________________
તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેઓની બુદ્ધિપ્રતિભા સ્વયં હતી અને સ્મરણશક્તિ અજોડ હતી. તેથી સારી એવી વિદ્યા પ્રાપ્ત કરી.
વિક્રમ સંવત ૧૪૯૯માં પૂ. ગુરુમહારાજ સપરિવાર અમદાવાદ પધાર્યા. યશોવિજયજી મહારાજજીની યશોગાથા ચારે દિશાએ પ્રસરેલી હતી. બહુ જ ઠાઠમાઠથી સામૈયું થયું. દરરોજ વ્યાખ્યાનોમાં માનવ મહેરામણ ઉભરાવા લાગ્યો. મહારાજશ્રીએ અનેકવિધ અવધાનો કરવા પૂર્વક સભાને આશ્ચર્યમુગ્ધ બનાવી. આ સભામાં ધનજી શુરા નામના એક ધનાઢ્ય પરમશ્રાવક હતા. તેઓને આ બન્ને મુનિઓ પ્રત્યે અપૂર્વજ્ઞાન શક્તિના કારણે અદ્ભુત અહોભાવ થયો. તેઓએ આ બન્ને મુનિઓને છ દર્શનોનાં સવિશેષ શાસ્ત્રોનું અધ્યયન કરવા માટે કાશી મોકલવા સારુ મહારાજજીને વિનંતી કરી. મહારાજજીએ પણ પોતાની આ જ ભાવના વ્યક્ત કરી. પરંતુ ધન વિના આ કાર્ય અશક્ય છે એમ જણાવ્યું. તુરત જ ધનજી શુરાએ આ કાર્ય માટે ચાંદીની બે હજાર સોનામહોર ખર્ચવાનું તથા ભણાવનાર પંડિતોનું યથાયોગ્ય બહુમાન કરવાનું વચન આપ્યું. સંઘ ઘણો જ આનંદિત થયો ! અદ્ભુત રત્નોને પકવવામાં કોને આનંદ ન હોય?
મહારાજશ્રીએ સપરિવાર કાશી તરફ વિહાર કર્યો. કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં ગંગા નદીના કાંઠે આસનબધ્ધ થઈ “ નમ:' એ મંત્રાલરના જાપપૂર્વક અઠ્ઠમ તપની આરાધના કરવા દ્વારા સરસ્વતી દેવીની આરાધના કરી. પ્રસન્ન થયેલી દેવીએ તર્કવિદ્યામાં, વાદવિવાદમાં અને કાવ્યરચનામાં સિદ્ધિ પ્રાપ્ત થવાના આશીર્વાદ આપ્યા! આ વાત પૂ. યશોવિજયજી મહારાજશ્રીએ પોતે જ પોતાના બનાવેલા “જબૂસ્વામી રાસ'માં લખી છેઃ
સારદ સાર દયા કરો, આપો વચન સુરંગા તૂ તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગા તર્ક- કાવ્યનો ને તદા, દીધો વર અભિરામાં
ભાષા પણિ કરિ કલ્પતરુ, શાખા સમ પરિણામ સરસ્વતી માતાની પ્રસન્નતા મેળવી કાશીમઠમાં દાખલ થયા. ત્યાંના બ્રાહ્મણ પંડિતો જૈન સાધુઓને ભણાવવાની ના કહેતા. તેમાં મુખ્ય બે કારણો હતાંઃ (૧) જૈન સાધુઓ ત્યાગી હોવાથી ઘન વિનાના હોય છે. તેઓ ભણીને પણ ગુરુદક્ષિણામાં શું આપી શકે? નિરર્થક કંઠશોષ શા માટે કરવો? (૨) (તેઓની અપેક્ષાએ) ઈતર ધર્મી એવા જૈન સાધુઓને જ્ઞાનપ્રદાન શા માટે
પરોભારતી 1 ૨૪