SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તેવો ને તેવો ટકી રહે છે. આવા ઉચ્ચ સમભાવની સિદ્ધિ માટે સાધકે ક્રોધાદિ કષાયોથી અત્યંત સાવધ રહેવાની જરૂર હોય છે. શ્રેષ્ઠ સમભાવના આદર્શરૂપે પ્રથકારે અહીં દમદન્તમુનિ, નમિરાજર્ષિ, ખંધકસૂરિના શિષ્યો, મેતાર્યમુનિ, ગજસુકુમાળમુનિ, અગ્નિકાપુત્ર આચાર્ય, દઢપ્રહારી વગેરે અનેક સમતાયોગીઓનું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. પરિશેષ૦. આ ગ્રન્થના પ્રારમ્ભમાં મંગલશ્લોકમાં વીતરાગદેવને પ્રણામ સાથે ગ્રન્થકારે વાદેવતાબી કારનું પણ સ્પષ્ટ સ્મરણ કર્યું છે, જે તેમના લગભગ દરેક ગ્રન્થોમાં ઉપલબ્ધ થાય છે. પૂ. મુનિ સુંદરસૂરિ મહારાજે જેમ પોતાની દરેક કૃતિઓમાં પ્રારમ્ભ “જયશ્રી” શબ્દમુદ્રાનું અંકન કર્યું છે તેમ આ ગ્રન્થકારે પણ આ ગ્રન્થમાં દરેક વિભાગને અંતે “યશાશ્રી' શબ્દમુદ્રાનું અંકન કર્યું છે. આ ગ્રન્થની પ્રાચીન હસ્તપ્રતો હાલ બે-ચારથી વધુ મળતી નથી. પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રન્થને, વીતરાગસ્તોત્ર યોગ-સારપ્રામૃત વગેરે પ્રાચીન અનેક ગ્રન્થોના અક્ષરશઃ લીધેલા શ્લોકોથી શણગાર્યો છે તથા “જ્ઞાનસાર' નામના ગ્રન્થકારના જ બનાવેલા અષ્ટકગ્રન્થના મગ્નતાષ્ટક, અનુભવાષ્ટક, નિર્લેપતાષ્ટક, ક્રિયાષ્ટક વગેરેના અનેક શ્લોકો આમાં પણ અક્ષરશઃ ઉપલબ્ધ હોવાથી તે તે શ્લોકોનો ભાવાર્થ સમજવામાં જ્ઞાનસાર ગ્રન્થનો ગ્રન્થકારે પોતે જ બનાવેલો દબો ખૂબ જ ઉપયોગી બની રહે તેમ છે. અધ્યાત્મોપનિષદ્મન્થ ઉપર હમણાં જ પૂ. ભદ્રંકરસૂરિજીએ ટીકા રચી છે. આ ગ્રન્થમાં પૂ. ઉપાધ્યાયજીએ ચાર વિભાગોમાં ખરેખર અધ્યાત્મપ્રેમીઓ માટે ઉત્તમ સામગ્રી સંચિત કરીને આપી છે. ગ્રન્થકાર તે સમયના જૈન-જૈનેતર દર્શનશાસ્ત્રોના અને તર્કગ્રન્થોના પ્રખર અભ્યાસી હોવા છતાં આ ગ્રન્થમાં તેઓએ તર્ક-વિતર્કની પરમ્પરા લમ્બાવવાને બદલે સાધકોને ઉપયોગી મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે તેમના જીવનની ઉચ્ચ યોગિદશા-સાધકતામાં સાખ પુરાવે છે. ખરેખર હવે એમ કહેવાનું મન થાય છે કે અધ્યાત્મ-ઉપનિષદ્ સમગ્ર અધ્યાત્મવિશ્વ (spiritual sphere)નું ઝળહળતું રત્ન છે. { થયોભારતી n ૦૨ |
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy