________________
લાગે છે. અનુભવ એ જ્ઞાન છે. શાસ્ત્ર મોક્ષના ઉપાયો બતાવતું માત્ર દિશાસૂચન કરે છે, પરંતુ સંસાર-સમુદ્રનો પાર તો અનુભવ જ પમાડે છે. આમાં કલ્પનાનો અભાવ હોય છે. તે જાગૃત અવસ્થા છે. તેમાં નિદ્રા કે સ્વમ હોતાં નથી. શાસ્ત્રરૂપ દૃષ્ટિથી સંપૂર્ણ શ્રતને જાણીને અનુભવજ્ઞાનથી સ્વપ્રકાશરૂપ વિશુદ્ધ આત્માને જાણે છે. આત્મા વધુ આગળ વધી યોગનો નિરોધ કરે છે. પાંચ યોગ છે. દેશ-વિરતી, સર્વ-વિરતી જીવોમાં અવશ્ય હોય છે. ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતાયોગ વગેરે બીજાના હિતનું કારણ બને તે સિદ્ધિયોગ છે. સ્મરણ આલંબન કિયા અર્થ વગેરે થાય છે તે યોગીના હિત માટે જ થાય છે. અનાલંબન યોગ ઉત્કૃષ્ટ યોગ છે. નિયોગ જ્ઞાનાવરણીય કર્મોનો નાશ કરે છે, તે મુનિ ભાવયોગથી નિયોગ પામે છે. બાહ્ય યજ્ઞ તે કરે છે, શુદ્ધ જ્ઞાન મેળવે છે. જે જ્ઞાનથી જુએ છે, પ્રવૃત્તિ કરે છે. અજ્ઞાનરૂપ અબાહ્યને રોકે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે. ભાવપૂજા કરવાની હોય છે. ધર્મના ઉત્તમ વસ્ત્રયુગલ અને ધ્યાનના ઉત્તમ આભૂષણો મનના ભાવથી પહેરાય. અષ્ટમંગલનું આલેખન કરીને આઠ મદનો ત્યાગ કર. શુભ સંકલ્પનો કુષ્ણાગધૂપ કર. ધર્મરૂપ લવણ લઈને સામર્થ્ય યોગરૂપ શોભતી આરતી કરવામાં આવે. પ્રભુ સમય દીપ લઈ સંયમ યોગરૂપ નૃત્યમાં તત્પર બનીને સંયમવાળો થા, તેમ પ્રભુ સમય ભાવપૂજા કર. સત્યરૂપ ઘંટ વગાડ તો તારો મોક્ષ હાથમાં છે. ધ્યાન કર. આમ સ્વરૂપમાં રહેલા મુનિવર એકાગ્રપણે ધ્યાન કરે છે. શ્રપક શ્રેણી માંડે છે. વીસ સ્થાનકવિધિથી તપ કરી ભાવના ચિત્ત વેદે છે. જ્ઞાનાનંદરૂપ અમૃતનો આસ્વાદ કરે છે. તપ કર, વિધિપૂર્વક તપ કર. કર્મ ખપાવી નાખ. બાહ્ય અને આભ્યન્તર તપ પુષ્ટિ-વૃદ્ધિ કરનાર છે. સંસારના પ્રવાહમાં તણાઈ ના જવાય માટે તપ કર. તે સદા આનંદમાં વધારો કરે છે કારણ તેમની સમક્ષ મોક્ષરૂપ સાધ્યની મીઠાશ છે, જેમાં બહ્મચર્યની વૃદ્ધિ થાય, જિનેશ્વરની પૂજા થાય, કષાયોની હાનિ થાય અને અનુબંઘ સહિત વીતરાગની આજ્ઞા પ્રવર્તે તે જ તો શુદ્ધ થયો કહેવાય. છેલ્લે ઉપસંહારમાં સર્વ નયાશ્રય પોતપોતાના પક્ષને સિદ્ધ કરવા દોડતા નૈગમાદિ સર્વ નયી વસ્તુ સ્વભાવમાં સ્થિર થાય છે અને ચારિત્રગુણમાં લીન સર્વ નયોને માનનારો હોય છે. માધ્યસ્થ પણ, સ્યાદ્વાદ એકાંત દષ્ટિ અનેકાંતવાદ અને સર્વ ભૂમિકામાં નહિ ભૂલનારા કદાગ્રહથી રહિત | સર્વોતમ આનંદરૂપ સર્વ નયોનો સ્વીકાર કરનારા જ્ઞાનીઓ જયવંતા વર્તો.
યશોભારતી D ૨૦