________________
બદલ આત્માને ધન્ય માનવા લાગ્યા.
પૂ. યશોવિજયજી મહારાજનું સાહિત્યસર્જન અવર્ણનીય છે. એકેક ગ્રંથો વધુને વધુ ચઢિયાતા બનાવ્યા છે. નબન્યાયના પ્રખર વિદ્વાન હતા. ગમે તેવા વાદીને પરાજિત કરીને જ જંપવાની પ્રકૃતિવાળા હતા ! પ્રતિભાસંપન્ન, તીવ્ર બુદ્ધિશાળી અને હાજરજવાબી હતા. વિનયવિજયજીનો બનાવેલ અને અધૂરો રહેલ શ્રીપાળરાજાનો રાસ પૂ. યશોવિજયજીએ પૂર્ણ કરેલ છે. તેઓનું અધ્યાત્મ જીવન પણ ઘણું ઊંચું હતું. તેઓએ પોતાની અન્તિમ અવસ્થામાં “જ્ઞાનસારાષ્ટક' બનાવ્યું છે. જેનો એકેક શ્લોક અધ્યાત્મરસથી ભરપૂર છે. વડોદરા પાસેના ડભોઈમાં તેઓ સ્વર્ગવાસી બન્યા. જેઓએ જૈનશાસનની શોભા-પ્રતિભા ઘણી જ વધારી છે. તેઓનું બનાવેલું સાહિત્ય વાંચતાં સેંકડો વખત મસ્તક ઝૂકી જાય તેવી શક્તિ-કળા તેઓએ અંદર પ્રલિપ્ત કરેલી છે. ધન્ય છે આવા જૈન શાસનના મહાપ્રભાવક મુનિ ભગવન્તોને.
- રસની હેલી ૨