________________
વગેરે આપ જ છો. સમયના કણકણને આપમય બનાવીને જીવી રહ્યો છું. તારી આજ્ઞાને નજર સમક્ષ રાખીને હું તમામ પ્રવૃત્તિઓ કરું છું. તારી આજ્ઞાપાલનનો મંગળમય અઘ્યવસાય જ પ્રભુનું ધ્યાન છે. જે ફળની માગણી કરી હતી તેની આપના ખજાનામાં કોઈ ખોટ નથી. તારો ખજાનો અનંત જ્ઞાન-દર્શનચારિત્રરૂપી ગુણોનો છે. તેનો મારે ખપ છે. તે આપની કૃપાદષ્ટિ વિના મળવો શક્ય નથી. જો શેઠની કૃપા સેવકને ન્યાલ કરે તો પ્રભુ, તારી યાચના મને ન્યાલ નહીં કરે ? ક૨શે જ.'' આગળ જતાં પૂ. ઉપાધ્યાયજી કહે છે કે ‘‘હાલ મોક્ષગમનનો કાળ નથી એમ તમે ન ગણશો. ભાવલબ્ધિ તો આપના હાથમાં છે. કાળલબ્ધિનો પરિપાક આપની ભક્તિને અધીન છે. ભાવલબ્ધિ પર હું મુસ્તાક છું. મારા આત્મામાં મોક્ષે જવાની શક્તિ જગાડો. સિંહનું બચ્ચું કે હાથીનું બચ્ચું કે જેને ચાલવાની શક્તિ નથી હોતી પરંતુ મોટા સિંહ કે હાથીની સાથે તે પણ ગેલ કરતું ચાલે છે તેમ આપ પણ ગજરાજ સમાન છો અને મેં પણ તમારું શરણું સ્વીકાર્યું છે તો મારા આત્માની મહાનતા જરૂર પ્રગટ થાય જ. આપની ભક્તિનો મહિમા અચિંત્ય છે. માટે મેં જે માગેલું છે, જે ઉત્તમ વસ્તુ યાચું છું તે જો આપ આપો તો જ મારે જોઈએ છે. હું બીજા પાસે માગવાનો નથી. આપ જ આપવા માટે સમર્થ છો. તે છે સમ્યક્ત્વપણું. તારી ભક્તિ, સંભવનાથપ્રભુની સ્તુતિ કરતાં કરતાં મોક્ષ પ્રાપ્ત કરવાની શકિત મારામાં જગાડવાની વાત કરીને મારે પ્રભુભક્તિમાં લીન બનવું છે.
*
૪. શ્રીઅભિનંદનવામીનું સ્તવન
‘‘દીઠી હો પ્રભુ ! દીઠી જગગુરુ તુજ’
પરમ પૂજ્ય મહોયાધ્યાય મહારાજ કહે છે કે,
‘વાચક હો પ્રભુ ! વાચક યશ તુમ દાસ,’'
પ્રભુભક્તિના હૈયાપુરમાં આત્માનાં દર્શન કરાવ્યાં, ૫રમાત્માનાં દર્શન કરાવ્યાં પછી હે પ્રભુ અભિનંદન ! આપનો દાસ એમ વીનવે છે કે આપ’મને છેહ ન દેશો. સદાકાળ આપનાં દર્શનનું સુખ આપજો. સંભવનાથપ્રભુની સ્તવનામાં સમ્યક્ત્વ માગ્યું, પણ અહીં જ્ઞાયિક સમક્તિનું દાન માગ્યું. હું તારો
ચોવીસ સ્તવન ૩ ૨૨૧