________________
ઢાંક્યો ઢંકાઈ જતો નથી. સૂર્ય ચંદ્રનું તેજ છાબડીથી ઢંકાઈ શકતું નથી. મોટું ઘર છત્રીથી ઢંકાઈ જતું નથી, હાથમાં ગંગાનાં જળ સમાતાં નથી તેમ તારા પ્રત્યેનો પ્રેમ હું મારા અંતઃકરણમાં કઈ રીતે સંગ્રહી શકું ? તે અગાઘ છે, અનંત છે, છલકાઈ ઊઠે છે. પ્રભુભક્તિમાં મસ્ત બનેલા પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ આગળ વધતાં એમ કહે છે કે મારી પ્રીતડી એવી છે કે જેમ કાથો ચૂનો ચોપડેલ નાગરવેલનું પાન જે ખાય તેના હોઠ લાલ થાય છે તેવી મારી-તમારી પ્રાતડી છે. મારો પ્રેમ પણ તારા ગુણરૂપ રસના પ્યાલા ભરી ભરીને પીવાથી અભંગ થયો છે. હે પ્રભુ તારા ગુણ કેટલા ? તો અપરંપાર છે અને તે ગુણોનું પાન નાની ચમચી વડે ના થાય પણ મોટા લોટે લોટેથી થાય. કારણ અનંત એવા અવગુણોથી ભરાયેલ એવા મારા આત્માને અજવાળવાનો - પ્રકાશ આપવાનો માત્ર આ જ ઉત્તમ ઉપાય છે. તું તો પરાર્થ વ્યસની છે. આ ગુણમાં રમવાથી, મારો ભાવ આત્મસાત્ થાય છે. અને જ્યારે હું તારી ભક્તિના રસમાં નાહીને સામે કિનારે જઉં છું ત્યારે તું જ મળે છે. જેમ શેરડી મોટી થયેલી હોય પણ તે પાનના લીધે ઢંકાઈ ગઈ હોય છતાં પણ દેખાય છે તેવી જ રીતે મારો અને તારો પ્રીતનો સંબંધ વધે છે. મારો પ્રેમ દિવ્ય દર્શનવાળો છે, કોઈથી ઢંકાઈ જાય તેવો નથી. તું તો પ્રેમનો સાગર છે, ગુણનો મહાસાગર છે, દયાનો દરિયો છે અને આ રીતની તારી ભક્તિના તાનમાં તણાઈ જઈને તારા પ્રીતના ગુંજનરૂપ એવા સાગરમાં મારે તારા જેવું થવું છે. હે તારણહાર સુમતિનાથપ્રભુ ! તું જ હવે રસ્તો આપ. તું સુંદર ગુણોવાળો છે અને તારી સુગંધી મારા આત્મામાં નાખીને પૂર્ણ પરમાત્મા બનાવ. એમ વિરહી એવો હું તારા ચરણમાં અમૃતરસના પ્યાલાનું અમૃતપાન કરી રહ્યો છું.
*
૬. શ્રીપદ્મપ્રભુસ્વામીનું સ્તવન
‘‘પદ્મ પ્રભુ જિન જઈ અળગા રહ્યા, જિણથી નાવે લેખો જી’’
શ્રીપદ્મપ્રભુસ્વામીના સ્તવન અંગે આ ગૂંથેલ ફૂલમાળામાં પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે વાચક યશ કહે ‘એહ જ આશરે, સુખ લહું ઠામોઠામજી' તારા ચરણના દાસ બન્યા પછી હું બધી જ જગ્યાએ સુખ
શોભારતી ૨૨૪