________________
પર આઠ આઠ શ્લોકો રચ્યા છે, જેથી આ ગ્રંથ “અષ્ટક” ના નામથી પણ ઓળખાય છે. આ ગ્રંથમાં વર્ણવેલા વિષયો આત્મલક્ષી છે અને વિષયોનું સ્વરૂપ સંક્ષેપમાં બહુ સુંદર રીતે કર્યું છે. ખરેખર! જ્ઞાનનો સાર જેમાં રહેલો છે તેવો ગ્રંથ એટલે “જ્ઞાનસાર.” તત્ત્વના ગવેષી, શુદ્ધ માર્ગ અંગીકાર કરનાર અને પરંપરાએ મોક્ષ જેનું લક્ષ્ય છે એવા ભવ્યજીવો આ ગ્રંથના અધિકારી છે.
જ્ઞાનસાર' ગ્રંથમાં ઉપાધ્યાયજીએ જે બત્રીસ વિષયોનું નિરૂપણ કર્યું છે તેનો અતિસંક્ષિપ્ત સાર નિબંધ સ્વરૂપે નીચે મુજબ છેઃ આ ગ્રંથનું પહેલું અષ્ટક છે પૂર્ણતાષ્ટક. સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્માના નિજસ્વભાવના સુખમાં રમણ કરવું અને એ રમણતામાં જે સુખનો અનુભવ થાય છે, આત્માને જે આનંદ મળે છે એ સ્થિતિને આત્માની પૂર્ણતા કહે છે. માટે દરેક મનુષ્ય જાતિ, કુળ, રૂપ, અભિમાન વગેરે છોડી આત્મીય લક્ષ્મીની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એ આ અષ્ટકનો સાર છે. ધનધાન્ય, પોકળા વસ્તુઓ, ઈન્દ્રિયોની ગુલામી, ભોગસુખોની લોલુપતા, કષાયોની લંપટતા વગેરેમાં ફસાવાથી આત્માને જે આનંદ થશે તે ક્ષણિક હશે. જો પૂર્ણાનંદનો અનુભવ કરવો હોય તો સદ્ધર્મનું પાલન કરી વિવેક્યલુ વડે પ્રકાશમય જ્ઞાન ભણવાથી આત્માની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. સ્વ-પરનો વિવેક કરી આત્મગુણોમાં નિમગ્ન થવાથી જ આત્માની પૂર્ણતા પ્રાપ્ત થાય છે તેમ મન્નતાષ્ટકમ્માં કહ્યું છે. ઇન્દ્રિયોને ઉપયોગપૂર્વક જે નિયમમાં રાખે છે અને જ્ઞાનની નિશ્ચલતા ધારણ કરે છે, જ્ઞાનમાં લીન બની જાય છે તે મગ્ન કહેવાય છે. નિજ આત્મગુણોની મસ્તીમાં મગ્ન રહેનાર મહાયોગીઓ આત્માની નિમગ્નતા સાક્ષાત્કાર કરે છે. આવા આત્માને પર વસ્તુ, વિષયોમાં પ્રવૃત્તિ, પરભાવ, લોલુપતા, પોકળ કથા વગેરેનો નાશ થઈ જાય છે અને સ્વસ્થભાવ, પરબ્રહ્મને વિશે પ્રેમગરિષ્ઠ, શુધ્ધ ચૈતન્યની ઝોખી સાકાર થાય છે. પૂર્વોક્ત લક્ષણ આત્મામાં મગ્ન એવાઓના સુખનું વર્ણન કરવાને હજારો જિહ્વા પણ સમર્થ નથી, જેમ સાકરની મીઠાશને તો સાકર ખાનાર જ જાણે છે તેમ આત્માની મગ્નતા નિજાનંદમાં મસ્ત રહેનાર યોગીઓ જ જાણે છે.
ઉપાધ્યાયજી મહારાજે સ્થિરતાષ્ટકમ્માં કયું છે કે સ્વસ્વભાવમાં સ્થિરતા કરી આત્મગુણોમાં સ્થિર થવું. અસ્થિર મનપરિણામવાળા જીવો આત્માની પૂર્ણતા અને મગ્નતા પ્રાપ્ત કરી શકતા નથી. સ્થિરતા એટલે આત્મપ્રદેશની જ્ઞાનદર્શનાત્મક ઉપયોગની નિશ્ચલતા. સ્થિરતા એ મોહનો
પાનાર B ૨૭૯
|