________________
સામગ્રી પૂરી પાડી છે. નવ્ય ન્યાયના પણ એ તલસ્પર્શી વિદ્વાન તે એમણે સમર્થ શાસ્ત્રકાર આચાર્ય હરિભદ્રસૂરિજી મ. ના શાસ્ત્રવાર્તા સમુચ્ચય આદિ ગ્રંથમાંના વાદો નવ્ય ન્યાયની શૈલીથી ચર્ચાને ભારતીય દર્શનોમાં જૈન દર્શનની સર્વોપરિતા અદ્ભુત રીતે પ્રતિષ્ઠિત કરી છે. હું ઈચ્છે છે કે જૈન શ્રવણ સંઘની આ વિરલ વિભૂતિના ગ્રન્થોનું અધ્યયન-અધ્યાપન વધે જેથી આવતી પેઢીમાં શ્રમણ પેઢીમાં એની પરંપરા ચાલે અને એ શ્રાવકસંઘને પણ એમાંથી રસઝરણાં મળતાં રહે અને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની આરાધનાને વિશેષ ઉત્તેજિત કરતી રહે.
આ. શ્રી વિજયભુવનભાનુસૂરિશ્વરજી
(કોલ્હાપુર) જિનેશ્વર પરમાત્માના શાસનના મહાન પ્રભાવક પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની બહુમુખી પ્રતિભાનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. તે મહાપુરુષ વિશે આપે જે વ્યાખ્યાનમાળા ગોઠવી છે તે બહુ આનંદની વાત છે. જનતાને એ મહાપુરુષ વિશે જગતમાં વિશિષ્ટ જાણકારી થાય એ બહુ આવશ્યક છે.”
આચાર્ય જંબૂવિજયજી
(શંખેશ્વર) અનોખા આ આયોજનની પાછળ યશોભારતી પ્રવચનમાળા સમિતિની દૂરદશિતા દાદ માંગી લે છે. જિનશાસનના અપ્રતિમ તેજપુંજ સમાન તથા સુરિપુરંદર આ.દેવ પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મ. કલિકાલસર્વજ્ઞ પૂ. હરિચંદ્રસૂરિ મ. ની ઝાંખી કરાવી આપતાં પૂજ્ય મહોપાધ્યાયશ્રીની અસ્મિતા આ આયોજનથી ઝળકી ઊઠશે.
અધિકારી અનેક પ્રવકતાઓને મળેલી આ તકના માધ્યમે પૂજ્યશ્રીના જીવનના જાણ્યા અજાણ્યા અનેક પાસાંઓને પ્રસ્તુત કરી પૂજ્યશ્રીની વિરલતાને વ્યક્ત કરશે. આ આનંદ બક્ષી જાય તેવી વાત છે.
હૃદયની વાત જણાવવા માટે એક સુયોગ્ય મોકો મળ્યો છે, તો ઇચ્છાને દાવ્યા વિના જણાવી દઉં કે આ ટાણે મહોપાધ્યાય પૂજ્યશ્રીના ઉપલબ્ધ સાહિત્યને સંપૂર્ણ સન્માન મળે.
એ પણ માત્ર “વાહ વાહ” “ખૂબ સરસ” “ખૂબ સુંદર'ના માત્ર પોકારોથી જ નહિ. કોઈ નક્કર કદમ ઊપડે જેથી એ સાહિત્યના અધ્યયન-અધ્યાપન અને અભ્યાસ માટેનું નવી ક્ષિતિજ ઊઘડે જેથી આજના યુગને નવું માર્ગદર્શન
ભાવાવ n ૨૭૭