SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (વૈરાગ્ય કક્ષાના પ્રફ્લાદ ગ. પટેલ ઉપાધ્યાય યશોવિજયજીકૃત કૃતિયુગલ “વૈરાગ્યરતિ” અને વૈરાગ્યકલ્પલતા” પરવર્તી જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સ્વરૂપ-પ્રકારની દષ્ટિએ વિચારતાં આ કૃતિઓ રૂપકાત્મક કથાસાર મહાકાવ્યની અનેક લાક્ષણિકતાઓ ધરાવે છે. વૈરાગ્યરતિ ખંડિત કૃતિ છે અને વૈરાગ્યકલ્પલતા પૂર્ણ કૃતિ છે; વાસ્તવમાં તો નામભેદે ભિન્ન લાગતી આ એક જ કૃતિ છે, તેથી અહીં વૈરાગ્યકલ્પલતામાં વૈરાગ્યરીતિ અભિપ્રેત સમજવી. આ રૂપકાત્મક કૃતિ હોવાથી જૈન સંસ્કૃત સાહિત્યમાં તેનું સ્થાન વિચારતા પહેલાં રૂપક સાહિત્યના ઉગમ-વિકાસ તરફ દષ્ટિપાત કરવાનો ઉપક્રમ છે. જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં રૂપકનાં આદિબિંદુઓ આગમગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. અને એ જ રૂપકો ઉત્તરકાલીન કથાઓના મૂળસ્ત્રોત સમાન છે. પરંતુ આ આગમિક રૂપકાત્મક યા પ્રતીકાત્મક દાંતોમાં કથાદેહ માંસલ નથી, છતાંયે પરવર્તી જૈન કથાસાહિત્યમાં રૂપકાત્મક સાહિત્યનાં બી અહીં પડ્યાં છે. “સૂત્રકૃતાંગ'નું પુંડરીક અધ્યયન કે “જ્ઞાતા ધર્મકથા”નું ઘનશેઠ અને પુત્રવધૂઓનું દષ્ટાંત આકાર યા કથાવસ્તુની દષ્ટિએ પુષ્ટ નથી છતાં જૈન સાહિત્યનાં ઉપનયયુક્ત રૂપકોનાં કથાત્મક વર્ણનોની ઉગમભૂમિ છે. આને પગલે જ સંઘદાસ ગણિકૃત પ્રાકૃત કથા “વાસુદેવહિંડી(છઠ્ઠી સદી)નું મધુબિંદુ દષ્ટાંત. હરિભદ્રાચાર્યકૃત “સમરાઈઐકહા'(૮મી સદી)નું ભવાટવિ દāત કે | ઉદ્યોતનસૂરિકૃત “કુવલયમાલા'(શક સં. ૭૦૦)નું કુડંગ દ્વીપ દષ્ટાત ઉપનયો સાથે સર્જાયાં. ભારતીય સાહિત્યમાં રૂપકનું ખેડાણ જૈન સાહિત્યમાં સવિશેષ થયું છે, અને તે પણ બે સ્વરૂપે. (૧) દષ્ટાંત રૂપકો તરીકે (૨) સંપૂર્ણ રૂપકો તરીકે. આ ને પક્ષોભરતી g ઉજ૮)
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy