SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આથી યતિઓએ ટ્વેષ ધારણ કરીને શ્રી ઉપાધ્યાયજી મહારાજ ઉપર બહુ જ ભયંકર જુલ્મો ગુજાર્યા, છતાં તેઓ ડગ્યા નહીં અને તેમના ઘણા ગ્રંથોને અગ્નિશરણ કર્યા. આથી તે ગ્રંથો અલ્પ પ્રમાણમાં હયાતી ઘરાવે છે. ટીકાકાર મહાપુરુષોમાં પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજ વઘારે વખણાય છે, કારણ કે તેઓએ બનાવેલા ગ્રંથોમાં શબ્દોની અને પદાર્થની સરળતા બહુ દેખાય છે. આથી તે ગ્રંથોનો અભ્યબોધવાળા જીવો પણ હોંશથી લાભ લઈ શકે છે. આવી સરળતા શ્રીવાચકવર્યના પ્રાકૃતાદિ ભાષાના ગ્રંથોમાં જણાતી નથી, એમ ગ્રંથકાર પોતે પણ છેવટે સમજી શક્યા છે. માટે જ ગુજરાતી-હિંદી ભાષામાં પણ પૂજ્યશ્રીએ વિશાલ પ્રમાણમાં ગ્રંથરચના કરી છે. એક જ ગ્રંથકાર જુદી જુદી ભાષામાં વિવિધ પ્રયત્નો કરે, એવાં દસંતો વાચકવર્યની પહેલાના સમયમાં મળવા મુશ્કેલ છે. પ્રશસ્ય સરલ ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ અને સંગ્રહકાર શ્રી ઉમાસ્વાતિ વાચકવર્યની માફક પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજ દરેક પદાર્થના ખરા સ્વરૂપને નીડરતા અને મધ્યસ્થતા જાળવીને કહેવામાં સંપૂર્ણ પ્રશંસા પામેલા છે. માટે જ જ્યાં તેમના ગ્રંથોની સાક્ષી આપવામાં આવે, ત્યાં સર્વ કોઈ કબૂલ જ કરે છે. બારમી સદીના મહાન જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જેમ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પોતાના પ્રખર પાંડિત્ય અને ઉદાત્ત ચારિત્ર્યના બળે અઢારમી સદીના મહાન જ્યોતિર્ધર હતા. તેમણે જ્ઞાન અને ચારિત્ર્યનો સુમેળ સાધીને પોતાનું કલ્યાણ સાધવા સામે સમસ્ત સંઘને કલ્યાણનો માર્ગ દર્શાવ્યો હતો. શ્રી ઉપાધ્યાયજી મહારાજની એ અમર કૃતિઓ આપણને એ જ પરમ કલ્યાણનો માર્ગ દર્શાવે એ ભાવનાપૂર્વક આ લેખ અહીં સમાપ્ત કરું છું. ( મહાન જ્યોતિર્ધર ૧૫
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy