________________
શ્રી શીતલ જિન, હે પ્રભુ ! હવે ઢીલ ના કરશો. આપની સેવાનું જે કંઈ ફળો હોય તે મને આપો. જન્મ-મરણની જંજાળમાંથી કાયમી મુક્તિ મેળવવાની તમન્ના છે માટે મારે આપને ભેટવું છે. ભક્તિ વડે ચિત્તને નિર્મળ કરી આપણે સ્વામીને ભેટીએ, કેમ કે એમને તન-મન-ધન સોંપ્યાં છે. આપની ભક્તિ ચોખા ચિત્ત વડે થઈ શકે છે. વિષય-કષાય તરફનો રાગ વીતરાગ તરફના રાગને અવરોધે છે. તેના ત્યાગ વગર વીતરાગ પ્રત્યેના સાચા ભક્તિમાર્ગે જઈ શકાતું નથી. જેમ મૌન રાખવું અને બોલવું બંન્ને ક્રિયા સાથે થઈ શકતી નથી, તેમ મમત્વ અને સમત્વ બેનું સેવન સાથે થઈ શકતું નથી. આત્મિક શીતળતા પરમાત્માને ભજવાથી મળે છે. પર પદાર્થોનો રાગ જ અજંપો જન્માવે છે. આગળ વધતાં પ્રભુને કહે છે કે દુનિયામાં દાતારનું નામ ઘણા ધરાવે છે, પણ સાગર જેવા દાતાર આ જ છે, બાકી બધા કુવા જેવા છે. આપ તો સૂર્ય સમાન તેજવાળા તેજસ્વી છો, જ્યારે બાકીના આગિયા જેમ માત્ર ઝબકારા કરનાર. રામ રીઝે તો રાજ્ય આપે, દેવ રીઝે તો દૈવી સમૃદ્ધિ આપે પણ આપ રીઝો તો અક્ષય સુખનો સ્વામી બનાવી દો. તે જ સાચું સુખ છે, અખંડ સુખ છે, નિરાબાધ સુખ છે, જે આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં રહેલું છે. આપ જરૂર અક્ષય સુખનો સ્વામી મને બનાવશો, કારણ હું દરિદ્ર છું અને તે દારિદ્રય દૂર કરવાનું સામર્થ્ય આપ ધરાવો છો. આપ દયાળુઓમાં સર્વશ્રેષ્ઠ છો તો હું દયાપાત્રો આત્માઓમાં વિખ્યાત દયાપાત્ર છું. આપ એટલા માટે મોટા છો કે આપના આત્મપ્રદેશોમાં સવી જીવ કરું શાસનરસીની ભાવના છે. વાત્સલ્ય છે માટે આપ મોટા છો અને આ મોટાઈ સ્વપુરુષાર્થોપાર્જિત છે અને તેથી જ દેવો, દાનવો, મનુષ્યો આપને નમસ્કાર કરે છે. મોટા માલિકને માલિક તરીકે સ્વીકારનારા આ સેવકની માગણી પણ મોટી હોય જ ને ! જેમ ફૂલની સુવાસ ચારે બાજુ ફેલાઈ જાય છે તેમ આપના આત્મામાં પ્રગટ થયેલો પ્રકાશપુંજ સર્વત્ર ફેલાઈ જાય છે અને ભક્તોને પૂરો લાભ આપે છે. મારા મનની વાત આપ જાણો છો. મા આગળ મોસાળની હકીકત વર્ણવવાનો શો અર્થ ! અર્થાત આ વાત મા જાણતી હોય છે તેમ મારા જેવાની બધી વાતો આપ જાણો છો. માટે જ આપને હું કહી રહ્યો છું કે મારા મનમાં આપ એક જ છો. આપનું જ ચિંતન છે, | આપનું જ ધ્યાન છે. માટે ફળ આપવાની ઢીલ ના કરશો. પરાધીનતાના ત્રાસમાંથી છૂટવા પ્રભુ તને અરજ કરું છું કે મારા મનમાં મુક્તિ સિવાય બીજી કોઈ વાત નથી, માટે વિલંબ ના કરશો. એમ હૃદયનાં આંસુપૂર્વક પ્રભુ પાસે
{ યોભારતી n ૧૩૦