________________
સદા ઝીલતા જ રહ્યા છે.
“મારે તો ગુરુચરણ પસાવે, અનુભવ દિલમાં પેઠો; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમ રતિ હુઈ બેઠો તુઠો તુઠો રે મુજ સાહિબ જગનો તુઠો’’ (શ્રીપાલ રાસ-કળસ) મને તો ગુરુચરણાના પ્રભાવથી આત્માના પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થયો છે. અને આત્મઅનુભવ થવાથી અનંત જ્ઞાન,અનંત આનંદ, કાવ્યાબાધ સુખ, અનંત વીર્ય, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત લાભ આદિ ગુણસમૃદ્ધિનું આત્મસ્વરૂપમાં દર્શન થયું. આત્માની અંદર રહેલા પરમ આનંદમય સ્વરૂપનો રસાસ્વાદ થતાં પરમ તૃપ્તિનો અનુભવ થયો.
પ્રભુની મારા ઉપર કૃપા થઈ. પરમાત્માના સ્તવન-ધ્યાન દ્વારા આત્મ સ્વરૂપના અનુભવનું પાન થયું. આત્માના અક્ષય અવિચલ સ્વરૂપના અનુભવરસનો આસ્વાદ પ્રભુની ભક્તિ દ્વારા થયો. ‘અનુભવ ગુણ આવ્યો નિજ અંગે મિટ્યો રૂપ નિજ માઠો.'' પુદ્ગલથી આત્માની ભિન્નતા નિર્ણીત થતાં ‘‘મિટ્યો રૂપ નિજ માઠો'' આ ભાવ મહાપુરુષને સ્પર્શો અને ચૈતન્યથી એકતા ભાવિત થઈ. તે વખતે શુદ્ધ આત્મચૈતન્યને પામેલા પરમાત્માના આત્મચૈતન્યનું અભેદ ધ્યાન થતાં નિજસ્વરૂપનો અનુભવના પરમાનંદ પ્રાપ્ત થયો. “મનઘરમાં ધરિયા ઘર શોભા, દેખતનિત્ય રહેશો ચિર શોભા, મન વૈકુંઠ અકુઠિત ભક્ત, યોગી ભાવે અનુભવ યુ. સાહિબા વાસુપુજ્ય જીણંદા.’’
કુંઠિત ભક્તિ દ્વારા એટલા અમારા ‘ઉપયોગ'ને કુંઠિત થવા દીધા સિવાય, એટલે કે અરિહતાકા ઉપયોગ(ધ્યાન)ના સતત પ્રયોગ દ્વારા અમે તમારી એવી ભક્તિ કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે ‘ઉપયોગ’ને પરમાત્મસ્વરૂપમાં જોડવા દ્વારા પરમાત્મ-સ્વરૂપનો અનુભવ કર્યો, તે રીતે અર્પણ કરીશું :
“કલેશે વાસિત મનસંસાર, કલેશ રહિત મનને જાવ પાર.’’
‘કલેશે વાસિત મન’ એટલે અશુદ્ધ ઉપયોગ, કર્મ કૃત વસ્તુઓ અને બનાવોમાં સુખ-દુઃખનો અનુભવ કરતું અમારું મન તેમ જ રાગ દ્વેષ રૂપે પરિણમેલું અમારું મન તે જ સંસાર છે કર્મ ફળનું ભોકતૃત્વ (સુખ-દુઃખ) અને રાગદ્વેષનું કર્તૃત્વ આ બન્ને અશુદ્ધ ઉપયોગનાં કારણો છે. તે બન્ને છોડીને આપણો
અનુભવવાણી ૩ ૧૭