________________
સમક્તિ સડસઠ બોલની સઝાય ત્યાં જ બનાવતા ગયા અને બોલતા ગયા. સક્ઝાય મોટી હોવાથી કોઈ કોઈ લોકો અધીરા બન્યા. કોઈ લોકોએ કહ્યું કે મહારાજશ્રી હવે ક્યાં સુધી લંબાવવું છે? ત્યારે મહારાજશ્રીએ જવાબ આપ્યો કે કાશીમાં બાર વર્ષ રહીને જે ઘાસ કાપ્યું છે તેના પૂળા બંધાય છે. આમ મહેણાનો જવાબ તીણ ભાષામાં આપવાની પ્રકૃતિવાળા હતા.
તેઓ દિલના એવા વિશાળ હતા કે જૈનધર્મના ચુસ્તાનુયાયી હોવા છતાં જૈનેતર મુનિઓના બનાવેલા અલૌકિક ગ્રંથો ઉપર ટીકાઓ તેમણે બનાવી છે. પતંજલિત “યોગસૂત્ર', દિગંબરાચાર્ય શ્રી સમન્નુભદ્રાચાર્ય કૃત “અષ્ટસહસી”, મમ્મટકૃત “કાવ્યપ્રકાશ” આદિ ગ્રંથો ઉપર પોતે જ સુંદર ટીકાઓ બનાવી છે. વિશાળ સાહિત્યસર્જન કરેલું છે.
મારવાડી તથા ગુજરાતી ભાષામાં પણ અનેક શાસ્ત્રોની રચના કરી છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, સવાસો-દોઢસો અને સાડા ત્રણસો ગાથાનાં સ્તવનો, ચોવીશ ભગવાનનાં સ્તવનોની ચોવીશી વગેરે સ્તવનો, પદો, દુહાઓ, ટબા આદિ સાહિત્ય લખવામાં કંઈ કમીના રાખી નથી. તેના જ કારણે જૈન સમાજમાં પૂજ્ય યશોવિજયજી મહારાજને “લઘુહરિભદ્રજી” અથવા “દ્વિતીય હેમચંદ્રાચાર્ય' કહેવામાં આવે છે. તેઓ વાદવિવાદમાં, તર્કશાસ્ત્રમાં, ન્યાયવ્યાકરણાદિ ગ્રંથોમાં, યોગ અને અધ્યાત્મના ગ્રંથોમાં અત્યન્ત નિપુણ હતા. તેમના સમાનકાળમાં જૈનોમાં જ ચાલતા પક્ષાત્તરોનું પણ તેઓએ ઘણું જ ખંડન કરેલું છે. પ્રતિમાશતક, દોઢસો ગાથાનું સ્તવન, અધ્યાત્મમત પરીક્ષાદિ ગ્રંથો તેના સાક્ષીરૂપ છે.
પૂ. નિયવિજયજી મહારાજ પરિવાર સાથે અમદાવાદ પધાર્યા. તે વખતે | દિલ્હીના મોગલ બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ મહોમતખાન નામનો સુબો રાજ્ય કરતો હતો. પૂ. યશોવિજયજીની અગાધ જ્ઞાનશક્તિ અને ઊંચી બુદ્ધિપ્રતિભાની રાજ્યસભામાં ભુરિ ભુરી પ્રશંસા થઈ. તે સાંભળી મહોમતખાનની મહારાજજીને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. રાજ્યસભામાં પધારવાનું આમંત્રણ મોલ્યું. નિયત કરેલા દિવસે મુનિભગવન્તો પરિવાર સાથે સંઘ સહિત રાજ્યસભામાં પધાર્યા. સર્વજનસમક્ષ વિવિધ અવધાનોના પ્રયોગો કરી સુબાને તથા પ્રજાજનોને આશ્ચર્યમુગ્ધ બનાવ્યા. મહોમતખાન જૈનશાસનનો અત્યંત અનુરાગી બન્યો. ધનજી શુરા આદિ શ્રાવકો આવા મહાન તેજસ્વી જૈનશાસનનાં રત્નો જોઈ ખુશખુશાલ થયા અને પોતે લીધેલ લાભ
' યશોભારતી n ૨૬