________________
બે લાખ શ્લોકની રચના કરી. તેઓના મોટા ભાગના ગ્રંથો અલભ્ય છે. આ મહાન જૈન મુનિવરે યોગ્ય સમયે અમદાવાદમાં જાહેર અવધાનના પ્રયોગ કરી બતાવ્યા હતા એવો ઉલ્લેખ પણ મળે છે. તેઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, સંયમ અને તપમાં ખૂબ જ ઉચ્ચ પ્રકારનું દીર્ધાયુ જીવન જીવ્યા અને પોતાના અદ્ભુત જ્ઞાનને કારણે તેઓ “લઘુ હરિભદ્ર તરીકે સંબોધાયા. વિ. સં. ૧૭૭૩માં ગુજરાતના વડોદરા શહેરથી આશરે ૧૯ માઈલ દૂર આવેલ પ્રાચીન દર્ભાવતી (વર્તમાનમાં ડભોઈ) શહેરમાં તેઓ કાળધર્મ પામ્યા.
સિદ્ધસેનના સાક્ષાત્ વિદ્યાશિષ્યપણાનું માન મેળવનાર, સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં “વિપુલ સાહિત્ય રચનાર” આ મહાન
તાર્કિકશિરોમણિ' ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીએ ક્યા વિષય પર નથી લખ્યું તે કહેવું જ મુશ્કેલ છે. તેઓની કૃતિઓ આગમિક અને સ્વતંત્ર તર્કમૂલક બન્ને પ્રકારની છે. આ કૃતિઓમાં પૂર્ણ તેમ જ અપૂર્ણ, ઉપલબ્ધ તેમ જ અનુપલબ્ધ, જૈન તેમ જ અજૈન ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ગ્રંથો સ્વયં જ તેમના “સર્વગ્રાહી પાંડિત્યનો પ્રખર પુરાવો છે. શૈલીની દષ્ટિએ જોઈએ તો આ કૃતિઓ ખંડનાત્મક, પ્રતિપાદનાત્મક અને સમન્વયાત્મક છે.” “અનેક ગ્રંથોની રચનાઓ દ્વારા તેઓ અદ્ભુત સમન્વયશક્તિ ધરાવતા અને જૈન તેમ જ અજૈન મૌલિક ગ્રંથોનું ઊંડું અધ્યયન કરીને જે તે વિષયની મહત્તમ ગહેરાઈએ પહોંચીને તેના ઉપર સમભાવપૂર્વક મંતવ્ય આપનાર૩ વિવિધ વાયના પારંગત એવા એક બહુશ્રુત વિદ્વાન તરીકેની કીર્તિને તેઓ પામ્યા.
અનેક માનાર્થ તેમ જ ગૌરવાસ્પદ બિરુદોને પામનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની જીવનઝાંખી જોયા બાદ આપણે તેમની કૃતિઓમાંથી ઊપસતી તેમની દાર્શનિક પ્રતિભાનું દર્શન કરવાનો પ્રયત્ન કરીશું તો અને તો જ તેમને યોગ્ય ન્યાય આપી શકીશું. કોઈ પણ વિદ્વાન કે ખ્યાતનામ વ્યક્તિની દાર્શનિક પ્રતિભાનું દર્શન કરવા તેણે રચેલી કૃતિઓની સંખ્યા કે વિષય તેમ જ ભાષાના માધ્યમની વિવિધતા વ. પર્યાપ્ત નથી. દાર્શનિક પ્રતિભા સમજવા માટે સૌ પ્રથમ આપણે સ્પષ્ટપણે એ જાણી લઈએ કે દાર્શનિક પ્રતિભા એટલે શું? આ માટે સર્જકની કૃતિઓના બાહ્યાંતર નહીં પણ અભ્યાંતર તત્ત્વોને પામવાં પડે,
૧. “શ્રી જૈન દર્શન મીમાંસા અને અન્ય લેખો'-પા. ૧૩૩. ૨. “વૈરાગ્યરતિ'-મુનિ યશોવિજયજી પા. ૧૫ ૩. “પાતંજલ યોગદર્શન-પં. સુખલાલજી પા. ૯
હાની Mતિમાં