SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મોહત્યાગાષ્ટક બાહ્ય પદાર્થ પ્રત્યે મમત્વ એ જ મોહ છે. મોહથી જ ચારિત્રનો નાશ થાય છે. અનન્ત સંસારમાં પરિભ્રમણ કરાવે છે. મોહનો ત્યાગ કરે છે તે તરત જ સંસારનો અન્ન આણે છે. આ મારું છે' એવી અનુભૂતિ એ જ મોહ છે. “આ મારું નથી અને હું એનો નથી” એ જ મહામોહનો નાશ કરનાર મહામંત્ર છે. શુધ્ધ આત્મદ્રવ્ય હું છું. અને શુધ્ધ જ્ઞાનગુણ મારો છે. આ જ હું છું. આ જ મારું છે. બાકીના તમામ પદાર્થ મારા નથી. આત્માનો વિભાવભાવ અશુધ્ધ છે. ૫. જ્ઞાનાષ્ટક આ અષ્ટકમાં જ્ઞાનની મહત્તા પ્રકટ કરી છે. પ.પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે – ભૂંડ વિષ્ટામાં રમણ કરે છે. તે જ રીતે અજ્ઞાની જીવ અજ્ઞાનમાં રમણ કરે છે. આ જ રીતે જ્ઞાની વિવેક જીવ જ્ઞાન અમૃતમાં રમણ કરે છે. નકામો અનિશ્ચિત વાદવિવાદ કરનારા પંડિતો તેલીના બળદની માફક વ્યર્થ જ ભ્રમણ કરનારા હોય છે. તેમનો જ્ઞાનાભાર નિરર્થક છે. - આત્મજ્ઞાન એ જ શ્રેષ્ઠ જ્ઞાન છે. એ અસામુદ્રિક અમૃત છે. ઔષધિઓ સાથે સંબંધિત નહીં એવું રસાયણ છે. ઉચ્ચકોટિનું ઐશ્વર્ય છે. ૬. શમાષ્ટક મનના વિકલ્પો શાન્ત થાય એ જ રામ, અજ્ઞાનથી કલ્પિત ઈષ્ટ અને અનિષ્ટના ભાવની કલ્પનાનો ત્યાગ કરી શુભ અશુભનો સમાનરૂપે વિચાર કરવો એ સમતા યોગ છે. કોઈ પણ વિષયમાં મનને એકાગ્ર કરવું એ ધ્યાન છે. શુભાશુભ અધ્યવસાય અનુસાર ધ્યાન પણ શુભ-અશુભ બની જાય છે. શમયુક્ત ઉત્તમ ધ્યાનથી વિકાર નાશ પામે છે. જેનું મન દિવસ અને રાત સમરૂપી અમૃતથી સિંચન પામતું હોય તે માનવ કદી પણ રાગ-દ્વેષરૂપી વિષધરથી ડંખ મારી શકતો નથી. ૭. ઇન્દ્રિયજયાષ્ટક સંસારના ભયથી મુક્તિ પામવા માટે ઇન્દ્રિયો પર વિજય મેળવવો એ નાનસાર' n ૧૧
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy