Book Title: Yasho Bharti
Author(s): Kumarpal Desai
Publisher: Chandroday Charitable Religious Trust

View full book text
Previous | Next

Page 280
________________ ( જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ધીણોજથી પાંચેક માઈલ દૂર કનોડા ગામમાં થયો હતો. બાળપણથી જ તીવ્ર બુધ્ધિશાળી હતા. તે માટેની એવી કથા સાંભળવા મળે છે કે તેમની માતા સૌભાગ્યદેવીને એવો નિયમ હતો કે ભક્તામરસ્તોત્ર સાંભળીને જ ભોજન કરવું. પ્રતિદિન આ માતા પોતાના આ નાના બાળક (નામે જશવંત)ની સાથે ભક્તામર સ્તોત્ર સાંભળવા ઉપાશ્રય જતાં. દરરોજના શ્રવણથી આ નાના બાળક (જસવંત)ને પણ ભક્તામર સ્તોત્ર મુખપાઠ થઈ ગયેલ. કેટલી અભૂતપૂર્વ જ્ઞાનશક્તિ! એક વખત વર્ષાઋતુના કારણે સતત મૂશળધાર વરસાદથી ચોતરફ પાણી ભરાઈ ગયાં. ઘરબહાર જવું-આવવું મુશ્કેલ બન્યું. ઉપાશ્રયે જઈ શકાય એવા કોઈ સંજોગો ન રહ્યા. તેથી માતા સૌભાગ્યદેવીને ઉપવાસો થયા. એમ એકબે-ત્રણ દિવસો ગયા. ચોથે દિવસે પણ વરસાદ બંધ ન જ રહેવાથી માતા ભોજન કરતી નથી. આ દશ્ય જોઈને બાલ જશવંતે માતાને કુતુહલવશ પૂછ્યું. માતાએ ભક્તામર સ્તોત્ર સાંભળીને ભોજન કરવાની પોતાની દઢ પ્રતિજ્ઞાની વાત કરી. બાલ જશવંતે કહ્યું કે, આ ભક્તામર સ્તોત્ર તો માતા હું તને સંભળાવું. આવું સાંભળતાં જ માતા હર્ષઘેલાં બન્યાં અને એક પણ ભૂલ વગર આ બાળ જશવંતે ભક્તામરસ્તોત્ર માતાને કહી સંભળાવ્યું. માતાના આનંદનો પાર ન રહ્યો, માતાએ અઠ્ઠમ તપનું પારણું કર્યું. ત્યાર બાદ આ બાલની તીવ્ર સ્મરણશક્તિની ચોતરફ પ્રશંસા થવા લાગી. એવા અવસરે પૂજ્ય નયવિજયજી મ. સાહેબ કનોડા પધાર્યા. મહારાજશ્રી આ બાળકની આવી તીવ્ર સ્મરણશક્તિની પ્રશંસા સાંભળી આનંદિત થયા અને પ્રભાવિત થયા. જો આવું બાળરત્ન જૈનશાસનને સમર્પિત થાય તો જૈનશાસનની અપૂર્વસેવા થાય. આ બાળ જશવંત તથા તેમનો નાનો | ભાઈ પ૨સિંહ – એમ બન્ને ભાઈઓની બેલડી જન્મથી જ ઊંડા ધર્મસંસ્કારવાળી તો હતી જ, પરંતુ પછીથી પૂજ્ય નયવિજયજી મહારાજજીની સતત ધર્મદશના અને પ્રેરણાથી વધુને વધુ ધર્મિષ્ઠ બની. આ અસાર સંસાર ત્યજીને દીક્ષા લેવાની ભાવના થઈ. મહારાજશ્રી પાટણ પધાર્યા. તે બન્ને ભાઈઓના હાર્દિક ભાવો જાણીને માતા-પિતાએ દીક્ષા માટે સમ્મતિ આપી. પાટણ શહેરમાં આ બન્ને ભાઈઓની પરમપાવની પારમેશ્વરી પ્રવજ્યા થઈ અને યશોવિજયજી તથા | પદ્મવિજયજી નામે પ્રસિદ્ધ થયા. ગુરુ મહારાજની પાસે અગિયાર વર્ષ સુધી ન્યાય-વ્યાકરણ-સંસ્કૃત-પ્રાકૃત-છંદ-અલંકાર-શબ્દકોશ તથા કર્મગ્રંથાદિનો નેટ

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302