SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્યરૂપ અમૃતકુંડોની સ્થિતિના સ્વામી ક્ષમાનું પાલન કરતા સ્વામી શેષનાગની જેમ શોભી રહે છે, મહાદેવની જેમ શોભે છે. વળી ગણ જ્ઞાનદર્શન ચારિત્રમાં રહેલા આત્માને અરિહંતપદની - સિદ્ધિપદની પદવી દૂર નથી, તે જ તેની સર્વ સમૃદ્ધિ છે. હે મુનિ, જો તું સાથે સાથે કર્મનો વિપાક પણ જાણી લે. દુ:ખમાં દીન ના બનીશ. અશુભ કર્મના ઉદયથી યોગ્ય ભિક્ષા પણ મળતી નથી. દુષ્ટ ભાવોમાં રમીશ નહીં. જે અગિયારમા ગુણસ્થાનક સુધી પહોંચેલાને પણ કર્મ પછાડે છે તો તું તેથી સાવધ થા. અનંત સંસાર પરિભપ્રણ કરાવે છે. માટે તું કર્મના શુભાશુભ વિપાકને હૃદયમાં વિચારીને સમતા ધારણ કર, તો જ જ્ઞાનાનંદરૂપનો ભોગી બની શકે છે. ભવનો ઉદ્વેગ કર. સંસાર-સમુદ્રથી સદા કંટાળેલા જ્ઞાની પુરુષો સદા તરવાનો પ્રયાસ કરે છે. ભવ પરિભ્રમણથી ભય પામેલા મુનિ ચારિત્ર ક્રિયામાં જ એકાગ્ર ચિત્તવાળા હોય છે, ઉપસર્ગોનો ભય નથી હોતો, કારણ સંસારના પરિભ્રમણનો ભય છે માટે તે સહન કરે છે અને તે ભવ-ભય સમાધિમાં જ વિલીન થઈ જાય છે. લોકો કહે તેમ કરવું તેવી લોકસંજ્ઞાનો ત્યાગ કર. બીજા કહે માટે કરવું. શાસ્ત્રાર્થનો વિચાર ન કરવો, તેમ દુબુદ્ધિવાળા લોકો કહે છે, જનરંજન માટે શુદ્ધ ધર્મનો ત્યાગ ના કરાય. મિથ્યાદષ્ટિવાળા ઘણા છે, માટે બધા તે કહે તે જ કરવું તે ખોટું છે. મોક્ષના અર્થીઓ લૌકિક તેમ જ લોકોત્તર | માર્ગમાં થોડા જ છે? રત્નના વેપારી થોડા હોય છે, તેમ આત્માની સાધના કરનાર પણ થોડા જ છે. આથી જ્ઞાન વધુ મેળવવાનો પ્રયાસ કરવાનો છે, શાસ્ત્રદષ્ટિ શું છે તે જાણવું જરૂરી છે. સિદ્ધોને કેવળ જ્ઞાનની આંખ હોય છે. અને તેમાં જોયેલા પદાર્થનું શાસ્ત્રમાં નિરૂપણ થયું છે માટે મુનિભગવંતોને શાસ્ત્ર એ જ આંખ છે. તેના દ્વારા સર્વ ભાવોને આંખ સમક્ષ જોઈ શકે છે. શાસ્ત્રનું વચન તે વીતરાગનું વચન છે. તેનાથી વીતરાગની સ્મૃતિ થાય છે અને તેથી સર્વ અર્થોની સિદ્ધિ થાય છે. તેથી જ શાસ્ત્રમાં કહેલું માનનાર, પાળનાર જ્ઞાન ધારણ કરનાર આત્મા મોક્ષ પામે છે. પરિગ્રહ એ સંસાર વધારનારો છે, જે દશમો ગ્રહ ગણાય છે. એ સાધુજીવનથી પતિત કરી દે છે. માટે તે છોડવાનો છે. બાહ્ય ભાવો-પરિગ્રહ પ્રત્યે જે તણખલાની જેમ ઉદાસીન ભાવ રાખે છે તેના ચરણકમળ ત્રણેય લોકના જીવો સેવે છે. પરિગ્રહનો ત્યાગ કરતાં સઘળાં પાપો ચાલ્યાં જાય છે. મૂચ્છથી રહિત યોગીઓને સંપૂર્ણ જગત અપરિગ્રહ કરવા જેવું બરસા RT
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy