SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસત્તાના પ્રભાવક્ષેત્રમાં આવેલ સાધકના હૈયામાં શુભ ભાવોનો પ્રવાહ ઊછળવા માંડે છે. પાપોની નિન્દા દ્વારા કર્મોને આવવાનાં દ્વારા બંધ થાય છે. સુકૃત અનુમોદના દ્વારા જૂનાં કર્મો નિર્જરી જાય છે. કેવી સુન્દર આ ત્રિપુટી! મોહથી કલુષિત ચિત્તને નિર્મોહ બનાવવા માટેનો આ કેવો સરસ સાધનાક્રમ! અદ્ભુત છે શરણસ્વીકાર. અહમનું વિગલન સાધકને શરણાતિને પંથે લઈ જાય છે. શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ઘરે ચિત્ત રે...” જગતના સ્વામી અને જગતના મિત્ર અરિહંત પરમાત્માનું શરણ સાધક સ્વીકારે છે. સાધકની મનની આંખો સમક્ષ સમવસરણ ખડું થઈ જાય છે. સમવસરણમાં પરમાત્મા સિંહાસન પર બેઠા છે. દેશનાની રમ્ય ઝડી વરસી રહી છે. વચ્ચે વચ્ચે પુછાતા પ્રશ્નોનો પણ મધુરતાથી પરમાત્મા ઉત્તર આપી રહ્યા છે. સમેતશિખરની યાત્રાએ જઈ રહેલા એક મુમુક્ષુને મેં કહેલું : ઋજુવાલિકા નદીના કાંઠે કલાક બે કલાક જે ધ્યાનમાં સરી શકાય તો અઢી હજાર વરસોનો સમય કંઈ મોટો નથી. કૈવલ્યપ્રાપ્તિ પછી દેવાધિદેવ મહાવીર : પ્રભુના પ્રથમ સમવસરણની ધ્યાન દ્વારા મળેલ એ ઝલક ખરેખર અદ્ભુત હોય. બીજું શરણ સિદ્ધ પરમાત્માનું. જેમણે તમામ કર્મોનો ક્ષય કર્યો અને શિવનગરીનું રાજ હાથવગું કર્યું. એક સિદ્ધ પરમાત્મા સિદ્ધિમાં ગયેલા ત્યારે આપણે અનાદિ નિગોદમાંથી નીકળી બહાર આવેલા. આપણી વિકાસયાત્રા જેમની સિદ્ધિ દ્વારા શરૂ થઈ તે પરમાત્માના ચરણોમાં અનંતશઃ વન્દના. ત્રીજું શરણ સાધુ મહારાજનું. ભાવ નિર્ચન્થનું મુક્તિમાર્ગની આરાધના કરતાં, મહાવ્રતોના ધારક, ઉત્તર ગુણો(ચરણ સિત્તરિ કરણ સિત્તરિ આદિ)ના પાલક મુનિરાજના ચરણોમાં વન્દના. ચોથું શરણ ધર્મનું. દયાથી સોહતો આ ધર્મ સુખના હેતુરૂપ છે અને આ ધર્મ જ સંસારના સાગરને પેલે પાર જવા માટે નાવડી સમાન છે. (અમૃતવા ની રામાપ n re
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy