SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના જીવોની આ દયનીય દશા જોઈને તત્ત્વદષ્ટા યોગીપુરુષોનું હૃદય દ્રવી ઊઠે છે અને તેઓ આ તુચ્છ, ભૌતિક પ્રેમને રૂપાન્તરિત કરવાનો સચોટ, સ્વાનુભવજન્ય, શાસ્ત્રમાન્ય માર્ગ બતાવે છે. પ્રત્યેક જીવ પ્રચ્છન્ન શિવ છે. એ હકીકતને ધ્યાનમાં રાખીને શિવસ્વરૂપ પરમાત્મતત્ત્વ સાથે અને જેનામાં શિવત્વ રહેલું છે તે જીવતત્ત્વ સાથે પ્રેમી કેળવવો જોઈએ. તેનામાં રહેલા જ્ઞાન આદિ ગુણો સાથે પ્રેમ કેળવવો જોઈએ. પ્રેમનો માત્ર પદાર્થ જીવતત્ત્વ છે, જડ નહીં. જડ વિજાતીય તત્ત્વ છે. જીવ સજાતીય તત્ત્વ છે. વિરતીય જડ સાથેનો પ્રેમ જીવàષમાં પરિણમે છે. જીવને આપેલો પ્રેમ અનંતગુણો થઈને સ્વ-પરહિતમાં પરિણમે છે. માટે મોહ અને પ્રમાદને જરા પણ મચક આપ્યા વિના પ્રભુપ્રેમપરાયણ બનવાનો દઢ સંકલ્પ કરી, તેને અનુરૂપ ભવ્ય પુરુષાર્થ કરવા તત્પર રહેવું બનવું. પ્રભુ તે છે, જે સર્વ જીવોના ઉત્કૃષ્ટ હિતચિંતક અને હિતકર્તા છે. પૂર્ણ, શુદ્ધ પ્રેમસ્વરૂપ છે. ચિન્મય છે. આનંદઘન છે. આવા અગણિત અનંત ગુણોના પ્રકર્ષને પામેલા પુરુષોત્તમ શ્રીઅરિહંત પરમાત્મા છે. તેમને ઉત્કૃષ્ટ પ્રેમ આપવાથી, નિર્મળભાવે આરાધવાથી આપણામાં રહેલી જડતા અને મલિનતા દૂર થાય છે. પૂર્ણને આપેલો પ્રેમ તે નિજપૂર્ણત્વને પરિપૂર્ણતયા પ્રકાશિત કરવાનો સ્વધર્મ બજાવે છે. માટે જ પૂર્ણશુદ્ધ પરમાત્માના પ્રેમમાં પાગલ બનેલો પ્રેમી, પોતામાં છૂપાઈને રહેલા પરમાત્મસ્વરૂપને યથાસમયે પામી શકે છે. પૂર્ણને પૂર્ણતયા સમર્પિત થવું તેનું નામ પ્રેમ છે. આવા પ્રેમને પાત્ર થ્રીઅરિહંત પરમાત્મા છે. જીવનમાં એક વાર પણ જો આપણે પ્રભુને પ્રિયતમ બનાવી શકીએ, તો આપણને દઢપણે પ્રતીત થશે કે પ્રભુ પરમ પ્રીતિપાત્ર છે. કદાચ કોઈને શંકા થાય કે પૂર્ણ શુદ્ધ પરમાત્માને વળી પ્રેમની શી જરૂર? પ્રભુ તો સર્વથા કૃતકૃત્ય છે. એમને કશાનો ખપ નથી, પણ ખપ આપણે છે, એમના પરમપ્રેમનો અને તેની પ્રાપ્તિ એમના પ્રત્યે અનન્ય પ્રેમભાવ પ્રગટાવવાથી જ થઈ શકે છે. જે પ્રેમ સરવાળે આત્મ-સ્નેહમાં પરિણમીને આત્મશુદ્ધિકર નીવડે છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે, ત્યારે આત્મા અને પરમાત્મા વચ્ચે કેવો નિકટતર સંબંધ સ્થપાય છે અને કેવા દિવ્યતમ આનંદની અનુભૂતિ થાય છે, તે પ્રભુ-પ્રેમ-મગ્ન પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આ મશોભારતી n 1જ
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy