________________
(મહાવીરસ્વામીનું સ્તવન “ધનાશ્રી' રાગમાં છે.
વિશેષતા ચોવીસે સ્તવનોનો સામાન્ય વિષય તે તે જિનેશ્વરના ગુણોત્કીર્તનનો છે, તેમ છતાં કોઈકમાં શબ્દની તો કોઈમાં અર્થની-કાવ્યતત્ત્વની વિશેષતા રહેલી છે. દા. ત., શ્રીસુપાર્શ્વનાથના સ્તવનમાં એ જિનેશ્વરનું ઠકુરાઈ (ઐથ્વયી વર્ણવતાં ૩૪ અતિશયો, વાણીના ૩૫ ગુણ અને ૮ પ્રાતિહાર્યોનો નિર્દેશ કરાયો છે. શ્રીધર્મનાથના સ્તવનમાં “થાશું” અને “થેં એમ બે મારવાડી પ્રયોગો છે. શ્રીકુન્થનાથના સ્તવનમાં એ તીર્થંકરનો રત્નદીપક તરીકે ઉલ્લેખ છે. એનું વર્ણન ભક્તામરસ્તોત્રના નિમ્નલિખિત સોળમા પદ્યનું સ્મરણ કરાવે છેઃ
“निघूमवर्तिरपवर्जिततैलपूरः कृत्स्नं जगत्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां
दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः॥ १६ ॥ શ્રી નમિનાથના સ્તવનમાં એમની સેવા કરવાથી આઠ મહાસિદ્ધિ અને નવ નિધિની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે. વળી હાથી, ઘોડા, પુત્ર, પુત્રી અને બાંધવની પ્રાપ્તિ, દષ્ટિનો સંયોગ અને અનિષ્ટ જનોનો અભાવ ઈત્યાદિ સાંસારિક લાભો ગણાવાયા છે.
શ્રી પાર્શ્વનાથનું સ્તવન ઉત્કૃષ્ટતાનાં ઉદાહરણો પૂરાં પાડે છે, જેમકે દેવોમાં ઈન્દ્ર, પર્વતોમાં મેરુ, પશુમાં સિંહ, વૃક્ષમાં ચન્દન, સુભટોમાં મુરારિ (કૃષ્ણ), નદીમાં ગંગા, રૂપમાં કામદેવ, પુષ્પોમાં અરવિન્દ, ભૂપતિઓમાં ભરત, હાથીઓમાં ઐરાવત, પક્ષીમાં ગરુડ, તેજસ્વીમાં સૂર્ય, વખાણ-(વ્યાખ્યાન)માં જિનકથા, મંત્રમાં નવકાર, રત્નમાં સુરમણિ, સાગરમાં સ્વયંભૂરમણ સમુદ્ર, ધ્યાનમાં શુક્લ ધ્યાન.
સન્તલન-સૂયગડ(અ. )નાં ૧૮માંથી ૨૪મા સુધીનાં પદોમાં શ્રેષ્ઠતાનાં ઉદાહરણો અપાયાં છે. તેની સાથે ઉપર્યુક્ત ઉદાહરણો સરખાવી શકાય. વળી ઋષભદાસે રચેલી અને નીચે મુજબની પંક્તિથી શરૂ થતી શત્રુંજયગિરિ-સ્તુતિ પણ વિચારી શકાય?
“શ્રીશત્રુંજય તીરથસાર, ગિરિવરમાં જેમ યે ઉદાર.”
૧. આ સ્તુતિ (થોય) કેટલાંક પુસ્તકોમાં છપાવાઈ છે. દા.ત., આત્મ-કલ્યાણ-માળા (પૃ.૧૪૪-૧૪૫, દ્વિતીય આવૃત્તિ)માં.
યaોલાવી
ર