________________
(પંખી મેઘના જળથી જ તૃપ્ત થાય છે તેમ મારો આત્મા તારી વાણીથી તૃપ્ત થાય છે, તેથી અન્યત્ર દોડાદોડી કરતો નથી. તારામાં જ જે સંપૂર્ણ થવાતું હોય તો મારે શા માટે બીજે જવું પડે? તારું સામર્થ્ય અચિંત્ય હોય છે એટલા માટે જ હું તારામાં ભક્તિ કરી આત્માને ઉજ્જવળ બનાવીશ. વળી તારી સાથે વાત કરવાનો પણ અનેરો આનંદ આવે છે. તું મારો પ્રીતમ છે અને તારી સાથે જીવનભરનો સાથ નિભાવીશ, તારામાં ખોવાઈશ.” પ્રીત તારી સાથે કેમ બતાવવી તેના દર્શન કરાવતા પૂજ્ય મહોપાધ્યાયજી મ. ગાય છે કે, કોયલ મનોહર આંબાનો મોર-આમ્રમંજરી ખાઈને મધુર શબ્દ કરે છે. તેને બીજાં વૃક્ષો ગમતાં નથી, તેને આમ્રવૃક્ષ જ ગમે છે તેમ મારે તારી સાથે રહીને જ ગુણોનો રાગ મેળવવો છે. મને તારી પ્રીતિ ગમે છે તેથી જ તો મને મન મૂકીને તારી સાથે આત્મજ્ઞાન લલકારવાની ચાનક જાગે છે, તેથી જ તો હું બીજાની સાથે પ્રીતથી બંધાઈ જતો નથી. હું અને તું, તું અને હું એમ આપણી વાતો કાલીઘેલી ભાષાથી કરીએ અને એમાં હું મારું આત્મજ્ઞાન પામી દિવ્ય પ્રકાશ જોતો થઈ જઈશ. સંસારના પદાર્થોથી જિતાઈ જઈશ નહિ. પછી પ્રભુ સાથેની પ્રીતડીનું વધુ દર્શન કરાવતા મ. શ્રી કહે છે, ““હું તારામાં ખોવાઈ ગયો છું. મારી અને તારી પ્રીત સ્વાભાવિક છે અને જેમ સૂર્યવિકાસી કમળ સૂર્યનાં કિરણો ગ્રહણ કરે છે અને ચંદ્ર-વિકાસી ચંદ્રનાં કુમુદ ચંદ્રની સાથે પ્રીત ધરાવે છે. વળી ગૌરી શંકર વિના રહી શકતી નથી, લક્ષ્મી વિષ્ણુ વિના બીજાને ચિત્તમાં ધારણ કરતી નથી, તેમ તારાં દર્શન કરવાને આતુર હું બીજા કોઈ સાથે પ્રીત બાંધતો નથી. હું તારા દિવ્ય પરમાત્મતેજનાં કિરણોમાં ખોવાઈ જઈને ચિત્તને પ્રસન્ન કરું છું. વહાલની કક્ષા તો લૌકિક સ્તરની ગણાય છે તેમાં પણ પોતાના વહાલાને સમર્પિત થવાની વૃત્તિ છે. કમલિની સૂર્ય તરફ જ જુએ છે, તે સોહામણા ચંદ્રની સામે જોતી નથી, તેમ હું પણ કાળક્રમે પરમ કૃપાનિધિ કરુણાસાગર પરમાત્માનો વફાદાર સેવક બની જઈશ, કારણ મેં તો તારી સાથે પ્રીતડી બાંધી છે અને છેલ્લે મારું મન તારી સાથે મળ્યું છે. એને બીજા સાથે ગમતું નથી એટલે હું નિરંતર તારા ગુણો ગાઉં છું, તારી સ્તવના કરું છું. તારી ભક્તિમાં રંગાયેલો આત્મા રસદાર ભક્તિસુમનોની આ માળા ગૂંથીને તારાં સ્તવનોથી સ્તવના વડે તને મારા મનમંદિરનો માલિક બનાવીશ.” ઉપાધ્યાયજી મહારાજસાહેબે પણ પોતે ગુરુદેવનું નામ આપીને ગુરુકુળ-પરંપરાના ઉપકારક તત્ત્વને મહત્ત્વ આપી બિરદાવ્યું છે. એમણે કહ્યું છે કે પ્રીતડીના રસમાં મને મારા આત્મદર્શનનો
( ચોવીસ સ્તવનો 1 ૨૧૯ -