________________
ભક્તિ કરવી જોઈએ. વળી જેમ ચંદન શીતળતા ઉપજાવે છે, અગ્નિ ઠંડીને દૂર કરે છે તેમ પ્રભુના ગુણનો પ્રેમ સ્વાભાવિક રીતે મારાં દુઃખ દૂર કરે છે. જેમ જળ પીવાથી તરસ છીપે છે. ભોજન કરવાથી ભૂખ શમે છે. કારણ એ તેમનો સ્વભાવ છે. તો શું તમારા ગુણો ઉપરનો પ્રેમ નહિ કામ આવે ! પ્રેમનો પણ સ્વભાવ છે કે તે મારાં દુઃખ દૂર કરે. વળી આગળ વધતાં વધુ વિનવણી કરે છે કે હે પ્રભુ ચંદ્રના ઉદય અને અસ્ત વખતે સમુદ્ર તેને અનુસરે છે, જ્યારે કુમુદનું પુષ્પ તો વગર સંબંધે જ ચંદ્રને અનુસરે છે. તેવી રીતે તમારા અને મારા ચૈતન્યસ્વભાવ વચ્ચે રહેલા સામ્યને કારણે તમારામાં હું પ્રીતિવાળો થયો છું. | તમારા ગુણો પૂર્ણપણે પ્રગટેલા છે. જ્યારે મારા ગુણો કર્મોને લીધે દબાઈ ગયા
છે, માટે જ મારા ગુણો પ્રકટ કરવા તમને મારા હૃદયરૂપી સિંહાસન ઉપર બિરાજમાન કર્યા છે. જડ એવાં કર્મોની તરફ ઝૂકી જઈને મેં ઘણાં દુ:ખો સહન કર્યા છે; પાપો બાંધ્યાં છે, પરંતુ હવે તમારી ચેતનાશક્તિનું બીજારોપણ મારામાં કરો એમ તમારી પાસે ભક્તિપૂર્વક પ્રાર્થના કરું છું.
૧૬. શ્રીશાંતિનાથ સ્વામીનું સ્તવન
ધન દિન વેળા, ઘન ઘડી તહે.......... જગતમાં શાંતિ આપનારા એવા પ્રભુ તમારા ચરણમાં આળોટવાનું મન થતાં કહે છે કે “તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ, ભજન તે વાચક યશ કરે જી.” હું તમારું ભજન જ કરી જાણું છું, મને કંઈ જ આવડતું નથી. હે તારક દાદા, તમારી વાણીને ઝીલવા ખૂબ જ શ્રદ્ધા, ધીરજ અને વિનમ્રતાની જરૂર પડે છે. જ્યારે તમને ભેટશું, તે ઘડી ધન્ય ધન્ય બની ગઈ હશે. તમારા વદનરૂપી ચંદ્રનું દર્શન કરીને સુખ પામશું અને વિરહના કાળની વ્યથા દૂર કરીશું. આજ સુધી તો મેં પાણી વલોવીને માખણ મેળવવા પ્રયાસ કર્યો, અર્થાત્ સુખ મેળવવા પ્રયાસ કર્યો પણ મળ્યું દુઃખ જ, પણ હવે તમારા વિરહની વેદના દૂર થઈ ગઈ છે. સ્વાર્થમાં રહીને અનેક પાપો કર્યો. સંયમના બદલે ભોગને પ્રાધાન્ય આપ્યું, પણ આજે તમારા દર્શનથી સમજાઈ ગયું છે કે સાચું સુખ શેમાં છે. વળી તમારા
ચોવીસ અવનો ઘ ૨૩૦ )