________________
१०
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીની અમૃતવેલની સજ્ઝાય
-પં. અરુણોદયસાગરજી મ.
પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ગુજરાતની એક અલૌકિક સંતવિભૂતિ હતા. આ વિભૂતિએ જાતની પરવા કર્યા વિના ભક્તિનો અહાલેક જગાવવા અવિરત પુરુષાર્થ કર્યો. જીવનની મૂલ્યવાન હર પળ અલખ જગાવવામાં ગાળી અને અલખનાં અમૃતઝરણાં સહુને માટે વહેવડાવવામાં અજોડતા હાંસલ કરી હતી. તેના નમૂનારૂપે તેમની અત્યંત પ્રસિદ્ધ કૃતિ છે ‘અમૃતવેલની સજ્ઝાય.' ખરેખર અમૃતની વેલ કેવી હોય છે ? તે ક્યાં સુધી આકાશમાં ઊંચે ઊંચે જાય છે ? અને તેનો પ્રભાવ, તેની છાયા શું કામ કરે છે ? તેનો એક ક્રમ આમાં અદ્ભુત રીતે વર્ણવ્યો છે. આ તેમની ભાવનાની સ્વરલહરી સાંભળ્યા બાદ કઠોર હૃદયનો માનવી પણ આફરીન પોકારી જાય.
સર્વ પાપોનું મૂળ તે છે ભ્રમણા. ભ્રમણાએ ભલભલાને ભમાવી નાખ્યા છે, ભમરડાની જેમ. કારણ ભ્રમણાઓ જ ભૂલો માટે જીવનમાં જવાબદાર છે. ઉન્નતિનાં શિખરે ભ્રમણા ચડવા દેતી નથી. દ્વિચત્ પુરુષાર્થના બળે ચડી પણ જાય તો એ પછી પાડે છે છેક તળિયે. માટે આ દેહમાં જે બિરાજમાન છે તેને સંબોધીને પૂ. ઉપાધ્યાયજી મહારાજ પોકાર કરે છે. ચેતનના સ્મરણે મોહનો પ્રબળ સંતાપ ઠેર ઠેર શમતો જોવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ દર્શન-આપણાં શરીરમાં ચેતનતાનું મૂળ કારણ ચેતન છે તેનાં સ્મરણોમાં જ છપાયા છે. આજે ઠેર ઠેર યુવાનો જુઓ કે બાળકો જુઓ માતાપિતાના ઉપકારને પગની હડફેટે શા માટે ચડાવતાં નજરે પડે છે ? તેનું મૂળ કારણ જોશો તો નજરે પડશે કે ચેતનના સ્મરણનો અભાવ. એક માત્ર દેહ ત૨ફની નજર શરીર વટવાળું રહેવું જોઈએ. કોઈ પણ ભોગે કપડાં ફેશનવાળા અપટુડેટ હોવાં જોઈએ. એનું પરિણામ એ આવે છે કે જીવન જ પોકળ બની જાય છે.
યશોભારતી છ ૮