________________
૨૧. શ્રીનમિનાથસ્વામીનું સ્તવન
‘‘શ્રીનમિ જિનની સેવા કરતાં, અલિય વિઘન સવિદૂરે નાસે જી.''
અનંત ઉપકારી એવા નમિનાથપ્રભુની ચરણ સેવા કરવાથી અનેક પ્રકારનાં વિઘ્નો દૂર થાય છે એમ જ્યારે છેલ્લે ‘શ્રી નયવિજય વિબુધ પથ સેવક, કહે લહીએ સુખ-પ્રેમ અંગે જી'' તારા પ્રેમને મારા હૃદયમાં સ્થિર કરું છું ત્યારે ઘરમાં મંગળની હારમાળા પ્રગટે છે, વિશાળ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને કુટુંબ-પરિવાર પ્રેમપૂર્વક અનુકૂળ થાય છે એમ ઉપાધ્યાયજી મહારાજ કહી રહ્યા છે. કારણ તારા પ્રેમથી સર્વ વિઘ્નો નાશ પામે છે, આઠ મહાસિદ્ધિ, નવ નિધિ વગેરે વૈભવ પાસે આવે છે. તારી માવથી સેવા કરનારને વિઘ્નો ક્યાંથી આવે ? તારી સેવાના પ્રભાવે આ ચરણકિંકરનું મન અશુભ વિચારોને છોડી આત્માના વિચારો, સારા કામના વિચારો અને પરહિતના વિચારો કરે છે. હું પોતે દાસ છું તેથી દાસનો સંબંધ સેવા સાથે છે, મારો તેના ફળ ઉપર નજર રાખવાની નથી. મારો સમર્પણભાવ છે. તારી સેવા કરું છું તો આંગણે મદોન્મત્ત હાથીઓ ગર્જના કરે છે, પાણીદાર અશ્વો હૈષારવ કરે છે; પુત્ર-પુત્રી, બંધુની જોડી તેમ જ ઊંચા અધિકારો પ્રાપ્ત થાય છે. તારી સેવા કરવાથી ફળ તો જરૂર મળે છે. કોઈને તરત મળે, જ્યારે કોઈને ભવાંતરમાં મળે. તારી સેવા જેટલી વહાલી છે તેટલી વહાલી આ બધી સામગ્રી નથી લાગતી. અને તેનો ઉપયોગ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરતા હોય છે. તારી સેવાથી ઇષ્ટ પદાર્થોનો આનંદદાયી યોગ થાય છે, અપ્રિય કે અનિષ્ટ પદાર્થો દૂર જતા રહે છે. તારી સેવા દ્વારા સેવક અનુકૂળતા સેવે છે. મૂળને વફાદાર રહેતું વૃક્ષ જેમ ટકે છે તેમ જિનેશ્વરભગવાનને વફાદાર રહેનાર પણ ટકે છે. સેવકને તારા જેવો બનાવનાર સ્વામી ! તારા સામર્થ્યનો કોઈ સુમાર નથી, દયાનો પાર નથી. વળી મારો આત્મા અને બીજા અનંત આત્માઓ વિનયપૂર્વક તારી સેવા-ભક્તિ કરે છે તેનો યશ નિર્મળ ચંદ્રકરણોની જેમ જગતમાં ફેલાય છે, તે પ્રતાપી સૂર્યની માફક દીપી ઊઠે છે અને શત્રુઓને વશ કરે છે. તારો ભક્ત જરાય નબળો નથી, તે પણ સિંહ જેવો છે; શૌર્યને ધારણ કરે છે અને શત્રુને દૂર કાઢી મૂકે છે. ગુણ-રાગ વડે રંગાયેલા એવા મારા આત્મામાં ધર્મનું ચક્ર ચાલ્યા જ કરે છે અને તેથી ઘરમાં મંગળની હારમાળા પ્રગટે છે. મારા મનમાં તારા નામની
યશોભારતી છુ-૨૫૪