________________
સ્તવન કરતા મહારાજશ્રી ગળગળા થઈ જાય છે. ફળ પાકતાં જેમ થોડો સમય લાગે પણ મુક્તિરૂપી ફળ દીર્ઘકાળે પાકે તેમાં કંઈ આશ્ચર્ય થતું નથી, તેમ પૂજ્યશ્રીને લાગે છે.
૧૧. શ્રીશ્રેચાંસનાથસ્વામીનું સ્તવન
‘“તુમે બહુમિત્રીરે સાહેબા, મારે તો મન એક.’’
પ્રભુને તો ઘણા મિત્રો છે તેમ કહેતા પૂ. વાચકજી કહે છે કે ‘‘વાચક યશ કહે મુજ મિલ્યો, ભક્ત એ કામણ તંત’’ તમારે તો ઘણા મિત્રો હોય, મારે તો તમે જ મિત્ર છો. હું પણ કેવો રાગી ! તમારો રાગી. તમારા કામણમાં ખોવાઈ જનારો, તમારી ભક્તિ એ જ કામણ છે. મારે તો તમે જ મિત્ર છો અને તમને ભજતા રહેવાની મારી ટેકને આપ ચિરંજીવી બનાવજો. જીવમાત્રને સહૃદયી મિત્રની આંખે જોનારા આપને મિત્રોનો કોઈ તોટો નાથી. વળી અનેક પુણ્યશાળી આત્માઓ પણ વધુ ભક્તિ કરીને હકદાર બને છે ; જેમ પતિવ્રતા સ્ત્રીને આધાર માત્ર પતિ જ હોય છે તેમ મારું મન પણ આપનામાં ઠર્યું છે. માટે તમે જ મારા સ્વામી છો. તમે મારી આંખના નૂર છો. જેમ ઝવેરી સાચા હીરાને પારખીને ખરીદે છે તેમ સમ્યક્દષ્ટ આત્મા દેવનાં સ્વરૂપ પારખીને તેની ભક્તિનો માર્ગ પકડનારો બને છે. મારી ટેક આપને ભજવાની છે જે ટકાવી રાખજો. વળી તમે બધાનાં મન સાચવો છો, પણ કોઈકની સાથે જ એકરૂપ થઈ જાઓ છો. લાખો લોકો લલચાય છે પણ સહેજમાં આપના સાથીદાર નથી બનતા. પ્રભુ તમે બધાની સેવા-ભક્તિનો સ્વીકાર કરો છો, કોઈને ના પાડતા નથી, પણ જે સાચો ભક્ત હોય તેને અભેદ ભાવે મળી જાવ છો. તમારી ભક્તિ જ ઉત્તમ છે. બદલાની ભાવના પ્રભુસ્વરૂપ ના બનાવી શકે. તમારી આજ્ઞાથી ત્રિવિધ આરાધના કરું એ જ મારી ભક્તિ છે : આ ભક્તિ આઠેય કર્મોનો કચ્ચર-ઘાણ કાઢવા માટે કરવાની હોય છે. વળી આપ તો રાગથી ભરેલા માણસોના મનમાં વસો છો, છતાં ત્રણે કાળ આપ વિરાગી રહો છો. તમારા ચિત્તરૂપી સમુદ્રનો પાર કોઈ પામી શકતું નથી. જેમ પાણીનો કોઈ આકાર
એવા સ્તવનો ૩ ૧