________________
કામણ છે તો મારી પાસે ભક્તિનું કામણ છે. અલગતા – જુદાઈ ટાળે તે જ ભક્તિ. મારે પણ તને ઘરમાં લાવવા માટે શુદ્ધિ, પવિત્રતા નિર્માણ કરવી પડશે અને મારા મનરૂપી ઘરની સુંદરતા જોઈને તું મારા ઘરમાં નિરંતર વાસ કરીશ. અઅલિત ભક્તિવાળું મન તે જ વૈકુંઠ છે, તેમ યોગી પુરુષો અનુભવથી કહે છે. જેમ સરોવર કમળોથી શોભે છે રાત્રિ ચંદ્રથી શોભે છે, તેમ મન પવિત્રતાથી શોભે છે. મલિનતાવાળા વિચારોથી આપણામાં પરમાત્મભાવનું કિરણ દાખલ થતું નથી. મન મૈત્રીભાવ, પ્રમોદભાવ, કરુણાભાવ અને માધ્યસ્થભાવ વડે મધમધતું હોય તો જ પ્રભુ ખેંચાઈને આવે છે. પ્રભુ આપણાથી દૂર નથી, પણ આપણા મલિનતાના કિલ્લાથી પ્રભુને દૂર રાખીએ છીએ. આ મલિનતા ફેંકી દો અને પછી જુઓ કે કોણ અમૃતપાન કરાવી રહ્યું છે? કોણ પૂર્ણતાના પાઠ ભણાવી રહ્યું છે? વળી કષાયવાસિત મન હોય તે જ સંસાર છે અને કષાયરહિત મન એ જ મોક્ષ છે. અમારા વિશુદ્ધ મન રૂપી ઘરમાં પ્રભુ પધારશો તો મને નવનિધિ સંપત્તિ પ્રાપ્ત થઈ એમ માનીશ અને તેમાં તમને બિરાજમાન કરીશ. તમે નિષ્કષાયી છો, નિર્વિષયી છો. માટે તમને ભજવા મન વિશુદ્ધ જોઈએ. સ્વમમાં તમે આવો છો તો મારો આત્મા ભાવવિભોર બની જાય છે, અનેરો આનંદ થાય છે. આપ પધારો ત્યારે ખાતરી થશે કે મારું મન શુદ્ધ થયું છે. હે પ્રભુ ! તમે તો સાત સમુદ્રના છેડે જઈને બેઠા છો, પણ મારી ભક્તિ વડે તમે મારા મનમાં પેઠા છો. દૂર રહેલાને પરાણે વળગતા જવું તે ભાણા ખડખડનું દુઃખ સહન કરવા જેવું છે. આપ તો દૂર વસ્યા છો માટે આપની સાથે પ્રીત ટકાવવાની મુશ્કેલી નડે છે, પણ ભક્તિબળે મારા મનમાં આવો છો ત્યારે ભૂખ્યાને અન્ન મળે તેટલો આનંદ થાય છે. આપ મનમાં હો ત્યારે જ આનંદ આવે છે, માટે તમો હવે મનમાંથી ખસી ના જશો. આથી હવે મેં નિશ્ચય કર્યો છે કે ક્ષાયિક ભાવે ખીર નીર જેમ મળી જાય તેમ હું તમારી સાથે એકમેક થઈ જઈશ અને અનંત કાળ સુધી આપનો વિરહ ન પડે, તો મારો આનંદ અખંડ બની જાય. છેલ્લા ચરણમાં કહે છે કે હે નાથ ! ધ્યાતા, ધ્યેય, ધ્યાનની એકાગ્રતા દ્વારા તમારી અને મારી વચ્ચે ભેદ છે તેનો નાશ કરીને જળ અને દૂધની જેમ આપણે મળી જઈશું. મન તમને જ સોંપી દઈશ. મનથી મનની ભેટ પ્રભુને ઘરનારને પરમ દાતાર પ્રભુ મોલ ભેટમાં આપે છે, તેમાં કોઈ સંદેહ રહેતો નથી. જ્યાં એકપણું આવ્યું એટલે સઘળું પ્રાપ્ત થયું. પ્રભુ અને
( મોનાસ સ્તવનો n રવર છે