________________
[ આધ્યાત્મ સની હેલી )
૫. ધીરજલાલ મહેતા જૈન શાસનમાં અનંત ઉપકારી શ્રી તીર્થંકર ભગવન્તો કેવળજ્ઞાન પામ્યા પછી સૌ પ્રથમ ધર્મદશના આપે છે. તેઓની ધર્મદિશનાને તેમના પ્રથમ શિષ્યો = ગણધરભગવન્તો શાસ્ત્ર-નિબદ્ધ કરે છે. ત્યાર બાદ તે શાસ્ત્રોનાં પઠનપાઠન-અધ્યયન-અધ્યાપન શિષ્યપરંપરાઓમાં ચાલે છે. અવસર્પિણી કાળના પ્રભાવે દિન-પ્રતિદિન હાનિ પામતી બુદ્ધિ-શક્તિ અને જિંદગીના કારણે તથા અકથ્ય દુષ્કાળાદિના પણ કારણે તે તે શાસ્ત્રો તથા શાસ્ત્રોના અર્થો છિન્નભિન્ન-અને ત્રુટિત થતા હોય છે. તેથી આવા અગમ્ય ગ્રંથોના શબ્દોનું અર્થઘટન ઘણું જ દુષ્કર બનતું જાય છે.
આવા પ્રસંગે કોઈને કોઈ અપૂર્વસાહિત્યસર્જક અને પૂર્વાચાર્યકતશાસ્ત્રોદીપક મહાન વિભૂતિ પાકે છે. પૂ. સુધર્માસ્વામી પછી શ્રી ભદ્રબાહુસ્વામીજી, જિનભદ્રગણિલમાશ્રમણજી, સિદ્ધસેનદિવાકરસૂરિજી તથા બપ્પભટ્ટસૂરિશ્વરજી આદિ અનેક મહાન સંતપુરષો થયા છે કે જેઓએ પોતાની સમગ્ર જિંદગી સાહિત્યની સેવાની ઉપાસનામાં સમર્પિત કરી છે. જેઓના સર્જેલા એકેક ગ્રન્થો મહાકાય છે અને સમજવા પણ મુશ્કેલ બને તેવા છે.
આ સર્વે મહાત્માઓના યુગ પછી સાહિત્યક્ષેત્રે પૂ. હરિભદ્રસૂરિજી તથા હેમચંદ્રાચાર્યજી થયા. પૂ. હરિભદ્રસૂરિજીએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં વિપુલ સાહિત્ય રચ્યું છે. સમરાઈકહા, યોગશતક, યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિન્દુ, ધર્મબિન્દ, ષોડશક અને અષ્ટકજી આદિ અલૌકિક સેંકડો ગ્રંથોનું સર્જન કર્યું છે. પૂ. હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ' વ્યાકરણ તથા તેના ઉપરની વિવિધ ટીકાઓ આદિ અદ્ભુત શાસ્ત્રો બનાવ્યાં છે. ત્યાર બાદ નજીકના જ ભૂતકાળમાં થયેલા પૂજ્ય યશોવિજયજી મહારાજ સાહેબે તો લોકો આશ્ચર્યમુગ્ધ બને તેવું સાહિત્ય આપ્યું છે. એટલું જ નહિ, પરંતુ ભાષાની દષ્ટિ એ કઠિન ગણાતી નવ્યન્યાયની ભાષાનો વિસ્તૃતોપયોગ કરી મહાપુરુષોના હૈયાના ભાવને તર્કગમ્ય સાબિત કરવા સવિશેષ પ્રયત્ન કર્યો છે.
અક્બર રાજાના પ્રતિબોધક પૂજ્ય શ્રી હીરસૂરિશ્વરજી મ.સા. ના સમુદાયમાં આજથી લગભગ ૩૦૦ થી કંઈક અધિક વર્ષો પૂર્વે આ મહાત્માનો
( યમોભારતી n ૧૬૨