________________
યોગની મહોર છે, એ વીતરાગતાનું તેજ છે. જેમ પુણ્યશાળીનું મુખ જેવાથી દિવસ સારો જાય છે તેમ તારા દર્શનથી મારે રોજ દિવાળી થાય છે. વળી તું તો રાત-દિવસ સૂતાં-જાગતાં, ખાતાં-પીતાં હદયથી દૂર થતો નથી અને જ્યારે જ્યારે તારા ઉપકારોને હું યાદ કરું છું ત્યારે પરમાનંદ સુખ અનુભવું છું તે જીવને જડના સંયોગમાંથી છૂટો પાડવાનો રસ્તો બતાવ્યો. શ્વાસોચ્છવાસમાં પણ તું જ યાદ આવે છે. તારા ઉપકારોની યાદ સતત આવ્યા જ કરે છે. પાણી વિના જેમ માછલી તરફડે છે, તેમ તારા વિના વિરહની વ્યથા ભોગવતો તરફડું છું. સાગરમાં જેમ પાણી જ પાણી હોય છે, તેમ મારામાં પ્રભુ જ પ્રભુ એવો હું તારામય બની ગયો છું. તારા ઉપકાર-ગુણથી ભરેલો છું તેથી મનમાં એક પણ અવગુણ સ્થાન મેળવી શકે તેમ નથી અને આ ગુણો અન્ય ગુણોને મેળવી આપનારા ક્ષાયિકભાવવાળા છે. જેમ પૂર્ણ ખીલેલા કમળમાં સુગંધ જ હોય છે, ક્યાંય દુર્ગધ હોતી નથી તેમ પ્રભુમાં કોઈ અવગુણ દાખલ થઈ શકતો નથી. તારા ઉપર પ્રેમ કરવામાં આવે છે તે પ્રેમ અક્ષયપદને આપે છે, જે પદ આપ હે મારા નાથ ! ભોગવી રહ્યા છો. આ પદનું સ્વરૂપ એટલું ગહન છે કે તેને શબ્દો, વ્યંજનો, ઉપમાથી વર્ણવી શકાતું નથી, માત્ર અનુભવથી જ જાણી શકાય છે. જેમ સાકરને જોવાથી મીઠાશનો કંઈ ખ્યાલ ના આવે પરંતુ સ્વાદ કરવાનો અનુભવ કરવામાં આવે તો ખબર પડે કે તેમાં કેટલી મીઠાશ છે. તારા પરનો પ્રેમ ટોચ ઉપર પહોંચાડે છે, પણ પ્રભુ પરનો આ પ્રેમ એકાએક નથી કરી શકાતો. માટે હું તારાં સ્તવનો કરી, કીર્તનો કરી પ્રેમ માટે ઝંખું છું. સંસારી જીવે તો બધા સાથે પ્રેમ કર્યો છે, માત્ર તારી સાથે જ પ્રેમ નથી કર્યો. હવે હું તારા પ્રેમનો પ્યાલો પીવા માગું છું. જ્યારથી તારા આ પ્રેમનો અમૃતરસ ચાખ્યો છે ત્યારથી સંસારના બીજા રસ મને ઝેર જેવા, અંગારા જેવા લાગે છે. તારા ગુણો ઘણા. તે બધાનું સ્વરૂપ સમજવા અક્ષરો, શબ્દો, ઉપમા થોડી છે. વર્ણવી શકાતા નથી, પણ તાચ પરનો સાચો પ્રેમ છે તેથી તો હું આ ગુણોનો અનુભવ જરૂર કરું છું.
( પોલીસ સ્તવનો n ૨a )