________________
[૩. સ્થિરતા
આ અષ્ટકમાં એમ કહેવા માગે છે કે મનુષ્ય સુખ માટે પૌદ્ગલિક પદાર્થો મેળવવા ભટકીને ખેદ પામે છે. તે મળ્યા પછી લોભ જાગે છે અને વિકારી બનતાં જ્ઞાન અજ્ઞાન થઈ જાય છે. મન ચંચળ છે. ચિત્ત સુખની ઇચ્છાથી બાહ્ય પદાર્થોમાં ભટકતું રહે છે. વાણી, વેશ, આકૃતિ વગેરે ચંચળ બને છે. તેમને તું છોડી દે અને તું સ્થિર થા. કારણ તું જે સુખ માટે દોડે છે તે સુખનો ખજાનો તારી પાસે છે માટે તું સ્થિર થા. લોભનો વિચાર છોડી દે અને જ્ઞાનરૂપ અમૃત પ્રાપ્ત કર. તારા અંતરમાં શલ્યો ભોંકાયાં. અસ્થિરતા જો કાઢી ના હોય તો આ ધર્મ- રૂપી ઔષધિનો શું અર્થ છે? ખોટો ધર્મ કરે છે. માટે આ અસ્થિરતા કાઢી નાખ અને તું આવો બન. જે યોગીરાજો જંગલમાં કે નગરમાં, દિવસ કે રાત્રે સમભાવવાળા હોય કે જે મન, વચન અને કાયાથી સ્થિર હોય. વળી, તારી પાસે જો સ્થિરતારૂપી રત્ન હોય તો શા માટે ખોટા સંકલ્પ-વિકલ્પો કરીને તારાં મહાવ્રતોનો ભંગ કરવારૂપ આશ્રયોને સેવે છે. જો તું આત્મભાવમાં જ સ્થિર રહે તો તારામાં આશ્રવો નહીં આવે. વળી તું મનરૂપી અસ્થિરતાનો જે પવન ફૂકીશ તો તારી ધર્મરૂપી સમાધિ જતી રહેશે. માટે તું સ્થિર થા, સિદ્ધો જેમ સ્થિર છે. આ જ ચારિત્ર છે. માટે આ સિદ્ધિ માટે સ્થિરતા પામવી જોઈએ. આ પ્રમાણે ત્રીજા અષ્ટકમાં ભવી આત્માને સ્થિર થવાનો ઉપદેશ આવેલો છે.
૪. મોહત્યાગ
મોહનો ત્યાગ કર, પણ સંસારનો જે આશ્રય લે છે તેવો મૂઢજીવ કર્મજન્ય ઉપાધિના સંબંધનો આરોપ કરીને મૂંઝાય છે. માટે તું મોહનો ત્યાગ કર, ત્યાગ માટે તું આમ કર. હું નથી, મારું નથી, હું જે છું તે શુદ્ધ આત્મદ્રવ્ય છું, કેવળજ્ઞાન વગેરે ગુણો મારા છે. સંપત્તિવાન, ધનવાન, રૂપવાન વગેરે હું નથી. માટે ત્યાગ કર, સુખ દુઃખ, ઊંચું કુળ, નીચું કુળ વગેરે કર્મોને અધીન છે માટે રાગદ્વેષ ન કર, ભવચક્રમાં ફરવારૂપ, રહેવારૂપ વગેરે પુદ્ગલ દ્રવ્ય, જન્મ, જરા વગેરે જોઈને તું ખેદ ના કર. આત્માનું સ્વરૂપ જે સ્વાભાવિક છે તે
સ્ફટિક જેવું નિર્મળ છે. જે સુખના રસિક છે તેને સહજ સુખ કહેવામાં આશ્ચર્ય પામે છે. જે આત્મામાં પાંચ જ્ઞાનના આચારોથી સુંદર બુદ્ધિવાળો છે, તે પુદ્ગલમાં ક્યાં મોહ પામવાનો છે ! આગળ જતાં જ્ઞાની બને છે.
H પણોભારતી n ૨૫૪ )