SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનનું વૃક્ષ, સુભટમાં વાસુદેવ શોભે છે તેમ મુનિઓમાં જિનેશ્વર દેવ શોભે છે. નદીમાં ગંગા મોટી, સુરૂપવાન પુરુષોમાં કામદેવ, પુષ્પમાં કમળનું ફૂલ, રાજાઓમાં ભરત ચક્રવર્તી, હાથીમાં શ્વેત ઐરાવત હાથી, પક્ષીમાં ગરુડ, તેજસ્વી પદાર્થમાં સૂર્ય, વ્યાખ્યાનકથામાં શ્રીજિનેશ્વર ભગવંતની કથા શોભે છે તેમ સર્વ મુનિઓમાં તીર્થંકરપ્રભુ શોભે છે. આવા અનેક ગુણોવાળા પરમાત્માના ગુણો દર્શાવતા ભક્તહૃદયમાં પ્રભુ બિરાજમાન થાય છે. ત્યારે ભક્તના હૃદયમાં અનેરો આનંદ થાય છે. વળી સર્વ ધ્યાનમાં શુક્લ ધ્યાન શ્રેષ્ઠ છે. જેમ બાળક બે હાથ પ્રસારીને સમુદ્રના અમાપ વિસ્તારનું વર્ણન મા પાસે કરે છે તેમ આ વર્ણન-ગુણસમુદ્રનું વર્ણન પ્રભુની ભક્તિના પ્રભાવે જ કર્યું છે. જ્યાં જ્યાં જિનેસ્વરદેવોની આજ્ઞાનું પાલન થતું હોય ત્યાં ભક્ત દોડી જાય છે. ગુણવાન પુરુષોના ગુણો ગાવાથી ગુણવાન બની જવાય છે. પહેલાં પ્રભુભક્તિ, પછી બીજી બધી વાત. સંસાર ભણી પીઠ કરવા માટે પ્રભુ સન્મુખ મોં રાખવું પડે છે. જો આમ ના કરે તો કર્મસત્તાના કોરડા ખાવા પડે. જન્મ મરણના ફેરા કરવા પડે. માટે જ વિવેકી પુરુષો પ્રભુના ચરણની સેવા કરીને મુક્તિમાળાને વરે છે. * ૨૪. શ્રીમહાવીરસ્વામીનું સ્તવન ‘‘ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રીવર્ધમાન જિન રાયા રે.’’ જેમનો અનંત ઉપકાર છે એવા પ્રભુ મહાવીરની સ્તવના કરતાં પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજસાહેબ કહે છે કે તું જ મારા જીવનનો આધાર છે. ‘વાચક યશ કહે માહરે તું જીવ જીવન આધારો રે,’' તું જ મારું આશ્રયસ્થાન છે. તું જ મને જિવાડનારો છે. તારા ગુણો કેટલા છે ! તે ગુણસમૂહની ઊંચાઈ મેરુ પર્વતથી પણ વધારે છે, અનંત ગુણો છે. હે વર્ધમાનસ્વામી ! હે મારા નાથ ! આપના ગુણો તો ગગનસ્પર્શી છે. તેનું વર્ણન સાંભળીને જાણે મારા હૃદયમાં અમૃતનું સિંચન થતું હોય તેવો આનંદ થાય છે. તે સાગર જેવા ગંભીર, વ્યોમ જેવા વિશાળ અને મેરુ સમ ઉન્નત છે. તારામાં ભક્તિ પણ એટલી બધી કે માતાને પીડા ના આપી. ઇન્દ્રનો સંશય ટાળ્યો. સમતા દ્વારા શૂલપાણી સેવક, ચોવીસ સ્તવનો ] ૨૪૭
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy