________________
બ્રહ્મચર્યાદિ ગુણો, વિવેક, અધ્યાત્મ વગેરે ગુણોથી ઇન્દ્રો કરતાં પણ અધિક સમૃધ્ધિવંત છે તેમ સર્વસમૃદ્રયષ્ટકમાં પ્રરૂપેલું છે. આવા સર્વસમૃધ્ધિવંત આત્માઓ કર્મના ઉદયને પણ સમભાવે સહન કરી સુખ, દુ:ખ, હર્ષ, શોક પામતાં નથી કે ભય પણ પામતાં નથી. કર્મવિપાકાષ્ટકમાં સર્વ જગતના જીવો કર્મવશ છે એમ દર્શાવ્યું છે. કર્મો સમભાવે સહન કરવાની શક્તિ સંસાર પર ઉદ્વેગ આવે ત્યારે જ શક્ય બને છે. ભવોàગાષ્ટકમાં કહ્યું છે કે, સંસારમાં જેને રુચિ હોય તેને સુખ કે દુઃખમાં સમભાવ પેદા થતો જ નથી.
સમજાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સંયમનું મહત્ત્વ લોકસંજ્ઞાત્યાગાષ્ટકમાં લખે છે કે સંયમમાર્ગને જે જાણતા હોય અને તે માર્ગ અંગીકાર કરવાને સમર્થ હોય એવા વિરલૂ આત્માઓ જ સંયમમાર્ગ અનુસરે છે. અનાધિકાળથી ચાલી આવતી પરંપરાએ ગાડરિયા પ્રવાહની જેમ વહેનારા મનુષ્યો ઘણા જ હોય છે, પરંતુ વીતરાગ પ્રરૂપિત શુદ્ધ ધર્મને અનુસરનારા મનુષ્યો થોડા હોય છે. પ્રવર્તમાનકાળમાં આ પરંપરા બહુ જ ચાલી આવેલી જોવા મળે છે, કારણ કે મિથ્યાદષ્ટિ આત્માઓ ઘણા જ છે. શુદ્ધ માર્ગને બતાવનારા કેવલી ભગવંતો દિવ્ય કેવલચક્ષુવાળા હોય છે. દેવો અવધિચક્ષુવાળા હોય છે, મનુષ્યો ચર્મચક્ષુવાળા અને મુનિઓ શાસ્ત્રચક્ષુવાળા હોય છે. કેવલી ભગવંતોની અનુપસ્થિતિમાં શાસ્ત્રનું શુદ્ધ સ્વરૂપ સમજાવનારાં વર્તમાનકાળમાં સાધુસાધ્વીજી મહારાજો જ છે એમ શાસ્ત્રાષ્ટકમાં કહ્યું છે. પરમાત્માએ પ્રરૂપેલો જૈનધર્મ મુખ્યત્વે અહિંસા અને અપરિગ્રહ એ બે સિધ્ધાંતો પર આધારિત છે. ધનધાન્ય, સુવર્ણ, નોકરો, વાડી વગેરેના પરિગ્રહમાં મૂર્છિત બની મનુષ્ય આત્મસ્વભાવને ભૂલી જાય છે અને વધુ ને વધુ પરિગ્રહ માટે તૃષ્ણાના મૃગજળ પાછળ દોડ્યો જ જાય છે. કાંચળી તજ્યાયી સર્પ જેમ ઝેરરહિત થતો નથી તેમ પરિગ્રહનો ત્યાગ માનસિક હોવો જોઈએ. આ માટે આંગ્લ કવિ કહે છે કે,
‘Greatness does not consist in riches."
પૂજ્યશ્રીએ અનુભવાષ્ટકમાં કહ્યું છે કે દિવસ અને રાત્રિની સંધિ વિશે સંધ્યા સમય આવે છે તેમ કેવલ અને શ્રુતજ્ઞાનથી ભિન્ન અનુભવજ્ઞાન આવે છે. અનુભવજ્ઞાન એ આત્માખુદ પોતે અનુભવ કરે ત્યારે જ ઉત્પન્ન થતું જ્ઞાન છે. સિદ્ધ ભગવંતોના પરમસુખનું વર્ણન જેમ શાસ્ત્રોમાં કર્યું છે તે સુખની અનુભૂતિ તો આત્મા જ્યારે સિદ્ધત્વ પામે ત્યારે જ અનુભવી શકે છે, આ સિવાય નહીં.
શોભારતી ૩ ૨૦૨