________________
કહે છે કે “અજ્ઞાન નષ્ટ થયા પછી પણ જ્ઞાનીને સંચિત અદષ્ટ(=કમ)નો નાશ કરવા માટે ક્રિયાની આવશ્યકતા ઊભી જ રહે છે.” વેદાન્તી એમ કહે કે “જ્ઞાનીને સર્વ કર્મો બળી ગયાં હોવાથી કોઈ અદષ્ટ શેષ રહેતું નથી'- તો એ યોગ્ય નથી, કારણ કે એવું માનીએ તો જ્ઞાન થયા પછી તરત જ જ્ઞાનીનું મોત થવું જોઈએ અર્થાત અદષ્ટના અભાવે શરીર પણ છુટી જવું જોઈએ. કોઈ એમ કહેતું હોય કે “શરીર તો શિયાદિના અદષ્ટથી ટકી રહે છે - તો તો પછી શત્રુઓના અદષ્ટથી જ્ઞાનીના શરીરનો નાશ પણ માનવો પડે. ટૂંકમાં, ઉપાધ્યાયજી કહે છે કે આવા ઉશ્રુંખલા મતની ઉપેક્ષા કરીને એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે જ્ઞાનીને પણ શેષ પ્રારબ્ધ નામનું અદષ્ટ ખતમ ન થાય ત્યાં સુધી શરીર ટકી રહે છે અને એ અદષ્ટનો નાશ કરવા માટે તેને ક્રિયાનો આધાર લેવો જ પડે છે. માટે જ્ઞાનયોગની જેમ ક્રિયાયોગ પણ બેયસિદ્ધિ માટે આવશ્યક છે. જે લોકો માત્ર જ્ઞાનનું અભિમાન રાખીને ક્રિયા છોડી દે છે તે જ્ઞાન-ક્રિયા ઉભયથી ભ્રષ્ટ થયેલા નાસ્તિકો છે એમ ઉપા. મહારાજ સ્પષ્ટ કરે છે.
સામ્યયોગ શુદ્ધિ છે વિભાગ-૪: આ વિભાગમાં ગ્રન્થકારે સુંદર રૂપક આપ્યું છે “જ્ઞાન અને ક્રિયા બે ઘોડા સાથે જોડેલા સામ્યરથમાં બેસીને આતમરામ મુકિતમાર્ગે પ્રયાણ કરે છે. હવે જોડા ન પહેરવા છતાં પણ તેમને સુદ્ર કાંટા વગેરેનો ઉપદ્રવ નડતો નથી.” સમતાયોગમાં ઝીલનારા સાધકની ઉચ્ચ દશાનું આ વિભાગમાં ગ્રન્થકારે ખૂબ જ હૃદયંગમ વર્ણન કર્યું છે જે જૈનેતર વાચકને “ગીતા”ના સ્થિતપ્રજ્ઞ પુરુષની યાદ અપાવી દે એવું છે.
લોકોત્તરસમભાવમાં આરૂઢયોગી આત્મસાધનામાં અત્યંત જાગ્રત રહે છેઃ પારકી પંચાત પ્રત્યેતે બહેરો-આંધળો અને મૂંગો થઈ જાય છે. (ત્રણ વાંદરાનું રમકડું યાદ કરો.) સદા જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે. સાધનાના પંથમાં ગમે તેવાં પ્રબળ કષ્ટો સહેવાં પડે, તે સમભાવે સહી લેવા તૈયાર હોય છે. સમતાસુખના સરોવરમાંઝીલી રહેલોયોગી ક્યારેયબાહ્યસુખના કીચડથીપગબગાડતો નથી.
સૌથી મોટો સવાલ એ છે કે આવો શ્રેષ્ઠ સમભાવ શી રીતે આવે ? ગ્રન્થકારે તેનો ખૂબ સુંદર જવાબ આપ્યો છે. શુદ્ધ આત્મતત્ત્વ વિશે ક્રમશઃ વધુ ને વધુ ઊંડાણમાં થતું ચિંતન, જ્યારે કોઈ ધન્ય પળે શુદ્ધ આત્મતત્ત્વની સ્પર્શનરૂપ સંવેદનમાં પરિણમી જાય અને આત્મભિન્ન કશાનું ભાન જ ન રહે ત્યારે એવી ઉચ્ચ દશામાં કોઈ ઘણના ઘા મારે કે પુષ્પોથી પૂજા કરે, બંનેમાં સમભાવ
(ઉપનિષદનો પ્રસાદ n ૧૦૧ )