________________
૫. જ્ઞાન
આત્માના સ્વરૂપમાં જ્ઞાની અને અજ્ઞાની આત્મા કેવા છે તે બતાવતાં કહે છે કે મુનિ જીવનમાં જે જ્ઞાન ભણવામાં ન આવે તો તેની પરિણતિ કેવા પ્રકારની છે તે બતાવે છે. અજ્ઞાની શેમાં મગ્ન બને છે? તો જેમ ભુંડ વિઝામાં મગ્ન બને છે, પુદ્ગલમાં મશગૂલ બને છે. પરદ્રવ્યગુણ પર્યાયમાં રમણતા હિતકર નથી. રાગદ્વેષની તીવ્ર ગાંઠના ભેદથી ઉત્પન્ન થયેલું આત્મપરિણતિવાળું જ્ઞાન છે તો શાસ્ત્રના બંધનનું શું કામ છે ? જેમ આંખ અંધકારને દૂર કરે તો દીવાની ક્યાં જરૂર છે? વળી જે જ્ઞાન મોક્ષની સાધના માટે ઉપયોગી હોય તે જ જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે. જેનાથી આત્મસ્વભાવની પ્રાપ્તિ થાય તે જ સંસ્કારનું કારણ બને તે ઈષ્ટ જ્ઞાન બને છે. વળી મિથ્યાત્વને દૂર કરે અને જ્ઞાનના વજ વડે શોભે તેવા યોગી આનંદના નંદનવનમાં આનંદ કરે છે. વળી જે જ્ઞાનસમુદ્રમાંથી ઉત્પન્ન નહીં થયેલું, અમૃત-ઔષધ વિનાનું રસાયણ અને પરની અપેક્ષા વિનાનું ઐશ્વર્ય કહે છે.
૬. શમ
જ્ઞાન પછી શમ એ જ્ઞાનનો પરિપાક છે, માટે જ તે જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યક્ત મેળવે છે, જેથી મુનિભગવંતોનો સમતાનો ગુણ સ્વયંભૂરમણ સમુદ્ર જેટલો ગંભીર બને છે અને તેમનું મન સમતારૂપી અમૃતથી રાતદિવસ સિંચાયેલું રહે છે. તેને સંસારના રાગદ્વેષના ઝેર પણ મારી શકતાં નથી અને તેથી જ જ્ઞાનરૂપી હાથી ગર્જના કરી રહ્યા હોય અને ધ્યાનરૂપી ઘોડા સાથ આપી રહ્યા હોય તે મુનિભગવંતોનું આ શમ-જ્ઞાન એ શમ-સામ્રાજ્યની ઊંચી સંપત્તિ ગણાય છે, કારણ જ્ઞાન-ધ્યાનમાં મસ્ત મુનિઓ મોહ-રણમાં ટંકાર કરે છે. જ્યાં જ્ઞાન આવી જાય પછી ઇન્દ્રિયો ઉપર વિજય-જય જલદી મેળવી શકે છે. તે માટે મહાન પુરુષાર્થ ફોરવવા પડે છે, કારણ ઇચ્છા એ વિકારરૂપ છે અને તેના જે પરિપાક છે તેમાં મૂર્છા આપે છે અને મોહ પમાડે છે. અનેક વિષયો ભોગવવા છતાં આ ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી કારણ મોહ છે તે આત્માને વિષયોના બંધનથી બાંધી દે છે. આને કારણે છે. આત્મા તું સોનું ચાંદીરૂપે જોતો દોડે છે પરંતુ તારા અનંત જ્ઞાન-ધનને જોતો નથી. વળી પાછો અમૃત છોડીને મૃગજળ જેવા વિષયો-કષાયો પાછળ દોડે છે. તારે તો પાંચ ઇન્દ્રિયો છે. હાથી સ્પર્શના સુખથી નાશ પામે છે. પતંગિયો આગના તેજમાં હણાઈ જાય છે. તો તારે તો પાંચ ઈદ્રિયો છે માટે તારી શું દશા થાય? સિંહ સમાન તારો આત્મા
જ્ઞાનસાર | ૨૫૫