્ત જોગ જગાવે, ગુનપર્યાયદ્રવ્યનુ અપને, તો લય કોઉ લગાવે.”
જે ક્ષણવાર પણ સમતાભાવ આવી જાય તો યોગી પુરુષ એ પરમાત્માને સર્વ અંશથી જોઈ શકે છે. પણ જેનું મન ચારે તરફ દોડી રહ્યું હોય અને જે મમત્વભાવથી અંધ બનેલ હોય તે પરમાત્માને જોઈ શક્તો નથી. આત્માની સહજ સ્વાભાવિક શક્તિથી અને સુગુરુની ભક્તિથી જો ચિત્તમાં યોગમાર્ગને જાગૃત કરે તો પોતે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કોઈ અનેરી રીતે લય પામે છે, લયલીન થઈ જાય છે.
સાચા મુનિ, સાચા સાધુ અને સાચા ગુરુ કેવા હોવા જોઈએ તેની સરસ વ્યાખ્યા બાંધતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે:
“પવનકો કરે તોલ, ગગનકો કરે મોલ, રવિકો કરે હિંડોલ, ઐસો કોઉ નર રે? પથ્થર કો કાંતે સૂત, વંધ્યાકું પડવે પૂત, ઘટમેં બોલત ભૂત, વાકે કિન ઘર રે? બીજલીસે કરે બાહ, ધ્રુકું ચલાવે રાહ, ઉદધિમેં ઉડાવે દાહ, કરત ભરાભર રે, બડો દિન બડી રાત, વાકી કૌન માતતાત, ઈતની બનાવે બાત, જસ કહે મેરા ગુરુ રે.”
જે પવનનો તોલ કરી શકે, આકાશનું માપ કાઢી શકે, સૂર્યનો હિંડોળો કરે એવો કોણ માણસ છે? જે પથ્થરના દોરા કાંતે-બનાવે, જે ઘરની અંદર ભૂતને બોલાવે તેમનું ઘર ક્યાં છે? જે વીજળી સાથે વિવાહ કરે છે, ધ્રુવનો તારો જે નિશ્ચલ છે તેને રસ્તા પર ચલાવે, જે પાણીથી છલોછલ ભરેલો છે એવા સમુદ્રમાં દાહ લગાડે, જેનો દિવસ મોટો છે. જેની રાત્રી મોટી છે. તેમની માતા કોણ છે? તેમનો પિતા કોણ છે? આ પદના કર્તા શ્રી યશોવિજયજી કહે છે કે આટલી વાત જે બતાવે તે મારા ગુરુ છે, તે જ સાચા સાધુ છે, શ્રમણ છે.
દષ્ટિરાગથી દૂર રહેવાનો અનુરોધ કરતાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે
છે.
( સમૃત પઢાહિત્ય n ૧૧
Page #219
--------------------------------------------------------------------------
________________
‘દૃષ્ટિરાગે નવિ લાગીએ, વલી જાગીએ ચિત્તે, માગીએ શીખ જ્ઞાની તણી, હઠ ભાંગીએ નિતે, જે છતાં દોષ દેખે નહિ,
જિહાં જિહાં અતિરાગી, દોષ અછતાં પણ દાખવે, જિહાંથી રુચિ ભાગી.’
હે આત્મા ! અસદભિનિવેશરૂપ દૃષ્ટિરાગમાં વળગવું નહિ. હંમેશાં ચિત્તથી જાગૃત રહેવું. જ્ઞાની પાસે શિખામણ માંગવી અને હંમેશાં પોતાની હઠ ઓટી પક્કડ દૂર કરવી. દૃષ્ટિરાગ કેવો હોય તે કહે છે. જ્યાં જ્યાં અતિરાગવાળો હોય છે ત્યાં ત્યાં તે વ્યક્તિના વિદ્યમાન દોષોને દષ્ટિરાગી જીવ જોઈ શકતો નથી અને જેની ઉપરથી રુચિ-પ્રીતિ ભાગી ગઈ છે, જેની ઉપર પ્રેમ નથી તેના અછતા દોષો બતાવે છે. તેનામાં દોષ ન હોય તોપણ તેને દોષવાળા કહે છે.
‘જ્ઞાનઃ ક્રિયાભ્યામ્ મોક્ષઃ'ની વાત હૈયે જે ઉતારતો નથી તે જીવ સંસારને તરી શકતો નથી. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાન અને ક્રિયા બંને પર ભાર મૂકતાં જણાવે છે કે
જૈસે ગજ અપને સિર ઉપર ધૂર અપની ડારે, જ્ઞાનગ્રહન ક્રિયા તિઉં છારત, અલ્પ બુદ્ધિ ફલ હારે, શાન ક્રિયા દોઉ શુદ્ધ ધરે જો,
શુદ્ધ કહે નિરધારી,
જસ પ્રતાપ ગુન-નિધિકી જાઉં, ઉનકી મેં બલિહારી.’
જેવી રીતે હાથી સ્નાન કર્યા પછી સરોવરમાંથી નીકળી પોતાના મસ્તક ઉપર ધૂળ નાંખે છે, તેવી રીતે ફક્ત જ્ઞાનને ગ્રહણ કરી ક્રિયા ઢાંકે છે, કરતો નથી તે અલ્પબુદ્ધિવાળો જીવ મોક્ષરૂપી ફળને હારી જાય છે. જેના પ્રતાપે જેઓ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયાને ધારણ કરે છે અને તેનો નિર્ધાર કરી, નિશ્ચય કરી
યોભારી ૩ ૨૦૨
Page #220
--------------------------------------------------------------------------
________________
તે બંનેની શુદ્ધરૂપે પ્રરૂપણા કરે છે. તે ગુણના ભંડાર ગુરુની બલિહારી છે, તેમના પ્રતાપના ગુણગાન કરુ છું.
ચિંદાનંદઘન પ્રભુના સ્વરૂપની વાત કરતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે: ભેદી પરિણતી સમકિત પાયો, કર્મવજ-ધનકી, એસી સબલ કઠિનતા દિસે, કોમલતા મનકી, ભારી ભૂમિ ભયંકર ચૂરી, મોહરાય-રનકી, સહજ અખંડ ચંડતા પાકી, ક્ષમા વિમલ ગુનકી.”
ગાઢ વ્રજ સરખા કર્મના પરિણામને ભેદીતોડી તેને સમકિતને મેળવ્યું. કોમળ એવા મનની અધ્યવસાયની આવી બલવંત કઠિનતા - મજબૂતાઈ દેખાઈ છે. મોહરાજાની અત્યંત ભયંકર રણભૂમિના તેણે ચૂરેચૂરા કરી નાખ્યા. મોહરાજની રણભૂમિને તોડી નાખી, આવી જેમના નિર્મળ અને અખંડ એવા સમાગુણની પ્રચંડતા છે, તીવ્રતા છે, તીણતા છે.
શાનદષ્ટિ અને મોહદષ્ટિનો ભેદ સમજાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે: ચેતન ! જ્ઞાનની દષ્ટિ નિહાલો, મોહદષ્ટિ દેખે સો બાઉરો, હોત મહામતવાલો, મોહદષ્ટિ જન જનકે પરવશ, . દીન અનાથ દુખાવો, માગે ભીખ ફિરે ઘર ઘરિશુ, કહે મુજકું કોઈ પાલો. શાન-દષ્ટિમાં દોષ ન એતે, કરો જ્ઞાન અજુઆલો, ચિદાનંદ-ગન સુજસ વચનરસ, સજ્જન હૃદય પખાલો. હે ચેતન ! જ્ઞાનની દષ્ટિથી જુઓ. જે મહામદથી ભરેલો છે તે પદાર્થને
ચમેન પદસાહિત્ય 1 ૨૦૨
કંક
Page #221
--------------------------------------------------------------------------
________________
મોહદૃષ્ટિથી જુએ છે, પણ તે બહાવરો – ગાંડો છે. મોહદષ્ટિવાળો માણસ બીજા માણસને પરવશ બને છે, દીન બને છે, અનાથ અને દુઃખી થાય છે. મારું પાલન કરો, મને બચાવો એમ બોલતો ઘરે ઘરે ફરીને ભીખ માંગે છે. જ્ઞાનદષ્ટિમાં દોષો હોતા નથી. માટે હે ચેતન ! હૃદયમાં જ્ઞાનદષ્ટિનો પ્રકાશ કરો અને જ્ઞાન અને આનંદના ઘન સ્વરૂપ ઉત્તમ યશવાળા સજ્જન પુરુષોના વચનરૂપી રસથી – જળથી પોતાના હૃદયને સાફ કરો. સ્વચ્છ કરો.
પંચમહાવ્રત રૂપી જહાજનું વર્ણન કરતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે,
વાદ વાદીસર તાજ,
ગુરુ મેરો ગચ્છ રાજ, પંચ મહાવ્રત જહાજ, સુધર્મા જ્યું સવાયો છે, સત્ત સમુદ્ર ભર્યો,
ધરમ ખોત તામેં તર્યો,
શીલ સુકાન વાલમ, ક્ષમા લંગર ડાર્યો હે, સહડ (સઢ) સંતોષ ધરી, તપતો તપીહ્યા ભરી,
ધ્યાન રંજક ધરી દેત, મોલા ગ્યાન ચલાયો હે.
વાદ કરનાર વાદીશ્વરોમાં મુકુટ રામાન, ગચ્છમાં રાજા સમાન મારા ગુરુ છે, ઉત્તમ ધર્મ વડે સવાયું શ્રેષ્ઠ પંચમહાવ્રતરૂપ મારું જહાજ-વહાણ છે. સપ્તરંગી જ્ઞાનસમુદ્ર ભરેલો છે. ધર્મરૂપ વહાણ તેમાં તરી રહ્યું છે, જે ધર્મરૂપી વહાણને શીલરૂપી સુકાનને ધારણ કરનારા મુનિરૂપી વાલમ ચલાવનારા ચલાવે છે અને તેમાં ક્ષમારૂપી લંગર નાખેલું છે. સંતોષરૂપી સઢને ધારણ કરી, તપરૂપી કોલસા ભરી, ધ્યાનરંગરૂપી ધરીને ધારણ કરી, જ્ઞાનરૂપ કપ્તાન નાવ ચલાવે છે.
વહાણ
મનનીસ્થિરતા માટેઉપાધ્યાયજીની કવિત્વશક્તિજોરદારચોટલગાવેછેઃ જબલગ આવે નહિ મન કામ,
તબલગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફલ,
શોભાર ૬ ૨૦૪
-
Page #222
--------------------------------------------------------------------------
________________
જ્યોં ગગને ચિત્રામ, એને પર નહિ યોગ કી રચના, જો નહિ મન પિલામ, ચિત્ત અંતર પરકે છલ ચિંતવી, કહાં જપત મુખ રામ.
જ્યાં સુધી મન પોતાના સ્થાનમાં - આત્મભાવમાં ન આવે, સ્થિરતા ન પામે ત્યાં સુધી સર્વ કષ્ટકારક ક્રિયાઓ નકામી છે. આકાશમાં ચિત્રામણ કરવા જેવી નકામી છે. જે મન શાંત હોય, સ્થિર ન હોય તો એનાથી શ્રેષ્ઠ યોગ - મોક્ષ સાધક યોગની રચના થતી નથી. મનની અંદર પારકાને ઠગવાના વિચારો ચિંતવી શા માટે મુખમાં રામના જાપ કરે છે? તું તારા મનને પવિત્ર કર. જ્યાં સુધી મન પવિત્ર નથી, સ્થિર નથી ત્યાં સુધી ઈશ્વરનું નામસ્મરણ પણ ફળ આપતું નથી.
આમ ઉપાધ્યાયજી મહારાજનાં પદોમાં સહજ, સ્વયંભૂ અધ્યાત્મરસના અને તેના પરમ પરિપાક સાથે આત્માનુભવના ચમત્કાર દષ્ટિગોચર થાય છે. તેમાં પદે પદે ઉત્તમ કવિત્વમય પ્રાસાદ અને માધુર્યગણની નિષ્પત્તિ થાય છે. ઉપાધ્યાયજી મહારાજની ભાષાશૈલી સરળ, સાદી છતાં લાલિત્યમય, પરમ સંસ્કારી, પરમાર્થસભર અને આશય ગંભીર છે. તેમનાં પદોમાં ઉત્તમ તાત્વિક ભક્તિની પ્રધાનતા છે, તેમની શૈલી પ્રથમ દર્શને કંઈક કઠિન, અર્થઘન અને પ્રૌઢ છે, અને તેમાં ઓસગુણની પ્રધાનતા છે. છતાં જેમ જેમ અવગાહન કરીએ, ઊંડા ઊતરીએ તેમ તેમ તે ઉચ્ચ કવિત્વના ચમત્કારયુક્ત, ઊંડા ભક્તિરસ પ્રવાહવાળી પ્રતીત થાય છે. તેમનાં પદોની વિશેષતા એ કે સૌ કોઈ તેનું યથેચ્છ મધુર અમૃતપાન સુગમતાથી કરી શકે એમ છે. આપણે સૌ પણ ઉપાધ્યાયજી મહારાજનાં આવાં સુંદર પદોનું સતત રસપાન કરીને જીવનને કૃતાર્થ કરીએ.
રામત પાધ્યાપિત કપ છે
Page #223
--------------------------------------------------------------------------
________________
20 - વાલી મારી દીકરી
આદિજિન સ્તવનો
વિજયાબહેન
आदिजिनं वंदे गुणसदनं, सदनंतामलबोधरे ॥ बोधनतागुण विस्तृत कीर्ति कीर्तितपथमविरोधरे आदि. ॥ १ ॥ रोधरहित विस्फुरदुपयोगं, योगं दधतमभंगरे ॥ भंग यव्रज पेशल वाचं, वाचंयमसुख संगरे ॥ आदि. ॥ २ ॥ संगतपद शुचि वचन तरंग, रंगं जगतिददानरे ॥ दान सुरद्रुम मंजुल हृदयं, हृदयंगमगुणभानरे ॥ आदि. ॥ ३ ॥ भानान्धतसुरवर पुन्नागं नागरमानसहंसरे ॥ jક્ષત્તિ પશગમ તિવાણું, વાસં વિદતા | માલિ. |.૪ | शंसंतं नयवचनमनवम, नवमंगलदाताररे ॥ तारस्वर मघघन पवमानं, मानसुभटजेताररे ॥ आदि. ॥ ५ ॥ इत्थं स्तुतः प्रथम तीर्थपतिः प्रमोदा, छीमद्यशोविजयवाचकपुंगवेन ॥ श्रीपुंडरिकगिरिराजविराजमानो मानोन्मुखनिवितनोतु सतां सुखानि. ॥ ६ ॥
- ગુણના આવાસ રૂપ તથા સાચો, અનંત નિર્મલ છે બોધ જેનો એવા આદિજિનને હું વંદુ છું. જેણે વિદ્વત્તા ગુણથી કીર્તિ વિસ્તારેલ છે, વિરોધરહિત બતાવેલ છે માર્ગ જેણે (અથવા વિરોધરહિત એવા) આદિજીનને હું વંદુ છું. ૧. અલના વિના જેનો ઉપયોગ ફેલાયો છે. જે ભંગરહિત યોગને ધારણ કરે છે; ભંગ અને નયના સમૂહથી જેની વાણી કોમળ છે, જેનો સંગ યોગીઓને સુખરૂપ છે એવા આદિજનને હું વંદું છું. ૨
સાથે મળેલા પદોથી જેના વચનનો પ્રવાહ પવિત્ર છે, જે જગતમાં આનંદ આપનાર છે, દાન દેવામાં જેનું હૃદય કલ્પવૃક્ષ જેવું કોમલ છે, જે સુંદર ગુણોથી શોભે છે એવા આદિજિનને હું વંદું છું. ૩. કાન્તિથી જેણે ઉત્તમ સ્વર્ગના દેવોને તથા પાતાલના દેવોને આનંદિત કરેલ છે, નગરવાસી લોકોના ચિત્તમાં જે હંસસમાન છે, હંસ જેવી જેની ગતિ છે, મોક્ષમાં જેનો વાસ છે, છદ્રોને જેણે સંશય પમાડેલ છે, આવા આદિજિનને હું વંદું છું. ૪.
પોભારતી n ૧૦૭ )
Page #224
--------------------------------------------------------------------------
________________
જે નયનિક્ષેપાના ભેદથી પૂર્ણતાવાળા વચનને બોલનાર છે, જે નવ મંગલના દાતા છે, ઉચાસ્વરે જે પાપના સમૂહને પવિત્ર કરનાર છે, જે માન રૂપી યોદ્ધાને જીતનાર છે, એવા આદિજિનને હું વાંદું છું. ૫.
વક્તાઓમાં શ્રેષ્ઠ એવા યશોવિજય મહારાજે એ પ્રમાણે (ઉપર પ્રમાણે) જેનું સ્તવન કર્યું છે અને પુંડરિક નામના પર્વતરાજ ઉપર જે વિરાજિત થયેલ છે એવા પ્રથમ તીર્થંકર (આદિનાથ) સજ્જનોના માનસહિત સુખોને વિસ્તારો. 5
આફ્રિકન સ્તવન ઈ ૨૦૦
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૬
ફલાફલ વિષયક પ્રશ્નપત્ર
મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયગણિના સ્વહસ્ત લિખિત તાપ તપૃષ્ઠી વિષયક એક પ્રશ્નપત્રક છે. આ પત્ર, ભાવનગરનિવાસી સાહિત્યરસિક શેઠશ્રી પ્રેમચંદ રતનજી વીરજીના ગૃહપુસ્તકાલયમાં છે. પ્રથમ તો આ પત્રક પૃચ્છાવિષયક હોવાથી એ વિષયના જ્ઞાતાઓની દષ્ટિએ આમેય અપૂર્વ છે, અને વળી તેમાં શ્રીમદ્ યશોવિજયજી જેવા મહાપુરુષના સ્વહસ્તાક્ષરે લખાયેલ હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધુ કહી શકાય.
આ પ્રશ્નપત્રકમાં ૪ ચક્ર બનાવેલાં છે અને તે દરેકમાં 5-5 કોષ્ટક મૂકેલાં છે. બધા મળીને ૨૪ કોષ્ટક થાય છે અને તે ૨૪ તીર્થંકરના નામથી અંકિત છે. દરેક તીર્થંકરના નામ ઉપ૨ ૬-૬ પ્રશ્ન ગોઠવ્યા છે. પ્રશ્ન કેમ કાઢવા અને તેનું ફળાફળ કેમ જાણવું એ સ્વયં લેખક મહાપુરુષે પોતાની ભાષામાં પોતાના હાથે જ લખી રાખેલું છે. જિજ્ઞાસુ પુરુષ આમાંથી પોતાને ઇષ્ટ જ્ઞાન, જરાક ઊંડાણથી મનન કરશે તો તે પોતાની મેળે જ મેળવી શકે તેમ છે તેથી આ વિષે વધારે સ્ફોટ કરવાનું અમે ઇષ્ટ ગણ્યું નથી.
અહીં એ સમગ્ર પત્રનું ઉદ્ધરણ આપીએ છીએ –
॥ ॐ ह्रौं श्री अर्ह नमः ॥ एणि मंत्रई वार २१ स्थापना षडी अथवा पूगीफल अभिमंत्री मूकावीइ । जेह बोलनी पृच्छा करई तेह छकु जिहां थापना मूकइ तेहना तीर्थंकरनी फाटिं । पृछाना बोल गणतां जे तीर्थकरनई फाटिं मूंकइ । तेहनी ते ओली गणवी । पंडित श्री नयविजयगणिशिष्य गणि जसविजय लिखितं ॥ छ ॥
શોભારતી ૩ ૨૦૮
Page #226
--------------------------------------------------------------------------
________________
श्री ऋषभ १ श्रीपदमप्रभ ६ कायासाड पृच्चा श्रीअजित २ व्यवहार पृच्छा
| मेघवृष्टि पृच्छा
श्रीसंभव ३ __ अँह नमः श्रीसमतिनाथ ५
देश सौख्य ग्रामांतरपृच्छा श्रीअभिनंदन ४.]
स्थानसौख्य पृच्छा
श्रीसुपार्श्वनाथ ७ श्रीवासुपूज्य १२ व्यापारपृच्चा सेवकपृच्छा
ॐ ह्रीं श्री
. पृच्छा
श्रीचंद्रप्रभ ८ व्याजदान पृच्छा
श्रीश्रेयांशनाथ १० अँ है नमः
श्रीसुविधिनाथ
भयपृच्छा
सेवापृच्छा
श्रीशीतलनाथ १०
चतुःपदपृच्छा श्रीविमलनाथ १३ (श्रीअरनाथ १८
धारणागति पृच्छा श्रीअनंतनाथ १४ जयाडजय
वाधारूधा पृच्छा पच्छा
। अँह नमः श्रीकुन्थुनाथ १७ ।
श्रीधर्मनाथ १५ वरपृच्छा
पुररोधपृच्छा श्रीशांतिनाथ १६ कन्यादान पृच्छा श्रीमल्लिनाथ १९
मंत्रविद्यौषधी श्रीमहावीर २४ । पृच्छा गतवस्तुपृच्छा
ॐ ह्रीं श्री श्रीपार्श्वनाथ २३
अँह नमः आगंतुक पृच्छा
श्रीनेमिनाथ २२ --- संतानपृच्छा
श्रीमुनिसुव्रत २० राज्यप्राप्ति पृच्छा
श्रीनमिनाथ २१ अर्थचिंता पृच्छा
Lata
1०८
Page #227
--------------------------------------------------------------------------
________________
॥ श्रीआदिनाथ ॥ १ ॥ १ शीघ्रं सफला कार्यसिद्धिर्भविष्यति २ अस्मिन्व्यवहारे मध्यमं फलं दृश्यते ३ ग्रामांतरे फलं नास्ति कष्टमस्ति ४ भव्यं स्थानसौख्यं भविष्यति ५ मध्यमं देशसौख्यं भविष्यति ६ अल्पा मेघवृष्टिः संभाव्यते
॥ श्रीअजितनाथ ॥ २ ॥ १ प्रचुरा मेघवृष्टिर्भविष्यति । २ मध्यमफला कार्यसिद्धिर्भविष्यति ३ अस्मिन्विवाहे लाभो नास्ति ४ सकुशलं सलामं ग्रामांतरं भविष्यति ५ स्थानसौख्यं भविष्याति ६ महदेशसौख्यं भविष्यति
॥ श्रीशंभवनाथ ॥३॥ १ भव्यं देशसौख्यं भविष्यति २ मध्यमा मेघवृष्टिर्भविष्यति ३ कार्यसिद्धिरस्ति फलं नास्ति ४ सलामो व्यवहारो भविष्यति ५ ग्रामांतरे मध्यमं फलं भविष्यति ६ महांतं स्थानसौख्यं भविष्यति
॥श्रीअभिनंदन ॥ ४ ॥ १ भव्यं स्थानसौख्यं भविष्यति २ देशसौख्यं मध्यमं भविष्यति ३ प्रजाभाग्येन मेघवृष्टिर्भविष्यति ४ सुंदरा कार्यसिद्धिर्भविष्यति ५ मध्यमं फलं व्यवहारे भविष्यति ६ ग्रामांतरे कष्टं न च फलं ।
॥ श्रीसुमतिनाथ ॥ ५ ॥ . १ सकुशलं सफलं ग्रामांतरं भविष्यति २ स्थानसौख्यं मध्यमं भविष्यति ३ देशसौख्यं न दृश्यते .४ प्रचुरा मेघवृष्टिभविष्यति ५ कार्यसिद्धिरस्ति फलं च नास्ति ६ व्यवहारो निष्फलो हानिकरः
led. ११०
Page #228
--------------------------------------------------------------------------
________________
॥ श्रीपद्मप्रभस्वामि ॥ ६ ॥ १ व्यवहारः सलाभो भविष्यति २ मध्यमं ग्रामांतरं भविष्यति ३ स्थानसौख्यं सर्वथा नास्ति ४ भव्यं देशसौख्यं भविष्यति ५ मध्यमा मेघवृष्टिर्भविष्यति ६ न च कार्यसिद्धिर्न च फलं
॥ श्री[सु]पार्श्वनाथ ॥ ७ ॥ १ व्यापारो महालाभप्रदः २ सेवकः सुन्दरो भविष्यति ३ सेवाफलं सर्वथा नास्ति ४ चतुःपदानां महान् वृद्धिर्भविष्यति ५ भयं यास्यति परं द्रव्यहानिः ६ व्याजे दत्तं पुनरपि हस्ते न चटिष्यति
॥ श्रीचन्द्रप्रभस्वामि ॥८॥ १ दत्तं सविशेषलाभं भावि २ व्यापारे लाभो न च हानिः ३ सेवकोयमर्थाय भविष्यति ४ सेवा कृता महालाभकारी भविष्यति ५ चतुः (५) ल्लाभो मध्यमो भविष्यति ६ भयं विधेयं धर्मः कार्यः
॥ श्रीसुविधिनाथ ॥ ९ ॥ १ भयं सर्वथा न कार्य २ दत्तं लाभनाशाय भविष्यति ३ व्यापारः क्लेशफलो भविष्यति ४ सेवको भव्यो भविष्यति ५ सेवा मध्यमफला भविष्यति ६ चतुःपदानां हानिर्भविष्यति
॥ श्रीशीतलनाथ ॥ १० ॥ १ चतुःपदाल्लाभो दृश्यते । २ भयं भविष्यति परमलोक ३ दत्तं सर्वथा यास्यत्येव ४ व्यापारो मध्यो भावी ५ सेवकोडयं मध्यमगुणः ६ सेवा कष्टंफललाभा भावि (नी)
------
yen
Page #229
--------------------------------------------------------------------------
________________
॥ श्रीश्रेयांसनाथ ॥ ११ ॥ . १ सेवा सफला भविष्यति २ चतुःपदहानिः, लाभश्च स्यात् ३ भयं भवत्येवात्मचिंता कार्या ४ दत्तं सलाभं सपरोपकारं भविष्यति ५ व्यापारान्न च लाभो हानिः ६ सेवक उद्वेगकरो भविष्यति
॥ श्रीवासुपूज्य ॥ १२ ॥ १ सेवको भव्योपकारी भविष्यति २ सेवा मध्यमफला न दृश्यते ३ चतुःपदान्न च लाभो हानिः ४ भयं शमिष्यति चिंता न कार्या ५ दत्तं चटिष्यति परं बहुकाले ६ व्यापारो महाकष्टफलः
॥ श्रीविमलनाथ ॥ १३ ॥ १ धारणागतिर्भव्या भवेत् २ जयः पराजयोपि भविष्यति ३ वरो निःपुण्यो दरिदश्च स्यात् ४ पुण्यवति कन्येयं प्रत्क्षश्रीः ५ किंचिदण्डेन पुररोधोपशमिश्यति ६ बद्धो बहु दण्डेनापि भाग्येन छुटिष्यति
॥ श्रीअनंतनाथ ॥ १४ ॥ १ बद्धो मुधैव शीघ्रं छुटिप्यति २ धारणागतिर्णद्यमा भवेत्। ३ जयो नास्ति हानिर्भविष्यति ४ वरोयं पुण्यवान् दीर्घायुश्च : कन्या मध्यमा भविष्यति ६ पुरधो महाभाग्येन छुटिप्यति
॥ श्रागनाथ ॥ १५ ॥ १ पुररोधोपशमिष्यति २ बद्धः छुटिप्यति द्रव्याव्य]येन ३ धारणागति!द्वेगो भविष्यति ४ जयो भविष्यति पराजयश्च ५ वरो भव्योडति अल्पायुः ६ कन्या कुलकलंकिनी
પnોભાવતી D ત૨
Page #230
--------------------------------------------------------------------------
________________
॥ श्रीशान्तिनाथ ॥ १६ ॥ १ कन्या सुशीला सदाचारा २ पुररोधः कष्टेन ३ बद्धो महाभाग्येन छुटिप्यति ४ धारणागतिर्भव्या विद्यते ५ पराजयो जयो भवेत् ६ वरोऽयं न भव्यो व्यसनी
॥ श्रीकुन्थुनाथ ॥ १७ ॥ १ वरः पुण्योऽस्ति सुखी च २ कन्या भव्यास्ति परं कलहकृत् ३ पुररोधः पुण्येन छुटिप्यति . ४ बद्धो मुधैव शीघ्रं छुटिप्यति ५ धारणागतिर्मध्यमा भवेत् ६ जयेन सर्वार्थचिन्ता कार्या
॥ श्रीअरनाथ ॥ १८ ॥ १ जयो भविष्यति यशोपि भविष्यति २ वरो मध्यमगुणो भविष्यति ३ कन्याऽसावुद्वेगकरी भवेत् ४ पुररोधः स्तोकदिनैर्यास्यति ५ बद्धो महाकष्टेन छुटिप्यति ६ धारणागतिः सुंदरा, उद्वेगश्च
॥ श्रीमल्लिनाथ ॥ १९ ॥ १ मंत्रौषधीभ्यो महागुणो भावी २ गत वस्तु सविलंब स्तोक चट. ३ आगंतुकः कष्टे पतितः, सविलंबमागमि. ४ संताने पुत्रो भावि ५ अर्थचिंता, सहजैवार्यप्राप्तिः ६ राज्यं क्कापि नास्ति, प्राणा रक्षणीयाः
॥ श्रीमुनिसुव्रतस्वामी ॥ २० ॥ १ राज्यं भव्यं परं जनभक्तिः न २ मंत्रविद्यौषधीभ्यो मध्यमो गुणो भवि. ३. गतं गतमेव शेषं रक्षणीयं ४ आगंतुकः शीघ्रं सलामोस्ति ५ संताने पुत्रो भवेन्न सुंदरः- - -
( માવ પૂછા n ૨૧૩
Page #231
--------------------------------------------------------------------------
________________
६ अर्थचिंताडस्ति परं न दश्यते
॥ श्रीनमिनाथ ॥ २१ ॥ १ अर्थलाभो भविष्यति, चिता न २ संताने पुत्रो भविष्यति, धनागमः ३ मंत्रौषधीभ्योडनर्थो भावि ४ गतं शीघ्रं चटिष्यति ५ आगंतुको मार्गाद्विलंबितः ६ राज्यं सविलंबं सोपक्रम, प्रावि
॥ श्रीनेमिनाथ ॥ २२ ॥ १ संताने पुत्रो भव्यो भविष्यति २ अर्थचिंताऽस्ति परं मध्यमं पुण्यं ३ राज्यं नास्ति प्रयासो न कार्यः ४ गतं वस्तु अर्धप्रायं चटिष्यति ५ मंत्रौषधीभ्यो गुणो भावि ६ आगंतुकागमनं संप्रति दृश्यते
॥ श्रीपार्श्वनाथ ॥ २३ ॥ १ आगंतुका आगता एव, वर्धाप्यसे २ संताने पुत्राः पुत्रिकाश्च संति ३ अर्थचिंता विद्यते परं दुर्लभा ४ राज्यं भविष्यति प्रयासो न कार्यः ५ मंत्रविद्यौषधीभ्यो न गुणः ६ गतं वस्तु प्रायश्चटिष्यति
॥ श्रीमहावीर ॥ २४ ॥ १ गतं यथा तथा हस्ते चटति २ आगंतुकः संप्रति सविलंबो दश्यते ३ संतानात्सुखं न विलोक्यं ४ राज्यं सकष्टं सविलंबं भावि ५ अर्थचिंता न कार्या ६ मंत्र विद्यौषधीभ्यो न गुणः (*
नत्य संशोध) મહાવીર નિર્વાણ, સંવત ૨૪૫૩ भाट, 43-3; -२
Hiler.ID२४
Page #232
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય યશોવિજયજીનાં ચોવીસ સ્તવનો
શાહ પીયૂષ્કુમાર શાંતિલાલ
0
श्री धर्माय नमः श्री महावीराय नमः श्री गुरुदेवाय नमः [પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ત્રિશતાબ્દી ઉજવણી વર્ષ નિમિત્તે. પૂજ્ય ઉપાધ્યાય મ. શ્રીએ રચેલ ‘જગજીવન જગ વાલ હો’ થી ‘ગિરૂઆરે ગુણ તુમ તણા.' એમ કુલ ચોવીસ સ્તવનો ઉપરની સ્પર્ધામાં પારિતોષિકવિજેતા નિબંધ.]
પ્રસ્તાવના
અનંત અનંત ઉપકારી એવા તીર્થંકર પરમાત્માઓ, સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતોને હૃદયપૂર્વક નમસ્કાર કરી આ જ્ઞાનસભર એવી સ્પર્ધામાં પૂજ્ય યશોવિજયજી મ. કૃત ચોવીશી અંગે હું મારા ભાવો, વિચારો અને આત્મદ્રવ્યના દિવ્ય તેજ દ્વારા યત્કિંચિત્ વિચારો વ્યક્ત કરીશ. આ વિચારો મારા છમચ્છપણાના હોઈ કોઈ ભૂલ આવી જાય તો તે અંગે સૌપ્રથમ ક્ષમા માગી – ક્ષમા આપી હૃદયની ભાવના વ્યક્ત કરીશ. આ ચોવીશી એ શાસન-પ્રેમનું સર્જન છે, જિનભક્તિ, શાસનભક્તિનો આવિષ્કાર છે. આના દ્વારા આજના ભૌતિક જમાનામાં પ્રજા જે ખોટા માર્ગે ઘસડાઈ ગઈ છે, જઈ રહી છે, તેવા આજના વાતાવરણમાંથી મુક્ત થવાનો, ભક્તિમાર્ગમાં જવાનો માર્ગ બતાવી રહી છે.
પૂજ્ય મહોપાધ્યાયજી લગભગ ૩૦૦વર્ષ પૂર્વે થયેલા છે. પ્રજા તે જમાનાના ગુલામી માનસમાં જકડાયેલી હતી. તેમાંથી તેને બહાર લાવી મુક્ત કરી પ્રજાના માનસમાં તેઓ ભક્તિયોગદ્વારા વીતરાગ દશા કેમ મળે તેની દિવાદાંડી જેવા પ્રકાશમય વાતાવરણમાં લઈ જનારાં એવાં આ ચોવીસ સ્તવનોની રચના કરી ગયા છે. આપણે તેમના આ ઉપકારને ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. પૂર્ણ ખીલેલા શરદઋતુના ચંદ્રમા જેવી એમની કીર્તિ અપાવનાર ચોવીશીનું ચિત્ર યથાશક્તિ આલેખવા અમારો પ્રયત્ન છે. આ માટે તેમનું પ્રથમ નામ લઈને દરેક સ્તવનનું અમૃતપાન કરવાનો લહાવો લઈએ. આ અમૃતપાન થયા પછી આપણો મોક્ષનો માર્ગ સરળ અને શાંતિપૂર્ણ બનશે. તેમના છેલ્લા ચરણની
ચોવીસ સ્તવનો 7 ૨૧૫
Page #233
--------------------------------------------------------------------------
________________
(લીટીને પ્રથમ યાદ કરીશ. હું યથાશક્તિ મારા આત્માના પ્રદેશોમાં તેમના શબ્દોનો આનંદ લૂંટતો રહીશ, પૂર્ણ બનીશ.
૧. ઋષભદેવપ્રભુનું સ્તવન
જગજીવન જગ વાલ હો’
આ સ્તવનમાં વાચક યશવિજય કહે છે કે જો સુખનો પોષ લાલ રે.” ઋષભદેવ પ્રભુનાં દર્શન કરીને આત્મા ધન્ય બન્યો છે, મારો આત્મા | ગુણવાન, સમૃદ્ધિવાન બન્યો. આત્મિક સુખ પ્રભુ બે હાથે છાબડે છાબડાં ભરીને | દો. પ્રભુ ! તેં તો તારા દોષોને આત્માથી અળગા કીધા અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોને પ્રકટ કર્યા છે. તું મને પણ તારા આ અનંત સમૃદ્ધ એવા સુખના સાગરમાં નહાવા દે. શા માટે મને દૂર રાખે છે? તું તો જગનો વહાલો છે, મારો પણ વહાલો છે. કારણ, તું મરુદેવી માતાનો લાલ છે. લાલ તો મરુદેવી માતાનો છે પરંતુ તું તો મારો નાથ છે. તારું મુખદર્શન કરીને સુખ ઊપજે છે. મારી આ ચર્મચક્ષુથી તારા આત્માનાં દર્શન શું થાય? માટે મને દિવ્ય દર્શન આપવા માટે મારા આત્માનાં અંતરદ્વાર ખોલીને તેમાં તું પ્રવેશ કર અને પછી જો તારી સાથે કેવો એકાકાર થઈ જાઉં છું ! તારા મુખનાં દર્શન કર્યા પછી મારા આત્માનાં અંતરચક્ષુ ખૂલી ગયાં. એ મુખદર્શનમાં તારાં નયન કેવાં દિવ્ય તેજથી શોભી રહ્યાં છે ! કેવાં નિર્વિકારી છે! એણે મારાં વિકારી નયનોમાંથી ક્યારનોય વિકારને દૂર કરી દીધો. તારાં નયન કમળની પાંખડી જેવાં છે. જે છે રાતાં છે. તારાં નયનોમાંથી ઝળહળતા દિવ્ય તેજને ઝીલીને હું પરમ આનંદ પામું છું. તારાં નયનોનાં દર્શન પછી દિવ્ય આનંદ પામેલા મારા આત્માની નજર તારા લલાટ ઉપર જાય છે ત્યારે તું મને સિદ્ધશિલા ઉપર બિરાજમાન પ્રભુ જ દેખાય છે, કારણ અષ્ટમીનો ચંદ્ર કે જેનો આકાર અર્ધ વર્તુળાકાર જેવો છે તેવું તારું લલાટ છે. તેનાં દર્શન કરી રહયો છું. તારું વદન શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્ર જેવું છે. તું તો આખો જ ભવ્ય છે. તારા વદનની ક્રાંતિ કેટલી છે ! તેવા તેજપુંજમાં હું પણ તેજોમય બની ગયો છું. તારા મુખમાંથી ઝરતી
[ પહોભારતી D રાક
Page #234
--------------------------------------------------------------------------
________________
વાણી અત્યંત રસ પેદા કરનારી છે. તારી માલકૌશ રાગમાં ખળખળ ઝરણાં જેમ વહેતી પાંત્રીસ ગુણયુક્ત એવી વાણીના રસમાં હું નાહી રહ્યો છું. એ દિવ્ય વાણી મારા જેવા અધમ આત્માને પણ પૂર્ણતાના શિખરે પહોંચાડવાને પૂર્ણ રૂપે સમર્થ છે, મારા જેવા નઠોર હૃદયને પાણી પાણી કરાવનાર વાત્સલ્યથી ભરપૂર છે. તારી આવી શેરડી જેવી મધુર વાણી દ્વારા મારા કષાયોનો નાશ કરવામાં શક્તિશાળી તું જ છે. એ વાણી માની વાણી છે. તે ત્યાં ને હું અહીં છું પરંતુ મારી નજર તારી (માતાની સામે) સામે અને તારી નજર (માતાની નજર) મારી ઉપર છે. તારા આવા મધુરા શબ્દોનું ગુંજન આજ સુધી મારા અંતરમાં થયા કરે છે. ત્યાંથી આગળ વધીને હું તારા ૧૦૦૮ ઉત્તમ લક્ષણોથી શોભી રહેલા દિવ્ય દેહનું દર્શન કરવા લાગ્યો છું. અનેક પ્રકારની શુભ રેખાઓ તો બહારનાં લક્ષણો છે, પરંતુ તારાં આંતરિક લક્ષણોનો તો પાર જ નથી. તારા દેહનાં દર્શન કરીને હું તેજોમય પુંજ બની ગયો છું. કારણ તું મને એવો મીઠડો પ્યારો લાગે છે કે બસ તને જોયા જ કરું. કારણ માને જોઈને કોણ ના હરખાય? આવા તારા દેહને ઘડવામાં પણ કોનો ફાળો હશે? ઈન્દ્ર, ચંદ્ર, સૂર્ય, મેરુગિરિના ગુણો લઈને તારો દેહ ઘડવામાં આવ્યો હોય એવો દીપે છે. પણ આવું ઉત્કૃષ્ટ ભાગ્ય કેવી રીતે પ્રાપ્ત થયું હશે, એ જ આશ્ચર્ય છે. કારણ તું જગજીવન છે, દરેકનો આધાર છે. તને તો ઈન્દ્રો, ચંદ્ર, સૂર્ય વગેરે પૂજે છે તો એ આશ્ચર્ય ન કહેવાય. પરંતુ તેં તો “સવી જીવ કરું શાસનરસી” એવી ભાવના ભાવીને તારા ભાગ્યનું નિર્માણ કર્યું છે, એટલે કે તારા ગુણો તારા જ છે, એમ મહોપાધ્યાયજી કહી રહ્યા છે. તારી ભક્તિના આધારે રહેવામાં કોઈ ચિંતા જ હોતી નથી. પ્રકાશ સામે અંધકાર ટકી શકતો નથી, તેમ તારી ભક્તિ કરનારના જીવનમાં પાપકર્મોને દેશવટો મળે છે. અને આવા પરમ ભાગ્યવાન એવા ભગવાનને ભજનારા પણ ભાગ્યશાળી છે. અનંત ગુણોના ભંડાર એવા પ્રભુએ ગુણો ભેગા કર્યા છે અને અઢાર દોષો દૂર કર્યા છે. આમ આ દોષો દૂર થતાં આભાની અંદર જ્યારે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય એવા ગુણો ભેગા થાય છે ત્યારે તું જગતને દર્શન કરાવનારો અને તારનારો થાય છે. પ્રભુ તારા આલંબનથી આત્માનાં જે સુખ પ્રગટે છે તે નિર્દોષ સચિદાનંદમય સ્વરૂપનું સુખ પ્રગટે છે. આવું સુખ મેળવવા હું તારાં સ્તવન, વંદના, કીર્તન કરીશ. કારણ આત્મિક સુખ સિવાયનાં બીજાં ભૌતિક સુખો કાયમ ટકતાં નથી અને વિવેકી આત્માને તેમાં રસ પણ નથી પડતો. છેલ્લી કડીના છેલ્લા ચરણમાં આ વાત વ્યક્ત
( ચોવીસ સ્તવનો 1 ૨૧૦ છે
Page #235
--------------------------------------------------------------------------
________________
( કરવામાં આવી છે માટે હું તે જ જિનભક્તિ ગ્રહણ કરીશ. મારા વહાલા, જગતના વહાલા એવા “ઋષભ જિનંદા પરમાનંદા.”
૨. શ્રી અજિતનાથ સ્વામીનું સ્તવન
અજિત નિણંદશું પ્રીતડી મહોપાધ્યાય રચિત બીજા અજિતનાથ સ્વામીના સ્તવનમાં “વાચક યશ | હો નિત-નિત ગુણ ગાયકે”- હું તારા ગુણ નિત નિત ગાઈશ. તું કેવો છે? તારું સ્વરૂપ શું છે? તે જાણવા હું દિનરાત મથતો રહીશ, તારામાં હું ખોવાઈ જઈશ. આત્માના અનંત પ્રદેશોમાં હું તને ઢંઢોળીશ. તું તો જિતાયેલો છે. તેં તો કર્મોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે. તું તો ભય-રહિત છે. પાપ-રહિત, કર્મ-રહિત, રોગ-રહિત અને કોઈથી પણ પરાભવ ન પામેલા એવા દેવાધિદેવ તને હું મનવચન કાયાના પ્રણિધાનપૂર્વક પ્રણામ કરું છું. મારું મન તારી સાથે હળ્યું છે. પ્રભુ ! તારી સાથે પ્રીતડીથી બંધાઈ ગયો છું અને હવે તારો સંગ મને થઈ ગયો છે તો મારે બીજાનો સંગ શા માટે કરવો ? બીજા પદાર્થો સાથેનો મારા આત્માનો સંગ તો સંસારમાં ભમાવે છે. બીજની સોબત મને ગમતી નથી. કાંટાળા આ સંસારની ભવભ્રમણની ઘટમાળ છોડીને મને અગણિત ગુણોથી મહેકતા બગીચામાં રહેલા પ્રભુમાં વાસ કરવો છે. માલતી, કમળ, મોગરા, ગુલાબ જેવાં ફૂલોમાં જે મોહે છે તે બાવળની પાસે શા માટે જાય? પ્રભુ જ મારી પ્રીતિના સાચા પાત્ર છે, મારા આત્માના સ્વામી છે. તેથી હું પણ પ્રભુ સાથે જ પ્રીત બાંધીશ. હવે ઉપાધ્યાયજી મ. પ્રભુના ધ્યાનમાં આગળ વધે છે અને કહે છે, “આત્મા એ રાજહંસ છે તે ગંગાના નિર્મળ જળમાં રહે છે. જ્ઞાન, દર્શન ચારિત્ર્યરૂપી સરોવરમાં રહેનારા આત્માને ગંધાતા એવા સંસારના ભ્રમણમાં શાને ગમે? રાજહંસ તો મોતીનો ચારો ચરનારો છે. તે સરોવરમાં જ રહે છે. ચાતક પંખી પણ સરોવરનું પાણી છોડીને મેઘનું જળ જ ગ્રહણ કરે છે. ચકોરી, અને ચાંદને પ્રીત જેવી હોય છે, તેવી પ્રીત પ્રભુ! તારી અને મારી છે. ગંગાનું નીર નિર્મળ ગણાય છે. તેમ તારું જીવન સર્વ મળરહિત નિર્મળ હોય છે. ચાતક
પક્ષોભારતી g ૨૧૮ એ
Page #236
--------------------------------------------------------------------------
________________
(પંખી મેઘના જળથી જ તૃપ્ત થાય છે તેમ મારો આત્મા તારી વાણીથી તૃપ્ત થાય છે, તેથી અન્યત્ર દોડાદોડી કરતો નથી. તારામાં જ જે સંપૂર્ણ થવાતું હોય તો મારે શા માટે બીજે જવું પડે? તારું સામર્થ્ય અચિંત્ય હોય છે એટલા માટે જ હું તારામાં ભક્તિ કરી આત્માને ઉજ્જવળ બનાવીશ. વળી તારી સાથે વાત કરવાનો પણ અનેરો આનંદ આવે છે. તું મારો પ્રીતમ છે અને તારી સાથે જીવનભરનો સાથ નિભાવીશ, તારામાં ખોવાઈશ.” પ્રીત તારી સાથે કેમ બતાવવી તેના દર્શન કરાવતા પૂજ્ય મહોપાધ્યાયજી મ. ગાય છે કે, કોયલ મનોહર આંબાનો મોર-આમ્રમંજરી ખાઈને મધુર શબ્દ કરે છે. તેને બીજાં વૃક્ષો ગમતાં નથી, તેને આમ્રવૃક્ષ જ ગમે છે તેમ મારે તારી સાથે રહીને જ ગુણોનો રાગ મેળવવો છે. મને તારી પ્રીતિ ગમે છે તેથી જ તો મને મન મૂકીને તારી સાથે આત્મજ્ઞાન લલકારવાની ચાનક જાગે છે, તેથી જ તો હું બીજાની સાથે પ્રીતથી બંધાઈ જતો નથી. હું અને તું, તું અને હું એમ આપણી વાતો કાલીઘેલી ભાષાથી કરીએ અને એમાં હું મારું આત્મજ્ઞાન પામી દિવ્ય પ્રકાશ જોતો થઈ જઈશ. સંસારના પદાર્થોથી જિતાઈ જઈશ નહિ. પછી પ્રભુ સાથેની પ્રીતડીનું વધુ દર્શન કરાવતા મ. શ્રી કહે છે, ““હું તારામાં ખોવાઈ ગયો છું. મારી અને તારી પ્રીત સ્વાભાવિક છે અને જેમ સૂર્યવિકાસી કમળ સૂર્યનાં કિરણો ગ્રહણ કરે છે અને ચંદ્ર-વિકાસી ચંદ્રનાં કુમુદ ચંદ્રની સાથે પ્રીત ધરાવે છે. વળી ગૌરી શંકર વિના રહી શકતી નથી, લક્ષ્મી વિષ્ણુ વિના બીજાને ચિત્તમાં ધારણ કરતી નથી, તેમ તારાં દર્શન કરવાને આતુર હું બીજા કોઈ સાથે પ્રીત બાંધતો નથી. હું તારા દિવ્ય પરમાત્મતેજનાં કિરણોમાં ખોવાઈ જઈને ચિત્તને પ્રસન્ન કરું છું. વહાલની કક્ષા તો લૌકિક સ્તરની ગણાય છે તેમાં પણ પોતાના વહાલાને સમર્પિત થવાની વૃત્તિ છે. કમલિની સૂર્ય તરફ જ જુએ છે, તે સોહામણા ચંદ્રની સામે જોતી નથી, તેમ હું પણ કાળક્રમે પરમ કૃપાનિધિ કરુણાસાગર પરમાત્માનો વફાદાર સેવક બની જઈશ, કારણ મેં તો તારી સાથે પ્રીતડી બાંધી છે અને છેલ્લે મારું મન તારી સાથે મળ્યું છે. એને બીજા સાથે ગમતું નથી એટલે હું નિરંતર તારા ગુણો ગાઉં છું, તારી સ્તવના કરું છું. તારી ભક્તિમાં રંગાયેલો આત્મા રસદાર ભક્તિસુમનોની આ માળા ગૂંથીને તારાં સ્તવનોથી સ્તવના વડે તને મારા મનમંદિરનો માલિક બનાવીશ.” ઉપાધ્યાયજી મહારાજસાહેબે પણ પોતે ગુરુદેવનું નામ આપીને ગુરુકુળ-પરંપરાના ઉપકારક તત્ત્વને મહત્ત્વ આપી બિરદાવ્યું છે. એમણે કહ્યું છે કે પ્રીતડીના રસમાં મને મારા આત્મદર્શનનો
( ચોવીસ સ્તવનો 1 ૨૧૯ -
Page #237
--------------------------------------------------------------------------
________________
(અનેરો લાભ ઝગમગતા દીવડા જેવો લાવી રહ્યો છે જે સાચી પ્રીતડી બતાવે છે.
૩. શ્રીસંભવનાથસ્વામીનું સ્તવન
સંભવ જિનવ વિનંતિ પ્રભુભક્તિમાં રંગાયેલા એવા શ્રી મહોપાધ્યાય મહારાજ સાહેબ કહી રહ્યા છે કે “વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે.” તારી ભક્તિનું ફળ શું છે તેની મને ખબર નથી પણ તે સંભવપ્રભુ ! હું તો ઉત્તમ વસ્તુની માગણી કરું છું. તે જે આપશો તો જ મારે જોઈએ છે. તે હું તારી પાસે બીજું કાંઈ માગું કે તેની હું યાચના કરવાનો નથી. હું કંઈ ભિખારી નથી કે બીજું માગું, પરંતુ હું તારો દાસ થઈને જે માગું છું તે કઈ ઉત્તમ વસ્તુ છે ! તે છે પરમાત્મભાવ. જ્યારે મારો અને તમારા વચ્ચેનો અંતરનો પડદો નાશ પામશે ત્યારે હું પણ તારા જેવો થઈશ, પરમાત્મા બનીશ. તે માટે હું સમ્યકત્વની શુદ્ધિ માગું છું. જેમ મૂળને વફાદાર રહેનાર વૃક્ષને ફળની ચિંતા કરવી પડતી નથી તેમ સમ્યફશીલ આત્માને મોક્ષરૂપી સુફળ માટે ચિંતા રહેતી નથી. સેવકભાવે મારે તને ભજવાનો છે અને બધા જ સંકલ્પ-વિકલ્પોને ત્યજી દઈને હું તારા ભાવમાં રમવા માગું છું. ધર્મોપદેશ દેતી વખતે તારી વાણી વિશ્વના બગીચાને ભવ્ય જનોથી શોભાયમાન કરવા સિંચવા માટેની નહેર સમાન બની જાય છે તેથી આવા શુદ્ધ પાણીના પ્રવાહને ગ્રહણ કરીને મારો આત્મારૂપી બગીચો હું નિર્મળ બનાવું છું. આગળ તેઓ કહે છે, “હે સંભવનાથપ્રભુ તું ગુણનો જ્ઞાતા છે. મારી નાની શી અરજ સાંભળ, તારી ભક્તિ-સેવા ચાકરીમાં કોઈ ખામી રાખતો નથી. તો તેનું ફળ મને ક્યારે આપશો? હવે મને અધીરાઈ આવી રહી છે. સંસારના અનંત કાળના પરિભ્રમણથી કંટાળી ગયો છું માટે હું ફળ માગી રહ્યો છું. કયું ફળ માગી રહ્યો છું, મારે કયું ફળ જોઈએ છે તે પર તો આપ ધ્યાન આપતા જ નથી. હું દિવસ અને રાત બે હાથ જોડીને આપના ધ્યાનમાં – પરમાત્મભાવવાળા ધ્યાનમાં ઊભો છું, પરંતુ આ વસ્તુ ધ્યાન ઉપર નથી લેતા તે કેવું? મારે તમને શું કહેવું? મારો વિચાર, મારું મન, મારું ચિંતનમનન
પક્ષોભતી | ૨૩૦
Page #238
--------------------------------------------------------------------------
________________
વગેરે આપ જ છો. સમયના કણકણને આપમય બનાવીને જીવી રહ્યો છું. તારી આજ્ઞાને નજર સમક્ષ રાખીને હું તમામ પ્રવૃત્તિઓ કરું છું. તારી આજ્ઞાપાલનનો મંગળમય અઘ્યવસાય જ પ્રભુનું ધ્યાન છે. જે ફળની માગણી કરી હતી તેની આપના ખજાનામાં કોઈ ખોટ નથી. તારો ખજાનો અનંત જ્ઞાન-દર્શનચારિત્રરૂપી ગુણોનો છે. તેનો મારે ખપ છે. તે આપની કૃપાદષ્ટિ વિના મળવો શક્ય નથી. જો શેઠની કૃપા સેવકને ન્યાલ કરે તો પ્રભુ, તારી યાચના મને ન્યાલ નહીં કરે ? ક૨શે જ.'' આગળ જતાં પૂ. ઉપાધ્યાયજી કહે છે કે ‘‘હાલ મોક્ષગમનનો કાળ નથી એમ તમે ન ગણશો. ભાવલબ્ધિ તો આપના હાથમાં છે. કાળલબ્ધિનો પરિપાક આપની ભક્તિને અધીન છે. ભાવલબ્ધિ પર હું મુસ્તાક છું. મારા આત્મામાં મોક્ષે જવાની શક્તિ જગાડો. સિંહનું બચ્ચું કે હાથીનું બચ્ચું કે જેને ચાલવાની શક્તિ નથી હોતી પરંતુ મોટા સિંહ કે હાથીની સાથે તે પણ ગેલ કરતું ચાલે છે તેમ આપ પણ ગજરાજ સમાન છો અને મેં પણ તમારું શરણું સ્વીકાર્યું છે તો મારા આત્માની મહાનતા જરૂર પ્રગટ થાય જ. આપની ભક્તિનો મહિમા અચિંત્ય છે. માટે મેં જે માગેલું છે, જે ઉત્તમ વસ્તુ યાચું છું તે જો આપ આપો તો જ મારે જોઈએ છે. હું બીજા પાસે માગવાનો નથી. આપ જ આપવા માટે સમર્થ છો. તે છે સમ્યક્ત્વપણું. તારી ભક્તિ, સંભવનાથપ્રભુની સ્તુતિ કરતાં કરતાં મોક્ષ પ્રાપ્ત કરવાની શકિત મારામાં જગાડવાની વાત કરીને મારે પ્રભુભક્તિમાં લીન બનવું છે.
*
૪. શ્રીઅભિનંદનવામીનું સ્તવન
‘‘દીઠી હો પ્રભુ ! દીઠી જગગુરુ તુજ’
પરમ પૂજ્ય મહોયાધ્યાય મહારાજ કહે છે કે,
‘વાચક હો પ્રભુ ! વાચક યશ તુમ દાસ,’'
પ્રભુભક્તિના હૈયાપુરમાં આત્માનાં દર્શન કરાવ્યાં, ૫રમાત્માનાં દર્શન કરાવ્યાં પછી હે પ્રભુ અભિનંદન ! આપનો દાસ એમ વીનવે છે કે આપ’મને છેહ ન દેશો. સદાકાળ આપનાં દર્શનનું સુખ આપજો. સંભવનાથપ્રભુની સ્તવનામાં સમ્યક્ત્વ માગ્યું, પણ અહીં જ્ઞાયિક સમક્તિનું દાન માગ્યું. હું તારો
ચોવીસ સ્તવન ૩ ૨૨૧
Page #239
--------------------------------------------------------------------------
________________
દાસ છું. ઘણી મહામહેનતે જે સમક્તિને આવનારાં કર્મોને તારી ભક્તિ વડે દૂર કર્યા છે. તો એ સમ્યકત્વથી ભ્રષ્ટ ન થાઉં એવી કૃપા સેવક પર કરજો. કારણ સાચો સમ્યફ સદા નિજાનંદમાં રહીને કર્મની નિર્જરા કરતો મોક્ષ પામે છે. હવે તે પામવા પહેલાં પ્રભુની મૂર્તિનાં દર્શન કર્યા તે સાક્ષાત્ મોહનવેલડી જેવી છે, શેરડીના મીઠા રસ જેવી છે જેના આસ્વાદથી મારો આત્મા સંતપ્ત થયો છે. જિન આગમ અને જિનપ્રતિમા છલકાતી નદીની જેમ છલકાઈ ગયેલી છે તે ભક્તિ. આ ભક્તિ વડે સૌ આત્મા રસબોળ થઈને મહાલે છે. જેમ મોરને જોતાં સર્પો દૂર ભાગી જાય છે તેમ જિનદર્શન કરતાં કર્મોરૂપી સર્પોમાં ભયની ધ્રુજારી આવે છે અને ચૈતન્યશક્તિ જોરમાં આવે છે. આ રસરૂપી જિનવાણી વૈરાગ્યજનક છે, સંસારતારક છે. તને મળવાથી તારા સ્વભાવના રૂપને જાણી ગયો, અભેદ ભાવે તારી સાથે મળી ગયો. તને મળવાથી મારા હાથમાં મહાકાંત મણિ આવ્યો છે, કલ્પવૃક્ષ મળ્યું, ફળ્યું એમ માનું છું. હું તને પામ્યો તો મારો જન્મ સફળ થયો તેમ માનું છું, નહિતર સંસારમાં પરિભ્રમણ કરતો અનંત દુઃખોને સહન કરતો દુર્ગતિમાં જ ભમતો હોત. દિલમાં સમ્યક્ત રૂપી દીવડો પ્રગટ્યો છે. આત્મબુદ્ધિ આવી છે. ભક્તની આંખે ભગવાનને જોતા થવામાં જીવનની સફળતા છે અને મોક્ષનું સર્જન છે. હે પ્રભુ ! આપ મળ્યા એટલે મારા પુણ્યના અંકુરો પ્રગટ થઈ ખીલવા લાગ્યા, બધા જ દાવ સીધા પડ્યા, મારે તો અમૃતરસના મેઘ વરસ્યા. જેમ ત્રિશલામાતા મહાવીરને-બાળ વર્ધમાનને પારણામાં ઝુલાવ્યા ત્યારે અમૃત દૂધે મેહુલા, એમ દીપ વિજય કહે છે તેમ મારા શુભ દિવસો ઉદયમાં આવ્યા, તેમ મારો આત્મા માને છે. એવા સાચા જિનભક્તની આ વાણીનાં પવિત્ર પાણી આત્માને પાવન કરે છે. જેને ગમતી વ્યક્તિ મળે અને જે આનંદ થાય તેવો આનંદ મને થયો છે. ભૂખ્યાને ઘેબર, તરસ્યાને પાણી મળે, થાકેલાને પાલખી કે બેસવાનું સાધન મળે, તેમ મને તું મળ્યો એટલે બધું જ મળ્યું એટલો આનંદ થયો છે. જ્યારે પ્રભુનું મિલન-દર્શન થાય છે ત્યારે આત્મામાં રહેલી ચેતનશક્તિ જાગે છે, ત્યારે ચિ-દર્શન થતાં આત્માના મૂળ સ્વરૂપનું દર્શન થાય છે, ત્યારે આનંદની સીમા રહેતી નથી. આ દર્શન થતાં અંધારી રાતે દીવાનો પ્રકાશ મળે, જંગલમાં ઘર મળે, નદીના પૂરના પાણીમાં જેમ હોડી મળે, રણભૂમિમાં આંબો મળે તેમ કળિયુગમાં, મને તારું દર્શન મળે છે, તે દર્શન સમ્યકત્વ દર્શન મળે છે, તેમ કહે છે. સમ્યકત્વ દર્શન એ જેમ સુપાત્રને દાન કરતાં કોઈને મળે તેમ આ દર્શનની પ્રાપ્તિ પછી જ
પણોભારતી ઘ ૨૨૨
-
Page #240
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલની રાત્રિ દૂર થાય છે, એટલે જ છેલ્લે મહારાજશ્રી દાસ થવાની માગણી કરે છે, વિનવણી કરે છે. જેમ જેમ પ્રભુ સાથે પ્રીતિ વધતી જાય છે તેમ તેમ ભક્તિ વધતી જાય છે, પ્રભુમય બનવા પ્રયાસ કરે છે. પૂજનથી પૂજ્ય બનાય છે. પ્રભુનાં ધ્યાન અને ચિંતન કરવાથી પ્રભુ થવાય છે. આઠમાં ગુણઠાણાથી ઉપર ચઢવા માટે ધ્યાનનો માર્ગ અને ત્યાં સગુણ ઉપાસના જરૂરી નથી, પરંતુ સ્થિરતા અને એકાગ્રતા પછી નિર્ગુણ ઉપાસનાભક્તિ આવે છે જે ચૌદમા ગુણસ્થાન સુધી લઈ જાય છે.
આમ જેમ જેમ સ્તવનના ભાવમાં રમતા જઈએ છીએ, તેમ તેમ સંસારથી પર થતા જઈએ છીએ. આજના સમયમાં આ ઉપાસના જ સંસારમાં શાંતિ અર્પે છે, સુખનો અનુભવ કરાવે છે. તેવો અનુભવ હવે પાંચમા | સુમતિનાથજી પ્રભુની ઉપર કેવી પ્રીતિ થાય છે તેમાં જોઈશું.
૫. શ્રીસુમતિનાથવામીનું સ્તવન “સુમતિનાથ ગુણ શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ' પરમ પૂજ્ય મહોપાધ્યાયજીના આ સ્તવન કીર્તનમાં એમ કહે છે કે, વાચક યશ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર'
મારો અને તારો પ્રેમ કંઈ ગુપ્ત રહેશે નહિ, કારણ જેમ ચંદ્રકાન્ત મણિનો પ્રકાશ કે કિંમત કંઈ ગુપ્ત રહેતાં નથી તેમ મારી અને તારી વચ્ચેની જે પ્રેમની પ્રીતડી છે એ કંઈ ગુપ્ત રહેશે નહીં. કારણ તું પ્રેમનો સાગર છે, ગુણનો સાગર છે, દયાનો સાગર છે, સમતા અને અમૃતરસનો મહાસાગર છે. તારા પ્રેમમાં રંગાયા પછી બીજા રંગનું વસ્ત્ર મારે ઓઢવું નથી. મારાં સુખ-દુઃખનો તું સાથી છે તો મારે શા માટે બીજે જવું? મારે તો સજ્જન જોડે પ્રીતડી છે તે છાની કેમ રહે? સજ્જન જોડે પ્રીત છાની રહેતી નથી. અત્તરની જોડે રહેલા રૂમાં જેમ અત્તરની સુગંધ છાની રહેતી નથી તેમ તારી પ્રીત છાની રહેતી નથી. કસ્તૂરીની સુગંધ પણ વાતાવરણમાં ફેલાય છે. સાચી રીતની પ્રીત નિરાળી છે. એમાં ગુણની મહેક જાગે છે, જે એવો અનુરાગ પ્રકટાવે છે. તારો અને મારો સ્નેહ
. યોનીસ સ્તવનો n ૨૨
Page #241
--------------------------------------------------------------------------
________________
ઢાંક્યો ઢંકાઈ જતો નથી. સૂર્ય ચંદ્રનું તેજ છાબડીથી ઢંકાઈ શકતું નથી. મોટું ઘર છત્રીથી ઢંકાઈ જતું નથી, હાથમાં ગંગાનાં જળ સમાતાં નથી તેમ તારા પ્રત્યેનો પ્રેમ હું મારા અંતઃકરણમાં કઈ રીતે સંગ્રહી શકું ? તે અગાઘ છે, અનંત છે, છલકાઈ ઊઠે છે. પ્રભુભક્તિમાં મસ્ત બનેલા પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ આગળ વધતાં એમ કહે છે કે મારી પ્રીતડી એવી છે કે જેમ કાથો ચૂનો ચોપડેલ નાગરવેલનું પાન જે ખાય તેના હોઠ લાલ થાય છે તેવી મારી-તમારી પ્રાતડી છે. મારો પ્રેમ પણ તારા ગુણરૂપ રસના પ્યાલા ભરી ભરીને પીવાથી અભંગ થયો છે. હે પ્રભુ તારા ગુણ કેટલા ? તો અપરંપાર છે અને તે ગુણોનું પાન નાની ચમચી વડે ના થાય પણ મોટા લોટે લોટેથી થાય. કારણ અનંત એવા અવગુણોથી ભરાયેલ એવા મારા આત્માને અજવાળવાનો - પ્રકાશ આપવાનો માત્ર આ જ ઉત્તમ ઉપાય છે. તું તો પરાર્થ વ્યસની છે. આ ગુણમાં રમવાથી, મારો ભાવ આત્મસાત્ થાય છે. અને જ્યારે હું તારી ભક્તિના રસમાં નાહીને સામે કિનારે જઉં છું ત્યારે તું જ મળે છે. જેમ શેરડી મોટી થયેલી હોય પણ તે પાનના લીધે ઢંકાઈ ગઈ હોય છતાં પણ દેખાય છે તેવી જ રીતે મારો અને તારો પ્રીતનો સંબંધ વધે છે. મારો પ્રેમ દિવ્ય દર્શનવાળો છે, કોઈથી ઢંકાઈ જાય તેવો નથી. તું તો પ્રેમનો સાગર છે, ગુણનો મહાસાગર છે, દયાનો દરિયો છે અને આ રીતની તારી ભક્તિના તાનમાં તણાઈ જઈને તારા પ્રીતના ગુંજનરૂપ એવા સાગરમાં મારે તારા જેવું થવું છે. હે તારણહાર સુમતિનાથપ્રભુ ! તું જ હવે રસ્તો આપ. તું સુંદર ગુણોવાળો છે અને તારી સુગંધી મારા આત્મામાં નાખીને પૂર્ણ પરમાત્મા બનાવ. એમ વિરહી એવો હું તારા ચરણમાં અમૃતરસના પ્યાલાનું અમૃતપાન કરી રહ્યો છું.
*
૬. શ્રીપદ્મપ્રભુસ્વામીનું સ્તવન
‘‘પદ્મ પ્રભુ જિન જઈ અળગા રહ્યા, જિણથી નાવે લેખો જી’’
શ્રીપદ્મપ્રભુસ્વામીના સ્તવન અંગે આ ગૂંથેલ ફૂલમાળામાં પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે વાચક યશ કહે ‘એહ જ આશરે, સુખ લહું ઠામોઠામજી' તારા ચરણના દાસ બન્યા પછી હું બધી જ જગ્યાએ સુખ
શોભારતી ૨૨૪
Page #242
--------------------------------------------------------------------------
________________
સુખ જ અનુભવું છું, પણ તું તો મારાથી યોજનો દૂર વસ્યો છે. ત્યાંથી તું તારા ભક્તને પત્ર ક્યાંથી લખે ! ત્યાં તો કાગળ અને શાહી મળતાં નથી એટલે મારે જ લખવો પડે ને ! પોતાના સ્નેહીને કોણ વીસરે ? પ્રભુને ભજનારો કાળ અને અંતરને પણ ખ્યાલમાં રાખતો નથી. મારો ત્યાં આવવાનો માર્ગ પણ અધરો છે. મારે તારી પાસે આવીને તારા ગુણના નિધિને જોઈને તારા સ્વરૂપનું ધ્યાન કરવું છે. મારા હૃદયપટખૂલતાં તારા પ્રત્યેનો સ્નેહ જાગૃત થાય છે. તેથી પ્રભુ દૂર હોય પણ નજીક લાગે છે. વળી તારી ભક્તિમાં હું ડૂબી ગયો છું. તેથી તારા પ્રત્યેની વિચારધારામાં મારા ત્યાં સમાચાર પહોંચતા નથી. મારો અને તારો મેળાપ જે થયો છે તે દુર્લભ છે અને તારો વિરહદુઃખરૂપ છે. કારણ વ્યક્તિ વ્યક્તિના સંબંધ માટે, પિયા અને પિયુના મિલન માટે પત્રવ્યવહાર હોય છે જ્યારે મારી અને તારી વચ્ચેના સંબંધે પત્રવ્યવહાર નથી, તેથી તારા વિરહની વેદનાનું દુઃખ ઘણું છે. શું કરું? હવે તો આ સંસારમાં તારા વગર રહેવું કારમું લાગે છે. વપાછો તું તો રાગ વગરનો છે, જ્યારે હું તો રાગથી ભરેલો છું. માલિકની લગામ અનુસાર ઘોડો દોડે છે; નહિ કે ઘોડો માલિકને દોરે. પરંતુ જેમ ઘોડો માલિકના કહ્યા અનુસાર ચાલે છે તેમ હું પણ તારા કહ્યા અનુસાર કરું છું. મારી અને તારી વચ્ચે આવી જ સ્થિતિના અનુભવો થાય છે, પણ હું તને સ્વપ્રમાંય ભૂલી જતો નથી. મારી આ વ્યથા તારા તરફનો વધુ પડતો ભક્તિભાવ જગાડવા માટે છે. રાગ વગરના બનવામાં તારા તરફનો અવિસાર રાગ જ તાર જેવો બનાવશે અને આગળ વધતાં તારા સ્વરૂપની વિચારણારૂપ ભાવનાના રસને સાચી ભક્તિ કહી છે. આથી જ મારા મનોરથ સિદ્ધ થાય છે. પ્રેમરસ વર્તતો હોય ત્યાં પ્રભુ રીઝે છે. મારી કાકલૂદીભરી વાણી અને ભક્તિથી તું ના રીઝે તો શું કામનું ! મારો પ્રેમ વધતો જ રહેશે અને તેના દ્વારા તું પણ મારી ભક્તિથી ચાહનાવાળો થઈશ. છેક સુધી મને નહીં મળવાવાળો છેવટે હકારનાં દ્વાર ઉઘાડી દે તો મારાં તન, મન, ધનથી તારી ખિદમત કરીશ. છેલ્લે ગુણવાનની સોબતથી હું ગાણું અને તેથી મોટા સુખના અનુભવો ઠેરઠેર કરું છું જેથી મારામાં એવી ખુમારી પ્રકટે છે કે જેમ વડાપ્રધાનની સાથે રહેતો તેનો પર્સનલ સેક્રેટરી કોઈથી ગાજ્યો જતો નથી તેમ હું નિર્ભયપણે જીવું છું. સંસારના રાગને નિર્મૂળ કરવાનો ઉત્તમ ઈલાજ વીતરાગની ભક્તિ છે, જે હું નિરંતર કરીશ.
- ચોવીસ અવની ઘ ૨૨૫ )
Page #243
--------------------------------------------------------------------------
________________
૭. શ્રીસુપાર્શ્વનાથવામીનું સ્તવન
“શ્રી સુપાર્શ્વ જિનરાજ ! તું ત્રિભુવન શિરતાજ પૂજ્ય મહોપાધ્યાય મહારાજસાહેબ સુપાર્શ્વનાથ ભગવાનનાં ચરણકમળમાં રહીને કહી રહ્યા છે કે “આજ તો સ્વામી રે શિવગામી, વાચક યશ ધુણ્યોજી” તારી વાણી સાંભળવા તારા સમવસરણમાં આવ્યો છું. તારો વાસ શિવપદ પર છે, પરંતુ ત્યાં જતાં પહેલાં તે અનંત ઉપકાર કર્યા છે તેવી પાંત્રીસ ગુણથી યુક્ત વાણીવાળા પરમાત્માની સ્તવના કરતાં હું પોતાને ભાગ્યશાળી સમજું છું. તારી શોભા જોઈને મારું હૃદય પાવન બને છે. તે જિનેશ્વરદેવ, આપ ત્રણેય લોકના મસ્તકના શિરમુકુટરૂપ છો અને તે પદનું ઐશ્વર્ય આજેય મારા દિલ તથા દુનિયામાં દીપી રહ્યું છે, કારણ તે બધા જ જીવોની કરુણા ચાહી છે. અને તું કલ્યાણ કરવા માટે તારા સમય, શક્તિ અને શ્વાસોચ્છવાસને પણ સાર્થક કરે છે. તું તપ જપ કરીને પોતાના આત્મવીર્યને ફોરવે છે અને ઉત્કૃષ્ટ ભાવ દયા ચિંતવવાના કારણે તીર્થંકરપદની પ્રાપ્તિ કરે છે. હું તો તારા ચરણના અંગૂઠામાં જ બેસીને દિવ્ય ધ્વનિનું સંગીત સુણી રહ્યો છું. દશેય દિશામાં તારાં બુલંદ થયેલાં પ્રતિહાર્યો જેઉં તે પહેલાં તારા સ્વરૂપને મારાં ચક્ષુથી જોઈને જીવન સાર્થક કરું છું. દેવોએ કરેલા દિવ્ય દરવાન, પુષ્પો, ચામર, ત્રણ છત્ર, પ્રભામંડળ અને દૂભિ એ પ્રતિહાર્યો પ્રભુની પ્રભુતામાં વધારો કરી રહ્યાં છે. આપનું પુણ્ય ઉકૃષ્ટ હોવાથી દેવો, મનુષ્યો, તીર્થંચો પણ સમવસરણમાં આવીને બિરાજેલા છે. એક યોજન પ્રમાણ સમવસરણની મધ્યમાં સ્ફટિક મહિના સિંહાસન ઉપર “નમો તીથ્થસ્સ' કહીને જ્યારે આપ બિરાજમાન થાઓ છો,
ત્યારનું વાતાવરણ ઘણું જ આહાદક લાગે છે. અશોકવૃક્ષની છાયામાં માલકૌશ રાગમાં આપની દેશના સાંભળીને મારાં પૂર્વનાં અસંખ્ય કર્મોને બાળી નાખું છું. તારી રિદ્ધિ-સિદ્ધિનો પાર જ નથી. પુષ્પવૃષ્ટિથી સુગંધી ચારે બાજુ ફેલાઈ છે અને તારી ઠકુરાઈ તો મારે કરવી જ છે, એ સૂચવતાં ત્રણ છત્રો પણ શોભી રહ્યાં છે, દેવો ચામર ઢાળે છે, પાછળ ભામંડળ છે કે જેથી તારા વદનનાં તેજ જો હું ના જોઈ શકું તો શું કામનું? તો જે ભામંડળ છે તે આ તારા તેજને સંક્રાંત કરે છે જેથી હું મારી તૃષા છિપાવી શકું. દુંદુભિનાદ કરીને દેવો આકર્ષી રહ્યા છે. ચોત્રીસ અતિશયોવાળા અને પાંત્રીસ ગુણવાળા સુપાર્શ્વનાથપ્રભુ! તારી આ
-
પહોભારતી ૨૧
Page #244
--------------------------------------------------------------------------
________________
રિદ્ધિસિદ્ધિ જોઈને મારું અભિમાન ક્યારનુંય ભાગી ગયું છે અને હું નત મસ્તકે તારા મધુરાં વચનોનું પાન કરું છું. આ અવસર જોવાનો પણ મારો કેટલો પુણ્યોદય છે કે તારી ભક્તિમાં શક્તિ ગોપવ્યા વિના લીન બનીને સહુ ભવ્યાત્માઓ શિવપદના સ્વામી બની રહ્યા છે. તારા ચરણની સેવા જ મારું સર્વસ્વ છે એવી ભાવના ભાવતો તારામાં ખોવાઈ જાઉં છું.
૮. શ્રીચંદ્રપ્રભસ્વામીનું સ્તવન
ચંદ્રપ્રભ જિન સાહેબારે, તુમ છો ચતુર સુજાણ, મનના માન્યા.
ઉપાધ્યાયજી મહારાજસાહેબ હવે પ્રભુના આત્માની સાથે ગોષ્ઠિ કરતા કહે છે કે ‘વાચક યશ કહે જગધણી રે તુમ તૂટે સુખ થાય, મનના માન્યા આવો.
""
પ્રભુના મુખનાં દર્શન કરતાં જાણે પ્રભુ ખુદ સામે જ ના હોય તેવો ભાવ વ્યક્ત કરતાં કહે છે કે તું તુષ્યમાન થાય તો જ હે જગતધણી મને સુખ થાય. તે વિના મારું જીવન નકામું છે. જો મોક્ષનું ફળ વહેલું કે મોડું મને આપવાનું છે તો વિલંબ શા માટે ! તું જલદી જ આપને. તારા દર્શનના પ્યાસા એવા મને પૂરી ખાતરી છે કે તું મોક્ષપદ આપીશ. તું તો ચતુર છે, સુજાણ છે, મનને પ્રિય છે અને આ દાસની સેવાને જાણે છે. હવે આપણું અંતર ઘટી રહ્યું છે. આવ પાસે બેસીએ. ચાંદની રાત્રે જેમ ચંદ્રની કાંતિ વધુ હોય તેવી કાન્તિથી તું શોભી રહ્યો છે, દિલને હરી રહ્યો છે અને મનને મોહી રહ્યો છે. મેં તો તારી સેવા કરી છે તે તો તું જાણે છે, કારણ તું સર્વજ્ઞ છે તેથી મારી ઇચ્છાની પણ તને ખબર છે કે મારે શેની જરૂર છે. મારે જરૂર છે નિર્વાણપદની. એકાંતમાં આત્માના સુખની વાતો કરવી છે, કારણ આમ કરવાથી આત્મ પ્રેમવૃદ્ધિ પામે છે. તારી સાચી ભક્તિની ખૂબી જ એ છે કે એ મારા હૃદયને સ્પર્શી જાય છે. સર્વ કર્મ ખપાવીને તું મોક્ષમાં ગયો અને હું સંસારમાં ભમી રહ્યો છું. મને પણ તાલાવેલી લાગી છે કે મારો મોક્ષ ક્યારે થાય ? મારે તો આત્મસાખે તારી જોડે વાત કરવી છે. તારા ચરણમાં બેસીને જ આ વાત થઈ શકે. તું બહુ દૂર છે તે વાત હવે સાચી નથી લાગતી. તું તો મારી પાસે જ આવી ગયો છે. બાળકને માતાપિતા વગર માગ્યે જ વસ્તુ કે ફળ આપે છે તેમ તારા દાસને તું ફળ આપ. હવે આપણી પ્રીતડી વધી ગઈ છે.
ગોવા સ્તવનો ૧૨૦
Page #245
--------------------------------------------------------------------------
________________
મોટા પુરુષ તો તે જ કહેવાય કે વગર માગ્યે ફળ આપે. તો તે મારા મનના મોહનિયા, મારા હૃદયકમળમાં પધારી આ કિંકરના હૃદયમંદિરને તારા ચરણથી પાવન કર. ચાતકને ખીજવી પજવીને મેઘ જેમ જળ આપે છે તેથી તેની શોભા ઘટી જાય છે અને કાળો થઈ જાય છે તેમ સાચા દાતારનું એ લક્ષણ નથી કે પજવીને આપે. તેની નિંદા થાય છે માટે હે પ્રભુ! મારો આત્મા તારા માટે તલસે છે અને તેથી કરુણાનું વારિ ઈચ્છે છે. જે વિલંબ થાય તો મેઘ અને તારી વચ્ચે કોઈ તફાવત રહ્યો ના કહેવાય. જેમ ચાતક પંખી નદી કે નીરનું પાણી ના પીતાં ફક્ત મેઘનું સીધું જ પાણી પીએ છે, તેમ હું તો ચાતક છું અને મેઘ તું છે, તેથી તને જ ઝંખુ છું કરુણાની લહેર માટે. આ લહેર આત્માના પ્રદેશે પ્રદેશે ફરી વળે જેથી મારા આત્માને પરમાત્મદશા તરફ ગતિમાન કરે. મારે પણ ચાતકના પીઉ પીઉની માફક પ્રભુના નામનું રટણ કરવું પડે છે. તેને તો મનનો માનેલો કંત કહ્યો છે, માટે જ મારું મન તારા સિવાય બીજે ગોઠતું નથી અને છેલ્લે પ્રભુને મોઢામોઢ જ કહે છે કે જે મોક્ષફળ આપવું જ છે તો મને શા માટે તડપાવે છે. જેમ બાળક ખસ, ખસતું પોતાની માના ખોળામાં પહોંચી જાય છે તેમ હું પણ મોહ, અજ્ઞાન, રાગ, દ્વેષ વગેરેને છોડીને આગળ વધતો તારા પરમાત્માસ્વરૂપમાં ભળી જઈને આનંદમાં એકાકાર થઈ જઉં એમ પ્રભુની સાથે પ્રીતિ કરું.
૯. શ્રીસુવિધિનાથવામીનું સ્તવન
“લઘુ પણ હું તુમ મન નવિ માવું રે....” પ્રભુની સાથે, પાસે બેસીને પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજે વાતો ખૂબ કરી પરંતુ આ સ્તવનમાં તેમનાં કીર્તન ગાતાં કહે છે કે “શ્રી નયવિજય વિબુધનો શિષો રે, યશ કહે ઈમ જાણો જગદીશો રે.” પૂજ્ય ગુરુદેવના નામે હવે વાત કરતાં કહે છે કે નાના બાળકની કાલી કાલી ભાષાથી મા-બાપ કેવાં હરખાય છે!કેવાં રાજી થાયછે! એમ હુંતો બાળક છું અને તારી સમક્ષ મારી વાતો રજૂકરું છું. મારી વાતોને સારી રીતે સમજજે, કારણ હું નાનો છું તેથી તારાવિશાળ
( શોભારતી n ૨૨૮ )
Page #246
--------------------------------------------------------------------------
________________
(મનમાં સમાઈ શકતો નથી, પરંતુ હું નાનો છું પણ મારા હૃદયમાં તને સ્થાપી શકું છું. તું મને યાદ ના કરે તો ચાલે પણ હું નિરંતર તને જ યાદ કરીશ. પણ તારા હૃદયમાં હું સમાઈ જઉં એ જ મહાન વસ્તુ છે. તેને જ શાબાશી આપવી ઘટે. પ્રભુ મોટો છે, જ્યારે હું નાનો છું. છતાં તેને હું મારા હૃદયમાં સમાવી શકું છું. જ્યારે પ્રભુના મનમાં હું સમાઈ નથી શકતો એ નવાઈ જેવું છે. પણ તું તો જાણે છે કે મારા મનનો પ્રત્યેક અણુ આપની ભક્તિથી ઓતપ્રોત છે. મારા આ મનરૂપી હોડીનો તું સુકાની છે તો પછી તને આશ્ચર્ય કેમ થયું? મારામાં તો ભક્તિનો મહાસાગર ઊમટેલો છે. તને હૃદયમાં ધારણ કરીને હું મહાસાગર તરી જઈશ. મારામાં જે ભક્તિનો ભવસાગર ઊમટેલો છે, તેમાં પ્રભાવ તારો જ છે, કારણ તું જ મારો સુકાની છે. હે પ્રભુ સ્થિરમાં અસ્થિર સ્થાન ના જ પામે. જેમ મોટો હાથી દર્પણમાં આવી શકે તેમ તારામાં હું સમાઈ જઉં છું એવી મારી સમજ છે. મારી ભક્તિનાં મૂળ તો ઘણાં ઊંડે સુધી ગયેલાં છે તેથી કયું ગુણરત્ન ઝળહળી ઊઠે તે ના કહી શકાય. પોતે અસ્થિર હોવાથી ચંચળતાને પ્રગટ કરી છે, જ્યારે પ્રભુ સ્થિર હોવાથી અયોગી કેવળીપણું દર્શાવ્યું છે. તું સ્થિર છે, સ્વરૂપસ્થ છે, જ્યારે હું અસ્થિર છું. સ્વ-સ્થાનથી પણ દર્પણના દાખલા દ્વારા બતાવ્યું કે હાથી તેમાં દર્શન કરી શકે છે, તેમ હું પણ તારાં દર્શન કરી શકું છું. મન-વચન અને કાયાના યોગોને સ્થિર કરીને આત્મા પરમાત્માનું ધ્યાન કરે છે. વળી છંદ સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મૂળ ઊંચું અને શાખા નીચી, પરંતુ આશ્ચર્યવાળાએ આ વાતનું આશ્ચર્ય કર્યું છે. અહીં તો પ્રભુની ભક્તિથી સેવકનું કાર્ય સિદ્ધ થયું છે, કારણ તું મહાન છે અને મને તારામાં સમાવી લીધો | છે. આવા પ્રભુની ભક્તિ જ સમ્યક પ્રકારે કરવાથી આ દાસનું કાર્ય સિદ્ધ થયું છે. ગમે તેટલો મોટો ઈલ્કાબ મોક્ષની ટિકિટ નથી પણ રત્નત્રયીની આરાધના એ જ મોક્ષમાર્ગની ટિકિટ છે. છેલ્લે બાળકની ભાષામાં વાત કરીને કહ્યું કે તું મારી વાત તો જાણે છે કે મારે શું જોઈએ છે. સમ્યક્ત્વ-દર્શન, જ્ઞાન-ચારિત્ર્યની આરાધના.
૧૦. શ્રીશીતલનાથવામીનું સ્તવન “શ્રી શીતલ જિન ભેટી એ, કરી ભક્ત ચોખુ ચિત્ત હો”...
અનંત ઉપકારી એવા પરમાત્માના દર્શનની એટલી તાલાવેલી લાગેલી છે કે હવે કહે છે કે “વાચક યશ કહે ઢલની એ ન ગમે મુજ મન ટેવ હો.”
ગોલીસ જવાનો રહો
Page #247
--------------------------------------------------------------------------
________________
શ્રી શીતલ જિન, હે પ્રભુ ! હવે ઢીલ ના કરશો. આપની સેવાનું જે કંઈ ફળો હોય તે મને આપો. જન્મ-મરણની જંજાળમાંથી કાયમી મુક્તિ મેળવવાની તમન્ના છે માટે મારે આપને ભેટવું છે. ભક્તિ વડે ચિત્તને નિર્મળ કરી આપણે સ્વામીને ભેટીએ, કેમ કે એમને તન-મન-ધન સોંપ્યાં છે. આપની ભક્તિ ચોખા ચિત્ત વડે થઈ શકે છે. વિષય-કષાય તરફનો રાગ વીતરાગ તરફના રાગને અવરોધે છે. તેના ત્યાગ વગર વીતરાગ પ્રત્યેના સાચા ભક્તિમાર્ગે જઈ શકાતું નથી. જેમ મૌન રાખવું અને બોલવું બંન્ને ક્રિયા સાથે થઈ શકતી નથી, તેમ મમત્વ અને સમત્વ બેનું સેવન સાથે થઈ શકતું નથી. આત્મિક શીતળતા પરમાત્માને ભજવાથી મળે છે. પર પદાર્થોનો રાગ જ અજંપો જન્માવે છે. આગળ વધતાં પ્રભુને કહે છે કે દુનિયામાં દાતારનું નામ ઘણા ધરાવે છે, પણ સાગર જેવા દાતાર આ જ છે, બાકી બધા કુવા જેવા છે. આપ તો સૂર્ય સમાન તેજવાળા તેજસ્વી છો, જ્યારે બાકીના આગિયા જેમ માત્ર ઝબકારા કરનાર. રામ રીઝે તો રાજ્ય આપે, દેવ રીઝે તો દૈવી સમૃદ્ધિ આપે પણ આપ રીઝો તો અક્ષય સુખનો સ્વામી બનાવી દો. તે જ સાચું સુખ છે, અખંડ સુખ છે, નિરાબાધ સુખ છે, જે આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં રહેલું છે. આપ જરૂર અક્ષય સુખનો સ્વામી મને બનાવશો, કારણ હું દરિદ્ર છું અને તે દારિદ્રય દૂર કરવાનું સામર્થ્ય આપ ધરાવો છો. આપ દયાળુઓમાં સર્વશ્રેષ્ઠ છો તો હું દયાપાત્રો આત્માઓમાં વિખ્યાત દયાપાત્ર છું. આપ એટલા માટે મોટા છો કે આપના આત્મપ્રદેશોમાં સવી જીવ કરું શાસનરસીની ભાવના છે. વાત્સલ્ય છે માટે આપ મોટા છો અને આ મોટાઈ સ્વપુરુષાર્થોપાર્જિત છે અને તેથી જ દેવો, દાનવો, મનુષ્યો આપને નમસ્કાર કરે છે. મોટા માલિકને માલિક તરીકે સ્વીકારનારા આ સેવકની માગણી પણ મોટી હોય જ ને ! જેમ ફૂલની સુવાસ ચારે બાજુ ફેલાઈ જાય છે તેમ આપના આત્મામાં પ્રગટ થયેલો પ્રકાશપુંજ સર્વત્ર ફેલાઈ જાય છે અને ભક્તોને પૂરો લાભ આપે છે. મારા મનની વાત આપ જાણો છો. મા આગળ મોસાળની હકીકત વર્ણવવાનો શો અર્થ ! અર્થાત આ વાત મા જાણતી હોય છે તેમ મારા જેવાની બધી વાતો આપ જાણો છો. માટે જ આપને હું કહી રહ્યો છું કે મારા મનમાં આપ એક જ છો. આપનું જ ચિંતન છે, | આપનું જ ધ્યાન છે. માટે ફળ આપવાની ઢીલ ના કરશો. પરાધીનતાના ત્રાસમાંથી છૂટવા પ્રભુ તને અરજ કરું છું કે મારા મનમાં મુક્તિ સિવાય બીજી કોઈ વાત નથી, માટે વિલંબ ના કરશો. એમ હૃદયનાં આંસુપૂર્વક પ્રભુ પાસે
{ યોભારતી n ૧૩૦
Page #248
--------------------------------------------------------------------------
________________
સ્તવન કરતા મહારાજશ્રી ગળગળા થઈ જાય છે. ફળ પાકતાં જેમ થોડો સમય લાગે પણ મુક્તિરૂપી ફળ દીર્ઘકાળે પાકે તેમાં કંઈ આશ્ચર્ય થતું નથી, તેમ પૂજ્યશ્રીને લાગે છે.
૧૧. શ્રીશ્રેચાંસનાથસ્વામીનું સ્તવન
‘“તુમે બહુમિત્રીરે સાહેબા, મારે તો મન એક.’’
પ્રભુને તો ઘણા મિત્રો છે તેમ કહેતા પૂ. વાચકજી કહે છે કે ‘‘વાચક યશ કહે મુજ મિલ્યો, ભક્ત એ કામણ તંત’’ તમારે તો ઘણા મિત્રો હોય, મારે તો તમે જ મિત્ર છો. હું પણ કેવો રાગી ! તમારો રાગી. તમારા કામણમાં ખોવાઈ જનારો, તમારી ભક્તિ એ જ કામણ છે. મારે તો તમે જ મિત્ર છો અને તમને ભજતા રહેવાની મારી ટેકને આપ ચિરંજીવી બનાવજો. જીવમાત્રને સહૃદયી મિત્રની આંખે જોનારા આપને મિત્રોનો કોઈ તોટો નાથી. વળી અનેક પુણ્યશાળી આત્માઓ પણ વધુ ભક્તિ કરીને હકદાર બને છે ; જેમ પતિવ્રતા સ્ત્રીને આધાર માત્ર પતિ જ હોય છે તેમ મારું મન પણ આપનામાં ઠર્યું છે. માટે તમે જ મારા સ્વામી છો. તમે મારી આંખના નૂર છો. જેમ ઝવેરી સાચા હીરાને પારખીને ખરીદે છે તેમ સમ્યક્દષ્ટ આત્મા દેવનાં સ્વરૂપ પારખીને તેની ભક્તિનો માર્ગ પકડનારો બને છે. મારી ટેક આપને ભજવાની છે જે ટકાવી રાખજો. વળી તમે બધાનાં મન સાચવો છો, પણ કોઈકની સાથે જ એકરૂપ થઈ જાઓ છો. લાખો લોકો લલચાય છે પણ સહેજમાં આપના સાથીદાર નથી બનતા. પ્રભુ તમે બધાની સેવા-ભક્તિનો સ્વીકાર કરો છો, કોઈને ના પાડતા નથી, પણ જે સાચો ભક્ત હોય તેને અભેદ ભાવે મળી જાવ છો. તમારી ભક્તિ જ ઉત્તમ છે. બદલાની ભાવના પ્રભુસ્વરૂપ ના બનાવી શકે. તમારી આજ્ઞાથી ત્રિવિધ આરાધના કરું એ જ મારી ભક્તિ છે : આ ભક્તિ આઠેય કર્મોનો કચ્ચર-ઘાણ કાઢવા માટે કરવાની હોય છે. વળી આપ તો રાગથી ભરેલા માણસોના મનમાં વસો છો, છતાં ત્રણે કાળ આપ વિરાગી રહો છો. તમારા ચિત્તરૂપી સમુદ્રનો પાર કોઈ પામી શકતું નથી. જેમ પાણીનો કોઈ આકાર
એવા સ્તવનો ૩ ૧
Page #249
--------------------------------------------------------------------------
________________
નથી, પરંતુ જેવું વાસણ તેવો આકાર ધારણ કરે છે તેમ પરમાત્મા કોઈ) પ્રકારના રાગ વડે બંધાયેલ ન હોવાથી જીવો પાત્ર અનુસાર પ્રભુને મનમાં ધારણ કરે છે. વળી મને પસ્તાવો પણ ખૂબ થાય છે, મારું ચિત્ત સ-રાગી જોડે છે. અને અગાઉ કેળવ્યું પણ નહિ. આ વાતથી મારો દાસ અજાણ છે માટે આપ | મારો નિભાવ કરો, મને રાખો - રાગીને દેવ માનીને ભજવા એ મારી ભયંકર ભૂલ - દોષ છે. મારો પસ્તાવો તમારી સમક્ષ દર્શાવું છું. સંસારનો રાગ મહારોગ છે. એને નિવારવા તમારી પાસે આવીને નિરોગિતા પ્રાપ્ત કરવાનો આશય રાખું છું. ભવ ભ્રમણરૂપી રોગમાંથી હું મુક્ત થઈશ. વળી છેલ્લે તેઓ રાગી એવા જીવવાળા, વીતરાગી એવા પરમાત્મા સાથે એકરૂપ ન થઈ શકે. પણ હું તો વીતરાગ પરમાત્માને મળવાનો જ. જડનો રાગ ભયંકર છે. એટલો જ ભયંકર જીવને શિવ બનાવનાર વીતરાગતા પ્રત્યેનો રાગ છે. ભગવાન પણ ભક્તને અધીન છે. જે તેની ભક્તિ સો ટચના સોના જેવી હોય તો તેથી જ પૂ. ઉપાધ્યાયજી તે ગાય છે કે, “પ્રભુ હું તમને મળવાનો જ.”
૧૨. શ્રીવાસુપૂજ્યસવામીનું સ્તવન,
સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિતડું હમારું ચોરી લીધું....'
જે પરમાત્માના પાંચેય કલ્યાણકો ચંપાપુરી નગરીમાં થયા છે તેવા આ પરમાત્મા પ્રભુના ગુણ ગાતાં પૂજ્યશ્રી એમ કહે છે કે “ક્ષીર-નીર પર તુમશું મળશું. વાચક યશ કહે હેજે હળશું સાહેબ.'' તારા અને મારા વચ્ચેનો જે ભેદ છે તે દૂર કરીશું અને દૂધ અને પાણીની એકરૂપતા થઈ જાય તેમ આપણે એકરૂપ થઈ જઈશું. તું તો કેટલો મીઠડો છે, કામણગારો છે, મારું મન ચોરી લીધું છે. તું કામણગારો છે, પરંતુ હવે હું પણ કામણ કરીશ, મારી ભક્તિ વડે તારું ચિતડું આનંદથી પુલકિત કરીશ. મારા હૃદયમંદિરમાં બિરાજમાન કરીશ. તારા પરાર્થ રસિકતાના ગુણોમાં તું અજોડ છે. તારી બરોબર કરી શકે તેવું કોઈ જ નથી. જેમ નિર્મળ જલમાં ફેલાઈ જતા તેલના બિંદુની જેમ પ્રભુના ગુણો પ્રભુ - ભક્તના મનમાં ફેલાઈ જઈને કબજો લે છે. હું પણ ભક્તિના કામણ વડે આપને વશ કરી મારા મનમંદિરમાં બિરાજમાન કરીશ. તારી પાસે ગુણનું
યશોભારતી d ૨૩ર છે
Page #250
--------------------------------------------------------------------------
________________
કામણ છે તો મારી પાસે ભક્તિનું કામણ છે. અલગતા – જુદાઈ ટાળે તે જ ભક્તિ. મારે પણ તને ઘરમાં લાવવા માટે શુદ્ધિ, પવિત્રતા નિર્માણ કરવી પડશે અને મારા મનરૂપી ઘરની સુંદરતા જોઈને તું મારા ઘરમાં નિરંતર વાસ કરીશ. અઅલિત ભક્તિવાળું મન તે જ વૈકુંઠ છે, તેમ યોગી પુરુષો અનુભવથી કહે છે. જેમ સરોવર કમળોથી શોભે છે રાત્રિ ચંદ્રથી શોભે છે, તેમ મન પવિત્રતાથી શોભે છે. મલિનતાવાળા વિચારોથી આપણામાં પરમાત્મભાવનું કિરણ દાખલ થતું નથી. મન મૈત્રીભાવ, પ્રમોદભાવ, કરુણાભાવ અને માધ્યસ્થભાવ વડે મધમધતું હોય તો જ પ્રભુ ખેંચાઈને આવે છે. પ્રભુ આપણાથી દૂર નથી, પણ આપણા મલિનતાના કિલ્લાથી પ્રભુને દૂર રાખીએ છીએ. આ મલિનતા ફેંકી દો અને પછી જુઓ કે કોણ અમૃતપાન કરાવી રહ્યું છે? કોણ પૂર્ણતાના પાઠ ભણાવી રહ્યું છે? વળી કષાયવાસિત મન હોય તે જ સંસાર છે અને કષાયરહિત મન એ જ મોક્ષ છે. અમારા વિશુદ્ધ મન રૂપી ઘરમાં પ્રભુ પધારશો તો મને નવનિધિ સંપત્તિ પ્રાપ્ત થઈ એમ માનીશ અને તેમાં તમને બિરાજમાન કરીશ. તમે નિષ્કષાયી છો, નિર્વિષયી છો. માટે તમને ભજવા મન વિશુદ્ધ જોઈએ. સ્વમમાં તમે આવો છો તો મારો આત્મા ભાવવિભોર બની જાય છે, અનેરો આનંદ થાય છે. આપ પધારો ત્યારે ખાતરી થશે કે મારું મન શુદ્ધ થયું છે. હે પ્રભુ ! તમે તો સાત સમુદ્રના છેડે જઈને બેઠા છો, પણ મારી ભક્તિ વડે તમે મારા મનમાં પેઠા છો. દૂર રહેલાને પરાણે વળગતા જવું તે ભાણા ખડખડનું દુઃખ સહન કરવા જેવું છે. આપ તો દૂર વસ્યા છો માટે આપની સાથે પ્રીત ટકાવવાની મુશ્કેલી નડે છે, પણ ભક્તિબળે મારા મનમાં આવો છો ત્યારે ભૂખ્યાને અન્ન મળે તેટલો આનંદ થાય છે. આપ મનમાં હો ત્યારે જ આનંદ આવે છે, માટે તમો હવે મનમાંથી ખસી ના જશો. આથી હવે મેં નિશ્ચય કર્યો છે કે ક્ષાયિક ભાવે ખીર નીર જેમ મળી જાય તેમ હું તમારી સાથે એકમેક થઈ જઈશ અને અનંત કાળ સુધી આપનો વિરહ ન પડે, તો મારો આનંદ અખંડ બની જાય. છેલ્લા ચરણમાં કહે છે કે હે નાથ ! ધ્યાતા, ધ્યેય, ધ્યાનની એકાગ્રતા દ્વારા તમારી અને મારી વચ્ચે ભેદ છે તેનો નાશ કરીને જળ અને દૂધની જેમ આપણે મળી જઈશું. મન તમને જ સોંપી દઈશ. મનથી મનની ભેટ પ્રભુને ઘરનારને પરમ દાતાર પ્રભુ મોલ ભેટમાં આપે છે, તેમાં કોઈ સંદેહ રહેતો નથી. જ્યાં એકપણું આવ્યું એટલે સઘળું પ્રાપ્ત થયું. પ્રભુ અને
( મોનાસ સ્તવનો n રવર છે
Page #251
--------------------------------------------------------------------------
________________
પરમાત્મા, હું અને આત્મા એક થઈ જઈએ તેવા ભાવમાં, પૂજ્યશ્રી આનંદના સાગરમાં મહાલી રહ્યા છે.
૧૩. શ્રીવિમલનાથ સ્વામીનું સ્તવન
સેવો ભવિયા ! વિમલ જિણેસર....” સત્ ચિદાનંદ સ્વરૂપના સાગરમાં ડૂબેલા એવા પૂજ્યશ્રી “નયવિજય વિબુધ પથસેવક, વાચક યશ કહે સાચું જી.” આમાં પ્રભુ વિના મને ચેન નથી તેવો ભાવ પ્રકટ કરે છે. તમે વિમલ જિનેશ્વરને સેવો. ભક્તિ કરો, બીજી કોઈ પણ ક્રિયા ના કરો. સજનનો સંગ થવો દુર્લભ છે, પણ મને દુર્લભ પ્રભુનાં દર્શનની પ્રાપ્તિ એ પથારીમાં રહ્ય ગંગાની પ્રાપ્તિ જેવી ગણાઈ છે. શુભ પુણ્યોદયે પ્રાપ્ત થયેલી સામગ્રીનો સદુઉપયોગ કરવો તે વાત બતાવી છે. દેવ-ગુર-ધર્મની ભક્તિ કરી શકીએ તેવાં દેશ-કાળ-શરીર મળ્યાં છે તો હું શા માટે બાકી રહી જાઉં? મહેનત નજીવી છે અને લાભનો સુમાર નથી. વળી ભખ્યાને બોલાવીને કહે ચાલ ઘેબર ખાવા તો તે બે હાથ ધરશે નહિ પરંતુ તે તરત જ દોડતો આવીને જમશે, પરંતુ જોજો અવસર ચાલી જાય નહિ, નહિ તો મૂરખ ગણાશો. તે જ રીતે આત્મભાવ પ્રકટ કરનારો, સમ્યક્ત્વ દર્શનની પ્રાપ્તિનો અવસર માનવ-ભવમાં પ્રાપ્ત થયો છે તો બહાના બતાવીને કે આળસ રાખીને આપણે કીમતી સમય ગુમાવીએ તે કેમ પાલવે ?' સમ્યકત્વનો અભાવ એટલે અંધાપો. આંઘળાની જે દશા થાય છે તેવી દશા આપણી સમ્યકત્વ વિનાના આત્માની થાય છે, કારણ અનંતા ભવોએ તમારું દર્શન દીધું છે. જિનશાસન રૂપી મંદિરમાં કર્મ વિવર દ્વારપાળ ઉઘાડે તો જ સમ્યકત્વ દર્શન પ્રાપ્ત થાય. આવા નિત્ય પ્રભુની સ્તવના કરતાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થયેલી છે. આમાં મારામાં જે કષાયની મંદતા, મોહની મોળાશ અને જિન વચનમાં અડગ અધ્યાગરભક્તિ અને આરંભ સમારંભનાં કાર્યો થાય તો જ મારામાં આ દિવ્ય જ્ઞાન પ્રગટે. આ માટે ગુરુના ચરણની સેવા દ્વારા તત્ત્વો પ્રત્યે પ્રીત ઊપજે; સમ્યકત્વ જ્ઞાનરૂપ વિમલાલોકે નામનું અંજન આંજી ચારિત્ર્યરૂપી પરમાત્માનું ભોજન કરાવે છે, ત્યારે મારી
{ યોભારતી n ૨૩૪
Page #252
--------------------------------------------------------------------------
________________
અંદરનાં કર્મોનો મેલ સાફ થાય છે, મારો ભમ્ર ભાગી જાય છે અને તેથી તમારી સાથે લીન બનીને મન ખોલીને વાતો કરે છું. ભોળા મનના સરળ હૃદયવાળા આત્મા બધી જ વાતો પ્રભુજનને જણાવી દે છે. માટે હે જિનેશ્વરદેવ, તમે જ તારનારા છો. આપ મારા ઉપયોગમાં આવ્યા છો, તે પ્રભાવ પણ ભાવદયાનો છે. આપનું દર્શન થયું અને તેથી મારું મન આપનામાં સમાઈ જવાં તલસે છે. મારો આ તલસાટ, વલવલાટ હવે જલદી પૂરો કરો. હું તમારામાં સમાઈ જવા માગું છું. વળી કોઈ અન્ય વ્યક્તિ કરોડો ઉપાયથી કપટ ક્રિયા કરાવે તોપણ હું તારા વિના ના કરું. જડના આવિષ્કારમાં હવે હું નહીં રાચું. મારા આત્મામાં
જ્યારે દોષ લાગે ત્યારે એટલું દુઃખ થાય છે કે જેટલું દુઃખ મારા દેહની પીડા દ્વારા | થતું હોય છે. આ મનુષ્યભવમાં એક જ વસ્તુ કરવા જેવી છે-જે સમય અને | શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ છે, માટે જ હું તમારા ચરણકમળનો પ્રેમી છું.
૧૪. શ્રીઅનંતનાથવામીનું સ્તવન
શ્રી અનંત જિન શું કરો સાહેલડિયો........... તમારા ચરણની સેવા કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી એમ જણાવે છે કે “વાચક યશ કહે પ્રભુ ગુણે, સાહેલડિયો, તિમ મુજ પ્રેમ પ્રસંગ રે.” | સાગરમાં પાણીનું ટીપું મળી જાય તેમ હું મારી સ્થિતિ અક્ષય અને અભંગ કરવા માટે તમારા ગુણોમાં મને પ્રીતિ ઊપજે છે તેવી મારા પ્રેમની સ્થિતિ છે, કારણ મારો અને તમારો સંબંધ મજીઠના રાતાચોળ રંગ જેવો પાકા પ્રેમનો સંબંધ છે. | ધર્મનો રંગ તે સાચો રંગ છે અને બીજા બધા રંગ તે પતંગના રંગ જેવા કાચા રંગ છે, જે જલદીથી જતા રહે છે. મજીઠના રંગમાં જે વસ્ત્ર રંગાયું હોય તે વસ્ત્ર બળી જાય પણ તેનો રંગ જેમ તેની રાખમાં ઊતરે છે, તેમ પ્રભુ સાથે મારે પણ | આવો જ પ્રેમ કરવાનો છે. મારો દેહ જીર્ણ થશે પણ દેહી એવા આત્માના
સ્વભાવભૂત ઘર્મનો રંગ જીર્ણ થતો નથી. સોના-ચાંદીના ઘાટ બદલાય છે, પરંતુ તેનો નાશ થતો નથી તેમ દેહ અને આત્મા એ જ રીતે છે. દેહ નાશ પામે પણ આત્મા અવિનાશી તત્ત્વ છે. આત્મા ઉપર ચડેલો તમારો ભક્તિરૂપી રંગ જેમ તાંબું સુવર્ણ બની ગયા પછી સુવર્ણ તાંબું થતું નથી તેમ મારો આત્મા વિશુદ્ધ
મોનીર સ્તવનો ૨૩પ ક
Page #253
--------------------------------------------------------------------------
________________
થયા પછી ફરી અશુદ્ધ થતો નથી. વળી ઉત્તમ પુરુષના ગુણ ઉપર પ્રીતિ) રાખવાથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ અને મારો મહિમા વધવાથી જે સ્થાન પ્રાપ્ત થાય છે તે ઉત્તમ રીતે દિપે છે. તમારામાં મળી ગયેલું મારા આત્માનું બિંદુ અક્ષય અને અનંત બને છે. સાગરમાં પડેલા પાણીના બિંદુની જેમ મારું સ્થાન પણ તારી સાથે એકરૂપ બની જશે. તારી જે આજ્ઞા છે તે પ્રમાણે હું બધા જીવોને સ્વતુલ્ય એટલે પોતાના જેવા માનીશ, મારા આત્માને તમારા આત્મા જેવો પરમાત્મા માનીશ અને પરમાત્મભાવનું આંજણ કરીશ. ભક્તિનો માર્ગ તલવારની ધાર કરતાં પણ તીક્ષ્ણ છે, છતાં પણ હું નમ્ર બનીને તમારી ભક્તિ કરીશ. મારામાં રહેલું હુંપદ દૂર કરીશ અને તમારા રાગનો અનન્ય ભક્ત બનીશ.
૧૫. શ્રીધર્મનાથરવામીનું સ્તવન
થાસુ પ્રેમ બન્યો છે રાજ, નિર્વહશો તો લેખ”...... પૂજ્યશ્રી કહે છે કે વાચક “યશ કહે ધર્મ જિનેશ્વરા થાસું, દિલ માન્યા છે મેરા :” મારું મન તમારામાં છે. મારા દિલે હૃદયે તમને હૃદયેશ્વર તરીકે સ્વીકારી લીધો છે. હે પ્રભુ! જગતમાં દૈવતવાળા દેવો અનેક છે, પરંતુ દેવાધિ દેવત્વ જે આપમાં છે તે બીજા દેવોમાં નથી, માટે હું તમારી ચરણસેવા કરવા માગું છું. આપની સાથે જે પ્રીત થઈ છે તે પ્રીતને નિભાવશો તે સફળ થશે. હું તો રાગી છું જ્યારે તમે તો નિરાગી છો, તેથી આ અયોગ્ય ઘટનાથી લોકોમાં હાંસી થાય છે, પરંતુ મારો તમારી સાથેનો એકતરફી પ્રેમ રાખવામાં મારી ધન્યતા છે. મારે તમારું આલંબન લેવું જોઈએ. તમે વીતરાગ છો એટલે શું થઈ ગયું? મારા તો હૃદયેશ્વર છો. આપના નામના સ્મરણથી મારા હૃદયને શાતા મળે છે. તમે નિરાગી છો, માટે તમારી સેવાથી મને શું મળે? એવું મારા હૃદયમાં કે મનમાં હું રાખતો જ નથી. રત્ન જે ચેતનારહિત હોય છે પણ સુરગણી જેમ ફળ આપે છે તેમ તમારી ભક્તિ કરવાથી મને જરૂર ફળ મળશે. સાચી ભક્તિ જ મુક્તિનું બીજ છે. મારે તમારામાં સો ટકાની શ્રદ્ધા રાખીને
પણભરતી D ૨૩૬
Page #254
--------------------------------------------------------------------------
________________
ભક્તિ કરવી જોઈએ. વળી જેમ ચંદન શીતળતા ઉપજાવે છે, અગ્નિ ઠંડીને દૂર કરે છે તેમ પ્રભુના ગુણનો પ્રેમ સ્વાભાવિક રીતે મારાં દુઃખ દૂર કરે છે. જેમ જળ પીવાથી તરસ છીપે છે. ભોજન કરવાથી ભૂખ શમે છે. કારણ એ તેમનો સ્વભાવ છે. તો શું તમારા ગુણો ઉપરનો પ્રેમ નહિ કામ આવે ! પ્રેમનો પણ સ્વભાવ છે કે તે મારાં દુઃખ દૂર કરે. વળી આગળ વધતાં વધુ વિનવણી કરે છે કે હે પ્રભુ ચંદ્રના ઉદય અને અસ્ત વખતે સમુદ્ર તેને અનુસરે છે, જ્યારે કુમુદનું પુષ્પ તો વગર સંબંધે જ ચંદ્રને અનુસરે છે. તેવી રીતે તમારા અને મારા ચૈતન્યસ્વભાવ વચ્ચે રહેલા સામ્યને કારણે તમારામાં હું પ્રીતિવાળો થયો છું. | તમારા ગુણો પૂર્ણપણે પ્રગટેલા છે. જ્યારે મારા ગુણો કર્મોને લીધે દબાઈ ગયા
છે, માટે જ મારા ગુણો પ્રકટ કરવા તમને મારા હૃદયરૂપી સિંહાસન ઉપર બિરાજમાન કર્યા છે. જડ એવાં કર્મોની તરફ ઝૂકી જઈને મેં ઘણાં દુ:ખો સહન કર્યા છે; પાપો બાંધ્યાં છે, પરંતુ હવે તમારી ચેતનાશક્તિનું બીજારોપણ મારામાં કરો એમ તમારી પાસે ભક્તિપૂર્વક પ્રાર્થના કરું છું.
૧૬. શ્રીશાંતિનાથ સ્વામીનું સ્તવન
ધન દિન વેળા, ઘન ઘડી તહે.......... જગતમાં શાંતિ આપનારા એવા પ્રભુ તમારા ચરણમાં આળોટવાનું મન થતાં કહે છે કે “તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ, ભજન તે વાચક યશ કરે જી.” હું તમારું ભજન જ કરી જાણું છું, મને કંઈ જ આવડતું નથી. હે તારક દાદા, તમારી વાણીને ઝીલવા ખૂબ જ શ્રદ્ધા, ધીરજ અને વિનમ્રતાની જરૂર પડે છે. જ્યારે તમને ભેટશું, તે ઘડી ધન્ય ધન્ય બની ગઈ હશે. તમારા વદનરૂપી ચંદ્રનું દર્શન કરીને સુખ પામશું અને વિરહના કાળની વ્યથા દૂર કરીશું. આજ સુધી તો મેં પાણી વલોવીને માખણ મેળવવા પ્રયાસ કર્યો, અર્થાત્ સુખ મેળવવા પ્રયાસ કર્યો પણ મળ્યું દુઃખ જ, પણ હવે તમારા વિરહની વેદના દૂર થઈ ગઈ છે. સ્વાર્થમાં રહીને અનેક પાપો કર્યો. સંયમના બદલે ભોગને પ્રાધાન્ય આપ્યું, પણ આજે તમારા દર્શનથી સમજાઈ ગયું છે કે સાચું સુખ શેમાં છે. વળી તમારા
ચોવીસ અવનો ઘ ૨૩૦ )
Page #255
--------------------------------------------------------------------------
________________
ગુણોને સહેજ જ જાણ્યા છે છતાં હવે બીજું કાંઈ ગમતું નથી. મીઠા અમીરસના ઘૂંટડા જેણે પીધા હોય તેને બીજા રસ કેમ ભાવે ? ખોબે-ખોબે પીવા જેવો પ્રભુના પ્રેમનો રસ છે, સમતારસ છે, ગુણરસ છે, કરુણારસ છે, ત્યાગરસ છે. આ રસમાં જ સાચો કસ છે. તે જ સરસ છે. તમારા આ સમ્યરસને જાણનારો હવે કદાચ કર્મવશ પાપરૂપી ભોજન કરવાનો વખત આવે તોપણ હું તો સમ્યક્ત્વરૂપી રસ જ પીશ. લાખો વાર નમન કરવા છતાંય મારું મન ધરાતું નથી માટે કે શાંતિનાથપ્રભુ ! મને તમારા રસમાં નહાવા દો. તમારું ધ્યાન તે જ સમક્તિ રૂપ છે, તે જ જ્ઞાન છે અને ચારિત્ર છે. તેનાથી સઘળાં પાપો દૂર થાય છે અને પરમાત્માપણું પમાય છે. મારું ચિત્ત તો તમારામાં જ છે, તમારા ધ્યાનમાં છે. સમ્યક્ત્વજ્ઞાન જ ભવજળતા૨ક બને છે. આના કારણે જ આત્મા છà–સાતમે ગુણસ્થાનકે પહોંચે છે, ક્ષપક શ્રેણી માંડે છે અને અંતઃ મુહૂર્તમાં પરમાત્મા બને છે એ નિઃસંદેહ છે. તમારું સ્વરૂપ જોઈને ભવી આત્મા અરૂપી પદ મેળવે છે તે આશ્ચર્ય જ છે. રૂપી એવો હું અરૂપી એવા તમારામાં એકરૂપે રહ્યો છે, તે વાત મને સમજાતી નથી, માટે જ હું તમારી ભક્તિ નિરંતર કરીશ. કારણ તમારા મતને હું વફાદાર રહેવા માગું છું કે જેથી મને મુક્તિ-પદ મળે.
*
૧૭. શ્રીકુથુનાથવામીનું સ્તવન
‘‘સાહેલાં હે કુથુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ..''
પૂજ્યશ્રીની સ્તવનોની માળા ગૂંથવાની રીત પણ અનોખી છે. જેમ જેમ પ્રભુભક્તિમાં આગળ વધતા જાય છે, તેમ તેમ તેમના હૃદયમાંથી મોહરૂપી અંધકારનો નાશ થાય છે અને તેથી જ તે કહે છે કે “સાહેલાં હે શ્રી નયવિજય સુશિષ્ય વાચક યશ ઈણી પેરે કહે રે’’ રત્નદીપક શુદ્ધ દશામાં પ્રકાશે છે. તેને કોઈ તેલ પૂરવું પડતું નથી. હવે મોહરૂપી અંધકારનો નાશ થયો છે, એટલે જ આગળ વધતાં કહે છે કે હે પ્રભુ ! તું અતિપ્રકાશિત રત્નદીપક છે અને આ દીપકનો પ્રકાશ મારા અંતરમાં આવી જાય તો મારા આત્માનું તેજ ઝળહળી ઊઠે. આ જગતના સઘળા જીવોને મિત્રો ગણી કહે છે કે, જો તું મારા મનમંદિરમાં આવે તો જેમ સૂર્ય પ્રકાશતાં જ અંધકાર ભાગી જાય છે તેમ મોહ
થોભારતી ૨૧૮
Page #256
--------------------------------------------------------------------------
________________
(સેના ભાગી જાય પણ તું મારા મનમાં કેવી રીતે પધારે? મારા વિષય અને | કષાયને દૂર કરું પછી જ પધારેને! અને પછી જ તારા ગુણોની ઘંટડીઓ વાગવા જ માંડેને? તું રત્નદીપક છે તેથી જ તારા તરફ આંતરિક રુચિ જન્મે છે અને તારા તરફ મારી રુચિ વધતી જઈને મારા મોહના, વિષય-કષાયના નાટકને અરુચિકર બનાવે છે. વળી તારા આ રત્નદીપકને નીચે આધારપાત્રની જરૂર નથી. એના પ્રકાશને સૂર્ય પણ ઢાંકી શકતો નથી. આ દીપકનું તેજ સર્વ તેજ કરતાં વધુ તેજોમય છે. આપણામાં પણ કેવળજ્ઞાનનો પ્રકાશ છે પણ તે બંધાયેલો છે માટે તે પ્રકટ કરવામાં તારા ધ્યાનની જરૂર પડે છે. સૂર્યનું ગમે તેટલું તેજ છે પણ તેની પાસે તે કોઈ વિસાતમાં નથી. આ તેજ આદિત્યોથી પણ અધિક પ્રકાશિત છે. સારાસારનો વિવેક જાગે છે, ત્યારે ચૈતન્યનું બહુમાન કરવાની શુભ વૃત્તિ જાગે છે. વળી આ દીપકને પવન પણ સ્પર્શ કરતો નથી કે જેથી ઓલવાઈ જતો નથી. આ રત્નદીપકની કાંતિ સદા એકસરખી રમ્ય રહે છે, તેમ જ છેડા ભાગમાં ગુણથી – વાટથી પાતળો પડતો નથી. આ રત્નદીપકનું તેજ લોકા-લોકમાં ફેલાય છે. દીવાથી દીવો પ્રકટે તેમ તારા સ્મરણથીમનનથી-ચિંતનથી-ધ્યાનથી તે પેટે છે અને બધું પ્રભુમય બનાવી દે છે, પણ દીવાની જ્યોતને જેમ દિવેટ અડાડવાથી બીજો દીવો પેટાય છે તેમ તારા કેવળજ્ઞાન રૂપી રત્નદીપકની જ્યોતમાં જે મારી દિવેટનો સ્પર્શ થાય તો મારા અંતરમાં દીવો પ્રકટી જાય. માટે મારું મન મૈત્યાદિભાવોથી વાસિત કરીશ અને તેમાં બીજા ભાવો નહીં લાવું. પુદ્ગલના ભાવો સંસારમાં રખડાવે છે, જ્યારે તારા નામની ભક્તિથી મારા અંતરમાં દીવડો પ્રકટાવે છે. અહો તારી રિદ્ધિ સિદ્ધિ પણ કેટલી બધી! તું તો પાછો ચક્રવર્તી. છ ખંડના સામ્રાજ્યવાળો ! પણ તારામાં રાદીપક પ્રકટે તો મારામાં કેમ ના પ્રકટે? તું તો ત્રિભુવનપ્રદીપ છે. મારા મનમંદિરમાં તું આવ અને પછી જો કે મારા ભાવો કેવા છે? હું પણ તને મારામાં પ્રવેશતો જોઈને કેટલો આનંદિત કરું છું અને મારામાં આત્માર્થીપણું ખિલાવીશ અને પછી જો તું તારી અને મારી પ્રીત !
ગોવાર
તો તે તે વખતે
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૮. શ્રીઅરનાથવામીનું સ્તવન
‘‘શ્રી અરજિન ભવજલે ના તારુ, મુજ મન લાગે વારુ રે, મનમોહનસ્વામી’'
હે પ્રભુ ! તું તો દૂર છે માટે તારા હાથની બાંયો પકડું છું અને કહ્યું છે કે ‘‘વાચક યશ કહે અવર ન ધ્યાઉં. એ પ્રભુના ગુણ ગાઉં રે.’’ હે પ્રભુ ! હવે હું બીજા કોઈનું ધ્યાન ન કરું અને હું તો તારા જ ગુણ ગાઉં. શા માટે મારે બીજાના ગુણો ગાવા જોઈએ ! જેમણે બીજા ભાવોમાં રહીને બીજા પદાર્થોની વાતો કરી છે તેઓ ક્યારેય સાજા રહેતા નથી. હું તો તારા પગ જ પકડી લઈશ. જેમ શ્રીમંત માણસના કોઈ ગરીબ પગ પકડી લે તો કંઈક દયા આવે છે, તેમ હું પણ તારા પગ પકડી લઈશ. એટલે કે હું તારી આજ્ઞા માનીશ તો મારા અધ્યવસાય તાજા-માજા, પ્રફુલ્લિત-નિર્મળ રહેશે. તું તો મારો મનમોહન સ્વામી છે. સંસારસમુદ્રથી તારનાર શ્રીઅરનાથ જિનેશ્વરદેવ મારા મનને બહુ વહાલો લાગે છે. તું સંસારરૂપી સમુદ્રનો સર્વોત્તમ તારુ છે. પોતે સ્વાત્મબળે સંસાર-સમુદ્ર પાર કરીને મોક્ષપુરીમાં સિધાવેલો છો, માટે તારામાં તારકશકિત છે. માટે તું મને તાર. અત્યંત અસ્થિર અને દુઃખદ ભવસ્થિતિથી ત્રાસેલાને – કંટાળેલાનેવિશ્કત બનેલાને પરમ તારક એવો પ્રભુ તારે છે, મારે ડૂબવું તો નથી જ. મોહસમુદ્રમાં ડૂબેલા એવા મારા આત્માને બહાર કાઢ. આત્માની નાવને મોહર્ભત તપ-જપ આગળ વધવા દેતા નથી. પણે મને તેનો ભય નથી કારણ મને તારનાર મારી સાથે છે. તારક કદી મારક બનતો નથી અને મારક કદી તારક પણ બનતો નથી. મોહ મારક છે જ્યારે મોહનો વિજેતા શ્રી-પ્રભુ તારક છે. વળી ભક્ત જો તેની ભક્તિનો યથાર્થ હેતુ ના જાણે તો તેને કદાચ સ્વર્ગનું સુખ મળે, પરંતુ જે જ્ઞાની પાસે સમજીને ભક્તિ કરે છે તેને મોક્ષરૂપી ફળ મળે છે. મનથી પ્રભુનું ધ્યાન ધરીએ તો મોક્ષરૂપી ફળ મળે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ પ્રથમ નંબરનો વૈરાગ્ય છે. સ્વર્ગનાં સુખો કે સંસારનાં સુખો મેળવવા જો હું તારી ભક્તિ કરતો હોઉં તો સોનું વેચીને સડેલી બદામ લેવા જેવું છે. આ અજ્ઞાન ચેષ્ટા કરું છું, પણ હું તો ભક્તિમુક્તિ માટે જ કરીશ. આત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ અને પર્યાયનું ધ્યાન કરવાથી પ્રભુ તે ધ્યાન કરનારને અવશ્ય મોક્ષ આપે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદરૂપ દીવાલ કર્મોની છે. આ દીવાલ તૂટી પડતાં હું તારા જેવો બનીશ, વળી હું તારું આલંબન લઈશ, કારણ તેથી હું
શોભારતી ॥ ૨૪૦
Page #258
--------------------------------------------------------------------------
________________
તાજે-માજે રહીશ. બીજે કોઈ ઠેકાણે મન રાખ્યા વિના તારા ચરણની સેવા કરીશ. આત્મોપયોગરૂપ તાજી હવા સિવાય બીજે ગંધાતી હવા છે અને આવી તાજી હવા ભક્તિ દ્વારા જ મળે છે. રાગનું પિયર તો સંસાર છે, જ્યારે તારું પિયર મોક્ષ છે, માટે હું તને વળગી રહ્યો છું. મારો હાથ ઝાલ અને તારા મુલકમાં લઈ જા.
'
૧૯. શ્રીમલ્લીનાથસ્વામીનું સ્તવન
તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરી રી”...... મારે તો તને રીઝવવો છે પણ કઈ રીતે? તારી ભક્તિથી. અને તેથી પૂજ્ય ઉપાધ્યાયજી મ. એમ કહે છે કે ““શ્રી નયવિજય સુશિષ્ય, એવી જ ચિત્ત ઘરે રી. મારે તો તને રીઝવવો છે અને લોકો ભલે ગમે તેવી વાતો કરે પણ હું તો મારી ભક્તિ વડે જ તને રીઝવીશ. પણ તારી અને મારી વચ્ચે રીઝવવાની વાતનો મેળ થવો ઘણો મુશ્કેલ છે. આમાં કંઈ તારી ખુશામત કરું એ કામ નથી ઓવતી. જે હું તારી ખુશામત કરું તો તું મને ભગાડી જ દે. સાચા ભક્તની ઈચ્છા તને પ્રસન્ન કરવાની છે પણ તને રીઝવવો ઘણો જ કઠણ છે. તું સ્થૂલની ભક્તિથી રીઝતો નથી એટલે વાણીવિલાસરૂપ પ્રશંસાથી તું રીઝીશ નહીં. માટે હું મારા હૃદયને વીતરાગના રાગ વડે રંગી નાખીશ. દ્રવ્યની સાથે ભાવ ભળે તો જ ભક્તિ સજીવ બને છે. ભાવ વગરની ક્રિયા ફળતી નથી. મારે તો તારી કૃપા જોઈએ છે. તારી કૃપા જો એક વખત મળી જાય તો મારું જીવન ધન્ય બની જાય. મારા અવગુણ તરફ ન જોતો, પણ તારી તારકતા વડે મને તાર. મને અને લોકોને રીઝવવા માટેનો એક ઉપાય છે મારી પાસે. તું મારી સામે જે તો હું માનું કે તું રીઝી ગયો છું. તારી ભક્તિને મુક્તિનું બીજ કહેનારા આ મારા આત્માને ભક્તિનું ઉત્તમ રસાયણ મળ્યું છે. હવે મારી માગણી એક જ છે કે તું મારી સામે જો. અનેક નજર કરી નિહાળો નાથ ! હું તો ઇચ્છું તારો સાથ.” તું રીઝી જા તે માટે સાચી ભક્તિ કરીશ, વિશ્વાસ જગદીશ તને એવા ભાવથી ભજીશ કે મારા આત્માના બધા ગુણો કમળની જેમ ખીલવા માંડે. તારી કૃપા
નિચોવીસ રતલનો
ન
--
Page #259
--------------------------------------------------------------------------
________________
મારા ઉપર વરસે તો મારું જીવન સમૃદ્ધ બની જાય, તો જ સારભૂત છે. વળી આ જગના લોકો તો સ્વાર્થી છે. ક્યારેક રીઝે તો ક્યારેક ખીજે. વળી કોઈક વાર હસે તો કોઈક વાર નારાજ થાય. વળી સંસારને સલામ કરનારો, ભોગોમાં રહેનારો, સ્વાર્થીની સેવા કરનારો, ક્યારેય આત્મકલ્યાણ કરતો નથી, જ્યારે મારામાં તો તારી આજ્ઞાને સમર્પિત થવાનું, જીવંત ભક્તિભાવ કેળવવાનું, પ્રભુને રીઝવવાનું સામર્થ્ય છે. લોક-રીઝ અને લોકોત્તર રીઝ આ બન્ને વાત જુદી છે, માટે જ ભરત-ચક્ર મૂંઝાયા કે મારે કોને રીઝવવાં? પૂજ્ય માત કે ચક્રરત્ન? પરંતુ જ્યારે મનમાં સદ્ભાવ પ્રગટ થયો કે કેવળજ્ઞાન રૂપી રત્ન એ જ પહેલું પૂજનીય છે. આને લીધે કેવળજ્ઞાન મળે છે. જ્યારે ચક્રના લીધે છ ખંડનું સામ્રાજ્ય મળે છે. માટે ભરતે પણ લોકરીઝનો ત્યાગ કરી લોકોત્તર એવા પ્રભુની ભક્તિ કરી. મોટા રીઝે તો તેમાં બીજાં બધાં રિઝાઈ જાય છે, માટે હું તો તને જ રીઝવવા પ્રયાસ કરીશ. એક સાંઈને – પરમાત્માને રીઝવવા માટે હું તારી આજ્ઞાને જ સમર્પિત થઈશ. આજ્ઞાપાલનની આત્મામાં સ્થાપના થાય છે એટલે પરમાત્માની કૃપા વરસે છે અને તેથી હું તારા જેવો બની જઈશ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકલાગણીને ત્યાગ કરનારા અને પ્રભુની આજ્ઞનો આદર કરનારો એવો હું અને સઘળા મુક્તિસુખ મેળવે છે.
૨૦. શ્રી મુનિસુવતરવામીનું સ્તવન,
મુનિસુવ્રતજિન વંદના, અતિ ઉલ્લસિત તન-મન થાય રે....
હે પરમાત્મા મુનિસુવ્રતસ્વામી! તને વંદન કરતાં મારું તન-મન અતિ આનંદિત થાય છે એમ “વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે.” તારા ગુણો ઘણા છે. પ્રભુ ઉપર સાચો પ્રેમ હોય તો મનમાં તે બધા જરૂર જાણી શકાય છે અને અનુભવી શકાય છે. આથી જ તો અનુભવજ્ઞાનને શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું છે. અનુભવજ્ઞાન ઉપસર્ગો વચ્ચે પણ સાધકને આત્માના પક્ષે રાખે છે. આથી જ | તારાં દર્શનકરતાં મારાં ભવોભવનાં દુઃખ દૂર થાય છે. તું તો સુખનો કંદ છે, પરમ આનંદસ્વરૂપ છે અને ગુરુપદે શોભી રહ્યો છે. તારા અનુપમ વદનને જોઈને મારા કર્મો દૂર થાય છે, પરમ દર્શનીય તારું મુખકમળ છે. એ સમતા
યશોભારતી D રજત
Page #260
--------------------------------------------------------------------------
________________
યોગની મહોર છે, એ વીતરાગતાનું તેજ છે. જેમ પુણ્યશાળીનું મુખ જેવાથી દિવસ સારો જાય છે તેમ તારા દર્શનથી મારે રોજ દિવાળી થાય છે. વળી તું તો રાત-દિવસ સૂતાં-જાગતાં, ખાતાં-પીતાં હદયથી દૂર થતો નથી અને જ્યારે જ્યારે તારા ઉપકારોને હું યાદ કરું છું ત્યારે પરમાનંદ સુખ અનુભવું છું તે જીવને જડના સંયોગમાંથી છૂટો પાડવાનો રસ્તો બતાવ્યો. શ્વાસોચ્છવાસમાં પણ તું જ યાદ આવે છે. તારા ઉપકારોની યાદ સતત આવ્યા જ કરે છે. પાણી વિના જેમ માછલી તરફડે છે, તેમ તારા વિના વિરહની વ્યથા ભોગવતો તરફડું છું. સાગરમાં જેમ પાણી જ પાણી હોય છે, તેમ મારામાં પ્રભુ જ પ્રભુ એવો હું તારામય બની ગયો છું. તારા ઉપકાર-ગુણથી ભરેલો છું તેથી મનમાં એક પણ અવગુણ સ્થાન મેળવી શકે તેમ નથી અને આ ગુણો અન્ય ગુણોને મેળવી આપનારા ક્ષાયિકભાવવાળા છે. જેમ પૂર્ણ ખીલેલા કમળમાં સુગંધ જ હોય છે, ક્યાંય દુર્ગધ હોતી નથી તેમ પ્રભુમાં કોઈ અવગુણ દાખલ થઈ શકતો નથી. તારા ઉપર પ્રેમ કરવામાં આવે છે તે પ્રેમ અક્ષયપદને આપે છે, જે પદ આપ હે મારા નાથ ! ભોગવી રહ્યા છો. આ પદનું સ્વરૂપ એટલું ગહન છે કે તેને શબ્દો, વ્યંજનો, ઉપમાથી વર્ણવી શકાતું નથી, માત્ર અનુભવથી જ જાણી શકાય છે. જેમ સાકરને જોવાથી મીઠાશનો કંઈ ખ્યાલ ના આવે પરંતુ સ્વાદ કરવાનો અનુભવ કરવામાં આવે તો ખબર પડે કે તેમાં કેટલી મીઠાશ છે. તારા પરનો પ્રેમ ટોચ ઉપર પહોંચાડે છે, પણ પ્રભુ પરનો આ પ્રેમ એકાએક નથી કરી શકાતો. માટે હું તારાં સ્તવનો કરી, કીર્તનો કરી પ્રેમ માટે ઝંખું છું. સંસારી જીવે તો બધા સાથે પ્રેમ કર્યો છે, માત્ર તારી સાથે જ પ્રેમ નથી કર્યો. હવે હું તારા પ્રેમનો પ્યાલો પીવા માગું છું. જ્યારથી તારા આ પ્રેમનો અમૃતરસ ચાખ્યો છે ત્યારથી સંસારના બીજા રસ મને ઝેર જેવા, અંગારા જેવા લાગે છે. તારા ગુણો ઘણા. તે બધાનું સ્વરૂપ સમજવા અક્ષરો, શબ્દો, ઉપમા થોડી છે. વર્ણવી શકાતા નથી, પણ તાચ પરનો સાચો પ્રેમ છે તેથી તો હું આ ગુણોનો અનુભવ જરૂર કરું છું.
( પોલીસ સ્તવનો n ૨a )
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૧. શ્રીનમિનાથસ્વામીનું સ્તવન
‘‘શ્રીનમિ જિનની સેવા કરતાં, અલિય વિઘન સવિદૂરે નાસે જી.''
અનંત ઉપકારી એવા નમિનાથપ્રભુની ચરણ સેવા કરવાથી અનેક પ્રકારનાં વિઘ્નો દૂર થાય છે એમ જ્યારે છેલ્લે ‘શ્રી નયવિજય વિબુધ પથ સેવક, કહે લહીએ સુખ-પ્રેમ અંગે જી'' તારા પ્રેમને મારા હૃદયમાં સ્થિર કરું છું ત્યારે ઘરમાં મંગળની હારમાળા પ્રગટે છે, વિશાળ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને કુટુંબ-પરિવાર પ્રેમપૂર્વક અનુકૂળ થાય છે એમ ઉપાધ્યાયજી મહારાજ કહી રહ્યા છે. કારણ તારા પ્રેમથી સર્વ વિઘ્નો નાશ પામે છે, આઠ મહાસિદ્ધિ, નવ નિધિ વગેરે વૈભવ પાસે આવે છે. તારી માવથી સેવા કરનારને વિઘ્નો ક્યાંથી આવે ? તારી સેવાના પ્રભાવે આ ચરણકિંકરનું મન અશુભ વિચારોને છોડી આત્માના વિચારો, સારા કામના વિચારો અને પરહિતના વિચારો કરે છે. હું પોતે દાસ છું તેથી દાસનો સંબંધ સેવા સાથે છે, મારો તેના ફળ ઉપર નજર રાખવાની નથી. મારો સમર્પણભાવ છે. તારી સેવા કરું છું તો આંગણે મદોન્મત્ત હાથીઓ ગર્જના કરે છે, પાણીદાર અશ્વો હૈષારવ કરે છે; પુત્ર-પુત્રી, બંધુની જોડી તેમ જ ઊંચા અધિકારો પ્રાપ્ત થાય છે. તારી સેવા કરવાથી ફળ તો જરૂર મળે છે. કોઈને તરત મળે, જ્યારે કોઈને ભવાંતરમાં મળે. તારી સેવા જેટલી વહાલી છે તેટલી વહાલી આ બધી સામગ્રી નથી લાગતી. અને તેનો ઉપયોગ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરતા હોય છે. તારી સેવાથી ઇષ્ટ પદાર્થોનો આનંદદાયી યોગ થાય છે, અપ્રિય કે અનિષ્ટ પદાર્થો દૂર જતા રહે છે. તારી સેવા દ્વારા સેવક અનુકૂળતા સેવે છે. મૂળને વફાદાર રહેતું વૃક્ષ જેમ ટકે છે તેમ જિનેશ્વરભગવાનને વફાદાર રહેનાર પણ ટકે છે. સેવકને તારા જેવો બનાવનાર સ્વામી ! તારા સામર્થ્યનો કોઈ સુમાર નથી, દયાનો પાર નથી. વળી મારો આત્મા અને બીજા અનંત આત્માઓ વિનયપૂર્વક તારી સેવા-ભક્તિ કરે છે તેનો યશ નિર્મળ ચંદ્રકરણોની જેમ જગતમાં ફેલાય છે, તે પ્રતાપી સૂર્યની માફક દીપી ઊઠે છે અને શત્રુઓને વશ કરે છે. તારો ભક્ત જરાય નબળો નથી, તે પણ સિંહ જેવો છે; શૌર્યને ધારણ કરે છે અને શત્રુને દૂર કાઢી મૂકે છે. ગુણ-રાગ વડે રંગાયેલા એવા મારા આત્મામાં ધર્મનું ચક્ર ચાલ્યા જ કરે છે અને તેથી ઘરમાં મંગળની હારમાળા પ્રગટે છે. મારા મનમાં તારા નામની
યશોભારતી છુ-૨૫૪
Page #262
--------------------------------------------------------------------------
________________
સતત માળા ચાલે છે તેથી સર્વત્ર અને મંગળમય વાતાવરણ થયેલું દેખાય છે.' સદાય સાચા ભાવથી જિનેશ્વરદેવ, વીતરાગદેવને ભજવા જોઈએ, તે જ મનોરથથી આપણો મહેલ મઢાઈ જશે.
૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવના
“તોરણ આવી રથ ફેરી ગયા રે હાં પશુઆ દેઈ દોષ મેરે વાલમા.”
જે ગિરનાર પર્વત પર આવતી ચોવીશીનાં નિર્વાણ-કલ્યાણ થવાનાં છે, તેવા નેમિનાથપ્રભુનો રથ જ્યારે પાછો ફરે છે ત્યારે પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજસાહેબના હૈયામાંથી આ નાનકડા સ્તવનનું સરવાણી-ઝરણું બહાર | આવ્યું અને તેઓ કહે છે કે ““વાચક યશ કહે પ્રણમીએ રે હો, એ દંપતી હોય સિદ્ધ રે” આ બંને દંપતી સિદ્ધ થયાં હોવાથી આપણે બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરીએ. હે વાલમ ! તમે જ્યારે તોરણેથી રથ પાછો વાળ્યો ત્યારે ઘડીભર હું દિમૂઢ બની ગઈ હતી, પરંતુ જ્યારે મેં જોયું કે પશુઓ તરફના વાત્સલ્ય મારા આત્મામાં પણ આત્મરંગ ભરી દીધો. અને પ્રથમ ગાથાના ભાવાર્થ પર વિચાર કરીએ છીએ ત્યારે આપણને જરૂર પ્રભુ પ્રત્યે રોષ ચઢી જાય છે કે નવ ભવનો સંબંધ હતો તેનો અંત કેમ આણ્યો કે મારી દયા ના આવી, મારા વિલાપને શું નહિ ગણકારો? પણ પ્રભુ તો દયાના સાગર હતા. પ્રભુ પશુઓના વિલાપ-રુદન જોઈને તેમની વહારે ધાયા. આઘાત અને જીવદયાના પાલન વચ્ચે ઘણું અંતર જોયું અને પશુને બચાવવા માટે જ પ્રભુએ પરણવાનો વિચાર માંડી વાળ્યો. વળી આગળ બીજી ગાથામાં રાજીમતી પૂછે છે કે હૃદયેશ્વર ! જેનાથી રામચંદ્રજી અને સીતાનો વિયોગ થયો તેવા રંગમાં | ભંગ પાડનાર કરંગ-મૃગના વચનથી આપ કેમ પાછા ફર્યા? સીતા અને રામના વિયોગનું કારણ પણ સુવર્ણમૃગ હતું, તેમ આપણા વિયોગનું કારણ પણ મૃગ બન્યું તેની વાત કેમ જાણી ! હરણની વાત કદાચ હું માની લઉં પણ દુનિયા તો નહીં જ માને ! હે સ્વામીનાથ ! આપે મને મનમાંથી ઉતારી દીધી તેનું કારણ એ છે કે અનંત સિદ્ધોએ ભોગવેલી મુક્તિરૂપ વધૂને મેળવવાની આપને ઈચ્છા
( યોનીમ તવનો .
Page #263
--------------------------------------------------------------------------
________________
થઈ! કોણ જાણે ગુપ્ત રીતે શો ઈશારો કર્યો કે મને ત્યજી દીધી? રાજીમતી ફરિયાદ પણ કેવા દાક્ષિણ્યભાવથી કરે છે અને આગળ વિલાપ કરતાં રાજીમતી કહે છે કે, પ્રીત કરવી સહેલી છે પણ તેને નિભાવવી ઘણી કઠણ છે. સને હાથમાં રમાડવો એ અગ્નિની જુવાળાને પકડવા જેટલું અધરું કામ છે. આમાં આપણે પ્રભુ સાથેના વિશુદ્ધ પ્રેમ ટકાવવો કેટલો અધરો છે એ બતાવ્યું છે. પ્રેમમાં આત્માની પરમાત્માને મળવા માટેની તડપ છે. પ્રેમ એટલે પ્રેમ. તારા વચન ઉપરની આસ્થા આરાધક આત્માને જિનપ્રેમી બનાવી પરમાત્મપદ આપે છે. પ્રેમમાં આપવાનું હોય, લેવાનું ના હોય. માટે જ આગળ વધીને વિનંતિ કરે છે કે વિવાહ વખતે મારા હાથ ઉપર આપનો હાથ ભલે ના મૂક્યો, પણ દીક્ષા વખતે મારા માથા ઉપર હાથ મૂકવાની કૃપા કરો. કારણ તમારા તરફનો રાગ પણ મારા જેવી રાગીને નિરાગી બr તારનારો બને છે. અને પ્રભુ જ્યારે દીક્ષા લે છે ત્યારે મહાસતી પણ દીક્ષા લે છે. કારણ નવ ભવના સંબંધનો અંત આણવો હતો. પ્રેમનો પંથ પાવકની જુવાળા જેવો છે, પોતાનું સર્વસ્વ હોમી દેનારો છે. શુરવીર આત્મા જ તે માર્ગે ચાલી શકે. આથી જ આત્મભાવજન્ય પ્રેમ સિદ્ધશિલા સુધી પહોંચવા માટેનો ઉછાળો મારી શકે. પ્રેમના વિષય તરીકે પરમાત્માને પસંદ કરવા, પૂજવા, સ્તવવા, ધ્યાનમાં રાખવા, આ જ આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ છે.
૨૩. શ્રી પાર્શ્વનાથસવામીનું સ્તવના
“વામાનંદન જિનવર મુનિમાં હે વડો રે કે મુનિ માંહે.” જેમનું નામ ત્રણેય લોકમાં ઉત્તમોત્તમ પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુનું નામ ગવાયેલું છે એવા વામાનંદનને પૂજ્ય મહોપાધ્યાયજી કહે છે કે “શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણે રે.” તેઓ સર્વ તીર્થકરોમાં શ્રેષ્ઠ છે, જેમ મંત્રોમાં નવકાર, તીર્થોમાં શત્રુંજયગિરિ, રત્નોમાં ચિંતામણી. તેમના ગુણોનું વર્ણન કરવાને તેઓ શક્તિમાન નથી છતાં ભક્તિરૂપે ગુણોનું વર્ણન કરે છે. અનેક ઉપમાઓ વડે તેમનું સ્તવન ગુણોથી ભરેલું છે. કહે છે કે તું અનુપમ છે. દેવોમાં ઈન્દ્ર, પર્વતમાં મેરુ પર્વત, પશુમાં કેસરી સિંહ શોભે છે; વૃક્ષોમાં
યોભારતી D ૨૫૬
Page #264
--------------------------------------------------------------------------
________________
ચંદનનું વૃક્ષ, સુભટમાં વાસુદેવ શોભે છે તેમ મુનિઓમાં જિનેશ્વર દેવ શોભે છે. નદીમાં ગંગા મોટી, સુરૂપવાન પુરુષોમાં કામદેવ, પુષ્પમાં કમળનું ફૂલ, રાજાઓમાં ભરત ચક્રવર્તી, હાથીમાં શ્વેત ઐરાવત હાથી, પક્ષીમાં ગરુડ, તેજસ્વી પદાર્થમાં સૂર્ય, વ્યાખ્યાનકથામાં શ્રીજિનેશ્વર ભગવંતની કથા શોભે છે તેમ સર્વ મુનિઓમાં તીર્થંકરપ્રભુ શોભે છે. આવા અનેક ગુણોવાળા પરમાત્માના ગુણો દર્શાવતા ભક્તહૃદયમાં પ્રભુ બિરાજમાન થાય છે. ત્યારે ભક્તના હૃદયમાં અનેરો આનંદ થાય છે. વળી સર્વ ધ્યાનમાં શુક્લ ધ્યાન શ્રેષ્ઠ છે. જેમ બાળક બે હાથ પ્રસારીને સમુદ્રના અમાપ વિસ્તારનું વર્ણન મા પાસે કરે છે તેમ આ વર્ણન-ગુણસમુદ્રનું વર્ણન પ્રભુની ભક્તિના પ્રભાવે જ કર્યું છે. જ્યાં જ્યાં જિનેસ્વરદેવોની આજ્ઞાનું પાલન થતું હોય ત્યાં ભક્ત દોડી જાય છે. ગુણવાન પુરુષોના ગુણો ગાવાથી ગુણવાન બની જવાય છે. પહેલાં પ્રભુભક્તિ, પછી બીજી બધી વાત. સંસાર ભણી પીઠ કરવા માટે પ્રભુ સન્મુખ મોં રાખવું પડે છે. જો આમ ના કરે તો કર્મસત્તાના કોરડા ખાવા પડે. જન્મ મરણના ફેરા કરવા પડે. માટે જ વિવેકી પુરુષો પ્રભુના ચરણની સેવા કરીને મુક્તિમાળાને વરે છે.
*
૨૪. શ્રીમહાવીરસ્વામીનું સ્તવન
‘‘ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રીવર્ધમાન જિન રાયા રે.’’
જેમનો અનંત ઉપકાર છે એવા પ્રભુ મહાવીરની સ્તવના કરતાં પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજસાહેબ કહે છે કે તું જ મારા જીવનનો આધાર છે. ‘વાચક યશ કહે માહરે તું જીવ જીવન આધારો રે,’' તું જ મારું આશ્રયસ્થાન છે. તું જ મને જિવાડનારો છે. તારા ગુણો કેટલા છે ! તે ગુણસમૂહની ઊંચાઈ મેરુ પર્વતથી પણ વધારે છે, અનંત ગુણો છે. હે વર્ધમાનસ્વામી ! હે મારા નાથ ! આપના ગુણો તો ગગનસ્પર્શી છે. તેનું વર્ણન સાંભળીને જાણે મારા હૃદયમાં અમૃતનું સિંચન થતું હોય તેવો આનંદ થાય છે. તે સાગર જેવા ગંભીર, વ્યોમ જેવા વિશાળ અને મેરુ સમ ઉન્નત છે. તારામાં ભક્તિ પણ એટલી બધી કે માતાને પીડા ના આપી. ઇન્દ્રનો સંશય ટાળ્યો. સમતા દ્વારા શૂલપાણી સેવક, ચોવીસ સ્તવનો ] ૨૪૭
Page #265
--------------------------------------------------------------------------
________________
ચંડકૌશિકના ઉપકારી સંગમ પ્રત્યે કરુણાપૂર્ણ નજરવાળા. આવા તો અનંત ગુણોવાળો પ્રભુ તું ક્યાં અને નર્યા અવગુણથી ભરેલો હું ક્યાં! પણ હવે હું તારા ગુણોની સ્તવના કરીને મારા દુર્ગુણો દૂર કરીશ. હે દેવાધિદેવ ! તારા ગુણને ગંગાજળની માફક ઝીલીને નિર્મળ થઈશ અને રાત દિવસ તારા ગુણો જ ગાયા કરીશ. તારી આવી ભક્તિને વરેલો હું તારી વધુ ભક્તિ કરીશ. તારા ગુણમાં આત્માના ઉત્કર્ષનું બીજ છે, પરમાત્માના ગુણનું જ્ઞાન છે. આત્મિક ગુણોનું બહુમાન છે. સુખી થવા માટે તારામાં મારું મન ઓગાળી નાખું. દયા, સમતા, સહિષ્ણુતા, અડગતા, ધીરતા, ગંભીરતા, ઉદારતા, પરોપકારપરાયણતા વગેરે ગુણોને આપણા અંગની જેમ ગણવા. વળી જેણે ગંગાના ઊંડાં જળમાં સ્નાન કર્યું હોય તે ખાબોચિયામાં કેમ સ્નાન કરે? વળી જે ભ્રમરો માલતી ફૂલ ઉપર મોહ પામ્યા હોય તે બાવળ ઉપર શા માટે બેસે? આપણે જિનગુણની ગંગામાં નાહીએ, નાહીએ સચ્ચારિત્રના નિર્મળ સરોવરમાં, દયાના દરિયામાં, ગંભીરતાના કૂવામાં, પ્રભુની ભક્તિમાં. આ ગંગામાંથી બહાર ન આવવું જોઈએ એવો નિશ્ચય કરું છું. હે વીર ! માલતી ફૂલમાં મુગ્ધ ભમરાની જેમ આપના ગુણોમાં રસપૂર્વક લીન થયો છું માટે પરનારીને અધીન થઈને તેમાં જેઓ આસક્ત થયા છે તેમને કેમ સ્વીકારીએ? તત્ત્વથી અર્થ એ થાય છે કે પર પરિણીતમાં થતી મતિની ગતિ એ પરનારી તરફની આસક્તિ છે. અને આત્મપરિણીતમાં થતી મતિ એ સચ્ચારિત્રવંત વીતરાગનું લક્ષણ છે. પરમાત્માને ભાવથી ભજનારાનું મોત પરમાત્મામાં જ હોય. માટે તું જ મારી ગતિ છે, તું જ મારી મતિ છે, તું જ મારું આશ્રયસ્થાન છે. મારા આ ઉદ્ગારો એ કેવળ શબ્દોના ઝૂમખા નથી, પણ મારા આત્માને સ્પર્શેલા ભાવના દીવા છે. મારો આત્મા તારા જેવો બનાવ. મને તું તો જેમ સાગરમાં ડૂબતાને લાકડાનો સહારો મળે તેમ મળી ગયો છે. તું તો મારો પ્રાણ છે. હવે મારા માથે તું છે. મારે હવે કોની ચિંતા ? જ્યાં ત્રણ લોકનો ધણી બેઠો છે ત્યાં હવે પરની ચિંતા મૂકીને તારા ભાવમાં જ ના રહું? મારી રગેરગમાં, મારા શ્વાસે શ્વાસમાં, લોહીના પ્રત્યેક બિંદુમાં તારો વાસ છે. આ વાસ કાયમી છે. અને તારા-મારા વચ્ચેના જે અંતરના ભેદ છે તે દૂર થાય છે. પણ હવે અમે ઝડપથી ત્યાં આવીને તારા જેવા આનંદના મહાસાગરમાં મહાલતાં થઈએ એ જ મહારાજજીની, મારી અને સર્વ જીવોની પ્રાર્થના છે. “સૌ સુખી થાઓ, સૌનું કલ્યાણ થાઓ.”
પક્ષોભારતી n ૨૪૮ )
Page #266
--------------------------------------------------------------------------
________________
(ઉપસંહાર
પરમ પૂજ્ય મહોપાધ્યાય મહારાજસાહેબ રચિત આ ચોવીશીનાં સ્તવનોની સમજ મારા આ છહ્મપણામાં લખી છે. મારાથી તેમનાં સ્તવનોમાં રહેલા ગૂઢાર્થ તો સમજી શકાતા નથી પરંતુ જેમ જેમ આ સ્તવનોના ભાવાર્થો સમાતા ગયા તેમ તેમ દિવ્ય પ્રકાશ થતો ગયો અને તે મુજબ શબ્દોમાં તે બધા વ્યક્ત કર્યા છે. આમાં મારી મતિના કારણે કોઈ વાત શાસ્ત્રની વિરુદ્ધ આવી જતી હોય તો મારી અંતઃકરણપૂર્વક ક્ષમાપના માગી લઉં છું. અને આ સ્તવનોનું જે ગુંજન છે તે મારા માટે કાયમી રહે છે. તેના સાગરમાં હવે હું મહાલવા લાગીશ અને મારા જીવનમાં વધુ ભક્તિભાવ પ્રકટે તેવું શાસન દેવો પ્રત્યે, ગુરુભગવંતો પ્રત્યે, ધર્મ પ્રત્યે અને જિનેશ્વર ભગવંતો પ્રત્યે રોજ પ્રાર્થના કરીશ. મને આ સંસારમાંથી ઉગારો”
શિવમસ્તુ સર્વ જગત''
- પોલીસ સ્તવનો n ૪૯
-
Page #267
--------------------------------------------------------------------------
________________
(જ્ઞાનસાર)
શાહ પીયુષકુમાર શાંતિલાલ [પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજસાહેબની ત્રિશતાબ્દી ઉજવણી વર્ષ નિમિત્તે, પૂજ્ય આચાર્ય મહારાજસાહેબ શ્રી વિજયચંદ્રોદય સૂરીશ્વરજી મહારાજસા -- -ની ! પ્રેરકગાથા શ્રી યશોભારતી પ્રવચનમાલા યોજિત જ્ઞાનસભર સ્પર્ધામાં વિજેતા બનેલા નિબંધ.]
મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ પ્રણીત ગ્રંથ પ્રસ્તાવના
અનંત ઉપકારી, અનંત ગુણોના ભંડારી, અનંત આત્માઓના તારણહાર એવા અરિહંત ભગવંતોએ જ્યારે જ્યારે કેવળજ્ઞાન પામી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે ત્યારે ગણધર ભગવંતોને ત્રિપદી આપી, સમ્યકત્વ જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય ધર્મને પ્રકાશિત કર્યો. આ ત્રિપદીમાં બધા જ જ્ઞાનનો સાર આવે છે. એવા અનેક મહાપુરુષો આપણા શાસનમાં થઈ ગયા છે અને ભવિષ્યમાં થશે. આપણા જે મહાપુરુષો થયા તેમાં હમણાંના નજીકના મહાપુરુષોમાં હેમચંદ્રાચાર્ય, હરિભદ્ર સૂરિ અને ઉપાધ્યાય મહારાજ યશોવિજયજી થયા. તેઓના અનેક ગ્રંથો આજે આપણા જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજસાહેબ આજથી લગભગ ૩૦૦ વર્ષ | પૂર્વે થયા. તે વખતે ભારતની સ્થિતિ કેવા પ્રકારની હતી તે સૌ જાણીએ છીએ.
અંગ્રેજ પ્રજાની કપટનીતિ, રજવાડાંઓ સાથે લડાઈ, મોગલ સામ્રાજ્યની પડતીના આવા કપરા કાળમાં જૈન શાસનની ધુરા વહન કરી તેને આપણા સુધી પહોચાડ્યું તેમાં પૂજ્યશ્રીનો ફાળો ઘણો હતો. અનેક ગ્રંથોની રચના કરી. આપણે આજે તેમના દ્વારા થયેલા ગુણોના ઉપકારો યાદ કરીએ તો આપણી આંખમાં જરૂર ઝળઝળિયાં આવી જાય છે, હૃદય ભરાઈ જાય છે. તેમની ઘણી જ નાની ઉંમરની યાદશક્તિ આપણને દાદ આપી જાય છે. મજાકમાં કહેવાતા શ્રાવક પ્રત્યે સીમંધરસ્વામીની ૧૫૦ ગાથાના સ્તવનનો જાણે ખુદ પ્રભુ જ આપણી સમક્ષ હોય તેવો ભાવ દર્શાવ્યો છે. એવા અનેક ગ્રંથો છે જેને સમજતાં આપણી જિંદગી જાય પણ માત્ર બિંદુ જેટલી જ સમજ પડે તો આપણું જીવન સાર્થક થયું ગણાય. હવે આ ગ્રંથનું જે નામ છે તેનો અર્થ વિચારીએ તો “જ્ઞાનસાર', જ્ઞાનનો સાર. ટૂંકમાં, બધું કેવી રીતે કહેવાય તે બતાવી આપ્યું
( પક્ષોભારતી n ૨૫૦
કરી
Page #268
--------------------------------------------------------------------------
________________
(છે. જેમ લાખેણી ગાયના દૂધમાં એટલી તાકાત હોય કે ચક્રવર્તી જ પચાવી શકે તેમ અનંત ભાવોને પૂજ્યશ્રીએ માત્ર બત્રીસ વિભાગમાં આઠ-આઠના અષ્ટક વડે ગૂંથણી કરી છે. આ ગ્રંથ સૌનો પ્રિય બની ગયો છે, કારણ સ્વાધ્યાયનો ગ્રંથ છે. દીક્ષાર્થી માટે માર્ગદર્શકરૂપ છે, દીવાદાંડીરૂપ છે, પડતાને સન્માર્ગે લાવે છે. આ ગ્રંથને સમજવા ઘણા ઊંડા અભ્યાસની જરૂર છે. માત્ર ઉપરથી જોવા જઈશું તો કંઈ ખ્યાલ પણ નહીં આવે. માટે સૌએ ઘણા જ વિવેકપૂર્વક આ ગ્રંથનો | અભ્યાસ કરવામાં આવે. દરેક આત્મામાં દિવ્ય પ્રકાશ અને નાદ વિદ્યમાન છે. બત્રીસ અષ્ટકની આ સીડી છે, જેમાં દરેક પગથિયું ઉપર ઉપર ચડતાં જવાનું છે. માટે તેને અનુક્રમે જોવા વિચારવા હું પ્રયાસ કરું છું. આમાં મારાથી શાસ્ત્ર વિરુદ્ધ લખાઈ જાય તો આપ સૌ સમક્ષ ક્ષમાપના કરી માફી માગું છું.
દરેક આત્માને પરમાત્મા બનવું છે. તે બનવા માટે સાધના કરવી જરૂરી છે. માટે દરેકના ક્રમ પ્રમાણે વિચારતાં દરેક અષ્ટક એકબીજાને પૂરક બની ગયું છે. છેલ્લે પૂરું થાય અને નવું અષ્ટક શરૂ થાય. આત્મામાં આઠ રૂષક પ્રદેશ પર શુદ્ધ ભાવ રહેલા છે તે તેનો દિવ્ય પ્રકાશ છે. જે ફૂલ રૂપે પ્રગટાવવાનો છે, દીપક રૂપે પ્રકટાવવાનો છે. શરૂઆત તો છેલ્લેથી કરવી પડે તેવી છે, કારણ તેના ગહન અર્થો શું છે તે ધ્યાનમાં રાખવાના છે. પ્રથમ અષ્ટકમાં પૂર્ણતા વિષે જણાવ્યું છે, પરંતુ તે આવે કેવી રીતે ? તો મગ્નતા દ્વારા. આ જ રીતે છેલ્લેથી પ્રથમ ક્રમમાં આવે છે, પરંતુ આપણે ઉપરથી નીચેના ક્રમમાં જઈ પૂર્ણતા વિષે જાણીશું. ૧. પૂર્ણતા
પૂનમનો ચાંદ પૂર્ણ હોય છે, પણ તે પહેલાં બીજનો ચાંદ માત્ર ચંદ્રાકાર લીટી જેવો હોય છે. ખરેખર તો તે પૂર્ણ છે પરંતુ અમુક આવરણ આવતાં અર્ધચંદ્રાકાર લીટી જેવો દેખાય છે પરંતુ અમુક દિવસો પસાર થાય પછી પૂનમનો ચાંદ જોઈ શકાય છે તેવી જ રીતે આત્મા એ પૂર્ણ છે પરંતુ કર્મનાં બંધનો દ્વારા માત્ર તેના આઠ રૂષક પ્રદેશો ખુલ્લા રહ્યા છે તે સ્વચ્છ છે. આ અષ્ટકમાં પૂર્ણ થવું કેમ તે બતાવતાં પૂજ્યશ્રી એમ કહેવા માગે છે કે કેવળી ભગવંતો સમગ્ર જગતના જીવોને જ્ઞાન-દર્શન-ચારિત્રથી પૂર્ણ જુએ છે, જેવી રીતે સુખી માણસ બધાંને સુખી તરીકે જુએ છે. ઈન્દ્રો, પૈસાદારો, ધનાઢ્યો તે દરેકને એમ જ માને કે સૌ સુખી છે, પરંતુ તેમ નથી. ઘણા દુઃખી હોય છે તે
(
શાનસાર ૫૧
Page #269
--------------------------------------------------------------------------
________________
તેમના ખ્યાલમાં નથી. જ્યારે કેવળી ભગવંતો આત્માને જોઈને કહે છે કે સર્વ | જીવો સમાન છે કે જેનાં આઠેય કર્મો ખપી ગયાં છે અને સત ચિદાનંદ સ્વરૂપમાં છે. કર્મવાળા જીવોમાં આ ભાવ ઢંકાયેલો છે, જ્યારે કર્મરહિત આત્માને સત ચિદાનંદ સ્વરૂપમાં જુએ છે.
બીજા શ્લોકમાં કહે છે કે સત્તા, સંપત્તિ, કીર્તિ. માન. મોભો. ઐશ્વર્ય વગેરે ઉછીના માગી લાવેલા પ્રસંગરૂપના દાગીના જેવાં છે કે પ્રસંગ પતી ગયા પછી પાછાં આપવાં પડે છે. જ્યારે જ્ઞાન, દર્શન અને ચરિત્રના ગુણો તો આત્માના સ્વાભાવિક ગુણો છે, જે પૂર્ણ હોય છે. ઉત્તમ રત્નોની કાંતિ ક્યારેય ઝાંખી પડતી નથી તેમ તેનો સ્વભાવ છે; દીવાનો સ્વભાવ છે પ્રકાશ આપવાનો, પાણીનો સ્વભાવ છે ઠંડક આપવાનો તેમ આત્માનો પણ સ્વભાવ છે પૂર્ણતાનો.
આ અષ્ટકના ત્રીજા શ્લોકમાં મોજાં આવે તેથી દરિયાની પૂર્ણતા વાસ્તવિક નથી થતી, કારણ ખાલી જગ્યા છે એટલે તરંગો આવતાં મોજાં ઊછળે છે. જ્ઞાન પૂર્ણ ભરેલું હોય તે ઉછાળા ના મારે, પરંતુ સ્વયંભૂ સમુદ્ર જેવો શાંતધીર હોય. થોડા પૈસા હોય તો પૈસાદાર ના કહેવાય. એક પુત્ર હોય તો પુત્રવાન કહેવાય પણ વધુ પુત્રની અપેક્ષાએ ઓછા કહેવાય તે પૂર્ણતા ના કહેવાય. પૂર્ણાનંદમય ભગવાનનો આનંદમાં પૂર્ણ આનંદ છે. તેનો કોઈ વિકલ્પ નથી જેવો કે પ્રશાંત મહાસાગર.
ચોથા શ્લોકમાં પૂર્ણતા માટે કહે છે કે જેમને તૃષ્ણારૂપી કાળા નાગનું ઝેર ઉતારવા માટે જો આત્માની જ્ઞાનદષ્ટિ જાગૃત થાય તેઓને ઇચ્છાઓ થાય જ નહિ, તેવી રીતે જેમને પૂર્ણ આનંદ થયો છે તેવા ભગવાનને વીંછીના ડંખની વેદના કેવી રીતે હોઈ શકે? જે પૂર્ણ છે તેને દુઃખ જ ક્યાં છે? આનંદ એ પૂર્ણતાનું સ્વરૂપ છે, જ્યારે વેદના એ કર્મનું સ્વરૂપ છે. આનંદમાં સાર્વત્રિક આનંદ હોઈ શકે તે જ પૂર્ણ છે
સત્વહીન કંજૂસ, કૃપણ, લોભી માણસોને જો ધન-ધાન્ય, પરિવાર, સ્વજનો મળે તેને તેઓ પૂર્ણ માને છે, પરંતુ આ પદાર્થો છોડવાના છે તે જ પૂર્ણતા છે. આવી જ દષ્ટિ પૂર્ણ આનંદમય બનેલ આત્માની હોય છે, તત્ત્વજ્ઞાન જાણનારની હોય છે એટલે પૂર્ણતા પામનારને છોડવું અને ત્યાગવું તેમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે.
આત્માનો મૂળ સ્વભાવ છે પર-બીજ પદાર્થોથી દૂર જવું અને પોતાનામાં જ મસ્ત બનવું. એટલે જો ત્યાગ કરવામાં આવે તો તે આત્મા જો
( પહોભારતી g ૨૫૨
Page #270
--------------------------------------------------------------------------
________________
અપૂર્ણતાવાળો હોય તો તે પૂર્ણ બને છે. જ્યારે જ્યારે આત્મા બીજા પદાર્થોમાં રાચે છે ત્યારે આત્મા અપૂર્ણ બને છે, એ જ જગતનું મોટું આશ્ચર્ય છે.
જે આત્મા પર-પદાર્થોમાં જ પૂર્ણતા જુએ છે તે મૂર્ણ છે. પુદ્ગલ વગેરે ધન, સ્ત્રી, પરિવાર વગેરેમાં રાચી-માચીને રહે છતાં તેને અધૂરું લાગે. આત્માને એમ લાગે કે પોતે અધૂરો છે, માટે પૂરો થવા ધમાલ કરે છે. જ્યારે ચારિત્ર ધર્મ અંગીકાર કરેલા મુનિભગવંતોને જ્યારે ઇન્દ્ર જુએ છે ત્યારે કોઈ દોષ - ખામી લાગતી નથી, કારણ તે આત્મસુખના માર્ગે છે અને તેમાં પૂર્ણતાનો અનુભવ કરે છે..
જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય વગેરે આત્માનાં સહાયક છે અને આઠ કર્મો અધ્યાત્મપ્રાપ્તિમાં બાધક છે, પરંતુ જ્યારે બાધક એવાં કર્મોનો નાશ સહાયક તત્ત્વો દ્વારા થાય ત્યારે તે આત્મા પૂનમના ચાંદની માફક પ્રકાશમાન થાય છે. આ પ્રકાશમાનતા જ પૂર્ણતાનું સ્વરૂપ છે. ૨. મગ્નતા
મગ્નતા પ્રકટ કરવા માટે જ્ઞાન-દર્શન ચારિત્ર વગેરે ગુણોને પૂર્ણરૂપે પ્રકટ કરવામાં આવે તો તે આત્મા આત્મામાં મગ્ન બને છે. ઇન્દ્રિયોના વિષયોને અટકાવીને, બીજા રૂપ-શબ્દની, વિષયોની પ્રવૃત્તિ અટકાવીને, જગતનાં તત્ત્વોને યથાર્થરૂપે જોઈને સાક્ષીપણું રાખે. પુદગલની વાતો ફીકી | લાગે, ધનનો ગર્વ ના કરે, સ્ત્રી આદિ પરિવારનો આદર ના કરે, આ બધા સાંસારિક ભાવથી પર રહે અને આત્માના સ્વરૂપને જોવા માટે તન્મય રહે, ચૈતન્યસ્વરૂપ આત્મામાં સ્થિરતા પામે, જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં પરમાત્મામાં મગ્ન બને, જગતના પર-પદાર્થો પર કર્તાપણું ના રાખે, પરમાત્મ સ્વરૂપમાં તન્મય બને. ભગવતી સૂત્રના આધારે જે મુનિ જીવનમાં ચારિત્ર્યની વૃદ્ધિથી ચિત્તશુદ્ધિ દ્વારા જ્ઞાનમગ્ન બને, જે આવા જ્ઞાનપૂર્ણ સુખરૂપ છે, તેવા મહાત્માના સુખની વાત કહી શકાતી નથી. જેવી રીતે ચંદન-વિલેપનની શીતલતાનું સુખ અને પિયા સાથેના આલિંગનના સુખનું વર્ણન થઈ શકતું નથી તેમ જે આત્મા ઉપરના જે ભાવો છોડવાના છે તે છોડે અને જે ભાવો આત્માની અંદર પ્રકાશિત થાય છે તે ભાવોમાં પૂર્ણ બને તે આત્મા મગ્ન બને છે, તે બીજા અષ્ટકનો સાર છે, શીતલતાની પુષ્ટિ કરે છે. જ્ઞાનામૃતમાં સંપૂર્ણ મગ્ન છે તેની અમે શું સ્તુતિ કરીએ ? તેમને તો મારા કોટી કોટી નમસ્કાર. . .
- નિસાર D વપર
(ા
છે
Page #271
--------------------------------------------------------------------------
________________
[૩. સ્થિરતા
આ અષ્ટકમાં એમ કહેવા માગે છે કે મનુષ્ય સુખ માટે પૌદ્ગલિક પદાર્થો મેળવવા ભટકીને ખેદ પામે છે. તે મળ્યા પછી લોભ જાગે છે અને વિકારી બનતાં જ્ઞાન અજ્ઞાન થઈ જાય છે. મન ચંચળ છે. ચિત્ત સુખની ઇચ્છાથી બાહ્ય પદાર્થોમાં ભટકતું રહે છે. વાણી, વેશ, આકૃતિ વગેરે ચંચળ બને છે. તેમને તું છોડી દે અને તું સ્થિર થા. કારણ તું જે સુખ માટે દોડે છે તે સુખનો ખજાનો તારી પાસે છે માટે તું સ્થિર થા. લોભનો વિચાર છોડી દે અને જ્ઞાનરૂપ અમૃત પ્રાપ્ત કર. તારા અંતરમાં શલ્યો ભોંકાયાં. અસ્થિરતા જો કાઢી ના હોય તો આ ધર્મ- રૂપી ઔષધિનો શું અર્થ છે? ખોટો ધર્મ કરે છે. માટે આ અસ્થિરતા કાઢી નાખ અને તું આવો બન. જે યોગીરાજો જંગલમાં કે નગરમાં, દિવસ કે રાત્રે સમભાવવાળા હોય કે જે મન, વચન અને કાયાથી સ્થિર હોય. વળી, તારી પાસે જો સ્થિરતારૂપી રત્ન હોય તો શા માટે ખોટા સંકલ્પ-વિકલ્પો કરીને તારાં મહાવ્રતોનો ભંગ કરવારૂપ આશ્રયોને સેવે છે. જો તું આત્મભાવમાં જ સ્થિર રહે તો તારામાં આશ્રવો નહીં આવે. વળી તું મનરૂપી અસ્થિરતાનો જે પવન ફૂકીશ તો તારી ધર્મરૂપી સમાધિ જતી રહેશે. માટે તું સ્થિર થા, સિદ્ધો જેમ સ્થિર છે. આ જ ચારિત્ર છે. માટે આ સિદ્ધિ માટે સ્થિરતા પામવી જોઈએ. આ પ્રમાણે ત્રીજા અષ્ટકમાં ભવી આત્માને સ્થિર થવાનો ઉપદેશ આવેલો છે.
૪. મોહત્યાગ
મોહનો ત્યાગ કર, પણ સંસારનો જે આશ્રય લે છે તેવો મૂઢજીવ કર્મજન્ય ઉપાધિના સંબંધનો આરોપ કરીને મૂંઝાય છે. માટે તું મોહનો ત્યાગ કર, ત્યાગ માટે તું આમ કર. હું નથી, મારું નથી, હું જે છું તે શુદ્ધ આત્મદ્રવ્ય છું, કેવળજ્ઞાન વગેરે ગુણો મારા છે. સંપત્તિવાન, ધનવાન, રૂપવાન વગેરે હું નથી. માટે ત્યાગ કર, સુખ દુઃખ, ઊંચું કુળ, નીચું કુળ વગેરે કર્મોને અધીન છે માટે રાગદ્વેષ ન કર, ભવચક્રમાં ફરવારૂપ, રહેવારૂપ વગેરે પુદ્ગલ દ્રવ્ય, જન્મ, જરા વગેરે જોઈને તું ખેદ ના કર. આત્માનું સ્વરૂપ જે સ્વાભાવિક છે તે
સ્ફટિક જેવું નિર્મળ છે. જે સુખના રસિક છે તેને સહજ સુખ કહેવામાં આશ્ચર્ય પામે છે. જે આત્મામાં પાંચ જ્ઞાનના આચારોથી સુંદર બુદ્ધિવાળો છે, તે પુદ્ગલમાં ક્યાં મોહ પામવાનો છે ! આગળ જતાં જ્ઞાની બને છે.
H પણોભારતી n ૨૫૪ )
Page #272
--------------------------------------------------------------------------
________________
૫. જ્ઞાન
આત્માના સ્વરૂપમાં જ્ઞાની અને અજ્ઞાની આત્મા કેવા છે તે બતાવતાં કહે છે કે મુનિ જીવનમાં જે જ્ઞાન ભણવામાં ન આવે તો તેની પરિણતિ કેવા પ્રકારની છે તે બતાવે છે. અજ્ઞાની શેમાં મગ્ન બને છે? તો જેમ ભુંડ વિઝામાં મગ્ન બને છે, પુદ્ગલમાં મશગૂલ બને છે. પરદ્રવ્યગુણ પર્યાયમાં રમણતા હિતકર નથી. રાગદ્વેષની તીવ્ર ગાંઠના ભેદથી ઉત્પન્ન થયેલું આત્મપરિણતિવાળું જ્ઞાન છે તો શાસ્ત્રના બંધનનું શું કામ છે ? જેમ આંખ અંધકારને દૂર કરે તો દીવાની ક્યાં જરૂર છે? વળી જે જ્ઞાન મોક્ષની સાધના માટે ઉપયોગી હોય તે જ જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે. જેનાથી આત્મસ્વભાવની પ્રાપ્તિ થાય તે જ સંસ્કારનું કારણ બને તે ઈષ્ટ જ્ઞાન બને છે. વળી મિથ્યાત્વને દૂર કરે અને જ્ઞાનના વજ વડે શોભે તેવા યોગી આનંદના નંદનવનમાં આનંદ કરે છે. વળી જે જ્ઞાનસમુદ્રમાંથી ઉત્પન્ન નહીં થયેલું, અમૃત-ઔષધ વિનાનું રસાયણ અને પરની અપેક્ષા વિનાનું ઐશ્વર્ય કહે છે.
૬. શમ
જ્ઞાન પછી શમ એ જ્ઞાનનો પરિપાક છે, માટે જ તે જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યક્ત મેળવે છે, જેથી મુનિભગવંતોનો સમતાનો ગુણ સ્વયંભૂરમણ સમુદ્ર જેટલો ગંભીર બને છે અને તેમનું મન સમતારૂપી અમૃતથી રાતદિવસ સિંચાયેલું રહે છે. તેને સંસારના રાગદ્વેષના ઝેર પણ મારી શકતાં નથી અને તેથી જ જ્ઞાનરૂપી હાથી ગર્જના કરી રહ્યા હોય અને ધ્યાનરૂપી ઘોડા સાથ આપી રહ્યા હોય તે મુનિભગવંતોનું આ શમ-જ્ઞાન એ શમ-સામ્રાજ્યની ઊંચી સંપત્તિ ગણાય છે, કારણ જ્ઞાન-ધ્યાનમાં મસ્ત મુનિઓ મોહ-રણમાં ટંકાર કરે છે. જ્યાં જ્ઞાન આવી જાય પછી ઇન્દ્રિયો ઉપર વિજય-જય જલદી મેળવી શકે છે. તે માટે મહાન પુરુષાર્થ ફોરવવા પડે છે, કારણ ઇચ્છા એ વિકારરૂપ છે અને તેના જે પરિપાક છે તેમાં મૂર્છા આપે છે અને મોહ પમાડે છે. અનેક વિષયો ભોગવવા છતાં આ ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી કારણ મોહ છે તે આત્માને વિષયોના બંધનથી બાંધી દે છે. આને કારણે છે. આત્મા તું સોનું ચાંદીરૂપે જોતો દોડે છે પરંતુ તારા અનંત જ્ઞાન-ધનને જોતો નથી. વળી પાછો અમૃત છોડીને મૃગજળ જેવા વિષયો-કષાયો પાછળ દોડે છે. તારે તો પાંચ ઇન્દ્રિયો છે. હાથી સ્પર્શના સુખથી નાશ પામે છે. પતંગિયો આગના તેજમાં હણાઈ જાય છે. તો તારે તો પાંચ ઈદ્રિયો છે માટે તારી શું દશા થાય? સિંહ સમાન તારો આત્મા
જ્ઞાનસાર | ૨૫૫
Page #273
--------------------------------------------------------------------------
________________
(પરવશ બની જાય. માટે તું વિવેક ધારણ કરી અને આ વિષય-કષાયોનો ત્યાગ કર. હે સાધક આત્મા ! તું સંયમને ધારણ કર. હું માતા-પિતાનો ત્યાગ કરી, કુટુંબ કબીલા વૈભવોનો ત્યાગ કરીને આત્મજ્ઞાન અને આત્મરતિ રૂપ પિતામાતાના આશ્રયે જઈને કલ્યાણ કરીશ. વળી પોતાના ભાઈઓને સંબોધતાં કહે છે કે હું નિશ્ચિત સ્વરૂપવાળા શીલ, સત્ય, શમ, દમ સંતોષ વગેરે ભાઈઓના આશ્રયે રહીશ, કારણ તે નિશ્ચિત છે. વળી સમતારૂપી પત્નીને ધારણ કરીશ. જે મારી સાથે મુનિભગવંતો છે તે મારા સંબંધી છે. વળી સત્સંગથી ઊભા થતા લાયોપેશિક ધર્મો પણ ત્યાગ કર્યું છે જેથી મને દોષ ન લાગે. જ્યાં સુધી શુદ્ધ આત્મરૂપ બોધ વડે આત્મામાં ગુરુપણું ના આવે ત્યાં સુધી હું ગુરુની છાયામાં રહીશ અને તેમની ભક્તિ કરીશ. તેથી મને પરમાર્થગુણની જે પ્રાપ્તિ થાય છે અને મારા જે અનંત દર્શન-ચારિત્ર અને જ્ઞાન ઢંકાયેલાં છે તે પ્રકટ થાય છે. તે પ્રકટ કરવા માટે ક્રિયાવાન બનવું પડે. જ્ઞાનવાળી ક્રિયાથી ભવિત થયેલો હું સંસારસમુદ્ર તરી જઈશ, પાર પામીશ. ક્રિયા જરૂરી છે, માત્ર જ્ઞાન ના ચાલે. શહેરમાં જવાનો માર્ગ જાણતો હોય પરંતુ તે ચાલે નહિ તો તે શહેરમાં પહોંચી શકતો નથી. સ્વભાવરૂપ કાર્ય કરવામાં આવે તો જ પૂર્ણ જ્ઞાન મળે છે. જેમ દીપક સ્વયં પ્રકાશે છે, પરંતુ તેમાં તેલ જરૂરી છે. માટે ક્રિયા જરૂરી છે. વ્યવહારથી ક્રિયાનો નિષેધ કરે છે તેઓ મોંમાં ભોજન નાખ્યા વગર તૃપ્તિની ઇચ્છા કરે છે, પરંતુ નિયમોને અનુસરવાની શુભ ક્રિયા જ શુભ ભાવને નબળો નથી પાડતી, તે દ્વારા શુભ ભાવની વૃદ્ધિ થાય છે. માટે જ્ઞાન-ક્રિયાની અભેદ | ભૂમિકા છે અને તૃપ્ત થવા માટે ક્રિયા જરૂરી છે. જ્યારે આ તૃપ્તિ પામવા માટે જ્ઞાનરૂપ અમૃત પીએ છે. તું ક્રિયારૂપ વેલડીનાં ફળ ખાઈને, સમતારૂપ તાંબૂલ મુખવાસનો સ્વાદ કરીને, તારો આત્મા તૃપ્ત કર. જ્ઞાન વગેરે ગુણોથી થયેલ તૃપ્તિ ક્યારેય નાશ પામતી નથી. શાંતરસના આસ્વાદથી અનુભવગમ્ય જેવી તૃપ્તિ થાય છે, તે છ પ્રકારનાં ભોજનથી પણ નથી થતી. વળી સ્વપ્રોમાં જે ભોજન ખાધું હોય તેનાથી કંઈ તૃપ્તિ થતી નથી, તેમ આ સંસારના વિષયોથી મેળવેલી તૃપ્તિ ખોટી સાબિત થાય છે. પુદ્ગલોથી તૃપ્તિ મળે તે ઉપચય રૂપ પામે છે, જ્યારે આત્મગુણથી આત્મા તૃપ્તિ પામે છે તેની બીજાઓને ક્યાંથી ખબર પડે? વળી જ્ઞાનથી જે તૃપ્ત છે તેને મીઠાશના ઓડકાર આવે છે તેથી જ તે સુખી છે અને સંસારના ભાવોથી તે નિર્લેપ રહે છે, તેમાં લપાતો નથી. શુદ્ધ આત્મા શરીરના પુગલના ભાવમાં રાચતો નથી. વિવિધ રંગોથી જેમ આકાશ લેપાતું
( યશોભારતી n ૨૫૦ )
Page #274
--------------------------------------------------------------------------
________________
નથી, તેમ તે લપાતો નથી. જ્ઞાનધારામાં વર્તન કરતા યોગીને જ આવશ્યક ક્રિયાઓ લિપ્તપણાનો અનુભવ કરાવે છે. વળી જે અહંકાર આવી જાય તો કર્મથી લેપાય છે, વ્યવહારથી આત્મા લેપાયો છે. ક્રિયાથી લિપ્ત દષ્ટિ શુદ્ધ થાય છે અને જ્ઞાનપૂર્વકની ક્રિયા દોષરૂપ કચરાથી લેપાતી નથી. તેવા યોગીને નમસ્કાર કરું છું. વળી તેઓ નિઃસ્પૃહી હોય છે. તેમને કોઈ ઈચ્છા નથી હોતી. કારણ સંસારભાવમાં તે આવતી નથી. આખું જગત તણખલા જેવું લાગે છે માટે ઈચ્છા કરતા નથી અને ઇચ્છાનું ફળ કેવું છે? મોહ મૂર્છા-દીનતા છે. માટે તે નિઃસ્પૃહી રહે છે. પુદ્ગલરતિરૂપ ચાંડાલની દોસ્તી કરનાર ઈચ્છા જે આત્માની વિરુદ્ધ છે તેને ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ. સ્પૃહાવાળા જીવો હલકા હોય છે. હલકી વસ્તુ તરવી જોઈએ પરંતુ આ સંસારરૂપ સાગરમાં તે ડૂબે છે. વળી નિઃસ્પૃહતાનો ગુણ આવે તો ઘમંડી બને નહિ. ગોચરી, ભૂમિશયન, જીર્ણવસ્ત્ર અને વનમાં ઘર હોય છે તેવા સાધુને ચક્રવર્તી કે ઈન્દ્ર કરતાં પણ વધુ સુખનો અનુભવ થાય છે. વળી મોટા ભાગે નિઃસ્પૃહી આત્મા મૌન રાખે છે. તીર્થંકર પ્રભુ પણ કેવળજ્ઞાન થતાં પહેલાં મૌન રાખે છે, જગતમાં તત્ત્વોને જાણે છે. જ્ઞાન-દર્શનચારિત્ર ત્રણ રત્નો વિષે જ્ઞાન, રુચિ અને આચારની એકતા મુનિભગવંતને હોય છે. વળી શુદ્ધ સ્વભાવમાં રમણતા ના આવે તે દર્શન નથી. ના બોલવું એ તો એક ઇન્દ્રિયવાળા જીવોમાં પણ છે, પરંતુ પુદ્ગલોમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ રોકવી એ ઉત્કૃષ્ટ મૌન છે. મૌન આવે તો જ વિદ્યા વધે. જ્ઞાન આવે. તત્ત્વબુદ્ધિ એ જ વિદ્યા છે. અનિત્યના સંયોગમાં નિત્યપણાની નવદ્વારોથી અશુચિ વહેવડાવતા ગંદા શરીરમાં પવિત્રતાની અને પુગલમાં આત્મપણાની બુદ્ધિ એ અવિદ્યા છે. તત્ત્વબુદ્ધિ એ જ વિદ્યા છે. | સમતારૂપ કુંડમાં સ્નાન કરીને પાપથી થયેલા મેલને દૂર કરી ફરીથી પાપી બનતો નથી તે આત્મા પવિત્ર છે. સ્વરૂપથી જે ભિન્નતાના ચમત્કારને જ્ઞાનમાર્ગના પરિણામવાળા વિદ્વાન જ અનુભવે છે, તત્ત્વ બુદ્ધિરૂપ અંજનનો સ્પર્શ કરીને આત્મામાં પરમાત્માને જ જુએ છે, પરંતુ વિદ્યા વિનયથી આવે છે. જીવ અને જ્ઞાનાવરણીયાદિ કર્મના લક્ષણને ભેદથી ભિન્ન કરનાર, સમજનાર જ સાધુભગવંત વિનયી છે. અજીવથી જીવના ભેદનું જ્ઞાન તે વિવેક છે. વળી અભેદ જ્ઞાન કરોડો જન્મોથી પણ દુર્લભ છે. અવિવેકથી વિકારોનું મિશ્રપણું દેખાય છે. અવિવેક દ્વારા થતી ક્રિયા વિલાસમાં ગણાય છે. વિવેકરહિત આત્માને શરીર અને આત્મા એક જ લાગે છે. પરમભાવે ન ઈચ્છનાર આત્મા
શાનમાર | ૨૫૦
Page #275
--------------------------------------------------------------------------
________________
પડી જાય છે, જ્યારે આત્મભાવનું અન્વેષણ કરતો આત્મા અવિવેકમાં ડૂબતો નથી. વિવેકરૂપી સંયમ કર્મોનાં ગાઢ બંધનોને તોડવા સમર્થ બને છે. આથી તેનામાં માધ્યસ્થ ગુણ પ્રકટ થાય છે. આત્મા સંસારના ભાવો પ્રત્યે રાગીવિરાગી ના બને, મધ્યસ્થ ભાવનાવાળો રહે. મનરૂપ વાછરડો ગાયની પાછળ | દોડે છે જ્યારે કદાગ્રહી માણસો એટલે કે મનરૂપી વાંદરો ગાયને પૂંછડેથી ખેંચે છે. પોતાનાં કર્મોથી વશ બનેલા અને તેને ભોગવનારા મનુષ્યો-મુનિઓ મધ્યસ્થ રહે છે, રાગદ્વેષ કરતા નથી. પારકાના દોષ જેવા અને ગુણ પ્રણ કરવામાં મન રોકાય છે તેટલો સમય મધ્યસ્થરૂપ પર આત્મધ્યાનમાં રહેવું જોઈએ. વળી મધ્યસ્થી નિર્ણય બને છે. આત્મ-સ્વભાવમાં રહેનારો નિર્ભય છે. તેને ભય નથી. સંસારનાં સુખો ભયરૂપ છે, અગ્નિ જેવાં દઝાડનાર છે. જ્ઞાન-સુખ જ સર્વ સુખોમાં નિર્ભય છે. જે પદાર્થોને જ્ઞાનથી જોવામાં આવે તેને ભય ક્યાં હોય ! મોહના લશ્કરને છિન્નભિન્ન કરે છે તેને ભય નથી રહેતો. મનના વનમાં મોરલી જેવી જ્ઞાનદષ્ટિ કરતી હોય તો આનંદરૂપ એવા ચંદનના વૃક્ષમાં ભયના નાગ ન વિંટાઈ જાય. જ્ઞાનરૂપ મુનિને ભય હોતો જ નથી. ચારિત્રભાવ જેના ચિત્તમાં હોય, અખંડ જ્ઞાન ચિત્તમાં હોય તેને ભય જ ક્યાંથી હોય? નિર્ણય આત્મા અનાત્મ પ્રશંસામાં ડૂબી જાય છે કે? પોતાની જાતની પ્રશંસા કરવાથી શું લાભ? ગુણોથી જો પૂર્ણ હોય તો આત્મપ્રશંસાની કોઈ જરૂર નથી. તું તો સુકૃતો જ કર. ચિદાનંદથી પૂર્ણ આત્માને શરીરરૂપ, લાવણ્ય, ગામ-નગર-બગીચો ઘન વગેરે પરદ્રવ્યથી પરધર્મોથી અભિમાન કેમ ? સર્વ નયોમાં રાચનારા મુનિને પર્યાયોનાં અભિમાન નથી થતાં. જ્ઞાનના ગુણનું પરપોટાની માફક શા માટે વિસર્જન કરે છે? તારી તત્ત્વદષ્ટિનો વિકાસ કર. પૌદ્ગલિક દષ્ટિ રૂપ જોઈને મોહ પામે છે જ્યારે તત્ત્વરૂપી રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે. બાહ્ય દષ્ટિએ ભ્રમ છે. તેમાં રહેવાય જ નહિ તો શા માટે સુખની ઇચ્છાથી તેમાં જાય છે? અટકી જા, ના જઈશ. બાહ્યદષ્ટિથી વસ્તુનું નિરૂપણ બરાબર થતું નથી, પરંતુ તત્ત્વદષ્ટિએ જોતાં કંઈ વિચિત્ર છે. બહારથી સ્ત્રી અમૃતના સારરૂપ લાગે છે, પરંતુ તત્ત્વદષ્ટિએ વિષ્ણુ અને મૂત્રથી ભરેલી હાંડલી લાગે છે. તત્ત્વજ્ઞ પુરુષો હાથી-ઘોડાના મંદિરને જંગલ જેવું જુએ છે. તત્ત્વદષ્ટિ વિશ્વોપકાર માટે છે. ઉપરનું પગથિયું ચઢતાં સર્વ સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. વિષયો-કષાયો બાહ્ય પદાર્થોને રોકવાથી આત્મા મહાસમૃદ્ધિનો અનુભવ કરતો દેખાય છે. સમાધિ, વૈર્ય, સમતા, જ્ઞાન, રૂપ વગેરે તેની સમૃદ્ધિ છે. વળી
યમોભારતી n ૨૫દ
Page #276
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્યરૂપ અમૃતકુંડોની સ્થિતિના સ્વામી ક્ષમાનું પાલન કરતા સ્વામી શેષનાગની જેમ શોભી રહે છે, મહાદેવની જેમ શોભે છે. વળી ગણ જ્ઞાનદર્શન ચારિત્રમાં રહેલા આત્માને અરિહંતપદની - સિદ્ધિપદની પદવી દૂર નથી, તે જ તેની સર્વ સમૃદ્ધિ છે.
હે મુનિ, જો તું સાથે સાથે કર્મનો વિપાક પણ જાણી લે. દુ:ખમાં દીન ના બનીશ. અશુભ કર્મના ઉદયથી યોગ્ય ભિક્ષા પણ મળતી નથી. દુષ્ટ ભાવોમાં રમીશ નહીં. જે અગિયારમા ગુણસ્થાનક સુધી પહોંચેલાને પણ કર્મ પછાડે છે તો તું તેથી સાવધ થા. અનંત સંસાર પરિભપ્રણ કરાવે છે. માટે તું કર્મના શુભાશુભ વિપાકને હૃદયમાં વિચારીને સમતા ધારણ કર, તો જ જ્ઞાનાનંદરૂપનો ભોગી બની શકે છે.
ભવનો ઉદ્વેગ કર. સંસાર-સમુદ્રથી સદા કંટાળેલા જ્ઞાની પુરુષો સદા તરવાનો પ્રયાસ કરે છે. ભવ પરિભ્રમણથી ભય પામેલા મુનિ ચારિત્ર ક્રિયામાં જ એકાગ્ર ચિત્તવાળા હોય છે, ઉપસર્ગોનો ભય નથી હોતો, કારણ સંસારના પરિભ્રમણનો ભય છે માટે તે સહન કરે છે અને તે ભવ-ભય સમાધિમાં જ વિલીન થઈ જાય છે. લોકો કહે તેમ કરવું તેવી લોકસંજ્ઞાનો ત્યાગ કર. બીજા કહે માટે કરવું. શાસ્ત્રાર્થનો વિચાર ન કરવો, તેમ દુબુદ્ધિવાળા લોકો કહે છે, જનરંજન માટે શુદ્ધ ધર્મનો ત્યાગ ના કરાય. મિથ્યાદષ્ટિવાળા ઘણા છે, માટે બધા તે કહે તે જ કરવું તે ખોટું છે. મોક્ષના અર્થીઓ લૌકિક તેમ જ લોકોત્તર | માર્ગમાં થોડા જ છે? રત્નના વેપારી થોડા હોય છે, તેમ આત્માની સાધના કરનાર પણ થોડા જ છે. આથી જ્ઞાન વધુ મેળવવાનો પ્રયાસ કરવાનો છે, શાસ્ત્રદષ્ટિ શું છે તે જાણવું જરૂરી છે. સિદ્ધોને કેવળ જ્ઞાનની આંખ હોય છે. અને તેમાં જોયેલા પદાર્થનું શાસ્ત્રમાં નિરૂપણ થયું છે માટે મુનિભગવંતોને શાસ્ત્ર એ જ આંખ છે. તેના દ્વારા સર્વ ભાવોને આંખ સમક્ષ જોઈ શકે છે. શાસ્ત્રનું વચન તે વીતરાગનું વચન છે. તેનાથી વીતરાગની સ્મૃતિ થાય છે અને તેથી સર્વ અર્થોની સિદ્ધિ થાય છે. તેથી જ શાસ્ત્રમાં કહેલું માનનાર, પાળનાર જ્ઞાન ધારણ કરનાર આત્મા મોક્ષ પામે છે. પરિગ્રહ એ સંસાર વધારનારો છે, જે દશમો ગ્રહ ગણાય છે. એ સાધુજીવનથી પતિત કરી દે છે. માટે તે છોડવાનો છે. બાહ્ય ભાવો-પરિગ્રહ પ્રત્યે જે તણખલાની જેમ ઉદાસીન ભાવ રાખે છે તેના ચરણકમળ ત્રણેય લોકના જીવો સેવે છે. પરિગ્રહનો ત્યાગ કરતાં સઘળાં પાપો ચાલ્યાં જાય છે. મૂચ્છથી રહિત યોગીઓને સંપૂર્ણ જગત અપરિગ્રહ કરવા જેવું
બરસા
RT
Page #277
--------------------------------------------------------------------------
________________
લાગે છે. અનુભવ એ જ્ઞાન છે. શાસ્ત્ર મોક્ષના ઉપાયો બતાવતું માત્ર દિશાસૂચન કરે છે, પરંતુ સંસાર-સમુદ્રનો પાર તો અનુભવ જ પમાડે છે. આમાં કલ્પનાનો અભાવ હોય છે. તે જાગૃત અવસ્થા છે. તેમાં નિદ્રા કે સ્વમ હોતાં નથી. શાસ્ત્રરૂપ દૃષ્ટિથી સંપૂર્ણ શ્રતને જાણીને અનુભવજ્ઞાનથી સ્વપ્રકાશરૂપ વિશુદ્ધ આત્માને જાણે છે. આત્મા વધુ આગળ વધી યોગનો નિરોધ કરે છે. પાંચ યોગ છે. દેશ-વિરતી, સર્વ-વિરતી જીવોમાં અવશ્ય હોય છે. ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતાયોગ વગેરે બીજાના હિતનું કારણ બને તે સિદ્ધિયોગ છે. સ્મરણ આલંબન કિયા અર્થ વગેરે થાય છે તે યોગીના હિત માટે જ થાય છે. અનાલંબન યોગ ઉત્કૃષ્ટ યોગ છે. નિયોગ જ્ઞાનાવરણીય કર્મોનો નાશ કરે છે, તે મુનિ ભાવયોગથી નિયોગ પામે છે. બાહ્ય યજ્ઞ તે કરે છે, શુદ્ધ જ્ઞાન મેળવે છે. જે જ્ઞાનથી જુએ છે, પ્રવૃત્તિ કરે છે. અજ્ઞાનરૂપ અબાહ્યને રોકે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે. ભાવપૂજા કરવાની હોય છે. ધર્મના ઉત્તમ વસ્ત્રયુગલ અને ધ્યાનના ઉત્તમ આભૂષણો મનના ભાવથી પહેરાય. અષ્ટમંગલનું આલેખન કરીને આઠ મદનો ત્યાગ કર. શુભ સંકલ્પનો કુષ્ણાગધૂપ કર. ધર્મરૂપ લવણ લઈને સામર્થ્ય યોગરૂપ શોભતી આરતી કરવામાં આવે. પ્રભુ સમય દીપ લઈ સંયમ યોગરૂપ નૃત્યમાં તત્પર બનીને સંયમવાળો થા, તેમ પ્રભુ સમય ભાવપૂજા કર. સત્યરૂપ ઘંટ વગાડ તો તારો મોક્ષ હાથમાં છે. ધ્યાન કર. આમ સ્વરૂપમાં રહેલા મુનિવર એકાગ્રપણે ધ્યાન કરે છે. શ્રપક શ્રેણી માંડે છે. વીસ સ્થાનકવિધિથી તપ કરી ભાવના ચિત્ત વેદે છે. જ્ઞાનાનંદરૂપ અમૃતનો આસ્વાદ કરે છે. તપ કર, વિધિપૂર્વક તપ કર. કર્મ ખપાવી નાખ. બાહ્ય અને આભ્યન્તર તપ પુષ્ટિ-વૃદ્ધિ કરનાર છે. સંસારના પ્રવાહમાં તણાઈ ના જવાય માટે તપ કર. તે સદા આનંદમાં વધારો કરે છે કારણ તેમની સમક્ષ મોક્ષરૂપ સાધ્યની મીઠાશ છે, જેમાં બહ્મચર્યની વૃદ્ધિ થાય, જિનેશ્વરની પૂજા થાય, કષાયોની હાનિ થાય અને અનુબંઘ સહિત વીતરાગની આજ્ઞા પ્રવર્તે તે જ તો શુદ્ધ થયો કહેવાય. છેલ્લે ઉપસંહારમાં સર્વ નયાશ્રય પોતપોતાના પક્ષને સિદ્ધ કરવા દોડતા નૈગમાદિ સર્વ નયી વસ્તુ સ્વભાવમાં સ્થિર થાય છે અને ચારિત્રગુણમાં લીન સર્વ નયોને માનનારો હોય છે. માધ્યસ્થ પણ, સ્યાદ્વાદ એકાંત દષ્ટિ અનેકાંતવાદ અને સર્વ ભૂમિકામાં નહિ ભૂલનારા કદાગ્રહથી રહિત | સર્વોતમ આનંદરૂપ સર્વ નયોનો સ્વીકાર કરનારા જ્ઞાનીઓ જયવંતા વર્તો.
યશોભારતી D ૨૦
Page #278
--------------------------------------------------------------------------
________________
આમ બત્રીસ અષ્ટકોમાં મુનિજીવના સાધ્ય-સાધનના વર્ષ છે. ચારિત્ર પામે છે, ઉપશાંત થાય છે, જિતેન્દ્રિય બને છે, ત્યાગી બને છે, ક્રિયામાં તત્પર બને છે, પાપ રૂપ લેપથી રહિત બને છે. આની વાણીના તરંગોથી કોમળ કરેલું મન તીવ્ર મોહ અગ્નિના દાહની-શોષની પીડાને પામતું નથી. વળી ક્રિયા રહિત જ્ઞાન અને શાન રહિત ક્રિયા-આ બંનેનું અંતર સૂર્ય અને ખજૂરના જેટલું છે અને પૂર્ણ વિરતી રૂપ ચારિત્ર જ્ઞાનનો ઉત્કર્ષ છે. માટે આ શાન સાર ગ્રંથ દ્વિારા સર્વે જીવો માટે કલ્યાણકારી બનનારા થાઓ, એમ શુભેચ્છા પાઠવવામાં આવી છે અને સૌનું કલ્યાણ થાય તે સાથે પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે: મને તારા જેવો બનાવ.”
Page #279
--------------------------------------------------------------------------
________________
[ આધ્યાત્મ સની હેલી )
૫. ધીરજલાલ મહેતા જૈન શાસનમાં અનંત ઉપકારી શ્રી તીર્થંકર ભગવન્તો કેવળજ્ઞાન પામ્યા પછી સૌ પ્રથમ ધર્મદશના આપે છે. તેઓની ધર્મદિશનાને તેમના પ્રથમ શિષ્યો = ગણધરભગવન્તો શાસ્ત્ર-નિબદ્ધ કરે છે. ત્યાર બાદ તે શાસ્ત્રોનાં પઠનપાઠન-અધ્યયન-અધ્યાપન શિષ્યપરંપરાઓમાં ચાલે છે. અવસર્પિણી કાળના પ્રભાવે દિન-પ્રતિદિન હાનિ પામતી બુદ્ધિ-શક્તિ અને જિંદગીના કારણે તથા અકથ્ય દુષ્કાળાદિના પણ કારણે તે તે શાસ્ત્રો તથા શાસ્ત્રોના અર્થો છિન્નભિન્ન-અને ત્રુટિત થતા હોય છે. તેથી આવા અગમ્ય ગ્રંથોના શબ્દોનું અર્થઘટન ઘણું જ દુષ્કર બનતું જાય છે.
આવા પ્રસંગે કોઈને કોઈ અપૂર્વસાહિત્યસર્જક અને પૂર્વાચાર્યકતશાસ્ત્રોદીપક મહાન વિભૂતિ પાકે છે. પૂ. સુધર્માસ્વામી પછી શ્રી ભદ્રબાહુસ્વામીજી, જિનભદ્રગણિલમાશ્રમણજી, સિદ્ધસેનદિવાકરસૂરિજી તથા બપ્પભટ્ટસૂરિશ્વરજી આદિ અનેક મહાન સંતપુરષો થયા છે કે જેઓએ પોતાની સમગ્ર જિંદગી સાહિત્યની સેવાની ઉપાસનામાં સમર્પિત કરી છે. જેઓના સર્જેલા એકેક ગ્રન્થો મહાકાય છે અને સમજવા પણ મુશ્કેલ બને તેવા છે.
આ સર્વે મહાત્માઓના યુગ પછી સાહિત્યક્ષેત્રે પૂ. હરિભદ્રસૂરિજી તથા હેમચંદ્રાચાર્યજી થયા. પૂ. હરિભદ્રસૂરિજીએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં વિપુલ સાહિત્ય રચ્યું છે. સમરાઈકહા, યોગશતક, યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિન્દુ, ધર્મબિન્દ, ષોડશક અને અષ્ટકજી આદિ અલૌકિક સેંકડો ગ્રંથોનું સર્જન કર્યું છે. પૂ. હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ' વ્યાકરણ તથા તેના ઉપરની વિવિધ ટીકાઓ આદિ અદ્ભુત શાસ્ત્રો બનાવ્યાં છે. ત્યાર બાદ નજીકના જ ભૂતકાળમાં થયેલા પૂજ્ય યશોવિજયજી મહારાજ સાહેબે તો લોકો આશ્ચર્યમુગ્ધ બને તેવું સાહિત્ય આપ્યું છે. એટલું જ નહિ, પરંતુ ભાષાની દષ્ટિ એ કઠિન ગણાતી નવ્યન્યાયની ભાષાનો વિસ્તૃતોપયોગ કરી મહાપુરુષોના હૈયાના ભાવને તર્કગમ્ય સાબિત કરવા સવિશેષ પ્રયત્ન કર્યો છે.
અક્બર રાજાના પ્રતિબોધક પૂજ્ય શ્રી હીરસૂરિશ્વરજી મ.સા. ના સમુદાયમાં આજથી લગભગ ૩૦૦ થી કંઈક અધિક વર્ષો પૂર્વે આ મહાત્માનો
( યમોભારતી n ૧૬૨
Page #280
--------------------------------------------------------------------------
________________
( જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ધીણોજથી પાંચેક માઈલ દૂર કનોડા ગામમાં થયો હતો. બાળપણથી જ તીવ્ર બુધ્ધિશાળી હતા. તે માટેની એવી કથા સાંભળવા મળે છે કે તેમની માતા સૌભાગ્યદેવીને એવો નિયમ હતો કે ભક્તામરસ્તોત્ર સાંભળીને જ ભોજન કરવું. પ્રતિદિન આ માતા પોતાના આ નાના બાળક (નામે જશવંત)ની સાથે ભક્તામર સ્તોત્ર સાંભળવા ઉપાશ્રય જતાં. દરરોજના શ્રવણથી આ નાના બાળક (જસવંત)ને પણ ભક્તામર સ્તોત્ર મુખપાઠ થઈ ગયેલ. કેટલી અભૂતપૂર્વ જ્ઞાનશક્તિ!
એક વખત વર્ષાઋતુના કારણે સતત મૂશળધાર વરસાદથી ચોતરફ પાણી ભરાઈ ગયાં. ઘરબહાર જવું-આવવું મુશ્કેલ બન્યું. ઉપાશ્રયે જઈ શકાય એવા કોઈ સંજોગો ન રહ્યા. તેથી માતા સૌભાગ્યદેવીને ઉપવાસો થયા. એમ એકબે-ત્રણ દિવસો ગયા. ચોથે દિવસે પણ વરસાદ બંધ ન જ રહેવાથી માતા ભોજન કરતી નથી. આ દશ્ય જોઈને બાલ જશવંતે માતાને કુતુહલવશ પૂછ્યું. માતાએ ભક્તામર સ્તોત્ર સાંભળીને ભોજન કરવાની પોતાની દઢ પ્રતિજ્ઞાની વાત કરી. બાલ જશવંતે કહ્યું કે, આ ભક્તામર સ્તોત્ર તો માતા હું તને સંભળાવું. આવું સાંભળતાં જ માતા હર્ષઘેલાં બન્યાં અને એક પણ ભૂલ વગર આ બાળ જશવંતે ભક્તામરસ્તોત્ર માતાને કહી સંભળાવ્યું. માતાના આનંદનો પાર ન રહ્યો, માતાએ અઠ્ઠમ તપનું પારણું કર્યું.
ત્યાર બાદ આ બાલની તીવ્ર સ્મરણશક્તિની ચોતરફ પ્રશંસા થવા લાગી. એવા અવસરે પૂજ્ય નયવિજયજી મ. સાહેબ કનોડા પધાર્યા. મહારાજશ્રી આ બાળકની આવી તીવ્ર સ્મરણશક્તિની પ્રશંસા સાંભળી આનંદિત થયા અને પ્રભાવિત થયા. જો આવું બાળરત્ન જૈનશાસનને સમર્પિત થાય તો જૈનશાસનની અપૂર્વસેવા થાય. આ બાળ જશવંત તથા તેમનો નાનો | ભાઈ પ૨સિંહ – એમ બન્ને ભાઈઓની બેલડી જન્મથી જ ઊંડા ધર્મસંસ્કારવાળી તો હતી જ, પરંતુ પછીથી પૂજ્ય નયવિજયજી મહારાજજીની સતત ધર્મદશના અને પ્રેરણાથી વધુને વધુ ધર્મિષ્ઠ બની. આ અસાર સંસાર ત્યજીને દીક્ષા લેવાની ભાવના થઈ. મહારાજશ્રી પાટણ પધાર્યા. તે બન્ને ભાઈઓના હાર્દિક ભાવો જાણીને માતા-પિતાએ દીક્ષા માટે સમ્મતિ આપી. પાટણ શહેરમાં આ બન્ને ભાઈઓની પરમપાવની પારમેશ્વરી પ્રવજ્યા થઈ અને યશોવિજયજી તથા | પદ્મવિજયજી નામે પ્રસિદ્ધ થયા. ગુરુ મહારાજની પાસે અગિયાર વર્ષ સુધી ન્યાય-વ્યાકરણ-સંસ્કૃત-પ્રાકૃત-છંદ-અલંકાર-શબ્દકોશ તથા કર્મગ્રંથાદિનો
નેટ
Page #281
--------------------------------------------------------------------------
________________
તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેઓની બુદ્ધિપ્રતિભા સ્વયં હતી અને સ્મરણશક્તિ અજોડ હતી. તેથી સારી એવી વિદ્યા પ્રાપ્ત કરી.
વિક્રમ સંવત ૧૪૯૯માં પૂ. ગુરુમહારાજ સપરિવાર અમદાવાદ પધાર્યા. યશોવિજયજી મહારાજજીની યશોગાથા ચારે દિશાએ પ્રસરેલી હતી. બહુ જ ઠાઠમાઠથી સામૈયું થયું. દરરોજ વ્યાખ્યાનોમાં માનવ મહેરામણ ઉભરાવા લાગ્યો. મહારાજશ્રીએ અનેકવિધ અવધાનો કરવા પૂર્વક સભાને આશ્ચર્યમુગ્ધ બનાવી. આ સભામાં ધનજી શુરા નામના એક ધનાઢ્ય પરમશ્રાવક હતા. તેઓને આ બન્ને મુનિઓ પ્રત્યે અપૂર્વજ્ઞાન શક્તિના કારણે અદ્ભુત અહોભાવ થયો. તેઓએ આ બન્ને મુનિઓને છ દર્શનોનાં સવિશેષ શાસ્ત્રોનું અધ્યયન કરવા માટે કાશી મોકલવા સારુ મહારાજજીને વિનંતી કરી. મહારાજજીએ પણ પોતાની આ જ ભાવના વ્યક્ત કરી. પરંતુ ધન વિના આ કાર્ય અશક્ય છે એમ જણાવ્યું. તુરત જ ધનજી શુરાએ આ કાર્ય માટે ચાંદીની બે હજાર સોનામહોર ખર્ચવાનું તથા ભણાવનાર પંડિતોનું યથાયોગ્ય બહુમાન કરવાનું વચન આપ્યું. સંઘ ઘણો જ આનંદિત થયો ! અદ્ભુત રત્નોને પકવવામાં કોને આનંદ ન હોય?
મહારાજશ્રીએ સપરિવાર કાશી તરફ વિહાર કર્યો. કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં ગંગા નદીના કાંઠે આસનબધ્ધ થઈ “ નમ:' એ મંત્રાલરના જાપપૂર્વક અઠ્ઠમ તપની આરાધના કરવા દ્વારા સરસ્વતી દેવીની આરાધના કરી. પ્રસન્ન થયેલી દેવીએ તર્કવિદ્યામાં, વાદવિવાદમાં અને કાવ્યરચનામાં સિદ્ધિ પ્રાપ્ત થવાના આશીર્વાદ આપ્યા! આ વાત પૂ. યશોવિજયજી મહારાજશ્રીએ પોતે જ પોતાના બનાવેલા “જબૂસ્વામી રાસ'માં લખી છેઃ
સારદ સાર દયા કરો, આપો વચન સુરંગા તૂ તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગા તર્ક- કાવ્યનો ને તદા, દીધો વર અભિરામાં
ભાષા પણિ કરિ કલ્પતરુ, શાખા સમ પરિણામ સરસ્વતી માતાની પ્રસન્નતા મેળવી કાશીમઠમાં દાખલ થયા. ત્યાંના બ્રાહ્મણ પંડિતો જૈન સાધુઓને ભણાવવાની ના કહેતા. તેમાં મુખ્ય બે કારણો હતાંઃ (૧) જૈન સાધુઓ ત્યાગી હોવાથી ઘન વિનાના હોય છે. તેઓ ભણીને પણ ગુરુદક્ષિણામાં શું આપી શકે? નિરર્થક કંઠશોષ શા માટે કરવો? (૨) (તેઓની અપેક્ષાએ) ઈતર ધર્મી એવા જૈન સાધુઓને જ્ઞાનપ્રદાન શા માટે
પરોભારતી 1 ૨૪
Page #282
--------------------------------------------------------------------------
________________
કરવું ?
સમય અને સંજોગોને અનુસરીને આ બન્ને મુનિઓને વેષપલટો કરાવવામાં આવ્યો. ભટ્ટારકજી પાસે નવ્યન્યાયનો પ્રકાંડ અભ્યાસ કર્યો. ન્યાયસાંખ્ય-મીમાંસક ચાર્વાક આદિ દર્શનશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. શ્રેષ્ઠ વિદ્વત્તા પ્રાપ્ત કરી. નવ્યન્યાયનો ‘તત્ત્વચિંતામણિ'' નામનો એક મહાન દુર્બોધ્ય ગ્રંથ આશરે દસ-બાર હજાર શ્લોકપ્રમાણ છે. જે ગુરુજી ખાસ કોઈને ભણાવતા નહિ. એક વખત ગુરુજી બહારગામ ગયા. ત્યારે તેમની ગેરહાજરીમાં જ આ બન્ને મુનિઓએ આ ગ્રંથનાં અડધાં અડધાં પાનાં કંઠસ્થ કરી લીધાં. ગુરુજી જ્યારે ધરે આવ્યા અને આ વાત જાણી ત્યારે બહુ જ પ્રભાવિત થયા તથા તેઓ ઉપર કૃપાદૃષ્ટિ વર્ષાવી શુભાશીર્વાદ આપ્યા.
પૂ. યશોવિજયજી મહારાજે કાશ્મીરના પંડિતો સાથે વાદવિવાદમાં વિજય મેળવી કાશીનગરીની તથા ગુરુજીની શોભા વધારી હતી. આગ્રામાં દિગંબર પંડિતજી સાથે પણ વાદવિવાદમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. એમ અનેકવિધ વાદોમાં વિજયલક્ષ્મી વર્યા હતા. તેથી જ કાશીના પંડિતોએ ઘણા જ ઉલ્લાસપૂર્વક મહારાજ્જીને ન્યાયર્વિશારદ’” અને તાર્કિક શિરોમણિ'' જેવાં બિરુદો આપ્યાં હતાં. તેઓની તાર્કિક શક્તિ અકાટ્ય હતી. ખરેખર ન્યાયશાસ્ત્રોમાં વિશારદ હતા જ. તેઓએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ઘણા જ અદ્ભુત ગ્રંથો બનાવ્યા છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષા એ તો વિદ્વદ્ગણની માતૃભાષા છે. અધ્યાત્મમતખંડન, અધ્યાત્મસાર તત્ત્વાર્થની ટીકા, કમ્મપયડીની ટીકા, ઉપદેશરહસ્ય, નયરહસ્ય, જ્ઞાનસારાષ્ટક, જૈન તર્કપરિભાષા, અધ્યાત્મોપનિષદ્ વગેરે અલૌકિક સાહિત્યનું સર્જન કર્યું છે તથા અનેક વિવાદોનું નિરસન કરેલું છે.
કાશીથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિહાર કરતાં કરતાં પ્રથમ રાજસ્થાનમાં પધાર્યા. ત્યાં કોઈ એક ગામમાં સાંજના પ્રતિક્રમણ સમયે એક શ્રાવકે પૂ. યશોવિજયજીની પાસે સુંદર સજ્ઝાય સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. પૂ. યશોવિજયજી ગ્રંથસર્જનમાં રક્ત હોવાથી ‘‘કડવાં ફળ છે ક્રોધનાં’’ એવી એક નાની સજ્ઝાય બોલ્યા. જે સાંભળવાથી પહેલા શ્રાવકે મહેણું માર્યું કે મહારાજે બાર વર્ષ કાશીમાં રહીને શું કર્યું ? ઘાસ કાપ્યું ? એક સારી સજ્ઝાય પણ નથી આવડતી, ઇત્યાદિ. આ વાત પૂ. યશોવિજયજી મ. પાસે પહોંચી. બીજા જ આ જ મહારાજશ્રીએ સાંજે પ્રતિક્રમણમાં સજ્ઝાય બોલવાનો આદેશ લીધો.
“મની દેવી ૧૫
Page #283
--------------------------------------------------------------------------
________________
સમક્તિ સડસઠ બોલની સઝાય ત્યાં જ બનાવતા ગયા અને બોલતા ગયા. સક્ઝાય મોટી હોવાથી કોઈ કોઈ લોકો અધીરા બન્યા. કોઈ લોકોએ કહ્યું કે મહારાજશ્રી હવે ક્યાં સુધી લંબાવવું છે? ત્યારે મહારાજશ્રીએ જવાબ આપ્યો કે કાશીમાં બાર વર્ષ રહીને જે ઘાસ કાપ્યું છે તેના પૂળા બંધાય છે. આમ મહેણાનો જવાબ તીણ ભાષામાં આપવાની પ્રકૃતિવાળા હતા.
તેઓ દિલના એવા વિશાળ હતા કે જૈનધર્મના ચુસ્તાનુયાયી હોવા છતાં જૈનેતર મુનિઓના બનાવેલા અલૌકિક ગ્રંથો ઉપર ટીકાઓ તેમણે બનાવી છે. પતંજલિત “યોગસૂત્ર', દિગંબરાચાર્ય શ્રી સમન્નુભદ્રાચાર્ય કૃત “અષ્ટસહસી”, મમ્મટકૃત “કાવ્યપ્રકાશ” આદિ ગ્રંથો ઉપર પોતે જ સુંદર ટીકાઓ બનાવી છે. વિશાળ સાહિત્યસર્જન કરેલું છે.
મારવાડી તથા ગુજરાતી ભાષામાં પણ અનેક શાસ્ત્રોની રચના કરી છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, સવાસો-દોઢસો અને સાડા ત્રણસો ગાથાનાં સ્તવનો, ચોવીશ ભગવાનનાં સ્તવનોની ચોવીશી વગેરે સ્તવનો, પદો, દુહાઓ, ટબા આદિ સાહિત્ય લખવામાં કંઈ કમીના રાખી નથી. તેના જ કારણે જૈન સમાજમાં પૂજ્ય યશોવિજયજી મહારાજને “લઘુહરિભદ્રજી” અથવા “દ્વિતીય હેમચંદ્રાચાર્ય' કહેવામાં આવે છે. તેઓ વાદવિવાદમાં, તર્કશાસ્ત્રમાં, ન્યાયવ્યાકરણાદિ ગ્રંથોમાં, યોગ અને અધ્યાત્મના ગ્રંથોમાં અત્યન્ત નિપુણ હતા. તેમના સમાનકાળમાં જૈનોમાં જ ચાલતા પક્ષાત્તરોનું પણ તેઓએ ઘણું જ ખંડન કરેલું છે. પ્રતિમાશતક, દોઢસો ગાથાનું સ્તવન, અધ્યાત્મમત પરીક્ષાદિ ગ્રંથો તેના સાક્ષીરૂપ છે.
પૂ. નિયવિજયજી મહારાજ પરિવાર સાથે અમદાવાદ પધાર્યા. તે વખતે | દિલ્હીના મોગલ બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ મહોમતખાન નામનો સુબો રાજ્ય કરતો હતો. પૂ. યશોવિજયજીની અગાધ જ્ઞાનશક્તિ અને ઊંચી બુદ્ધિપ્રતિભાની રાજ્યસભામાં ભુરિ ભુરી પ્રશંસા થઈ. તે સાંભળી મહોમતખાનની મહારાજજીને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. રાજ્યસભામાં પધારવાનું આમંત્રણ મોલ્યું. નિયત કરેલા દિવસે મુનિભગવન્તો પરિવાર સાથે સંઘ સહિત રાજ્યસભામાં પધાર્યા. સર્વજનસમક્ષ વિવિધ અવધાનોના પ્રયોગો કરી સુબાને તથા પ્રજાજનોને આશ્ચર્યમુગ્ધ બનાવ્યા. મહોમતખાન જૈનશાસનનો અત્યંત અનુરાગી બન્યો. ધનજી શુરા આદિ શ્રાવકો આવા મહાન તેજસ્વી જૈનશાસનનાં રત્નો જોઈ ખુશખુશાલ થયા અને પોતે લીધેલ લાભ
' યશોભારતી n ૨૬
Page #284
--------------------------------------------------------------------------
________________
બદલ આત્માને ધન્ય માનવા લાગ્યા.
પૂ. યશોવિજયજી મહારાજનું સાહિત્યસર્જન અવર્ણનીય છે. એકેક ગ્રંથો વધુને વધુ ચઢિયાતા બનાવ્યા છે. નબન્યાયના પ્રખર વિદ્વાન હતા. ગમે તેવા વાદીને પરાજિત કરીને જ જંપવાની પ્રકૃતિવાળા હતા ! પ્રતિભાસંપન્ન, તીવ્ર બુદ્ધિશાળી અને હાજરજવાબી હતા. વિનયવિજયજીનો બનાવેલ અને અધૂરો રહેલ શ્રીપાળરાજાનો રાસ પૂ. યશોવિજયજીએ પૂર્ણ કરેલ છે. તેઓનું અધ્યાત્મ જીવન પણ ઘણું ઊંચું હતું. તેઓએ પોતાની અન્તિમ અવસ્થામાં “જ્ઞાનસારાષ્ટક' બનાવ્યું છે. જેનો એકેક શ્લોક અધ્યાત્મરસથી ભરપૂર છે. વડોદરા પાસેના ડભોઈમાં તેઓ સ્વર્ગવાસી બન્યા. જેઓએ જૈનશાસનની શોભા-પ્રતિભા ઘણી જ વધારી છે. તેઓનું બનાવેલું સાહિત્ય વાંચતાં સેંકડો વખત મસ્તક ઝૂકી જાય તેવી શક્તિ-કળા તેઓએ અંદર પ્રલિપ્ત કરેલી છે. ધન્ય છે આવા જૈન શાસનના મહાપ્રભાવક મુનિ ભગવન્તોને.
- રસની હેલી ૨
Page #285
--------------------------------------------------------------------------
________________
સાનસાર
તૃતિબહેન પૂજ્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જૈનશાસનની મહાન હસ્તીઓ કે જેઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી તન-મન-ધનથી સર્વોત્કૃષ્ટપણે શાસનની અનુપમ સેવા કરી છે, તેઓમાંના એક હતા. પૂજ્યશ્રીનો જન્મ સત્તરમી સદીમાં કન્ડોડ ગામમાં (પાટણ પાસે) થયો હતો. બાલ્યવયમાં જ સંયમ ગ્રહણ કરી ગુરકપા અને મા સરસ્વતીની કૃપાથી તીવ્ર યાદશક્તિ અને અનુપમબુધ્ધિના યોગે કરીને મહાવિદ્ધાન થયા. તેઓશ્રીને વ્યાકરણ, કાવ્ય, કોષ, અલંકાર, છંદ, તર્ક, ન્યાય, જિનાગમ, ન નિક્ષેપ, પ્રમાણ, સમભંગી, આદિ સર્વ વિષય સંબંધી ઊંચા પ્રકારનું જ્ઞાન હતું. પદર્શનનું સ્વરૂપ તેઓશ્રીને સુવિદિત હતું. જૈનદર્શનનું યથાર્થ સ્વરૂપ તેઓ સમજ્યા હતા. ભવ્યાત્માઓને તત્ત્વ સ્વરૂપ સમજાવવાને માટે તેમણે અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓશ્રીએ ૧૧૦ ગ્રંથો, બે લાખ ન્યાયના શ્લોકો, સજઝાયો, પરમાત્માનાં સ્તવનરૂપ ત્રણ ચોવીશીઓ વગેરેની રચના કરી હતી. તેઓશ્રીના ગ્રંથોમાં અપૂર્વ કવિત્વ, પાંડિત્ય, વાષ્પટુતા, પદલાસિત્ય, અર્થગૌરવ, રસ, અલંકાર, છંદ, પરપક્ષખંડ અને સ્વપક્ષમંડન સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે. તેઓશ્રી શ્રી આનંદધનજી મહારાજ, શ્રી વિનયવિજયજી મહારાજ, શ્રી સત્યવિજય ગણિ વગેરે મહાવિદ્વાન આધ્યાત્મિક અને તત્ત્વવેત્તા મહાપુરુષોના સમકાલીન હતા. ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યાદિ બિરુદ ધારણ કરનાર, મહાવૈયાકરણી,બુદ્ધયંભોનિધિ, તાર્કિક શિરોમણી, વાચક કુલચંદ્ર શ્રી યશોવિજયજી મહારાજના રચેલા ગ્રંથોમાં તેમનાં વચનો શંકાના ખુલાસા માટે પ્રમાણભૂત ગણાય છે. વિ.સં. ૧૭૪૩ માગસર સુદ ૧૧ને દિવસે ડભોઈમાં સ્વર્ગે સંચરનાર આ પુણ્યશાલી મહાપુરુષની ત્રિશતાબ્દી વર્ષની સાર્થકતા તેઓશ્રીએ કરેલ અપૂર્વ શાસનસેવા અને શ્રુતસેવાનાં મહાન કાર્યની અનુમોદના અને તેવાં કાર્યો ભવિષ્યમાં કરવાના સંકલ્પ કરીએ તો જ થશે.
જ્ઞાનસાર” એ ઉપાધ્યાય મહારાજની રચનાનો એક તત્ત્વદષ્ટિગંભીર સુંદર નમૂનો છે. આ ગ્રંથમાં મોક્ષની નિસરણી રૂપ જુદા જુદા બત્રીસ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આધ્યાત્મિક રીતે પ્રત્યેક વિષય
( યશોભારતી n ૧૮
Page #286
--------------------------------------------------------------------------
________________
પર આઠ આઠ શ્લોકો રચ્યા છે, જેથી આ ગ્રંથ “અષ્ટક” ના નામથી પણ ઓળખાય છે. આ ગ્રંથમાં વર્ણવેલા વિષયો આત્મલક્ષી છે અને વિષયોનું સ્વરૂપ સંક્ષેપમાં બહુ સુંદર રીતે કર્યું છે. ખરેખર! જ્ઞાનનો સાર જેમાં રહેલો છે તેવો ગ્રંથ એટલે “જ્ઞાનસાર.” તત્ત્વના ગવેષી, શુદ્ધ માર્ગ અંગીકાર કરનાર અને પરંપરાએ મોક્ષ જેનું લક્ષ્ય છે એવા ભવ્યજીવો આ ગ્રંથના અધિકારી છે.
જ્ઞાનસાર' ગ્રંથમાં ઉપાધ્યાયજીએ જે બત્રીસ વિષયોનું નિરૂપણ કર્યું છે તેનો અતિસંક્ષિપ્ત સાર નિબંધ સ્વરૂપે નીચે મુજબ છેઃ આ ગ્રંથનું પહેલું અષ્ટક છે પૂર્ણતાષ્ટક. સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્માના નિજસ્વભાવના સુખમાં રમણ કરવું અને એ રમણતામાં જે સુખનો અનુભવ થાય છે, આત્માને જે આનંદ મળે છે એ સ્થિતિને આત્માની પૂર્ણતા કહે છે. માટે દરેક મનુષ્ય જાતિ, કુળ, રૂપ, અભિમાન વગેરે છોડી આત્મીય લક્ષ્મીની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એ આ અષ્ટકનો સાર છે. ધનધાન્ય, પોકળા વસ્તુઓ, ઈન્દ્રિયોની ગુલામી, ભોગસુખોની લોલુપતા, કષાયોની લંપટતા વગેરેમાં ફસાવાથી આત્માને જે આનંદ થશે તે ક્ષણિક હશે. જો પૂર્ણાનંદનો અનુભવ કરવો હોય તો સદ્ધર્મનું પાલન કરી વિવેક્યલુ વડે પ્રકાશમય જ્ઞાન ભણવાથી આત્માની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. સ્વ-પરનો વિવેક કરી આત્મગુણોમાં નિમગ્ન થવાથી જ આત્માની પૂર્ણતા પ્રાપ્ત થાય છે તેમ મન્નતાષ્ટકમ્માં કહ્યું છે. ઇન્દ્રિયોને ઉપયોગપૂર્વક જે નિયમમાં રાખે છે અને જ્ઞાનની નિશ્ચલતા ધારણ કરે છે, જ્ઞાનમાં લીન બની જાય છે તે મગ્ન કહેવાય છે. નિજ આત્મગુણોની મસ્તીમાં મગ્ન રહેનાર મહાયોગીઓ આત્માની નિમગ્નતા સાક્ષાત્કાર કરે છે. આવા આત્માને પર વસ્તુ, વિષયોમાં પ્રવૃત્તિ, પરભાવ, લોલુપતા, પોકળ કથા વગેરેનો નાશ થઈ જાય છે અને સ્વસ્થભાવ, પરબ્રહ્મને વિશે પ્રેમગરિષ્ઠ, શુધ્ધ ચૈતન્યની ઝોખી સાકાર થાય છે. પૂર્વોક્ત લક્ષણ આત્મામાં મગ્ન એવાઓના સુખનું વર્ણન કરવાને હજારો જિહ્વા પણ સમર્થ નથી, જેમ સાકરની મીઠાશને તો સાકર ખાનાર જ જાણે છે તેમ આત્માની મગ્નતા નિજાનંદમાં મસ્ત રહેનાર યોગીઓ જ જાણે છે.
ઉપાધ્યાયજી મહારાજે સ્થિરતાષ્ટકમ્માં કયું છે કે સ્વસ્વભાવમાં સ્થિરતા કરી આત્મગુણોમાં સ્થિર થવું. અસ્થિર મનપરિણામવાળા જીવો આત્માની પૂર્ણતા અને મગ્નતા પ્રાપ્ત કરી શકતા નથી. સ્થિરતા એટલે આત્મપ્રદેશની જ્ઞાનદર્શનાત્મક ઉપયોગની નિશ્ચલતા. સ્થિરતા એ મોહનો
પાનાર B ૨૭૯
|
Page #287
--------------------------------------------------------------------------
________________
નાશ કરવાથી સુલભ બને છે. મોહાષ્ટકમાં કહ્યું છે કે “હું” અને “મારું” એ મોહનાં મંત્રનો નાશ કરી હું ચેતન શુદ્ધાત્મ દ્રવ્ય છું, શુદ્ધજ્ઞાન મારો ગુણ છે, હું અન્ય નથી, અન્ય મમ નથી-આ ભાવના મોહને જીતવાનું તીક્ષ્ણ શસ્ત્ર છે. આ ભાવના આત્મામાં આવ્યા પછી રાગ, દ્વેષ, હર્ષ, શોક ઓછા થાય છે અને ક્રમે કરીને મોહનીય કર્મથી આત્મા વિમુક્ત બને છે. મોહનો ત્યાગ માટે જ્ઞાનાષ્ટકમાં કહ્યું છે કે જ્ઞાનીઓ જ મોહનો ત્યાગ કરી શકે છે માટે જ્ઞાનાષ્ટકમાં હોય અને ઉપાદેયે કરીને સમ્યગુ વસ્તુજ્ઞાતા મોહાંધકારનો નાશ કરનાર અને રાગાદિ દોષનાં પાકને શોષણ કરવામાં સૂર્યસમાન નીવડે છે. આ જ્ઞાન કેવી પરિણતિવાળું હોય છે તે શમાષ્ટકમાં બતાવ્યું છે. મનના શુભાશુભ સંકલ્પ વિકલ્પો અને વિષયોથી દૂર ગયેલો આત્માના ધર્મોનું આલંબન લે છે. તેવા | જ્ઞાનનો જે પરિપાક છે તે શમ કહેવાય છે. મનનાં મતિન ભાવોનું શમન કરવું અને સમતા પ્રાપ્ત કરવી એ સમભાવ કહેવાય છે. આ સમતા ઇન્દ્રિયોનો જય કરવાથી સુલભ છે. વિકારોના નાશથી, તૃષ્ણાના શમનથી અને મનરૂપી ઘોડા પર લગામ રાખવાથી ઇન્દ્રિયો પર વિજય શક્ય બને છે, એમ ઈન્દ્રિયજયાષ્ટકમાં કડ્યું છે. ઇન્દ્રિયો પર વિજય ત્યાગથી થાય છે. માટે ત્યાગાષ્ટકમાં કહ્યું છે કે લૌકિક માતાપિતાનો ત્યાગ કરી અમ્પ્રવચનમાતા અને ઘર્મરૂપી પિતાનું શરણું અંગીકાર કરી પંચ મહાવરો ધારણ કરનાર આત્મા ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે છે. પરભાવનો ત્યાગ કરવા માટે આત્મગુણોને અનુલક્ષીને ક્રિયા કરવાનું ક્રિયાષ્ટકમાં કહ્યું છે. જિનેશ્વરદેવોએ પ્રરૂપેલી ક્રિયાઓને અમલમાં મૂકવા માટે જ્ઞાનદષ્ટિથી વિવેકરૂપી ચક્ષુ વડે કરીને ક્રિયા કરવાથી ક્રિયા સફળ બને છે. સમયસુંદરજી મહારાજ જ્ઞાનનું મહત્ત્વ દર્શવતાં કહે છે કે,
“પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા, નહીં કોઈ જ્ઞાન સમાન રે.” જ્ઞાનીઓએ પણ “જ્ઞાન પ્રિયાજમાં મોક્ષ' કહ્યું છે ને ? ક્રિયા કેટલીક વાર ગાડરિયા પ્રવાહમાં તણાઈને મદ, લોભ વગેરે માટે થાય તો નિરર્થક બને છે માટે તૃપ્તયષ્ટકમાં જણાવેલું છે કે જ્ઞાન, ક્રિયા અને સર્વત્રતુલ્ય દષ્ટિનાં ત્રિવેણી સંગમથી આત્મા ઉત્કૃષ્ટ પરિતૃપ્તિને પામે છે. આ ઉત્કૃષ્ટ તૃપ્તિની પ્રાપ્તિ કેવા મનુષ્યોને થાય છે એ માટે નિર્લેપાષ્ટકમાં દર્શાવ્યું છે કે જે મનુષ્ય સંસારનાં સુખોથી નિર્લેપ રહીને જલકમલવત રહે છે તેવા ભાગ્યશાળી મનુષ્યો જ આત્માની સાચી પરિતૃપ્તિ માણી શકે છે. નિર્લેપ મનુષ્યોની દષ્ટિ પણ હંમેશાં
ન
૫ણોભારતી B ૧૩૦
Page #288
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહ જ હોય છે. પોતાના સ્વભાવ સિવાય આત્માને બીજું કંઈ મેળવવાનું નથી એવું સમજીને જે આત્મા જગને તૃણવતુ લખે છે તે ઇચ્છા વિનાનો થઈ મોક્ષેચ્છુ બની જાય છે તેમ નિ:સ્પૃહાષ્ટકમાં જણાવ્યું છે. આવા આત્માઓ ધર્મજીવનનો નાશ કરનારી સ્પૃહારૂપી વિષવેલડીને જ્ઞાનરૂપી દાતરડાથી કાપી નાખે છે.
ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ તેરમા મૌનાષ્ટકમાં ફરમાવે છે કે કોઈને શંકા પડે ત્યારે બોલ્યા વિના ચૂપ બેસી રહેવું તે “મૌન” નહીં, પણ જગતના તત્ત્વને જે શ્રધ્ધાપૂર્વક માને છે તે સમ્યકત્વ એ જ મૌન છે. આત્મગુણોમાં રમણ કરવા માટે મૌન સર્વોત્તમ છે. આ મારો આત્મા શુધ્ધ છે, નિત્ય છે એવું વિઘાષ્ટકમાં પ્રરૂપેલું છે. શરીરને પવિત્ર અને શાશ્વત નહીં, પણ આત્માનાં ગુણોને પવિત્ર માનનાર જ વિદ્યાવાન છે. વિવેકાષ્ટકમાં હંસ જેમ દૂધ અને પાણી છૂટાં પાડી શકે છે તેમ વિવેકરૂપી ચક્ષુથી આત્મા જીવ અને કર્મને જુદાં કરે છે તે દર્શાવ્યું છે. જડ અને ચેતન વચ્ચે ભેદ સમજે જેમ કે શરીર એ જડ છે અને આત્મા એ ચેતન . આ તત્ત્વને વિવેકદષ્ટિવાળા આત્માઓ જાણે છે. તીર્થંકર ભગવંતા એ દરેક મનુષ્યને પોતાની ભાવના મધ્યસ્થ રાખવી જોઈએ તેવું કહ્યું છે. મધ્યસ્થદષ્ટિ એટલે કોઈ પણ આત્મા તત્ત્વને, ઘર્મને સમજે નહીં, અનુસરે નહીં તો તેના પ્રત્યે દ્વેષ નહીં ધરતાં એના અશુભ કર્મોનો ઉદય જાણી દયા ચિંતવવી. સત્યતત્ત્વને પરીક્ષા કરીને ગ્રહણ કરવું એ મોક્ષનું આરાધકપણું છે અને મધ્યસ્થદષ્ટિ છે. નિર્ભયાષ્ટકમાં આત્માની નિર્ભયતા વિશે કહેવામાં આવ્યું છે. સંસારમાં દરેક જણ આધિ, ઉપાધિ અને વ્યાધિએ કરીને ભયથી સંતાપ અનુભવતો હોય છે. જન્મ, જરા અને મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે. આવા સમયે આત્મજ્ઞાનમાં રમણ કરતા વિરલ આત્માઓ જ નિર્ભયપણાને પામે છે. અનાત્મશંસાષ્ટકમાં આત્મપ્રશંસા કરવી વ્યર્થ છે. આત્મપ્રશંસા કરવાથી આત્માના ગુણો નાશ પામે છે અને નીચ ગોત્રપણું બંધાય છે. તત્ત્વદષ્ટકમાં તત્ત્વદષ્ટિ પામેલા ચિદાનંદ સ્વરૂપમાં મગ્ન પુરુષો વિશે કહેવામાં આવ્યું છે, જે તત્ત્વને જાણે છે તેવા આત્માઓ ચર્મચક્ષુથી સ્ત્રી, પુરુષ, શરીર, વાડી, હાથીઘોડા, ધનધાન્ય આદિમાં ભ્રાન્તિ નહીં પામતાં સંસારના સર્વપદાર્થોને અસાર અને અશાશ્વત સમજે છે. પૂર્વોક્ત બાહ્યદષ્ટિનો તેણે ત્યાગ કર્યો છે એવા તત્ત્વદષ્ટિ મહાપુરુષોને સર્વસમૃધ્ધિ પોતાના આત્મામાં પ્રત્યક્ષ દેખાય છે. આવા આત્માઓ ધીરજ, સમતા, સમાધિ, જ્ઞાન, ક્રિયા,
(
પાનમાર ૨૦૧
)
છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્યાદિ ગુણો, વિવેક, અધ્યાત્મ વગેરે ગુણોથી ઇન્દ્રો કરતાં પણ અધિક સમૃધ્ધિવંત છે તેમ સર્વસમૃદ્રયષ્ટકમાં પ્રરૂપેલું છે. આવા સર્વસમૃધ્ધિવંત આત્માઓ કર્મના ઉદયને પણ સમભાવે સહન કરી સુખ, દુ:ખ, હર્ષ, શોક પામતાં નથી કે ભય પણ પામતાં નથી. કર્મવિપાકાષ્ટકમાં સર્વ જગતના જીવો કર્મવશ છે એમ દર્શાવ્યું છે. કર્મો સમભાવે સહન કરવાની શક્તિ સંસાર પર ઉદ્વેગ આવે ત્યારે જ શક્ય બને છે. ભવોàગાષ્ટકમાં કહ્યું છે કે, સંસારમાં જેને રુચિ હોય તેને સુખ કે દુઃખમાં સમભાવ પેદા થતો જ નથી.
સમજાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સંયમનું મહત્ત્વ લોકસંજ્ઞાત્યાગાષ્ટકમાં લખે છે કે સંયમમાર્ગને જે જાણતા હોય અને તે માર્ગ અંગીકાર કરવાને સમર્થ હોય એવા વિરલૂ આત્માઓ જ સંયમમાર્ગ અનુસરે છે. અનાધિકાળથી ચાલી આવતી પરંપરાએ ગાડરિયા પ્રવાહની જેમ વહેનારા મનુષ્યો ઘણા જ હોય છે, પરંતુ વીતરાગ પ્રરૂપિત શુદ્ધ ધર્મને અનુસરનારા મનુષ્યો થોડા હોય છે. પ્રવર્તમાનકાળમાં આ પરંપરા બહુ જ ચાલી આવેલી જોવા મળે છે, કારણ કે મિથ્યાદષ્ટિ આત્માઓ ઘણા જ છે. શુદ્ધ માર્ગને બતાવનારા કેવલી ભગવંતો દિવ્ય કેવલચક્ષુવાળા હોય છે. દેવો અવધિચક્ષુવાળા હોય છે, મનુષ્યો ચર્મચક્ષુવાળા અને મુનિઓ શાસ્ત્રચક્ષુવાળા હોય છે. કેવલી ભગવંતોની અનુપસ્થિતિમાં શાસ્ત્રનું શુદ્ધ સ્વરૂપ સમજાવનારાં વર્તમાનકાળમાં સાધુસાધ્વીજી મહારાજો જ છે એમ શાસ્ત્રાષ્ટકમાં કહ્યું છે. પરમાત્માએ પ્રરૂપેલો જૈનધર્મ મુખ્યત્વે અહિંસા અને અપરિગ્રહ એ બે સિધ્ધાંતો પર આધારિત છે. ધનધાન્ય, સુવર્ણ, નોકરો, વાડી વગેરેના પરિગ્રહમાં મૂર્છિત બની મનુષ્ય આત્મસ્વભાવને ભૂલી જાય છે અને વધુ ને વધુ પરિગ્રહ માટે તૃષ્ણાના મૃગજળ પાછળ દોડ્યો જ જાય છે. કાંચળી તજ્યાયી સર્પ જેમ ઝેરરહિત થતો નથી તેમ પરિગ્રહનો ત્યાગ માનસિક હોવો જોઈએ. આ માટે આંગ્લ કવિ કહે છે કે,
‘Greatness does not consist in riches."
પૂજ્યશ્રીએ અનુભવાષ્ટકમાં કહ્યું છે કે દિવસ અને રાત્રિની સંધિ વિશે સંધ્યા સમય આવે છે તેમ કેવલ અને શ્રુતજ્ઞાનથી ભિન્ન અનુભવજ્ઞાન આવે છે. અનુભવજ્ઞાન એ આત્માખુદ પોતે અનુભવ કરે ત્યારે જ ઉત્પન્ન થતું જ્ઞાન છે. સિદ્ધ ભગવંતોના પરમસુખનું વર્ણન જેમ શાસ્ત્રોમાં કર્યું છે તે સુખની અનુભૂતિ તો આત્મા જ્યારે સિદ્ધત્વ પામે ત્યારે જ અનુભવી શકે છે, આ સિવાય નહીં.
શોભારતી ૩ ૨૦૨
Page #290
--------------------------------------------------------------------------
________________
આત્માના શુદ્ધ અનુભવને પ્રાપ્ત કરવા માટે યોગાષ્ટકમાં પાંચ ભેદ બતાવ્યા છે તે પ્રમાણે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ દ્વારા આત્મા યોગદષ્ટિ કેળવી શકે છે. આત્માને મોક્ષની સાથે જોડી દે તે યોગ કહેવાય છે. શાસ્ત્રનાં સૂત્રો પણ યોગોદૃવહન કહીને ભણાવાય છે, કારણ કે યોગરહિત શાસ્ત્રો ભણવાથી દોષ લાગે છે અને યોગ રહિતથી શાસન જળવાતું નથી. | નિયાગાષ્ટકમાં હિંસાયુક્ત હોમનો ત્યાગ કરી અનાદિના સંસારથી છૂટવા માટે કર્મનો હોમ કરવાનું જણાવ્યું છે. આઠે કર્મો આત્માના સ્વાભાવિક ગુણોને રોકનાર સજ્જડ તત્ત્વ છે. એ કર્મોનો હોમ કરવા માટે પૂજા, ધ્યાન અને તપ કરવાનું જણાવ્યું છે. પૂજાષ્ટકમાં સાધુઓ અને શ્રાવકોને કરવા યોગ્ય પૂજા કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. ત્યાગીઓને માટે નિર્વિલ્પ ભાવપૂજા ફરમાવી છે. દયા, વિવેક, સંતોષ, ભક્તિ, શ્રદ્ધા, ક્ષમા, સમતા, સમાધિ, ધ્યાન, જ્ઞાન, અનુભવ વગેરે ત્યાગીઓ માટે ભાવપૂજાનાં ઉપકરણો છે. ગૃહસ્થ શ્રાવકોને દ્રવ્યપૂજા અને સત્યકલ્પ ભાવપૂજા કરવાનું જણાવ્યું છે. | પરમાત્માની પૂજા કરવાથી વિનય-વિવેક વગેરે ગુણો પ્રગટે છે અને આત્મા | ખુદ પરમાત્મા બની શકે છે. પરમાત્માની પૂજા સાથે ઉત્કૃષ્ટ ધ્યાન ધરવાનું
ધ્યાનાષ્ટકમાં કહ્યું છે. શુદ્ધ સહજાનંદી આત્માનુભવ માટે પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરવાથી આત્મા પણ પરમાત્મા બની જાય છે. ધ્યાન, ધ્યેય અને ક્રિયા-એ ત્રણે દ્વારા પરમતત્ત્વને મનમાં સ્થાપી એકાગ્રચિત્તે ધ્યાન દ્વારા ધ્યાનદશા પ્રાપ્ત કરી શકાય છે. પૂજા અને ધ્યાનની જેમ આત્મા પર ચોટેલા કર્મફલને ઉખેડવા માટે તપ શ્રેષ્ઠ સાધન છે. તપાષ્ટક દ્વારા પૂજ્યશ્રી સૂચવે છે કે બારે પ્રકારનાં તપ દ્વારા આત્મા કઠિન કર્મોનાં મૂળિયાં ટૂંક સમયમાં કાપી શકે છે. જ્ઞાનચારિત્રાદિ ગુણોની પ્રાપ્તિ માટે ધ્યાનરહિત ન થાય, સ્વાધ્યાયને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયો ક્ષીણ ન થાય તે રીતે શક્તિ પ્રમાણે તપ કરવું જોઈએ. સર્વનયા શ્રેયાષ્ટકમાં જિનેશ્વર ભગવંતોએ કહેલો વચનમાર્ગ સાત નયથી શુદ્ધ વસ્તુનું સ્વરૂપ સમજાવે છે. નિશ્ચય અને વ્યવહારથી એક નય બીજા નયથી જુદો પડે છે, પણ સાપેક્ષ રીતે અભિન્ન જ હોય છે માટે જ્ઞાનીઓ સર્વ નયનો આશ્રય લઈને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે છે. સર્વ નયોમાં સત્યાસત્ય ધર્મનું દર્શન કરાવવામાં આવે છે. સર્વ નયને જાણનાર જગત જનને ઉપકારી થાય છે, પરંતુ એક જ નયનો આરાધક મિથ્યાવાદી અને ગર્વયુક્ત છે. સર્વ નયોના પ્રરૂપનાર શ્રી જિનેશ્વર ભગવંતોને ખરેખર વારંવાર નમસ્કાર કરવા યોગ્ય છે.
કિશાનસાર | ૨૭૩
Page #291
--------------------------------------------------------------------------
________________
આમ, ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે બત્રીસ અષ્ટકમાં જ્ઞાનીનાં લક્ષણો વર્ણવેલાં છે. પ્રત્યેક જીવનો મૂળસ્વભાવ પરભાવ છોડી સ્વભાવમાં રમણ કરવાનો હોય છે. તેવા જીવો માટે આ પુસ્તક ખરેખર જ્ઞાનભંડારરૂપ બની જાય છે. શુદ્ધ આત્મતત્ત્વના બત્રીસ અધિકારોથી યુક્ત આ ગ્રંથ જ્ઞાનની પૂર્ણતાનો ઉત્કૃષ્ટ નમૂનો છે, જ્ઞાનનો સાર છે. વીતરાગ પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ અને જ્ઞાનસાર ગ્રંથની વિરુદ્ધ કંઈ પણ લખાઈ ગયું હોય તો ત્રિવિધે ક્ષમા યાચું છું.
યશોભારતી B ૨૭૪
Page #292
--------------------------------------------------------------------------
________________
યશોભારતી વ્યાખ્યાનમાળા
ત્રિશતાબ્દી વર્ષે ભાવાંજલિ )
અનુમોદન અને આનંદ આપનો પત્ર મળ્યો. જાણી ખૂબ આનંદ થયો કે પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. સા. ના ત્રિશતાબ્દિ વર્ષને અનુલક્ષીને આપની નિશ્રામાં પ્રખર પ્રવચનકારો તથા પ્રસિદ્ધ વક્તાઓની પ્રવચનમાળા રખાઈ છે. એ મહાન વિભૂતિની વિરલસ્મૃતિમાં આપણે સૌ જે કરીએ તે ઓછું છે, છતાં આપની પ્રેરણાથી થનારા આ પ્રબળ પ્રશસ્ત પ્રયત્ન દ્વારા અનેક ભવ્યાત્માઓ પૂ.ઉપાધ્યાયજી મહારાજના જીવનકવનથી, તેઓશ્રીના પ્રભાવક શાસનકાર્યોની તવારીખથી માહિતગાર થશે. જનહૃદયમાં પૂજ્યશ્રી ફરી અહોભાવસ્વરૂપે જીવંત બનશે. આવા જ પ્રયત્નો તેઓશ્રીના સાહિત્યના સાથે લોકભોગ્ય પ્રકાશનો માટે થાય તે પણ ઉચિત ગણાશે.
| ઉપાધ્યાય પૂ. યશોવિજયજી મહારાજ માટે શું લખવું? “ઉપાધ્યાયજી' શબ્દ બોલતાં જ યશોવિજયજી મહારાજનું મહાન જીવનચરિત્ર સમગ્ર જીવનમાં કરેલી સર્વોત્કૃષ્ટ સાહિત્યયાત્રા નજર સમક્ષ તરવરે છે. એમ કહીએ તો અનુચિત નહીં ગણાય કે ““ઉપાધ્યાયજી' શબ્દ જ જાણે યશોવિજયજી મહારાજનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે અને એટલે એ ઉપાધ્યાયજી પદવાચક શબ્દ જ જાણે તેમના જીવનબાગમાં બંધાયેલ જ્ઞાનમંદિરના કળશરૂપ છે. પૂજ્યશ્રી ભલે આજે આ વિશ્વમાં નથી, પણ તેમના મહાન સાહિત્ય વારસારૂપે તેઓ યુગોના યુગો સુધી યાવચંદ્રદિવાકરૌ અમર રહેશે.
એ અમર ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજને અનંતશઃ વંદના આ ત્રિશતાબ્દિ વર્ષના પાવન પ્રસંગે.....
|| આ. કલાપ્રભસાગરજી મ.
(ભિન્નમાલ) પૂજ્યપાદ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના ત્રિશતાબ્દિ વર્ષને અનુલક્ષી-યોજવામાં આવેલી વ્યાખ્યાનમાળા દ્વારા આમજનતા પૂજ્યશ્રીના ઊંડા તત્ત્વજ્ઞાનથી પરિચિત બને. પૂજ્ય ઉપાધ્યાય મ. જે કામ કરીને ગયા છે તે
ભાતાલિ ER ૨૦૫
Page #293
--------------------------------------------------------------------------
________________
જીવંત બનાવવા મૂર્તિમંત પ્રયત્ન સેવવા જનતામાં ચેતના આવે એ જ મંગલકામના.
I આ. વિજયરાજેન્દ્રસૂરિશ્વરજી (સાંચોર)
વર્તમાનકાળમાં ૧૬-૧૭ મી શતાબ્દિનો કાળ એટલે પ્રકાંડ પંડિતોનો કાળ જૈનશાસનમાં ગણાય. તેમાં જેમ મહો. શ્રી ધર્મસાગરજી મહારાજ, દશમતના વાદીઓને પરાભવિત કરી તપગચ્છનો વિજયધ્વજ ફરકાવવામાં અજોડ હતા, તેવી જ રીતે ન્યાયશાસ્ત્ર અને તર્કશાસ્ત્રમાં અજબગજબની પ્રવીણતા પ્રાપ્ત કરવામાં પૂ. મહો. યશોવિજયજી મહારાજ એક જ હતા તેમ તેઓના રચેલા ગ્રંથોથી આજે પણ પ્રતીતિ થાય છે. સર્વગુણસંપન્ન તો વીતરાગદેવ જ હોય, બાકી તો કાંઈ ને કાંઈ ક્ષતિઓ મહાપુરુષોમાં પણ હોય જ. એથી પૂ. મહો. શ્રી યશોવિજયજી મહારાજમાં પણ છહ્મસ્થ સુલભ એવા દોષોના કારણે તત્કાલીન પુરુષોએ તેમના જીવનકવનની નોંધ નથી લીધી ? એવી અક્ષમ્ય ભૂલ આપણે ન કરતાં આ શુભ પ્રસંગે તેઓની પ્રચંડ તૈયાયિક બુધ્ધિને હાર્દિક પુષ્પાંજલિ અર્પિએ એવી શુભેચ્છા.
7 આ. નરેન્દ્રસાગરસૂરિશ્વરજી મ. (ચોટીલા)
શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળા સમિતિએ ન્યાય વિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ત્રિશતાબ્દી વર્ષ પ્રસંગે આ પ્રવચન માળાનું આયોજન કર્યું એને અમારા સૌના હાર્દિક અભિનંદન છે.
જેમને એમના સમકાલીન બહુ શ્રુત ઉપાધ્યાયશ્રીમાન વિજયજી મહારાજ ‘સ્મારિત શ્રુત કેવલિ' તરીકે અર્થાત્ જેમણે પોતાના અતિ અગાધ સ્વપર શાસ્ત્રબોધ અને શાસ્ત્ર સાગરના નિર્માણથી ચૌદ પૂર્વધર શ્વેત કેવલી ભગવાનનું આપણને સ્મરણ કરાવ્યું છે' એ તરીકે બિરદાવે છે એવા આપણા આ મહાઉપકારી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ તપગચ્છ ગગનમાં સૂર્યશા પ્રકાશી રહ્યા છે. તેઓશ્રીએ અનેકાનેક વિષયો જેવા કે યોગ અધ્યાત્મ વૈરાગ્ય, મોક્ષમાર્ગ દર્શનો અને કાંતવાદ તથા કર્મપ્રકૃતિ આદિ જૈન સિદ્ધાન્તો વગેરે વગેરે પર મહાકાય વાડ્મયો રચીને જૈનધર્મોને મૌલિક અને તાત્ત્વિકરૂપે સમજવાને વર્તમાન કાલીન ધર્મજિજ્ઞાસુ અને તત્ત્વપિપાસુ જીવોને અઢળક
યશોભારતી ૩ ૨૭૬
Page #294
--------------------------------------------------------------------------
________________
સામગ્રી પૂરી પાડી છે. નવ્ય ન્યાયના પણ એ તલસ્પર્શી વિદ્વાન તે એમણે સમર્થ શાસ્ત્રકાર આચાર્ય હરિભદ્રસૂરિજી મ. ના શાસ્ત્રવાર્તા સમુચ્ચય આદિ ગ્રંથમાંના વાદો નવ્ય ન્યાયની શૈલીથી ચર્ચાને ભારતીય દર્શનોમાં જૈન દર્શનની સર્વોપરિતા અદ્ભુત રીતે પ્રતિષ્ઠિત કરી છે. હું ઈચ્છે છે કે જૈન શ્રવણ સંઘની આ વિરલ વિભૂતિના ગ્રન્થોનું અધ્યયન-અધ્યાપન વધે જેથી આવતી પેઢીમાં શ્રમણ પેઢીમાં એની પરંપરા ચાલે અને એ શ્રાવકસંઘને પણ એમાંથી રસઝરણાં મળતાં રહે અને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની આરાધનાને વિશેષ ઉત્તેજિત કરતી રહે.
આ. શ્રી વિજયભુવનભાનુસૂરિશ્વરજી
(કોલ્હાપુર) જિનેશ્વર પરમાત્માના શાસનના મહાન પ્રભાવક પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની બહુમુખી પ્રતિભાનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. તે મહાપુરુષ વિશે આપે જે વ્યાખ્યાનમાળા ગોઠવી છે તે બહુ આનંદની વાત છે. જનતાને એ મહાપુરુષ વિશે જગતમાં વિશિષ્ટ જાણકારી થાય એ બહુ આવશ્યક છે.”
આચાર્ય જંબૂવિજયજી
(શંખેશ્વર) અનોખા આ આયોજનની પાછળ યશોભારતી પ્રવચનમાળા સમિતિની દૂરદશિતા દાદ માંગી લે છે. જિનશાસનના અપ્રતિમ તેજપુંજ સમાન તથા સુરિપુરંદર આ.દેવ પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મ. કલિકાલસર્વજ્ઞ પૂ. હરિચંદ્રસૂરિ મ. ની ઝાંખી કરાવી આપતાં પૂજ્ય મહોપાધ્યાયશ્રીની અસ્મિતા આ આયોજનથી ઝળકી ઊઠશે.
અધિકારી અનેક પ્રવકતાઓને મળેલી આ તકના માધ્યમે પૂજ્યશ્રીના જીવનના જાણ્યા અજાણ્યા અનેક પાસાંઓને પ્રસ્તુત કરી પૂજ્યશ્રીની વિરલતાને વ્યક્ત કરશે. આ આનંદ બક્ષી જાય તેવી વાત છે.
હૃદયની વાત જણાવવા માટે એક સુયોગ્ય મોકો મળ્યો છે, તો ઇચ્છાને દાવ્યા વિના જણાવી દઉં કે આ ટાણે મહોપાધ્યાય પૂજ્યશ્રીના ઉપલબ્ધ સાહિત્યને સંપૂર્ણ સન્માન મળે.
એ પણ માત્ર “વાહ વાહ” “ખૂબ સરસ” “ખૂબ સુંદર'ના માત્ર પોકારોથી જ નહિ. કોઈ નક્કર કદમ ઊપડે જેથી એ સાહિત્યના અધ્યયન-અધ્યાપન અને અભ્યાસ માટેનું નવી ક્ષિતિજ ઊઘડે જેથી આજના યુગને નવું માર્ગદર્શન
ભાવાવ n ૨૭૭
Page #295
--------------------------------------------------------------------------
________________
મળી શકે, અનેક ગુપ્ત-દિશાઓ હાથ લાગે અને જેના આદર્શથી સંઘ/શાસનની છિન્નભિન્નતા ભેદાય અને આવકાર્ય ઐક્ય ઊગી નીકળે. મારી માન્યતા અસ્થાને નહિ પામે, એની પૂરી આશા સાથે.
| | પં. અશોકસાગર ગણિવર્ય
(અમદાવાદ) પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું ત્રિશતાબ્દિ વર્ષ ચાલી રહ્યું છે, તે પ્રસંગે એ મહાપુરુષની અજોડ શાસનસેવા, અર્વેિદક સિદ્ધાંત રાગ, ભક્તિ, સન્માર્ગ-સુરક્ષા અને વિશાળ આદિત્ય સર્જન આદિ અનેક અપૂર્વ ગુણો અને તેમના જે અગણિત અમાપ જૈન સંઘ ઉપર ઉપકારો છે તેને કૃતજ્ઞ ભાવે, આદર બહુમાનપૂર્વક યાદ કરીએ, પુનઃ પુનઃ અનુમોદના કરીએ અને તેમની જે સર્વતોમુખી વિરાટ પ્રતિભાનું દર્શન તેમના વિવિધ, વિશાળ સાહિત્ય સર્જનમાં થાય છે, તેનો વાસ્તવિક પરિચય તેમનાથી અપરિચિત લોકોને થાય એવાં વ્યવસ્થિત આયોજનો અત્યંત આવકારદાયક છે.
[ આ. વિજયકલાપૂર્ણસૂરિશ્વરજી
(ભૂજ) મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ મહારાજનો ઉપકાર આ વિષમ કાળમાં આપણા સંઘ ઉપર અજોડ જ નહિ, અનિવાર્ય અગત્યનો પણ છે. તેઓશ્રી ન થયા હોત કે તેઓશ્રી જે મસ્તયોગી આનંદઘનજીની જ કેડીએ ચાલી ગયા હોત, ગ્રંથો ન રચ્યા હોત તો આજના આપણા શ્રીસંઘની હાલત કેવી ભૂલા ભટક્યા ભ્રમિત મુસાફર જેવી થઈ પડત, તેની કલ્પના પણ કાળજાને કંપાવી મૂકે છે ! આવા અનન્ય ઉપકારી મહાપુરુષનાં તો ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. આપશ્રી આ બધી યોજનાઓ દ્વારા તેઓશ્રીની ત્રિશતાબ્દીના વર્ષમાં તેઓને અર્ધ્વરૂપ ભાવાંજલિ અર્પવાનો લાભ લઈ રહ્યા હોય, ઉપરાંત તેમાં આ પ્રવચનમાળા દ્વારા બીજાઓને પણ જોડી રહ્યા છે તે ખૂબ અનુમોદનીય ઘટના છે. મારી અનુમોદના તથા આયોજનને સફળતા ઈચ્છતી શુભેચ્છા સ્વીકારશો તેવી વિનતિ.
| પં. શીલચંદ્રવિજયજી ગણિ
(ખંભાત) વક્તાઓ-પ્રવચનકારોની પસંદગી સુંદર થઈ હોવાથી, વિષયો પણ
- યશોભારતી n ૨૭૮
Page #296
--------------------------------------------------------------------------
________________
સુંદર જ ચર્ચાવાના, જેથી મુમુક્ષુઓને માર્ગદર્શન મળે. તો એ બધાં વ્યાખ્યાનોને ટૂંકમાં સારગ્રાહી-શૈલીએ સંકલિત કરી લેવા જરૂરી ગણાય ને પુસ્તકાકારે એનું પ્રકાશન પણ થવું જરૂરી ગણાય.
પૂ. ઉપાધ્યાયજીનું સહેલું અને સરળ અઢળક સ્તવન સાહિત્ય લોકમુખે પુનઃ ગવાતું થાય એવું કોઈ આયોજન વિચારાય તો ભક્તિનો ઓર ઉછાળો | જિનમંદિરો આદિમાં જોવા મળે. આજે ગવાતા ચાલુ આધુનિક સ્તવનો ક્યાં અને તે પૂ. ઉપાધ્યાય મ. ના અર્થભાવ ગંભીર સ્તવનો ક્યાં ? માટે આ સ્તવનોના ફેલાવા માટેય સ્તવન કંઠસ્થ સ્પર્ધા જેવી કોઈ આયોજના જરૂરી ગણાય.
આ માટે પૂ. ઉપાધ્યાય મ. ના નાનાં ને સહેલાં સ્તવનોની નાનકડી | પુસ્તિકાનું નયનરમ્ય પ્રકાશન પણ પ્રથમ આવશ્યક ગણાય. સ્તવનો એવાં ચૂંટી શકાય કે, જેમાં ભક્તિરસ વધુ હોય.
નાનકડા મગજમાં જે કાંઈ થોડું ઘણું સ્કુરાયમાણ થયું એ લખ્યું છે. બાકી આ પ્રવચનમાળા સફળ બને, આનાથી કોઈ નક્કર પ્રભાવનો પાયો પૂરાય, એવી શુભેચ્છાઓ સાથે વંદનાવલિ.
Dમુનિ પૂર્ણચંદ્રવિજયગણિ
(સુરત) શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળા'નું આયોજન જાણી ખૂબ જ આનંદ. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજશ્રી જૈન શાસનના મહાન જ્યોતિર્ધર પુરુષ હતા.
તેઓશ્રીનું અગાધ પાંડિત્ય અને અનુપમ ગ્રંથ રચના કૌશલ ઇતિહાસમાં અપૂર્વ છે. આવા આયોજન દ્વારા ઉપાધ્યાયજી પ્રત્યે ભક્તિ પ્રદર્શન કરવાપૂર્વક તેઓના ગ્રંથોના વાચન, મનન અને પરિશીલન વધે એ જ શુલાભિલાષા.
આ. હેમચંદ્રસૂરિશ્વરજી મ.
(મુંબઈ) પૂજ્ય ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મ. એ ૧૭મી સદીના મહાપ્રભાવક અને વિવિધ ક્ષેત્રે શાસનપ્રભાવક પૂજ્ય પુરુષ થઈ ગયા. જેઓશ્રી ઉપાધ્યાયજી'ના હુલામણા નામથી પ્રસિદ્ધ થઈ ગયા. ન્યાય, દર્શન અને સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર રચના કરી તેમ જ સાદી, સરળ અને સચોટ શૈલીમાં સ્તવનાદિ રચી આપણા ઉપર મહાન ઉપકાર કરેલ છે. જે ગ્રંથોનું અધ્યયન
- ભાવાંજલિ En ૨૭૯ .
Page #297
--------------------------------------------------------------------------
________________
અધ્યાપન, ચિંતન-મનન-નિદિધ્યાસન કરતાં આપણું મસ્તક પૂજ્યશ્રી પ્રત્યે અહોભાવથી ઝૂકી જાય છે.
પૂજ્યશ્રીના ગુણાનુવાદ કરવા સાથે તેઓશ્રીએ જીવન દરમ્યાન શાસનસેવા અને શ્રુતસેવાનો પરિચય મેળવવા તમોએ જે “યશોભારતી પ્રવચનમાળા'યોજી તે પ્રસંગોચિત અને અનુમોદનીય છે.
પૂજ્યશ્રીએ જ્ઞાનસાર અષ્ટક જ્ઞાનમાં નિમગ્ન જ્ઞાનીને કેવી સુંદર ઉપમા આપેલ છે......! “જ્ઞાની નિમજજતિ જ્ઞાને, મરાલ ઈવ માનસે'....
D આ. મેરુપ્રભસૂરિશ્વરજી સંતપ્રસૂ ગુજરાતની જ ધરતી પર જન્મેલા અને કાશીના વિદ્યાધામમાં જઈ કાશીની જ રાજસભામાં મહાન શાસ્ત્રાર્થ કરી વિજેતા બની વિજય-ડંકો વગાડનાર, જૈનશાસનનું ગૌરવ અને ધર્મભૂમિ ગુજરાતનું નામ રોશન કરનાર, ગુજરાતમાં નવ્ય ન્યાયની વિશિષ્ટ શૈલી દ્વારા દાર્શનિક તત્ત્વજ્ઞાનના આદ્ય પ્રસ્તોતા, ષડ્રદર્શનના ઊંડા જ્ઞાતા, સરસ્વતી લબ્ધપ્રસાદ, તર્કન્યાયના સર્વોચ્ચ વિદ્વાન, ચાર-ચાર ભાષામાં અનેક વિષય ઉપર સાહિત્યનું સર્જન કરી પ્રા ઉપર મહાન ઉપકાર કરનાર, આધ્યાત્મિક ક્ષેત્રના મહાન વૈજ્ઞાનિક, સર્વતોમુખી પ્રતિભાસંપન્ન, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગુણાનુવાદ કરવા, તેમની શ્રત-સાહિત્યને શ્રધ્ધાંજલિ આપવા વિવિધ રીતે શ્રેષ્ઠ શાસન પ્રભાવના કરી રહેલા વિદ્વાન વક્તા આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરિજી મહારાજની પ્રેરણાથી રાજનગરના આંગણે જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે જાણીને અસાધારણ કોટિનો આનંદ અનુભવું છું.
દીક્ષા સ્થળ ગુજરાત, પદવી સ્થળ ગુજરાત, કાર્યક્ષેત્ર ગુજરાત અને ઉપાધ્યાયજીના કવન-સાહિત્યને સૌથી પહેલાં અને સૌથી વધુ પ્રકાશિત કરનાર પૂજ્ય સૂરિસમ્રાટની પ્રેરણાથી જ સ્થપાયેલી સંસ્થા એટલે રાજનગર (અમદાવાદ) સાથે ઉપાધ્યાયજી મહારાજનો સારો એવો નાતો રહેલો છે, એટલે ગુજરાતની રાજધાનીમાં સાહિત્યોત્સવની ઉજવણી જે થઈ રહી છે તે બરાબર યોગાનુયોગ છે.
ડભોઈ તેઓશ્રીની સ્વર્ગવાસ ભૂમિ છે. આ ભૂમિ ઉપર આજથી ૩૩ વર્ષ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજીના સ્વર્ગવાસ પછી ૨૫૦ વરસના લાંબા ગાળા બાદ
િયશોભારતી n ૧૮૦ -
Page #298
--------------------------------------------------------------------------
________________
પહેલી જ વાર વિશાળ પાયા ઉપર “શ્રી યશોવિજયજી જૈન સારસ્વત સત્ર' એ નામ નીચે સ્વર્ગસ્થનો અભૂતપૂર્વ સમારંભ થયો હતો, ત્યાર પછી આ બીજો સમારંભ થઈ રહયો છે. આથી જૈન-જૈનેતર સમાજ ગુજરાતના એક મહાન સારસ્વત પુત્રની તેમ જ તેઓશ્રીના મહાન જીવન અને મહાન કવનની કંઈક ઝાંખી કરી શકશે.
આ પ્રસંગે ઉપાધ્યાયજીની કાયમી સ્મૃતિ માટે શું કરવું જોઈએ એ અંગે કંઈક સક્રિય વિચારણા થાય તો ઉપાધ્યાયજીને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ થશે.
ઉપસ્થિત મુનિરાજોને વંદના, વિદ્વાનોને ધર્મલાભ અને રાજનગરની ભાવિક પ્રજાને ધર્મલાભ.
| આ. શ્રી યશોદેવસૂરિશ્વરજી
(પાલીતાણા) પત્રિકા વાંચતા ખૂબ આનંદ અનુભવ્યો.પૂ. મહોપાધ્યાયશ્રીયશોવિજયજી મ. સા. ને થયાને ત્રણસો વર્ષ થયા. આજ તેમને યાદ કરી શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળા ગોઠવીતેની અનુમોદનામાં જુદા જુદાપૂ. આચાર્યભગવંતો, પંન્યાસ શ્રી, મુનિઓ તેમ જ જુદા જુદા ગૃહસ્થો તેમના જીવનનો પરિચય કરાવશે અને તે સાંભળતા અનેક જીવો કેવો આનંદનો અનુભવ કરશે તેમ પોતાના જીવનમાં તેનો રસાસ્વાદ મેળવી પોતાના જીવનને ધન્ય બનાવશે.
સાથોસાથ તેમના જીવનને સ્પર્શતી રંગોળી તેમના જીવનના મહત્ત્વપૂર્ણ વિશિષ્ટ પ્રસંગોના ઓઈલ પેઈન્ટ ચિત્રો, તેમના સ્વહસ્તે લખેલા ગ્રંથોનું પ્રદર્શન ગોઠવાશે.
આ બધા પ્રસંગો વાંચી ભૂરિ ભૂરિ અનુમોદના. આપના આ વિચારો અને પરિશ્રમને ધન્યવાદ ઘટે છે.
| આ. અશોકચંદ્રસૂરિશ્વરજી
(અમદાવાદ) અમ દેશને
सरिचंदवराणां चन्द्रोदयसरीश्वराणां पुरतः सादरमनुवन्दना व्यक्तीकृत्य सन्देशरूपं निवेदनं किंचित्करोमि, श्रूयतां तावत, श्रीमत्याः श्रीयशोभारती जैन प्रवचनमालाया आयोजनं कृत्वा भवद्भिः पू. पा. महामहोपाध्यायश्रीमद्विजय यशोविजय महाराजस्य -जीवनरूप पवित्रतगङगाया प्राकृतरूपवतः
ભાવાંજલિ 1 ૨૮૧
Page #299
--------------------------------------------------------------------------
________________
प्रारभ्य पण्डितपुरुषाणां अलभ्यलाभः सम्पादितस्तद्वरं कृतं,
यतो महामहोपाध्यायानामेतादृशो ज्ञानरत्नाकर उच्छलन्नुल्लसन्नासीत् यतः कश्चिदपिग्राहको विशिष्टेष्टरत्नस्य प्रापकोऽवश्यं भवेत् यदीच्छेत्तदा वीतरागभक्तिरत्नं, अध्यात्मविषयरत्नं, वैराग्यविषयरलं . तथा दर्शनादिविषयकतर्कचर्चामेवं जिनागमगत पदार्थ रहस्य रत्नं गृह्णीयात्,
श्रीमतां तेषां सर्वविषय विषयकापारपारीणताऽनुपमा ऽऽ सीत्, अतुलानेक विशिष्ट गुणगण शक्तिसम्पत् सम्पन्न-महामहोपाध्यायानां अध्यात्मसार-अध्यात्मोपनिषद्-विजयोल्लासमहाकाव्यनामक महामूल्य ग्रन्थत्रयस्योपरि वृत्तिविरचने मम समयश्च लाभो लब्धः, ततस्तेषा मृणभारवानस्मि. अस्मिंस्त्रिशताब्दिमहोत्सवमङगलप्रसङगे,
श्रीमतस्तान् महामहोपाध्यायान् वन्दमानः शतशः, प्रवचनमालायाः सफलतां सदा कामयमानो मदीयां शुभकामना-मुक्तामालामारोपयाम्यहं ।। ___पू. श्री लब्धिसूरिश्वराणां प्रशिष्यो.
0 આ. ભદ્રકરસૂરિશ્વરજી
| (કાનપુર) પૂજ્ય મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સાહેબને ૩૦૦ વર્ષ થયા તે માટે ત્રિશતાબ્દિ ઉજવણી પ્રસંગે તમે યશોભારતી જૈન પ્રવચનમાળાની ગોઠવણી કરી મહાપુરુષનું બહુમાન કરી જૈનશાસનનું ગૌરવ વધારી રહ્યા છો, તેથી જૈન સંઘને ગૌરવ લેવા જેવું છે. ભારતની ઉત્તરે હિમાચલ પર્વત જેમ ભારતનું રક્ષણ કરી રહેલ છે તેમ કારણ વિના પણ ગીતાર્થ પુરુષો અનેક ગ્રંથો રચી ભવ્ય જીવોના આત્માનું રક્ષણ કરી મોક્ષ માર્ગ બતાવી રહ્યા છે.
પૂજ્ય ન્યાયવિશારદ ઉપાધ્યાયજી મહારાજની ઉપકારી યશોગાથા જે મહાપુરુષને આપણે યાદ કરીએ છીએ તે પૂજ્યપાદશ્રી મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવર સમર્થ શાસ્ત્રકાર હતા. ઊંચી ભૂમિકાએ પહોંચેલા સાધક હતા અને સત્યની રજૂઆત કરવામાં તેઓ અત્યંત નિર્ભય હતા.
આ મહાપુરુષે મુખ્યતયા સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથો રચેલા છે. સાથે સાથે ગુજરાતી અનેક કૃતિઓ જેમાં ૧૨૫-ગાથા-૧૫૦ ગાથ હુડાનું? અને ૩૫0 ગાથાનું સ્તવન રચી સચોટ સમજવી જગતને પ્રકાશ આપી ગયા છે. તદ્ધપરાંત સમકિત સડસટ્ટીની સઝાયોમાં સમ્યત્વરૂપે ખુલ્લું સ્વરૂપ સમાવી બાળજીવો માટે ઉપકાર કરેલ છે. યોગદષ્ટિ સમુચ્ચય, આઠ દષ્ટિઓ,
પણો ભારતી D ૨૮
Page #300
--------------------------------------------------------------------------
________________
૧૮ પાપસ્થાનકોની સઝાયો, અમૃતવેલથી સઝાય એવા અનેક ગૂઢ રહસ્યોથી ભરેલા ગ્રંથો તેમ જ પ્રભુભક્તિરૂપે અનેક ચોવીશીઓ, ૩-૩ ગાથા, પ-૫ ગાથાનાં સ્તવનોમાં સરળ ભાષાની ગોઠવણ કરી પ્રભુભક્તિમાં ઓતપ્રોત બની રહેવા સુંદર આલંબન આપી ગયા છે. જૈન શાસનમાં અને આ વિષમકાળમાં ખૂબ ખૂબ ઉપકાર કરેલ છે તે મહાપુરુષને યાદ કરી તેઓની ૩૦૦ વર્ષની ઉમ્પણી કરી જ્ઞાન અને જ્ઞાની પુરુષનું બહુમાન કરવા બદલ ખૂબ ખૂબ આનંદ થયેલ છે. સાથે ભૂરિ ભૂરિ અનુમોદના કરેલ છે. | | સાધ્વીશ્રી નરેન્દ્રશ્રીજી તથા વિદ્યુતપ્રભાશ્રીજી મ.
| (અંચલગચ્છ) પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સાહેબના ત્રિશતાબ્દી વર્ષને અનુલક્ષીને શ્રી યશોભારતી જૈન પ્રવચન માળાના શુભ કાર્યક્રમની કોપી મળી છે.
મહાન જ્યોતિર્ધર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સાહેબે તાત્ત્વિક દાર્શનિકવૈરાગ્યમય તેમ જ પ્રભુભક્તિના પ્રોત્સાહક વિવિધ સાહિત્યનો અમૃતકુંભ વારસામાં આપ્યો છે. શ્રી જૈન સંઘમાં આજે આબાલ ગોપાલ જેનો રસાસ્વાદ લઈ રહ્યો છે. તે શ્રીમન્મહોપાધ્યાયજીનો પરમચિરસ્મરણીય ઉપકાર છે.
છેલ્લા ત્રીશ દાયકામાં તેઓશ્રીની વિદ્વત્તા અજોડ હતી. ખરેખર તેઓશ્રી “લઘુહરિભદ્ર' હતા.
૮૯ વર્ષથી ચાલતી આ ““શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” નામની સંસ્થા પૂજ્યશ્રીના શુભ નામથી અંકિત થયેલી છે, તેના માટે સંસ્થા ગૌરવ અનુભવે છે અને તેઓશ્રીના ત્રિશતાબ્દી વર્ષ નિમિત્તે થતી પ્રવચન માળાની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.
| | પં. વસંત ન. શાહ શ્રી છબીલાદાસ કે. સંઘવી
ખંભાત શ્રી રમણલાલ ચી. શાહ શ્રી ઝવેરચંદ કેસરીચંદ ઝવેરી સૂરત શ્રી કપૂરરચંદ આર. વારૈયા પાલીતાણા શ્રી ચીમનલાલ પાલીતાણાકર મુંબઈ
મુંબઈ
ભાવલિ D R૮૩
Page #301
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજની
ગુરુ પરંપરા જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી મહારાજ (૧૫૮૩-૧૫૨) ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજ પંડિત શ્રી લાભ વિજયજી મહારાજ (
10) પંડિત શ્રી જીત વિજયજી મહારાજના ગુરુ ભાઈ પંડિત શ્રી નય વિજયજી મહારાજ
ના શિષ્યો (૧૪૪૦-૧૭૧૦) શ્રી પઘ વિજયજી ગણી–ઉપા. શ્રી યશોવિજયજી ગણી
પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજની
શિષ્ય પરંપરા શ્રી હેમવિજયજી શ્રી જિનવિજયજી ૫. ગુણવિજયજી
૫. કેશર વિજયજી તથા શ્રી સુમતિ વિજયજી
શ્રી વિનીત વિજયજી
શ્રી ઉતમ વિજયજી
તથા
શ્રી દેવ વિજયજી ગણી શ્રી પ્રતાપ વિજયજી શ્રી દયાવિજયજી શ્રી મયાવિજયજી શ્રી માનવિજયજી ગણી (વિ.સં. ૧૭૪૫) શ્રી મણિ વિજયજી શ્રી માણેકવિજયજી શ્રી તત્ત્વ વિજયજી શ્રી લક્ષ્મી વિજયજી (તત્ત્વવિજય જીનાભાઈ)
જ પોબારી ઘ ૨૮૪
Page #302
--------------------------------------------------------------------------
________________ સંપાદક ર્ડો. કુમારપાળ દેસાઈ પ્રકાશક શ્રી ચંદ્રોદય ચેરિટેબલા રિલિજીયસ ટ્રસ્ટ, અમદાવાદ