________________
મોટા પુરુષ તો તે જ કહેવાય કે વગર માગ્યે ફળ આપે. તો તે મારા મનના મોહનિયા, મારા હૃદયકમળમાં પધારી આ કિંકરના હૃદયમંદિરને તારા ચરણથી પાવન કર. ચાતકને ખીજવી પજવીને મેઘ જેમ જળ આપે છે તેથી તેની શોભા ઘટી જાય છે અને કાળો થઈ જાય છે તેમ સાચા દાતારનું એ લક્ષણ નથી કે પજવીને આપે. તેની નિંદા થાય છે માટે હે પ્રભુ! મારો આત્મા તારા માટે તલસે છે અને તેથી કરુણાનું વારિ ઈચ્છે છે. જે વિલંબ થાય તો મેઘ અને તારી વચ્ચે કોઈ તફાવત રહ્યો ના કહેવાય. જેમ ચાતક પંખી નદી કે નીરનું પાણી ના પીતાં ફક્ત મેઘનું સીધું જ પાણી પીએ છે, તેમ હું તો ચાતક છું અને મેઘ તું છે, તેથી તને જ ઝંખુ છું કરુણાની લહેર માટે. આ લહેર આત્માના પ્રદેશે પ્રદેશે ફરી વળે જેથી મારા આત્માને પરમાત્મદશા તરફ ગતિમાન કરે. મારે પણ ચાતકના પીઉ પીઉની માફક પ્રભુના નામનું રટણ કરવું પડે છે. તેને તો મનનો માનેલો કંત કહ્યો છે, માટે જ મારું મન તારા સિવાય બીજે ગોઠતું નથી અને છેલ્લે પ્રભુને મોઢામોઢ જ કહે છે કે જે મોક્ષફળ આપવું જ છે તો મને શા માટે તડપાવે છે. જેમ બાળક ખસ, ખસતું પોતાની માના ખોળામાં પહોંચી જાય છે તેમ હું પણ મોહ, અજ્ઞાન, રાગ, દ્વેષ વગેરેને છોડીને આગળ વધતો તારા પરમાત્માસ્વરૂપમાં ભળી જઈને આનંદમાં એકાકાર થઈ જઉં એમ પ્રભુની સાથે પ્રીતિ કરું.
૯. શ્રીસુવિધિનાથવામીનું સ્તવન
“લઘુ પણ હું તુમ મન નવિ માવું રે....” પ્રભુની સાથે, પાસે બેસીને પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજે વાતો ખૂબ કરી પરંતુ આ સ્તવનમાં તેમનાં કીર્તન ગાતાં કહે છે કે “શ્રી નયવિજય વિબુધનો શિષો રે, યશ કહે ઈમ જાણો જગદીશો રે.” પૂજ્ય ગુરુદેવના નામે હવે વાત કરતાં કહે છે કે નાના બાળકની કાલી કાલી ભાષાથી મા-બાપ કેવાં હરખાય છે!કેવાં રાજી થાયછે! એમ હુંતો બાળક છું અને તારી સમક્ષ મારી વાતો રજૂકરું છું. મારી વાતોને સારી રીતે સમજજે, કારણ હું નાનો છું તેથી તારાવિશાળ
( શોભારતી n ૨૨૮ )