________________
પુદ્ગલની રાત્રિ દૂર થાય છે, એટલે જ છેલ્લે મહારાજશ્રી દાસ થવાની માગણી કરે છે, વિનવણી કરે છે. જેમ જેમ પ્રભુ સાથે પ્રીતિ વધતી જાય છે તેમ તેમ ભક્તિ વધતી જાય છે, પ્રભુમય બનવા પ્રયાસ કરે છે. પૂજનથી પૂજ્ય બનાય છે. પ્રભુનાં ધ્યાન અને ચિંતન કરવાથી પ્રભુ થવાય છે. આઠમાં ગુણઠાણાથી ઉપર ચઢવા માટે ધ્યાનનો માર્ગ અને ત્યાં સગુણ ઉપાસના જરૂરી નથી, પરંતુ સ્થિરતા અને એકાગ્રતા પછી નિર્ગુણ ઉપાસનાભક્તિ આવે છે જે ચૌદમા ગુણસ્થાન સુધી લઈ જાય છે.
આમ જેમ જેમ સ્તવનના ભાવમાં રમતા જઈએ છીએ, તેમ તેમ સંસારથી પર થતા જઈએ છીએ. આજના સમયમાં આ ઉપાસના જ સંસારમાં શાંતિ અર્પે છે, સુખનો અનુભવ કરાવે છે. તેવો અનુભવ હવે પાંચમા | સુમતિનાથજી પ્રભુની ઉપર કેવી પ્રીતિ થાય છે તેમાં જોઈશું.
૫. શ્રીસુમતિનાથવામીનું સ્તવન “સુમતિનાથ ગુણ શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ' પરમ પૂજ્ય મહોપાધ્યાયજીના આ સ્તવન કીર્તનમાં એમ કહે છે કે, વાચક યશ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર'
મારો અને તારો પ્રેમ કંઈ ગુપ્ત રહેશે નહિ, કારણ જેમ ચંદ્રકાન્ત મણિનો પ્રકાશ કે કિંમત કંઈ ગુપ્ત રહેતાં નથી તેમ મારી અને તારી વચ્ચેની જે પ્રેમની પ્રીતડી છે એ કંઈ ગુપ્ત રહેશે નહીં. કારણ તું પ્રેમનો સાગર છે, ગુણનો સાગર છે, દયાનો સાગર છે, સમતા અને અમૃતરસનો મહાસાગર છે. તારા પ્રેમમાં રંગાયા પછી બીજા રંગનું વસ્ત્ર મારે ઓઢવું નથી. મારાં સુખ-દુઃખનો તું સાથી છે તો મારે શા માટે બીજે જવું? મારે તો સજ્જન જોડે પ્રીતડી છે તે છાની કેમ રહે? સજ્જન જોડે પ્રીત છાની રહેતી નથી. અત્તરની જોડે રહેલા રૂમાં જેમ અત્તરની સુગંધ છાની રહેતી નથી તેમ તારી પ્રીત છાની રહેતી નથી. કસ્તૂરીની સુગંધ પણ વાતાવરણમાં ફેલાય છે. સાચી રીતની પ્રીત નિરાળી છે. એમાં ગુણની મહેક જાગે છે, જે એવો અનુરાગ પ્રકટાવે છે. તારો અને મારો સ્નેહ
. યોનીસ સ્તવનો n ૨૨