________________
૭. શ્રીસુપાર્શ્વનાથવામીનું સ્તવન
“શ્રી સુપાર્શ્વ જિનરાજ ! તું ત્રિભુવન શિરતાજ પૂજ્ય મહોપાધ્યાય મહારાજસાહેબ સુપાર્શ્વનાથ ભગવાનનાં ચરણકમળમાં રહીને કહી રહ્યા છે કે “આજ તો સ્વામી રે શિવગામી, વાચક યશ ધુણ્યોજી” તારી વાણી સાંભળવા તારા સમવસરણમાં આવ્યો છું. તારો વાસ શિવપદ પર છે, પરંતુ ત્યાં જતાં પહેલાં તે અનંત ઉપકાર કર્યા છે તેવી પાંત્રીસ ગુણથી યુક્ત વાણીવાળા પરમાત્માની સ્તવના કરતાં હું પોતાને ભાગ્યશાળી સમજું છું. તારી શોભા જોઈને મારું હૃદય પાવન બને છે. તે જિનેશ્વરદેવ, આપ ત્રણેય લોકના મસ્તકના શિરમુકુટરૂપ છો અને તે પદનું ઐશ્વર્ય આજેય મારા દિલ તથા દુનિયામાં દીપી રહ્યું છે, કારણ તે બધા જ જીવોની કરુણા ચાહી છે. અને તું કલ્યાણ કરવા માટે તારા સમય, શક્તિ અને શ્વાસોચ્છવાસને પણ સાર્થક કરે છે. તું તપ જપ કરીને પોતાના આત્મવીર્યને ફોરવે છે અને ઉત્કૃષ્ટ ભાવ દયા ચિંતવવાના કારણે તીર્થંકરપદની પ્રાપ્તિ કરે છે. હું તો તારા ચરણના અંગૂઠામાં જ બેસીને દિવ્ય ધ્વનિનું સંગીત સુણી રહ્યો છું. દશેય દિશામાં તારાં બુલંદ થયેલાં પ્રતિહાર્યો જેઉં તે પહેલાં તારા સ્વરૂપને મારાં ચક્ષુથી જોઈને જીવન સાર્થક કરું છું. દેવોએ કરેલા દિવ્ય દરવાન, પુષ્પો, ચામર, ત્રણ છત્ર, પ્રભામંડળ અને દૂભિ એ પ્રતિહાર્યો પ્રભુની પ્રભુતામાં વધારો કરી રહ્યાં છે. આપનું પુણ્ય ઉકૃષ્ટ હોવાથી દેવો, મનુષ્યો, તીર્થંચો પણ સમવસરણમાં આવીને બિરાજેલા છે. એક યોજન પ્રમાણ સમવસરણની મધ્યમાં સ્ફટિક મહિના સિંહાસન ઉપર “નમો તીથ્થસ્સ' કહીને જ્યારે આપ બિરાજમાન થાઓ છો,
ત્યારનું વાતાવરણ ઘણું જ આહાદક લાગે છે. અશોકવૃક્ષની છાયામાં માલકૌશ રાગમાં આપની દેશના સાંભળીને મારાં પૂર્વનાં અસંખ્ય કર્મોને બાળી નાખું છું. તારી રિદ્ધિ-સિદ્ધિનો પાર જ નથી. પુષ્પવૃષ્ટિથી સુગંધી ચારે બાજુ ફેલાઈ છે અને તારી ઠકુરાઈ તો મારે કરવી જ છે, એ સૂચવતાં ત્રણ છત્રો પણ શોભી રહ્યાં છે, દેવો ચામર ઢાળે છે, પાછળ ભામંડળ છે કે જેથી તારા વદનનાં તેજ જો હું ના જોઈ શકું તો શું કામનું? તો જે ભામંડળ છે તે આ તારા તેજને સંક્રાંત કરે છે જેથી હું મારી તૃષા છિપાવી શકું. દુંદુભિનાદ કરીને દેવો આકર્ષી રહ્યા છે. ચોત્રીસ અતિશયોવાળા અને પાંત્રીસ ગુણવાળા સુપાર્શ્વનાથપ્રભુ! તારી આ
-
પહોભારતી ૨૧