________________
સુખ જ અનુભવું છું, પણ તું તો મારાથી યોજનો દૂર વસ્યો છે. ત્યાંથી તું તારા ભક્તને પત્ર ક્યાંથી લખે ! ત્યાં તો કાગળ અને શાહી મળતાં નથી એટલે મારે જ લખવો પડે ને ! પોતાના સ્નેહીને કોણ વીસરે ? પ્રભુને ભજનારો કાળ અને અંતરને પણ ખ્યાલમાં રાખતો નથી. મારો ત્યાં આવવાનો માર્ગ પણ અધરો છે. મારે તારી પાસે આવીને તારા ગુણના નિધિને જોઈને તારા સ્વરૂપનું ધ્યાન કરવું છે. મારા હૃદયપટખૂલતાં તારા પ્રત્યેનો સ્નેહ જાગૃત થાય છે. તેથી પ્રભુ દૂર હોય પણ નજીક લાગે છે. વળી તારી ભક્તિમાં હું ડૂબી ગયો છું. તેથી તારા પ્રત્યેની વિચારધારામાં મારા ત્યાં સમાચાર પહોંચતા નથી. મારો અને તારો મેળાપ જે થયો છે તે દુર્લભ છે અને તારો વિરહદુઃખરૂપ છે. કારણ વ્યક્તિ વ્યક્તિના સંબંધ માટે, પિયા અને પિયુના મિલન માટે પત્રવ્યવહાર હોય છે જ્યારે મારી અને તારી વચ્ચેના સંબંધે પત્રવ્યવહાર નથી, તેથી તારા વિરહની વેદનાનું દુઃખ ઘણું છે. શું કરું? હવે તો આ સંસારમાં તારા વગર રહેવું કારમું લાગે છે. વપાછો તું તો રાગ વગરનો છે, જ્યારે હું તો રાગથી ભરેલો છું. માલિકની લગામ અનુસાર ઘોડો દોડે છે; નહિ કે ઘોડો માલિકને દોરે. પરંતુ જેમ ઘોડો માલિકના કહ્યા અનુસાર ચાલે છે તેમ હું પણ તારા કહ્યા અનુસાર કરું છું. મારી અને તારી વચ્ચે આવી જ સ્થિતિના અનુભવો થાય છે, પણ હું તને સ્વપ્રમાંય ભૂલી જતો નથી. મારી આ વ્યથા તારા તરફનો વધુ પડતો ભક્તિભાવ જગાડવા માટે છે. રાગ વગરના બનવામાં તારા તરફનો અવિસાર રાગ જ તાર જેવો બનાવશે અને આગળ વધતાં તારા સ્વરૂપની વિચારણારૂપ ભાવનાના રસને સાચી ભક્તિ કહી છે. આથી જ મારા મનોરથ સિદ્ધ થાય છે. પ્રેમરસ વર્તતો હોય ત્યાં પ્રભુ રીઝે છે. મારી કાકલૂદીભરી વાણી અને ભક્તિથી તું ના રીઝે તો શું કામનું ! મારો પ્રેમ વધતો જ રહેશે અને તેના દ્વારા તું પણ મારી ભક્તિથી ચાહનાવાળો થઈશ. છેક સુધી મને નહીં મળવાવાળો છેવટે હકારનાં દ્વાર ઉઘાડી દે તો મારાં તન, મન, ધનથી તારી ખિદમત કરીશ. છેલ્લે ગુણવાનની સોબતથી હું ગાણું અને તેથી મોટા સુખના અનુભવો ઠેરઠેર કરું છું જેથી મારામાં એવી ખુમારી પ્રકટે છે કે જેમ વડાપ્રધાનની સાથે રહેતો તેનો પર્સનલ સેક્રેટરી કોઈથી ગાજ્યો જતો નથી તેમ હું નિર્ભયપણે જીવું છું. સંસારના રાગને નિર્મૂળ કરવાનો ઉત્તમ ઈલાજ વીતરાગની ભક્તિ છે, જે હું નિરંતર કરીશ.
- ચોવીસ અવની ઘ ૨૨૫ )