________________
કરવું ?
સમય અને સંજોગોને અનુસરીને આ બન્ને મુનિઓને વેષપલટો કરાવવામાં આવ્યો. ભટ્ટારકજી પાસે નવ્યન્યાયનો પ્રકાંડ અભ્યાસ કર્યો. ન્યાયસાંખ્ય-મીમાંસક ચાર્વાક આદિ દર્શનશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. શ્રેષ્ઠ વિદ્વત્તા પ્રાપ્ત કરી. નવ્યન્યાયનો ‘તત્ત્વચિંતામણિ'' નામનો એક મહાન દુર્બોધ્ય ગ્રંથ આશરે દસ-બાર હજાર શ્લોકપ્રમાણ છે. જે ગુરુજી ખાસ કોઈને ભણાવતા નહિ. એક વખત ગુરુજી બહારગામ ગયા. ત્યારે તેમની ગેરહાજરીમાં જ આ બન્ને મુનિઓએ આ ગ્રંથનાં અડધાં અડધાં પાનાં કંઠસ્થ કરી લીધાં. ગુરુજી જ્યારે ધરે આવ્યા અને આ વાત જાણી ત્યારે બહુ જ પ્રભાવિત થયા તથા તેઓ ઉપર કૃપાદૃષ્ટિ વર્ષાવી શુભાશીર્વાદ આપ્યા.
પૂ. યશોવિજયજી મહારાજે કાશ્મીરના પંડિતો સાથે વાદવિવાદમાં વિજય મેળવી કાશીનગરીની તથા ગુરુજીની શોભા વધારી હતી. આગ્રામાં દિગંબર પંડિતજી સાથે પણ વાદવિવાદમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. એમ અનેકવિધ વાદોમાં વિજયલક્ષ્મી વર્યા હતા. તેથી જ કાશીના પંડિતોએ ઘણા જ ઉલ્લાસપૂર્વક મહારાજ્જીને ન્યાયર્વિશારદ’” અને તાર્કિક શિરોમણિ'' જેવાં બિરુદો આપ્યાં હતાં. તેઓની તાર્કિક શક્તિ અકાટ્ય હતી. ખરેખર ન્યાયશાસ્ત્રોમાં વિશારદ હતા જ. તેઓએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ઘણા જ અદ્ભુત ગ્રંથો બનાવ્યા છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષા એ તો વિદ્વદ્ગણની માતૃભાષા છે. અધ્યાત્મમતખંડન, અધ્યાત્મસાર તત્ત્વાર્થની ટીકા, કમ્મપયડીની ટીકા, ઉપદેશરહસ્ય, નયરહસ્ય, જ્ઞાનસારાષ્ટક, જૈન તર્કપરિભાષા, અધ્યાત્મોપનિષદ્ વગેરે અલૌકિક સાહિત્યનું સર્જન કર્યું છે તથા અનેક વિવાદોનું નિરસન કરેલું છે.
કાશીથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિહાર કરતાં કરતાં પ્રથમ રાજસ્થાનમાં પધાર્યા. ત્યાં કોઈ એક ગામમાં સાંજના પ્રતિક્રમણ સમયે એક શ્રાવકે પૂ. યશોવિજયજીની પાસે સુંદર સજ્ઝાય સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. પૂ. યશોવિજયજી ગ્રંથસર્જનમાં રક્ત હોવાથી ‘‘કડવાં ફળ છે ક્રોધનાં’’ એવી એક નાની સજ્ઝાય બોલ્યા. જે સાંભળવાથી પહેલા શ્રાવકે મહેણું માર્યું કે મહારાજે બાર વર્ષ કાશીમાં રહીને શું કર્યું ? ઘાસ કાપ્યું ? એક સારી સજ્ઝાય પણ નથી આવડતી, ઇત્યાદિ. આ વાત પૂ. યશોવિજયજી મ. પાસે પહોંચી. બીજા જ આ જ મહારાજશ્રીએ સાંજે પ્રતિક્રમણમાં સજ્ઝાય બોલવાનો આદેશ લીધો.
“મની દેવી ૧૫