________________
આત્માના શુદ્ધ અનુભવને પ્રાપ્ત કરવા માટે યોગાષ્ટકમાં પાંચ ભેદ બતાવ્યા છે તે પ્રમાણે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ દ્વારા આત્મા યોગદષ્ટિ કેળવી શકે છે. આત્માને મોક્ષની સાથે જોડી દે તે યોગ કહેવાય છે. શાસ્ત્રનાં સૂત્રો પણ યોગોદૃવહન કહીને ભણાવાય છે, કારણ કે યોગરહિત શાસ્ત્રો ભણવાથી દોષ લાગે છે અને યોગ રહિતથી શાસન જળવાતું નથી. | નિયાગાષ્ટકમાં હિંસાયુક્ત હોમનો ત્યાગ કરી અનાદિના સંસારથી છૂટવા માટે કર્મનો હોમ કરવાનું જણાવ્યું છે. આઠે કર્મો આત્માના સ્વાભાવિક ગુણોને રોકનાર સજ્જડ તત્ત્વ છે. એ કર્મોનો હોમ કરવા માટે પૂજા, ધ્યાન અને તપ કરવાનું જણાવ્યું છે. પૂજાષ્ટકમાં સાધુઓ અને શ્રાવકોને કરવા યોગ્ય પૂજા કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. ત્યાગીઓને માટે નિર્વિલ્પ ભાવપૂજા ફરમાવી છે. દયા, વિવેક, સંતોષ, ભક્તિ, શ્રદ્ધા, ક્ષમા, સમતા, સમાધિ, ધ્યાન, જ્ઞાન, અનુભવ વગેરે ત્યાગીઓ માટે ભાવપૂજાનાં ઉપકરણો છે. ગૃહસ્થ શ્રાવકોને દ્રવ્યપૂજા અને સત્યકલ્પ ભાવપૂજા કરવાનું જણાવ્યું છે. | પરમાત્માની પૂજા કરવાથી વિનય-વિવેક વગેરે ગુણો પ્રગટે છે અને આત્મા | ખુદ પરમાત્મા બની શકે છે. પરમાત્માની પૂજા સાથે ઉત્કૃષ્ટ ધ્યાન ધરવાનું
ધ્યાનાષ્ટકમાં કહ્યું છે. શુદ્ધ સહજાનંદી આત્માનુભવ માટે પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરવાથી આત્મા પણ પરમાત્મા બની જાય છે. ધ્યાન, ધ્યેય અને ક્રિયા-એ ત્રણે દ્વારા પરમતત્ત્વને મનમાં સ્થાપી એકાગ્રચિત્તે ધ્યાન દ્વારા ધ્યાનદશા પ્રાપ્ત કરી શકાય છે. પૂજા અને ધ્યાનની જેમ આત્મા પર ચોટેલા કર્મફલને ઉખેડવા માટે તપ શ્રેષ્ઠ સાધન છે. તપાષ્ટક દ્વારા પૂજ્યશ્રી સૂચવે છે કે બારે પ્રકારનાં તપ દ્વારા આત્મા કઠિન કર્મોનાં મૂળિયાં ટૂંક સમયમાં કાપી શકે છે. જ્ઞાનચારિત્રાદિ ગુણોની પ્રાપ્તિ માટે ધ્યાનરહિત ન થાય, સ્વાધ્યાયને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયો ક્ષીણ ન થાય તે રીતે શક્તિ પ્રમાણે તપ કરવું જોઈએ. સર્વનયા શ્રેયાષ્ટકમાં જિનેશ્વર ભગવંતોએ કહેલો વચનમાર્ગ સાત નયથી શુદ્ધ વસ્તુનું સ્વરૂપ સમજાવે છે. નિશ્ચય અને વ્યવહારથી એક નય બીજા નયથી જુદો પડે છે, પણ સાપેક્ષ રીતે અભિન્ન જ હોય છે માટે જ્ઞાનીઓ સર્વ નયનો આશ્રય લઈને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે છે. સર્વ નયોમાં સત્યાસત્ય ધર્મનું દર્શન કરાવવામાં આવે છે. સર્વ નયને જાણનાર જગત જનને ઉપકારી થાય છે, પરંતુ એક જ નયનો આરાધક મિથ્યાવાદી અને ગર્વયુક્ત છે. સર્વ નયોના પ્રરૂપનાર શ્રી જિનેશ્વર ભગવંતોને ખરેખર વારંવાર નમસ્કાર કરવા યોગ્ય છે.
કિશાનસાર | ૨૭૩