________________
ગુણોને સહેજ જ જાણ્યા છે છતાં હવે બીજું કાંઈ ગમતું નથી. મીઠા અમીરસના ઘૂંટડા જેણે પીધા હોય તેને બીજા રસ કેમ ભાવે ? ખોબે-ખોબે પીવા જેવો પ્રભુના પ્રેમનો રસ છે, સમતારસ છે, ગુણરસ છે, કરુણારસ છે, ત્યાગરસ છે. આ રસમાં જ સાચો કસ છે. તે જ સરસ છે. તમારા આ સમ્યરસને જાણનારો હવે કદાચ કર્મવશ પાપરૂપી ભોજન કરવાનો વખત આવે તોપણ હું તો સમ્યક્ત્વરૂપી રસ જ પીશ. લાખો વાર નમન કરવા છતાંય મારું મન ધરાતું નથી માટે કે શાંતિનાથપ્રભુ ! મને તમારા રસમાં નહાવા દો. તમારું ધ્યાન તે જ સમક્તિ રૂપ છે, તે જ જ્ઞાન છે અને ચારિત્ર છે. તેનાથી સઘળાં પાપો દૂર થાય છે અને પરમાત્માપણું પમાય છે. મારું ચિત્ત તો તમારામાં જ છે, તમારા ધ્યાનમાં છે. સમ્યક્ત્વજ્ઞાન જ ભવજળતા૨ક બને છે. આના કારણે જ આત્મા છà–સાતમે ગુણસ્થાનકે પહોંચે છે, ક્ષપક શ્રેણી માંડે છે અને અંતઃ મુહૂર્તમાં પરમાત્મા બને છે એ નિઃસંદેહ છે. તમારું સ્વરૂપ જોઈને ભવી આત્મા અરૂપી પદ મેળવે છે તે આશ્ચર્ય જ છે. રૂપી એવો હું અરૂપી એવા તમારામાં એકરૂપે રહ્યો છે, તે વાત મને સમજાતી નથી, માટે જ હું તમારી ભક્તિ નિરંતર કરીશ. કારણ તમારા મતને હું વફાદાર રહેવા માગું છું કે જેથી મને મુક્તિ-પદ મળે.
*
૧૭. શ્રીકુથુનાથવામીનું સ્તવન
‘‘સાહેલાં હે કુથુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ..''
પૂજ્યશ્રીની સ્તવનોની માળા ગૂંથવાની રીત પણ અનોખી છે. જેમ જેમ પ્રભુભક્તિમાં આગળ વધતા જાય છે, તેમ તેમ તેમના હૃદયમાંથી મોહરૂપી અંધકારનો નાશ થાય છે અને તેથી જ તે કહે છે કે “સાહેલાં હે શ્રી નયવિજય સુશિષ્ય વાચક યશ ઈણી પેરે કહે રે’’ રત્નદીપક શુદ્ધ દશામાં પ્રકાશે છે. તેને કોઈ તેલ પૂરવું પડતું નથી. હવે મોહરૂપી અંધકારનો નાશ થયો છે, એટલે જ આગળ વધતાં કહે છે કે હે પ્રભુ ! તું અતિપ્રકાશિત રત્નદીપક છે અને આ દીપકનો પ્રકાશ મારા અંતરમાં આવી જાય તો મારા આત્માનું તેજ ઝળહળી ઊઠે. આ જગતના સઘળા જીવોને મિત્રો ગણી કહે છે કે, જો તું મારા મનમંદિરમાં આવે તો જેમ સૂર્ય પ્રકાશતાં જ અંધકાર ભાગી જાય છે તેમ મોહ
થોભારતી ૨૧૮