SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વાયક યશોવિજયજીની ચોવીશીઓ, પ્રો. હીરાલાલ ૨. કાપડિયા L: ૧: ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજયગણિએ સંસ્કૃત, પાઈય (પ્રાકૃત), ગુજરાતી અને હિન્દી - એમ ચાર ભાષામાં કૃતિઓ રચી છે. એમણે ઐન્દ્રસ્તુતિમાં કૌશલિક શ્રી ઋષભદેવથી માંડીને તે આસન્નોપકારી શ્રીમહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરોની સંસ્કૃતમાં સ્તવના કરી છે. આવું કાર્ય એમણે આ ચોવીસ તીર્થંકરોને અંગે ગુજરાતીમાં કર્યું છે – એકેક તીર્થકરના ગુણગાનરૂપે એકેક સ્તવન રચ્યું છે. આમ જે ચોવીસ સ્તવનોની એમણે રચના કરી છે તેને “ચોવીશી' કહે છે. એમણે એકંદર ત્રણ ચોવીશીઓ રચી છે. એનો સંક્ષિપ્ત પરિચય હું આ લેખ દ્વારા આપું છું. .: ૨ : ગૂર્જર-સાહિત્ય-સંગ્રહના પ્રથમ વિભાગમાં ઉપર્યુક્ત ત્રણે ચોવીશીઓને સ્થાન અપાયું છે અને તે પણ સૌથી પ્રારંભમાં. પહેલી ચોવીશીની શરૂઆત જગજીવન જગવાલો” રૂપ આદિપદથી અલંકૃત શ્રીઆદીશ્વરના - ઋષભદેવના સ્તવનથી કરાઈ છે અને એ ચોવીશીનો અંત “ગિરુઆરે ગુણ તુમ તણા' થી શરૂ થતા અને મારી (સ્વર્ગસ્થ) માતાના મુખથી મેં નાનપણમાં અનેક વાર સાંભળેલા મહાવીર-સ્તવનથી કરાઈ છે. પરિમાણ-આ ચોવીસ સ્તવનો પૈકી ઘણાંખરાં પાંચ પાંચ કડીનાં છે. વિશેષ ચોકસાઈથી કહેવું હોય તો શ્રીઅભિનંદનનાથ, શ્રીવિમલનાથ અને શ્રીનેમિનાથનાં સ્તવનો છ છ કડીનાં છે. શ્રીપાર્શ્વનાથનું સ્તવન ત્રણ કડીનું છે અને બાકીના વીસ તીર્થંકરોનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. આમ આ આદ્ય ચોવીશીમાં એકંદર ૧૨૧ કડી છે. દેશી અને રાગ ચોવીસ સ્તવનોમાંથી પહેલાં બાવીસને અંગે “દેશીનો ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથનું સ્તવન “મહાર' રાગમાં છે અને શ્રી હિસ્સવોનાણીયો ના
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy