________________
તેમના ખ્યાલમાં નથી. જ્યારે કેવળી ભગવંતો આત્માને જોઈને કહે છે કે સર્વ | જીવો સમાન છે કે જેનાં આઠેય કર્મો ખપી ગયાં છે અને સત ચિદાનંદ સ્વરૂપમાં છે. કર્મવાળા જીવોમાં આ ભાવ ઢંકાયેલો છે, જ્યારે કર્મરહિત આત્માને સત ચિદાનંદ સ્વરૂપમાં જુએ છે.
બીજા શ્લોકમાં કહે છે કે સત્તા, સંપત્તિ, કીર્તિ. માન. મોભો. ઐશ્વર્ય વગેરે ઉછીના માગી લાવેલા પ્રસંગરૂપના દાગીના જેવાં છે કે પ્રસંગ પતી ગયા પછી પાછાં આપવાં પડે છે. જ્યારે જ્ઞાન, દર્શન અને ચરિત્રના ગુણો તો આત્માના સ્વાભાવિક ગુણો છે, જે પૂર્ણ હોય છે. ઉત્તમ રત્નોની કાંતિ ક્યારેય ઝાંખી પડતી નથી તેમ તેનો સ્વભાવ છે; દીવાનો સ્વભાવ છે પ્રકાશ આપવાનો, પાણીનો સ્વભાવ છે ઠંડક આપવાનો તેમ આત્માનો પણ સ્વભાવ છે પૂર્ણતાનો.
આ અષ્ટકના ત્રીજા શ્લોકમાં મોજાં આવે તેથી દરિયાની પૂર્ણતા વાસ્તવિક નથી થતી, કારણ ખાલી જગ્યા છે એટલે તરંગો આવતાં મોજાં ઊછળે છે. જ્ઞાન પૂર્ણ ભરેલું હોય તે ઉછાળા ના મારે, પરંતુ સ્વયંભૂ સમુદ્ર જેવો શાંતધીર હોય. થોડા પૈસા હોય તો પૈસાદાર ના કહેવાય. એક પુત્ર હોય તો પુત્રવાન કહેવાય પણ વધુ પુત્રની અપેક્ષાએ ઓછા કહેવાય તે પૂર્ણતા ના કહેવાય. પૂર્ણાનંદમય ભગવાનનો આનંદમાં પૂર્ણ આનંદ છે. તેનો કોઈ વિકલ્પ નથી જેવો કે પ્રશાંત મહાસાગર.
ચોથા શ્લોકમાં પૂર્ણતા માટે કહે છે કે જેમને તૃષ્ણારૂપી કાળા નાગનું ઝેર ઉતારવા માટે જો આત્માની જ્ઞાનદષ્ટિ જાગૃત થાય તેઓને ઇચ્છાઓ થાય જ નહિ, તેવી રીતે જેમને પૂર્ણ આનંદ થયો છે તેવા ભગવાનને વીંછીના ડંખની વેદના કેવી રીતે હોઈ શકે? જે પૂર્ણ છે તેને દુઃખ જ ક્યાં છે? આનંદ એ પૂર્ણતાનું સ્વરૂપ છે, જ્યારે વેદના એ કર્મનું સ્વરૂપ છે. આનંદમાં સાર્વત્રિક આનંદ હોઈ શકે તે જ પૂર્ણ છે
સત્વહીન કંજૂસ, કૃપણ, લોભી માણસોને જો ધન-ધાન્ય, પરિવાર, સ્વજનો મળે તેને તેઓ પૂર્ણ માને છે, પરંતુ આ પદાર્થો છોડવાના છે તે જ પૂર્ણતા છે. આવી જ દષ્ટિ પૂર્ણ આનંદમય બનેલ આત્માની હોય છે, તત્ત્વજ્ઞાન જાણનારની હોય છે એટલે પૂર્ણતા પામનારને છોડવું અને ત્યાગવું તેમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે.
આત્માનો મૂળ સ્વભાવ છે પર-બીજ પદાર્થોથી દૂર જવું અને પોતાનામાં જ મસ્ત બનવું. એટલે જો ત્યાગ કરવામાં આવે તો તે આત્મા જો
( પહોભારતી g ૨૫૨