________________
(છે. જેમ લાખેણી ગાયના દૂધમાં એટલી તાકાત હોય કે ચક્રવર્તી જ પચાવી શકે તેમ અનંત ભાવોને પૂજ્યશ્રીએ માત્ર બત્રીસ વિભાગમાં આઠ-આઠના અષ્ટક વડે ગૂંથણી કરી છે. આ ગ્રંથ સૌનો પ્રિય બની ગયો છે, કારણ સ્વાધ્યાયનો ગ્રંથ છે. દીક્ષાર્થી માટે માર્ગદર્શકરૂપ છે, દીવાદાંડીરૂપ છે, પડતાને સન્માર્ગે લાવે છે. આ ગ્રંથને સમજવા ઘણા ઊંડા અભ્યાસની જરૂર છે. માત્ર ઉપરથી જોવા જઈશું તો કંઈ ખ્યાલ પણ નહીં આવે. માટે સૌએ ઘણા જ વિવેકપૂર્વક આ ગ્રંથનો | અભ્યાસ કરવામાં આવે. દરેક આત્મામાં દિવ્ય પ્રકાશ અને નાદ વિદ્યમાન છે. બત્રીસ અષ્ટકની આ સીડી છે, જેમાં દરેક પગથિયું ઉપર ઉપર ચડતાં જવાનું છે. માટે તેને અનુક્રમે જોવા વિચારવા હું પ્રયાસ કરું છું. આમાં મારાથી શાસ્ત્ર વિરુદ્ધ લખાઈ જાય તો આપ સૌ સમક્ષ ક્ષમાપના કરી માફી માગું છું.
દરેક આત્માને પરમાત્મા બનવું છે. તે બનવા માટે સાધના કરવી જરૂરી છે. માટે દરેકના ક્રમ પ્રમાણે વિચારતાં દરેક અષ્ટક એકબીજાને પૂરક બની ગયું છે. છેલ્લે પૂરું થાય અને નવું અષ્ટક શરૂ થાય. આત્મામાં આઠ રૂષક પ્રદેશ પર શુદ્ધ ભાવ રહેલા છે તે તેનો દિવ્ય પ્રકાશ છે. જે ફૂલ રૂપે પ્રગટાવવાનો છે, દીપક રૂપે પ્રકટાવવાનો છે. શરૂઆત તો છેલ્લેથી કરવી પડે તેવી છે, કારણ તેના ગહન અર્થો શું છે તે ધ્યાનમાં રાખવાના છે. પ્રથમ અષ્ટકમાં પૂર્ણતા વિષે જણાવ્યું છે, પરંતુ તે આવે કેવી રીતે ? તો મગ્નતા દ્વારા. આ જ રીતે છેલ્લેથી પ્રથમ ક્રમમાં આવે છે, પરંતુ આપણે ઉપરથી નીચેના ક્રમમાં જઈ પૂર્ણતા વિષે જાણીશું. ૧. પૂર્ણતા
પૂનમનો ચાંદ પૂર્ણ હોય છે, પણ તે પહેલાં બીજનો ચાંદ માત્ર ચંદ્રાકાર લીટી જેવો હોય છે. ખરેખર તો તે પૂર્ણ છે પરંતુ અમુક આવરણ આવતાં અર્ધચંદ્રાકાર લીટી જેવો દેખાય છે પરંતુ અમુક દિવસો પસાર થાય પછી પૂનમનો ચાંદ જોઈ શકાય છે તેવી જ રીતે આત્મા એ પૂર્ણ છે પરંતુ કર્મનાં બંધનો દ્વારા માત્ર તેના આઠ રૂષક પ્રદેશો ખુલ્લા રહ્યા છે તે સ્વચ્છ છે. આ અષ્ટકમાં પૂર્ણ થવું કેમ તે બતાવતાં પૂજ્યશ્રી એમ કહેવા માગે છે કે કેવળી ભગવંતો સમગ્ર જગતના જીવોને જ્ઞાન-દર્શન-ચારિત્રથી પૂર્ણ જુએ છે, જેવી રીતે સુખી માણસ બધાંને સુખી તરીકે જુએ છે. ઈન્દ્રો, પૈસાદારો, ધનાઢ્યો તે દરેકને એમ જ માને કે સૌ સુખી છે, પરંતુ તેમ નથી. ઘણા દુઃખી હોય છે તે
(
શાનસાર ૫૧