________________
(પરવશ બની જાય. માટે તું વિવેક ધારણ કરી અને આ વિષય-કષાયોનો ત્યાગ કર. હે સાધક આત્મા ! તું સંયમને ધારણ કર. હું માતા-પિતાનો ત્યાગ કરી, કુટુંબ કબીલા વૈભવોનો ત્યાગ કરીને આત્મજ્ઞાન અને આત્મરતિ રૂપ પિતામાતાના આશ્રયે જઈને કલ્યાણ કરીશ. વળી પોતાના ભાઈઓને સંબોધતાં કહે છે કે હું નિશ્ચિત સ્વરૂપવાળા શીલ, સત્ય, શમ, દમ સંતોષ વગેરે ભાઈઓના આશ્રયે રહીશ, કારણ તે નિશ્ચિત છે. વળી સમતારૂપી પત્નીને ધારણ કરીશ. જે મારી સાથે મુનિભગવંતો છે તે મારા સંબંધી છે. વળી સત્સંગથી ઊભા થતા લાયોપેશિક ધર્મો પણ ત્યાગ કર્યું છે જેથી મને દોષ ન લાગે. જ્યાં સુધી શુદ્ધ આત્મરૂપ બોધ વડે આત્મામાં ગુરુપણું ના આવે ત્યાં સુધી હું ગુરુની છાયામાં રહીશ અને તેમની ભક્તિ કરીશ. તેથી મને પરમાર્થગુણની જે પ્રાપ્તિ થાય છે અને મારા જે અનંત દર્શન-ચારિત્ર અને જ્ઞાન ઢંકાયેલાં છે તે પ્રકટ થાય છે. તે પ્રકટ કરવા માટે ક્રિયાવાન બનવું પડે. જ્ઞાનવાળી ક્રિયાથી ભવિત થયેલો હું સંસારસમુદ્ર તરી જઈશ, પાર પામીશ. ક્રિયા જરૂરી છે, માત્ર જ્ઞાન ના ચાલે. શહેરમાં જવાનો માર્ગ જાણતો હોય પરંતુ તે ચાલે નહિ તો તે શહેરમાં પહોંચી શકતો નથી. સ્વભાવરૂપ કાર્ય કરવામાં આવે તો જ પૂર્ણ જ્ઞાન મળે છે. જેમ દીપક સ્વયં પ્રકાશે છે, પરંતુ તેમાં તેલ જરૂરી છે. માટે ક્રિયા જરૂરી છે. વ્યવહારથી ક્રિયાનો નિષેધ કરે છે તેઓ મોંમાં ભોજન નાખ્યા વગર તૃપ્તિની ઇચ્છા કરે છે, પરંતુ નિયમોને અનુસરવાની શુભ ક્રિયા જ શુભ ભાવને નબળો નથી પાડતી, તે દ્વારા શુભ ભાવની વૃદ્ધિ થાય છે. માટે જ્ઞાન-ક્રિયાની અભેદ | ભૂમિકા છે અને તૃપ્ત થવા માટે ક્રિયા જરૂરી છે. જ્યારે આ તૃપ્તિ પામવા માટે જ્ઞાનરૂપ અમૃત પીએ છે. તું ક્રિયારૂપ વેલડીનાં ફળ ખાઈને, સમતારૂપ તાંબૂલ મુખવાસનો સ્વાદ કરીને, તારો આત્મા તૃપ્ત કર. જ્ઞાન વગેરે ગુણોથી થયેલ તૃપ્તિ ક્યારેય નાશ પામતી નથી. શાંતરસના આસ્વાદથી અનુભવગમ્ય જેવી તૃપ્તિ થાય છે, તે છ પ્રકારનાં ભોજનથી પણ નથી થતી. વળી સ્વપ્રોમાં જે ભોજન ખાધું હોય તેનાથી કંઈ તૃપ્તિ થતી નથી, તેમ આ સંસારના વિષયોથી મેળવેલી તૃપ્તિ ખોટી સાબિત થાય છે. પુદ્ગલોથી તૃપ્તિ મળે તે ઉપચય રૂપ પામે છે, જ્યારે આત્મગુણથી આત્મા તૃપ્તિ પામે છે તેની બીજાઓને ક્યાંથી ખબર પડે? વળી જ્ઞાનથી જે તૃપ્ત છે તેને મીઠાશના ઓડકાર આવે છે તેથી જ તે સુખી છે અને સંસારના ભાવોથી તે નિર્લેપ રહે છે, તેમાં લપાતો નથી. શુદ્ધ આત્મા શરીરના પુગલના ભાવમાં રાચતો નથી. વિવિધ રંગોથી જેમ આકાશ લેપાતું
( યશોભારતી n ૨૫૦ )