________________
તેમને રચેલી ચોવીશીમાં શુદ્ધ આત્મચૈતન્યને પૂર્ણતયા પામેલા પરમાત્માના ગુણોમાં રમણતા કરવાનું મનોહર સંગીત ગુંજી રહ્યું છે - શુદ્ધ આત્મદશાના નિર્મળ તેજની જ્યોત સ્થિરપણે ઝળહળી રહી છે. અનુભવરસના ઝરણાં વહી રહ્યાં છે. આત્મ સત્તાગત પરમાત્માને જગાડવાની દિવ્ય પ્રક્રિયાઓ છે. મોહનિદ્રામાં પોઢેલા આપણા ચેતનરાજને જગાડવામાં શંખનાદ સમાં આ સ્તવનો હૃદયના તારને ઝણઝણાવી સમ્યક્ દર્શનની અનુભૂતિમાં લઈ જાય છે. આત્મા અનુભવના અમર આનંદમાં એકાકાર થવાની લગની લગાડે છે. પરમાત્માના પરમ ભક્ત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની | અનુભવવાણી આ સ્તવનોમાં છે.
આત્માના પ્રદેશે પ્રદેશે પરમાત્મ પ્રેમનો ઝંકાર જગાડનાર અને આત્મસાક્ષાત્કારના અમૃતરસનું પાન કરાવનાર – દિવ્ય સાહિત્યના રચનારા આ પુરુષની “વાચક યશની અનુભવવાણી ને આત્મસાત કરી, આપણું જીવન જિન કથિત માર્ગે આગળ વધારવા ઉદ્યવંત બનીએ.
થોભારતી ૧૩૦