SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ નિઃસ્પૃહ જ હોય છે. પોતાના સ્વભાવ સિવાય આત્માને બીજું કંઈ મેળવવાનું નથી એવું સમજીને જે આત્મા જગને તૃણવતુ લખે છે તે ઇચ્છા વિનાનો થઈ મોક્ષેચ્છુ બની જાય છે તેમ નિ:સ્પૃહાષ્ટકમાં જણાવ્યું છે. આવા આત્માઓ ધર્મજીવનનો નાશ કરનારી સ્પૃહારૂપી વિષવેલડીને જ્ઞાનરૂપી દાતરડાથી કાપી નાખે છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ તેરમા મૌનાષ્ટકમાં ફરમાવે છે કે કોઈને શંકા પડે ત્યારે બોલ્યા વિના ચૂપ બેસી રહેવું તે “મૌન” નહીં, પણ જગતના તત્ત્વને જે શ્રધ્ધાપૂર્વક માને છે તે સમ્યકત્વ એ જ મૌન છે. આત્મગુણોમાં રમણ કરવા માટે મૌન સર્વોત્તમ છે. આ મારો આત્મા શુધ્ધ છે, નિત્ય છે એવું વિઘાષ્ટકમાં પ્રરૂપેલું છે. શરીરને પવિત્ર અને શાશ્વત નહીં, પણ આત્માનાં ગુણોને પવિત્ર માનનાર જ વિદ્યાવાન છે. વિવેકાષ્ટકમાં હંસ જેમ દૂધ અને પાણી છૂટાં પાડી શકે છે તેમ વિવેકરૂપી ચક્ષુથી આત્મા જીવ અને કર્મને જુદાં કરે છે તે દર્શાવ્યું છે. જડ અને ચેતન વચ્ચે ભેદ સમજે જેમ કે શરીર એ જડ છે અને આત્મા એ ચેતન . આ તત્ત્વને વિવેકદષ્ટિવાળા આત્માઓ જાણે છે. તીર્થંકર ભગવંતા એ દરેક મનુષ્યને પોતાની ભાવના મધ્યસ્થ રાખવી જોઈએ તેવું કહ્યું છે. મધ્યસ્થદષ્ટિ એટલે કોઈ પણ આત્મા તત્ત્વને, ઘર્મને સમજે નહીં, અનુસરે નહીં તો તેના પ્રત્યે દ્વેષ નહીં ધરતાં એના અશુભ કર્મોનો ઉદય જાણી દયા ચિંતવવી. સત્યતત્ત્વને પરીક્ષા કરીને ગ્રહણ કરવું એ મોક્ષનું આરાધકપણું છે અને મધ્યસ્થદષ્ટિ છે. નિર્ભયાષ્ટકમાં આત્માની નિર્ભયતા વિશે કહેવામાં આવ્યું છે. સંસારમાં દરેક જણ આધિ, ઉપાધિ અને વ્યાધિએ કરીને ભયથી સંતાપ અનુભવતો હોય છે. જન્મ, જરા અને મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે. આવા સમયે આત્મજ્ઞાનમાં રમણ કરતા વિરલ આત્માઓ જ નિર્ભયપણાને પામે છે. અનાત્મશંસાષ્ટકમાં આત્મપ્રશંસા કરવી વ્યર્થ છે. આત્મપ્રશંસા કરવાથી આત્માના ગુણો નાશ પામે છે અને નીચ ગોત્રપણું બંધાય છે. તત્ત્વદષ્ટકમાં તત્ત્વદષ્ટિ પામેલા ચિદાનંદ સ્વરૂપમાં મગ્ન પુરુષો વિશે કહેવામાં આવ્યું છે, જે તત્ત્વને જાણે છે તેવા આત્માઓ ચર્મચક્ષુથી સ્ત્રી, પુરુષ, શરીર, વાડી, હાથીઘોડા, ધનધાન્ય આદિમાં ભ્રાન્તિ નહીં પામતાં સંસારના સર્વપદાર્થોને અસાર અને અશાશ્વત સમજે છે. પૂર્વોક્ત બાહ્યદષ્ટિનો તેણે ત્યાગ કર્યો છે એવા તત્ત્વદષ્ટિ મહાપુરુષોને સર્વસમૃધ્ધિ પોતાના આત્મામાં પ્રત્યક્ષ દેખાય છે. આવા આત્માઓ ધીરજ, સમતા, સમાધિ, જ્ઞાન, ક્રિયા, ( પાનમાર ૨૦૧ ) છે.
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy